એક ટેક્ષી લીમડાલાઈનમાં છેલ્લે આવેલ ઘરનાં દરવાજા પાસે ઉભી રહી.તેમાંથી એક દંપતી ઉતર્યું. ઘરનો દરવાજો ખોલી તેઓ ઘરની અંદર આવ્યાં. દરવાજો ખોલતાં જ વચ્ચે ચાલવા માટે રસ્તો હતો અને બંને બાજુ અવનવાં ફૂલોની લાંબી ક્યારીઓ હતી. તેની એક તરફ ઘણી જાતનાં ફૂલો અને વૃક્ષો હતાં અને તે જ બાજું આગળની તરફ સામસામે બે હીંચકાઓ ગોઠવેલા હતાં.જ્યારે બીજી બાજુ એક મોટો સ્વિમિંગપુલ હતો. તેની બાજુમાં એક નાનું ગોળ ટેબલ હતું,જેની ફરતે ત્રણ ખુરશીઓ ગોઠવાયેલ હતી. ત્રણેય ખુરશીઓમાં સ્કેચપેનથી જીણા અક્ષરે કોઇકે લખેલું હતું. પહેલી ખુરશી પર લખેલું હતું ‘કુલ ડેડ’, બીજી ખુરશી પર લખેલું હતું ‘સ્વીટ મમ્મા’અને ત્રીજી ખુરશી પર લખેલું હતું ‘ડેડી એન્ડ મમ્માસ લિટલ પ્રિન્સેસ’.ઘરને જોઇને કોઇને પણ ખબર પડી જાય કે આ કોઈકના સપનાનું ઘર હશે.

Full Novel

1

ઘર - (ભાગ-1)

ઘરએક ટેક્ષી લીમડાલાઈનમાં છેલ્લે આવેલ ઘરનાં દરવાજા પાસે ઉભી રહી.તેમાંથી એક દંપતી ઉતર્યું.ઘરનો દરવાજો ખોલી તેઓ ઘરની અંદર આવ્યાં. ખોલતાં જ વચ્ચે ચાલવા માટે રસ્તો હતો અને બંને બાજુ અવનવાં ફૂલોની લાંબી ક્યારીઓ હતી. તેની એક તરફ ઘણી જાતનાં ફૂલો અને વૃક્ષો હતાં અને તે જ બાજું આગળની તરફ સામસામે બે હીંચકાઓ ગોઠવેલા હતાં.જ્યારે બીજી બાજુ એક મોટો સ્વિમિંગપુલ હતો. તેની બાજુમાં એક નાનું ગોળ ટેબલ હતું,જેની ફરતે ત્રણ ખુરશીઓ ગોઠવાયેલ હતી. ત્રણેય ખુરશીઓમાં સ્કેચપેનથી જીણા અક્ષરે કોઇકે લખેલું હતું. પહેલી ખુરશી પર લખેલું હતું ‘કુલ ડેડ’, બીજી ખુરશી પર લખેલું હતું ‘સ્વીટ મમ્મા’અને ત્રીજી ખુરશી પર લખેલું હતું ...Read More

2

ઘર - (ભાગ-2)

અનુભવ ઓફિસમાં પોતાનું કામ કરી રહ્યો હતો.લંચબ્રેકનો સમય થતાં તે કેન્ટીનમાં ગયો.જમવાનું પ્લેટમાં લઇ તે વિચારી રહ્યો હતો ક્યાં બેસવું. “અહીં આવી જાઓ મીત્ર.” અનુભવે અવાજની દીશામાં જોયું. એક યુવાન પોતાનો હાથ ઉંચો કરી સામેની ખાલી ખુરશીમાં બેસવાનું કહી રહ્યો હતો. હાઇ, આઇ એમ અનુભવ. હાઇ,હું પ્રદીપ.આજે જ જોઇન કર્યું છે? હા. ફર્સ્ટ ડે. તમે કેટલાં સમયથી છો.અનુભવે પૂછ્યું. લગભગ પાંચેક મહિના થવાં આવ્યાં હશે. ઓકે. અહીંના જ છો? હા, હું મારા મમ્મી-પપ્પા સાથે અહીં જ રહું છું.તમે?પ્રદીપે પૂછ્યું. હું પહેલાં નાગપુર હતો. કાલે જ શિફ્ટ થયો છું. ઓકે. કઇ બાજુ રહેવાનું. અનુભવે પોતાનું એડ્રેસ કહ્યું. ઓહ…પ્રદીપે પોતાનાં હાવભાવ ...Read More

3

ઘર - (ભાગ-3)

મીલીએ વધારાની વસ્તુઓ એક બોક્સમાં પેક કરી અને બોલી, “ એક કામ કરું,આ બોક્સ સ્ટોરરૂમમાં મુકી દવ જેથી આડું આવે.”મીલી એ બોક્સ ઉપાડી સ્ટોરરૂમમાં ગઇ. તે વિચારી રહી હતી કે બોક્સ ક્યાં રાખવું,ત્યાં જ તેની નજર બારી પાસે રહેલાં ખાલી ટેબલ પર પડી. તેને બોક્સને ટેબલની ઉપર મુક્યું. તે જેવી સ્ટોરરૂમની બહાર નીકળવા ગઇ તેવી જ ટેબલની બાજુની બારી જોશથી ભટકાણી.“ઓ ગોડ, આજે તો પવને લોહી પીધું છે.”કહેતાં મીલીએ બારી બંધ કરી.ત્યાં તેનું ધ્યાન ટેબલ ઉપર પડેલ એક ફોટા પર ગયું. તે ફોટો પોતાનાં હાથમાં લઇ જોવા લાગી.તે ફોટામાં વચ્ચે એક નાની સાત-આઠ વર્ષની છોકરી બેઠી હતી અને તેની ...Read More

4

ઘર - (ભાગ-4)

અનુભવ પોતાની કેબિનમાં કામ કરી રહ્યો હતો.પ્રફુલ કેબિનની અંદર આવીને બોલ્યો, “ ચાલ અનુભવ લંચ માટે.આજે તારા લંચને વધારે બનાવે એવી એક અપડેટ છે મારી પાસે.”અનુભવ અને પ્રફુલની મિત્રતાને ભલે હજુ થોડો સમય જ થયો હતો પરંતુ ‘તમેં’માંથી ‘તું’ કહી શકાય એટલી ગાઢ જરૂર બની ગઇ હતી."હા ચાલ." અનુભવે ઉભો થતાં કહ્યું. બંને કેન્ટીનમાં ગયાં અને પોતાની પ્લેટ્સ લઇને ટેબલ પર બેઠાં."ચાલ, મારાં લંચને લજીઝ બનાવવાનું ચાલું કરી દે."અનુભવે ઉત્સુકતાથી કહ્યું.યાર, તારાં ઘર વિશે એક ન્યૂઝ છે.પ્રફુલે થોડો ધીમેથી બોલ્યો.શું?"તને થોડું વિગતે કહું તો એ ઘર આપણા બોસનાં એક ફ્રેન્ડ છે,તેનાં ભાઇનું હતું. જેનું એક વર્ષ પહેલાં એક કાર ...Read More

5

ઘર - (ભાગ-5)

રાત્રીનાં ત્રણ વાગ્યાં હતાં. અનુભવે મીલી સામે જોયું. એ ઘસઘસાટ ઉંઘતી હતી. તે અવાજ ન આવે એ રીતે પોતાનાં બહાર નીકળ્યો. તેણે ઉંડો શ્વાસ લીધો અને સ્ટોરરૂમ તરફ આગળ વધ્યો.અનુભવ સ્ટોરરૂમનું બારણું ખોલી અંદર પ્રવેશ્યો અને બારણું બંધ કરી દીધું.તેણે ટેબલ પર નજર કરી. મીલીના કહ્યાં પ્રમાણે પેલો ફોટો નીચે પડી ગયો હતો પણ અત્યારે તે ફોટો ટેબલ ઉપર જ હતો. અનુભવે પોતાની આંખો બંધ કરી અને બોલ્યો, “અનુભવ ,તારે એ ફોટો જોવો જ પડશે.” તે ધીમે ધીમે ટેબલની બાજુમાં ગયો અને તે ફોટો જોયો. અનુભવનું હ્દય એક ધબકારો ચુકી ગયું. એ પ્રીતિ જ હતી. અનુભવની પ્રીત.નહીં….કહેતો અનુભવ નીચે બેસી ...Read More

6

ઘર - (ભાગ-6)

અનુભવ ઓફિસનું થોડું ઘણું કામ પતાવી સવા દસ વાગ્યે ગ્રીન પાર્ક પહોંચ્યો. ત્યાં જઇ રાબેતા મુજબ નારીયેલીના ઝાડની બેંચે બેઠો.“કેટલાં વર્ષે આવ્યો હું આ પાર્કમાં.કેટલું બધું બદલાઇ ગયું.મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જ્યાં હું હંમેશા તેની હાજરી ઝંખતો હતો ત્યાં જ બેસીને તેની ગેરહાજરીનું કારણ પૂછીશ.”તેની આંખો ભીની થઇ ગઇ.અનુભવનો ફોન ક્યારનો રણકી રહ્યો હતો પણ એતો ભૂતકાળનાં વીતેલાં અદભુત ક્ષણો ફરીથી જીવવામાં મશગુલ હતો.… કોલેજના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતી પ્રીતિ પોતાનાં રૂમમાં તૈયાર થઇ રહી હતી.તેણે વાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. પોતાનાં લાંબા વાળોને પોનિમાં બાંધ્યા હતાં. કાનમાં પહેરેલાં નાના ઝૂમખાં તેને વધુ સુંદર બનાવી રહ્યાં હતાં.“ઓહો, શું વાત ...Read More

7

ઘર - (ભાગ-7)

‘હું જ્યારે એ વિશે વિચારતો ત્યારે મને એ કલ્પનાનું ઘર દેખાતું, પણ એ ઘરની રોનક મારી જીવનસંગીનીનો ચહેરો હંમેશા જ દેખાતો.પરંતુ હવે જ્યારે પણ એ વિશે વિચારું છું ત્યારે એ અસ્પષ્ટ ચિત્રમાં મને તારો ચહેરો દેખાય છે.”પ્રીતિ,હું આપણા સંબંધને વધુ ગાઢ બનાવવા માંગુ છું.મારા મનને તારી જે આદત લાગી છે એને ક્યારેય છોડવા નથી માંગતો.શું તું મારાં ઘરનાં એ સપનાને સાકાર કરવા માટે મારી સંગીની બનીશ?”અનુભવે પ્રશ્નાર્થભરી નજરે પ્રીતિ સામે જોયું.પ્રીતિ આશ્ચર્યથી અનુભવ સામે જોઇ રહી.અનુભવે પોતાનાં નેણ ઉંચા કરી તેનો નિર્ણય પૂછ્યો. જવાબમાં પ્રીતિએ પોતાની સુંદર અને લાંબી પાંપણો ઢાળી દીધી.… અનુભવભાઈ…અનુભવભાઈ.મિહિરે વિચારોમાં ખોવાયેલા અનુભવને કહ્યું.ઓ.. હાઇ મિહિર.મારુ ધ્યાન ...Read More

8

ઘર - (ભાગ-૮)

અનુભવે ઓફિસે પહોંચીને નિધીને પાછો મેસેજ કર્યો, “પ્લીઝ, મને ફોન કર. બહુજ જરૂરી કામ છે.”થોડી વાર બાદ નિધીનો કોલ નિધિ.""ઓ…તો તને હવે પ્રીતિવિશે પુછવાનો સમય મળી જ ગયો.નિધિએ કટાક્ષમાં કહ્યું.""નિધિ, પ્લીઝ એવું ના બોલ.એણે ખુદ મને છોડ્યો હતો.""અને તે એક વાર પણ પ્રયત્ન ન કર્યો એ પાછળનું કારણ જાણવાં.""મેં પ્રયત્ન ન કર્યો?આ તું કહે છે નિધિ?શું તું નહોતી જાણતી એ કારણ?અને એ બધું જાણવાં છતાં શું પ્રયત્ન કરવાનો બાકી રહે?""અનુભવ, શું તને લાગે છે કે પ્રીતિ કોઇ મજબુરી સિવાય તને છોડવાનો નિર્ણય લઇ શકે?""એટલે તું શું કહેવા માગે છે?મને તો કંઇ જ સમજાતું નથી.શું આપણે મળી શકીએ?""ઠીક છે. કાલે ...Read More

9

ઘર - (ભાગ-૯)

“હા,આપણાં બધાં જ સપનાં આપણે સાથે મળીને પૂરાં કરીશું.”અનુભવે લાગણીભીનાં સ્વરે કહ્યું.“ચાલ, હવે હું નીકળું.નહીંતર ઘરે પહોંચવામાં મોડું થઇ પોતાની આંખોમાં આવી ગયેલ આંશુ લુછતાં બોલી.… કેફેમાં બેઠેલાં અનુભવનું ધ્યાન દરવાજા પાસે ઉભેલ નિધિ ઉપર પડ્યું. તેણે પોતાનો હાથ ઊંચો કરી નિધિને પોતાનાં ટેબલે બોલાવી.“હાઇ નિધિ.”“હાઇ.” નિધિએ બેસતાં કહ્યું.“અનુભવ, જો મારે તને પ્રીતિ વિશે સાચી વાત ન કરવી હોતને તો હું તને મળવાં ક્યારેય ન આવત.”નિધીએ થોડાં ગુસ્સાથી કહ્યું,કારણકે તેની નારાજગી હજુ પણ ઓછી થઇ નહતી.“નિધિ તું મારાથી કેમ આટલી નારાજ છો?આઇ મીન,પ્રીતિએ એની મરજીથી મારો સાથ છોડ્યો હતો.તો પછી તું દોષનો ટોપલો મારાં ઉપર કેમ ઢોળી શકે?”“ઓ કમોન અનુભવ, ...Read More

10

ઘર - (ભાગ-૧૦)

પ્રીતિ અનુભવ સાથે ‘સપનાનું ઘર’નાં સપનાં જોઇ ગ્રીન પાર્કએથી ઘરે આવી ત્યારે તેને જોયું કે વિનાયભાઇમિતાલીબેનને મીઠાઇ ખવડાવી રહ્યાં વાહ નક્કી પપ્પાને પ્રમોશન મળ્યું હશે.”એમ વિચારી તે અંદર જવા ગઇ ત્યાં જ તેનાં કાને વિનયભાઈનાં શબ્દો પડ્યાં.“મોઢું મીઠું કર મિતાલી, હું આપણી પ્રીતિનાં લગ્ન નક્કી કરી આવ્યો છું.”આ સાંભળી પ્રીતિનાં પગ ત્યાં જ જડાઇ ગયાં.આ શું કહો છો તમે?પ્રીતિ તો હજુ કોલેજમાં જ છે. અત્યારથી એનાં લગ્ન કરવાની શી જરૂર છે?મિતાલીબેન નારાજગી સાથે બોલ્યાં.“અરે મિતાલી, તને ખબર પડશે કે પ્રીતિનાં લગ્ન કોની સાથે નક્કી કર્યાં છે એટલે તારી બધી જ નારાજગી દુર થઇ જશે.”મિતાલીબેને પ્રશ્નાર્થ નજરે વિનાયભાઇ સામે જોયું.“આજે ...Read More

11

ઘર - (ભાગ-૧૧)

“એને માનવું જ પડશે. હું નથી ઇચ્છતી કે મારાં લીધે એ પોતાનાં જીવનમાં આગળ ન વધે.”પ્રીતિએ પોતાનાં આંસુ લૂછયાં અનુભવને મેસેજ કર્યો, “આજે રોંઢે પાંચ વાગે મને ગ્રીન પાર્કમાં મળ.”… સાડા ચાર વાગ્યે પ્રીતિ અને નિધિ ગ્રીન પાર્કમાં પહોંચ્યા. ત્યાં જઇ નારીયેલીના સામેની બેંચે બેઠાં.પાર્કમાં ચારેય બાજુ હરિયાળી હતી,મોટાં- મોટાં વૃક્ષો પોતાની છાયા અને ઠંડક આપતાં અડીખમ ઉભા હતાં અને રંગબેરંગી ફુલો પોતાની સુગંધ ફેલાવી પાર્કને મહેકાવી રહ્યાં હતાં.પાર્કનું વાતાવરણ આટલું ખુશનુમાં હતું છતાં પણ આજે પ્રીતિને કંઇક અજીબ પ્રકારની ઘુંટનનો અહેસાસ થતો હતો.પ્રીતિનું ધ્યાન પાર્કની સામેનાં ઘર ઉપર પડ્યું. ત્યાં પેલાં દંપતી તે દિવસની જેમ જ હીંચકે બેઠાં હતાં. ...Read More

12

ઘર - (ભાગ-૧૨)

અનુભવે તેનો હાથ પાછળથી પકડી લીધો અને રડમસ અવાજે પુછ્યું,“વાય?”પ્રીતિએ પોતાની આંખો બંધ કરી અને કહ્યું “કારણકે હું તારાં વધારે સારો છોકરો ડિસર્વ કરું છું.”પ્રીતિની આ વાત સાંભળી દુઃખી થયેલ અનુભવ બોલી ઉઠ્યો,“પ્રીતિ, તું તારી આ લાલચને લીધે ઘણું બધું ગુમાવી બેસીશ.”પ્રીતિએ પોતાનો હાથ છોડાવતાં કહ્યું, “મને જવા દે.”અનુભવે પોતાની પકડ વધારે મજબુત કરી અને રડમસ અવાજે કહ્યું, “પ્લીઝ યાર, ન જા. આઇ નિડ યુ.”પ્રીતિએ પોતાનો હાથ છોડાવ્યો અને કંઇ પણ બોલ્યાં વગર ત્યાંથી ચાલી ગઇ,કારણકે પોતાની આંખોમાં આવી ગયેલાં આંસુ રોકવાં હવે તેના હાથમાં ન હતાં.અનુભવ દર વખતની જેમ નારીયેલીની સામે રહેલ બેંચે બેસી ગયો પણ આજે તે ...Read More

13

ઘર - (ભાગ -૧૩)

અનુભવે પોતાની પકડ વધારે મજબુત કરી અને રડમસ અવાજે કહ્યું, “પ્લીઝ યાર, ન જા. આઇ નિડ યુ.” પ્રીતિએ પોતાનો છોડાવ્યો અને કંઇ પણ બોલ્યાં વગર ત્યાંથી ચાલી ગઇ,કારણકે પોતાની આંખોમાં આવી ગયેલાં આંસુ રોકવાં હવે તેના હાથમાં ન હતાં. અનુભવ દર વખતની જેમ નારીયેલીની સામે રહેલ બેંચે બેસી ગયો પણ આજે તે એકલો હતો,મનથી ભાંગી ગયેલો હતો, કારણકે તેને પોતાનાં સપનાનાં ઘરમાં જે ચહેરો દેખાતો હતો એ ચહેરો તેને તરછોડીને ચાલ્યો ગયો હતો. … કેફેમાં બેઠેલો અનુભવ પોતાની કોરી આંખો વડે નવાં બની રહેલાં ઘરને જોઇ રહ્યો. તેણે નિધિ તરફ જોયું અને કહ્યું, “થેંક્યું.”ઘણી મહેનત કરવાં છતાં પણ અનુભવ ...Read More

14

ઘર - (ભાગ - ૧૪)

રાત્રીનાં ત્રણ વાગ્યાં હતાં. અનુભવ પોતાનાં પલંગ પરથી ઉભો થયો અને મીલી તરફ એક નઝર કરી સ્ટોરરૂમ તરફ ગયો.અનુભવે સ્ટોરરૂમનો દરવાજો ખોલ્યો અને અંદર ગયો. તેણે ટેબલ ઉપર પડેલો ફોટો ઉપાડ્યો અને પ્રીતિનાં ચહેરા ઉપર હાથ ફેરવ્યો.તે નીચે બેસી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગ્યો. તે ઘણાં સમય સુધી રડ્યો પછી પ્રીતિનાં ફોટા સામે જોઇને બોલ્યો, “પ્રીતિ, મને માફ કરી દે. મેં આપણા પ્રેમ પર વિશ્વાસ ન કર્યો. પણ તે શા માટે આવું કર્યું?શું તને પણ આપણાં પ્રેમ પર વિશ્વાસ નહતો?”“પ્રીતિ, મને ખબર છે તું મને સાંભળે છે. પ્લીઝ મારી સામે આવ. મારી સાથે વાત કર. નહીંતો મારું ગિલ્ટ ...Read More

15

ઘર - (ભાગ - ૧૫)

પ્રીતિનાં હૃદયમાં ફાળ પડી ગઇ. તે ધીરે -ધીરે હોલમાં આવી. ત્યાં સ્મૃતિબેન હૈયાફાટ રુદન કરી રહ્યાં હતાં. પ્રીતિએ નીચે શરીર પર પડ્યું.“કિરણ”.પ્રીતિ ચિલ્લાઈને કિરણનાં નિશ્ચેતન દેહ સામે ભાંગી પડી. ...કિરણનાં મૃત્યુને છ મહિના જેટલો સમય થઇ ગયો હતો. આ અણધારાં ઘાથી પ્રીતિ અને તેનો આખો પરિવાર તૂટી ગયો હતો. પણ બધાએ હવે પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી. પ્રીતિ વિનયભાઇ અને સ્મૃતિબેનનાં રૂમમાં ગઇ.“પપ્પા, તમે હા પાડો તો આપડે બધાં થોડો સમય પેલાં ઘરે જઇ આવીએ?”“બેટા, અમારું તો હમણાં ક્યાંય મન નથી લાગતું. એક કામ કર તું અને ક્રિતી થોડો સમય ત્યાં રહી આવો. હું તમારી સિક્યોરિટીની વ્યવસ્થા કરું છું.”વિનયભાઇએ કહ્યું.બીજા દિવસે સવારે ...Read More

16

ઘર - (ભાગ - ૧૬)

અચાનક સ્ટોરરૂમનો દરવાજો ખુલી ગયો અને સ્ટોરરૂમમાં જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો. એ પવન એટલો વધારે હતો કે અનુભવ તરફ ધકેલાયો. અનુભવે દરવાજા પાસેનું ટેબલ પકડી અંદર આવવાનો પ્રયત્ન કર્યો અને મહામહેનતે અંદર આવ્યો. “પ્રીતિ, તું ગમે તે કર. પણ આજે તો તારે મને સચ્ચાઈ જણાવવી જ પડશે.”અનુભવે હાંફતા કહ્યું. “ઠીક છે, તું એમ નહીં માને.”અનુભવે પોતાનાં ખિસ્સામાંથી કટર કાઢ્યું અને પોતાની હથેળી પાસે લઇ ગયો. પણ હજી તો કટર અનુભવની હથેળીને અડે એ પહેલાં તો આપમેળે હવામાં ઉડી ગયું અને બારીમાંથી બહાર પડી ગયું. “પ્રીતિ, તું અત્યારે મારી સાથે છો. પણ યાદ રાખજે બધો જ સમય તો મારી સાથે ...Read More

17

ઘર - (ભાગ - ૧૭)

અનાથાશ્રમની મુલાકાત લીધાં બાદ ખુશ થયેલ અનુભવ પ્રીતિ સાથે કેફેમાં પહોંચ્યો. જ્યાં નિધિ અને પ્રફુલ પહેલેથી જ તેમની રાહ બેઠાં હતાં. “મારે તમને ત્રણેયને એક વાત જણાવવી છે, એ ઘર વિશે, એ ઘરમાં દફન થયેલ રહસ્ય વિશે.”અનુભવે ગંભીર થઇને કહ્યું. ... અનુભવે બધાને પ્રીતિ વિશે અને પ્રીતિએ જે કંઇ કહ્યું એ બધું જણાવ્યું. અનુભવની વાત સાંભળી ત્રણેયની આંખોમાં આંસુ આવી ગયાં. અનુભવે બધાની સામે જોયું અને પુછ્યું, “તમે બધા પ્રીતિને ન્યાય અપાવવા મારી મદદ કરશો ને?” “હા અનુભવ.” “ઠીક છે.તો એ માટે આપણે એવું નાટક કરવું પડશે કે આ ઘર મારી એક એનઆરઆઇ ફ્રેન્ડને ખરીદવું છું અને નિધિ,તું મારી ...Read More

18

ઘર - (ભાગ - ૧૮)

“ખબર નહીંભાભીએ પણ ક્રિતી સાથે સુસાઇડ કરી લીધું.”રિકીએ ભાવુક થતાં કહ્યું.કબાટની પાછળ ઉભેલી પ્રીતિની આંખો ક્રોધથી લાલ થઇ ગઇ.અચાનક બારણું આપમેળે બંધ થઇ ગયું અને પ્રીતિ કબાટ પાછળથી જ બોલી, “શું તું એ બધું ભુલી ગયો?”અચાનક આવેલાં આ ભયાનક અને ઘોઘરા અવાજથી બધા ડરી ગયાં.… રાત્રીનાં અઢી વાગ્યાં હતાં. પ્રીતિ અને ક્રિતી ઉપરનાં રૂમમાં સૂતાં હતાં. તેમનાં ઘરનો ડોરબેલ વાગ્યો.“અત્યારે કોણ હશે?”પ્રીતિએ વિચાર્યું.ત્યાં જ તેનાં મોબાઇલની રિંગ વાગી અને સ્ક્રીન પર એક નામ દેખાણું.“આ સમયે કેમ ફોન કર્યો હશે?”.પ્રીતિએ મોબાઇલમાં નામ વાંચીને કહ્યું.…. હા, ખોલું છું. એટલું કહી પ્રીતિએ પોતાનો મોબાઇલ બાજુમાં મુક્યો.મોબાઇલમાં રિંગ વાગવાથી ક્રિતી પણ ઉઠી ગઇ.પ્રીતિએ ક્રિતીનાં માથાં ...Read More

19

ઘર - (ભાગ - ૧૯)

રિકી તેની પાસે ગયો અને તેની બોચી જોશથી પકડી. “આ બધી પ્રોપર્ટી,જે તારાં નામે છે.”રિકીએ કહ્યું. “જો આ મમ્મી-પપ્પાને ખબર પડશે તો તેઓ તને ક્યારેય માફ નહીં કરે.”પ્રીતિએ કહ્યું. રિકી હસ્યો અને કહ્યું, “ખબર પડશે તો ને.”તેણે પ્રીતિને ધક્કો માર્યો અને પોતાના ખિસ્સામાંથી ગન કાઢીને ક્રિતી તરફ તાકી અને ક્રુરતાથી કહ્યું, “હું જે પેપરમાં કહું એમાં ચુપચાપ સાઇન કરી દે નહીં તો ક્રિતીને મારી ગોલીથી કોઇ નહીં બચાવી શકે. “રિકી,તું મારું ન વિચાર તો કહી નહીં પણ એ તો તારાં ભાઇની દીકરી છે. એટલિસ્ટ એની સામે તો જો.” પ્રીતિએ રડતાં-રડતાં કહ્યું. “તું સાઇન કરશ કે નહીં?”રિકીએ ગન પર પોતાની ...Read More

20

ઘર - (ભાગ - ૨૦)

પ્રીતિએ રિકીનાં ગાલ ઉપર એક ઝાપટ મારી અને તેનાં હાથમાંથી ગન લેવાનો પ્રયત્ન કર્યો પણ ગુસ્સે ભરાયેલા રિકીએ પ્રીતિને ધકો મારી નીચે પાડી. એ જ દરમિયાન ક્રિતીને હોંશ આવતાં તેણે પોતાની આંખો ખોલી અને સામે પોતાની મમ્મીને નીચે પડેલ જોઇ. તે દોડવા ગઇ પરંતુ તેનું ધ્યાન પડ્યું કે બોડીગાર્ડે તેને પકડી રાખી છે. તેથી તેણે બોડીગાર્ડનાં હાથમાં બટકું ભરી પોતાની જાતને છોડાવી અને “મમ્મી”બુમ પાડતાં પ્રીતિ તરફ ભાગી. ક્રિતી પ્રીતિ પાસે પહોંચે એ પહેલાં જ રિકીએ પોતાની ગનમાંથી ગોળી છોડી,જે નાનકડી ક્રિતીને લાગી.” “આહ…”ક્રિતી દર્દભર્યા અવાજે પોતાની મમ્મીના ખોળામાં ફસડાઇ ગઇ. પ્રીતિ પોતાનાં ખોળામાં પડેલ ક્રિતીને જોઇ રહી. તેને ...Read More

21

ઘર - (ભાગ - ૨૧) - છેલ્લો ભાગ

આગળનાં ભાગમાં આપણે જોયું -બહાદુર કિચનમાંથી ચાકુ લઇ આવ્યો અને રિકીને આપ્યું. રિકીએ એ ચાકા વડે પ્રીતિનાં હાથની નસ નાખી અને બહાદુરને કહ્યું, “પ્રીતિનાં ગળાને તેની ચૂંદડી વડે ઢાંકી દે અને પછી તેનો હાથ દેખાય એ રીતે ફોટો પાડી લે. આપણે ક્રિતીને જમીનમાં ડાતી દીધી અને પ્રીતિની લાશને પણ ગાયબ કરી દઇશું.તેથી પપ્પા જરૂર પ્રશ્નો પુછશે. એટલે આ ફોટા બતાડી હું કહી દઇશ કે પ્રીતિએ ક્રિતી સાથે કિરણની મોતનાં ગમમાં બે દિવસ પહેલાં જ સુસાઇડ કરી લીધું છે અને ડૉક્ટરે કહ્યું કે હવે તેમની બોડી રખાય એવી પરિસ્થિતિમાં નથી એટલે મેં તાત્કાલિક તેમનાં અગ્નિસંસ્કાર કરી નાખ્યા.” “ઓકે બોસ.” … ...Read More