એક અનોખો બાયોડેટા

(472)
  • 348.1k
  • 59
  • 159.9k

હું પ્રિયંકા પટેલ.આજ સુધી મેં કવિતા,શાયરી અને મારા વિચારો જ તમારી આગળ રજૂ કર્યા છે પણ આજે હું તમારી સાથે બહુ જરૂરી વાત કરવા માટે આવી છું. હું મારી પહેલી સ્ટોરી "એક અનોખો બાયોડેટા" દ્વારા મારી વાત, મારા વિચારો જે સંબંધોને લઈને શું છે એ વ્યક્ત કરવા માગું છું.જાણું છું કે હું એટલી બધી સમજદાર નથી કે તમને બધાને સમજાવી શકું કે સંબંધો શું છે અને એને કઈ રીતે સફળ બનાવવા, પણ મેં મારી આસપાસ જે પણ કઈ જોયું છે મારા અનુભવો શું રહ્યા છે એ ઉપરથી મારા વિચારો હું આ સ્ટોરી દ્વારા બધાના સુધી પહોંચાડવા માંગુ છું. એવું જરૂરી નથી કે બધા જ મારા વિચારોથી સહમત હોય અને આ વાતથી હું પૂરેપૂરી સહમત છું.બધાના વિચારો અલગ-અલગ હોય છે અને બધા જ પોતાની જગ્યાએ સાચા હોય છે.આવી જ કંઈક વાત હું આ "એક અનોખો બાયોડેટા"માં કહેવા માગું છું તો ચાલો તમને થોડું આના વિશે જણાવી લઉ.

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

એક અનોખો બાયોડેટા (સિઝન:-૧)

???જય શ્રી કૃષ્ણ મિત્રો,હું પ્રિયંકા પટેલ.આજ સુધી મેં કવિતા,શાયરી અને મારા વિચારો જ તમારી આગળ રજૂ કર્યા છે પણ હું તમારી સાથે બહુ જરૂરી વાત કરવા માટે આવી છું. હું મારી પહેલી સ્ટોરી "એક અનોખો બાયોડેટા" દ્વારા મારી વાત, મારા વિચારો જે સંબંધોને લઈને શું છે એ વ્યક્ત કરવા માગું છું.જાણું છું કે હું એટલી બધી સમજદાર નથી કે તમને બધાને સમજાવી શકું કે સંબંધો શું છે અને એને કઈ રીતે સફળ બનાવવા, પણ મેં મારી આસપાસ જે પણ કઈ જોયું છે મારા અનુભવો શું રહ્યા છે એ ઉપરથી મારા વિચારો હું આ સ્ટોરી દ્વારા બધાના સુધી પહોંચાડવા માંગુ ...Read More

2

એક અનોખો બાયોડેટા (સિઝન-૧) ભાગ-૨

કહાની શરૂ.............સવારનો સમય હતો.જાગૃતિ ઇન્સ્ટિટ્યૂટમાં બધા સ્ટુડન્ટસની ચહલ-પહલ ચાલી રહી હતી.અમુક પોતપોતાના ગ્રુપમાં ઉભા ઉભા વાતો કરતા હતા,અમુક એકલા મોબાઈલ ફેંદી રહ્યા હતા તો અમુક બુકમાં કઈક વાંચી રહ્યા હતા.કોલેજના મેઈન દરવાજા પર બેસેલા વોચમેન કાકા વારંવાર વિસલ મારી બધા સ્ટુડન્ટસને પોતપોતાના ક્લાસમાં જઈને બેસવાનો આગ્રહ કરી રહ્યા હતા.પણ કોલેજના સ્ટુડન્ટસ કોઈની વાત માને તો એ કોઈલેજમાં નઈ સ્કૂલમાં હોય એમ લાગે.એટલામાં એક માણસ ગણપતિની અને સરસ્વતી માતાની મૂર્તિ સામે હાથ જોડીને અંદર આવે છે અને વોચમેનને પૂછે છે,"દેવ સર આવી ગયા છે?""હા,એમના કેબિનમાં છે"વોચમેનકાકા બોલ્યા.કેબિન પાસે પહોંચી કાચના દરવાજા પર બે ટકોરા મારતા માનુજ બોલે છે."Excuse Me,શું હું અંદર ...Read More

3

એક અનોખો બાયોડેટા (સિઝન-૧) ભાગ-૩

નિત્યા એના લેકચર્સ અને કોલેજનું બધું કામ સમેટી એનું કેબીન લોક કરી બીજા સ્ટાફ મેમ્બર્સને બાય કહેતા કહેતા દેવના આગળ પહોંચી.(નિત્યા અને દેવ કોલેજમાંથી સાંજે ઘર માટે નીકળતા પહેલા હંમેશાં એકબીજાને મળીને જ જતાં.ભાગ્યે જ એવું બનતું કે એ બંને માંથી એકનું કામ કોલેજમાં વહેલા પૂરું થતા ઘરે જવા જલ્દી નીકળી જતા બાકી રોજ તો બીજા સ્ટાફ સાથે ૫:૩૦ એ જ કોલેજમાંથી નીકળતા. આમ તો એ બંનેની સોસાયટી આજુબાજુમાં જ હતી પણ કામ વગર એકબીજાના ઘરે જવાનું ટાળતા.)નિત્યા હજી દેવના કેબિનનો દરવાજો ખોલવા જ જતી હતી ત્યાં મોહનકાકા આવ્યા અને બોલ્યા,"નિત્યા મેડમ દેવ સર કેબિનમાં નથી"."તમને કેવી રીતે ખબર?""હું ...Read More

4

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૪

નિત્યાના ફોનમાં મેસેજ આવે છે એ ચેટમાં જઈને મેસેજ ચેક કરે છે."હાઇ""બોલો""અરે પહેલા હાઇ-હેલો તો બોલ""હાઇ-બાય બધું એક બાજુ પહેલા મને એ કહે કે ક્યાં ગયો હતો કોલેજમાંથી વહેલા નીકળીને"નિત્યાએ પૂછ્યું.દેવનો મેસેજ હતો."કામ હતું એક"દેવ બોલ્યો."શું કામ""બધું તને ના કહેવાય""કેમ એવું તો શું કરવા ગયો હતો""અરે હતું કંઇક,કહ્યું ને બધું તને ના કહેવાય""બધું તો નહીં પણ હું નીકળું છું એમ તો કહીને જવાય ને""હા, સોરી જલ્દીમાં હતો એટલે ભૂલી ગયો""સારું સારું બોલ કેમ મેસેજ કર્યો""એમ જ""આજ કાલ લોકો પાસે સમય જ નથી કે એમ જ યાદ આવે એટલે મેસેજ કરે,બોલ હવે કેમ મેસેજ કર્યો""સાચી વાત તારી, બધા કામ હોય ...Read More

5

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૫

એ દિવસે માનુજે મેસેજ કરું કે નહીં એ વિચારવામાં જ ૧૧:૧૫ વગાળ્યા હતા.આગળના બે દિવસ પણ આ જ વિચારવામાં નાખે છે.બે દિવસ પછી રાત્રે ૯ વાગે બધા જ વિચારોને બાજુમાં મૂકી માનુજ નિત્યાને મેસેજ કરે છે.નિત્યા કોલેજનું કઈક કામ કરતી હોય છે એટલે એના મોબાઈલનું નેટ ઓફ હોય છે તો એને માનુજના મેસેજની જાણ થતી નથી.૧૦ વાગે નિત્યા એનું કામ પતાવીને રૂમની લાઈટ ઓફ કરીને મોબાઈલમાં નેટ ઓન કરે છે ત્યાં જ માનુજના મેસેજની નોટિફિકેશન જોઈને એને રીપ્લાય કરતા લખે છે,"હેલો"માનુજ નિત્યાના મેસેજની જ રાહ જોઇને બેસ્યો હોય છે એટલે એ તરત જ સામે મેસેજ કરે છે,"હું માનુજ""હા,મને ખબર ...Read More

6

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૬

નિત્યા વિચારોમાં ખોવાયેલી હતી.કૃપાલીબેનનું ઘર આવી ગયું હોવાથી એ નિત્યાને કહે છે નિત્યા એક્ટિવા ઉભું રાખ આવી ગયું મારુ પણ નિત્યા તો શૂન્યમાં ડૂબેલી હોય એમ કઈ સાંભળતી જ નથી.કૃપાલીબેન એના ખભે હાથ મૂકીને કહે છે,"નિત્યા મારુ ઘર તો પાછળ જતું રહ્યું.મેં તને બે વાર કહ્યું ઉભું રાખ એક્ટિવા.તારું ધ્યાન ક્યાં છે?""સોરી સોરી,હું તમને મૂકી જઉં છું"નિત્યા જેમ ગાઢ નિંદ્રામાંથી ઉઠી હોય એમ બોલી."ના,હું જતી રહીશ.પણ તારું ધ્યાન ક્યાં છે?,તું ઠીક તો છે ને?""હા,દીદી હું ઠીક છું""સારું ચાલ હું નીકળું.કાલ મળીએ.ધ્યાનથી જજે,બાય"બાય કહીને નિત્યા એના ઘરે પહોંચે છે.ફ્રેશ થઈને ટીવી ચાલુ કરીને બેસી હોય છે પણ એનું ધ્યાન તો ...Read More

7

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૭

દેવ,નિત્યા અને માનુજ બેસીને વાત કરતા હતા એટલામાં ત્યાં એક છોકરી આવી અને બોલી,"હાઇ માનુજ""હાઇ"માનુજ બોલ્યો.માનુજ જ્યાં બેસ્યો હતો બાજુની ચેર પર એ છોકરી બેસી.દેવ અને નિત્યા એને ઓળખતા નઈ હતા એટલે એ ચુપચાપ બેસી રહ્યા હતા.માનુજ એ ઓળખાણ કરાવતા કહ્યું,"આ દિપાલી છે અને દિપાલી આ મારો સ્કૂલ ફ્રેન્ડ દેવ અને આ મારી બે દિવસ પહેલા બનેલી ફ્રેન્ડ નિત્યા"દિપાલી દેવ અને નિત્યાને હાય કહે છે."તું આઈસ્ક્રીમ ખાઈશ"માનુજે દિપાલીને પૂછ્યું."હા,ચોક્કસ"દિપાલી એ કહ્યું."કયું ફ્લેવર?""કોઈ પણ ચાલશે"માનુજ આઈસ્ક્રીમ લઈને આવે છે એટલામાં નિત્યા દેવ સામે જોતા કહે છે,"હું નીકળું છું હવે""હા, હું પણ આવું જ છું"દેવ બોલ્યો.દેવ અને નિત્યા ત્યાંથી નીકળે છે ...Read More

8

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૮

ફાઇનલી એન્યુઅલ ફંક્શનનો દિવસ આવી ગયો.બધી જ તૈયારી એક દમ ટીપટોપ થઈ ગઈ હતી.બધા જ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ શિક્ષકો આવી ગયા હતા.આખું ઓડિટોરિયમ ભરાઈ ગયું હતું.હવે ખાલી ચીફ ગેસ્ટની જ રાહ જોવાતી હતી.દેવ પણ આજે સવારે વહેલા જ તૈયાર થઈને આવી ગયો હતો અને બાકી રહેલ અરેન્જમેન્ટ્સ ચેક કરતો હતો.નિત્યા હજી નઈ આવી હતી. વિવેક સર આવ્યા અને દેવને કહ્યું કે,"ચાલ એક વાર ફરીથી બધું જ જોઈ લઈએ" "હા,સર તમે બોલતા જાવ હું ટિક કરતો જાઉં"દેવ બોલ્યો. "ગેસ્ટ ટેબલ?" "રેડી" "સાઉન્ડ?" "રેડી" "સ્ટેજ?" "રેડી" "ડેકોરેશન?" "રેડી" "લાઇટ્સ?" "રેડી" "નિત્યા?" "રેડી સર"નિત્યા આવતાની સાથે જ બોલી. "ઓકે નિત્યા પણ ...Read More

9

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૯

દેવ અને નિત્યા સલોનીને જોઈને ચોંકી ગયા અને બંને એક સાથે બોલ્યા,"સલોની તું અહીંયા?" (સલોની મહેતા:-એક પૈસાવાળા બાપની ઘમંડી જિદ્દી છોકરી પૈસા તો પાણીની જેમ વાપરતી.દેખાવડી હોવાના કારણે કોલેજ ટાઈમે કોલેજના બધા જ છોકરાઓ એની આગળ-પાછળ ફરતા.એને જોઈને કોઈ સીટી મારે અને એની વાતો કરે એ એને બઉ ગમતું.ટૂંકમાં કહું તો શોઓફ કરવાનો એને બહુ જ શોખ.જિદ્દી એટલી કે એને જે ગમે એ એનું જ હોવું જોઈએ ચાહે એ વસ્તુ હોય કે વ્યક્તિ. ગમે તે રસ્તે જઈને એ એને મેળવી જ લેતી.આ બધા જ અવગુણો સાથે એનામાં એક વસ્તુ સારી હતી કે જે હોય એ બધું જ મોઢા પર ...Read More

10

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૦

સાંજે કોલેજ પત્યા પછી દેવ અને નિત્યા બાકીના સ્ટાફ સાથે એચ.ઓ.ડી સરે આપેલી પાર્ટીમાં ગયા.ત્યાં એ લોકોએ વાતો કરી,સરે સ્પીચ આપી અને નાસ્તો કર્યો.આ બધામાં દેવ કઈક અલગ દુનિયામાં જ ખોવાયેલો હતો.એ થોડી થોડી વારે ઘડિયાળ તરફ જોતો હતો.એને સલોનીને મળવાની બહુ જલ્દી હતી.એ વિચારતો હતો કે ક્યારે આ બધું પતે અને એ સલોનીને મળવા જાય.એના મનમાં સલોનીએ કહેલા શબ્દો જ ગુંજતા હતા,"મારે તને કઈક કહેવું છે"આંખો બંધ કરીને દેવ મનમાં જ ભગવાનને થેંક્યું બોલ્યો અને કહ્યું,"કદાચ તમે સલોનીને મારી સાથે બીજી વાર ભેટ એટલા માટે કરાવી છે કે હું એને મારા મનની વાત કરી શકું" અને મનમાં જ ...Read More

11

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૧

જય શ્રી ક્રિષ્ના મિત્રો??, અત્યાર સુધીના ભાગમાં તો ફક્ત બધા કેરેક્ટર્સની ઓળખાણ હતી કે કોનો સ્વભાવ કેવો છે.શું સ્ટોરીના અંતે પણ એવા જ રહેશે?,અને કદાચ બદલાશે તો કેમ બદલાશે?..........આ બધા જ પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચતા રહો "એક અનોખો બાયોડેટા"......... તમારા અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં. ધન્યવાદ??ભાગ ૧૧ શરૂ............... સલોની નીચું જોઈને ફોનમાં કંઈક કરતી હતી એટલામાં દેવ અને નિત્યા સલોની જ્યાં બેસી હતી એ ટેબલ પાસે જઈને ઊભા રહ્યા પણ સલોનીનું ધ્યાન હજી ફોનમાં જ હતું. "ફોનને પણ થોડાક આરામની જરૂર હોય"દેવ બોલ્યો. અવાજ સાંભળતા જ સલોનીના મોઢા પર મસ્ત એવી સ્માઈલ આવી ગઈ પણ દેવની સાથે નિત્યાને જોતા ...Read More

12

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૨

સલોનીને આમ નકુલને પ્રપોઝ કરતી જોઈને દેવને બહુ જ તકલીફ થઈ હતી.એનું દિલ તૂટી ગયું હતું.એને જાણે શ્વાસ લેવામાં થતી હોય એવું લાગતું હતું.પણ એની આંખો એકદમ કોરી હતી.એ નોર્મલ રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.નિત્યા દેવની આ હાલત જોઈ શકતી હતી પણ હાલ કઈ બોલાય એમ ન હતું.નિત્યાને પણ મનોમન દેવને આ હાલતમાં જોઈ બહુ જ દુઃખ થઈ રહ્યું હતું. "તું મજાક કરે છે?"નકુલે સલોનીને પૂછ્યું. "હું સિરિયસ છું નકુલ"સલોની સ્થિર અવાજે બોલી. "પણ........" "પણ શું નકુલ?" "મને વિચારવા માટે સમય જોઈએ છે" "આપણે છ મહિનાથી રીલેશનશીપમાં છીએ તો હજી તું નક્કી નથી કરી શકતો" "તું જાણે છે ને ...Read More

13

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) - ભાગ-૧૩

નિત્યા સવારે વહેલા ઉઠી નાહી-ધોઈને નાસ્તો કરીને ટીવી જોતી હતી. "જલ્દી તૈયાર થઈ જા તારે જવાનું નથી"કમિનીબેને પૂછ્યું. "આજ રવિવાર છે આજે ક્યાં જવાનું છે?"જીતુભાઈને ખબર ન હતી કે નિત્યાને દેવના ઘરે જવાનું છે એટલે એમને પૂછ્યું. "દેવના ઘરે જવાનું છે.એના સાસુમાં એની રાહ જોતા હશે"કામિનીબેને મજાક કરતા કહ્યું. "મમ્મી"નિત્યા ગુસ્સામાં જોરથી બોલી. "ચાલ હું એ બાજુ જ જાઉં છું.તને મુકતો જઉં"જીતુભાઇ બોલ્યા. નિત્યાની મમ્મીને એના માટે દેવ બહુ ગમતો હતો એટલે એ નિત્યાને આવું કઈક બોલીને ચીડવતા હતા.પણ નિત્યાના મનમાં દેવ માટે હજી એવી કોઈ ફીલિંગ્સ હતી નહીં. કે કદાચ હતી પણ એના વિશે નિત્યાને પણ જાણ ન ...Read More

14

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૪

સલોનીએ દેવને ફોન કર્યો.પણ દેવ પોતાનો ફોન ચાર્જ કરવા મૂકીને બહાર હોલમાં ટીવી જોતો હતો એટલે એને સલોનીના ફોનની રહેતી ન હતી.ટીવી જોતા જોતા દેવ સોફા પર જ સુઈ ગયો હતો.સવારે ઉઠીને કોલેજ જવા તૈયાર થઈ ફોનમાં ખીસામાં મૂકી જલ્દી જલ્દીમાં કોલેજ માટે નીકળી ગયો.દેવ ગાડીનું પાર્કિંગ કરતો હતી ત્યાં એને નિત્યા મળી. "હાઇ, ગુડ મોર્નિંગ"નિત્યા બોલી. "ગુડ મોર્નિંગ"દેવ પણ સામે બોલ્યો. "સલોનીનો મેસેજ આવ્યો તો તારા ફોનમાં?"નિત્યાએ પૂછ્યું. "મજાક ઉડાવે છે મારી?"દેવને લાગ્યું નિત્યા મજાકમાં એવું બોલી એટલે એને પૂછ્યું. "અરે ના,સાચું કહું છું એનો મારામાં સોરીનો મેસેજ આવ્યો છે એટલે મને લાગ્યું તને તો આવ્યો જ હશે. ...Read More

15

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૫

દેવ અચાનક લેક્ચરમાંથી સીધો જ કોલેજમાંથી બહાર નીકળી જાય છે. "ગીવ મી ફ્યૂ મિનિટ પ્લીઝ"નિત્યાએ કહ્યું. "ટેક યોર ટાઉમ"નકુલ નિત્યાએ એના કેબિનની બહાર જઈને દેવને ફોન કર્યો. "હાઇ ક્યાં છે તું?"નિત્યાએ દેવને પૂછ્યું. "કામ છે તો ઘરે જાવ છું" "તને ખબર છે ને કે સલોની અને નકુલ આવ્યા છે તને મળવા?" "હા,એટલે જ હું બહાર નિકળી ગયો" "પણ શું કામ આમ કરે છે?" "એ હું તને પછી સમજાવીશ.મારુ એક કામ કરીશ?" "શું?" "એ લોકોને એમ ના કહેતી કે મારે નહોતું મળવું એટલે હું બહાર નીકળી ગયો.કઈક કામ હતું એમ કહેજે ને" "હું જૂઠું નઈ બોલું" "ઓકે તારી મરજી" "સારું ...Read More

16

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૬

સલોની અને નકુલ દેવની સામે જોઈ રહ્યા હતા. "શું?"દેવને ખબર ના પડી કે આ લોકો કેમ એની સામે જોવે એટલે પૂછ્યું. "તું ડિનર માટે રોકાઈશ ને?"સલોનીએ પૂછ્યું. "હાસ્તો રોકાશે જ ને,એમા શું પૂછવાનું"નકુલ બોલ્યો. "હા,સાચી વાત"સલોની બોલી. "ઓકે"દેવે કહ્યું. ત્રણેય સાથે બેસીને વાતો કરતા કરતા ડિનર કર્યું. "સલોની મમ્મી એ તને ઘરે બોલાવી છે"નકુલે કહ્યું. "કેમ?"સલોનીએ પૂછ્યું. "ખબર નથી મને,એમને કંઈક વાત કરવી હશે" "એમને હું પસંદ આવી કે નહીં?"સલોની ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું. "અમમમ.....,ખબર નથી"નકુલ સલોનીને હેરાન કરતા કહ્યું. "અરે સાચું બોલને,શું હસે છે"સલોની ટેન્શનમાં બોલી. "એ તું કાલ આવે એટલે જ પૂછી લેજે,મમ્મી એ કહ્યું કે હું ...Read More

17

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૭

માનુજ કંઈક ગુડ ન્યુઝ આપવાની વાત કરતો હતો. "જીજુ તમે તો બહુ જ ફાસ્ટ નીકળ્યા,લગ્ન પહેલા જ ગુડ ન્યુઝ"સલોની કરતા બોલી. સલોનીની આ વાત સાંભળી બધા હસવા લાગ્યા પણ માનુજને ખબર ના પડી એટલે એને પૂછ્યું,"માંરાથી કઈ જોક્સ મરાઈ ગયો કે શું" "ના"દિપાલી બોલી. "તો બધા હશે છે કેમ?"માનુજે પૂછ્યું. "બધા પાગલ છે તમે જલ્દી કહી દો ગુડ ન્યુઝ,નહીં તો આ લોકો જાતે જાતે કઈ પણ વિચારી લેશે" "હું કેનેડા જાઉં છું"માનુજ બોલ્યો. "ઓહ ક્યારે?"નિત્યાએ પૂછ્યું. "આમ અચાનક કેમનું નક્કી થઈ ગયું"સલોની બોલી. "તે મને પણ ના કહ્યું"દેવ બોલ્યો. આમ બધાના એક પછી એક પ્રશ્નોના વરસાદ માનુજ પર ચાલુ ...Read More

18

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૮

એક મહિના પછી.......... દેવના ફોનમાં એલાર્મ વાગ્યું.સવારના છ વાગ્યા હતા.દેવ પથારીમાંથી ઉભો થઇ નાહી-ધોઈને તૈયાર થઈ ગયો અને રૂમની નીકળ્યો.જશોદાબેન(દેવના મમ્મી) મંદિરમાં પૂજા કરી રહ્યા હતા એટલે દેવે એમને ઇશારાથી જ કહી દીધું કે હું બહાર જાવ છું.જશોદાબેનને પણ ખબર હતી કે દેવ ક્યાં જાય છે એટલે એમને બીજું કંઈ પૂછ્યું નહીં અને પાછા પૂજામાં વ્યસ્ત થઈ ગયા.દેવ એની ગાડી લઈને નીકળ્યો અને સીધો જ ફ્લાવર શોપમાં ગયો.ત્યાંથી એક મસ્ત ઓરેન્જ અને વાઈટ કલરના ફૂલોનો બુકે લીધો અને બુકેને ગાડીમાં મૂકીને કોઈને ફોન કર્યો. "હેલ્લો,તું આવે છે ને?"દેવે પૂછ્યું. "અત્યારે જવાનું છે?"સામેથી અવાજ આવ્યો. "હાસ્તો,કેમ તને શું લાગ્યું?" "મને ...Read More

19

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૧૯

નિત્યા અને દેવ નિત્યાના ઘરે પહોંચ્યા.નિત્યા ગાડીમાંથી દેવના સહારે ઉતરી અને હિંચકામાં બેસી.દેવે ડોરબેલ વગાડી પણ કોઈએ દરવાજો ખોલ્યો નિત્યાએ કહ્યું,"મમ્મી કંઈક કામ કરતી હશે.બીજી વાર વગાડ".દેવે બીજી વાર ડોરબેલ વગાડી પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. નિત્યાએ એની મમ્મીના ફોન પર ફોન લગાવ્યો. "હેલ્લો મમ્મી,ક્યાં છે તું?" "હું મોટીબેન (જશોદાબેન-દેવના મમ્મી) પાસે આવી છું" "કેમ અત્યારે ત્યાં?" "બસ એમ જ.તારા પપ્પા જોબ પર ગયા અને તમે બંને હોસ્પિટલ,તો હું ઘરમાં એકલી પડી ગઈ હતી તો થયું મોટીબેનને મળી આવું" "અચ્છા,ઘરે આવ.અમે આવી ગયા" એટલામાં કામિનીબેનના હાથમાંથી જશોદાબેને ફોન લીધો અને બોલ્યા,"નિત્યા તું દેવની સાથે અહીં આવ,આજે તમારે મારા ઘરે ...Read More

20

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૦

સાંજનો સમય હતો.રસ્તા પર વાહનોના લીધે ખૂબ જ ટ્રાફિક હતો.ટ્રાફિકના લીધે જાણે આખું વાતાવરણ હવાથી અને ઘોંઘાટથી પ્રદુષિત થઈ હોય એવું લાગતું હતું.રસ્તાની બંને બાજુ શાકભાજીની,ફળફળાદીની લારીઓ ઉભી હતી.બધાને જાણે એ દિવસે જ ખરીદી કરવાની હોય એમ બહુ વધારે પડતી જ ભીડ દેખાઈ રહી હતી.આટલા ગીચ ટ્રાફિકમાં વાહનોની વચ્ચે સલોની ટેક્સી લેવા માટે રસ્તો ક્રોસ કરવા ઉતાવળમાં જઈ રહી હતી.નિત્યા એને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી.સામેથી નિત્યાને એક ટ્રક આવતું દેખાયું એટલે એ ડરી ગઈ અને સલોનીને જાણ કરવા માટે વાહનોને હાથ બતાવતી બતાવતી સલોની તરફ જઈ રહી હતી.દેવ અને નકુલે પણ આ ટ્રક જોઈ લીધું હતું.ટ્રક એટલું જોરથી ...Read More

21

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૧

નિત્યાના મમ્મી-પપ્પા ઉભા થયા અને ખુરશી પાસે જઈને બે મિનિટ તો એ જ નક્કી કરવામાં પસાર કરી કે, ખુરશીમાં બેસશે.આ જોઈને પંકજકુમાર ઉભા થઈને ડાઇનિંગ ટેબલ પાસેથી બીજી ખુરશી લાવ્યા અને કહ્યું,"નો ટેન્શન વ્હેન આઇ એમ હિઅર,શાંતિથી બેસો અને સ્ટાર્ટ કરો" બંને બેસ્યા.બધા એમની સામે જોઈ રહ્યા હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે આ બંને એક સાથે કેમ ગયા છે?,અને શું બોલવાના હશે? દેવ ઉભો થયો અને બોલ્યો,"અંકલ-આંટી,હું તમને એક સજેશન આપું" "હા,બોલ"નિત્યાના મમ્મી-પપ્પા દેવની તરફ જોતા કહ્યું. "તમે એક સોન્ગ ગાઓ નિત્યા માટે" "હા,કદાચ એવું જ કંઈક કરવાના છીએ,પણ કયું એ સમજમાં નઈ આવતું" "હું કહું તમને?" ...Read More

22

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૨

દેવ અને માનુજની મીઠી દલીલ ચાલી રહી હતી.ત્યાં બેસેલા બધાનું ધ્યાન એ બંનેની દલીલ પર હતું.ત્યાં રૂમમાંથી ગિટારના સુર મીઠો અવાજ સંભળાયો. હેપ્પી બીર્થડે ટૂ યુ, હેપ્પી બીર્થડે ટૂ યુ, હેપ્પી બીર્થડે ડીયર નિત્યા, હેપ્પી બીર્થડે ટૂ યુ, માનુજ અને દેવ સહિત બધાનું ધ્યાન એ અવાજ તરફ ખેંચાયું.બધા જાણવા માટે આતુર હતા કે કોણ આટલા મધુર અવાજમાં ગાઈ રહ્યું છે.એટલામાં સલોની હાથમાં ગિટાર લઈને હોલમાં આવી અને બોલી,"ધિસ ઇસ ફોર યુ નિત્યા" કહીને ગાવાનું શરૂ કર્યું. "બાર બાર દિન યે આયે,બાર બાર દિલ યે ગાયે, તુ જીએ હઝારો સાલ યે મેરી હૈ આરજૂ, હેપ્પી બર્થડે ટૂ યુ, હેપ્પી બીર્થડે ...Read More

23

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૩

દેવે મોબાઇલ ટીવી સાથે કનેક્ટ કર્યો અને એને જાતે સોન્ગ ગાઈને રેકોર્ડ કરેલું સોન્ગ સ્ટાર્ટ કર્યું. "હંમેશા હું એણે કરું છું અને એ મારાથી ગુસ્સે થઈ જાય છે,મને ખબર છે એ ખોટું ખોટું નારાજ થાય છે પણ ત્યારે મને જે ફિલ થાય છે એ હું કહેવા માગું છું" તું જો રૂઠી તો કોન હસેંગા,તું જો છૂટી તો કૌન રહેગા તું ચૂપ હૈ તો યે ડર લગતા હૈ,અપના મુજકો અબ કૌન કહેગા, તું હી વજહાં,તેરે બીના,બેવજહાં બેકાર હૂ મેં, તેરા યાર હૂ મેં........... તેરા યાર હૂ મેં........... "નાનપણથી અત્યાર સુધી મેં જેટલી પણ મસ્તી કરી છે અને એની સજા તો ...Read More

24

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૪

શનિવાર હોવાથી યોગા ક્લાસમાં જવા માટે દેવ વહેલા ઉઠી તૈયાર થઈ મંદિરમાં પૂજા કરવા બેસ્યો.પૂજા કરીને રસોડામાં ગયો.ત્યાં જશોદાબેન જ નાસ્તો બનાવી રહ્યા હતા. "જય શ્રી ક્રિષ્ના મમ્મી"દેવ બોલ્યો. "જય શ્રી ક્રિષ્ના બેટા" "કેટલી વાર નાસ્તો તૈયાર થતા?" "બસ તૈયાર જ છે,તું ડાઇનિંગ ટેબલ પર બેસ હું લઈને આવું" "મમ્મી નિત્યા રેડી છે ને?" "ના,હજી તો સુવે છે" "હું એને બોલાવી લાવું" "કુંભકર્ણ કેટલું ઉંઘશે,આમ તો જલ્દી ઉઠી જાય છે"દેવે રૂમમાં એન્ટર થતા સ્મિતાને જાગતી જોઈને કહ્યું. "શશશ..............એના પગમાં પેઈન થતો હોવાથી રાતે લેટ ઊંઘી હતી"સ્મિતાએ દેવને કહ્યું. દેવે નિત્યના પગ તરફ નજર કરી અને માથા પર હાથ લગાવીને ...Read More

25

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૫

દેવ મેડીસીન આપવા માટે નિત્યાના ઘરે પહોંચ્યો ત્યારે નિત્યાના પપ્પા(જીતુભાઇ) બહાર હિંચકામાં જ બેસ્યા હતા.એમણે દેવને અંદર આવવા કહ્યું.બંને જઈને વાતચીત કરી રહ્યા હતા એટલામાં નિત્યાની મમ્મી દેવ માટે પાણી લઈને આવી."થેંક્યું આંટી""થેંક્યું તો અમારે તને કહેવું જોઈએ!""કેમ?" ખબર ના પડતા દેવે પૂછ્યું."કાલના સરપ્રાઈઝ માટે"કામિનીબેને કહ્યું."ફ્રેન્ડ માટે આટલું તો કરવું પડે ને""બસ ફ્રેન્ડ......?"ખબર નઈ કામિનીબેન શું સાંભળવા માંગતા હતાં તેથી એમણે દેવને ઉતાવળમાં પૂછી લીધું પણ જીતુભાઇ આંખો મોટી કરીને એમની સામે જોયું તેથી 'હું કામ પતાવીને આવું' એમ કહીને કામિનીબેન ત્યાંથી જતા રહ્યા.જીતુભાઇને પણ ખબર હતી કે કામિનીબેન દેવ અને નિત્યાને એકબીજાના જીવનસાથી તરીકે જોવા માંગતા હતા પણ ...Read More

26

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૬

સોમવારે નિત્યા ઉઠીને તૈયાર થઈ ધીમે ધીમે સીડી ઉતરી નીચે ગઈ.નિત્યાના ઘરની સીડીની ડાબી બાજુ હોલ અને એક બેડરૂમ અને જમણી બાજુ રસોડું હતું.નિત્યા નીચે ગઈ ત્યારે એના પપ્પા હોલમાં બેસીને ન્યૂઝ પેપર વાંચતા-વાંચતા ચા પી રહ્યા હતા અને એની મમ્મી રસોડામાં જ નાનું મંદિર હતું ત્યાં પૂજા કરી રહી હતી.પૂજા પતાવી નિત્યાની મમ્મી પ્રસાદ આપવા બહાર આવતી હતી ત્યાં એમણે નિત્યાને તૈયાર થયેલી જોઈને પૂછ્યું,"નિત્યા તું આટલું તૈયાર થઈને ક્યાં જવાની તૈયારીમાં છે?" કામિનીબેનનો સવાલ સાંભળતા જ જીતુભાઈએ ન્યૂઝ પેપરમાંથી ધ્યાન હટાવી નિત્યા તરફ જોયું અને પૂછ્યું,"હા બેટા,કેમ આજ........" (નિત્યાએ ઓફ વાઇટ કુર્તી અને રેડ પેન્ટ ટાઈપ લહેગો ...Read More

27

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૭

તો આપણે આગળ જોયું એમ કોલેજથી ઘરે જતાં નિત્યાને આઇસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ તેથી આઇસ્ક્રીમ પાર્લરની સામેની બાજું કાર કરી અને નિત્યાને કારમાં જ બેસી રહેવાનું કહી દેવ પોતે આઇસ્ક્રીમ લેવા ગયો.થોડી વાર પછી દેવ જ્યારે આઈસ્ક્રીમ લઈને આવ્યો ત્યારે તેણે જોયું તો ગાડીની આસપાસ ભીડ જમા થઈ ગઈ હતી.ભીડને હટાવતા દેવ જ્યારે ગાડીની એકદમ નજીક પહોંચ્યો ત્યાં તેણે જોયું કે નિત્યા બેહોશ થઈને નીચે પડી હતી અને સલોની નિત્યાનું માથું પોતાના ખોળામાં લઈને એને હોશમાં લાવવાનો પ્રયત્ન કરી રહી હતી.પણ દેવનું ધ્યાન તો અત્યારે ફક્ત નિત્યા તરફ હતું.નિત્યાને આમ બેહોશ જોઈને તે બેબાકળો બનીને ઉભો હતો.દેવને આમ જોતાં ...Read More

28

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૮

નિત્યા અને એની મમ્મી બંને સુઈ ગયા હતા.અચાનક નિત્યા મનમાં કંઈક બોલવા લાગી.નિત્યાનો બબળવાનો અવાજ સાંભળી એની મમ્મી ઉઠી અને નિત્યા તરફ જોવા લાગી.નિત્યા હજી પણ મનમાં કંઇક બોલી રહી હતી.નિત્યાની મમ્મી એ એને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ નિત્યા જાણે સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ હોય એમ સૂતી જ રહી.નિત્યાની મમ્મીએ જોરથી નિત્યાનો હાથ પકડ્યો અને કહ્યું,"નિત્યા ઉઠ,શું બોલે છે" નિત્યા અચાનક ગભરાઈને ઉઠી ગઈ.એના કપાળ પર પરસેવો વળેલો હતો.ઊંઘમાંથી ઉઠી હોવાથી એની આંખો પણ લાલાશ પડતી દેખાઈ રહી હતી. "નિત્યા શું થયું?"કામિનીબેને નિત્યાને પાણી આપતા પૂછ્યું. "કકકકક.....કંઈ નહીં મમ્મી"નિત્યા અટકાતા અટકાતા બોલી. "ખરાબ સપનું જોઈ લીધું કે શું?" "હા ...Read More

29

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૯

દેવે નકુલને કહ્યું,"નિત્યાને ફોન આપ" નકુલે નિત્યાને ફોન આપ્યો.નિત્યાએ થોડી દૂર જઈને દેવ સાથે વાત કરીને ફોન મુક્યો.બધા નિત્યાની જોઈ રહ્યા હતા.બધા જાણવા માંગતા હતા કે દેવે નિત્યા સાથે શું વાત કરી. બધાને આમ પોતાની સામે તાડતા જોઈને નિત્યા બોલી,"આમ શું જોવો છો બધા" "શું કહ્યુ દેવે?"નકુલથી રહેવાયું નહીં તેથી તેને પૂછ્યું. "અત્યારે તમે લોકો જઈ આવો,એક વીક પછી આપણે બધા સાથે જઈશું"નિત્યાએ જવાબ આપતા કહ્યું. "દેવે ના કહ્યું કે તારી જ ઈચ્છા નથી?"સલોનીએ પૂછ્યું. "મારી જ ઈચ્છા નથી અને દેવને પણ કોલેજનું કંઈક કામ પેન્ડિંગ છે એ કરે છે સો..........." "ઓકે ધેન તમારા બંનેની જ ના છે તો ...Read More

30

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૦

સાંજના સમયે સતરંગ કોફીશોપમાં માનુજ,દિપાલી અને સલોની બેસ્યા હતા. "વુડ યૂ લાઈક ટુ હેવ કોફી સર"સતરંગ કોફીશોપના એક વેઇટરે પૂછ્યું. "આઈ લેટ યુ નો આફટર ટેન મિનિટ્સ"માનુજે જવાબ આપ્યો. "ઓકે સર" "માનુજ દેવભાઈ અને નિત્યા ક્યાં પહોંચ્યા?" "બસ પાંચ-સાત મિનિટમાં આવી જશે" "સલોની નકુલકુમાર ક્યાં રહ્યા?" "આઈ એમ હિઅર"નકુલ આવતાની સાથે બોલ્યો. "કેમ છો નકુલકુમાર?"દિપાલીએ નકુલને પૂછ્યું. "બસ જલસામાં દીદી" "સરસ સરસ" "તમે બોલો" "બસ અમારે પણ જલસા" "મેં સાંભળ્યું તમારા લગ્નની ડેટ નક્કી થઈ ગઈ,કેવી ચાલે છે તૈયારી?" "તમને કોને કહ્યું?"દિપાલીએ પૂછ્યું. "આ સામે તારી બેન બેસી છે એણે જ કહ્યું હશે,સેમ તારા જેવી જ છે પેટમાં કોઈ ...Read More

31

એક અનોખો બાયોડેટા (સીઝન-૧) ભાગ-૩૧

સોમવારથી નિત્યાને કોલેજ સ્ટાર્ટ કરવાની હતી.એના પગમાં પણ હવે સારી એવી રિકવરી આવી ગઈ હતી.નિત્યા નોર્મલ લોકોની જેમ ઝડપથી નહોતી ચાલી શકતી પણ હવે એને ચાલવામાં તકલીફ થતી ન હતી.રવિવારનો દિવસ હતો.નિત્યા કોલેજ જવા ખૂબ જ એક્સાઇટેડ હતી.નિત્યાએ એની ડાયરી સાથે એની ખુશી વ્યક્ત કરી. * રવિવાર હોવાથી સલોનીના મમ્મી(મિસિસ મહેતા)ઘરના રસોડામાં કઈક બનાવી રહ્યા હતા.સલોની કોફી લેવા માટે રસોડામાં આવી ત્યાં એણે એની મમ્મીને જોઈ.સલોનીના ઘરમાં બધું જ કામ નોકરો દ્વારા થતું હતું.જમવાનું કામ મણિકાકા કરતાં હતાં.આજ એની મમ્મીને રસોડામાં જોઈ સલોની બોલી,"આજ સૂરજ કંઈ બાજુ ઉગ્યો છે" "કેમ?" "મેં પહેલી વાર તારા હાથમાં ફાઇલ અને ફોન સિવાય ...Read More

32

એક અનોખો બાયોડેટા (સીઝન-૧) ભાગ-૩૨

"અમે મતલબ હું અને સલોની"નકુલે કહ્યું. "તને લાગે છે કે તારે મને પૂછવાની જરૂર છે"જ્યોતિબેન બોલ્યા. "આઈ નો મમ્મી,પણ આદત છે" "અમુક આદતો સમય સાથે ચેન્જ કરી લેવી જોઈએ" "સારી આદતોને ક્યારેય ચેન્જ ના કરાય" "બેટા સમજ વાતને.અમુક વાતોને સ્પષ્ટતાથી નથી સમજાવી શકાતી.એટલું સમજ કે પહેલા તારી ફક્ત મારા અને તારા બિઝનેસ તરફની જવાબદારી હતી હવે સલોની અને એની ખુશી પણ તારી જવાબદારી છે" "મમ્મી દરેક વખતે કેમ છોકરાઓને જ જવાબદારીઓ સમજાવવામાં આવે છે.સલોની કેમ ના સમજે કે મારી ખુશી શેમાં છે" "એને પણ સમય આવશે ત્યારે કોઈ સમજાવશે અને કદાચ કોઈ નઈ સમજાવે તો સમય તો જરૂર સમજાવશે" ...Read More

33

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૩

નિત્યાએ દેવને ફોન કર્યો. "હાઈ ભાઈબંધ"નિત્યાએ કહ્યું. "વાહ,આજ મેડમનો મૂડ અલગ જ છે" "કેમ?" "કંઈ નહીં" "તું યાર દર બંદર જેવું ના કર" "જો આવી ગઈને તારા અસલી રૂપમાં" "હા,કારણ કે તને હું ઈજ્જત આપું એ તને જ નઈ ફાવતું" "બોલ,કેમ ફોન કર્યો હતો" "બસ એમ જ" "એમ તો તું કોઈ દિવસ કરે નઈ" "એક ગુડન્યુઝ આપવા ફોન કર્યો" "હોઓઓ...નિત્યા આ બધું ક્યારે થયું?....તે મને કેમ ના કહ્યું" "જસ્ટ શટ અપ"નિત્યાએ ગુસ્સે થઈને ફોન મૂકી દીધો. દેવે નિત્યાને ફોન કર્યો પણ નિત્યા ગુસ્સામાં હતી એટલે એણે કોલ રિસીવ ના કર્યો.દેવે મેસેજ કર્યો કે"યાર મને તો કે" નિત્યાએ દેવનો મેસેજ ...Read More

34

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૪

દેવ એનું બાઇક લઈને નિત્યાના ઘરની બહાર પહોંચ્યો.દેવે હોર્ન માર્યો પણ કોઈ બહાર આવ્યું નહીં.દેવને થયું કે દરવાજો બંધ એટલે કદાચ નઈ સાંભળ્યો હોય.દેવે ફરીથી હોર્ન માર્યો.છેવટે કંટાળીને દેવે નિત્યાના ફોન પર કોલ કર્યો. નિત્યા ફોન ઉપાડતા જ બોલી,"હા બોલ!" "શું બોલ,ક્યારનો હોર્ન વગાડું છું સંભળાતું નથી તને" "સંભળાય છે પણ હું રૂમમાં હતી એટલે આવતા વાર લાગે ને" "ચાલ જલ્દી કર.મોડું થાય છે" "હાલ જ આવી" "ઓકે" લાઈટ યલો કુરતી પહેરી અને કાનમાં હાર્ટ શેપની નાની બુટ્ટી પહેરી એક દમ સિમ્પલ તૈયાર થયેલી નિત્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી.નિત્યાએ સ્ટીલની બોટલ અને ટિફિન એક્ટિવની ડેકીમાં મૂક્યું અને ...Read More

35

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૫

"દેવ મને........." "હા...તને શું નિત્યા?" "મને એન્ઝાઈટી થઈ રહી છે"નિત્યાએ રડતાં રડતાં કહ્યું. "શેનાથી?" "મને..........ડરરરર લાગે છે"નિત્યા હીબકાં લેતા અટકાઈને એની વાર કહી રહી હતી. "તું શાંત થઈ જા પહેલા" નિત્યા થોડી શાંત થઈ રહી હતી.દેવ નિત્યાનો હાથ એના હાથમાં લઈને એને શાંત કરવાની કોશિશ કરી રહ્યો હતો.નિત્યા નાના બાળકની જેમ દેવ હાથ પકડી રસ્તે જતા સાધનોને જોઈ રહી હતી.નિત્યા જ્યારે રસ્તા વચ્ચેના ટ્રાફિકને જોતી એટલી વાર એને જૂની યાદ તાજી થઈ જતી હતી અને એના કારણે એ ડરી જતી.નિત્યા હવે શાંત થઈ ગઈ હતી.નિત્યાને ગભરાયેલી જોઈ દેવે એને આગળ કઈ જ ના પૂછ્યું. "હવે તું ઓકે છે?"દેવે નિત્યાને ...Read More

36

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૬

દેવ ભાગતો ભાગતો લાઈબ્રેરી આગળ પહોંચ્યો જ્યાં નિત્યા કાનમાં ઇઅરફોન લગાવી,આંખો બંધ કરી અને આકાશ તરફ મોઢું રાખીને બેસી "મને ખબર કે તને કઈ વાતની એન્ઝાઈટી છે"દેવે નિત્યા પાસે આવીને કહ્યું.કારણ કે દેવને ખબર ન હતી કે નિત્યાના કાનમાં ઇઅરફોન લગાવેલા હતા. નિત્યાએ કોઈ જવાબ ના આપ્યો તેથી દેવે ફરીથી કહ્યું,"ઓય,સાંભળને!....બહેરી થઈ ગઈ છે કે શું" નિત્યાએ આંખો ખોલી તો એણે દેવનો પડછાયો દેખાયો તેથી એ પાછળ ફરી અને દેવને સીધો જ પ્રશ્ન કર્યો,"તે રજા માટે લિવ એપ્લિકેશન કેમ નથી આપી હજી સુધી?,તને ખબર છે ને કે આપણી કોલેજમાં લિવ માટે એક મહિના પહેલા એપ્લાય કરવું પડે છે" "શેની ...Read More

37

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૯

રાત્રે ઘરે જઈને ફ્રેશ થઈને દેવ હોલમાં બેસીને કંઈક વિચારી રહ્યો હતો. "કેવું રહ્યું ડિનર?"જશોદાબેને પૂછ્યું. "બહુ જ સરસ તને યાદ કરતી હતી" "તારી અને પંકજકુમારની સરપ્રાઈઝ કેવી લાગી નિત્યા અને સ્મિતાને" "એ બંને તો એકબીજાને જોઈને શોક થઈ ગયા હતા" "થાય જ ને.અચાનક મળ્યા હોય એટલે.અને સ્મિતા તો નિત્યાને ત્યાં જોઈને વિચારવા લાગી હશે કે નિત્યા અહીંયા ક્યાંથી" "હા,એવું જ બનેલું" "કાવ્યા શું કરતી હતી?" "એઝ યુઝુઅલ!, મસ્તી" "બરાબર" "દીદી તો જલ્દી જતા રહ્યા હતા" "કેમ?" "પંકજકુમારના પપ્પાનો ફોન આવ્યો હતો એટલે" "કોઈ પ્રોબ્લેમ............" "ના,ના મમ્મી.એવું કંઈ જ ન હતું.એમના ફોઈ-ફુવા આવ્યા હતા એટલે એમને મળવા માટે જલ્દી ...Read More

38

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૭

દેવ ડ્રાઇવ કરી રહ્યો હતો અને નિત્યા પાછળ બેસી સવારીની મજા લઇ રહી હતી. "ઓયય....રસ્તો ભૂલી ગયો કે શું?,રાઈટ વળવાનું હતું" "રસ્તો બરાબર યાદ છે.મેં જાણી જોઈને લેફ્ટ ટર્ન લીધો છે" "આપણે ક્યાં જઈ રહ્યા છીએ?" "પહોંચીને ખબર પડી જશે" "આમ સસ્પેન્સ ના રાખ" "એમા જ મજા છે દોસ્ત" "તું મને કિડનેપ તો નથી કરી રહ્યો ને?"નિત્યાએ મજાક કરતા પૂછ્યું. "હું તને ગુંડો-મવાલી દેખાઉં છું?" "હા,તું એવા કામ કરે છે તો બીજું શું કહું" "તું ચૂપચાપ બેસ અને મારા પર વિશ્વાસ રાખ" "તારે કહેવાની જરૂર નથી.આઈ ટ્રસ્ટ યુ" "થેંક્યું" "પણ એમ તો કહી શકે છે ને કે કેટલી વારમાં ...Read More

39

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૮

"પહેલા મારી વાત સાંભળી લે"નિત્યા બોલી."પહેલા હું બોલીશ"દેવે કહ્યું."અચ્છા તું બોલ,મારે શું માનવાનું છે""તારે પ્રોમિસ કરવાની છે કે હું પૂછું એનો જવાબ તું આપીશ જ""તારો પ્રશ્ન શું છે?""એ હું પછી કહીશ""ઓકે તો હું પ્રોમિસ આપીશ પણ પહેલા તારે મને એક પ્રોમિસ આપવી પડશે""શેની?""હું કહીશ એ તું માનીશ""પણ શું?""એ હું પણ તને પછી કહીશ""સારું તો મેં પ્રોમિસ આપી જા""વિચારી લે જે. હું જે કહું એ કરવું પડશે""હા વિચારી લીધું.રિસ્ક હૈ તો ઇશ્ક હૈ""ઓકે,હુ પણ તને પ્રોમિસ કરું છું કે જે તું પૂછે એનો સાચે-સાચો જવાબ આપીશ""ઓહહ""પૂછ ચાલ""સવારે કોલેજ જતી વખતે શું થયું હતું?""અરે,તારે આ જાણવું હતું?"નિત્યાએ માથા પર હાથ મુકતા ...Read More

40

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૦

નિત્યાને પાણી લઈને આવતી જોઈને જશોદાબેન બોલ્યા,"નિત્યા તું અહીંયા આવ મારી પાસે બેસ તારું જ કામ છે મને" "મારું "મોટી બેન તમે પહેલા એ કહો કે તમે ચા પીશો કે ઠંડુ"કામિનીબેને પૂછ્યું. "હમણાં જ જમીને આવ્યા છીએ હવે કઈ જ નહીં" "કંઈક તો લેવું પડે,ચા રાત્રે સારો નઈ હું આઈસ્ક્રીમ લઈને આવું"જીતુભાઇ આઈસ્ક્રીમ કેવા ઉભા થતા બોલ્યા. "પપ્પા આઈસ્ક્રીમ તો છે જ ફ્રીઝમાં" "હા,તમે કન્ટીન્યુ કરો હું લઈ આવું"નિત્યાએ કહ્યું. નિત્યા બધા માટે કાચના બાઉલમાં આઈસ્ક્રીમ લઈને આવી. "તારા માટે એક જ બાઉલ કેમ લાવી?" નિત્યા ચિડાઈને દેવ સામે જોઈ રહી હતી. "અરે તને બહુ ભાવે છે તો બે-ત્રણ ...Read More

41

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૧

નિત્યા હિંચકામાં બેસી હતી અને અચાનક એની આંખોમાં ફ્લેશલાઈટ પડી.નિત્યાની આંખો અંજાઈ ગઇ હોવાથી તે એની આંખો મસળવા લાગી પછી આંખો ખોલીને જોયું અને બોલી,"તમે લોકો અત્યારે અહીંયા?" "હા,અમે લોકો અત્યારે અહીંયા"દિપાલી બોલી. "કહેતી હોય તો પાછા જતા રહીએ"માનુજે કહ્યું. દેવ,માનુજ અને દિપાલી આવ્યા હતા. "અરે ના,આવો આવો.આમ અચાનક આવ્યા એટલે હું ચોકી ગઈ" "ચાલ ભાઈ અંદર,તને અલગથી ઇન્વીટેશન આપવું પડશે?" "ના ભાઈ તમે જાવ.મારે ઘરે જવું પડશે" "કેમ?"દિપાલીએ પૂછ્યું. "મમ્મીનો ફોન આવ્યો હતો કે ઘરે ઇલેક્ટ્રિશન આવ્યો છે તો મારે જવું પડશે"દેવે જવાબ આપ્યો. દેવ જવાબ તો દિપાલી અને માનુજને આપતો હતો પણ તે નિત્યા સામે જોઈ રહ્યો ...Read More

42

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૨

દેવ નિત્યાને મળવાને બદલે સીધો જ નકુલ,સલોની,માનુજ અને દિપાલી પાસે ગયો અને એમને હેપ્પી દિવાલી વિશ કર્યું.આ જોઈને નિત્યાને થયું.એના મનમાં થોડી ઈર્ષ્યાની ભાવના પ્રગટી.અને થાય પણ કેમ નઈ,એનો બેસ્ટ ફ્રેન્ડ ધીમે ધીમે એનાથી દૂર થઈ રહ્યો હતો એવું એને લાગી રહ્યું હતું.પણ નિત્યા કોઈ પણ સમયે હંમેશા પોઝિટીવ રહેવાનું વિચારતી એટલે એને વિચાર્યું કે ભલે મારાથી દૂર પણ એ ખુશ તો છે ને.આટલું વિચારીતા જ એના મોઢા પર સ્મિત વેરાયું અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. થોડી વાર પછી માનુજ અને દિપાલી નિત્યા પાસે ગયા "હાઈ બહેના,હેપ્પી દિવાલી"માનુજ બોલ્યો. "હેપ્પી દિવાલી ભૈયાજી,હેપ્પી દિવાલી ભાભીજી"નિત્યાએ માનુજ અને દિપાલીને હગ ...Read More

43

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૩

દેવ નિત્યાને સોરી કહેવાના પ્રયત્નો કરી રહ્યો હતો પણ નિત્યાને એના ઈશારા ખબર નહોતી પડી રહી.દેવ નિત્યાને એકાંતમાં લઇ વાત કરવા માંગતો હતો એટલે એને સ્મિતા પાસે હેલ્પ લીધી અને એ રીતે નિત્યાને અંદર મોકલવા કહ્યું.દેવ એના રૂમમાં જઈને નિત્યાની રાહ જોવા લાગ્યો.એને નિત્યાને વોટ્સએપ પર મેસેજ કર્યા પણ નિત્યાના ફોનમાં નેટ ઓફ હતું એટલે એને ખબર ન પડી.સ્મિતાએ કંઈક બહાનું કાઢીને નિત્યાને દેવના રૂમમાં જવા કહ્યું.નિત્યા દેવના રૂમના દરવાજા પાસે જઈને નોક કર્યું પણ જોયું તો દરવાજો પહેલેથી ખુલ્લો જ હતો. "શું હું અંદર આવી શકું છું?"નિત્યાએ થોડો દરવાજો ખોલતા પૂછ્યું પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં.નિત્યાએ દરવાજો ...Read More

44

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૪

સલોની સાથે આવેલી છોકરીને જોઈને દેવે નકુલને પૂછ્યું,"આ કોણ છે" "એની ફ્રેન્ડ શ્રેયા"નકુલે ધીમેથી દેવના કાનમાં કહ્યું. "અચ્છા" "સારી છે,વાત ચલાવું તારી એના જોડે?"નકુલે મજાક કરતા પૂછ્યું. "જસ્ટ શટ અપ" "ઓકે ઓકે બ્રો,ચિલ" "ચાલો બધા પોતાનો સામાન ટ્રેનમાં મૂકી દો"માનુજે બોલ્યો. "ટિકિટ તો બતાવ,કઈ જગ્યા પર આપણે બેસવાનું છે"દેવે પૂછ્યું. માનુજે પોકેટમાંથી ટિકિટના કાગળ કાઢ્યા અને દેવને આપ્યા.દેવે બધી જ ટિકિટ જોઈ અને સાથે કઈ શીટનું રિઝર્વેશન પણ જોઈ લીધું.ટિકિટ જોઈ એમાં એક ટિકિટ વધારે જોઈને દેવે માનુજને ખભે હાથ મૂકીને એને બોલાવતા પૂછ્યું,"માનુજ,આ કોની ટિકિટ છે" દેવ ટિકિટ પર કોઈનું નામ જોવે એ પહેલાં માનુજે દેવના હાથમાંથી ટિકિટ ...Read More

45

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૫

રાતભરના સફર બાદ બીજા દિવસે પઠાણકોટ પહોંચી બધાએ ચા-નાસ્તો કર્યો અને ફ્રેશ થઈને પોતપોતાની બેગ્સ વોલ્વોમાં મૂકી.હવે બધા જેની જોઈ રહ્યા હતા ત્યાં જવાની બસ થોડી જ વાર હતી.પઠાણકોટ પંજાબનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર છે.પઠાણકોટમાં બજારમાં ફરતા ફરતા બધા ટ્રેકર્સ ત્યાંની ફેમસ બિલ્લા લસ્સીવાળાની દુકાને પહોંચ્યા.ત્યાં લસ્સી પીધા પછી કોઈના પેટમાં લન્ચ કે ડિનર માટે જગ્યા જ ન રહી.પઠાણકોટથી રાત્રે ૮ વાગે વોલ્વોમાં મનાલી જવા માટે નીકળ્યા.જેમ જેમ રસ્તો આગળ વધતો જતો તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધતું જતું હતું.નિત્યાના મનમાં ઠંડીને લઈને થોડો ડર હતો એટલે એ કશું જ બોલ્યા વગર ચૂપચાપ દેવની બાજુમાં બેસી રહી હતી. "શું ...Read More

46

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૬

હવે ગલર્સનો ટર્ન હતો.બધી જ ગલ્સ એકબીજાની સામે જોઇને એક-બીજાને સોન્ગ સજેસ્ટ કરી રહી હતી.એટલા માં પાછળથી એક મધુર સંભળાયો અને સાથે એક પડછાયો દેખાયો.બધા સોન્ગ પત્યા પછી પડછાયો ક્લીઅર થવાની રાહ જોઈ રહ્યા હતા અને એ સુરીલો અવાજ કોનો હતો એ જાણવા આતુર હતા.મોઢા પર માસ્ક,માથા પર ગરમ ઉનની ટોપી અને સ્ટોલ ઓઢીને નિત્યા આગળ આવી.આટલું બધું પહેરેલું હોવાથી નિત્યાને માનુજ,દેવ,નકુલ,દિપાલી,સલોની સિવાય બીજું કોઈ ઓળખી શક્યું ન હતું.શ્રેયા પણ વિચારમાં પડી ગઈ હતી કે આ કોણ છે.નિત્યા જેવી થોડી આગળ આવી કે તરત જ એક છોકરીએ એનો હાથ પકડ્યો અને કેમ્પ ફાયરની આગળ વચ્ચોવચ નિત્યાને બેસાડી અને બોલી,"આવ ...Read More

47

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧)ભાગ-૪૭

રાતના સાડા બારથી નિત્યાનું મગજ વિચારોમાં ખોવાયેલું હતું.નિત્યા પોતાની જાતને જ પ્રશ્ન કરતી હતી અને એ પ્રશ્નોના જવાબ પણ પોતે જ પોતાને આપતી હતી. (આમ પણ કહેવાય છે ને કે માણસ જ્યારે સ્વંય સાથે વાત કરતો હોય ત્યારે એને પોતાના પ્રશ્નોના જવાબ કોઈને પૂછવાની જરૂર રહેતી નથી.આપોઆપ બધું જ ક્લીઅર કટ દેખાતું હોય છે કે પોતે શું કરવું જોઈએ અને શું નહિ.એટલે તમને જ્યારે પણ સમય મળે થોડો સમય એકલા રહીને પોતાની જાતને જરૂર આપજો.) આ બાજુ દેવની હાલત પણ કંઈક એવી જ હતી.એને પણ નિત્યા સાથે આરગ્યુમેન્ટ કરીને કઈક અજીબ ફીલ થતું હતું.કદાચ નિત્યાને ખોવાનો ડર સતાવતો પણ ...Read More

48

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૮

દેવને નિત્યા સાથે સેલ્ફી લેવી હતી પણ નિત્યાએ દેવને ના કહ્યું તેથી દેવ ગુસ્સે થઈને,"હવે મારી સાથે ના બોલતી"કહીને નીકળી ગયો.નિત્યાને ચીડવવા માટે દેવ જાણી જોઈને સલોની અને શ્રેયા પાસે વધુ રહેવા લાગ્યો.એ જાણવા માંગતો હતો કે નિત્યા એના આમ કરવાથી કેવું રીએક્ટ કરે છે.નિત્યા સલોની અને શ્રેયાના રચેલા જાળમાંથી દેવને બચાવવા માંગતી હતી પણ એ ડાયરેક્ટ દેવને આ વાત કરશે તો દેવ કેવું રીએક્ટ કરશે.એને એ પણ શંકા હતી કે દેવને એની વાત સાચી લાગશે કે નહીં.બ્રેક પછીના બે કલાક ટ્રેકિંગ કરીને ફાઇનલી ભૃગુ લેક પહોંચી ગયા.ત્યાં કઈક વધારે જ ઠંડી હતી પણ ત્યાં પહેરવાના સ્નોપ્રુફ ક્લોથીસ બધાને ...Read More

49

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૯

ટ્રીપનો સાતમો દિવસ.એટલે કે પ્રવાસીઓનો આ જન્નતમાં(મનાલીમાં) છેલ્લો દિવસ.ગુલાબા કેમ્પસાઈટમાં બ્રેકફાસ્ટ કર્યા પછી મનાલી જવાનું હતું.ટેન્ટમાંથી બધાએ પોતાના બેગ્સ મૂકી દીધા અને ઓલ્ડ મનાલી એટલે કે પ્રોપર મનાલી ગામમાં જવા નીકળ્યા.અડધો કલકના રસ્તામાં ટ્રીપ વોલેન્ટીયરએ આજના દિવસમાં શું શું કરવાનું એ કહ્યું. "સૌથી પહેલા અહીંયાંથી આપણે ઓલ્ડ મનાલી જઈશું.ત્યાંથી અમારી તરફથી પ્રોવાઈડ કરેલા વિહિકલ્સમાં આપણે બધા સોલાંગ વેલી જઈશું"વોલેન્ટીયર ભાઈ બોલ્યા. "ત્યાં જોવાલાયક શું છે?"ટ્રેકર્સમાંથી એક છોકરાએ પૂછ્યું. "ભાઈ અહીંયા જોતા આવડે તો બધું જ જોવાલાયક છે"વોલેન્ટીયરમાં એક મેમ હતા એ બોલ્યા. "ત્યાં સ્નફોલ થાય છે એ જોવાનું,પેરાગ્લાઇડિંગ કરવાનું અને બીજું ઘણું બધું કરવા લાયક છે એ ત્યાં જઈને ...Read More

50

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૫૦

સાંજના ૬:૧૫ એ ફરતા ફરતા મોલ રોડ પર પહોંચ્યા.અંધારું થઈ ગયું હોવાથી ત્યાંની લાઇટિંગનો નજારો જ કંઈક અલગ હતો.ત્યાં જ ફરવાની બહુ જ મજા આવે એવું હતું.ત્યાં ખૂબ જ ભીડ હતી.મનાલીમાં મોલ રોડ પર દિવસ કરતા સાંજ અને રાતના સમયે વધારે ભીડ ઉમળતી.એટલી ઠંડીમાં પણ લોકો રોડ પર વોક માટે તો કેટલાક પ્રવાસીઓ શોપીંગ કરવા માટે ત્યાં આવતા.ત્યાં નજીકમાં અમુક શોપ હતી એમાંથી બધાએ શોપિંગ કર્યું.સલોની અને શ્રેયાએ તો એક બેગ ભરાઈ જાય એટલા કપડાં જ ત્યાંથી ખરીદ્યા અને એના સિવાય બીજી વસ્તુઓ લેવાની બાકી હતી જેના માટે એ બંને મોલ રોડ તરફ આગળ વધ્યા.બાકીનાએ જે જોઈતું હતું એ ...Read More

51

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૫૧

નકુલ,માનુજ અને દિપાલી સલોનીને લઈને ત્યાંથી દૂર વોલ્વો તરફ ચાલ્યા ગયા.શ્રેયા ત્યાં ઉભી હતી પણ આજનું નિત્યાનું મહાકાલીનું રૂપ એ પણ ત્યાંથી જતી રહી.દેવ નિત્યાને લઈને એક બાજુ કોફીશોપમાં ગાર્ડન જેવો એરિયા હતો ત્યાં ગયો. "નિત્યા શાંત થઈ જા,એમાં સલોનીની ભૂલ નથી" "હું શાંત જ છું.તને ખબર નથી એણે શું કર્યું છે.મારો બસ ચાલત તો હું એને હજી એક-બે થપ્પડ લગાવી દેત"નિત્યા હજી પણ ગુસ્સામાં બોલી રહી હતી. "એને હાથલારીને ધક્કો માર્યો એ જ ને?"દેવે નિત્યાનો હાથ પોતાના હાથમાં લેતા પૂછ્યું. "હા,અને એ વાત તું આટલું શાંતીથી કેમ કહી રહ્યો છે.જો તને ખબર હતી કે એને આટલું ખરાબ કામ ...Read More

52

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧

અત્યાર સુધીના ભાગમાં તમે નિત્યાની સમજદારી અને સહનશક્તિ,દેવનો ઇમોશનલ અને મજાકીઓ સ્વભાવ,માનુજનો લાગણીશીલ સ્વભાવ,દિપાલીની સરળતા,સલોનીની બેરુખી,નકુલનો અંદાજ,શ્રેયાની ચાલાકી,જીતુભાઈનો વ્હાલસોયો તો કામિનીબેન,જશોદાબેન,જ્યોતિબેન અને મિસિસ મહેતાની એમના સંતાનો પ્રત્યેની મમતા,સ્મિતાની ઉદારતા,કાવ્યાની માસૂમિયત,પંકજકુમારનો આદર્શ સ્વભાવ,મોહનકાકા અને મણીકાકાની એમના કામ પ્રત્યેની ઈમાનદારી જોઈ. (નોંધ:-જો તમે ૧ થી ૫૧ ભાગ સુધી નઈ વાંચ્યું હોય તો તમને હવે પછીના ભાગ વાંચવા તો ગમશે પણ મજા નઈ આવે તો કૃપા કરી પહેલા આગળના ભાગ વાંચો.મારી સ્ટોરીને આટલો પ્રેમ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર⭐) હવે આગળ જોઈએ.............. . . . . . અઢાર વર્ષ પછી................ સવારના પહોરમાં વાતાવરણ એકદમ શાંત હતું. -૧℃ જેટલી ઠંડી હતી.બ્લેન્કેટ ઓઢીને ...Read More

53

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨

એક ૪૨ વર્ષનો ટોલ-હેન્ડસમ માણસ હોટલમાંથી બહાર નીકળી રહ્યો હતો.એને હાથમાં ફોસીલની ઘડિયાળ પહેરેલી હતી.બ્રાન્ડેડ ગોગલ્સ પહેર્યા હતા.શૂટ-બુટ અને એ માણસ ડેસિંગ લાગી રહ્યો હતો.આજુબાજુમાં મીડિયા અને જવાન છોકરીઓની સાથે સાથે છોકરાઓ પણ એમને મળવા માટે,એમની સાથે હાથ મિલાવવા,એમની સાથે ફોટો ક્લિક કરવા માટે એ માણસની આજુ-બાજુ મંડરાઈ રહ્યા હતા.એની આજુબાજુ એકઠી થયેલી ભીડ જ કહી આપતી હતી કે એ ખૂબ મોટો માણસ હશે.છતાં પણ એના મોઢા પર સ્મિત હતું.કોઈજ પ્રકારનો ઘમંડ કે રુઆબ ન હતો.બધાની સાથે હાથ મિલાવતા અને ફોટો ક્લિક કરતા હતા. (તમે શું વિચારી રહ્યા છો કે એ કોઈ ફિલ્મ એક્ટર હશે કે કોઈ મોટો સેલિબ્રિટી ...Read More

54

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩

આગળના બે ભાગ વાંચતા તમને લાગ્યું હશે કે આ કઈ નવી સ્ટોરી ચાલુ થઈ ગઈ.પણ એવું નથી સ્ટોરી એ છે દેવ અને નિત્યા વાળી.આજ તમને ૫૨ અને ૫૩ માં ભાગના જેટલા પણ પાત્રો છે જે તમને નવા જણાઈ રહ્યા છે એમનો ખુલાસો કરી આપું.ખુલાસો કર્યા પહેલા તમને થોડી ઘણી પણ ખબર પડી હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો. (ડીપી ઉર્ફ દેવ પટેલ:-કેનેડાની છ યુનિવર્સિટીસનો માલિક.અને તમે જોયું એમ મોંટ્રીઅલમાં પણ સાતમી યુનિવર્સિટીનો પણ ભાગીદાર બનવા જઈ રહ્યો છે.) (જસુબેન ઉર્ફ જશોદાબેન પટેલ "દેવ અને સ્મિતાના મમ્મી"એ રસોઈ બનાવવામાં ઘણા એક્સપર્ટ હતા પણ એમને શ્વાસની તકલીફ થઈ ગઈ હોવાથી ...Read More

55

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૪

નિત્યા અને જશોદાબેન બેસીને વાતો કરી રહ્યા હતા. "દેવ ક્યાં ગયો?"જશોદાબેને નિત્યાને પૂછ્યું. "અરે એ તો જમવા બેસ્યા હતા.હું ભૂલી જ ગઈ.મમ્મી,તમે આરામ કરો હું જાઉં છું.એમને કઈક જરૂર હશે તો" "એને કઈ જોઈશે તો એ મારિયા પાસે માંગી લેશે" "તો પણ હું જાઉં" "સારું,ધ્યાન રાખજે,જલ્દી જલ્દીમાં ક્યાંક વગાડી ના બેસતી" "હા મમ્મી"કહીને નિત્યાએ ડાઇનિંગ ટેબલ તરફ ડોટ મૂકી . "આ છોકરીને પોતાના સિવાય બધાની ચિંતા છે.હે કાન્હાજી!, મારી આ દિકરીને તમે બધી જ ખુશીઓ આપજો જેની એ હકદાર છે.એ પોતાના માટે તમારી પાસે ક્યારેય કઈ જ નહીં માગે એટલે એની તરફથી હું એના માટે એની ખુશીઓ માંગુ છું"જશોદાબેન ...Read More

56

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૫

કાવ્યા નિત્યાના રૂમમાં બુક લેવા માટે ગઈ.ટેબલ પર બુક પડી હતી.બુક પર ડાયરી પડી હતી.કાવ્યાએ બુક લેવા માટે ડાયરી લીધી તરત જ ડાયરીમાંથી છુટા પડેલા પત્તા નીચે પડ્યા.કાવ્યા નીચે પડેલા પત્તા ભેગા કરવા લાગી.એમાંથી એક પત્તુ હાથમાં લઈ વાંચવાનો પ્રયત્ન કર્યો.પછી તરત જ વિચાર્યુ કે કોઈની પર્સનલ ડાયરી વાંચવી એ ખરાબ આદત છે.ડાયરીના પત્તા ભેગા કરી,વ્યવસ્થિત રીતે ગોઠવી,નિત્યાએ મંગાવેલી બુક લઈને નિત્યા પાસે ગઈ."નીતુ સોરી""કેમ?""તારા રૂમમાં બુક લેવા ગઈ હતી ત્યાં બુક ઉપર તારી ડાયરી હતી એ ભૂલથી નીચે પડી અને પત્તાઓ વેરવિખેર થઈ ગયા છે""તું શું કરવા મારી ડાયરીને અડી.તે કઈ વાંચ્યું તો નથી ને?"નિત્યાએ ગભરાઈને પૂછ્યું."ના,એટલી મેનર્સ ...Read More

57

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૬

દેવ ગુસ્સામાં ઉભો થયો અને નિત્યાને બંને હાથથી પકડીને બોલ્યો,"કાલનું વાગ્યું છે તને.તારે મને જણાવવું જરૂરી ન લાગ્યું.હું તારી કહ્યા વગર નથી સમજી શકતો.એટલો સમજદાર નથી હું.આખો દિવસ કામ કામને કામ.બધાનું ધ્યાન રાખે છે બસ પોતાનું જ ભૂલી જાય છે.તું શું કામ આમ કરે છે.દરેક વખતે પોતાનું દુઃખ મારાથી છુપાવે છે.હું કાંઈ બહારનો નથી.તારો હસબન્ડ છું.મારી જવાબદારી છે તારું ધ્યાન રાખવાની.દરેક વખતે પોતાની તકલીફ છુપાવીને મને મારી જવાબદારીથી કેમ દૂર રાખે છે.ડોક્ટરને પણ નથી બોલાવ્યા.ઇન્ફેક્શન થઈ જશે તો.કેમ આમ કરે છે તું નિત્યા?""દેવ પ્લીઝ,ઇટ્સ હટિંગ મી"નિત્યાને દેવના જોરથી પકડવાથી દુખાવો થતો હોવાથી નિત્યા બોલી.દેવ અચાનક ભાનમાં આવ્યો હોય એમ ...Read More

58

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૭

દેવ કાવ્યાની ચિઠ્ઠી જોઈને હસ્યો અને મનમાં બોલ્યો,"અમારા ઘરમાં એક આ ચિઠ્ઠીનો રિવાજ જ છે જેના લીધે કોમ્યુનિકેશન સહેલું જાય છે" (થોડાક વર્ષોમાં દેવના ઘરનું વાતાવરણ એટલું બદલાઈ ગયું હતું કે એકબીજા સામે પોતાની વાત મુકવા માટે પણ જીજક થતી હતી એટલે આ ચીઠ્ઠી પ્રથા ચાલુ થઈ હતી.એની સૌથી પહેલા શરૂઆત નિત્યાએ જ કરી હતી. કેવી રીતે?,કેમ?....આ પ્રશ્નોના જવાબ આગળ તમને મળી જશે.) પછી એને સવારની ચિઠ્ઠી જે નિત્યાએ બ્રેકફાસ્ટ સાથે મૂકી હતી એ યાદ આવી અને ફરી ગણગણવા લાગ્યો,"નિત્યાએ પણ સવારે એક ચીઠ્ઠી મૂકી હતી.હું ઉતાવળમાં જોવાનું જ ભૂલી ગયો"દેવ પોતાના રૂમમાં ગયો.નિત્યા સુઈ ગઈ હોવાથી લાઈટ બંધ ...Read More

59

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૮

દેવ,કાવ્યા અને નિત્યા ત્રણે બ્રેકફાસ્ટ કરીને કાવ્યાની કોલેજ જવા માટે નીકળ્યા.દેવ કાર ડ્રાઇવ કરી રહ્યો હતો.કાવ્યા અને નિત્યા પાછળની પર બેસ્યા હતા.કાવ્યા કોલેજમાં બે દિવસ શું કર્યું,કોને મળી,કોણ ફ્રેન્ડ બન્યા,પ્રોફેસર્સ કેવું ભણાવે છે બધું જ નિત્યા સાથે શેર કરી રહી હતી.નિત્યા સહેજ પણ કંટાળ્યા વગર કાવ્યાની વાત ધ્યાનથી સાંભળી રહી હતી.દેવ એ બંનેને જોઈ રહ્યો હતો."તમે કેમ કશું બોલતા નથી પપ્પા?"કાવ્યાએ દેવને પૂછ્યું."હું શું બોલું?""તમે આમ ક્યારના જોઈ રહ્યા છો.....હું બધું નોટીસ કરું છું"આ સાંભળી દેવ અસમંજસમાં મુકાઈ ગયો.એને સુજ્યું નહી કે કાવ્યાની વાતનો શું રીપ્લાય આપે."તું ક્યાંરની આમ ચપળ ચપળ કરે છે તો એ તને જોઈ જ રે ...Read More

60

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૯

રાતે દેવ ઘરે આવ્યો.નિત્યા,કાવ્યા અને જસુબેન ડિનર કરવા બેસ્યા હતા.દેવ આવીને સીધો જ બેગ સોફામાં મૂકીને ડાઈનિંગટેબલ પર પોતાની બેસી ગયો.દેવ ત્યાં બેસ્યો ત્યારે નિત્યા કંઈક લેવા માટે રસોડામાં ગઈ હતી.પણ કાવ્યા અને જસુબેન ત્યાં જ હતા.એ બંને આ દ્રશ્ય જોઈને દંગ થઈ ગયા.કાવ્યા તો વિચારમાં જ પડી ગઈ કે આજ સૂરજ કઈ બાજુ ઊગ્યો હતો.આજ સવારના પપ્પા કઈક અલગ જ બીહેવ કરે છે. "શું વાત છે પપ્પા,આજ સીધું જ ડાઈનિંગ ટેબલ પર"કાવ્યાએ દેવને પૂછ્યું. "મને બહુ જ કકડીને ભૂખ લાગી છે.શું બનાવ્યું છે?"દેવે કહ્યું. "મારા માટે પાસ્તા,નાની માટે રજવાડી ખીચડી અને નીતુ તો કઈ પણ ખાઈ લે છે"કાવ્યા ...Read More

61

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૦

દેવને જસુબેન સાથે વાત કરતા કરતા અગિયાર ક્યારે વાગી ગયા એનું માં-દિકરામાંથી એક પણને ભાન ન રહ્યું.દેવ નાના બાળકની એની મમ્મીના ખોળામાં માથું મૂકીને સૂતો હતો.દેવના માથા પર હાથ ફેરવતા જસુબેન બોલ્યા,"દેવ,હવે રૂમમાં જઈને સુઈ જા.અગિયાર વાગી ગયા છે.કાલ ઓફીસ પણ જવાનું હશે ને" "તને ઊંઘ આવી છે?"દેવે જસુબેનને પૂછ્યું. "ના" "તો બેસવા દે ને થોડી વાર.ઘણા દિવસે મન શાંત હોય એમ લાગે છે" "કેમ,આમ શાંત નથી રહેતું?,કંઈ પ્રૉબ્લેમ છે?" "ના ના,બસ વર્ક લોડ છે" "તો થોડો બોઝ ઓછો કરી લે ને.કોઈ સારા માણસને શોધી થોડી જવાબદારી એને સોંપી દે" "મમ્મી,હવે મને કોઈના પર ભરોસો નથી રહ્યો" "કોઈ એકના ...Read More

62

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૧

દેવના ઓફીસ ગયા પછી નિત્યા અને જસુબેન બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા અને કાવ્યા એના રૂમમાંથી આવી. "જય શ્રી ક્રિષ્ના શ્રી ક્રિષ્ના નાની" "જય શ્રી ક્રિષ્ના"નિત્યા અને જસુબેન એક સાથે બોલ્યા. "ચલ બ્રેકફાસ્ટ કરી લે.હું ઓફીસ જતા તને કોલેજ ડ્રોપ કરું" "કેમ પપ્પા ગયા?" "હા" "પણ કેમ,આજ તો એમનો બર્થડે છે.આજ તો એ આપણી સાથે ટાઇમસ્પેન્ડ કરી શકે છે ને!" "દેવ અને ઘરે.......ઇમ્પોસીબલ"નિત્યાએ કહ્યું. "હા,ક્રિસમસની સિવાય તારો પપ્પો ક્યાં ઘરે રહે છે" "એમનું ચાલે તો ક્રિસમસના દિવસે પણ ઓફીસ ચાલુ રાખે પણ અહીંયાના રુલ્સ એન્ડ રેગ્યુલેશન એમને એ ન કરવા દે"નિત્યાએ કહ્યું. "હું શું કહું છું ખબર છે"કાવ્યા નાસ્તો કરતા ...Read More

63

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૨

નિત્યાએ ઘડિયાળ સામે જોયું તો સાડા પાંચ વાગી ગયા હતા.નિત્યાએ દેવની પર્સનલ સેક્રેટરીને ફોન કરવાનું વિચાર્યું.પછી તરત એણે થોડી રાહ જોવાનું નક્કી કર્યું.છ વાગી ગયા હતા છતાં પણ દેવનો કોલબેક નહોતો આવ્યો.નિત્યાને થોડું અજુગતું લાગવા લાગ્યું હતું અને ટેનશન પણ થતું હતું તેથી નિત્યાએ સીધો જ દેવને ફોન કર્યો.એક વાર રીંગ પુરી થઈ ગઈ છતાં દેવે ફોન ન ઉપાડ્યો એટલે નિત્યાએ બીજી વાર ફોન કર્યો. "હેલો મેમ"દેવનો ફોન કોઈ છોકરીએ ઉપાડ્યો. "હેલો,હૂ ઇસ ધીસ?"નિત્યાએ પૂછ્યું. "હેલો મેમ,હું સરની પર્સનલ સેક્રેટરી બોલું છું" દેવે પોતાની પી.એ ઇન્ડિયન રાખી હતી જેથી દેવની બધી જ જરૂરિયાત સારી રીતે સમજી શકે. "ઓહ!,જાનકી તું....." ...Read More

64

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૩

નિત્યાએ ઘરે પહોંચી ડોરબેલ વગાડ્યો.કાવ્યાએ દરવાજો ખોલ્યો.નિત્યા અને કાવ્યા બંને અંદર ગયા.નિત્યાએ અંદર જઈને જોયું તો એ દંગ થઈ આંખો પહોળી જ રહી ગઈ જેનું કારણ હતું દેવ.જેને સરપ્રાઈઝ આપવા માટે નિત્યા શોધવા નીકળી હતી એને નિત્યાને જ સરપ્રાઈઝ કરી નાખી. "તારા પપ્પા ક્યારે આવ્યા ઘરે?"નિત્યાએ કાવ્યાને પૂછ્યું. "થોડી વાર પહેલા" "અચ્છા,પણ એમને તો મીટિંગ હતી ને" "એ બધું કાઈ ખબર નથી મને.પણ નીતુ તું ક્યાં ગઈ હતી?.અમે લોકો ક્યારના કેક કટિંગ માટે તારી રાહ જોતા હતા" "સોરી,હું કામથી બહાર ગઈ હતી" "ઇટ્સ ઓકે" "દેવને કેવું લાગ્યું સરપ્રાઈઝ?" "કઈ કહ્યું જ નથી એમણે.બસ આવ્યા ત્યારના મહેમાનો સાથે જ વાતચીત ...Read More

65

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૪

જસુબેન નિત્યાના હાથમાંથી ગ્લાસ લઈ દેવના રૂમ તરફ આગળ વધ્યા.નિત્યાએ એમણે રોકવાની ઘણી કોશિશ કરી પણ બધી જ કોશિશ રહી.નિત્યા મનમાં વિચારવા લાગી કે,"જો મમ્મી દેવને નશાની હાલતમાં જોશે તો શું થશે.મમ્મીને ખૂબ દુઃખ થશે.મારે ગમે એ કરીને એમણે રૂમમાં જતા રોકવા પડશે.પણ કરું તો શું કરું,કઈ સમજાતું નથી"જેવા જસુબેન રૂમના દરવાજાની નજીક પહોંચ્યા એવો જ રસોડામાંથી કઈક પડવાનો અવાજ આવ્યો એટલે જસુબેને પાછળ ફરીને જોયું.એ ફટાફટ નીચે આવ્યા અને રસોડામાં ગયા.ત્યાં જઈને જોયું તો નિત્યાના હાથમાંથી કોલડ્રિન્કવાળી ટ્રે પડી ગઈ હતી અને નિત્યા નીચે પડેલા કાચના ટુકડા સાફ કરી રહી હતી.નિત્યાને ખબર હતી કે જો રસોડામાં કંઈક ગડબડ ...Read More

66

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૫

નિત્યાએ દેવને ઉભો કર્યો અને સોફા પર બેસાડ્યો અને કહ્યું,"દેવ,હું નિત્યા તમારી ફ્રેન્ડ.તમે એક પત્નીને નહીં પણ એક ફ્રેન્ડને તમારા મનની વાત કરી શકો છો ને?" "ના,હું નથી કહી શકતો.તને નહીં પણ કોઈને પણ નથી કહી શકતો" "કેમ?" "બસ એમ જ" "મને ખબર છે તમને શું પ્રોબ્લેમ છે" "તને બધું જ ખબર પડી જાય નિત્યા,યૂ આર અ જીનિયસ"નિત્યાને ચિયરઅપ કરતો હોય એમ નિત્યાનો હાથ પકડી ઊંચો કરતા દેવ બોલ્યો. "દેવ,એક વાત પૂછું?" "હા પૂછ.જે પૂછવું હોય એ પૂછ.આજ ડીપી તને બધા જ જવાબ આપશે કારણ કે આજ ડીપીનો બર્થડે છે" નિત્યા થોડી વાર ચૂપ રહી એટલે દેવે ફરી કહ્યું,"શું ...Read More

67

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૬

પાર્ટી પત્યા પછી કાવ્યા અને જસુબેન વાતચીત કરી રહ્યા હતા.વાતો વાતોમાં કાવ્યાએ પૂછ્યું,"જસુ,આ સલોની કોણ છે?" "અરે,મારે તો આજે લેવાની રહી જ ગઈ,તારી માં ને ખબર પડશે તો હમણાં દોડતી આવશે"જસુબેને જાણે કાવ્યાનો પ્રશ્ન સાંભળ્યો જ ના હોય એમ વાત બદલીને બોલ્યા. "હા,મમ્મીને જપ જ નથી" "વાહ,આજના દિવસમાં બે વાર"નિત્યાને મમ્મી કહેવા પર ફરી જસુબેને કાવ્યાની મજાક ઉડાવી. "શું?" "નીતુ નહીં પણ મમ્મી" "હું ક્યાં બોલી" "તું બોલી" "હશે,મને યાદ નથી" "ઓકે,સુઈ જા.હું પણ સુઈ જાઉં છું" "મારે તો કાલ રજા એટલે હું તો આજે લેટ નાઈટ સુધી મુવી જોઇશ" "સારું તારે જે કરવું હોય એ કરજે,જય શ્રી ક્રિષ્ના" ...Read More

68

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૭

કાવ્યાના જીદ કરવાથી જસુબેન કાવ્યાને સલોની વિશે જણાવવા માટે તૈયાર થઈ ગયા.વાત શરૂ કરતાં પહેલાં જસુબેન કાવ્યા પાસેથી પ્રોમિસ બોલ્યા,"હું તને બધું જ કહીશ પણ એના પહેલા મને એક પ્રોમિસ આપ" "એ જ ને કે હું આ વાત કોઈની પણ સાથે શેર ના કરું?" "હા,નિત્યા સાથે પણ નહીં" "પ્રોમિસ નાની,જલ્દી કહો કે સલોની છે કોણ?" "સલોની આપણા જીવન માટે એક શ્રાપ પુરવાર થઇ છે" "શ્રાપ.....એ કેવી રીતે?" "આજ આપણી જિંદગી કઈક અલગ હોત,જો એ આપણી લાઈફમા.....સોરી દેવની લાઈફમાં ન આવી હોત" "મતલબ?" "મતલબ કે અત્યારે આપણે જે પણ છીએ એ એના કારણે છીએ" "હા,એ તો સારી બાબત છે ને?.......તો ...Read More

69

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૮

દેવ નિત્યાને હલકા હાથે ધક્કો મારીને જતો રહ્યો.નિત્યા જમીન પર પગ ટેકવી બેસીને રડી રહી હતી. આજુબાજુમાં રહેલા લોકો દયા ભરી નજરે જોઈ રહ્યા હતા પણ કોઈ એને આશ્વાસન આપવા નહોતું આવી રહ્યું.એટલામાં નિત્યાના માથા પર કોઈએ હાથ મુક્યો. હવે આગળ............. "એ કોણ હતું નાની?"કાવ્યાએ જસુબેનને પૂછ્યું. "હું" "પણ તમે તો ત્યાંથી......." "નહોતી નીકળી હું ત્યાંથી.મને નિત્યા પર પૂરો વિશ્વાસ હતો કે એ દેવને સંભાળી લેશે પણ એક માંનું દિલ દિકરાને એકલો મુકવા નહોતું માનતું.હું ત્યાં દૂર જઈને ઉભી રહી અને આ બધી વાતચીત સાંભળી" "પણ પપ્પા નીતુના પર કેમ ગુસ્સે થયા હતા?" "પહેલા મને પણ ખબર ના પડી ...Read More

70

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૯

(દેવ અને સલોની વચ્ચે ખૂબ જ ગરમા-ગરમીવાળો માહોલ થઈ ગયો હતો.બંને ખૂબ ગુસ્સામાં એક-બીજાને જેમ-તેમ બોલી રહ્યા હતા.દેવ એના પર કાબુ ના રાખી શક્યો અને સલોની પર હાથ ઉપાડવા જતો હતો એટલામાં અચાનક ત્યાં નકુલ આવી ગયો.નકુલે દેવનો હાથ પકડીને જોરથી નીચે પટક્યો અને દેવને ગાલ પર એક તમાચો માર્યો અને બોલ્યો,"તારી હિંમત કેવી રીતે થઈ સલોની પર હાથ ઉપાડવાની" "નકુલ......"દેવ નકુલને કહેવા જતો હતો કે ખરેખર અહીંયા થયું છે શું.પણ નકુલ દેવની કઈ જ વાત સાંભળવા તૈયાર ન હતો.એને દેવનો કોલર પકડ્યો અને બોલ્યો,"બોલ....તે કેમ આમ કર્યું?" "ભાઈ પ્લીઝ....મારી પુરી વાત સાંભળ પહેલા" "મારે તારી કોઈ જ વાત ...Read More

71

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૦

"દેવે અહીંયા આવી ફક્ત એની જ ઝિંદગી નથી બદલી પણ અમારા બધાની બદલી છે.અને આ બધામાં એક નિર્દોષને ઘણું કરવું પડ્યું છે" "તમે નિતુની વાત કરો છો ને?" "હા,નિત્યાએ દેવ માટે ઘણું કર્યું છે.દેવને એની કદર છે અને નિત્યાની ફિકર પણ છે બસ જતાવતો નથી" "હા,મેં પપ્પાની આંખોમાં નીતુ માટે પ્રેમ જોયો છે" "પ્રેમ છે પણ સ્વીકારે તો ને"જસુબેન મનમાં બોલ્યા છતાં કાવ્યાને સંભળાયું તેથી કાવ્યાએ પૂછ્યું,"મતલબ?" "કંઈ નહીં" "બોલોને,સ્વીકાર નથી કરતા મતલબ?" "આપણને દેખાય છે કે દેવ નિત્યાને પ્રેમ કરે છે પણ એ પોતે એ પ્રેમનો સ્વીકાર નથી કરતો.કારણ કે......" "સલોનીના કારણે જ ને?" "હા" "તો શું પપ્પા ...Read More

72

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૧

"આઈ ડોન્ટ લવ નિત્યા મમ્મી.પ્રેમ એક જ વાર થાય અને મેં એ કરી લીધો છે.મને નથી લાગતું કે હવે હું બીજી વાર કોઈને પ્રેમ કરી શકીશ.અને એટલે જ હું નિત્યાને મારાથી દૂર રાખું છું.એ મને સાચો પ્રેમ કરે છે.એ મારા માટે કઈ પણ કરી શકે છે.અને આજ એ વાત સાબિત થઈ ચૂકી છે.મેં એના પ્રેમનું અપમાન કર્યું છતાં પણ નિત્યા મારી ચિંતામાં મને શોધતા શોધતા રેસ્ટોરન્ટ આવી પહોંચી હતી.પણ હું હવે એને વધારે દુઃખી કરવા નથી માંગતો.એટલે જ મેં રેસ્ટોરન્ટમાં એની સાથે એવો બીહેવ કર્યો હતો જેથી મને દુઃખી જોઈને એ મારી પાછળ ના આવે.જો એ મારી પાસે આવશે ...Read More

73

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૨

નિત્યા સવારે ઉઠી.એની બાજુમાં સૂતી કાવ્યાને કપાળમાં કિસ કરી.થોડી વાર સૂતી કાવ્યાના માસૂમ ચહેરા સામે જોઈ રહી.પછી એના માથા હાથ ફેરવીને કાવ્યા જાગી ના જાય તેથી ધીમા ડગલે પોતાના રૂમમાં જવા માટે નીકળી.નિત્યાએ રૂમમાં જઈને જોયું તો દેવ પહેલેથી જ જાગેલો હતો અને મોબાઈલમાં કંઈક ફેંદી રહ્યો હતો.નિત્યાએ દેવને આમ જોતાં કપબર્ડમાંથી કપડાં કાઢતા કાઢતા વાતચીત શરૂ કરી. "કેમ વહેલા ઉઠી ગયા તમે?"નિત્યાએ દેવને પૂછ્યું. "બસ એમ જ" "અચ્છા" "એક્ચ્યુઅલી,આઈ એમ નોટ ફીલિંગ વેલ" "કેમ?,શું થયું છે?" "માથું બહુ જ દુખે છે" "હા,એ તો દુખવાનું જ હતું ને"નિત્યા ધીમેથી બોલી પણ દેવને સંભળાઈ ગયું હોવાથી દેવે પૂછ્યું,"શું કહ્યું તે?" ...Read More

74

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૩

નિત્યા હજી ટેબલ પર જ બેસીને મનમાં હસી રહી હતી.કાવ્યા કોલેજ જવા માટે નીકળતી હતી. "નીતુ બાય,આઈ એમ ગોઈંગ કોલેજ" નિત્યાએ કાવ્યાની વાત સાંભળી ન હતી તેથી એ કઈ બોલી નહીં.એટલે કાવ્યાએ નિત્યાની સામે જોયું તો એ હજી પણ એમ જ બેસીને શરમાતી હોય એમ હસી રહી હતી.કાવ્યાએ નિત્યાને આમ જોઈ એની આગળ જઈને કહ્યું,"ઓઓહોહોહોહો......,ચહેરે પે ક્યાં હસી ખીલી હૈ" આ સાંભળી નિત્યાની હસી ગભરાહટમાં ફેરવાઈ ગઈ અને નિત્યા બોલી,"ચૂપ,એવું કંઈ નથી" "તો આમ શું વિચારીને હસતી હતી?" "હું ક્યાં હસી" "જૂઠ બોલે કૌંઆ કાટે" "હું ક્યારેય જૂઠું નથી બોલતી" "હા,હો તું હસતી તો હતી"જસુબેન આવ્યા અને એમને કાવ્યાનો ...Read More

75

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૪

કાવ્યાએ યશનો હાથ પકડીને એને પણ પહેલી બેન્ચ પર બેસાડ્યો.કાવ્યા અને યશના ત્યાં બેસવાથી પેલા અજાણ છોકરાની નજર કાવ્યા યશ પર પડી.એને પોતાનું ઈન્ટરોડક્શન આપતા કહ્યું,"હેલો,આઈ એમ ક્રિશ" ક્રિશે હેન્ડશેક કરવા માટે હાથ આગળ વધાર્યો.કાવ્યાએ ધીમે ધીમે હાથ આગળ વધાર્યો અને ક્રિશની આંખોમાં ખોવાઈ ગઈ હોય એમ ફ્રીઝ થઈ ગઈ.યશે કાવ્યાને સહેજ ધક્કો મારીને કાવ્યા અને ક્રિશ હાથ છોડાવીને ક્રિશને હાથ મિલાવતાં કહ્યું,"હેલો આઈ એમ યશ" "નાઇસ ટૂ મીટ યૂ બોથ"ક્રિશે કહ્યું. "વી ટૂ"યશે જવાબ આપ્યો. કાવ્યા હજી પણ ક્રિશની સામે જ જોઈ રહી હતી.એટલામાં ક્લાસમાં પ્રોફેસર આવી ગયા.બધા સ્ટુડન્ટસ પ્રોફેસરના વેલકમ માટે ઉભા થયા.પ્રોફેસરે ઇશારાથી બધાને બેસવાનું કહ્યું ...Read More

76

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૫

નિત્યા અને જાનકી બેસીને વાત કરી રહ્યા હતા એટલામાં નિત્યાને દેવના બર્થડેના દિવસે જાનકીએ કહેલી અધૂરી વાત યાદ આવતા મને પેલા દિવસે કંઈક વાત કરવાની હતી.શું વાત હતી?" અચાનક નિત્યાનો આ સવાલ સાંભળી જાનકી થોડું ચોંકી ગઈ.એને સુજ્યું નહીં કે એને શું જવાબ આપવો.જાનકીએ વાતથી અજાણ બનવા માટે કહ્યું,"કંઈ વાત?" "કાલ હું ઓફીસ આવી ત્યારે તે કહ્યું હતું ને કે મારે તમારી સાથે વાત કરવી છે એ" જાનકીએ વિચારવાનું નાટક કર્યું પછી બોલી,"અમમ...મને કંઈ યાદ નથી આવતું" "અરે કાલ તે કહ્યું હતું એટલામાં ભૂલી ગઈ?" "લેટ ઇટ ગો મેમ,ઈમ્પોર્ટન્ટ નઈ હોય એટલે જ ભુલાઈ ગયું" "અચ્છા...બરાબર" જાનકી વિચારવા લાગી,"આઈ ...Read More

77

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૬

નિત્યા વોશરૂમમાંથી આવી અને દેવના ખભે હાથ મુક્યો અને બોલી,"દેવ....." દેવ ધ્યાનથી ફોનમાં કઈક જોઈ રહ્યો હતો તેથી દેવ ભડક્યો અને બોલ્યો,"ડરી ગયો યાર હું તો" "દેવ,ઇસ હી અજય?"નિત્યાએ બીજા ટેબલ તરફ ઈશારો કરતા કહ્યું. "કોણ?" "અરે પેલા તમારા સ્પોર્ટ્સવાળા ક્લાઈન્ટ" "ક્યાં છે એ?,એ તો એની ગર્લફ્રેંડ સાથે ડિનર પર જવાનો હતો.એ અહીંયા ક્યાંથી હોય" "આપણે અહીંયા શું કામ આવ્યા છીએ?" "ડિનર માટે" "તો એ ના આવી શકે?" "અરે હા,એ તો મેં વિચાર્યું જ નહીં"પછી દેવે ઉભા થઈને જોયું તો અજય જ હતો.અજયને જોતા જ દેવ બોલ્યો,"પણ એ તો એની ગર્લફ્રેંડ સાથે અહીંયા આવ્યો હતો.તો પછી એકલો કેમ બેસ્યો ...Read More

78

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૭

સવારના લગભગ સાડા સાત વાગે દેવ અને જસુબેન હોલમાં બેસીને ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા.નિત્યા કોફી પી રહી હતી.કાવ્યા એના આવતા જ બોલી,"ગુડ મોર્નીગ માય લવલી ફેમિલી" બધા પોતપોતાનું કામ કરતા કરતા ગુડ મોર્નીગ બોલ્યા.કોઈએ કાવ્યાની સામે જોયું નહીં.કાવ્યા બ્રેકફાસ્ટ માટે ડાઈનિંગ ટેબલ પર બેસી.નિત્યાએ એને નાસ્તો આપ્યો.દેવ પેપર વાંચીને ઉભો થઈને એના રૂમમાં જતો હતો.નિત્યા દેવને જોઈ રહી હતી.કાવ્યા નિત્યાની સામે જોતા ગીત ગાવાનું ચાલુ કર્યું, "છુપાના ભી નહિ આતા.... જતાના ભી નહિ આતા...... હમેં તુમસે મહોબ્બત હૈ...... બતાના ભી નહિ આતા........" કાવ્યાને ગીત ગાતા સાંભળી એના રૂમમાં જતો દેવ સીડીઓમાં જ ઉભો રહ્યો.નિત્યા અને જસુબેન પણ કાવ્યાની સામે ...Read More

79

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૮

કાવ્યા એના ક્લાસમાં બેસી હતી.હવે ફક્ત એક લેક્ચર બાકી હતો તેથી ઘણા બધા સ્ટુડન્ટસ લેક્ચર બન્ક કરીને જતા રહ્યા જ સ્ટુડન્ટસ ક્લાસમાં બેસ્યા હતા.હજી લેક્ચર સ્ટાર્ટ થવાનું એનાઉન્સમેન્ટ નહોતું કર્યું તેથી ક્લાસમાં બધા પોતપોતાના ગ્રુપમાં બેસીને વાતો કરી રહ્યા હતા.અમુક પોતાના ફોનમાં બીઝી હતા તો અમુક લવબર્ડ્સ એકબીજાનામાં ખોવાયેલ હતા.ઇન્ડિયામાં કોલેજમાં ભણતા સ્ટુડન્ટસને કોલેજમાં પ્રેમ કરવાની છૂટ ન હતી પણ કેનેડામાં આ બધું બહુ જ કોમન હતું.કેટલાક બોયસ એન્ડ ગર્લ્સ ખુલ્લેઆમ એકબીજાને હગ કરતા,કિસ કરતા.પણ આ બધું જ એમની મર્યાદામાં રહીને થતું.કાવ્યા જેવી ઇન્ડિયન છોકરીઓને આ બધું થોડું અજીબ લાગતું.પણ હવે એ પણ એટલી અન્ડરસ્ટેડિંગ થઈ ગઈ હતી કે ...Read More

80

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૯

લગભગ રાતના સાડા દસ વાગ્યા હતા.દેવ સ્ટડી ટેબલ પર બેસીને લેપટોપમાં એનું કામ કરી રહ્યો હતો અને નિત્યા સોફા બેસીને બુક વાંચી રહી હતી.બંને પોતાનું કામ પૂરું ધ્યાન લગાવીને કરી રહ્યા હતા.એક રૂમમાં હોવા છતાં બંનેના વચ્ચે બે-ત્રણ કલાકથી કોઈ જ વાતચીત નહોતી થઈ રહી પણ બંને એકબીજાની સાથે એટલા જ કમ્ફર્ટેબલ હતા.કોઈ કેવી રીતે કહી શકે કે એ બંનેને એકબીજાથી પ્રેમ નથી.કારણ કે કશું જ ન બોલવા છતાં બસ એકબીજાની સાથે કલાકો સુધી ચૂપચાપ કમ્ફર્ટેબલી બેસી રહેવું એ બધાની સાથે શક્ય નથી.કોઈ પતિ-પત્ની વચ્ચે કે બે મિત્રો વચ્ચે કે પછી કોઈ પણ સંબંધમાં આ વસ્તુ પ્રેમથી પણ વધારે ...Read More

81

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૦

યશે કાવ્યાને ક્રિશનો પર્સનલ નંબર સેન્ડ કર્યો અને પછી યશ સુઈ ગયો.યશ વિચારવા લાગ્યો કે,"રાતના બાર વાગે આ બંદરિયા નંબરનું શું કામ હશે.મારી ઊંઘ બગાડી છે ને એને કાલ કોલેજમાં એની વાટ લગાવું"આમ વિચારો કરતો કરતો યશ સુઈ ગયો. કાવ્યાએ ક્રિશનો નંબર પોતાના ફોનમાં સેવ કરવા જતી હતી પણ વિચારતી હતી કે,"કયાં નામથી ક્રિશનો નંબર સેવ કરું?.ના એ મારો ફ્રેન્ડ છે,ના હવે એ મારા માટે અજનબી છે.શું રાખું...શું રાખું.....શું રાખું...."કાવ્યા મનમાં ગણગણ કરીને વિચારી રહી હતી કે ક્રિશનો નંબર કયાં નામે સેવ કરે.વિચારોમાં ખોવાયેલી કાવ્યાએ ભૂલથી કોલ ડાયલ પર ટચ કરી દીધો.અચાનક રિંગ વાગી એટલે કાવ્યાને ખબર પડી કે ...Read More

82

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૧

સવારના લગભગ પોણા નવ વાગ્યા હતા.કાવ્યા હજી એના રૂમમાં નિરાંતે સૂતી હતી.એના રૂમની બારી આગળ લગાવેલા કર્ટન્સમાંથી તડકાનું એક એના મોઢા પર પડી રહ્યો હતું.જેના કારણે અજવાળું આવવાથી એની ઊંઘમાં ખલેલ પહોંચી રહી હતી તેથી એ બીજી તરફ મોઢું ફેરવીને સુઈ ગઈ.એટલામાં એના ફોનમાં એલાર્મ વાગ્યું એટલે એ ઝટકો મારીને ઉભી થઈ ગઈ.કારણ કે,કાવ્યા જે ટાઈમનું એલાર્મ મૂકીને ઊંઘતી એ પહેલાં જ એ ઉઠી જતી અને એલાર્મ બંધ કરી લેતી પણ આજે તો એલાર્મ રણકયું હતું.એને લાગ્યું કે,"હું આટલી બેભાન અવસ્થાવાળી ઊંઘમાં કેવી રીતે સુઈ ગઈ.મને તો આવી ઊંઘ કોઈ દિવસ નથી આવતી પણ મજા આવી ગઈ.આજ એવું ફીલ ...Read More

83

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૨

જાનકીએ દેવ અને અજય માટે લન્ચ ઓર્ડર કર્યું અને કહ્યું,"સર,બહાર તમારા ફ્રેન્ડ આવ્યા છે" "ફ્રેન્ડ?"દેવના મોઢા પર પ્રશ્નાર્થ ભાવ ગયા. દેવ વિચારવા લાગ્યો કે,"મારો કયો ફ્રેન્ડ આવ્યો હશે?" "એને એનું નામ તો કહ્યું હશે ને?"દેવે પૂછ્યું. "હા,કોઈ મિસ્ટર મા......."જાનકી આગળ કઈ બોલે એ પહેલાં તો કેબિનનો દરવાજો ખુલ્યો અને કોઈએ પૂછ્યું,"કેન આઈ કમ ઇન સર?" "ઓહહ તો તું છે...આવ આવ....અંદર આવ યાર"દેવે આવકાર આપ્યો અને ઉભો થઈને એને ભેટી પડ્યો. "તું તો અમને યાદ નથી કરતો પણ અમે તો તને યાદ કરી લઈએ" "સોરી યાર,આ કામ જ એટલું હોય છે ને...આવ બેસ" "કાલ યશે મને કહ્યું હતું કે તું ...Read More

84

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૩

ક્રિશ કોલેજ કેમ નહોતો આવ્યો એ જાણવા માટે હેલીએ યશ પાસેથી ક્રિશનો નંબર લીધો અને ક્રિશને કોલ કર્યો.એક રીંગમાં ક્રિશે કોલ રિસીવ કરી લીધો પણ હેલીનો નંબર એની પાસે ન હતો તેથી એને વાત શરૂ કરી. "હેલો,હૂ ઇસ ધીસ?" "હેલો ક્રિશ,આઈ એમ હેલી" "ઓહહ હેલી,હા બોલ" "વ્હેર આર યૂ?" "બસ કોલેજના ગેટ પાસે પહોંચ્યો" "ઓકે કમ" "ઓકે બાય" "બાય"કહીને હેલીએ ફોન મુક્યો. કાવ્યા અને યશ બંને હેલીની સામે જોઈ રહ્યા હતા.એટલે હેલીએ કહ્યું,"ક્રિશ ઇસ કમીંગ,ગેટ પર પહોંચ્યો.બસ આવે જ છે" "હાશશ...."કાવ્યાએ હળવાશ અનુભવતા કહ્યું. "સ્ક્યુઝ મી મેડમ,તમે કઈ વાતથી ખુશ થાવ છો?"હેલીએ કાવ્યાને પૂછ્યું. હેલીના કહેવાથી કાવ્યા શરમાઈ ગઈ.હેલીએ ...Read More

85

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૪

હેલી,યશ અને કાવ્યાનું નાનકડું એડવેન્ચર પૂરું થયું અને ત્રણેય કાવ્યાના ઘરે પહોંચ્યા.કાવ્યાએ ડોરબેલ વગાડ્યો.નિત્યા વહેલા જ ઘરે આવીને રસોઈ તૈયારી કરી રહી હતી.નિત્યાએ ડોરબેલનો અવાજ સાંભળ્યો એટલે એ દરવાજો ખોલવા ગઈ.દરવાજો ખોલતા જ યશ નિત્યાને પગે લાગ્યો અને હગ કરવા જતો હતો ત્યાં નિત્યાએ એને રોકતા કહ્યું,"રૂક રૂક રૂક બેટા,મારા હાથ ગંદા છે" "ઇટ્સ ઓકે ગર્લફ્રેન્ડ"યશે નિત્યાને હગ કરતા કહ્યું. (યશને નિત્યા સાથે કંઈક અલગ જ લગાવ હતો.યશ નિત્યાને ગર્લફ્રેન્ડ કહીને બોલાવતો હતો.યશ જેટલો દેવથી ડરીને દૂર દૂર રહેતો એટલું જ કમ્ફર્ટેબલી એ નિત્યા સાથે હતો.નાનપણથી જ યશને નિત્યાની માયા વધારે હતી.કારણ કે યશનો જન્મ થયો ત્યારે દિપાલી અને ...Read More

86

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૫

યશ અને હેલી બંને લુડો રમી રહ્યા હતા.કાવ્યા હેલીને ચીયરઅપ કરી રહી હતી.કાવ્યાનો ફોન ટેબલ પર પડ્યો હતો અને ફોનમાં મેસેજ આવતા હતા તેથી એ ફોન લેવા માટે ઉભી થઇ.કાવ્યાએ ફોનની સ્ક્રીન ઓન કરી કે તરત જ એના મોઢા પર મસ્ત સ્માઈલ આવી ગઈ કારણ કે મિસ્ટર પ્રોટેક્ટિવનો(ક્રિશ) મેસેજ હતો. "હાઈ કાવ્યા" કાવ્યાએ સામે મેસેજ કર્યો,"હેલ્લો ક્રિશ" ક્રિશ પણ કાવ્યાના મેસેજની જ રાહ જોઇને બેસ્યો હતો એટલે એને તરત જ સામે રીપ્લાય આપ્યો,"વોટ આર યૂ ઓલ ડુઈંગ વિથઆઉટ મી" "વી આર પ્લેઈંગ લુડો એન્ડ બીફોર પ્લેઈંગ લુડો,વી ઓલ વોચડ ધ મુવી" "વિચ મુવી?" "યે જવાની હૈ દિવાની" "ઓહહ,નાઇસ" "યસ,ધેટ ...Read More

87

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૬

યશ અને કાવ્યા ઝગડી રહ્યા હતા.આખો રૂમ ગંદો કરી દીધો હતો.બધી જ વસ્તીઓ વેરવિખેર થઈ ગઈ હતી.બેડની ચાદર પણ નીચે નાખી દીધી હતી.લુડોનું બોર્ડ અને એની કુકડીઓ પણ ક્યાંય રફુચક્કર કરી દીધી હતી.ક્રિશ ફોનમાંથી બુમો મારી રહ્યો હતો અને હેલી પણ એ બંનેને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી. એટલામાં કાવ્યાના રૂમનો દરવાજો ખુલ્યો.હેલીએ દરવાજા તરફ જોયું.હેલીએ યશ અને કાવ્યાને ઈશારો કર્યો પણ એ બંને તો ઝગડવામાં જ બીઝી હતા.અચાનક કાવ્યા શાંત થઈ ગઈ અને મીરરમાં જોઈને પૂતળાની જેમ ઉભી રહી ગઈ.દેવ કાવ્યાના રૂમમાં આવ્યો હતો. દેવે રૂમની હાલત જોઈને પૂછ્યું,"વોટ ઇસ ધીસ કાવ્યા?" "સોરી પપ્પા"કાવ્યા રૂમની વેરવિખેર વસ્તુઓને સમેટતા ...Read More

88

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૭

કાવ્યાએ નોટિસ કર્યું કે ડાઇનિંગ ટેબલ પર એ લોકો વિશે વાત થઈ રહી હતી એટલે કાવ્યા બોલી,"આ લોકો આપણા પર વાત કરતા લાગે છે" "હા,ઇવન આઈ ઓલ્સો નોટીસ"યશ બોલ્યો. "શું વાત કરતા હશે?"હેલીએ પૂછ્યું. "હું પૂછીને આવું"કાવ્યા બોલી. કાવ્યા ડાઇનિંગ ટેબલ પાસે ગઈ.નિત્યાની પ્લેટમાંથી પાપડનો ટુકડો લઈને ખાતા બોલી,"શું વાત ચાલી રહી છે?" "તારી અને યશની વાત ચાલી રહી હતી કે તમે બંને સેમ ટુ સેમ ટોમ એન્ડ જેરી જેવા છો.એકબીજાની સાથે ખૂબ ઝગડો કરો છો પણ એકબીજા વગર ચાલતું પણ નથી"દિપાલીએ કહ્યું. "હા,બરાબર.શું કરું?,જેવો પણ છે એ બંદર મારો ફ્રેન્ડ છે"કાવ્યાએ જવાબ આપ્યો. યશ પણ ડાઇનિંગ ટેબલ પાસે ...Read More

89

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૮

દેવ સવારના નવ વાગે એના કેબિનમાં બેસીને કામ કરી રહ્યો હતો.આજ દેવ સવારે વહેલા જ ઓફિસમાં આવી ગયો હતો કેબિનમાં ટેબલ પર પડેલ ફાઈલોને આમથી તેમ કરી રહ્યો હતો અને વળી પાછો લેપટોપમાં વ્યસ્ત થઈ જતો.ચહેરાથી થોડો ગંભીર અને બેચેન જણાઈ રહ્યો હતો.સવારે વહેલો નીકળ્યો હોવાથી કંઈ જ નાસ્તો નહોતો કર્યો જેના કારણે ભૂખ લાગવાથી થોડો ચીડચિડો પણ થઈ રહ્યો હતો.એટલામાં જાનકી આવીને કેબિનના દરવાજા પર ઉભી રહીને પૂછ્યું,"મેં આઈ કમ ઇન સર?" "યસ" "ગુડ મોર્નીગ સર" "ગુડ મોર્નીગ જાનકી" "સર,તમે આટલું વહેલા....." "કેમ,ના આવી શકું?" "વ્હાય નોટ સર.બટ,આજ તો કોઈ મીટિંગ પણ નથી તો" "મારે થોડું કામ હતું.સો,આઈ ...Read More

90

એક અનોખો બાયોડેટા-(સીઝન-૨) ભાગ-૩૯

"બોલો,શું વાત કરવી હતી જેના લીધે તમે તમારા પાવન પગલાં મારી ઓફિસમાં પાડ્યા?""વ્હાય આર યૂ ટોન્ટ મી?""જાણે તમે તો સાથે મારા પર ફૂલોની વર્ષા કરી હતી.તમે પણ ઓછા ટોન્ટ નથી માર્યા""હા હવે,હું થોડો ગુસ્સામાં હતો""કઈ વાતનો ગુસ્સો દેવ.હું કાલનું તમને નોટિસ કરું છું કે તમે મારી સાથે આમ રુડલી બીહેવ કરો છો""એવું કંઈ નથી""કંઈક તો છે.પણ જવાદો,અત્યારે તમારે શું વાત કરવી હતી એ કહો"દેવે ડાઈરેક્ટ મુદ્દાની વાત કરતા પૂછ્યું,"તે માનુજનું પ્રપોઝલ રિજેક્ટ કર્યું?""હા""પણ કેમ?""બસ એમ જ"નિત્યાએ બીજી તરફ જોઈને જવાબ આપ્યો.દેવે નિત્યાને પોતાની તરફ ફેરવી અને ફરી પૂછ્યું,"સાચુ બોલ તે એવું કેમ કર્યું?"નિત્યાએ ફરી બીજી તરફ મોઢું કર્યું અને ...Read More

91

એક અનોખો બાયોડેટા (સીઝન-૨) ભાગ-૪૦

દેવ અને નિત્યા વચ્ચે થયેલ આરગ્યુમેન્ટ પછી નિત્યા બધું જ કામ પડતું મૂકીને આશરે કલાક સુધી એના કેબિનમાં આંખો કરીને કશું જ વિચાર્યા વગર મગજ બ્લેન્ક કરીને બેસી રહી.થોડા સમય પછી એના કેબિનમાં એની ઈંટર્ન હાથમાં બે-ત્રણ ફાઇલ્સ લઈને આવી.જે નિત્યાની અન્ડર ઈન્ટરશીપ કરતી હતી.(સપના:-સી.બી.સી ન્યુઝચેનલની ઓફિસમાં નિત્યાની અન્ડર ઈન્ટરશીપ કરતી હતી.મુંબઈ એનું જન્મસ્થળ હતું.એની ઉંમર નિત્યાથી આશરે અઢી કે બે વર્ષ નાની હશે.સપના ઇન્ડિયાથી ઇન્ડિપેન્ડન્ટ બનવાનું સપનું લઈને આવી હતી.સપનાનો ડીવોર્સ થઈ ગયો હતો.ત્યાર પછી જ એણે કેનેડા આવવાનું નક્કી કર્યું હતું.કેનેડા આવીને પહેલા એને નાની-મોટી જે મળી એ જોબ કરી લીધી અને હવે છેલ્લા છ મહિનાથી નિત્યાની ...Read More

92

એક અનોખો બાયોડેટા (સીઝન-૨) ભાગ-૪૧

નિત્યા અને સપનાએ ફાઇલ્સ ડિસ્કસ કરતા કરતા લન્ચ પૂરું કર્યું.પછી નિત્યાએ જેમ જણાવ્યું એ મુજબ સપના એના વર્ક પ્લેસ જઇને આગળનું કામ કરવા લાગી.નિત્યા હજી કેન્ટીનમાં જ બેસી હતી.નિત્યા થાકી ગઈ હોય એવું ફીલ કરી રહી હતી.એને કેન્ટીનના ડાઇનિંગ ટેબલ પર માથું ટેકવી લીધું.અચાનક પાછળથી આવીને કોઈએ નિત્યાને પૂછ્યું,"મેમ,કેન આઈ શીટ હિઅર પ્લીઝ?"નિત્યાએ માથું ઊંચું કરીને જોયું અને બોલી,"ઓહહ અજય.....તમે સાચે જ અહીંયા છો?""હા કેમ?""નથિંગ""મને કેમ એવું લાગે છે કે આ નથિંગ પાછળ ઘણું બધું છુપાયેલું છે""એવું કંઈ નથી""તમે મને સપનામાં જોયો કે શું?""અરે ના,એક્ચ્યુઅલી......."નિત્યા આગળ બોલવા જતી જ હતી પણ એ અટકી ગઈ અને સવાલ બદલી નાખ્યો,"બોલો,તમે અને ...Read More

93

એક અનોખો બાયોડેટા (સીઝન-૨) ભાગ-૪૨

"ચલો આજ આપણે દેવને સાઈડમાં મૂકીને એક નવું રિલેશન ક્રિએટ કરીએ"અજય ઉભો થઈને નિત્યાની સામે ઉભો રહ્યો અને હાથ કરતા બોલ્યો.આ સાંભળી નિત્યા ચોંકીને ઉભી થઇ ગઈ અને બોલી,"વ્હોટ?"અજય નિત્યાએ એના બોલ્યાનો શું મતલબ નીકાળ્યો એ સમજી ગયો એટલે એ નિત્યાને એક્સ્પ્લેઇન કરતા બોલ્યો,"નો નો નો નો,આઈ ડિડન્ટ મીન ધેટ.તમે જેવું સમજી રહ્યા છો એવું નઈ.મારો કહેવાનો મતલબ એ હતો કે અત્યાર સુધી આપણે દેવના લીધે એકબીજાને ઓળખતા હતા તો હવે આપણે ફ્રેન્ડ બનીને દેવને બાજુમાં મૂકીએ અને આપણી ન્યુ ફ્રેન્ડશીપના લીધે આ તમે તમે કહેવાનું બંધ કરીને આપણા વચ્ચેની ઓકવર્ડનેસને દૂર કરીએ""ઓહહ,તો બરાબર"નિત્યાને થોડી હાશ થઈ અને એ ...Read More

94

એક અનોખો બાયોડેટા (સીઝન-૨) ભાગ-૪૩

નિત્યા અને કાવ્યા ગ્લોસરીની બધી જ વસ્તુઓ લઈને ઘરે આવ્યા.વસ્તુઓને સ્ટોરરૂમમાં મૂકી નિત્યા જસુબેનની પાસે ડાઈનિંગ ટેબલ પર બેસી.કાવ્યાએ પાણી આપ્યું.જસુબેને સાફ કરીને કટ કરેલ પાલક જોઈને કાવ્યાએ નિત્યાને પૂછ્યું,"વાહહ,આજ તો પાલક પનીર બનાવવાનું છે ને નીતુ?""હા""નીતુ આની જોડે સાદી રોટી નઈ પ્લીઝ""તો તું જ નાન બનાવી દે ને"જસુબેને કાવ્યાને કહ્યું."મિસ જશોદાબેન પટેલ,જબ દો છોટે બાત કર રહે હો તો કૃપયા બડો કો બીચમે બોલને કિ કોઈ આવશ્યકતા નહિ હૈ""એ ચાંપલી,મમ્મીની વાત સાચી છે.આજ તું જ નાન બનાવ.આમ પણ તારે ક્યારેક તો શીખવું પડશે ને""હા તો જ્યારે શીખવું પડશે ત્યારે શીખી લઈશ.અત્યારે તો મને શાહી ભોજનની મજા માણવા દો"એટલામાં ...Read More