વીચ one??

(102)
  • 18.1k
  • 12
  • 7.4k

ભારત પાકિસ્તાન ભાગલાં પડી રહ્યા હતાં. લોકો પોતાનો જીવ બચાવવાં નાસી રહ્યા હતાં. ધર્મોના લોકો પોતાનું આધિપત્ય જમાવવા નિર્દોષ લોકોની હત્યાં કરી રહ્યા હતાં. એમાં જ એક ફેમિલી પોતાનાં બાળકોને લઈને દોડી રહી હતી. "નગ્મા, રોકાઈ જા. એ જંગલ શ્રાપિત છે." "જીવ બચાવવાં દોડવું જ પડશે. મરવા કરતાં શ્રાપિત જીવન જીવવું બહેતર રહેશે." નગ્મા તેની બે વર્ષની બાળકી સામું જોતાં બોલી. રહીમ પણ તેનાં ખભે બેસાડેલ બાળક તરફ નજર કરતાં બોલ્યો, "ઠીક છે પણ જોડે રહેજે. બ્લુ વેલી જંગલ દિવસમાં પણ અંધકાર જ ધરાવતું હોય છે." "હા, ચલ રૂકસાના આગળ ચાલ. હાથ પકડો બધા એકબીજાનો." નગ્માએ પોતાની વીસ વર્ષની દીકરીને હાથ પકડવા કહ્યું. છ જીવો તે જંગલનાં અંધકારમાં સમાતાં દેખાઈ રહ્યા હતાં. આગળ મંઝિલ તેમને કેવો મોડ દેવાની હતી તેનાથી તેઓ તદ્દન અજાણ હતાં.

Full Novel

1

વીચ one?? - (પાર્ટ 1 જંગલ પ્રવેશ )

ભારત પાકિસ્તાન ભાગલાં પડી રહ્યા હતાં. લોકો પોતાનો જીવ બચાવવાં નાસી રહ્યા હતાં. ધર્મોના લોકો પોતાનું આધિપત્ય જમાવવા નિર્દોષ હત્યાં કરી રહ્યા હતાં. એમાં જ એક ફેમિલી પોતાનાં બાળકોને લઈને દોડી રહી હતી. "નગ્મા, રોકાઈ જા. એ જંગલ શ્રાપિત છે." "જીવ બચાવવાં દોડવું જ પડશે. મરવા કરતાં શ્રાપિત જીવન જીવવું બહેતર રહેશે." નગ્મા તેની બે વર્ષની બાળકી સામું જોતાં બોલી. રહીમ પણ તેનાં ખભે બેસાડેલ બાળક તરફ નજર કરતાં બોલ્યો, "ઠીક છે પણ જોડે રહેજે. બ્લુ વેલી જંગલ દિવસમાં પણ અંધકાર જ ધરાવતું હોય છે." "હા, ચલ રૂકસાના આગળ ચાલ. હાથ પકડો બધા એકબીજાનો." નગ્માએ પોતાની વીસ વર્ષની દીકરીને ...Read More

2

વીચ one?? - (પાર્ટ 2 રોઝનું આગમન )

સુલતાનની આંખો અંગારા માફક ચમકવા લાગી. તેણે આંગળી વડે ખુદ નગ્મા તરફ ઈશારો કર્યો. "આ શું બોલો છો આપ?" ચિડાઈને પૂછ્યું. "અરે, શું ખાલા આપ. હું તો મજાક કરું છું." આટલું કહી સુલતાન જોરજોરથી હસવા લાગ્યો. નગ્માને સુલતાનની મજાકનું ખૂબ માઠું લાગ્યું પણ તેણે પોતાનો ગુસ્સો મોંઢામાં થૂંક સાથે ઘોળીને ઉતારી દીધો. "સુલતાન, આપ આવી મજાક ના કરો. હું આપના તાઉંને શિકાયત કરીશ આપની." નગ્માએ ચિડાઈને જવાબ આપ્યો. "ઓક્કે ખાલા હવે નહીં કરું બસ. પણ બધા ખબર નહીં મને, અર્શી અને આમિરને મૂકીને ક્યાં જતાં રહો છો. અમે અહીં ખોવાઈ જઈશું તો?!" સુલતાને અદબ વાળીને નગ્મા ભણી જોતાં પૂછ્યું. ...Read More

3

વીચ one?? - (પાર્ટ 3 ગુમ બેબી )

.............ચંદ્રનાં આછા પ્રકાશમાં તેનો પડછાયો જંગલમાં જતો અલુપ્ત થતો હતો. સવારે ઉઠીને નગ્માએ ઝૂલો હાથ વડે હલાવ્યો તો એમાંથી કોઈ વજન ન અનુભવાયું. તે સફાળી ઉભી થઇ અને ઝૂલાની અંદર નજર કરી તો અર્શી ગાયબ હતી. નગ્મા જોરજોરથી ચિલ્લાવા લાગી. તેણે આસપાસ પણ નજર કરી લીધી. નગ્માની ચીસોથી બધાની ઊંઘ ઉડી ગઈ. "શું કરો છો નગ્મા? ઉંઘમાં ખલેલ ન પાડો." રહીમ ઉંઘમાં જ બોલી ઉઠ્યો. "અરે ઉભા થાઓ આપ. અર્શી બેબી નથી અહીંયા ક્યાંય." નગ્મા ચિડાઈને બોલી ઉઠી અને પછી નીચે બેસીને રોવા લાગી. સુલતાન નગ્મા પાસે આવ્યો, "ખાલા, અર્શી બેબી અહીંયા જ ક્યાંક હશે. રમતી રમતી આગળ જતી ...Read More

4

વીચ one?? - (પાર્ટ 4 ગેરસમજ )

ત્યાંજ પાછળથી રોઝનો અવાજ આવ્યો, "સુલતાન." "ખોટું બોલી તું?" સુલતાન ગુસ્સામાં બોલી રહ્યો. "મને સમજાવવાનો મોકો તો દો." રોઝની ભીની થઇ ગઈ. સુલતાન ઉભો થઈને ત્યાંથી સડસડાટ નીકળી ગયો. રોઝ નિર્વસ્ત્ર દેહ પર ચાદર લપેટીને દરવાજેથી સુલતાનને રોકવાના પ્રયાસો કરવા લાગી પણ સુલતાન દરેક અવાજને નજરઅંદાઝ કરતો ઘોડાની જેમ દોડવા લાગ્યો. સુલતાનની આંખોમાંથી અનરાધાર આંસુઓ વહી રહ્યા હતાં. તે વારેવારે તેનાં લાલ થઇ ગયેલા નાક પર હાથ ફેરવીને આંસુ લુછ્યા કરતો હતો. રોઝનાં ઘરેથી ઘણે આગળ નીકળી ગયાં બાદ સુલતાન એક ઝાડ પાસે ટેકો દઈને નીચે બેસીને જોરજોરથી રડવા લાગ્યો. ************************* આ તરફ રૂકસાના આગળ પાછળ ચાલી રહી ...Read More

5

વીચ one?? - (End અસલ વીચ પર્દાફાશ )

રૂકસાના રોઝનાં આ રૂપથી ડરીને ધીરે ધીરે બહાર આવી. "તમને શું લાગ્યું રૂકસાના? તમે અહીંયા સુલતાનની નજરોથી દૂર મને ષડયંત્ર કરશો અને મને ખબર નહીં પડે! સુલતાનને મેં જ હાથે કરીને જંગલમાં મોકલ્યા જેથી તમે મારી નજર સામે આવો." રોઝની લીલી આંખો જાણે લાલ બનતી હતી. તેની કીકીનો ઘણો ભાગ લાલાશ પડતો થઇ ગયો. "આપ જ અસલી વિચ છો હેં ને? આપે જ અર્શી બેબીને ગાયબ કરી." રૂકસાનાની આંખોમાં પણ ગુસ્સાની જ્વાળા ભભૂકી ઉઠી. "તમે પણ સુલતાન જેવી ભૂલ ના કરીશો. એ પણ મારી પૂરી વાત સાંભળ્યા વગર અહીંથી જતાં રહ્યા. બે વાર અહીંયા આવીને ગયાં પણ એકપણ વખત ...Read More