દ્રૌપદી

(28)
  • 19.9k
  • 5
  • 9.7k

મેં ધીમે-ધીમે મારી આંખો ખોલી અને આસપાસ નજર ફેરવી.મારી ચારેય બાજુ અગ્નિ હતી.કારણકે મારો જન્મ જ યજ્ઞમાંથી થયો હતો, હું ‘યાજ્ઞસેની’ હતી. મારા પિતા,પાંચાલનરેશ દ્રુપદે પુત્રપ્રાપ્તિ માટે એક યજ્ઞ કરાવ્યો હતો. જેમાં ફળરૂપે મારા ભાઈ સાથે મારી પણ પ્રાપ્તિ થઇ હતી. હું પાંચાલનરેશની પુત્રી,રાજકુમારી પાંચાલી હોવાથી મને પાંચાલના રાજભવનમાં લઇ જવાઇ.ત્યાં મારા શૃંગાર અને અન્ય જરૂરિયાતો પુરી કરવાં માટે અનેક દાસીઓ ઉપસ્થિત હતી.મારો શૃંગાર થયાં બાદ મેં મારી જાતને પ્રથમવાર દર્પણમાં જોઇ કારણકે મારો તો જન્મ જ યુવાવસ્થામાં થયો હતો. મારી પાસે બાળપણની સ્મૃતિઓ નહતી,પરંતુ હા, દેવતાઓ દ્વારા બાલ્યાવસ્થાથી લઇને યુવાવસ્થા સુધીનું બધું જ આવશ્યક જ્ઞાન મને વરદાનમાં મળ્યું હતું.

New Episodes : : Every Friday

1

દ્રૌપદી - 1

મેં ધીમે-ધીમે મારી આંખો ખોલી અને આસપાસ નજર ફેરવી.મારી ચારેય બાજુ અગ્નિ હતી.કારણકે મારો જન્મ જ યજ્ઞમાંથી થયો હતો, ‘યાજ્ઞસેની’ હતી. મારા પિતા,પાંચાલનરેશ દ્રુપદે પુત્રપ્રાપ્તિ માટે એક યજ્ઞ કરાવ્યો હતો. જેમાં ફળરૂપે મારા ભાઈ સાથે મારી પણ પ્રાપ્તિ થઇ હતી. હું પાંચાલનરેશની પુત્રી,રાજકુમારી પાંચાલી હોવાથી મને પાંચાલના રાજભવનમાં લઇ જવાઇ.ત્યાં મારા શૃંગાર અને અન્ય જરૂરિયાતો પુરી કરવાં માટે અનેક દાસીઓ ઉપસ્થિત હતી.મારો શૃંગાર થયાં બાદ મેં મારી જાતને પ્રથમવાર દર્પણમાં જોઇ કારણકે મારો તો જન્મ જ યુવાવસ્થામાં થયો હતો. મારી પાસે બાળપણની સ્મૃતિઓ નહતી,પરંતુ હા, દેવતાઓ દ્વારા બાલ્યાવસ્થાથી લઇને યુવાવસ્થા સુધીનું બધું જ આવશ્યક જ્ઞાન મને વરદાનમાં મળ્યું હતું. ...Read More

2

દ્રૌપદી - 2

દ્રૌપદી સખી,તે તારા વસ્ત્રથી મારો ઘાવ પૂર્યો છે,હું પણ એક વાર તને વસ્ત્ર પૂરાં પાડીશ. ગોવિંદ,મારે વસ્ત્રની ક્યાં જરૂર જવાબમાં ગોવિંદ માત્ર રહસ્યમયી પરંતુ દર્દભરું હસ્યાં. ખબર નહીં સખાએ એમ કેમ કહ્યું હશે.મને એક સામ્રાગીને વસ્ત્રોની ક્યાં કમી હોય છે. કદાચિત ગોવિંદ સમાજમાં વધી રહેલ દુરાચાર જોઇને જાણી ગયા હશે કે દુષ્ટોના અધર્મી નેત્રોથી રક્ષણ માટે એક સ્ત્રીને જરૂર વસ્ત્રોની જરૂર પડશે. અંતે રાજસુઇ યજ્ઞ પૂર્ણ થયો.આર્ય યુધિષ્ઠિરને ચક્રવર્તી સમ્રાટ ઘોષિત કરવામાં આવ્યા.પરંતુ દુર્યોધને શિશુપાલના વધ સામે પ્રશ્ન ઉઠાવ્યો અથવા હું એમ સમજુ કે તેનાં હોવાં છતાં આર્યને શા માટે સમ્રાટ ઘોષિત કરવામાં આવ્યાં એમાટે પ્રશ્ન ઉઠાવ્યો. તેણે ઇન્દ્રપ્રસ્થમાં અસભ્ય ...Read More

3

દ્રૌપદી - 3

અરે,આવો વ્યવહાર તો કોઈ જાનવરો સાથે પણ ન કરે.તો હું તો તેની ભાભી હતીને.તો પછી મારી સાથે આવો વ્યભિચાર દુષ્ટ દુર્યોધને મને પોતાની દાસી બોલાવી અને ભરી સભામાં કહ્યું, " આવ દાસી દ્રૌપદી,મારી જંઘા પર બેસ.તારા સ્વામીનું મનોરંજન કર." અસભ્ય દુર્યોધને મારા પિતામહ ભીષ્મ,પિતા સમાન દ્રોણ,જ્યેષ્ટ સસુર ધૃતરાષ્ટ્ર,મહામંત્રી વિદુર અને મારા પાંચ આર્યોની સામે મને એ શબ્દો કહ્યાં. એ દુરાચારીએ દુશાસનને મારા વસ્ત્રો દુર કરવાનો આદેશ આપ્યો મૌન લોકોની એ સભામાં.ફરીથી તર્કો-વિતર્કો થયાં.પરંતુ એ દુષ્ટ દુર્યોધન કોઇનું ન માન્યો. મેં એક એક કરીને મારા આર્યો સામે જોયું.તેઓની આંખોમાં પણ મારી આંખોની જેમ ક્રોધની જ્વાળાઓ ભભૂકી રહી હતી પરંતુ તેઓ ...Read More

4

દ્રૌપદી - 4

ગોવિંદ...ગોવિંદ...ગોવિંદ મેં મારી આંખો ખોલી.મારી આંખો લાલ થઇ ચુકી હતી.કદાચિત સતત રડવાના લીધે,ક્રોધનાં લીધે અથવા તો પ્રતિશોધની માંગને લીધે. સભામાં મારી સાથે થયેલાં દુરાચાર બાદ હું ખૂબ ક્રોધિત અવસ્થામાં હતી.માતા કુંતી અને માતા ગાંધારી મારી પાસે આવ્યા. માતા ગંધારીએ મારો ક્રોધ શાંત કરવા,હું કોઈ શ્રાપ ન આપી દવ એમાટે વરદાન માંગવા કહ્યું જેમકે કોઈ નાનુ બાળક રિસાયું હોય અને ભેટ આપવાથી ખુશ થઇ જશે. તેમનો આ અવાજ ત્યારે કેમ ન ઉઠ્યો જ્યારે તેમનાં પુત્રો અધર્મ તરફ આગળ વધી રહ્યાં હતાં,જ્યારે તેઓના ભ્રાતા શકુની તેઓને અધર્મનાં માર્ગ તરફ ચાલવા પ્રેરી રહ્યા હતાં? માતા કુંતીએ કહ્યું,"પુત્રી,તું થોડો સંયમ રાખ.તું જ છો ...Read More