અ ન્યૂ બિગિનિંગ

(268)
  • 43.2k
  • 42
  • 19.7k

એક શિયાળાની બપોર થઈ હતી. લગભગ સવા બે થયા હતા. સતિષ તેના ઘરના બીજા માળ પર આવી ગયો. તેના હાથમાં ફીનાઇલની બોટલ હતી. તે થોડીવાર માટે ફીનાઇલની બોટલ સામે જોઈ રહ્યો. તેના ચહેરા પરથી લાગતુ હતુ કે તે ખૂબ ચિંતામાં છે. તેની આંખમાંથી નીકળતા આંસુ જાણે ફીનાઇલની બોટલને પોતાની વેદના સંભળાવી રહ્યા હોય એવુ લાગતુ હતુ. ઘણુ વિચાર્યા બાદ સતિષે બોટલનુ ઢાંકણુ ખોલી નાખ્યું. વળી તેને કઈક વિચાર આવ્યો. તેણે તેના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કોઈકને ફોન લગાવ્યો, “ભાઈ, મમ્મી અને પપ્પાનું ધ્યાન રાખજે. હું જાવ છું.”

Full Novel

1

a new beginning (એક નવી શરૂઆત)- પ્રકરણ ૧

એક શિયાળાની બપોર થઈ હતી. લગભગ સવા બે થયા હતા. સતિષ તેના ઘરના બીજા માળ પર આવી ગયો. તેના ફીનાઇલની બોટલ હતી. તે થોડીવાર માટે ફીનાઇલની બોટલ સામે જોઈ રહ્યો. તેના ચહેરા પરથી લાગતુ હતુ કે તે ખૂબ ચિંતામાં છે. તેની આંખમાંથી નીકળતા આંસુ જાણે ફીનાઇલની બોટલને પોતાની વેદના સંભળાવી રહ્યા હોય એવુ લાગતુ હતુ. ઘણુ વિચાર્યા બાદ સતિષે બોટલનુ ઢાંકણુ ખોલી નાખ્યું. વળી તેને કઈક વિચાર આવ્યો. તેણે તેના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કોઈકને ફોન લગાવ્યો, “ભાઈ, મમ્મી અને પપ્પાનું ધ્યાન રાખજે. હું જાવ છું.” ...Read More

2

અ ન્યૂ બિગિનિંગ - (એક નવી શરૂઆત)- પ્રકરણ ૨

સતિષે વાત શરૂ કરી...“એ દિવસે મેં તેની સાથે ઘણી વાત કરી અને રીસેસ પછી પણ ફ્રી થતા વાતો ચાલતી રજા વખતે તેણે કહ્યું કે તે બીજા દિવસે પણ ઘણી વાતો કરશે.”“પણ તમે બંને એવી કઈ વાત કરતા હતા કે રજા સુધી તમારી વાત ચાલી?” નરેશે પૂછ્યું.“વાત તો બહુ ખાસ ન હતી. એ સમયે એક સિરિયલ આવતી હતી. એ સિરિયલ શ્રીને ખૂબ ગમતી હતી. બસ એક ટોપિક મળી ગયો એટલે વાત ચાલતી રહી.” સતિષ બોલ્યો.“કઈ સિરિયલ? અને કોઈ ટીવી સિરિયલની વાત એ તારી સાથે કેમ કરે? હવે આ વાત મને બહુ અટપટી લાગે છે.” નરેશ બોલ્યો.“ એ સિરિયલ હતી - ...Read More

3

અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ ૩

નરેશે સતિષને સમજાવતા કહ્યું....“તને જે ઉંમરે પ્રેમ થયો એ પ્રેમ ન હતો માત્ર આકર્ષણ હતું. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો બાળક તેની તરુણાવસ્થામાં પહોંચે છે ત્યારે તેનામાં રહેલા હોર્મોન્સ એક્ટિવ થઈ જાય છે. અને માત્રને માત્ર આ હોર્મોન્સને કારણે બાળક તેના ઓપોઝિટ જેન્ડર પ્રત્યે આકર્ષાયા કરે છે. આઈ મીન છોકરીનું છોકરા તરફ અને છોકરાનું છોકરા તરફ આકર્ષણ હોઈ છે. તારા કિસ્સામાં પણ આ જ કારણ છે. પણ આ દ્વારા હું એ સાબિત નથી કરતો કે તારી જે કાંઈ શ્રી પ્રત્યેની લાગણી છે એ તદ્દન ખોટી છે.”“નરેશ. આ બાબત તો હું પણ જાણું છું કે તરુણાવસ્થામાં આ ફેરફાર જોવા મળે છે. ...Read More

4

અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ ૪

સવાર થતા સતિષ નરેશને બોલાવવા ગયો. નરેશ પણ કોલેજ માટે તૈયાર થઈ નીકળતો જ હતો. એવા સમયે તે સતિષને નવાઈ પામી બોલ્યો,“અરે સતિષ! શુ વાત છે! આજ આટલો જલ્દી સ્કૂલના ટાઈમ પહેલા તૈયાર થઈ ગયો. કહેવું પડે તારામાં આટલો ચેન્જ જલ્દી આવી જશે એ મેં વિચાર્યું પણ નહતું.”“હા, કાલ નક્કી કર્યું હતુ ને કે નવી શરૂઆત કરવી છે. તો ચાલો બસ સ્ટોપ સુધી સાથે જઈએ ત્યાંથી તુ કોલેજ જજે અને હું મારી સ્કૂલે જઇશ. ઓકે. તો નીકળીએ.” સતિષ હસીને બોલ્યો.“હા કેમ નહિ.” કહી નરેશે પોતાનુ બેગ લઈ ચાલવા માંડ્યું.બસ સ્ટોપ પહોંચતા જ નરેશે હસીને કહ્યું,“તો સતિષ. આજનું શુ આયોજન ...Read More

5

અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ ૫

“એક શ્રી પાછળ શુ નથી કર્યું મેં? તેને મેળવવાના બધા પ્રયત્નો કરી લીધા હતા. તેમ છતાં તે મારાથી આટલી કરે છે? શું ખામી હતી મારામાં? તેણે કેટલી સરળતાથી કહી દીધું કે મને જીવતા નથી આવડતું. તેને કોઈ હક નથી મારા ચરિત્ર પર કોમેન્ટ કરવાનો.” સતિષ ગુસ્સેથી બોલ્યો.“હા તારી વાત સાચી છે અને ખામી તારામાં નહિ પણ શ્રીમાં છે. જેને તારો પ્રેમ દેખાતો નથી. સતિષ તને ખબર છે વાસ્તવિકતા શુ છે? વાસ્તવિકતા એ છે કે અમુક લોકોને વ્યક્તિ અંદરથી કેટલો સારો છે એમાં રસ નથી હોતો પણ બહારથી કેટલો સારો દેખાય છે એમાં રસ હોય છે. શ્રી પણ એ લોકોમાં ...Read More

6

અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ - 6

“સતિષ આ શું? તે ડ્રીંક કર્યું છે? તુ ક્યારથી શરાબી થઈ ગયો?” “એય હું ... હું શરાબી નથી. હું નથી પીતો. યુ નો આઈ એમ ડિસેન્ટ બોય! ચિપ્સ લાવને. મારી સાથે ખોટી માથાકુટ નઇ કરવાની. લાવ ચિપ્સ દે.” સતિષ પીધેલી હાલતમાં કહેવા લાગ્યો. “ડિસેન્ટ બોય? હં ડિસેન્ટ બોય? ચિપ્સ જોઈએ છે? લે ખા.” કહી ખેંગારે સતિષને તમાચો માર્યો. “મેં મેં લાફો નથી માંગ્યો ચિપ્સ દે.” સતિષ હસવા લાગ્યો. “યાર..તે આ રસ્તો કેમ પકડ્યો? શુ થયું છે તને? પ્લીઝ વાત શુ છે એ મને જણાવ. નહિતર હજી તો તમાચો માર્યો છે. જો વધારે ગુસ્સો અપાવ્યો છે ને તો સીધો તળાવમાં ...Read More

7

અ ન્યૂ બિગિનિંગ પ્રકરણ- ૭

સવાર પડી ગઈ. સતિષ હજુ પેલા કપલના સંવાદો વિશે વિચારી રહ્યો હતો. તે બ્રશ કરી ચા પીવા બેઠો પણ મનમાં સવાલો ફર્યા જ કરતા હતા. તે બસ ચાનો કપ પકડી એ કપ સામે જોઈ રહ્યો. તેને એવી સ્થિતિમાં જોઈ તેના ભાભી કહેવા લાગ્યા, “કેમ શું થયું છે? ગઈ કાલનું થોબડું પડેલું કેમ છે? અત્યારે શ્રીની યાદમાં તો નથી ખોવાયોને?” “હં ..ના ભાભી એવુ કઈ નથી બસ અમુક સવાલો મનમાં ખટક્યા કરે છે. એના જવાબો મને નથી મળતા.” સતિષે કહ્યું. “કેવા સવાલો? મને તો જણાવ કદાચ એના જવાબ મારી પાસેથી મળી જાય. નહિ મળે તો તેને શોધવામાં હું તારી ...Read More

8

અ ન્યૂ બિગિનિંગ પ્રકરણ- ૮

થોડીવાર પછી સ્ટોર મેનજરે સતિષને પોતાની ઓફિસમાં બોલાવ્યો. સતિષ ત્યાં ગયો તો સ્ટોર મેનેજરની સામેની ખુરશી પર એક યુવતી હતી. તેને જોઈને સતિષ દરવાજા પર જ ઉભો રહ્યો. તેને દરવાજા પર જોતા મેનેજરે કહ્યું,“સતિષ ત્યાં કેમ ઉભો છો? અંદર આવી જા.”સતિષ અંદર ગયો અને મેનેજરે તેને ખુરશી પર બેસવા આગ્રહ કર્યો અને પેલી યુવતીનો પરિચય આપતા કહ્યું,“સતિષ આ કલ્પના છે. તારી ગેરહાજરીમાં તારું કામ આ કરશે. મેં તારી રજાની પરમિશન આપી દીધી છે પણ તમે એક વખત રૂબરૂ વાત કરી લો તો આગળ કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ન થાય. એટલિસ્ટ તને એ તો ખબર હોવી જોઈએ ને કે તારી ગેરહાજરીમાં ...Read More

9

અ ન્યૂ બિગિનિંગ પ્રકરણ- ૯

સમય વીતી ગયો અને ખેંગારના લગ્ન થઇ ગયા. લગ્ન પછીની તમામ વિધિઓ પૂરી થઇ ચૂકી હતી. બધા મહેમાનો રવાના તૈયારીમાં હતા. નરેશ અને ખેંગાર વાતો કરી રહ્યા હતા એવામાં પ્રિયા કોઈને શોધતી આવી. તે ઘરમાં બધે આમતેમ જોવા લાગી. તેને જોઈ ખેંગારે પૂછ્યું, “કેમ પ્રિયા શું થયું? કોને શોધે છે?” “તે સતિષને જોયો છે? એ સવારનો મને દેખાયો નથી. બસ અત્યારે તેને જ શોધી રહી છું.” પ્રિયાએ કહ્યું. “એમ વાત છે! પણ અત્યારે તેનું કોઈ ખાસ કામ હતું?” ખેંગારે પૂછ્યું. “ના ખાસ કામ ન હતું. બસ એમ જ.” પ્રિયાએ કહ્યું. “પણ એ તો સવારે જ ચાલ્યો ગયો.” ખેંગારે ...Read More

10

અ ન્યૂ બિગિનિંગ પ્રકરણ - ૧૦

કલ્પના મેનેજર પાસે ગઈ અને સતિષની સ્થિતિ જણાવી. મેનેજરે પણ તેને સહકાર આપતા સતિષને બહાર લઇ જવાની રજા આપી. તેની ફ્રેન્ડ સ્વેતાને તેનું કામ સંભાળવા કહ્યું અને તેની સ્કુટીની ચાવી લઇ સીધી પાર્કિંગમાં આવી ગઈ. સતિષ ત્યાં તેની રાહ જોઈ રહ્યો હતો. કલ્પના સતિષને તેની સાથે નજીકના દેવ મંદિર પર લઇ ગઈ. બંને દર્શન કરી ત્યાંના વડલા નીચે બેઠા. બંને થોડીવાર સુધી કંઈ પણ બોલ્યા નહિ. થોડીવાર પછી કલ્પના બોલી, “સતિષ. હવે સારું ફિલ થાય છે? તું હવે ઠીક છેને?” “હા નાવ આઈ ફિલ બેટર. થેન્ક્સ કલ્પના કે તુ મને અહિયાં લઇ આવી.” સતિષે કહ્યું. “તું એકદમ સ્વસ્થ ...Read More

11

અ ન્યૂ બિગિનિંગ - પ્રકરણ-૧૧

બપોર થઈ ગયું હતું અને ખેંગારનું ગામ પણ આવી ગયું હતું. સતિષ હજી તેની સિટ પર સુતો હતો. તેને કંડકટરે તેને ઉઠાડી કહ્યું, “તારું સ્ટોપ આવી ગયું. ઉતરવું નથી?” સતિષ ફટાફટ તેનું બેગ લઈને નીચે ઉતરી ગયો અને બસનું બારણું બંધ કરતા કંડકટરનો આભાર વ્યક્ત કરતા કહ્યું, “થેંક્યું સર.” રોડ પરથી ચાલતા ચાલતા તે ગામના રસ્તે ચાલવા લાગ્યો. રસ્તાની આજુબાજુ પથરાયેલા વિશાળ અને લીલાછમ ખેતરો જોઈ સતિષની આંખોને જાણે આરામ મળતો હોય એમ તે શાંતપણે ખેતરોને જોવા લાગ્યો. ઘણા સમય પછી રાહતના શ્વાસ લેતો હોય એમ ધીમા ધીમા શ્વાસ લેવા લાગ્યો. તેના ચહેરા પર આનંદ એટલો છવાઈ ...Read More

12

અ ન્યૂ બિગિનિંગ - પ્રકરણ-૧૨

વાતાવરણ આખુ શાંત અને ગમગીન બની ગયુ હતુ. ત્રણેય મિત્રો એકદમ ચુપ થઈને સાબરમતીને જોઈ રહ્યા હતા. “સતિષ આમ રહેવાથી પ્રિયા તને મળી નથી જવાની. જે સફર શરૂ જ નથી થઇ તેને હવે ફરી શરૂ કરવામાં કોઈ ફાયદો નથી. યાર તુ થોડો વધારે મોડો પડ્યો. હવે દુખી થવાને બદલે તારી પાસે ખુશ રહેવાના ઘણા કારણ છે. એ કારણ શોધ અને જિંદગી ખુશી ખુશી જીવ. અમારે બસ એટલુ જ જોઈએ છે.” નરેશે કહ્યું. “ના નરેશ હું દુખી નથી. બસ હવે પસ્તાવો થાય છે. નરેશ હું પ્રિયાને મેળવવામાં મોડો નથી પડ્યો. હું તો માણસ બનવામાં મોડો પડ્યો છુ. જો વહેલા ...Read More