‘એ વહુ બેટા, મારી હાટુ મોળી, આદુ મસાલા વાળી અને થોડી વધુ ચા બનાવજે હોં કે, અને દાસજી પણ હમણાં લટાર મારીને આવતાં જ હશે, એટલે તેની ચા અલગથી મૂકજે..’ શયનકક્ષથી થોડા મોટા મતલબ કે, મધ્યમ સાઈઝના બેઠકરૂમની મધ્યમાં દીવાલને અડકીને ગોઠવેલાં નાનકડા સોફામાં જમણી તરફ પૌત્ર વિવાન અને ડાબી તરફ પૌત્રી પ્રાચી વચ્ચે સુતરાઉ સાડી પર શાલ ઓઢીને, ષષ્ઠીપૂર્તિને આરે પહોંચેલાં દુબળાં બાંધાના સુભદ્રાબેન, કિચનમાં ચા બનાવતી તેના નાના દીકરા મનનની પત્ની અમ્રિતાને હાંકલ કરતાં બોલ્યાં. ‘એ હાં, મમ્મીજી.’ મીઠા લહેકા સાથે ઉત્તર આપતાં કિચન માંથી અમ્રિતા બોલી
Full Novel
ગમતાંનો કરીએ મલાલ - 1
ગમતાંનો કરીએ મલાલ’પ્રકરણ-પહેલું/૧‘એ વહુ બેટા, મારી હાટુ મોળી, આદુ મસાલા વાળી અને થોડી વધુ ચા બનાવજે હોં કે, અને પણ હમણાં લટાર મારીને આવતાં જ હશે, એટલે તેની ચા અલગથી મૂકજે..’શયનકક્ષથી થોડા મોટા મતલબ કે, મધ્યમ સાઈઝના બેઠકરૂમની મધ્યમાં દીવાલને અડકીને ગોઠવેલાં નાનકડા સોફામાં જમણી તરફ પૌત્ર વિવાન અને ડાબી તરફ પૌત્રી પ્રાચી વચ્ચે સુતરાઉ સાડી પર શાલ ઓઢીને, ષષ્ઠીપૂર્તિને આરે પહોંચેલાં દુબળાં બાંધાના સુભદ્રાબેન, કિચનમાં ચા બનાવતી તેના નાના દીકરા મનનની પત્ની અમ્રિતાને હાંકલ કરતાં બોલ્યાં. ‘એ હાં, મમ્મીજી.’ મીઠા લહેકા સાથે ઉત્તર આપતાં કિચન માંથી અમ્રિતા બોલી સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાના નાના એવા ચિત્તલ ગામની મુખ્ય બજારમાં નાની એવી સ્ટેશનરીની ...Read More
ગમતાંનો કરીએ મલાલ - 2
ગમતાંનો કરીએ મલાલ.’પ્રકરણ-બીજું/૨ફાઈલ મૌલિકના હાથમાં આપ્યાં પછી, ડોકટર સુભદ્રાબેનની સામું જોઈ બે ઘડી ચુપ રહેતાં સુભદ્રાબેનની આંખમાં ઝળઝળિયાં આવવાના હતાં... ત્યાં ડોકટર બોલ્યાં... ‘આ રીપોર્ટસ જોઇને મને નવાઈ લાગે છે કે, ત્રેસઠ વર્ષે કોઈ માણસ આટલો સ્વસ્થ કઈ રીતે રહી શકે ? હી ઈઝ અબ્સોલ્યુલી ફિટ એન્ડ ફાઈન.’આટલું સાંભળતા તો સુભદ્રાબેનની આંખોથી હર્ષાશ્રુની જલધારા વહેવાં લાગી..એટલે તરત જ જમનાદાસ સુભદ્રાને સંબોધતા બોલ્યા.. ‘લ્યો.. સરકાર હવે તમારાં હૈયે ટાઢક વળી ? છતાં ઢીલાં હ્રદયના સુભદ્રાબેને તેની શંકાના સચોટ સમાધાન માટે ડોકટરને પૂછ્યું..‘તો પછી દાસજીને આ નબળાઈ અને બેચેની જેવું કેમ લાગે છે, સાહેબ ?‘ઉંમર, બહેન ઉંમર. અંતે ઉંમર ઉંમરનું કામ કરે કે ...Read More
ગમતાંનો કરીએ મલાલ - 3 - છેલ્લો ભાગ
ગમતાંનો કરીએ મલાલ’પ્રકરણ ત્રીજું અને અંતિમ/૩અંતે તેર દિવસથી ચાલતાં સંજોગો આધીન અણધાર્યા ધમાસાણ યુદ્ધમાં તન, મન અને ધનથી સપરિવાર થયેલો મૌલિક જયારે, નેગેટીવ રીપોર્ટ સાથે ડીસ્ચાર્જ થયેલા સુભદ્રાબેનને હોસ્પિટલમાંથી બહાર લઇ આવ્યો ત્યારે.. પોક મૂકીને સુભદ્રાબેન એટલું જ બોલ્યાં.... ‘સૌ પહેલાં મને દાસજી જોડે વાત કરાવડાવો. ? કેમ છે ? ક્યાં છે મારા પ્રાણનાથ ?‘હાં.. હાં.. મમ્મી આપણે પહેલાં ઘરે જઈએ પછી વાત કરીએ.’ ‘ના.. પછી નહીં પહેલાં તું કોલ કર હમણાંને હમણાં જ. ત્યાં સુધી મારા ગળેથી પાણીનો ઘૂંટડો પણ નહીં ઉતરે.’સુભદ્રાબેનની ઉશ્કેરાટ સાથેની અતળ અધીરાઈનો તાગ મેળવતાં મૌલિક સમજી ગયો કે વાત કરાવ્યે જ છૂટકો થશે. એટલે કાળજીથી સુભદ્રાબેનને કારમાં ...Read More