સજન સે જૂઠ મત બોલો

(1.3k)
  • 140.5k
  • 39
  • 52.9k

‘ટીંગ.. ટીંગ.. ટીંગ..ટીંગ.. ટીંગ....ટીંગ....ટીંગ.’ સાંપ્રત સમયના કેલેન્ડરમાં ડીસેમ્બર માસની આજની દિનાંક એકવીસમી સદીના વધુ એક વર્ષાન્તના સંકેત તરફનો દિશાનિર્દેશ કરી રહી હતી. વર્ષના અંતિમ મહિનાના, પ્રથમ સપ્તાહના વીક એન્ડનો પહેલો દિવસ, મતલબ કે, શનિવાર. જતાં ચોમાસા અને આવતાં શિયાળાના મૌસમની પરાણે વ્હાલી લાગે એવી પહેલી વ્હેલી મુલાયમ ગુલાબી ઠંડીના આલ્હાદક વાતાવરણ વચ્ચે, પરોઢના સાત અને પચ્ચીસ મીનીટે, શહેરના મધ્યમ ધનાઢ્ય કહી શકાય એવા, બજરંગવાડી પોશ વિસ્તારના મેઈન રોડના કોર્નર પર આવેલી, ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘શારદા વિધા મંદિર’ પ્રાયમરી સ્કૂલના કર્મચારીએ રોજિંદી ઘટમાળને ઘાટ આપતાં સ્કૂલનો ઘંટ વગાડી, સૌ ભૂલકોઓને પ્રાથના ખંડ તરફ જવાના આદેશનો ઘંટનાદ સંભળાવ્યો.

New Episodes : : Every Monday

1

સજન સે જૂઠ મત બોલો - 1

‘સજન સે જૂઠ મત બોલો’પ્રકરણ-પહેલું/૧‘ટીંગ.. ટીંગ.. ટીંગ..ટીંગ.. ટીંગ....ટીંગ....ટીંગ.’ સાંપ્રત સમયના કેલેન્ડરમાં ડીસેમ્બર માસની આજની દિનાંક એકવીસમી સદીના વધુ એક સંકેત તરફનો દિશાનિર્દેશ કરી રહી હતી.વર્ષના અંતિમ મહિનાના, પ્રથમ સપ્તાહના વીક એન્ડનો પહેલો દિવસ, મતલબ કે, શનિવાર. જતાં ચોમાસા અને આવતાં શિયાળાના મૌસમની પરાણે વ્હાલી લાગે એવી પહેલી વ્હેલી મુલાયમ ગુલાબી ઠંડીના આલ્હાદક વાતાવરણ વચ્ચે, પરોઢના સાત અને પચ્ચીસ મીનીટે, શહેરના મધ્યમ ધનાઢ્ય કહી શકાય એવા, બજરંગવાડી પોશ વિસ્તારના મેઈન રોડના કોર્નર પર આવેલી, ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘શારદા વિધા મંદિર’ પ્રાયમરી સ્કૂલના કર્મચારીએ રોજિંદી ઘટમાળને ઘાટ આપતાં સ્કૂલનો ઘંટ વગાડી, સૌ ભૂલકોઓને પ્રાથના ખંડ તરફ જવાના આદેશનો ઘંટનાદ સંભળાવ્યો. શાળાના વિશાળ ...Read More

2

સજન સે જૂઠ મત બોલો - 2

પ્રકરણ-બીજું ૨આ આકસ્મિક ગોઝારી જીવલેણ ઘટના ઘટી, ઠીક તેના એક વર્ષ પૂર્વેના સમયકાળની એક મસ્ત મજાની સુંદર સવારથી કથાનો કરતાં કહું તો.... ‘ટીંગ.. ટીંગ.. ટીંગ..ટીંગ.. ટીંગ....ટીંગ....ટીંગ.’ રતનપુર... ગામના ભામાશા તરીકે ઓળખાતા દાનવીર દશરથ પટેલ છેલ્લી વાર અમેરિકા જતાં પહેલાં, ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને, શિક્ષણ જેવી પાયાની જરૂરિયાત પૂરી કરવાના આશયથી, તેમનું બે માળનું ખાનદાની જુનવાણી મકાન, ગામના વિશ્વાસ પાત્ર ટ્રસ્ટને સોંપીને ગયા હતાં તે, ‘ગાંધી વિદ્યા’ બાલમંદિરનો બેલ વાગતાંની સાથે કિલકિલાટ કરતાં સૌ નાના નાના ભૂલકોની જોડે જોડે શાળામાં દાખલ થઇ, સપના.સપના ચૌધરી. જેનું કર્મભૂમિ અને જન્મભૂમિ હતું રતનપુર. એ બાવીસ વર્ષીય સપના એટલે, મનહરલાલ ચૌધરી અને શારદાબેનના આંખનું રતન. બે દાયકા ...Read More

3

સજન સે જૂઠ મત બોલો - 3

પ્રકરણ ત્રીજું ૩જે દુર્દશાની સ્થિતિમાં મનહરલાલ પડ્યા હતાં, તે જોઇને એક સેકંડ માટે સપના ધબકારો ચૂકી ગઈ. આંખોના ડોળા રહ્યાં. મનહરલાલની હાલત જોઇને રીતસર દોડીને, ધ્રૂજતા ધ્રૂજતા સપનાએ ઊંધાં પડેલાં તેના શરીરને સરખું કરી, તેનું માથું ખોળામાં લેતાં જોયું તો.. ફરી સપનાની રાડ ફાટી ગઈ...મનહરલાલની નિસ્તેજ ઉઘાડી આંખો અને મોઢાંમાંથી નીકળેલાં ફીણ જોઇને સપનાનું હૈયાફાટ રુદન શરુ થયું. શાંત પડી ગયેલા હ્રદયના ધબકારા અને હાથની નાડી ચકાસતાં મનહરલાલની છાતી પર માથું પટકીને આક્રંદ સાથે જોશથી બૂમ પડી...’ઓ.. માડી રે.. મનહરલાલમાં દેહને વ્યવસ્થિત કરી, વીજળીની ગતિએ ફટાફાટ દોડી આડોશ પડોશમાં રહેતા હરજીભાઈ, ગીધુકાકા, દક્ષાબેન, કરશનકાકા, રવજીભાઈ અને ભીખાલાલના ઘર તરફ જઈને ...Read More

4

સજન સે જૂઠ મત બોલો - 4

પ્રકરણ- ચોથું/૪હદ બહાર હવા ભરેલા ફુગ્ગાને સ્હેજ અમથી કોઈ અણીયાણી વસ્તુ અડતાં વ્હેત જે રીતે ઘડીકમાં ફુગ્ગો ફૂસ્સ થઇ એમ ચીમનલાલના મેલા મનોરથનો રથ ફસડાઈ પડ્યો. ખંધા ચીમનલાલના ખેલ ઉંધા પડતાં તેના છાતીના પાટિયા બેસી ગયાં. ધોતિયું ઢીલું થઇ ગયું. હડકાયા કૂતરા જેવી ઉપડેલી હવસને માંડમાંડ વશમાં કરતાં ખ્યાલ આવ્યો કે, સપના બૂમ બરડા કરીને ગામ ભેગું કરશે તો, જાતી જિંદગીએ ગરમી કાઢવા જતાં ચરબી ઉતરડાઈ જશે. એવા ભયથી ફફડતો ચીમનલાલ કપડાં સરખા કરી, રૂમાલથી મોઢું સંતાડી, ધીમેકથી ડેલી ઉઘાડી, ઊંધાં માથે દોટ મૂકી રાતના અંધારામાં ભાગ્યો ઊભી પુંછડીએ.રૂમના બંધ બારણાંનો ટેકો લઈ, ટુંટિયું વાળીને થરથર કાંપતી સપના સ્હેજમાં ...Read More

5

સજન સે જૂઠ મત બોલો - 5

પ્રકરણ- પાંચમું ૫ક્ષણમાં તો સપના સમસમી ગઈ. સપનાને એમ થયું કે, મજાક કરતાં કરતાં પાછળથી કોઈએ રીતસર જોરથી ધક્કો તેને હજારો ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધી. ક્ષણ માટે સપના ધબકારો ચુકી ગઈ. રક્ત થીજી ગયું. સોફા પરથી ઊભાં થવાની સ્હેજે હિંમત નહતી છતાં, મન સાથે મનોબળ મજબૂત કરીને દોટ મૂકી તેના રૂમ તરફ અને ત્યાંથી પર્સ લઈ, ફાટફાટ દોડી ફ્લેટની બહાર નીકળી એન્ટર થઇ લીફ્ટમાં, નીચે આવીને પહોંચી છેક સોસાયટીના મેઈન ગેઇટ પાસે. છાતી ધમણની માફક ધણધણતી હતી, ગળું અને હોઠ સુકાઈ ગયા હતાં.બાજુના સ્ટોરમાંથી એક વોટર બોટલ લઇ. ઓટોમાં બેસી રવાના થઇ સમીર પંચાલને મળવા તેના ક્લાસીસ તરફ. ...Read More

6

સજન સે જૂઠ મત બોલો - 6

પ્રકરણ- છઠું ૬નિષ્ઠુર, નિર્દય અને લાગણીહીન વ્યક્તિને પણ અરેરાટી ઉપજાવી દે તેવા, ચરિત્રહીન ગજેન્દ્ર દ્વારા આચરવામાં આવેલાં અમાનુષી અત્યાચારનું, પણ બદ્દતર નગ્ન સત્યની સાબિતી આપતું ચિત્ર નજર સમક્ષ આવતાં સપનાના રૂંવાડા ઊંભા થઇ ગયાં, હ્રદય દ્રવી ઉઠ્યું અને કાળજું ચિરાઈ જેવી તેવી ઇન્દુની મૂંગી પીડાનો અંદાજ આવતાં સપના તેનું રુદન ન રોકી શકી.‘આઆ..આ બધું ક્યારથી ચાલ્યું આવે છે, ઇન્દુ ? સ્વસ્થ થઈ સપનાએ પૂછ્યું.‘લગ્નના સાતમાં દીવસથી જ. એક રાત્રે ગજેન્દ્ર દારૂના નશામાં એક અર્ધ-નગ્ન જેવા કપડાં પહેરેલી યુવતીને ઘરે લઈને આવ્યો. બિન્દાસ અને બેખોફ બની તેણે મારી ઓળખાળ તે યુવતી સાથે કરાવતાં કહ્યું,..‘આઆ..આ છે મારી જાન, રેશમા, મારી અનઓફિશીયલ વાઈફ. ...Read More

7

સજન સે જૂઠ મત બોલો - 7

પ્રકરણ- સાતમું-૭‘જય હો ગંગામૈયા કી.’ બિલ્લુ બોલ્યો.. ‘જય હો.’ સમીર બોલ્યો‘સમીર બાબૂ, કયસન ચલ રહા હૈ ? સબ ઠીક હૈ ના ? બિલ્લુ બોલ્યો..‘સબ કુશલ મંગલ ઔર બઢિયા હૈ ભાઈસાબ. વો આપસે બાત કી થી સુબહ મેં, વો એક લડકી કે બારે મેં, ઉનકો લેકે આયા હૂં, ફ્લેટ પે.’ ‘ઠીક સે સબ સમજા દીજીયો છોરી કો, બાદ મેં કોઈ બવાલ ખડા ન કરે. મેં અભી બમ્બઈ મેં હૂં, કલ આ જાઉંગા. તુજે યહાં સે કુછ ચાહિયે તો બોલ.’ બિલ્લુ બોલ્યો. ‘જી, બસ ભાઈસાબ આપકી દુઆ, ઔર કુછ નહીં.’‘અચ્છા ઠીક હે. ફોર રખ્ખુ છું, રામ-રામ.’સમીરે ફોન મૂકતાં તરત જ સપનાએ પૂછ્યું.‘મારા વિશે કશું પૂછ્યું ...Read More

8

સજન સે જૂઠ મત બોલો - 8

પ્રકરણ- આઠમુ ૮ તેની આગવી ઓળખ જેવી પરંપરાગત વેશભૂષા અને અદાથી જે રીતે બિલ્લુએ સહજ રીતે ફ્લેટમાં એન્ટ્રી મારી, જોઇને રાત્રીના બાર વાગ્યે ફ્લેટમાં એકલી રહેલી સપના એકાદ-બે ક્ષણો માટે તો ધબકારો ચુકી ગઈ. નજદીકમાં અચાનક જ કોઈ ધમાકાનો ધ્વનિ સંભળાય એ પછી જેમ કોઈ પારેવું અજાણ્યાં ભયથી ફફડતું હોય એવી સપનાની સ્થિતિ જોઇને બિલ્લુ મનોમન હસતો હતો. ‘બિલ્લુ બનારસી’ નામ સાંભળતા સ્હેજ હાશકારો સાથે સવ્સ્થતા અનુભવતાં સપના બોલી..‘જી, કહો, શું કામ છે ? ‘એક મિનીટ.’ એમ કહી મોબાઈલ હાથમાં લઇ બિલ્લુએ કોલ લગાડ્યો...સામે છેડેથી અવાજ આવ્યો. ‘હુકમ ભાઈસાબ.’‘અરે..મહાવીર નગર વાલે ફ્લેટ પે આયા હૂં. ઔર યે જો નઈ લડકી રહેને ...Read More

9

સજન સે જૂઠ મત બોલો - 9

પ્રકરણ-નવમું ૯બીજા દિવસની સવાર.. રવિવાર હતો એટલે સમયમર્યાદાની કોઈ પાબંદી નહતી. બેડની સામે આવેલી બારીમાંથી આવતાં ઉજાસ પરથી સમયનું લગાવતાં સપનાએ માંડ માંડ ઉઘડતી આંખે તકિયા પાસે પડેલા મોબાઈલ પર નજર કરી તો અંદાજ સાચો પડ્યો.. ઠીક દસ વાગ્યાં હતાં. આટલી ઘોર નિદ્રાની મજા માણ્યાં પછી પણ હજુએ બિલ્લુનું પ્રતિભાશાળી પ્રતિબિંબ સપનાની નજર સામેથી ખસતું નહતું. સળંગ બે કલાકના ગહન અને સળંગ સાત્વિક સત્સંગ પછી પણ સપનાને બિલ્લુ કોઈ કાલ્પનિક પાત્ર છે, એવો ભાસ થતો હતો. વજનદાર વ્યક્તિત્વ સાથેના તેના વજનદાર અર્થસભર સંવાદો હજુએ સપનાના કાનમાં ગુંજતા હતાં. એ પછી એક ઝાટકે ...Read More

10

સજન સે જૂઠ મત બોલો - 10

પ્રકરણ-દસમું ૧૦ટકલો ઇકબાલ, તેની ચળકતી ઝગારામાં મારતી ટાલ પર હાથ ફેરવતાં બોલ્યો..‘બિલ્લુભૈયા બોલે કી સપના નામ કી છોરી આવે થારે કો મિલને કે વાસ્તે. પર તેરી સુરીલી આવાઝ મેં બાત સૂણને કે બાદ લાગે હૈ કી મુજે તુમસે મિલને કી જરૂરત હૈ.’ મનોમન સપના બોલી.. વગર મરચાના આગની ધુમાડી થઇ... એટલે લાગ જોઇને બોલી..‘મિલના તો હૈ પર... મેં સોચ કર આપ કો કોલ કરુંગી.’‘અગર મિલના હૈ તો, ઇસ મેં સોચના ક્યા ?’ ઇકબાલ બોલ્યો..એટલે ઇકબાલને આંટીમાં લેતાં સપના બોલી.. ‘હાચું કવ મને હિન્દીમેં વાત કરને મેં ફાફા પડતાં હૈ. ફેફડા મેં મુંજારા હોતા હૈ, બવ જાજા નઈ ફાવતાં, તો ...Read More

11

સજન સે જૂઠ મત બોલો - 11

પ્રકરણ- અગિયારમું/૧૧સાઉથ ઇન્ડિયન જેવી ગોઠણથી સ્હેજ નીચી વ્હાઈટ લૂંગી પર ઘેરા લીલા કલરનો ફૂલ સ્લીવ રેશમી ઝબ્ભો, પાણીનું ટીંપુ જ લસરી પડે એવી કાચ જેવી લીસ્સી ઝગારા મારતી ટાલ, અને ઘાતકી હુમલામાં નીકળી ગયેલા ડોળાની જગ્યાએ ફીટ કરેલી આર્ટીફીશીયલ કાચની બિલાડા જેવી આંખ, વાન એવો કાળો કે અંધારામાં દાંત સિવાય કશું જ ન દેખાય. ગળામાં ભપ્પી લહેરી તેની સામે ગરીબ લાગે એટલું ઠઠાડેલુ સોનું. પહેલી નજરે જોતાં એવું લાગે કે, કોઈ આફ્રિકન મેલ એ અને સાઉથ ઇન્ડિયન ફીમેલ પર મસ્તીમાં કરેલી જબરી બળજબરીનો આઠમાં અજૂબા જેવો આવિષ્કાર છે.બિલ્લુભૈયાના કોલ પરથી ઇકબાલના થોબડા પર બદલાયેલાં તેવર જોઇને સપના થોડી એ ...Read More

12

સજન સે જૂઠ મત બોલો - 12

પ્રકરણ- બારમું ૧૨જેમ કોઈ શરણાઈ વગાડતી વ્યક્તિની સામે ઊભા રહી, ઉંહકારા કરીને ખાટ્ટા આસ્વાદનો આલ્હાદક રસાસ્વાદ માણતાં આંબલી ચૂસો જે હાલત શરણાઈ વગાડતી વ્યક્તિની થાય એવી હાલત અત્યારે રતિઆંધળા થયેલાં ઇકબાલની હતી.ક્યારનો સપનાની મખમલી ત્વચાનો સ્પર્શ માણવા આતુર ઈકબાલ તેની તરફ હાથ લંબાવતા, સપનાએ હાથ મિલાવ્યા વગર જ પુછ્યું..‘કીસ ખુશી મેં ?’ ‘મેં આપ કે સાથ કામ કરને કે લિયે રાઝી હૂં. આપકી શરતો કે મુતાબિક.’ ‘પર કાઝી કી નારાઝગી કા ક્યા કરોગેં ? ફરી ઊંધા કાન પકડાવતાં સપનાએ પૂછ્યું..એટલે.. સાપ સીડી રમતાં માંડ નવ્વાણું પગથિયે પહોંચેલો ઇકબાલ સપનાના ફેણ જેવા વેણ સાંભળી ઇકબાલનો ગતિમાં આવેલો મનોરથનો ફસડાઈ પડ્યો.‘અચ્છા ઇકબાલ શેઠ, ઇસ ...Read More

13

સજન સે જૂઠ મત બોલો - 13

પ્રકરણ-તેરમું ૧૩‘છોરી, થારી પ્યાર કી બાતેં ખતમ હો ગઈ હો તો કામ કી બાતેં કરે ?દમદાર અવાજના ધણી બિલ્લુની પરથી સપના સમજી ગઈ કે, તે બિલ્લુની નજરમાં છે... એટલે આશ્ચર્ય સાથે પૂછ્યું.. ‘તમે ક્યાં છો..?‘પીછે દેખ, કાલે રંગ કી મર્સિડીઝ દીખ રહી હૈ ? બિલ્લુ બોલ્યો..તરત જ પાછું ફરીને જોતાં સપના બોલી..‘હાં... હાં..’‘ચલ જલ્દી આજા.’ બિલ્લુ બોલ્યો..‘આઈ.. એક મિનીટ મેં.’‘થેંક યુ સો મચ બબ્બન, ફરી મળીશું.. છેલ્લે એક વાત કહું, મને શબનમથી જલન થાય છે. કાશ તેરે જૈસા બબ્બન મુજે ભી મિલ જાયે.’ ‘ઈમ્પોસીબલ..’ બબ્બન બોલ્યો .. ‘મારા પપ્પા એ એક જ વાર દિલ દઈને પરસેવો પડ્યો’તો. નહીં તો ...Read More

14

સજન સે જૂઠ મત બોલો - 14

પ્રકરણ- ચૌદમું/૧૪સાહિલ રવજી કોટડીયા. પચ્ચીસેક વર્ષની નાની ઉંમરમાં ડાયમંડ માર્કેટમાં એક અચ્છા હીરા પારખું તરીકે નાણાં સાથે સાથે સાહિલ એવું નામ કમાયો હતો. શોખ નહીં પણ તેને લીટરલી ગાંડપણ હતું ફિલ્મી દુનિયાનું. અને ખાસ કરીને શાહરૂખનું. શાહરૂખ તો જાણે કે તેનો આરાધ્ય દેવ હોય એમ હદ બહારનું શાહરૂખની લાઈફ સ્ટાઈલનું ફિલ્મી ફીતુર સાહિલના દિમાગ પર હંમેશા સવાર રહેતું. સાહિલ ખુદને રોમાન્સનો બાદશાહ સમજતો પણ, તેની ફલર્ટ કરવાની કળામાં કયાંય છીંછરાપણું નહતું. ફેશનથી લઇને વાતચીત કરવાની અદામાં ઉડીને આંખે વળગે તેવી તેની અલાયદી પસંદગીનું એક નોધપાત્ર સ્તર જાળવી રાખ્યું હતું.પહેલી નજરે વાંચતા હ્રદયસ્પર્શી લાગ્યો છતાં, સરિતા શ્રોફના મેસેજ બીજી જ પળે ...Read More

15

સજન સે જૂઠ મત બોલો - 15

પ્રકરણ-પંદરમું/૧૫ સમીરના ગુઢાર્થ જેવા સંવાદોને વાગોળે એ પહેલાં સાહિલનો અનપેક્ષિત અને આકસ્મિક આવેલો નહેલે પે દહેલા જેવો મેસેજ વાંચીને મતિ મનોમંથનના માર્ગે ચડી ગઈ. એક...બે.. ત્રણ.. કંઇક કેટલીયે વાર સાહિલનો મેસેજ સપના વાંચતી રહી. બે વાત સપનાના શાંત દિમાગને દસ્તક દેતી રહી, એક તો અચાનક આવેલો સાહિલનો મેસેજ અને ખાસ તો મેસેજના મર્મની ગહેરાઈ. આટલી વાત પરથી સપનાના શાતિર દિમાગે એટલો અંદાજ લાગવ્યો કે, સાહિલ માત્ર ઈન્ટેલીજન્ટ નથી પણ કાફી ઈન્ટેલીજન્ટ છે. એક લીટીના સંદેશમાં તેણે ઘણું બધું કહી પણ દીધું અને પૂછી પણ લીધું. બે મિનીટ આંખો બંધ કરીને સપનાએ એવું વિચાર્યું કે, જો હવે હું તેના મેસેજનો એક ઘા ને ...Read More

16

સજન સે જૂઠ મત બોલો - 16

પ્રકરણ સોળમું/ ૧૬‘સરિતાના તળનો અંદાજ આવતાં શાયદ હવે સાહિલને જ ડૂબી જવાનો ડર લાગે છે. સરિતાના સાક્ષાત્કારની ગહન પ્રતિક્ષામાં,સાહિલ.’બીજી પળે સાહિલ તરફથી આવેલો અનપેક્ષિત પ્રત્યુતર જોતાં વ્હેત જ.. બન્ને હાથની મુઠ્ઠી વાળી બન્ને હાથને નીચેની તરફ ખેંચી ધીમી ચીચ્યારી સાથે સપના બોલી.. ‘યસ.. લગા.. લગા..લગા... તીર ઠીક નિશાને પે લગા... અબ તું નહીં તેરા પૂરા ખાનદાન ડૂબેગા સાહિલ. દેખ અબ ઇસ અંદર સે તૂફાની ઉપર સે શાંત દિખને વાલી સરિતા કા કમાલ.’ અડધી રાત્રે આંધળા અંદાજના આધારે મારેલું રામબાણ ઠીક લક્ષ્યની લગોલગ લાગતાં હવે સપના મહદ્દઅંશે નિશ્ચિંત હતી. આ સાથે સપનાએ મનોમન બીજા એક દ્રઢ નિર્ણયની ગાંઠ વાળી લીધી કે, ...Read More

17

સજન સે જૂઠ મત બોલો - 17

પ્રકરણ સત્તરમું/૧૭હજુ સાહિલ ‘હેલ્લો..’ કહી સંવાદને સળંગ રાખવાનો પ્રયાસ કરે ત્યાં... સુધીમાં તો સપના આઉટ ઓફ કવરેજ જતી રહી... ... હેલ્લો...... હેલ્લો...’પળભરમાં સમીર સમી સપના સાહિલને સ્પર્શીને એવી ઓઝલ થઇ જાણે કે, અંધકારમાં ઓગળી ગઈ.પસંદીદા પેયનો પ્યાલો હોંઠ સુધી ઢોળાઈ ગયો હોય, એવાં અફસોસની અનુભૂતિ સાથે કારનું ડોર ઉઘાડી સીટ પર બેસી થોડીવાર આંખો મીચીને બેસી રહ્યાં પછી... સાહિલ ગહન ચિંતનમાં સરતાં, સરિતાના પ્રથમ મેસેજથી લઈને આ ઘડી સુધીના ઘટનાચક્રના સેતુની એક એક કડીને જોડતા...ખૂટતી અને ખૂંચતી કડીનો તાગ મળ્યાં પછી મુક્ત મને હસવાં લાગ્યો... જે રીતે અચાનક અકલ્પ્ય અને અનોખા અંદાજમાં સપના આંખના પલકારમાં સાવ સમીપથી સાહિલ સાથે ...Read More

18

સજન સે જૂઠ મત બોલો - 18

પ્રકરણ-અઢારમું/૧૮ હજુ સાહિલ સપનાના અકારણ હાસ્યનું કારણ સમજે એ પહેલાં મોં પર તેની હથેળી મૂકી માંડ માંડ હાસ્ય પછી સપનાએ પૂછ્યું..‘જાણી શકું સરિતાને કોણ મળવા આવ્યું છે ?’સપનાએ તેના અલગ અંદાજમાં હટકે સવાલ કર્યો. એટલે સવાલનું સ્તર સાહિલની સમજણના બાઉન્ડ્રીની બહાર જતાં આશ્ચર્યભાવ સાથે સાહિલે પૂછ્યું..‘હું સમજ્યો નહીં...કોણ મતલબ ?’ફરી સ્હેજ હસતાં સપના બોલી.. ‘મારા સ્મિતનું સબબ આ સવાલ જ હતો. આઈ મીન, કોણ મતલબ સાહિલ કે શાહરૂખ ?‘ઓહ્હ... તમને શું લાગે છે ? સાહિલે વળતો સવાલ કર્યો. ડાહપણથી શાણપણ સાથે સાહિલે પૂછ્યું ‘તમે ચતુરાઈથી સવાલ સ્કીપ કરી ગયા તેનો મતલબ તમારી પાસે પરફેક્ટ પ્રત્યુતર નથી. અને મને લાગી નથી રહ્યું પણ, હું ...Read More

19

સજન સે જૂઠ મત બોલો - 19

પ્રકરણ- ઓગણીસમું/૧૯‘પણ સાહિલ, એ સરિતા શ્રોફને મારી અસલી ઓળખ તો નથી આપીને ? સૂર્યદેવે પૂછ્યું.‘ના.. ફક્ત ‘સૂર્યદેવ’ નામ સિવાય ઉલ્લેખ નથી કર્યો...‘અરે યાર મારું અસલી નામ અને કામ કયારેય કોઈને પણ નહીં જણાવવાનું. હીરા બજારના કંઇક ખર્વોપતિ ડાયમંડ કિંગ્સની તુલનામાં, સાહિલની ઓળખ એક સામાન્ય વેપારી તરીકે હતી અને સૂર્યદેવ શહેરની ક્રાઈમ બ્રાંચના ગુપ્તચર ખાતાનો બાહોશ અધિકારી છતાં બંનેની દિલોજાન દોસ્તીની દાસ્તાન દિલધડક હતી.આજથી ઠીક એક વર્ષ પહેલાં એક ગાઢ અંધારી રાત્રે ઘટી ગયેલી એ ઘાતકી ગોઝારી ઘટનાના ઘાત અને ઘાવના મંજરનું એક એક દ્રશ્ય આજે પણ સૂર્યદેવની આંખો સમક્ષ તરી આવતું હતું. સૂર્યદેવે જોબ જોઈન કરી તેના પંદર દિવસ પછીની આ ...Read More

20

સજન સે જૂઠ મત બોલો - 20

પ્રકરણ-વીસમું/૨૦ અંતે સૂર્યદેવનું દિલ રાજી રાખવાં સાહિલ બોલ્યો..‘બસ હવે ખુબ ટૂંકા સમયગાળામાં મારા પ્રત્યેની માત્ર તારી નહીં પણ, સૌની બદલી જશે, યાદ રાખજે..’‘અરે વાહ ક્યા બાત હૈ...હમારા સુલેમાન સુધર ગયા ? તો તો કંઇક સિમરનના બ્રેકઅપના સદમાથી શહેરના હાર્ટ સ્પેશિયલિસ્ટ અને સાયક્યાટ્રીસ્ટ માલામાલ થઇ જશે યાર..’ હસતાં હસતાં સૂર્યદેવ તેના પેન્ટના પોકેટમાંથી એક લેટર કાઢી સાહિલ તરફ ધરતા બોલ્યો.. ‘આ લેટરમાં જ્યાં માર્ક કર્યું છે ત્યાં ચુપચાપ સિગ્નેચર કરી દે.’એટલે આશ્ચર્ય સાથે લેટર ઉઠાવતાં લેટરની ફ્રન્ટ લાઈન વાંચતાં સાહિલની આંખો પહોળી થઇ ગઈ.... અતિઆશ્ચર્ય સાથે સાહિલે પૂછ્યું ‘આ શું છે સૂર્યદેવ... અને શા માટે..અને આવો વિચાર તને ક્યાંથી આવ્યો ? ચેર પરથી ઊભાં ...Read More

21

સજન સે જૂઠ મત બોલો - 21

પ્રકરણ એકવીસમું/૨૧એ પછી સૂર્યદેવે સાહિલના સગડ અને સલામતી માટે કોલ જોડ્યો તેના ખાસ જીગરી અને ખબરી દોસ્ત દીલાવરખાનને...અને આ સપનાના લાપતાની ખબર સાથે ભગીરથના તૂટલાં કરોડોના સપનાને સાંધવાની અને સપનાના સગડ શોધવાની મથામણના અંતે કંટાળેલાં ભગીરથે કોલ લાગવ્યો, એક ઘા ને બે કટકા કરે એવાં હુકમના પાના જેવા બિલ્લુભૈયાને..‘હુકમ કરો સાહેબજી’ સૂર્યદેવનો કોલ રીસીવ કરતાં તેની પડછંદ કાયાને અનુરૂપ દમદાર અને પહાડી અવાજમાં દિલાવર ખાન બોલ્યો..‘કહાં હો દિલાવર ? ’ સૂર્યદેવ‘જી.. વો ઇકબાલ મિર્ચી કે એરિયા મેં હૂં.’‘અચ્છા એક બાત સૂન...’ એ પછી ટૂંકમાં સૂર્યદેવે સાહિલની ગતિવિધિ પર નજર રાખવાની સૂચના આપી અને વાત પૂરી કરી.દિલાવર ખાન..નામને સાર્થક કરે એવાં શખ્શિયતનો ...Read More

22

સજન સે જૂઠ મત બોલો - 22

પ્રકરણ બાવીસમું/૨૨‘બાંધ બાંધ્યા પહેલાં સરિતા ખુદ બંધનમાં બંધાવા આટલી આતુર થઇ જશે એ અંદાજ નહતો..’સાહિલની નાદાની પર મનોમન હસતાં બોલી..‘હા... પણ મેં કહ્યું હતું કે, મને બાંધવી એ ખર્ચાળ અને જોખમી છે, અને મારો રુઆબદાર રૂતબો રૂપિયાને આભારી છે. શું તું એ કિંમતનો અંદાજ આંકી શકે છે ?‘એક જ નજરમાં કાચના ટુકડાની કિંમત આંકી શકું છું... તો શું હું મારા ધબકારાની કિંમત ન આંકી શકું ? બોલ શું કિંમત છે...સંશય વગરના સ્નેહસરિતાની ? ‘વધુ નહીં...ફક્ત એક કરોડ રૂપિયા.’ એ સાંભળીને સાહિલ ખડખડાટ હસવાં લાગ્યો.. પછી બોલ્યો..‘ઇતની મહેંગી મહોબ્બત કે સાથ ઇતના સસ્તા મજાક.. કમ ઓન સરિતા.. બી સીરીયસ.’ એટલે ગંભીરતાના સ્વરમાં સરિતા ...Read More

23

સજન સે જૂઠ મત બોલો - 23

પ્રકરણ ત્રેવીસમું/૨૩વહેલી સવારે મીડિયા જગતના માધ્યમથી એક બ્રેકીંગ ન્યુઝ વાયુ વેગે પ્રસરતાં શહેરના અંધારી આલમમાં એક અણધાર્યા છુપા ભયના સંકેત ફેલાઈ ગયો..‘ગત રાત્રિએ હાઇવે પર સાહિલ રવજી કોટડીયા નામના ડાયમંડ માર્કેટના વેપારીની કપાળ પર ગોળી ધરબીને કરાયેલી નિર્મમ હત્યા.’ સપનાએ જયારે કોઈપણ આનાકાની વગર કોલ પર મળવાની લીલીઝંડી આપી ત્યારે સાહિલના હૈયે ધરપત થઇ, એ પછી અનન્ય ઉન્માદના ઉમળકા સાથે બે ઘડી આંખો મીચી, આજે ઈશ્ક્દેવ સાહિલ ઇષ્ટદેવ કરતાં વધુ સરિતાના ભરોસે કિસ્મત કનેક્શનને જોડતી મંઝીલ તરફ પ્રયાણ કરવાં માટે કાર સ્ટાર્ટ કરતાં મ્યુઝીક સીસ્ટમ પર તેનું પસંદીદા સોંગ પ્લે કર્યું..‘સાંસો મેં બઢી બેકરારી આંખો મેં કઈ રત જગે કભી ...Read More

24

સજન સે જૂઠ મત બોલો - 24

પ્રકરણ ચોવીસમું/૨૪‘મર ગયાં સાહિલ.... મર ગયાં સાહિલ..... મર ગયાં સાહિલ....’ જેમ તીક્ષ્ણ ધારદાર હથિયાર હૈયાં સોંસરવું આરપાર વીંધાઈ જાય જે ગળું ચીરતી ચીસ નીકળે એવાં.... ચિત્કાર સાથે બાજુમાં પડેલા કાચના જગને સામેની દીવાલ પર ટીંગાડાડેલા ફૂલ લેન્થ અરીસા પર બળપૂર્વક ઘા કરતાં સપનાએ ચીસ પાડી...‘સાહિલલલલલલલલલલલલલલલલલલલલલ’સપનાની કલ્પાંત જેવી ચીખમાં તૂટલાં દર્પણની સેંકડો કરચો ચુભ્યાનું દર્દ હતું. માત્ર ગણતરીના કલાકો પહેલાં સો ટચના સોના જેવું સ્મિત લઈ, આંખોમાં ભવિષ્ય ઉજાગર કરવાના શમણાંનું આંજણ આંજીને આવેલો સાહિલ આ દુનિયામાં હયાત નથી, એ વજ્રઘાત જેવી વાતની પારાવાર પીડાથી પીડાતી સપનાના અનપેક્ષિત પ્રહાર જેવા પ્રત્યાઘાતે બે પળ માટે અત્યંત ક્રોધિત બિલ્લુને પણ વિચલિત કરી દીધો.ક્રોધાવેશમાં હોવાં ...Read More

25

સજન સે જૂઠ મત બોલો - 25

પ્રકરણ- પચ્ચીસમું/૨૫‘સર.. સાહિલ મર્ડર કેસ મેં ગિરફ્તારી કે લિયે આપકો દિલ્હી સરકાર સે પરમીશન લેની હોગી.’‘પર ક્યું, કીસ કે ? અધિકારીએ પૂછ્યું‘ક્યું કી સર, સાહિલ કો ફાંસને કે લિયે સરિતા શ્રોફ નામ કા કાટા ડાલા ગયા થા. પર ઉસકી ડોર જીસકે કે હાથમ મેં હૈ, વો બડે બડે મગરમચ્છ હૈ.. નામ હૈ.... ઈકબાલ મિર્ચી ઔર બિલ્લુ બનારસી. બીજી જ પળે આશ્ચયભાવ સાથે અધિકારીના ભવાં ઊંચાં ચડી જતાં પૂછ્યું‘સૂર્યદેવ આર યુ સ્યોર ? યુ હેવ એની સોલીડ એવીડન્સ ? ‘યસ સર, નોટ હન્ડ્રેડ પર્સન્ટ. બટ આઈ એમ સ્યોર એક હફ્તે મેં યે દોનો મેરી ગિરફત મેં હોંગે. પર ઉસ કે લિયે ...Read More

26

સજન સે જૂઠ મત બોલો - 26

પ્રકરણ છવીસમું/૨૬‘દિવસ રાત તમે જેના માટે આકાશ પાતાળ એક કરી રહ્યાં છો એ, સપનાનું સરનામું મારી પાસે છે...પણ મારી આકરી શર્ત છે.. ..અને શબ્દશ મારી શર્ત મંજૂર હોય તો આપણે સંવાદ સત્સંગ સળંગ રાખીએ.’ સૂર્યદેવ અને દિલાવર બન્નેના શાતિર દિમાગમાં બિછાવેલી શતરંજના ચાલની બિસાતને ઉખાડીને ફેંકી દેવા માટે અજાણ્યાં વ્યક્તિનો કોલ કાફી હતો. છતાં સ્હેજ પણ વિચલિત થયાં વગર બાહોશ અને નીડર સૂર્યદેવ પૂછ્યું..‘તમે માત્ર મારા નામથી જ વાકેફ છો કે કામથી પણ ? ‘ના.. માત્ર કામથી નહીં પણ તમારી કર્તવ્યનિષ્ઠ ન્યાયિક કાર્યપ્રણાલીથી પરિચિત છું, એટલે જ પરિણામની પરવા કર્યા વગર ભડકે બળતી હોળીનું નારિયળ બનવા જીવ હથેળીમાં લઈ, કિસ્સાનો ...Read More

27

સજન સે જૂઠ મત બોલો - 27

પ્રકરણ- સત્યાવીસમું/૨૭ ‘એએએએએએએએએ....ય ને પરવીન બોલતો છું, પરવીન પાલખીવાલા.’ ‘જી, આ નંબર દામોદર કાપડિયાનો આપ ’ સપના આગળ બોલે ત્યાં સામે છેડેથી અવાજ આવ્યો.. ‘એ કામ ચોટો અજુ લગન સુટો પયરો છે પઠારીમા. ઉઠહે ટવાર કઈ દેવા. શું નામ ટારુ પોયરી ? પ્રવીણ પાલખીવાલા બોલ્યો ‘જી, સપના.’ ખડખડાટ હસતાં પ્રવીણ બોલ્યો..‘એ ઘેલસફો પટ્રકાર પઠારીમાં ઉંઢો પરીને સપનામાં ડૂબકી માયરા કરે, અને સપના તેના ફોનમાં બોલતી છે, લે બોલ. હવે હું ટારી જોડે હું કરવાનો હુટો ? પ્રવીણની અરબી જેવી અવળી અને ઊંધી ભાષા સાંભળ્યા છતાં તંગદીલીની પરિસ્થતિમાં સપનાને હસવું નહતું આવતું. ફરી સપનાએ પૂછ્યું..‘જી, તેમને મળવા માટેનું ...Read More

28

સજન સે જૂઠ મત બોલો - 28

પ્રકરણ અત્ઠાવીસમું/૨૮કવર અને પેન ડ્રાઈવને આગળ પાછળ ફેરવીને જોયા છતાં કોઈ છુપી સંજ્ઞા કે સંકેતનો અણસાર ન મળતાં સૂર્યદેવને છુપા શત્રુ કે શુભચિંતક તરફથી અણધાર્યા બનાવના આહટના ભણકારાનો અંદેશો આવવા લાગ્યો. કવરને જીન્સના બેક પોકેટમાં સરકાવ્યા પછી.. ફટાફટ માળી પાસેથી પૂજાસામગ્રી લઈ, શ્રધ્ધાપૂર્વક અંજલિપુત્ર સામે નમન કરી, પુષ્પો ધર્યા, બે મિનીટ આંખો મીચીને આરાધના કર્યા બાદ, પરિસરની બહાર આવ્યાં પછી પૂછપરછ કરી, પણ કોઈ સંતોષકારક ઠોસ ઉત્તર ન મળ્યો. બાઈક પર સવાર થઇ, બાઈક દોડાવી ઘર તરફ...ઉતાવળે બંગલામાં દાખલ થઇ, ઓફીસ વર્ક માટે બેડરૂમને અડીને બનાવેલી નાની એવી ચેમ્બરમાં એન્ટર થઇ, ત્વરિત કોમ્પ્યુટર સીસ્ટમ સાથે પેન ડ્રાઈવ એટેચ કરી..પેન ડ્રાઈવમાં એક ...Read More

29

સજન સે જૂઠ મત બોલો - 29

પ્રકરણ ઓગણત્રીસમું/૨૯‘કલમ સાથેનો તમારો રિશ્તો ખત્મ કરવા નથી આવી પણ, કલમ પર તમારી પકડ વધુ સજ્જડ અને મક્કમ કરવા આવી છું. હવે બોલો શું કરી શકો છો તમે ? સાક્ષાત સપના ચૌધરી તમારી સમક્ષ ઊભી છે.’ત્યાં જ અચાનક અજાણતામાં તેની મસ્તમૌલાની મસ્તીમાં મહાલાતો બેઠકરૂમમાં દાખલ થઈ ગીત ગણગણતાં પ્રવિણ બોલ્યો.. ‘અરે ડીવાનો,, મુજે પેચનો...મેં હું કોન....? અરે.. મેં હું દોન... દોન દોન દોન.’ગંભીર ચર્ચાના અંતે સપનાના ઘટસ્ફોટ જેવાં નિવેદનના અંતિમ વાક્ય સાથે દામોદરના ચહેરા પર અંકિત પર્માંશ્ચર્યની રૂપરેખા નિહાળતા, બે પળ માટે પ્રવિણ પણ દંગ રહી ગયો.અચાનક પ્રવિણની એન્ટ્રી પડતાં સપના પણ સ્હેજ ઝંખવાઈ. આકસ્મિક અચરજના અતિરેકની સીમા ઓળંગીને દામોદર ...Read More

30

સજન સે જૂઠ મત બોલો - 30

પ્રકરણ-ત્રીસમું/૩૦‘હ્મ્મ્મમ..આઈ થીંક મને એવું લાગે છે કે, મેં આપને પહેલાં પણ કયાંય જોયેલા છે..’શ્રીધરના અસાધારણ પ્રભાવથી પ્રભાવિત થઇ સ્હેજ અને શરમાતાં સપના બોલી..‘શાયદ, મને પણ એવો ભાસ થાય છે.’પાંચ ફૂટ સાત ઈંચની હાઈટ ધરાવતો શ્રીધર આશ્ચર્ય સાથે ચેર પરથી ઊભા થઇ સપનાની નજદીક આવી શેકહેન્ડ માટે હાથ લંબાવતા બોલ્યો ‘આવો... વેક્લમ.. આપનો પરિચય ?આંખોમાં અનેરી તાજગીની ચમક સાથે શ્રીધરની આંખોમાં જોઇને હાથ મિલાવતા જાણે કે, અનન્ય ઉમંગ ,ઉત્સાહ અને ઉષ્માના ત્રિવેણી સંગમની સાક્ષીની સંવેદના સાથે સપના બોલી.. ‘જી. માય સેલ્ફ સુનંદા, સુનંદા શાસ્ત્રી.’ ‘આવો બેસો.’ બાજુમાં પડેલી રીવોલ્વીંગ ચેર તરફ હાથ લંબાવતા શ્રીધર બોલ્યો.‘થેન્ક્સ.’ કહી ચેર પર બેસી, વોલ પર ચીપકાવેલા ...Read More