ન કહેવાયેલી વાતો

(38)
  • 21.4k
  • 2
  • 10.8k

ઓગસ્ટ મહિના ની આ વધુ એક આ વરસાદી સવાર છે..... મેઘરાજા દર વર્ષ ની જેમ આ વખતે પણ સુરત પર જ વધુ મેહરબાની દર્શાવી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે..... મારાં સ્ટુડિયો ની બારી માંથી સુરત ની આ વરસાદ સાથે ની ખૂબસૂરત છબી દેખાય રહી છે.....સમય છે સવાર નાં સાત વાગ્યાં નો......સાથે સાથે ચાલો મારી ઓળખાણ પણ આપી જ દેવ..... " A very good and rainy morning Surat.....red FM 95.00 પર સવારની ચા અને મિશા ના મ્યુઝિકલ શો સાથે આપનું સ્વાગત છે......"

1

ન કહેવાયેલી વાતો - 1

ઓગસ્ટ મહિના ની આ વધુ એક આ વરસાદી સવાર છે..... મેઘરાજા દર વર્ષ ની જેમ આ વખતે પણ સુરત જ વધુ મેહરબાની દર્શાવી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે..... મારાં સ્ટુડિયો ની બારી માંથી સુરત ની આ વરસાદ સાથે ની ખૂબસૂરત છબી દેખાય રહી છે.....સમય છે સવાર નાં સાત વાગ્યાં નો......સાથે સાથે ચાલો મારી ઓળખાણ પણ આપી જ દેવ..... " A very good and rainy morning Surat.....red FM 95.00 પર સવારની ચા અને મિશા ના મ્યુઝિકલ શો સાથે આપનું સ્વાગત છે......" " હું છું Rj મિશા...તો ચાલો શરૂ કરીએ આપનો મનપસંદ શો મોર્નિંગ નં.1... જ્યાં ચાલશે સોંગ્સ તમારી ...Read More

2

ન કહેવાયેલી વાતો - 2

મિશા.... મિશા....નામ ની નીચેથી આવતી બૂમો સાંભળ્યાં પછી મને ખ્યાલ આવ્યો કે આ મારું જ નામ બોલાય રહ્યું છે...પણ કરું આ નામ ની આદત 2 વર્ષ થઈ ગયાં તો પણ હજુ સુધી મને નથી પડી....!! બાલ્કની માં આવી ને જોયું તો ધ્વનિ અને આકાશ નીચે હતાં , અને વરસાદ પણ હવે થાકી ને વિરામ લઈ ચૂક્યો હતો....હું : " શું થયું.....?"ધ્વનિ : " અરે , કંઈ નથી થયું... ચાલ ફટાફટ નીચે આવ , ડુમ્મસ જઈએ મસ્ત ટામેટાં નાં ભજીયાં ખાવા..."હું : " અત્યારે , ટાઈમ તો જો....!"આકાશ : " સમય જોયેલો જ છે , તું નીચે આવે છે કે ...Read More

3

ન કહેવાયેલી વાતો - 3

अहेसास की जो जुबान बन गये..... दील मे मेरे महेमान बन गये..... आप की तारीफ मे कया कहे.... आप जान बन गये........ આકાશ : " કયા બાત હે....!! આજે સવાર સવારમાં વિશાલ મિશ્રા નું સોંગ...તારી લવ સ્ટોરી યાદ કરતી હતી કે શું...??" આકાશ કેબિનમાં આવતાં જ બોલ્યો.. હું : " હા, અને તું એમાં વિલન બની રહ્યો છે...!" આકાશ : " ના ભાઈ ના આપણે તો હીરો માણસ હો..વિલન નહિ.." હું : " ચાલ , હવે બોલ શું કામ હતું..?" આકાશ : " ટાઈમ જો કોન્ફરન્સ રૂમ માં બધાં આવી ગયાં છે...!" હું : " અરે મિટિંગ તો ભૂલાય ...Read More

4

ન કહેવાયેલી વાતો - 4

Welcome in anzar.... અંજાર.. ઐતિહાસિક નગર કહીએ તો પણ કંઈ ખોટું નથી....!! અહીંયા ની ખાસ ગલિયો જ્યાં મે સુવર્ણ વર્ષ વિતાવ્યાં છે.... અહીં આવતાંની સાથે જ જાણે ભૂતકાળ ફરીથી જીવાતો હોય ને એવું લાગી રહ્યું હતું....પણ ક્યાં ખબર હતી કે આ ત્રણ દિવસ ની અંજારની સફર મને ફરીથી એ ત્રણ વર્ષમાં પાછળ ધકેલી દેશે......!!નિશાંત : " તો ચાલો અંજાર ની મોજ માણવા...?"આકાશ : " હા, મોજ પછી માણીશું.. અત્યારે 7 વાગી ગયાં છે જમીને આરામ કરીશું કાલે સવારે જઈશું આમ પણ આપણો પ્રોગ્રામ રાત નો છે.."ધ્વનિ : " હા કાલે જ જઈશું..."હું : " ચાલો ત્યારે ગૂડ નાઈટ..." બધાને ...Read More

5

ન કહેવાયેલી વાતો - 5

( ગતાંકથી શરૂ....) સવારે ઉઠીને જોયું તો આકાશના 10 મિસ્સ કોલ હતાં... બિચારા નો વાંક જ નોહતો મારું જ ખરાબ હતું કાલે..એમ વિચારીને મિશા એ આકાશ ને કોલ કર્યો. થોડી વાત કરી તૈયાર થઈ સ્ટુડિયો જવાં માટે... મિશા દાદરમાંથી નીચે ઊતરતી હતી ત્યાં જ તેને જોયું કે તેનો સામેનો ફ્લેટ જે ખાલી હતો ત્યાં કોઈ નો સામાન શિફ્ટ થતું હતું .....ચાલો સારું થયું કોઈ પાડોશી મળશે એમ વિચારી મિશા સ્ટુડિયો જવાં નીકળી...સ્ટુડિયો..ધ્વનિ : " ગુડ મો્નિંગ મિશા..."મિશા : " ગુડ મર્નિંગ.."આકાશ : " મિશા ,....."મિશા : " પ્લીઝ , હા હવે સોરી ના કહેતો..."આકાશ : " બસ આ વખતે ...Read More

6

ન કહેવાયેલી વાતો - 6

( ગતાંકથી શરૂ....)આકાશ : " તો આ મૂકી તારી ડાયરી.. ચલ બોલ.."ધ્વનિ : " હા , મિશા.."મિશા : " આદિત્ય છે...આદિત્ય નાયક.."ધ્વનિ : " આદિત્ય નાયક !!! A કેપીટલ કંપની ના ચેરમેન એ જ....!"મિશા : " હા.."આકાશ : " આટલી મોટી કંપનીના ચેરમેન સાથે તારે શું લેવાદવા...??"મિશા : " He was my Husband.... અમારાં બે વર્ષ પેહલા ડિવોર્સ થયા હતાં."ધ્વનિ : " શું....???"આકાશ : " શું....પણ તમારાં ડિવોર્સ કેમ થયાં....?"મિશા : " એના અફેર ના લીધે...ખુશ્બુ તેની ગર્લફ્રેન્ડ હતી.."ધ્વનિ : " ઓહ્...!! "આકાશ : " સાંભળો , અત્યારે બાર વાગી ગયાં છે..ધ્વનિ તું અહીંયા રોકાઈ જા સવારે સાથે આવી ...Read More

7

ન કહેવાયેલી વાતો - 7

( ગતાંકથી શરૂ.....)મિશા : " ખુશ્બુ...... ખુશ્બુ સાથે અમારી મુલાકાત લગ્ન ના ત્રણ વર્ષ બાદ અમે બિઝનેસ ટ્રીપ માટે ગયાં હતાં ત્યારે થઈ હતી...તે અમારી રોકાણકાર કંપની ની હેડ હતી....જો તે અમારી કંપની માં રોકાણ કરે તો માર્કેટમાં બંનેવ કંપની ની વેલ્યુ વધે તેમ હતી....અને તે અમારી પ્રતિસ્પર્ધી હતી...."નિશાંત : " તો પછી તેણે રોકાણ કર્યું...??"મિશા : " ના....તેને રોકાણ ના કર્યું. તેથી અમારે પણ થોડી ખોટ સહન કરવી પડી પછી થોડાં સમય પછી અચાનક ખુશ્બુ ની કંપની ફડચા માં ગઈ... એ પછી શું થયું એ મને નથી ખબર..."ધ્વનિ : " કેમ ..? આદિત્યે કશું કીધું નઈ..??"આકાશ : " ...Read More

8

ન કહેવાયેલી વાતો - 8

( ગતાંકથી શરૂ...)નિશાંત , ધ્વનિ અને આકાશ નીકળ્યાં...આકાશ : " આપણે જઈએ તો છીએ પણ એડ્રેસ...?"નિશાંત : " આકાશ...! મોટી કંપની છે..."ધ્વનિ : " હા , ગૂગલ પરથી મળી જશે એડ્રેસ....તારું મગજ પણ તારી ગર્લફ્રેન્ડ રોઝી સાથે રહીને તેની જેવું જ થઈ ગયું છે...!"આકાશ : " આ મજાક નો ટાઇમ નથી અને રોઝી પર તો બિલકુલ નહિ.."ધ્વનિ : " ઓહો...રોઝી.."નિશાંત : " અત્યારે રોઝીને શાંતિ આપો અને મેપ જુઓ.."આકાશ : " હા, આગળ થી રાઈટ લેજે..." આખરે તેઓ કંપની પહોંચે છે..... ત્યાં તેમને મેનેજર તુષાર મળી જાય છે..તુષાર : " એક્સક્યૂઝ મી , શું હું જાણી શકું તમારે કોનું ...Read More

9

ન કહેવાયેલી વાતો - 9

( ગતાંકથી શરૂ...)રોઝી : " મિશા , જો ફેસ કલિયર થઈ ગયો.."ધ્વનિ : " આ તો ખુશ્બુ છે...!!!"મિશા : હા , ખુશ્બુ અને ચોરી...?"રોઝી : " આ છે કોણ...?"ધ્વનિ : " આદિત્ય ની ગર્લ ફ્રેન્ડ..."રોઝી : " મિશા , હોઈ શકે કે પેપર્સ માટે તેણે ચોરી કરી હોઈ..!"ધ્વનિ : " હા , આદિત્યને આમ પણ શેર વહેંચવા હતાં તો બની પણ શકે.."મિશા : " ના , પેપર્સ માટે ખુશ્બુ નથી આવી...કારણકે તેને પણ સારી રીતે જાણ હશે કે આટલાં મહત્વનાં ડોક્યુમેન્ટ હું ઘરે તો નઈ જ રાખું.."રોઝી : " તો પછી....??"મિશા : " વાત તો કંઈ બીજી જ છે...!" ...Read More

10

ન કહેવાયેલી વાતો - 10

( ગતાંકથી શરૂ.....)આકાશ પોતાનાં ગહન વિચારોમાં ખોવાયેલો હતો...ધ્વનિ : " આકાશ શું થયું....?"નિશાંત : " હા , તને ભૂખ લાગી હવે...ક્યારનો તો ઉતાવળો થતો હતો ...?"આકાશ : " ના મને એક કામ યાદ આવી ગયું... તારા મમ્મી ક્યાં હશે..?"નિશાંત : " નીચેના રૂમ માં હશે.."આકાશ : " ઓકે...મિશા સોરી પણ તારા સારા માટે જ છે જ...!"મિશા : " અરે , પણ થયું શું એ તો બોલ..?" આકાશ ફટાફટ ત્યાંથી નીકળે છે...અને લગભગ અડધો કલાક સુધી નિશાંત ના મમ્મી ગીતાબેન સાથે ચર્ચા કરીને બહાર આવે છે પણ બીજા કોઈને કંઈ જ કહેતો નથી.... બધાં પોતાનાં ઘરે જાય છે.*******************( આદિત્યના ઘરે...)આદિત્યના ...Read More