અનાથાશ્રમ

(58)
  • 26.3k
  • 12
  • 12.9k

મોડી રાત્રે ' આશીર્વાદ' બંગલોમાં આશિષ અને રુચિકાના બેડરૂમમાંથી જોર જોરથી રડવાનો અને રાડો પાડવાનો અવાજ આવતો હતો. રુચિકા, " આશિષ, આજે તો પપ્પા એ હદ જ કરી નાખી. તેમણે મારા પર બુમો પાડી અને મને ધમકાવી પણ..." આશિષ, "જો રુચુ, એવું પણ બને કે તારી કંઈ ભૂલ થઈ હશે." રુચિકા , " મારી ભૂલ?? આશિષ મેં મમ્મીને માત્ર કિચનમાંથી બહાર શું કાઢ્યા, ત્યાં તો પપ્પા એ તો આખું ઘર માથે લીધું" આશિષે થોડાં કંટાળા અને થાકના ભાવ સાથે પૂછ્યું, " પણ તે શું કામ મમ્મીને કિચનમાંથી બહાર કાઢ્યા???"

Full Novel

1

અનાથાશ્રમ - ભાગ 1

મોડી રાત્રે ' આશીર્વાદ' બંગલોમાં આશિષ અને રુચિકાના બેડરૂમમાંથી જોર જોરથી રડવાનો અને રાડો પાડવાનો અવાજ આવતો હતો. રુચિકા, " આશિષ, આજે તો પપ્પા એ હદ જ કરી નાખી. તેમણે મારા પર બુમો પાડી અને મને ધમકાવી પણ..." આશિષ, "જો રુચુ, એવું પણ બને કે તારી કંઈ ભૂલ થઈ હશે." રુચિકા , " મારી ભૂલ?? આશિષ મેં મમ્મીને માત્ર કિચનમાંથી બહાર શું કાઢ્યા, ત્યાં તો પપ્પા એ તો આખું ઘર માથે લીધું" આશિષે થોડાં કંટાળા અને થાકના ભાવ સાથે પૂછ્યું, " પણ તે શું કામ મમ્મીને કિચનમાંથી બહાર કાઢ્યા???" ...Read More

2

અનાથાશ્રમ - ભાગ 2

પોતાના માતા- પિતા જગદીશ ભાઈ અને ગાયત્રી બહેનને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો નિર્ણય કરીને આશિષ તો શાંતિથી સુઈ ગયો. પોતાની યોજના થઈ તેના આનંદમાં રુચિકા પણ મીઠી નીંદર માણવા લાગી.. પણ ન સુઈ શક્યા તેમના માતા પિતા ગાયત્રી બહેન અને જગદીશ ભાઈ અને એ માતા પિતાને નીંદર આવે પણ કેમ જેના એકના એક દીકરાએ એમને ઘર છોડવાનું એટલી સરળતાથી કહી દીધું. ગાયત્રી બહેન તો સાવ ઢગલો થઈને બેસી ગયા અને રડવા લાગ્યા.જગદીશ ભાઈને પણ કદાચ રડવું જ હતું પણ એ એવાં વિચાર સાથે ન રડી શક્યા કે જો એ પણ તૂટી જશે તો પોતાની પત્નીને કોણ સંભાળશે?તેમણે ...Read More

3

અનાથાશ્રમ - ભાગ 3

આવનાર વ્યક્તિ એ પ્રશ્ન પૂછ્યો ,"શું આ શ્રી જગદીશ ભાઈનું ઘર છે?" આશિષે આશ્ચર્યમિશ્રિત ભાવ સાથે પૂછ્યું, "હા, પણ તમે કોણ છો??" " જી હું 'આનંદ અનાથાશ્રમ' માંથી આવું છું. ત્યાંના મેનેજર સાહેબે મોકલ્યો છે. આ અમારું કાર્ડ છે. "આવનાર વ્યક્તિએ કહ્યું. " હા, તો શું કામ છે? "આશીષે થોડા અણગમાના ભાવ સાથે કહ્યું " જી, વાત એમ છે સાહેબ કે હું જગદીશ સાહેબ પાસેથી રૂપિયા દસ હજારનો ચેક લેવા આવ્યો છું." આવનાર વ્યક્તિ "ચેક ... દસ હજારનો" આશિષના બોલતા પહેલા જ રુચિકા અચાનક આવીને ...Read More

4

અનાથાશ્રમ - ભાગ 4

જ્યારે અનાથાશ્રમના મેનેજર સાહેબે એમ કહ્યું કે,"હું કંઈ માંગવા નહિ પરંતુ આપવા માટે આવેલ છું." તેમના આ શબ્દો સાંભળી રુચિકા તેમને આશ્ચર્યથી જોઈ રહી. એટલે મેનેજર સાહેબે કહ્યું,"અરે, વાત એવી છે કે અમારા આશ્રમમાં તેજસ્વી બાળકોનો સત્કાર સમારંંભ રાખવામાં આવેલ છે.તો સાથે સાથે જે લોકો એ અમારી સંસ્થાના વિકાસમાં યોગદાન આપેલ છે તે દરેક સભ્યોનું પણ સન્માન કરવાની અમારી ઈચ્છા છે." આશિષ વચ્ચે જ બોલ્યો,"હા, તો અમે શું કરી શકીએ તે માટે? અને જુઓ.વડીલ, મારા પપ્પા અહીં નથી તો....." ...Read More

5

અનાથાશ્રમ - ભાગ 5

' આનંદ' અનાથાશ્રમના મેનેજર સાહેબ દ્વારા જ્યારે જગદીશ ભાઈ અને ગાયત્રી બેનનું નામ બોલી તેમને મંચ પર આવકારવામાં આવ્યા, તેઓનું સન્માન કરવામાં આવ્યું. આ બધું જોઈને આશિષ તો મુંઝાવા લાગ્યો, કે મેનેજર સાહેબ તેના માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે એ વાત અહીં જાહેરમાં ન બોલે તો સારું. રુચિકા પણ આ બધું જોતા ગુસ્સાથી ધુંઆપુઆ થઈ રહી હતી. ખાસ કરીને પોતાના સસરા દ્વારા કોઈને દત્તક લીધાની વાત જાણી તે થોડી વધુ અકળાઈ રહી હતી. સમારંભ પૂરો થયા બાદ આશિષે તો જગદીશ ભાઈ અને ગાયત્રી બેેેન પર પ્રશ્નોનો મારો ચલાવ્યો,"તમે ...Read More

6

અનાથાશ્રમ - ભાગ 6 - છેલ્લો ભાગ

રુચિકાની વાત સાંભળી મેનેજર સાહેબ અને આશિષ તેને એકીટશે જોઈ રહ્યા. પછી શાંતિપૂર્વક તેને સમજાવતા કહ્યું," ત્યાં જ તારી થાય છે રુચિકા.... એવું કોઈ કારણ હતું જ નહીં કે જેના લીધે જગદીશ ભાઈ અને ગાયત્રી બેનને આશિષને - એક અનાથ બાળકને દત્તક લેવો પડે. પરંતુ હકીકતમાં તેઓ પોતાના બાળકને જન્મ આપવા માટે સક્ષમ જ હતા.પરંતુ તારા પતિને - આશિષને કંઈ ઓછું ન આવે કે તેનો પ્રેમ વહેંચાય ન જાય એટલા માટે જ પોતાના સંતાનને જન્મ આપવાનું માંડી વાળ્યું અને પોતાની સંપત્તિ તો ઠીક પણ પોતાની પુરી જિંદગી આશિષને નામે કરી દીધી...." ...Read More