બદલો

(962)
  • 142.9k
  • 61
  • 76k

"આહ..... આપણા દેશની માટીની સુગંધ.....વાહ...." શોભાબેન છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ થી બહાર આવીને બોલ્યા... શોભાબેન જીન્સ માં ખૂબ જોરદાર દેખાઇ રહ્યા હતા...એના વાળ ખુલ્લા હતા..એના ચહેરાના આછા મેકઅપ ઉપરથી દેખાઈ આવતું હતું કે તેઓ અમેરિકા ના રહેવાસી બની ગયા હતા... "સારું થયું જયસુખભાઇ એ મુંબઈ માં એના છોકરા ના લગ્ન રાખ્યા છે ... નહિતર આપણે તો ભૂલી જ ગયા હતા ભારત ને..."કિરણબેન બોલ્યા...તેઓ સલવાર કમીઝ માં ગુજરાતી દેખાઇ રહ્યા હતા ...પરંતુ હાથ માં પર્સ અને ખુલ્લા વાળના કારણે એ ગુજરાતી અને અમેરિકન બંને મિક્સ લાગી રહ્યા હતા.. "અરે અરે સંભાળ એને....." શોભાબેન દોડીને કિરણબેન પાસે આવીને બોલ્યા અને વ્હીલચેર પકડી લીધી...

Full Novel

1

બદલો - (ભાગ 1)

બદલો ( THE REVENGE ) "આહ..... આપણા દેશની માટીની સુગંધ.....વાહ...." શોભાબેન છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ થી બહાર આવીને બોલ્યા... શોભાબેન જીન્સ માં ખૂબ જોરદાર દેખાઇ રહ્યા હતા...એના વાળ ખુલ્લા હતા..એના ચહેરાના આછા મેકઅપ ઉપરથી દેખાઈ આવતું હતું કે તેઓ અમેરિકા ના રહેવાસી બની ગયા હતા... "સારું થયું જયસુખભાઇ એ મુંબઈ માં એના છોકરા ના લગ્ન રાખ્યા છે ... નહિતર આપણે તો ભૂલી જ ગયા હતા ભારત ને..."કિરણબેન બોલ્યા...તેઓ સલવાર કમીઝ માં ગુજરાતી દેખાઇ રહ્યા હતા ...પરંતુ હાથ માં પર્સ અને ખુલ્લા વાળના કારણે એ ગુજરાતી અને અમેરિકન બંને મિક્સ લાગી રહ્યા હતા.. "અરે અરે સંભાળ એને....." શોભાબેન દોડીને ...Read More

2

બદલો - (ભાગ 2)

"થેંક ગોડ .. ફાઈનલી મને જોબ મળી જ ગઈ..." નીયા ઇન્ટરવ્યૂ આપીને આવી અને ખુરશી ઉપર ધડ દઈને બેઠા બોલી રહી હતી..." એ બધું છોડ ...આ ચક્રી ખાઈને કહે કેવી બની છે..." સ્નેહા મોઢા માં બે ચક્રી નાખીને હાથ માં ચક્રી ની ભરેલી પ્લેટ લઈને આવી અને બોલી..."વાઉ ....તે બનાવી?..." એક ચક્રી મોઢામાં મૂકીને નીયા બોલી..." ના હવે , સામેવાળા ઘરની વહુ આપી ને ગઈ..." સ્નેહા બોલી..."પેલા હેન્ડસમ છોકરાની વાઈફ...." નીયા બોલી અને બંને ખડખડાટ હસી પડી...થોડાક સમય બાદ નીયા એ ખાલી પ્લેટ આપવા માટે સામે ના ઘરે આવી...ઘરનું બારણું ખુલ્લું જ હતું જેના કારણે નીયા અંદર ધસી આવી...નીચે ...Read More

3

બદલો - (ભાગ 3)

અભી અને શીલા બંને બંધ રૂમની અંદર એના બેડની મજા માણી રહ્યા હતા...બારી પાસે નાની તડમાંથી દેખાતું આ દ્રશ્ય એના કેમેરા માં ફોટા પાડી રહ્યું હતું...ફોટા ની ફ્લેશ બેડ સામે આવેલા અરીસા માં આવતા અભી નું ધ્યાન ત્યાં આવ્યું એટલે એ દોડીને બારી તરફ આવ્યો..."કોણ આપણને ડિસ્ટર્બ કરે છે ...." રૂમની અંદર ચાદર થી એના શરીર ને ઢાંકીને બેઠેલી શીલા બોલી..."મને ભ્રમ થયો હશે...." એવું કહીને અભી ફરી એના કામમાં વ્યસ્ત થઈ ગયો...નીયા દોડીને એના ઘરે આવી અને એના કપડાંની વચ્ચે એનો કેમેરો છુંપાવી દીધો..."શું થયું...." પહેલીવાર જલેબી બનાવતી સ્નેહા બોલી ઊઠી..."આ પ્લેટ પાડોશીના નામ ઉપર..." ચાર પાંચ ગરમાગરમ ...Read More

4

બદલો - (ભાગ 4)

સ્નેહા એ નીયા ને બધી વાત કરી દીધી હતી ...એટલે નીયા ની આંખો ભીનાશ થી છવાઈ ગઇ હતી અને ચહેરો તમતમી ગયો હતો...સ્નેહાને શું કહીને સધિયારો આપવો એ નીયા ને સમજાતું નહોતું...એ સ્નેહા ના માથા ઉપર હાથ ફેરવતી હતી જેના કારણે સ્નેહા ની આંખોમાં ઊંઘ પરવરી રહી હતી...દાદી એ ફોન ઉઠાવ્યો અને બોલ્યા.."હેલ્લો...." સામેથી કોઈ પુરુષ નો અવાજ સંભળાયો..."૩૨૫ ..." દાદી એ આંકડા માં વાત કરી..."હેલ્લો...." દાદી ના આંકડા સાંભળીને તરત સામેના છેડેથી કોઈ સ્ત્રી નો કોમળ અવાજ સંભળાયો..." ગીતા..." નામ બોલી દાદી એ કડવું સ્મિત કર્યું એના ચહેરા ઉપર વિલન જેવી સ્માઇલ ઉપસી આવી હતી..." ત..ત..તમે ...." સામેના ...Read More

5

બદલો - (ભાગ 5)

નીયા ના કમરમાં અભી ના બંને હાથ પરોવાયેલા હતા,નીયા એ એનો એક હાથ અભી ના ખભે થી લઈને ગળા વીંટળાયેલો હતો અને બીજા હાથથી અભી ની કમર માં એના શર્ટ ને પકડી ને ઉભી હતી... બંને એકમેકમાં ખોવાઈ ગયા હતા જાણે આસપાસ નો ચહેલપહેલ સંભળાતો જ ન હોય એ રીતે બંને એકબીજાની આંખો ના દરિયા માં ડૂબી ગયા હતા...નીયા ની હિલ્સ અભી ના બૂટ સાથે અડકીને ઉભી હતી જો ત્યાંથી અભી એનો પગ લઈ લે તો નીયા ના બચવાના ઉપાય ઓછા હતા જેથી અભી એ એનો પગ જેમ હતો એમ જ રહેવા દીધો હતો ,નીયા એ પોતાના શરીર ને ...Read More

6

બદલો - (ભાગ 6)

નીયા અને અભી એકબીજાને જોઈ રહ્યા હતા જાણે આસપાસ નું બધું ભૂલી જ ગયા હોય..."થેંક્યું...પાર્ટી ની દોડાદોડી માં કેમેરો જ રહી ગયો હશે...."સ્નેહા એ આવીને બંને વચ્ચેની તંદ્રા તોડીને કહ્યું...નીયા અને અભી હજુ પણ શરમાઈ શરમાઈ ને એકબીજાની તરફ નજર કરી રહ્યા હતા...સ્નેહા અભી ની તરફ એ રીતે જોઈ રહી હતી કે જાણે કહી રહી હોય કેમેરો આપી દીધો છે તો હવે આવજો...અભી એ સ્નેહા તરફ નજર કરીને નીચી નજર કરીને ત્યાંથી નીકળી ગયો...નીયા હજુ પણ અભી ની પીઠ ને જોઈ રહી હતી..."ખબર નહિ આ છોકરા માં શું જાદુ છે એને જોઇને એમ જ થયા કરે છે કે આખી ...Read More

7

બદલો - (ભાગ 7)

દૂરબીન માંડીને બેઠેલી સ્નેહા શીલા અને દાદી ને જોઈ રહી હતી..."યાર અહીંથી તો કંઈ નથી દેખાતું રસોડા સિવાય..."સ્નેહા એ ને કહ્યું..." તો રસોડું જો.."નીયા એ હસીને કહ્યું..."નીયા આ મજાક કરવાનો સમય નથી..." "હું જાણું છું સ્નેહા ..." એટલું બોલતા નીયા ની આંખો માં આછા આંસુ આવી ગયા અને સ્નેહા ની આંખો પણ ભીની થઇ ગઈ હતી...થોડા સમય સુધી બંને એ એના ભૂતકાળ ને એકવાર વાગોળી લીધું ...સ્નેહા નો ચહેરો ગુસ્સા ના કારણે લાલઘૂમ બની ગયો હતો જેના કારણે ભૂતકાળ વાગોળવાનું છોડીને એણે ફરી દૂરબીન માંડ્યું..."અરે આ શીલા તો અભી ને નુકસાન પહોંચાડે છે...." " તને જોવામાં ભૂલ થઈ હશે સ્નેહા ..એ ...Read More

8

બદલો - (ભાગ 8)

કામની ભાગદોડ ના કારણે નીયા ખૂબ થકાવટ અનુભવતી હતી જેમ બને એમ આજે કામ પૂરું કરીને ઘરે જવું હતું...પરંતુ નું ધ્યાન આજે કામ માં રહેતું જ ન હતું...જેના કારણે કામ ઘરે કરવાના બહાને નીયા ઓફિસ થી નીકળીને રિક્ષા માં ઘરે પહોંચી પરંતુ ઘર ના દરવાજા ઉપર તાળું મારેલું જોઇને એણે સ્નેહા ને ફોન જોડ્યો...પરંતુ સ્નેહા એ ફોન ન ઉઠાવ્યો જેથી નીયા એ શીલા ના ઘરે આરામ કરવાનું વિચાર્યું ...ધીમા ધીમા ડગલે ચાલીને નીયા શીલા ના ઘર તરફ આવી રહી હતી બ્લૂ જીન્સ ઉપર ની બ્લેક શોર્ટ ગોઠણ ઉપર ની કુર્તી માં એ ખૂબ સારી દેખાઈ રહી હતી પરંતુ ચહેરા ...Read More

9

બદલો - (ભાગ 9)

ગાડી ની ચાવી સાથે ઘરની ચાવી હતી જેથી અભી એ દરવાજો ખોલ્યો અને બંને અંદર આવ્યા...નીયા એ અભી ને હતુ કે એ ઘરે આવી ત્યારે સ્નેહા કે શીલા ,દાદી કોઈ ઘરે નહોતું અને બંને ફોન પણ નથી ઉઠાવતા...ત્યારે અભી ને યાદ આવ્યું કે એના ફોનમાં શીલા નો ફોન આવતો હતો... અભી ને થોડી ફાળ પડી એણે તરત જ ફોન કાઢીને શીલા ને જોડ્યો અને ફોન સ્પીકર ઉપર કર્યો જેથી નીયા પણ સાંભળી શકે..." થેંક્યું અભી તે મારી લાગણી ની લાજ રાખી...હું તને ગુડબાય કહ્યા વિનાની ઘરેથી નીકળી ગઈ હતી..." ફોન ઉપાડતા ની સાથે શીલા એક શ્વાસ માં બ્રેક માર્યા ...Read More

10

બદલો - (ભાગ 10)

બારીમાંથી આવતી પવન ની લહેર જાણે અભી અને નીયા ની આસપાસ ગરબે રમી રહી હતી...અભી ના હાથ માં નીયા હાથ હતો અને બંને એકબીજાને ઘણા સમયથી નિહાળી રહ્યા હતા...ક્યારેક વચ્ચે પવનના કારણે નીયા ના વાળની લટ એના ચહેરા ઉપર આવતી ત્યારે અભી એને ખૂબ હળવેથી કાન પાછળ ધકેલતો હતો...અભી એની આંગળીઓ વડે ચહેરા ઉપર ની લટ ધીમે ધીમે કાન પાછળ ધકેલતો ત્યારે જાણે અભી ને અંદરથી કંઇક અલગ જ અહેસાસ થઈ રહ્યો હતો જ્યારે બીજી બાજુ નીયા ના ચહેરા ઉપર અભી ની આંગળીઓ ફરતા નીયા ની અંદર ઠંડા પાણી જેવી સનસનાટી પ્રસરી રહેતી અને અનાયાસે એની આંખો બંધ થઈ ...Read More

11

બદલો - (ભાગ 11)

નિખિલ સાથે ફોનમાં વાત કરતા અભી પાસે આવીને નીયા ઉભી રહી...નિખિલ સાથે વાત કરતાં કરતાં અભી નું ધ્યાન નીયા આવ્યું...થોડા સમય પહેલા જે નીયા ના ચહેરા ઉપર એની આંખો માં હતું એ અભી ને ક્યાંય દેખાયું જ નહિ...નીયા ના આછા લાલ ચહેરા ઉપરનો ગુસ્સો જોઇને અભી ને કંઇક અજુગતું લાગ્યું..."હજી વાર છે એક કલાક જેવી. હું ત્યાં પહોંચી જઈશ મારે થોડું કામ છે ઘરે..." એટલું કહીને અભી એ ફોન કટ કર્યો અને નીયા તરફ ફર્યો..."બોલ, શું થયું...કેમ ગુસ્સામાં છે..."અભી ના આવા વહાલભર્યા સવાલ ને કારણે નીયા જે કહેવા કે પૂછવા આવી હતી એ ભૂલી ગઈ અને અભી ને જોવામાં ...Read More

12

બદલો - (ભાગ 12)

ગાડી ચલાવતા ચલાવતા અભી નીયા વિશે જ વિચારી રહ્યો હતો...ઓફિસ પહોંચીને ફાઈલ નિખિલ ને આપી અને એના કેબિન માં પણ એ નીયા વિશે જ વિચારી રહ્યો હતો..."પાર્ટી કાલે આવશે હવે એની ફ્લાઇટ લેટ થઈ ગઈ છે.."નિખિલ અંદર આવ્યો અને બોલ્યો...પરંતુ અભીનું ધ્યાન નહોતું..."અભી..." નિખિલ એ લગભગ બૂમ પડીને કહ્યું ત્યારે અભી નું ધ્યાન આવ્યું અને એ બોલ્યો..."હા ભાઈ બોલોને..."" ક્યાં ખોવાયેલો છે...અને ફાઈલ પણ ખોટી લઈને આવ્યો છે...ક્યાં ધ્યાન હતું...""નીયા માં ધ્યાન હતું...." અભી ભાન ભૂલીને બોલી રહ્યો હતો...નિખિલ ના ચહેરા ઉપર ખુશી ધસી આવી...."એને પ્રેમ કરે છે...?" નિખિલ ના સવાલ થી અભી ઝબકી ગયો...નીયા ના નામથી અભી ના ...Read More

13

બદલો - (ભાગ 13)

હોસ્પિટલ પહોંચીને બાળકીનું ચેકઅપ કરીને દવા લઈને બહાર આવ્યા ત્યારે પણ શૈલેષ એ ઘરે મૂકવા જવા માટે કહ્યું.... સ્ત્રીએ નજર કરીને જોયું પરંતુ ભરબપોર ના તડકા માં કોઈ દેખાયું નહિ અને રિક્ષા પણ નહોતી જેથી એણે હા પાડી દીધી અને શૈલેષ ની ગાડી માં ગોઠવાઈ ગઈ... શૈલેષ વારંવાર એ સ્ત્રીને જોઈ રહ્યો હતો એ એની બાળકી ને રમાડી રહી હતી...ગોરી ચામડી ઉપર લાલ સાડી માં વીંટળાયેલી એ સ્ત્રી ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી...એના શણગાર થી દેખાઈ આવતું હતું કે એ કોઈ ગરીબ સ્ત્રી હતી... એના કહ્યા મુજબ એના ઘર તરફ ગાડી ચલાવીને સ્ત્રી ની ઘરે પહોંચ્યા... ત્યાં એનો ...Read More

14

બદલો - (ભાગ 14)

દસ મિનિટ સુધી વરસી રહેલ રોમાંચ ને સંગીતા માણી રહી હતી....એની આંખો ખુલતા જ ગાડી ની બહાર નો બંધ ગયેલ વરસાદ જોઇને અચાનક ભાન માં આવી હોય એ રીતે શૈલેશ ને જોરથી ધક્કો માર્યો... "વરસાદ થોભી ગયો છે ...હું નીકળું હવે..." શૈલેષ તરફ નજર કર્યા વગર સંગીતા એ કહ્યું અને દરવાજો ખોલીને નીચે ઉતરી ગઈ... શૈલેષ કંઈ બોલવાની હાલત માં ન હતો એ ખૂબ હાંફી રહ્યો હતો અને સંગીતા ને જોઈ રહ્યો હતો... સંગીતા ગાડીમાંથી ઉતરીને એની શાક ની થેલી લઈને મોટા મોટા પગલે ચાલવા લાગી... શૈલેષ એ એને જોઇને પોતાના વાળમાં હાથ માં ફેરવ્યો અને આંખના ખૂણે આંગળી ...Read More

15

બદલો - (ભાગ 15)

ઘરે આવીને અભી ખૂબ ઉત્સાહમાં આવી ગયો ...નીયા ને મળીને એને અલગ જ ખુશી થઈ રહી હતી જે નિખિલ રહ્યો હતો..." શું થયું ,કેમ આમ ગાંડા ની જેમ હસે છે એકલો એકલો..."અભી નિખિલ પાસે આવીને બેસી ગયો પરંતુ એ હજુ પોતાની ધૂનમાં જ હતો..."કૂતરું કરડી ગયું કે શું...." નિખિલ એ અભી ને ખભા થી હચમચાવી ને પૂછ્યું...ઉપર થી દાદી નીચે આવ્યા નિખિલ ની વાત સાંભળીને એ હસવા લાગ્યા...બંને ને હસતા જોઇને અભી એ પૂછ્યું..."શું થયું...?" "એ તો હું તને પૂછું છું કેમ આમ ગાંડા ની જેમ હસ્યા કરે છે...કૂતરું નથી કરડ્યું ને...." અભી એ હસીને કહ્યું " ના ના...હું તો ની...." ...Read More

16

બદલો - (ભાગ 16)

સ્નેહા મુંબઈ ના પોલીસ સ્ટેશન પાસે આવેલ હોટેલ માં રહેતી હતી...જો આજે જ એના મમ્મી ને મળવાનો મોકો મળી તો સ્નેહા આજે જ મળીને રવાના થઈ જવા માંગતી હતી ...પોલીસ સ્ટેશન આવીને સ્નેહા એ એના મમ્મી નું નામ અને નંબર ના આંકડા કહ્યા એટલે એને થોડો સમય રાહ જોવાનું કહ્યું...ખૂણે ખૂણે કરોળિયાના જાળા જોઇને એ ખૂબ જ જુનું પોલીસ સ્ટેશન હતું એવું સ્નેહા ને લાગ્યું...કેટલા વર્ષો પછી એ એના મમ્મી ને મળવા ની હતી જેના કારણે સ્નેહા ના હૃદયના ધબકારા ખૂબ બમણી ઝડપ થી ચાલી રહ્યા હતા...એક એક સેકંડ સ્નેહા ને ભારે પડતી હતી.....સ્નેહા ને અંદર લઇ જવામાં આવી ...Read More

17

બદલો - (ભાગ 17)

" તમને ત્યારે જ ખબર હતી કે તમે જેલમાં જવાના છો...એટલે તમે પહેલેથી જ મર્ડર પ્લાનિંગ કર્યું હતું એમ ઉભી થઈને ઉશ્કેરાટમાં આવીને સ્નેહા એના મમ્મી ને કહી રહી હતી... આંખમાં આંસુ સાથે સંગીતા ઉભી થઇ અને બોલી... "પેલા મારી વાત સાંભળી લે દીકરા...મે તને ત્યારે પણ કહ્યું હતું કે મે કંઈ ખોટું નથી કર્યું..." સ્નેહા ધડ દઈને થોડી દૂર બેઠી અને બોલી... "જલ્દી કહો જે કહેવાનું હોય એ...મને ઘૃણા આવે છે એક ખૂન કરનાર સ્ત્રી સાથે બેસવાથી..." બીજું કંઈક બોલીને વાત ને વધારવા કરતા સંગીતા મૂળ વાત ઉપર આવી ગઈ... " જ્યારે હું તને અને તારા પપ્પા ને ...Read More

18

બદલો - (ભાગ 18)

છરો પકડીને ઉભી રહેલી સંગીતા ને આ બધું સમજવામાં થોડી મિનિટો લાગી .... આ બધુ એટલું ઝડપી બની ગયું એટલે એને હકીકત ઉપર વિશ્વાસ કરવામાં થોડી ક્ષણ લાગી... શૈલેષ નું ખૂન થઈ ગયું હતું એ જોઇને સુનિતા ની આંખોમાંથી પણ પાણી પડવા લાગ્યું....સ્નેહા ને બચાવવા માટે હવે એ કંઈ પણ કરી શકે એવી હિંમત એનામાં આવી ગઈ હતી ...સંગીતા પાસે આવીને એને સાથે જવા કહ્યું...પરંતુ સંગીતા જડ થઈને ઉભી હતી.... "તું જા ...મારી સ્નેહા ને બચાવવાની જવાબદારી તને સોંપી રહી છું.... આપણી વાત ઉપર કોઈ ભરોસો નહીં કરે કે શૈલેષ નું ખૂન મે નથી કર્યું .... જે સ્નેહા ને ...Read More

19

બદલો - (ભાગ 19)

અભી અને નીયા વેટ્રો રેસ્ટોરન્ટ માં પહોચી ગયા હતા...ગાડી પાર્ક કરીને અભી નીયા પાસે આવ્યો... બંને અંદર આવ્યા...વેટ્રો રેસ્ટોરન્ટ શહેર નું ખૂબ પ્રખ્યાત રેસ્ટોરન્ટ હતું....સફેદ ગોળાકાર ટેબલ ની સામસામે બેઠેલા અભી અને નીયા એ મૌન વ્રત ધારણ કર્યું હતું...જ્યારથી બંને સાથે હતા ત્યારથી અત્યાર સુધી એક શબ્દ પણ બોલ્યા ન હતા...આજુબાજુ નજર ફેરવતી નીયા એ અભી તરફ નજર કરી ત્યારે અભી એને જ જોઈ રહ્યો હતો પરંતુ નીયા ની નજર આવતા એક ઝાટકા માં નજર ફેરવી લીધી જે નીયા એ નોંધ્યું એટલે એને હસુ આવી ગયું..."વ્હોટ ...."નીયા તરફ નજર કરીને બંને ભવા ઊંચા કરીને અભી એ પૂછ્યું..."નથીંગ..." બોલીને નીયા ...Read More

20

બદલો - (ભાગ 20)

સ્નેહા ને પોતાની મા નું શબ પણ સોંપવામાં ન આવ્યું.... પોલીસ ની સાથે અગ્નિસંસ્કાર કરીને સ્નેહા ને બહાર લઈ આવી... એટલા વર્ષ સુધી સંગીતા ના પરિવાર રૂપે કોઈ આવ્યુ ન હતુ જેથી એનું અગ્નિદહન પણ પોલીસ ના લોકો એ જ પતાવ્યું હતું...સ્નેહા એની સાથે હતી પરંતુ એ એની દીકરી છે એવો કોઈ પુરાવો આપે એ પહેલા એની મા એને મૂકીને જતી રહી હતી.... બાંકડા ઉપર બેઠેલી સ્નેહા કોઈ પૂતળાની જેમ બેઠી હતી...એના ચહેરા ઉપર કોઈ ભાવ ન હતા... હજી આજે પહેલી વાર એટલા વર્ષો પછી એના મમ્મી ને મળી હતી અને આજે જ એનાથી હંમેશા માટે વિદાઈ લઈ લીધી ...Read More

21

બદલો - (ભાગ 21)

દરવાજો બંધ કરીને અભી અંદર ની તરફ આવીને નીયા ની સામે ઊભો રહ્યો... નીયા તો જાણે કોઈ સાતમા આસમાન હતી... પાગલોની જેમ અભી ને જોતી નીયા જોલા ખાઈ રહી હતી... "તારે હવે સૂઈ જવું જોઈએ...." અભી ના શબ્દો જાણે એના કાને પડી રહ્યા જ ન હતા... અભી એ અચકાઈ ને ઉમેર્યું... "તું સૂઈ જા....હું...હવે ....નીકળું...." "તું ક્યાં જાય છે....તું પણ અહી સૂઈ જાને...." નીયા એ કહ્યું...એના ચહેરા ઉપર નાના બાળક જેવી સ્માઇલ હતી... " ના ....આ રીતે ...." અભી ને કંઈ સૂઝતું ન હતું કે એ શું કહે.. અભી કંઈ વિચારે એ પહેલાં નીયા ઉભી થઈને અભી નો હાથ ...Read More

22

બદલો - (ભાગ 22)

મુંબઈ માટે નીકળેલી સ્નેહા ત્રણ ચાર કલાક માં જ મુંબઈ પહોચી ગઈ હતી...મુંબઈ આવીને એના મમ્મી ને મળવા ગઈ પરંતુ એક કલાક ની અંદર ઘટના બની જતા સાંજ સુધીમાં સ્નેહા એના મમ્મી ને ખોઈ બેઠી હતી પરંતુ બીજે દિવસે સવારમાં જ સુનિતા ને શોધવા નીકળી હતી...મુંબઈ આવીને સ્નેહા થોડી બદલાઈ ગઇ હતી...એની આંખો ભાવ વગર ની બની ગઈ હતી...ધમકી વાળા ફોન થી પણ એને વધારે ડર લાગતો ન હતો એ ખાલી સુનિતા ને બચાવીને મુંબઈ થી બહાર લઈ જવા માંગતી હતી...પ્રાણીસંગ્રહાલય પહોંચીને સ્નેહા ને કંઈ દિશામાં જવું એ ન સમજાયું...તડકા ના કારણે એ એક ચા ની દુકાન પાસે આવી ...Read More

23

બદલો - (ભાગ 23)

બેડ ઉપર પડી પડી નીયા રડી રહી હતી...થોડી વાર માં જ ઉભી થઈને નાહી લીધું અને ફ્રેશ થઈ ગઈ....સોફા સામેના ટેબલ ઉપર પડેલો ફોન પર્સ માં નાખીને ઓફિસ માટે નીકળી પડી....સ્નેહા એ કરેલા સવાર ના કોલ જોવાનો સમય પણ નીયા પાસે ન હતો... કાલ ના થાક ના કારણે એ વહેલા ઘરે આવી ગઈ હતી પરંતુ સ્નેહા અચાનક મુંબઈ માટે નીકળી અને અભી સાથે સમય ગાળવા માં એણે ઓફિસ નું કઈ કામ કર્યું ન હતું... નીયા જાણતી હતી આજે એને ઘણું કામ પૂરું પાડવાનું છે એટલે એ ખૂબ હડબડાટી માં નીકળી પડી...ઘરેથી ઓફિસ વચ્ચે નો સમય પણ નીયા એ અભી ...Read More

24

બદલો - (ભાગ 24)

ફોન ની સ્ક્રીન ઉપર નીયા નું નામ વાંચી સ્નેહા ના ચહેરા ઉપર થોડી વાર નિરાંત ની રેખા ઉપસી આવી....એક મિનિટ બગાડ્યા વગર સ્નેહા એ ફોન રિસીવ કર્યો ....નોનસ્ટોપ રેડિયો ની જેમ સ્નેહા એ એનું બોલવાનું ચાલુ કર્યું...મુંબઈ આવ્યા પછી એ એના મમ્મી ને મળી , એના મમ્મી સાથે જે વાતચીત થઈ, એના પછી જે ઘટના બની , અભી ના મમ્મી હજુ પણ આ દુનિયા માં હતા નહતા થઈ ગયા...અને આ બધા પાછળ એના પપ્પા હતા...આ બધું એકીશ્વાસે બોલી રહી હતી...એની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા...બહાર ઊભેલી માણસો ની ભીડ નો અવાજ હવે ધીમે ધીમે અંદર આવતો હતો...બધા અંદર ...Read More

25

બદલો - (ભાગ 25)

અવાજ સાંભળીને નિખિલ બે કદમ ચાલીને આગળ આવ્યો...ત્યાં એની નજર મોટા દરવાજે પાસે પહોંચેલ શીલા ઉપર પડી.... નિખિલ ના ઉપર એક સેકન્ડ માટે ખુશી આવી અને તરત જ ગાયબ થઈ ગઈ.... શીલા એની સાથે એક બેગ લઈને ગઈ હતી પરંતુ આવી ત્યારે એક વ્હીલ વાળી બેગ લઈને આવી હતી...અંદર આવતા જ એણે બુમ પાડી... "સરપ્રાઈઝ....." અભી અને નિખિલ એને જોઈ રહ્યા... શીલા ના અવાજ ના કારણે નીયા ની આંખો પણ ખુલી ગઈ હતી... ઘરનું આવું વાતાવરણ અને નીયા ની રડી રડી ને સુજી ગયેલ આંખો જોઇને શીલા ને થોડી નવાઈ લાગી... બેગ ત્યાં જ પડી મૂકીને ગુલાબી સાડી માંથી ...Read More

26

બદલો - (ભાગ 26)

આ ઘટનાને સાત મહિના થવા આવ્યા હતા...ધીમે ધીમે નીયા અને બાકી બધા ઘટનાને ભૂલી રહ્યા હતા...સ્નેહા ની ગેરહાજરી નીયા ક્યારેક રડાવી જતી હતી... પરંતુ એ જે કામ માટે અહીં આવી હતી એ કામ એને ક્યારેક હિંમત અપાવતું હતું....સ્નેહા અને નીયા બંને જે કામથી આવ્યા હતા હવે એ કામ નીયા ને એકલીને પૂરું કરવાનું હતું....એટલા સમય સુધી એણે કોઈને ખાતરી પણ થવા દીધી ન હતી કે એ અહી શું કરવા આવી હતી...અભી અને નિખિલ બંને ઓફિસ સાથે જતા હતા...શીલા તો જાણે નિખિલ ના એક તમાચા થી સુધરી જ ગઈ હતી...ઘર ની કામવાળી ગૌરી પણ એના ગામથી પાછી ફરી ન હતી....એ ...Read More

27

બદલો - (ભાગ 27)

અભી અને નીયા ત્યાંથી છૂટા પડીને ઓફિસ તરફ નીકળી પડ્યા...સાંજ થઈ ચૂકી હતી....આજનો દિવસ ખૂબ જલ્દી પસાર થઈ ગયો એને મળી ગઈ છે એવું વિચારીને અભી તો જાણે આસમાન ઉપર પહોંચી ગયો હતો ...બીજી બાજુ નીયા ને જે કામ કરવા માટે અહી આવી હતી એની શરૂઆત કરવાની ખુશી હતી...નીયા વહેલા ઘરે આવી ગઈ હતી...શીલા ની મદદ કરીને એણે રસોઈ કરી...નિખિલ નો ફોન આવી ગયો હતો કે બંને ભાઈ થોડા મોડા પડશે એટલે શીલા અને નીયા બંને એ ડિનર કરી લીધું....સાડા દસ થઈ ચૂક્યા હતા...નીયા એના રૂમમાં બેસીને કામ કરી રહી હતી...શીલા એની બાજુમાં બ્યુટી ટિપ્સ ની બુક વાંચી રહી ...Read More

28

બદલો - (ભાગ 28)

નીયા આ રીતે અભી ને જોઇને એની પાસે દોડી આવી..."અભી....." અભી ને જોઈને લાગતું હતું કે એ ભાન માં હતો રહ્યો...ખભે થી હલબલાવીને નીયા એ અભી ને બોલાવ્યો...."હ..." અભી ની આંખોમાં આંસુ આવી ગયા હતા..નીયા ને સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે..."ચાલ આપણે ઘરે જઈએ..." નીયા એ અભી ના ખભે હાથ રાખીને કહ્યું..." હ...હા ચાલ ...." ખૂબ ઉતાવળ થી કહીને અભી ચાલવા માંડયો...નીયા દોડીને એની સાથે થઈ ગઈ...અભી નો હાથ પકડીને એને ઊભો રાખ્યો...."અભી....શું થયું....""રુહી...." અજાણતા જ અભી ના મોઢે થી નીકળી ગયું ....નીયા એ અભી નો હાથ છોડી દીધો અને એને જોતી રહી....*બેંગલોર માં ભણતી ...Read More

29

બદલો - (ભાગ 29)

ઊંચા પહાડો જેવા હિલ સ્ટેશન ઉપર આવીને બધા ખૂબ ખુશ હતા...શીલા એ ગોઠણ થી ઉપર નું ફીટ થઇ જાય સફેદ વનપીસ પહેર્યું હતું...એના રેશમી વાળ ખુલ્લા હતા ,એના ચહેરા ઉપર મેકઅપ હતો, એના હોઠ ગુલાબી રંગથી રંગેલા હતા...શીલા કોઈ ફિલ્મ સ્ટાર જેવી દેખાઈ રહી હતી...એના ગોઠણ થી નીચે સુધીના લાંબા સુવાળા પગ તબકાઈ રહ્યા હતા ...નિખિલ ને પોતાની પત્ની ની સુંદરતા જોઈને એક વાર પોતાના ઉપર અભિમાન થઈ આવ્યું...અને બીજી જ ક્ષણે પોતાની ખાલી નામની કહેવાતી પત્ની જોઇને ગુસ્સો આવી ગયો...નીયા એ બ્લૂ જીન્સ ઉપર સફેદ શોર્ટ ટીશર્ટ પહેર્યું હતું...એના વાળ ખુલ્લા હતા...એના ચહેરા ઉપર મેકઅપ ના નામે આંખમાં ...Read More

30

બદલો - (ભાગ 30)

અભી ખૂબ આનંદમય થઈને પર્વતો ની ટોચ ઉપર ઘૂમી રહ્યો હતો...અભી એ નીયા ને ફોન જોડ્યો...પરંતુ સામેના છેડેથી કોઈએ ઉઠાવ્યો ન હતો...અભી ને લાગતું હતું કે નીયા મસ્તી કરી રહી હતી એટલે એ લગાતાર એને ફોન કરતો રહ્યો...પાંચ છ વાર ફોન કર્યા બાદ એ થોડો ચિંતામાં આવી ગયો અને દોડીને નીયા ની રૂમ તરફ આવ્યો...બાથરૂમમાંથી નીયા બહાર આવી ત્યારે એની આંખો થોડી લાલ હતી અને ચહેરો સાવ ઠંડો પડી ગયો હતો...શીલા હજુ પણ ત્યાં જ ગુસ્સામાં બેઠી હતી...નીયા ને બહાર આવતા જોઇને એણે ફરી એકવાર તીર છોડ્યું...જાણે આજે શીલા એ નક્કી કરી જ લીધું હતું કે એ નીયા ને ...Read More

31

બદલો - (ભાગ 31)

ઊંચા પહાડો ની ટોચ ઉપર ઠંડા ફરફરતા પવનમાં નીયા અને નિખિલ બંને પોતપોતાના સાથી ને ખોઈને સ્થિર નજરે ગોઠણ હાથ રાખીને પહાડ ની કોર ઉપર બેઠા હતા....નિખિલે અભી અને રુહી વચ્ચેના સબંધ વિશે બધુ જણાવી દીધું હતું...ત્યારે નીયા ને ભાન આવી કે નિખિલ ની અધૂરી વાત સાંભળીને એણે શું ગુમાવી દીધું હતું...રુહી અને અભી બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ અભી ના શરીર ને પ્રેમ કરતી શીલા એ રુહી ને દૂર કરવા માટે એને ઘણી ધમકી આપી અને અભી કોઈ પૈસાવાળી છોકરી ના ચક્કર માં છે એવું કહ્યું હતું જેની વાત રુહી અભી ને કરે એ પહેલા જ ...Read More

32

બદલો - (ભાગ 32) - અંતિમ ભાગ

***પોલીસ ની મદદ લીધા બાદ શીલા , અભી અને નીયા ત્રણેયની બોડી એક કલાક માં મળી ગઈ હતી...તાત્કાલિક ત્રણેય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા...નિખિલે તરત જ નીયા ના ફોનમાંથી એના પપ્પા નો નંબર શોધીને એને જાણ કરી હતી ....એનો પરિવાર ત્યાં પહોંચે એ પહેલા નિખિલ ને જાણ થઈ હતી કે શીલા તો ત્યાં જ મૃત્યુ પામી હતી....પરંતુ અભી ની અંદર હજુ પણ શ્વાસ ચાલી રહ્યા હતા.... નિખિલ ને તો જાણે જીવન જીવવાની કોઈ તક મળી હોય એવી ખુશી થઈ આવી....ડોક્ટરે અભી ને પણ કોઈ મોટા સજજન ડોક્ટર પાસે લઈ જવાની સલાહ આપી હતી ...નીયા ની બધી વ્યવસ્થા પોલીસે રાખી હતી અને ...Read More