સર્જક Vs સર્જન

(9)
  • 10k
  • 3
  • 3.9k

અખિલ કેબિનમાં દાખલ થયો, ઇન્ટરકોમની ઘંટડી સતત રણકી રહી હતી. "હેલો", તેણે રિસિવર ઉપાડ્યું, સામે છેડેથી એક ઠંડો, ધારદાર સ્ત્રી સ્વર સંભળાયો,, "મિસ્ટર અખિલ, શું વિચાર્યું તમે પછી?" અખિલને પરસેવો વળી ગયો. તેની જીભ થોથવાવા લાગી, "હું પણ, હું.....શું કહેતો હતો......." “તમે કશું ન કહો તેમાંજ તમારી ભલાઈ છે લેખક મહોદય” "પણ ...આવું.....તમે... કેવી રીતે શક્ય છે. તમે તો વાર્તાના...પાત્ર....." અખિલ ગળચા ગળતો બોલવા પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તેનું મગજ તેને સાથ નહોતું આપી રહ્યું, એટલે વાક્ય પૂરું નહોતો કરી શકતો. ફોનમાં, સામે છેડેથી પેલી સ્ત્રી ફરી બોલી, "હું પણ એજ તો કહેવા માંગુ છે, ખાલી પાત્ર તો બદલવાનું છે અને જો તેમ નહિ થાય તો ઇન્સ્પેક્ટર રાઠોડને તો તમે જાણોજ છો."

Full Novel

1

સર્જક Vs સર્જન - 1

ભાગ ૧ અખિલ કેબિનમાં દાખલ થયો, ઇન્ટરકોમની ઘંટડી સતત રણકી રહી હતી. "હેલો", તેણે રિસિવર ઉપાડ્યું, સામે છેડેથી એક ધારદાર સ્ત્રી સ્વર સંભળાયો,, "મિસ્ટર અખિલ, શું વિચાર્યું તમે પછી?" અખિલને પરસેવો વળી ગયો. તેની જીભ થોથવાવા લાગી, "હું પણ, હું.....શું કહેતો હતો......." “તમે કશું ન કહો તેમાંજ તમારી ભલાઈ છે લેખક મહોદય” "પણ ...આવું.....તમે... કેવી રીતે શક્ય છે. તમે તો વાર્તાના...પાત્ર....." અખિલ ગળચા ગળતો બોલવા પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તેનું મગજ તેને સાથ નહોતું આપી રહ્યું, એટલે વાક્ય પૂરું નહોતો કરી શકતો. ફોનમાં, સામે છેડેથી પેલી સ્ત્રી ફરી બોલી, "હું પણ એજ તો કહેવા માંગુ છે, ખાલી પાત્ર ...Read More

2

સર્જક Vs સર્જન - 2

ભાગ ૨ પરમ નીકળી ગયો પણ અખિલનું મન ચકરાવે ચડી ગયું હતું, તેનું મન કામમાં નહોતું લાગી રહ્યું. ફરી તેની આંખ સામે કાજલ અને રાઠોડ આવી જતા હતા. સાંજે ઘરે પહોંચી ફ્રેશ થઇ તેણે લેપટોપ ખોલી નવલકથાનો આગળનો ભાગ લખવાનું ચાલુ કર્યું. તે આપોઆપજ લખતો ગયો કે વાર્તાના મુખ્ય પાત્ર સાહિલનું એક અકસ્માતમાં મૃત્યુ થઇ જાય છે, તે અકસ્માત કાજલ અને રાઠોડના કહેવાથી શહેરના એક નામી ગુંડાએ કરાવ્યો હોય છે, કાજલના ભાઈને સમર્થન આપવાવાળા ગુનાહિત ઇતિહાસ ધરાવતા મુખ્ય બે સમર્થકોને ઇન્સ્પેક્ટર રાઠોડે એન્કાઉન્ટરમાં પતાવી દીધા અને તેના પિતાના રાજકીય પક્ષના મુખ્ય સૂત્રધારને પણ તેમના જુના કેસની ફાઈલ ખોલવાની ચીમકી ...Read More

3

સર્જક Vs સર્જન - 3 - છેલ્લો ભાગ

ભાગ 3 બીજા દિવસે સવારે અખીલે ઓફિસમાં અગત્યનું કામ આવી ગયું છે તેમ કહી રજા મૂકી દીધી અને તૈયાર નવના ટકોરે પરમ જે હોટેલમાં રોકાયો હતો ત્યાં પહોંચી ગયો. પરમે બંને જણ માટે હોટેલના રિસેપશન પર ફોન કરી ચા નાસ્તાનો ઓર્ડર કરી દીધો. પરમે અખિલને કહ્યું કે હવે મને માંડીને વાત કર, પહેલા સરપંચની દીકરી વિષે અને પછી પેલા ફિલ્મી ઇન્સ્પેકટર વિષે. અખીલે સરપંચની દીકરી વિષે માહિતી આપતા કહ્યું, "અમારા ગામના સરપંચની દીકરી કાજલ સીધી સાદી, દેખાવે સુંદર હોવાની સાથે સાથે ખુબ બુદ્ધિશાળી અને કોઠાડાહી હતી. સરપંચનો દીકરો નાલાયક અને છેલબટાઉ હતો. સરપંચ તેમના દીકરાના લક્ષણોથી વાકેફ હોવા છત્તા ...Read More