જટાશંકર જટાયુ યક્ષ સાથે ભેટો

(40)
  • 20.7k
  • 5
  • 9.5k

'માનનીય મુરબ્બી શ્રી જટાશંકરજી ઊભા થાઓ. આ ધરતીલોક ઉપર આપનો સમય પૂર્ણ થઇ ગયો છે.' ગેબી અવાજ સાંભળી જટાશંકરે આંખો લૂછતાં-લૂછતાં જોયું એક કાળા વસ્ત્રમાં સજ્જ પડછંદ દેખાતી વ્યક્તિ હાથમાં કાળા દોરડા સાથે, માથા પર સુવર્ણ મુકુટ, શરીરે કાળો વાન અને લાલ આંખો સાથે એમની બરાબર સામે ઊભેલો દેખાયો. તમે યમરાજ છો? જટાશંકરે ડરતાં ડરતાં પૂછ્યું. 'ના, હું યમરાજ નથી, તેમનો યક્ષ છું. સાલા તમે બધાં માણસો એવું સમજો છો કે તમને લેવા સ્વયં યમરાજ પધારે? આમ તમે સાયન્સની અને ગણિતની વાતો કરો છો પણ એટલી સમજ નથી પડતી આ પૃથ્વીલોક પર એકસાથે કેટલાંય માણસો મરતા હોય, બધાંને લેવા સ્વયં યમરાજ એક સમયે એકલા કઇ રીતે આવીને લઇ જઇ શકે. મુરખના સરદાર કંઇક તો બુદ્ધિ દોડાવ.' યક્ષે જટાશંકરને ગણિત શીખવાડ્યું.

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

જટાશંકર જટાયુ યક્ષ સાથે ભેટો - ભાગ 1

જટાશંકર જટાયુ 'યક્ષ સાથે ભેટો' 'માનનીય મુરબ્બી શ્રી જટાશંકરજી ઊભા થાઓ. આ ધરતીલોક ઉપર આપનો સમય પૂર્ણ થઇ ગયો ગેબી અવાજ સાંભળી જટાશંકરે આંખો લૂછતાં-લૂછતાં જોયું એક કાળા વસ્ત્રમાં સજ્જ પડછંદ દેખાતી વ્યક્તિ હાથમાં કાળા દોરડા સાથે, માથા પર સુવર્ણ મુકુટ, શરીરે કાળો વાન અને લાલ આંખો સાથે એમની બરાબર સામે ઊભેલો દેખાયો. તમે યમરાજ છો? જટાશંકરે ડરતાં ડરતાં પૂછ્યું. 'ના, હું યમરાજ નથી, તેમનો યક્ષ છું. સાલા તમે બધાં માણસો એવું સમજો છો કે તમને લેવા સ્વયં યમરાજ પધારે? આમ તમે સાયન્સની અને ગણિતની વાતો કરો છો પણ એટલી સમજ નથી પડતી આ પૃથ્વીલોક પર એકસાથે કેટલાંય ...Read More

2

જટાશંકર જટાયુ સ્વર્ગલોકમાં - ભાગ 2

જટાશંકર જટાયુ ‘સ્વર્ગલોકમાં’ જટાશંકર જટાયુ એક અગત્યના ઇમરજન્સીમાં આવેલા કામને પ્લેનમાં અમદાવાદથી દિલ્લી જઇ રહ્યા હતાં. આમ તો જટાશંકર પ્લેનમાં બેસતા કાયમ ડરે એટલે શક્ય હોય ત્યાં સુધી પ્લેનની મુસાફરી ટાળે અને ટ્રેનમાં જ મુસાફરી કરે. પરંતુ અગત્યના આવી પડેલા કામના કારણે પ્લેનમાં મુસાફરી કર્યા વગર એમનો છુટકો ન હતો. જટાશંકર પ્લેનમાં બેસી ગયા અને મનોમન ઓમકાર ચાલીસાનું રટણ કરવા લાગ્યા. તેઓ મનોમન એવું વિચારતા કે પ્લેન આકાશમાં જ્યારે ઉપર હોય ત્યારે એ ઈશ્વરની નજીક હોય અને ઈશ્વરની નજીક હોઇએ અને ઈશ્વરની આપણા ઉપર નજર પડે એટલે બારોબાર એમની પાસે બોલાવી લે તો ...Read More

3

જટાશંકર જટાયુ કોવિડ સાથે ભેટો - ભાગ 3

જટાશંકર જટાયુ કોવિડ સાથે ભેટો સવારે વાગ્યાની છડી પોકારતું એલાર્મ રણકી ઊઠયું. આમ તો રણકી ઊઠયું નહી પણ ચિત્કારી ઉઠ્યું એમ જ કહેવાય કારણ કે એ રીંગટોનમાં પસંદ કરેલું સંગીત રેલાતું નહોતું પણ બાજુમાં સૂતેલા જટાશંકર જટાયુના કાનમાં રેડાતું હતું. જટાશંકર જટાયુ તો સુવાળા સપના જોતાં-જોતાં પટકાયા વર્તમાનમાં અને હાંફળા-ફાંફળા હાથે પોતાનો મોબાઇલ ફોન ફંફોસવા માંડયા. મોબાઈલ ક્યાં ગયો એ શોધવા માટે તો પહેલા ચશ્મા શોધવા પડે અને ચશ્મા શોધવા માટે પોતાની ઘરડી આંખો ચોળે એના પહેલા જ એમના ધર્મપત્નીએ રોજની જેમ બાજુના ટેબલ પર મુકેલા ફોનનું બટન દબાવી એને મૂંગો કર્યો. ફોનને મુંગો કરીને એમણે બબડવાનું ચાલુ ...Read More

4

જટાશંકર જટાયુ શનિ-રવિની રામાયણ - ભાગ 4

જટાશંકર જટાયુ 'શનિ-રવિની રામાયણ' મહેસૂલ વિભાગના નિવૃત્ત અધિકારી જટાશંકર જટાયુ નિવૃત્ત થયા બાદ સોમવારથી શુક્રવાર સુધી શેરબજારમાં નસીબને અજમાવતા અને શેરબજારના ઘોડા પર બેસી પોતાના આડા રસ્તે કમાયેલા રૂપિયાને ડબલ કરવામાં અને ત્યારબાદ તેને સફેદ કરવામાં રચ્યા પચ્યા રહેતા. માટે શનિવાર અને રવિવાર એમના માટે આરામના દિવસો હતાં. જટાશંકર એવું નિશ્ચિતપણે માનતા કે એમની પત્ની જટીબેનને એમની આરામ કરવાની આ વૃત્તિ સાથે વેર છે માટે શનિવાર અને રવિવારે જટીબેન એમને ઘરના ભડતાસડતા કામે લગાડી એમના આરામને ક્લીન બોલ્ડ કરવાનો પેંતરો રચે છે એવું એ દ્રઢપણે માનતા થઇ જ ગયા હતાં. 'કહુ છું ઊભા થાઓ, નવ વાગ્યા સુધી ઘોરો ...Read More

5

જટાશંકર જટાયુ રાહુ દેવ પ્રગટ થયા - ભાગ 5

જટાશંકર જટાયુ 'રાહુ દેવ પ્રગટ થયા' 'કલ્યાણ આયુષ્યમાન બનો, કન્યા પધરાવો સાવધાન.' ત્રિપુંડશંકર ગોર બોલ્યા. 'અરે, અહીં તમે નવગ્રહ યજ્ઞ કરવા આવ્યા છો. કન્યા ક્યાં પધરાવો છો. આ વર્ષો પહેલા જે કન્યા પધરાઇ'તી એની સાથે હું ઊંધા ફેરા લઇ પાછી પધરાવવા માંગુ છું.' જટી સામે જોઇ ખુન્નસથી જટાશંકર બોલ્યા. 'તમે શું મનફાવે એમ બોલો છો. હું તમારા જીવનમાં ના આવી હોત તો વાંઢા રહી જાત. આ મારા બાપનો ઉપકાર માનો કે એમની સોના જેવી કન્યા તમને આપી.' જટીબેન ગુસ્સે થઇને બોલ્યા. 'વાંઢો રહી ગયો હોત તો સારું થાત. હું પણ સલમાન ખાનની જેમ જીવતો હોત અને જિંદગી ...Read More