બારીશ

(50)
  • 18.1k
  • 6
  • 7.1k

આજે તો બસ યાદો રહી ગઈ છે ... યાદો તો ઘણી હશે આપણી પાસે પણ આ યાદો માં ઘણી યાદો ખૂબ જ મહત્વની હશે... વરસાદ વરસી રહ્યો હતો....આજે કઈક અલગ જ મુડ માં લાગતો હતો ...ઘણા નાના છોકરાઓ વરસાદ ની મજા માણી રહ્યા હતા તો ઘણા કાગળ ની હોડી બનાવી રહ્યા હતા.. ઘણા ની ઘરે નવીન વાનગીઓ ની સુગંધ પ્રસરી રહી હતી....મોટી ઉંમરના દાદા અને દાદી એની બાલ્કની માં બેઠા હતા અને ચા નો આનંદ માણી રહ્યા હતા... મીરા એની બાલ્કની માં ઉભી ઉભી મૂશળધાર વરસતા વરસાદ ને જોઇ રહી હતી...અને એની યાદોને વાગોળી રહી હતી.... મીરા માટે ની તો આ પ્રિય ૠતુ હતી...તે ઘણો સમય આ વરસાદ ને જોય ને જ ગાળતી હતી... જો અડધી રાત્રે પણ વરસાદ વરસતો હોય તો ભાન ભૂલીને એને જોવા બેસી જતી હતી... આજે મુંબઇ નો વરસાદ બંધ થવાને આરે લાગતો જ નહતો .

Full Novel

1

બારીશ - (ભાગ 1)

બારિશ...આજે તો બસ યાદો રહી ગઈ છે ... યાદો તો ઘણી હશે આપણી પાસે પણ આ યાદો માં ઘણી ખૂબ જ મહત્વની હશે... વરસાદ વરસી રહ્યો હતો....આજે કઈક અલગ જ મુડ માં લાગતો હતો ...ઘણા નાના છોકરાઓ વરસાદ ની મજા માણી રહ્યા હતા તો ઘણા કાગળ ની હોડી બનાવી રહ્યા હતા.. ઘણા ની ઘરે નવીન વાનગીઓ ની સુગંધ પ્રસરી રહી હતી....મોટી ઉંમરના દાદા અને દાદી એની બાલ્કની માં બેઠા હતા અને ચા નો આનંદ માણી રહ્યા હતા...મીરા એની બાલ્કની માં ઉભી ઉભી મૂશળધાર વરસતા વરસાદ ને જોઇ રહી હતી...અને એની યાદોને વાગોળી રહી હતી.... મીરા માટે ની તો આ ...Read More

2

બારીશ - (ભાગ 2)

શ્રવણે તરત મીરા ને ઉપાડી અને એના બેડરૂમમાં લઈ ગયો ...અને એના શરીર ઉપર મીઠાવાળા પાણીના પોતા મૂક્યા...થોડા સમય જ મીરા ટાઢી પડી ગઈ હતી...શ્રવણ એની બાજુમાં બેઠો હતો અને મીરાનું માથું દાબી રહ્યો હતો ...એટલામાં શ્રવણ ને ઘણા એવા વિચારો આવી ગયા હતા...એ મનમાં જ પોતાની સાથે વાતો કરી રહ્યો હતો..." હું એટલા વર્ષો થી એકલો રહેતો હતો ત્યારે અત્યારે મને એકલા રહેવાની ટેવ પડી છે...પરંતુ મીરા તો પહેલેથી પરિવારની વચ્ચે રહી છે...મારા ભરોસે એ બધું છોડીને મુંબઈ રહેવા આવી છે...એનું આખુ જીવન બદલાઈ ગયું છે.. મીરા અહી કોઈને ઓળખતી પણ નથી છતાં એક મહિનો એ મારી સાથે ...Read More

3

બારીશ - (ભાગ 3)

એક દિવસ સવાર માં ઉઠીને શ્રવણે વિચારી લીધું કે એ એના દિલ ની વાત મીરા ને આજે જણાવશે...ધીમે મીરા સાથે થતી વાતચીતને કારણે શ્રવણ મીરા ને ઓળખવા લાગ્યો હતો અને પસંદ કરવા પણ લાગ્યો હતો...એના દિલ માં મીરા માટે નાની કોમલ કળી ફૂટી રહી હતી જેની જાણ આજે મીરા ને કરવાની હતી....બ્રેકફાસ્ટ ટેબલ ઉપર મીરા બધું આમથી તેમ ગોઠવી રહી હતી...શ્રવણ રૂમ માંથી બહાર આવ્યો...શ્રવણ હજુ એ જ મૂંઝવણ માં હતો કે સાદું સરળ પ્રપોઝ કરી દવ કે પછી કંઇક તામજામ કરું..."હું નીકળું છું હવે..." શ્રવણ કંઇક વિચારે એ પહેલાં મીરા ઘરના દરવાજા પાસે પહોંચી ગઈ અને ચંપલ પહેરતા ...Read More

4

બારીશ - (ભાગ 4) - અંતિમ ભાગ

શ્રવણનો ફોન રણક્યો..."હેલ્લો ક્યાં છે તું...."મીરા હશે એવા ભાવથી શ્રવણ બોલી ઉઠ્યો..." હેલ્લો ...તમારી પત્ની મારી ઘરે છે..." સામેથી મૃદુ પુરુષ ના અવાજ માં બોલ્યું..."કોણ છો તમે....મારી પત્ની તમારી ઘરે શું કરે છે..." શ્રવણ ખૂબ ડરી ગયો હતો એના મનમાં ઘણા વિચારો આવી ગયા હતા..." શાંતિ રાખો સાહેબ , તમે પહેલા મારી ઘરે આવી જાઓ..હું ક્રિષ્ના પાર્ક ની બાજુમાં આવેલા ઘર નંબર એકવીસ માં રહુ છું..." એટલું બોલીને સામે વાળા એ ફોન મૂકી દીધો...શ્રવણ બતાવેલા સરનામે પહોંચી ગયો...એકવીસ નંબર ના ઘર ની બહાર એક નાનો સાત આઠ વરસનો છોકરો ઊભો હતો...એ છોકરો શ્રવણ નો હાથ ખેંચીને એને અંદર લઈ ...Read More