નરો વા કુંજરો વા

(30)
  • 26.7k
  • 7
  • 8.6k

શિયાળાની મીઠી મધુર સવાર એનો રંગ જાળવી રાખવામાં જાણે ઉગતા સૂર્ય સાથે હરીફાઈ કરતી હોય એમ આજે રોજ કરતા વધારે ઠંડી વરસાવી રહી હતી. અને હું આખી દુનિયાને ભૂલીને પરમ શાંતિ મળી હોય એમ સૂતેલો હતો. ત્યાંજ જેમ ચામાં માખી ટપકે અને આપણો આનંદ બગાડી નાખે એ જ રીતે મારા ફોનની રીંગએ મારી ઊંઘ વચ્ચે ટપકીને મારા પરમ આનંદનો સત્યાનાશ વાળી દીધો. મેં ઊંઘમાં જ ફોન ઊંચક્યો. સામેથી એક ભારે અવાજ આવ્યો એટલે સામેવાળી વ્યક્તિ જાણે મારી સામે જ હોય એ રીતે પથારીમાંથી ઉભો થઇ સાવધાનની સ્થિતિમાં આવી ગયો. મેં માત્ર એક આદેશનું પાલન કરનારા નોકરિયાત વર્ગની જેમ સામેની વાતોનો હાંજી હાંજી જવાબ આપીને વાત પૂરી કરી. ફોન મૂક્યો જ હતો અને ધડામ અવાજ સાથે દરવાજો ખુલ્યો.

Full Novel

1

નરો વા કુંજરો વા - (૧)

શિયાળાની મીઠી મધુર સવાર એનો રંગ જાળવી રાખવામાં જાણે ઉગતા સૂર્ય સાથે હરીફાઈ કરતી હોય એમ આજે રોજ કરતા ઠંડી વરસાવી રહી હતી. અને હું આખી દુનિયાને ભૂલીને પરમ શાંતિ મળી હોય એમ સૂતેલો હતો. ત્યાંજ જેમ ચામાં માખી ટપકે અને આપણો આનંદ બગાડી નાખે એ જ રીતે મારા ફોનની રીંગએ મારી ઊંઘ વચ્ચે ટપકીને મારા પરમ આનંદનો સત્યાનાશ વાળી દીધો. મેં ઊંઘમાં જ ફોન ઊંચક્યો. સામેથી એક ભારે અવાજ આવ્યો એટલે સામેવાળી વ્યક્તિ જાણે મારી સામે જ હોય એ રીતે પથારીમાંથી ઉભો થઇ સાવધાનની સ્થિતિમાં આવી ગયો. મેં માત્ર એક આદેશનું પાલન કરનારા નોકરિયાત વર્ગની જેમ સામેની વાતોનો ...Read More

2

નરો વા કુંજરો વા - (૨)

"અર્થવ.. અર્થવ..ઉઠ. તારું શહેર આવી ગયું છે." ધ્રુવનો અવાજ આવતા જ હું જાગી જાવ છું. પછી અમે બસમાં થી છીએ. નીચે ઉતરતા જ પહેલા તો એક ઊંડો શ્વાસ લઈ મારા શહેરની હવા મારી અંદર ભરું છું. એનાથી મને એક અલગ જ આનંદ મળ્યો હતો. ત્રણ વર્ષ પછી મારું શહેર મને જોવા મળ્યું. ત્યાં નજીકમાં જ ચા પીધા પછી અમે રીક્ષા પકડી મારા ગામ તરફ પ્રયાણ કર્યું. મારું ગામ શહેરથી નજીક જ આવેલું હતું. જે હવે શહેરના વિસ્તરણથી ગામડું મટીને શહેર બનવા તરફ જઈ રહ્યું હતું. ત્રણ વર્ષ પહેલાંથી જ લોકોમાં શહેરનો રંગ લાગવા લાગ્યો હતો. તો આજે મારું ગામ ...Read More

3

નરો વા કુંજરો વા - (૩)

ગામસભા જોઈને હું મારા અને મિહીકાના ભૂતકાળમાં ખોવાઈ ગયો. લગભગ હું તે સમયે દસમાં ધોરણમાં હતો જ્યારે મેં મિહીકાને વખત જોઈ હતી. હું અને મારો ખાસ મિત્ર રાજ શાળાએ જતા હતા ત્યારે રસ્તામાં તે એકબાજુ બેઠી બેઠી રડતી હતી. એને રડતી જોઇને મારાથી રહેવાયું નહિ. એટલે મેં પૂછી લીધું. "શું થયું? કેમ રડે છે?" એણે મારા સવાલનો જવાબ ન આપ્યો અને મોઢું ફેરવી લીધું. પણ હું પણ જાય એવો ના હતો. મેં ફરીથી સવાલ કર્યો. અને જ્યાં સુધી એણે કહ્યું નહિ ત્યાં સુધી હું ત્યાંજ ઊભો રહ્યો. "હું અહીંયા નવી છું અને આજે મારો પહેલો દિવસ છે તો મને ...Read More

4

નરો વા કુંજરો વા - (૪)

મિહીકાની આત્મહત્યાના સમાચારથી હું ભાંગી પડ્યો. હું શું કરું એ જ મને સમજ પડતી ના હતી. આ દુઃખના સમયમાં મારું ઘર મારી પડખે આવ્યું. એમણે મને સાંત્વના આપી અને મિહીકાના અંતિમ સંસ્કાર માટે લઈ ગયા.ત્યાં મિહીકાનું શબ જોઇને એકવાર ફરીથી હું ભાંગી પડ્યો. એના પાર્થિવ દેહને વિતળાઈને હું ખુબજ રડ્યો."મિહુ, ઉઠ. હજી તો આપણે આખું જીવન સાથે ગાળવાનું હતું. તું આવી રીતે કહ્યા વિના જતી રહે એ ના ચાલે. હું કેવી રીતે રહીશ તારા વીના? ગઈકાલે તો આપણે વાત કરી હતી. ત્યારે તો તારે કહેવું જોઈએ કે તું કોઈ તકલીફમાં છે. મને મારી પર ધિક્કાર છે કે તારે આવું ...Read More

5

નરો વા કુંજરો વા - (૫)

મિહીકાના મામા શું વાતો કરતા હતા તે વિશે મને કશું જ સમજ પડતી ન હતી. તેઓ બસ મને માર્યે જતા હતા. અને હું કશું પણ બોલ્યા વિના માર ખાયે જતો હતો. એટલામાં જ મારા પપ્પાએ તેમને અટકાવ્યા."થોભી જાવ તમે. આપણે હવે આ વાત ગામસભામા જ નક્કી કરીશું કે તે ગુનેગાર છે કે નથી. અને જો એ ગુનેગાર હોય તો હું પોતે જ એને સજા આપીશ." મારા પપ્પાએ કહ્યું. "ઠીક છે. તમારું માન રાખીને હું જવા દવ છું. પણ સજા તો એણે જરૂર ભોગવવી જ પડશે." એમ કહીને તેઓ ગુસ્સામાં ત્યાંથી જતા રહ્યા. "દીકરા શું કહે છે આ લોકો? તને કશું ખબર ...Read More

6

નરો વા કુંજરો વા - (૬)

ધ્રુવએ મને હલાવ્યો ત્યારે હું વર્તમાનમાં આવ્યો. થોડા સમયમાં તો આખો ભૂતકાળ મારી આંખો સામે આવી ગયો. હું ફરીથી જતો રહું તે પહેલા જ મારા પપ્પાએ પોતાની વાત સભા વચ્ચે કહેવાનું શરૂ કર્યું. "મને ખબર છે કે ત્રણ વર્ષ પહેલા બનેલી ઘટનાને તમે હજી પણ ભૂલ્યા ના હશો. પણ એ ત્રણ વર્ષ પહેલા મારા દીકરાને જે ગુના માટે ગુનેગાર ગણવામાં આવ્યો હતો એ ગુનો એણે કર્યો જ ના હતો. અને એ નિર્દોષ હતો." મારા પપ્પાની આ વિસ્ફોટક વાત સાંભળી આખી સભા ઉછળી પડી. હું તો મારા પપ્પા તરફ અહોભાવથી જોવા લાગ્યો. હું તો એવું સમજતો હતો કે તેઓ મારા ...Read More

7

નરો વા કુંજરો વા - (૭) - છેલ્લો ભાગ

(રાજના શબ્દોમાં)હું, અર્થ અને મિહીકા ત્રણેય નાનપણથી મિત્ર હતા. હું પણ મિહીકાને પસંદ કરતો હતો પણ તેમના વિશે ખબર પછી મેં મારું નસીબ માનીને હકીકત સ્વીકારી લીધી હતી. પણ પછી કોલેજમાં મારી દોસ્તી એવા જણ સાથે થઈ કે હું અવળા રસ્તે ચડી ગયો. હવે હું મિહીકાને મેળવવાના સપના જોવા લાગ્યો. કારણકે એ મારો પ્રેમ ન હતો પણ વાસના હતી. એટલે હું કેવીરીતે મિહીકાને મેળવું તે જ યોજના બનાવતો હતો.એમાં એક દિવસ મને ખબર પડી કે અર્થવ અને મિહીકા આ રીતે વાતો કરે છે. તો મેં અર્થવની જાણ બહાર એના ફોનમાં સ્ક્રીન રેકોર્ડર નાખી દીધું. હવે એ રેકોર્ડર અર્થવની તમામ ...Read More