જીવતું જંગલ

(43)
  • 9.2k
  • 1
  • 3.4k

વરસાદ ફરી વરસવા લાગ્યો. તેનુ પાણી અમી છાંટણા બની આદિના ચહેરા ઊપર પડતા જ આદિ ઊઠયો. ઊગતી સવારે જ્યારે આદિ ઊઠયો ત્યારે તેને સ્વપ્ને પણ ખ્યાલ નહતો કે એ આ જંગલમાં કેવી રીતે આવી ચડ્યો. તેણે આજુબાજુ બધી બાજુ નજર ફેરવીને જોયુ ત્યારે એ ખરેખર પોતાને જંગલમાં જોઇ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. તેણે અહિથી કેવી રીતે બહાર નીકળવું એ વિચારી રહ્યો હતો. તેણે ઘ્યાનથી જોયુ કે ખરેખર એ જાગી રહ્યો છે કે સૂતો છે. તેને સમજમાં નોહ્તું આવી રહ્યુ કે આગળ શું કરવું. તે જ્યાં બેઠો હતો ત્યાંથી ઊભો થયો અને આજુબાજુ નજર કરી ફરવા લાગ્યો.

Full Novel

1

જીવતું જંગલ - 1

ભાગ ૧ વરસાદ ફરી વરસવા લાગ્યો. તેનુ પાણી અમી છાંટણા બની આદિના ચહેરા ઊપર પડતા જ આદિ ઊઠયો. ઊગતી જ્યારે આદિ ઊઠયો ત્યારે તેને સ્વપ્ને પણ ખ્યાલ નહતો કે એ આ જંગલમાં કેવી રીતે આવી ચડ્યો. તેણે આજુબાજુ બધી બાજુ નજર ફેરવીને જોયુ ત્યારે એ ખરેખર પોતાને જંગલમાં જોઇ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. તેણે અહિથી કેવી રીતે બહાર નીકળવું એ વિચારી રહ્યો હતો. તેણે ઘ્યાનથી જોયુ કે ખરેખર એ જાગી રહ્યો છે કે સૂતો છે. તેને સમજમાં નોહ્તું આવી રહ્યુ કે આગળ શું કરવું. તે જ્યાં બેઠો હતો ત્યાંથી ઊભો થયો અને આજુબાજુ નજર કરી ફરવા લાગ્યો. તેના માથામાં ...Read More

2

જીવતું જંગલ - 2

ભાગ ૨ તેનુ કારણ એટલું જ હતુ કે અચાનક ગાડીની હેડલાઇટ આપોઆપ બંધ પડી ગઇ. આગળ જવાનો રસ્તો ભલે હતો ચાંદની રાતમાં પણ ગાડીની લાઇટ વગર આગળ જવાનું કોઇને પણ યોગ્ય લાગ્યું નહીં અને સાથે સાથે બીજી એક મુસીબત આવી પડી. અચાનક જ ગાડીનું બોનેટ ગરમ થઇ ગયુ હૉય એમ તેમાથી ધુમાડા નીકળવા લાગ્યા ! હવે તો ગાડી જ્યાં સુધી ઠંડી ન પડે ત્યાં સુધી આગળ જવાનું શકય ન હતુ સાથે સાથે રિસોર્ટ પણ પાછા ફરી શકાય એમ નહતું. અંતે ચારો મિત્રો ગાડી નીચે ઉતર્યા. નિલ બધા સામે જોતા યાર લાગે છે પેલી છોકરીએ જે વાત કરી હતી એ ...Read More

3

જીવતું જંગલ - 3 - છેલ્લો ભાગ

ભાગ ૩ મશાલનો ઇશારો થયા પછી પણ જયારે આદિ આગળ વધવા તૈયાર ન થયો ત્યારે મશાલ ત્યાં અટકી. હવે માટે મુશ્કેલ થઇ રહ્યું હતુ કે પોતાના મિત્રોને કેવી રીતે બચાવવા. તેણે જોયુ અચાનક મશાલ ગાયબ થઇ ગઇ છે ! ચારે બાજુ અંધકાર છવાઇ ગયો છે. અચાનક બે લાલ આંખો હવામાં અધ્ધર તરતી દેખાણી. એ બન્ને આંખો જાણે એને જ તગતગી રહી હતી ! ચારે બાજુ અંધકાર છવાઇ ગયો હોવાથી એ બન્ને આંખો જાણે મશાલની જગ્યા લઇ લીધી હોય તેવુ ભાષી રહ્યું હતું. આટલો અંધકાર હોવા છતાં પણ આદિને બહુ આશ્ચર્ય થઇ રહ્યું હતુ કે એ કેવી રીતે પોતાના મિત્રો ...Read More