પ્રેત સાથેનો પ્રેમ

(14)
  • 10.9k
  • 2
  • 3.3k

આ એક કાલ્પનિક કથા છે.આ વાર્તાનો ઉદ્દેશ કોઈ પણ અંધશ્રદ્ધાને માન આપતી નથી.... હું આજે જ લાંબો સફર પૂરો કરી ને મારા ગામ પાછી ફરી હતી.હું મારા ગામડે જાજુ રહી નથી પણ જાણે આ ગામ સાથે મને કાંઈક અલગ જ લગાવ છે.હું આઠ વર્ષ ની હતી ત્યારે મારા મમ્મી પપ્પા એ આ ગામ મૂક્યું, પછી હું મારા ગામ ક્યારેય પાછી નથી ફરી અને આજે એકવીસ વર્ષે પછી પપ્પાનું અવસાન થયા પછી હું ફરી એક વાર મારા ગામ પાછી ફરી છુ. હું મારા માં.બાપ ની એકજ સંતાન છું .અને પપ્પા ના ગયા પછી આખા કારોબાર નો ભાર મારા પર આવી ગયો આમ આખો દિવસ કામ માં વયો જાય અને જ્યારે હું એકલી હોવ ત્યારે વિચારો માં વયો જાય.

Full Novel

1

પ્રેત સાથેનો પ્રેમ - ભાગ 1

આ એક કાલ્પનિક કથા છે.આ વાર્તાનો ઉદ્દેશ કોઈ પણ અંધશ્રદ્ધાને માન આપતી નથી.... હું આજે જ લાંબો સફર પૂરો કરી ને મારા ગામ પાછી ફરી હતી.હું મારા ગામડે જાજુ રહી નથી પણ જાણે આ ગામ સાથે મને કાંઈક અલગ જ લગાવ છે.હું આઠ વર્ષ ની હતી ત્યારે મારા મમ્મી પપ્પા એ આ ગામ મૂક્યું, પછી હું મારા ગામ ક્યારેય પાછી નથી ફરી અને આજે એકવીસ વર્ષે પછી પપ્પાનું અવસાન થયા પછી હું ફરી એક વાર મારા ગામ પાછી ફરી છુ. ...Read More

2

પ્રેત સાથેનો પ્રેમ - ભાગ 2

સવાર ના સૂર્ય ની પેહલી કિરણ મારા માથા પર પડતા જ જાણે કેટલા સવાલો સાથે લઈ ને આવી એવું લાગતું હતું .હું સમજી નોતી શકતી કે રાત્રે જે હવેલી માં થયું એ શું હતું ખાલી એક સપનું હતું કે જે સવાર પડતા જ પૂરું થઇ ગયું, અને જે સ્પર્શ નો મને અનુભવ થયો હતો તો પછી એ શું હતું? હવેલી માં તો હું ગઈ હતી અને જે થયું એ ભ્રમ તો ન જ હતો.ઘણા સવાલ મન માં હતા પણ જવાબ કોઈ નહીં અને જો જવાબ હતો તો એ કે ગામ ના લોકો જે કે છે એ સાચું હશે, ત્યાં ...Read More

3

પ્રેત સાથેનો પ્રેમ - ભાગ 3

આખી રાત આમ ને આમ વિચારો માં ગઈ.સવાર તો પડી પણ હજી બધા આંચકામાં હતા.મને કઇ જ સમજાતું નહોતું.હું પાસે ગઈ અને મેં ધીમા અવાજે મમ્મી ને કીધું "મમ્મી હું હવે ક્યારેય એ હવેલી માં નહીં જાવ".મમ્મીએ મારા તરફ જોયું ત્યારે એના ચહેરા પર મારા માટે ડર અને દયા બંને નજર આવતી હતી ,એ બોલી,બેટા બોવ મોટી ભૂલ કરી છે તે ત્યાં જઈ ને મને કંઈજ ન સમજાણું, મેં દાદી ને સવાલ કર્યો.શુ હતું દાદી એ કે મમ્મી મને એમ કે છે કે મેં બહુજ મોટી ભૂલ કરી છે,શુ સબંધ હતો એની સાથે મારો? દાદી ની આંખો માં ...Read More