પ્રતિશોધ એક આત્મા નો

(559)
  • 120.6k
  • 33
  • 56.6k

રાતના લગભગ અગિયાર વાગ્યા હતા . રોમીલ ખૂબ સાવચેતીથી માઉન્ટ આબુ ના ઘાટ પર ગાડી ચલાવી રહ્યો હતો . ડિસેમ્બરનો મહિનો ખૂબ ઠંડી વાળો ઘાટ ઉપર ખુબ ધુમ્મસ હતું. ગાડી ની લાઈટ પહોંચે ત્યાં સુધી નોજ રસ્તો સાફ દેખાતો હતો .લગભગ ચાલીસની સ્પીડે એ ગાડી ચલાવી રહ્યો હતો એની સાથે એની કોલેજના ચાર મિત્રો હતા વિકાસ, અનિલ , ચાર્મી અને નિષ્કા . પાંચ મિત્રો ન્યુ યર ઉજવવા અમદાવાદ થી માઉન્ટ આબુ જઈ રહ્યા હતા . ગાડીમાં ફુલ અવાજ સાથે મ્યુઝિક ચાલુ હતું . બધા મસ્તીના મુડમાં હતા .

Full Novel

1

પ્રતિશોધ એક આત્મા નો - 1

પ્રતિશોધ ભાગ 1રાતના લગભગ અગિયાર વાગ્યા હતા . રોમીલ ખૂબ સાવચેતીથી માઉન્ટ આબુ ના ઘાટ પર ગાડી ચલાવી રહ્યો . ડિસેમ્બરનો મહિનો ખૂબ ઠંડી વાળો ઘાટ ઉપર ખુબ ધુમ્મસ હતું. ગાડી ની લાઈટ પહોંચે ત્યાં સુધી નોજ રસ્તો સાફ દેખાતો હતો .લગભગ ચાલીસની સ્પીડે એ ગાડી ચલાવી રહ્યો હતો એની સાથે એની કોલેજના ચાર મિત્રો હતા વિકાસ, અનિલ ,ચાર્મી અને નિષ્કા .પાંચ મિત્રો ન્યુ યર ઉજવવા અમદાવાદ થી માઉન્ટ આબુ જઈ રહ્યા હતા . ગાડીમાં ફુલ અવાજ સાથે મ્યુઝિક ચાલુ હતું . બધા મસ્તીના મુડમાં હતા .રોમીલ ડ્રાઈવ કરી રહ્યો એની બાજુમાં વિકાસ બેઠો હતો. અચાનક એમણે જોયું એક ...Read More

2

પ્રતિશોધ એક આત્મા નો - 2

પ્રતિશોધ ભાગ ૨"હા યાર ચાની તો સખત જરૂરત છે . હોટલ વાળો કદાચ આપણને કહી શકે કે આપણે કંઈ જોયું એ શું હતું " વિકાસ દરવાજો ખોલતા બોલ્યો . દરવાજો ખોલતાજ વિકાસને સમજાયુ બહાર કેટલી ઠંડી છે એણે સીટ ઉપર ટાંગેલું પોતાનું જેકેટ લીધુ ને બધાને જેકેટ કે સ્વેટ૨ પેહરવા કહ્યું ને રોમીલને ગાડી અને હીટર ચાલુ રાખવા કહી તરત દરવાજો બંધ કરી દીધો.વિકાસની હાઇટ લગભગ ૬ ફુટ જેટલી હતી. ગોરો ચેહરો ઓછી ડાઠી બ્લેક જીન્સ અને ડાર્ક બ્લુ ટી શર્ટ ઉપર બ્લેક જેકેટ અને ટ્રેકિંગ શુઝમાં કોઈ હિન્દી ફિલ્મના હીરો જેવો દેખાતો હતો . ઍ ચા નો ઓર્ડર ...Read More

3

પ્રતિશોધ એક આત્મા નો - 3

પ્રતિશોધ ભાગ ૩વિકાસ ગાડી ડ્રાઈવ કરી રહ્યો હતો ને રોમિલ બાજુમાં બેઠો મોબાઈલ ઉપર હોટલ તરફનો મેપ જોઈ રહ્યો "15 મિનિટમાં આપણે હોટલે પહોંચી જશું આજે જે જોયું એ જિંદગીભર ભુલાશે નહીં પરંતુ મને હજી વિશ્વાસ નથી થતો કે આપણે એક ભૂત જોયું "રોમીલ શાંતી ભંગ કરતા બોલ્યો." હા યાર હું તો ભુતપ્રેત માનતો જ નથી. કોઇ આવી વાત મને કહે તો હું વિશ્વાસ ન કરત . કોઈ એકને દેખાયું હોત તો એમ કહી શકાય કે ભ્રમ થયો હશે પણ આપણે બધાએ જોયું અને હોટલ વાળા ને કેવી રીતે ખબર કે આપણે કોઈ રબારણ બાઈ જ જોઈ હશે ? ...Read More

4

પ્રતિશોધ એક આત્મા નો - 4

પ્રતિશોધ ભાગ ૪હોટલની ટેરેસ પર ક્સરત કરી વિકાસ નીચે આવ્યો લગભગ સવારના ૮ વાગ્યા હતા . રુમની બહાર નુ જોઈ ને એ ત્યાંજ ઊભો રહી ગયો . ચાર્મી નાહીને બહાર આવી હતી ને તડકામાં એના લાંબા અને સુંદર વાળ સુકાવી રહી હતી. વિકાસ એને જોતજ રહી ગયો . બ્લુ જીન્સ ને એમરોડરી વાળી સફેદ કુરતી એકદમ સાદી અને સહુતી સુંદર . વિકાસ સ્તબદ બની એને જોતો રહ્યો ચાર્મી ની નજર વિકાસ પર પડી એ સમજી ગઈ વિકાસ એને ગુરી રહ્યો છે બીજુ કોઈ એને આવી નજર થી જોવે તો એને ના ગમત પણ વિકાસ એની તરફ ધ્યાન થી જોવે ...Read More

5

પ્રતિશોધ એક આત્મા નો - 5

પ્રતિશોધ ભાગ પપંડિતજીની નજર બહાર ઉભેલી ચાર્મી પર પડી . એ બહાર આવ્યા ને ચાર્મી ની આંખોમાં જોઈ એને કરવા મંદિરમા આવવવા કહ્યું ." સમજાતું નથી તમને એકવાર કહ્યું ને મારે દર્શન નથી કરવા " ચાર્મી આંખો બંદ કરીને ગુસ્સામાં બોલી . " જેવી તારી મરજી હું તારા માટે ખુરશી મોકલાવું છું તુ અહીંજ બેસ" એટલું કહી પંડિતજી ઝડપથી મંદિરમા ગયા એમણે ચાર્મી ની આંખોમા એક પ્રેતનો પડછાયો જોયો હતો. મંદિરમાં હાજર એક સેવકને પંડિતજી એ બહાર થોડી ખુરશીઓ મુકવા જણાવ્યું ને મંદિરમા ગયા.લગભગ ૬ ફુટ ઉંચી અંબે માંની મુરતી ભવ્ય અને સુંદર લાગતી હતી . ચારે મિત્રો એ દર્શન ...Read More

6

પ્રતિશોધ એક આત્મા નો - 6

પ્રતિશોધ ભાગ ૬રોમીલે ગઈ કાલ રાત્રે ઘાટ ઉપર જે ઘટના બની એનું પુરુ વર્ણન પંડિતજીને જણાવ્યું . આ વાત હતી ત્યારે પંડિતજીનું ધ્યાન ચાર્મી તરફ હતું અને એમને અંદાજો આવી ગયો હતો કે શું બન્યું છે. પંડિતજી વાત સાંભળી શું કરવુ એ વિચારી રહ્યા હતા ત્યાં એક સેવક આવ્યો " પંડિતજી ભોજન તૈયાર છે "પંડિતજી વિચારોમાંથી બહાર આવ્યા ને સેવકને જણાવ્યું. " સારુ તમે તૈયારી કરો અમે ભોજનશાળા માં પોહચીએ છીએ .આવો છોકરાઓ આપણે જમી લઈએ "" ના..ના... તમે જમીલો અમે હવે નીકળશું અમારુ લંચ હોટલ પર છે " રોમીલ ખચકાતા બોલ્યો ." અરે હોતુ હશે તમારા માટે મે ...Read More

7

પ્રતિશોધ એક આત્મા નો - 7

પ્રતિશોધ ભાગ ૭આ વાત સાંભળતાજ બધા ગભરાઈ ગયા બધાના હધ્યના ધબકારા વધવા લાગ્યા ને બધાના ગળા સુકાવા લાગ્યા કોઈને પોતાના કાન ઉપર વિશ્વાસ નોહોતો થતો શું બોલવું શું કરવું કંઈજ સમજાતું નહોતું નિષ્કાતો એના આશું ઑ પર કાબુ રાખી શકી નહીં ને રડવા લાગી . બીજી તરફ ચાર્મી ઓફીસમાં એકલી બેઠી અકડાઇ રહી હતી થોડી વાર તો એણે છાપુ વાંચ્યું પણ મદિરમાં આટલી બધી વાર લાગી એટલે બેચન થઈ ઓફિસમાં આંટા મારવા લાગી." જુઓ છોકરાઓ હું તમારી ચિંતા સમજી શકુ છું પણ આ સમય sરવાનો નહીં હિંમત રાખવાનો છે .મને પોતાને નહોતું સમજાતું કે આ વાત હું તમને કેવી રીતે ...Read More

8

પ્રતિશોધ એક આત્મા નો - 8

પ્રતિશોધ ભાગ ૮જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ ચાર્મી નો ગુસ્સો વધી રહ્યો હતો . ટેબલ ઉપર છાપુ ચાર્મી એ ફાડી નાખ્યુ એના ચહેરા ઉપર દેખાતો ગુસ્સો જોઈ સેવક ગભરાયો એ પંડિતજીને કહેવા જવા માંગતો હતો પણ પંડિતજીની આજ્ઞા હતી કે છોકરીને એકલી ના મુકવી ." બેન તમારા માટે પાણી લાવું ?" સેવક ગભરાતા બોલ્યો ." ઓલા લોકો મંદિરમાંથી હજી આવ્યા કેમ નહીં ? એમને બોલ જલ્દી આવે નહીં તો હું એકલી ચાલી " ચાર્મી ઍ ગુસ્સામાં સેવકનું ગળું પકડી લીધું . બીજી તરફ ચાર્મી ને મંદિરમાં લાવવાની વાત પંડિતજીએ કરી ને ચારે મિત્રો એકબીજા તરફ જોઈ રહ્યા ...Read More

9

પ્રતિશોધ એક આત્મા નો - 9

પ્રતિશોધ ભાગ ૯સેવક ની વાત સાંભળતા જ બધા જ ઉભા થઈ ઓફીસ તરફ દોડ્યા ને ઓફીસ નુ દશ્ય જોઈ આંખો પોહડી થઈ ગઈ . ચાર્મી ના એક હાથમાંથી લોહી વહી રહ્યું હતું .ઓફિસમાં બનેલા કાચના નોટિસ બોર્ડ ને ચાર્મી એ ગુસ્સામાં હાથથી તોડી નાખ્યું હતું ચારે તરફ કાચ વિખરાયેલા હતા અને ચાર્મી ના હાથમાંથી સતત લોહી વહી રહ્યું હતું ." બેટા આ તે શું કર્યું ? " એટલું બોલી પંડિતજી ચાર્મી તરફ આગળ વધ્યા." એ બાવા તને કહી દઉં છું તું મારાથી દૂર જ રહેજે નહીતો તને ચીરી નાખીશ " ચાર્મીનો અવાજ બદલાયેલો ને ભારે હતો." ચાર્મી....." વિકાસે જોરથી ...Read More

10

પ્રતિશોધ એક આત્મા નો - 10

પ્રતિશોધ ભાગ ૧૦વિકાસ સ્વસ્થ થઈ ઊભો થયો અને બહાર મુકેલા એક પાણીના માટલાં માંથી પાણી લઈ એણે મોં ધોયું પંડિતજી તમારી વાત હવે સમજમાં આવી છે ચાર્મી ના શરીરમાં બે આત્મા ઑ છે એક ચાર્મીની અને એક ઓલી સ્ત્રીની. આપણી દુનીયા અને આત્મા ઓની દુનિયા વિષે તમે જે પણ જાણો છો અમને જણાવો અમે અમારો જીવ દાવ પર લગાડી દઈશું પણ ચાર્મી ને બચાવી લેશું " "હા પંડિતજી ચાર્મી નું તમારી સાથે નું વર્તન અને વિકાસ સાથેનું વર્તન સાવ અલગ હતું એક શરીરમાં બે આત્મા કેવી રીતે શક્ય છે ?" રોમીલે પ્રશ્ન કર્યો." જુઓ છોકરાઓ હું તમને બને એટલું વિજ્ઞાનની ...Read More

11

પ્રતિશોધ એક આત્મા નો - 11

પ્રતિશોધ ભાગ ૧૧"મને ખબર છે ચાર્મી ની ઇચ્છા શક્તી કેવી રીતે જાગશે અને એણે મંદિરમાં પોતાની મરજીથી આવવું જ આ બોલતા અનીલ ના ચેહરા પર સ્માઈલ હતી."શું ખબર છે તને ? કઈ રીતે આપણે એને મંદિરમાં આવવવા મજબૂર કરી શકીએ ? " વિકાસે પુંછ્યું ."ગરબા .... તમને ખબર છે ચાર્મી નો એક જ શોખ છે અને ગરબાનું સંગીત વાગે તો એ ગરબા રમ્યા વગર રહી શકે નહીં જો સાંજે આરતી માં વિકાસ ના બોલાવાથી પણ ચાર્મી ના આવે તો પછી આપણે ગરબા રમશું અને મને પુરી ખાત્રી છે ચાર્મી ગરબા રમવા માટે આવશે જ " અનીલ ના અવાજમાં જે ...Read More

12

પ્રતિશોધ એક આત્મા નો - 12

પ્રતિશોધ ભાગ ૧૨સંધ્યાકાળ નો સમય થયો બધી તૈયારી થઈ ગઈ હતી . ચાર્મી હજી બેહોશ હતી . પંડિતજી સ્નાન સફેદ પિતાંબર પહેરી માથે તીલક કરી ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી આરતી માટે તૈયાર હતા . બધા મિત્રો પણ માતા ને હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા હતા ને સેવકે શંખ વગાળ્યો ને આરતી શરુ થઇ . જ્ય આધ્યા શક્તિ...ચાર્મી ના કાનો સુધી આરતી નો અવાજ પહોંચ્યો ને એના હાથ હલ્યા ધીરે ધીરે એ હોશમાં આવ્વા લાગી . એક તરફ આરતી ચાલતી હતી અને બીજ તરફ ચાર્મી બેડ ઉપરથી ઊભી થઈ ચાલવા જતી હતી પણ શરીર માં હજી નબડાઈ હતી એને ...Read More

13

પ્રતિશોધ એક આત્મા નો - 13

પ્રતિશોધ ભાગ ૧૩"મંગળીયો એને સાલાને મારી સામે હાજર કરો એનું લોઈ પીવું તો મારી આત્મા ટાઢી પડે " આત્માએ માંગણી કરી.આ શબ્દો સાંભળી બધા મિત્રો ના હોશ ઊડી ગયા ."મંગળીયાની વાત પછી પહેલા તુ બોલ તુ કોણ છે ? તારુ નામ શું છે ? તારુ ગામ ક્યુ ? " પંડિતજીએ સવાલ કર્યા .થોડી વાર શાંત રહી અકળાતા આવાજ સાથે ગુસ્સામાં ચાર્મી ના શરીરની આત્મા બોલી " રુખી નામ સે મારુ જીતપર ગામની રબારણ સું "" મંગળ તારો ઘણી છે ? " પંડિતજી બધી માહિતી ભેગી કરી રહ્યા હતા ."ઈ હરામખોર મારો ઘણી નથી એણે મને છેતરી સે મારો ઘણી ...Read More

14

પ્રતિશોધ એક આત્મા નો - 14

પ્રતિશોધ ભાગ ૧૪" મને અફ્સોસ છે પણ જો અપણે સવાર થતા પેહલા મંગળને જીવતો એની સામે લાવી શકશું નહીંં ચાર્મી નું બચવું મુશ્કેલ છે" પંડિતજી ના અવાજ માં હતાશા હતી ." guys જીતપર ગામ અહીંથી ૮૦ કિલોમીટર દૂર છે ગૂગલ ૩ કલાક બતાડે છે " રોમીલ ફોન ચેક કરી બોલ્યો .બધા એની તરફ જોવા લાગ્યા ." આપણી પાસે અફ્સોસ કરવાનો સમય નથી Be Positive આપણી પાસે સવાર સુધીનો સમય છે શું થશે એના કરતા શું કરી શકાય એ વિચાર કરો . પંડિતજી સૂર્યોધ્ય નો સમય શું છે એટલે કે સવારે કેટલા વાગ્યા પહેલા આપણે મંગળને અહીં લાવો પડશે ? ...Read More

15

પ્રતિશોધ એક આત્મા નો - 15

પ્રતિશોધ ભાગ ૧૫ધાર્યા કરતાં વધારે જલદી ગાડી ઘાટ ઉપર આવી ગઈ ધડીયાલમાં ૯ વાગ્યા હતા જીતપર ગામ હવે કિલોમીટર દૂર હતુ ને લગભગ દોઢ કલાક મા જીતપર ગામ પોહચી જશું એમ લાગ્યું ને ઘાટ ઉપર હનુંમાન મંદિર પસાર થતા લગભગ પાંચ કિલોમીટર પછી ગાડી ઝટકા ખાવા લાગી ને બંદ પડી ગઈ."અરે યાર આને અત્યારે શું થયું ?" વિકાસ ગાડી બંદ પડતા અકળાયો." મને લાગે છે ગરમ થઈ ગઈ હશે અનીલ નીચે ઉતર આપણે ધક્કો મારીએ વિકાસ ગાડી સાઇડમાં લે ઘાટ ઉપર અંધારામાં અહીંયા ઉભા રેહવું સેફ નથી પાંચ મીનીટમાં ગાડી ઠંડી થશે પછી ચાલુ કરવાની કોશીશ કર " રોમીલ ...Read More

16

પ્રતિશોધ એક આત્મા નો - 16

પ્રતિશોધ ભાગ ૧૬"હા મારા આશ્રમમાં આવી તો છે પણ એ સ્ત્રી નહીં એની આત્મા પ્રતિશોધ લેવા આવી છે " ની વાત સાંભળી જાડેજા ચોકી ગયાં."શું વાત કરો છો ડોક્ટર સાહેબ ? કિશન ગાડી ચાલુ કર જલ્દી પોલીસ સ્ટેશન પહોંચવું છે . બોલો ડોક્ટર સાહેબ પુરી વાત શું છે જણાવો " જાડેજા ગાડીમાં બેસ્તા બોલ્યા .કાલ રાતથી અત્યાર સુધી બનેલી ઘટના પંડિતજી એ ઈન્સપેક્ટર જાડેજાને જણાવી . અત્યારે ત્રણ છોકરાઓ મંગળ ને લેવા જીતપર ગામ ગયા છે ને એમની ગાડી ઘાટ ઉપર બગડી છે એ બધી માહિતી પંડિતજી એ જાડેજા ને આપી . વર્ષો પહેલાં જ્યારે પંડિતજી આશ્રમમાં જોડ્યા લગભગ ...Read More

17

પ્રતિશોધ એક આત્મા નો - 17

પ્રતિશોધ ભાગ ૧૭આ તરફ કહ્યા પ્રમાણે પાંચજ મિનીટ માં જાડેજા નો ફોન આવ્યો " ડોક્ટર સાહેબ તમારી શંકા સાચી જે છોકરી સામે ફરિયાદ નોંધાવી છે એનું નામ રુખી છે ઉંમર ૨૦ વર્ષ લગભગ ૫૦ તોલા સોનું લઇ ને ફરાર થઈ છે સાથે ૬ મહિનાનું બાળક છે અને ફરિયાદ લખાવવા વાળાનું નામ મંગળ છે "" ફરીયાદ નોંધાવતી વખતે રુખી નો પતિ હાજર નહોતો ?" પંડિતજી એ પ્રશ્ન કર્યો ." ફરિયાદ નોંધાવતી વખતે ત્રણ જણ આવ્યા હતા ગામનો મુખી . રુખી નો સસરો અને મંગળ . એ લોકોમાં મંગળ થોડુ ભણેલો હતો એટલે એને ફરિયાદ નોંધાવી હતી મોબાઈલ નંબર મુખી નો ...Read More

18

પ્રતિશોધ એક આત્મા નો - 18

પ્રતિશોધ ભાગ ૧૮રાતના ૧૨ વાગી રહ્યા હતા જીતપર ગામ માત્ર એક કિલોમીટર દૂર હતુ વિકાસ કાચા રસ્તા પર પુરી ગાડી દોડાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ને એક વળાંક પર એને અરજન્ટ બ્રેક મારી . રોમીલ અને વિકાસે સીટ બેલ્ટ પેહર્યા હતા એટલે બચી ગયા નહીં તો બન્ને ના માથા આગળ કાચ સાથે ભટકાત ને મોટી ઇજા થાત અનીલ જે પાછળની સીટ ઉપર હતો એ જોરથી વિકાસની સીટ પાછળ અથડાયો ને એને હાથ ને માથામાં માર વાગ્યો . બ્રેક લાગતા ત્રણે ના મોઢામાંથી ચીસ નીકળી ગઈ .વિકાસે બ્રેક મારી ત્યાંથી માત્ર ૬ ઇન્ચ દુર પોલીસની જીપ હતી. પોલીસ ની ગાડી ...Read More

19

પ્રતિશોધ એક આત્મા નો - 19

પ્રતિશોધ ભાગ ૧૯ "મંગળ તો ગામમાં નથી સાહેબ એ તો દસ બાર દિવસ થયા શહેર ખરીદી કરવા ગયો છે મુખીના મોઢે આ શબ્દો સાંભળતા જ બધા ને આધાત લાગ્યો. " મંગળ ગામમાં નથી ? ક્યા શહેરમાં છે ? આટલા બધા દિવસ કઈ ખરીદી કરે છે ? ક્યારે આવશે ? " જાડેજા અકળાયા ને સવાલોનો વરસાદ મુખી પર કર્યો ." અરે સાહેબ એ તો મન નો રાજા છે એનું કોઈ ઠેકાણું નહીં . કુંવારો છે મા બાપ કોઈ નથી માથે કોઈ જવાબદારી નથી . ક્યારેક અમદાવાદ તો ક્યારે મુંબઈ તો ક્યારે દિલ્લી ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જાય . કોલે પણ ...Read More

20

પ્રતિશોધ એક આત્મા નો - 20

પ્રતિશોધ ભાગ ૨૦"તમારે એવું કાંઈ કરવાની જરૂર નથી એને સજા કાયદો આપશે અત્યારે તો ઓલી નિર્દોર્શ છોકરી નો જીવ શું કરી શકાય એ વિચારો .મારે આ કમળી સાથે વાત કરવી છે એ મંગળ વિષે કંઈક તો જાણે છે " જાડેજા દુકાનની બહાર આવતા બોલ્યા.જાડેજા કમળી ના ઘરે ગયા છોકરાઓને એમણે પોતાની સાથે આવવા કહ્યું . એક સિપાહી ને ઘરની બહાર ઉભા રાખ્યો અને કોઈ પણ ગામવાળાને અંદર આવવાની મનાઈ કરી . કમળી ઘરમાં રાખેલા ખાટલાને ટેકે માંથુ રાખી રડી રહી હતી ખાટલા પર એની બે વર્ષ ની દીકરી સુતી હતી . જાડેજા અને છોકરાઓ ઘરમાં દાખલ થયા. " શાંત થા ...Read More

21

પ્રતિશોધ એક આત્મા નો - 21

પ્રતિશોધ ભાગ ૨૧જેવા કમળીના શબ્દો પુરા થયા અડધી મીનીટના સન્નાટા પછી ગામમાં એક બુલેટ બાઈક દાખલ થવાનો અવાજ સંભળાયો જાડેજા અને મિત્રો ઘરની બહાર બુલેટના અવાજ તરફ દોડ્યા.દૂર અંધારામાંથી એક બુલેટની લાઈટ દેખાઈ જેમ જેમ બુલેટ નજીક આવી એના પર સફેદ પેહરણ અને અને સફેદ પાગળી માં કોઈ દેખાયું ને બધા ગામવાળા એક સાથે બોલી ઊઠ્યા " મંગળ આવી ગયો " ગામવાળા ને મોઢે આ શબ્દો સાંભળતા બધા મિત્રો અને જાડેજા ના જીવમાં જીવ આવ્યો .મંગળ સામેનું દ્શ્ય આશ્ચર્ય સાથે જોઈ રહ્યો હતો આટલી રાતે ગામવાળા જાગી રહ્યા હતા બધા ઘરની લાઈટો ચાલુ હતી ને બધા એની તરફ જોઈ રહ્યા ...Read More

22

પ્રતિશોધ એક આત્મા નો - 22

પ્રતિશોધ ભાગ ૨૨૧૫ મીનીટ સુધી ચઢાણ પર દોડી મંગળ થાક્યો ને પેટ પકડી ઊભો રહી ગયો વિકાસ એની સામે પોંહચી ગયો . રોમીલ થોડોક જ દુર હતો મંગળ અને વિકાસ એની ટોર્ચની લાઇટ જોઈ શકતા હતા . વિકાસ મંગળને પકડવા આગળ વધ્યો ને મંગળે ખીચામાંથી મોટું ચાકુ કાઢ્યું .ચાકુ જોતા વિકાસ અટક્યો બન્ને એકબીજા સામે વાર કરવાની તૈયારી કરી રહ્યા હતા " મંગળ ખુદને પોલીસને હવાલે કરી દે તુ હવે બચી નહીં શકે " વિકાસે એને સમજાવાનો પ્રયત્ન કર્યો ." પોતાની ચીંતા કર છોરા મંગળને પકડવા વાળો પેદા નથી થયો તુ તો બચ્ચા જેવો છે એક જ વારમાં પુરો ...Read More

23

પ્રતિશોધ એક આત્મા નો - 23

પ્રતિશોધ ભાગ ૨૩" મંગળ આવી રહ્યો છે એ બાવા તે સાંભળ્યું મંગળ આવી રહ્યો છે ચલ હવે ટાઇમ ગયો સે આપણે ડુંગરા પર જાવુ પડશે મારે એને એ જ જગાએ મળવું સે જ્યાં એણે મારો ને મારા દીકરાનો જીવ લીધો તો .મંગળ એ મંગળ હું આવી રહી સું આ જે આપણે એક થઈ જવાના " આત્મા જોરથી જોરથી હસ્તા હસ્તા આ બધુ બોલી રહી હતી."કોઈ ડુંગરા પર જવાનું નથી તે એને અહીંયા લાવા કહ્યું હતું અને એ અહીંજ આવશે " પંડિતજી જાણતા હતા આત્મા એકવાર મંદિરની બહાર જશે પછી એની તાકાત દશ ગણી વધી જશે અને એ કોઈને પણ ...Read More

24

પ્રતિશોધ એક આત્મા નો - 24

પ્રતિશોધ ભાગ ૨૪" મારા મરેલા દીકરાના હમ ખઈને કઉં શું મને ખાલી મંગળ જોઈએ છે બાકી કોઈને હું કંઈ કરું પણ હા મંગળને જીવતો નહીં મુકુ એનો જીવ લઉ પછી મારી આત્મા ટાઢી પડ સે ને આ છોરીને સોડી દઇસ આ માવડી હામે વચન આલું સુ "પંડિતજીને રબારણના વચન પર વિશ્વાસ હતો થોડો વિચાર કર્યો ને પછી કહ્યું " ઠીક છે હું તારા વચન પર વિશ્વાસ રાખું છું પણ યાદ રાખજે છોકરીને કોઈ નુકશાન ના થાય એ પણ કોઈની દીકરી છે .અને જ્યાં સુધી મંગળ ના મળે ત્યા સુધી તારે મારી બધી વાતો માનવી પડશે બોલ છે મંજૂર" " મંજૂર ...Read More

25

પ્રતિશોધ એક આત્મા નો - 25 - છેલ્લો ભાગ

પ્રતિશોધ ભાગ ૨૫ છેલ્લો . શું થઈ રહ્યું છે માવડી ની ઇચ્છાથી ? મંગળને જરા પણ અંદાજો નહોંતો સાથે શું થવાનું છે.મંગળને કોઈ જવાબ મળે એ પેહલા એમબ્યુલન્સ મેદાન માં દાખલ થઈ . જો રુખી તે વચન આપ્યું છે આ છોકરીને કોઈ નુકશાન થવું ના જોઈએ એટલું બોલતા પંડિતજી એ દરવાજો ખોલ્યો . ત્રણે ગાડીઓની લાઇટ ચાલુ હતી ને સામે મંગળ વચમાં ઉભો હતો.આત્મા શાંતીથી એમબ્યુંલન્સમાંથી ઉતરી ને મંગળ તરફ ગઈ મંગળને સામે જોઈ એ ખુશ થઈ. તુ આઈ ગયો મંગળ હું ક્યારનીય તારી વાટ જોતીતી . એમ કેમ જોવે સે ? મને ઓળખી નઈ હુ તારી રુખલી સું ...Read More