લંડન શહેરની એક શેરી, ૧૯૫૯ની એક શિયાળાની રાત... “મેડમ પ્લીઝ.... યુ હેવ ટુ ગો સમવેર એલ્સ, ધે વિલ કેચ યુ અધર વાઈઝ...” રૂમના એક અંધારિયા ખૂણામાં એક રોકિંગ ખુરશી હલી રહી હતી. એની બાજુમાં એક ૭૦-૭૫ વર્ષની સ્ત્રી ખુબ ચિંતિત બની ઉભી હતી. આ અંધારામાં એનો ચહેરો દેખાઈ રહ્યો નહતો. પણ એનો અવાજમાં ખુબ ડર દેખાઈ રહ્યો હતો. એ પોતાના આ ડરને છુપાવવાના અથાગ પ્રયત્નો કરી રહી હતી. એને પણ ખ્યાલ હતો કે હાલ જે પરિસ્થિતિમાં એ છે એમાંથી દુનિયાનું કોઈ વસ્તુ એને બચાવી શકે એમ નથી.
Full Novel
અશ્વમેધા - પ્રકરણ 1
લંડન શહેરની એક શેરી, ૧૯૫૯ની એક શિયાળાની રાત... “મેડમ પ્લીઝ.... યુ હેવ ટુ ગો સમવેર એલ્સ, ધે વિલ કેચ અધર વાઈઝ...” રૂમના એક અંધારિયા ખૂણામાં એક રોકિંગ ખુરશી હલી રહી હતી. એની બાજુમાં એક ૭૦-૭૫ વર્ષની સ્ત્રી ખુબ ચિંતિત બની ઉભી હતી. આ અંધારામાં એનો ચહેરો દેખાઈ રહ્યો નહતો. પણ એનો અવાજમાં ખુબ ડર દેખાઈ રહ્યો હતો. એ પોતાના આ ડરને છુપાવવાના અથાગ પ્રયત્નો કરી રહી હતી. એને પણ ખ્યાલ હતો કે હાલ જે પરિસ્થિતિમાં એ છે એમાંથી દુનિયાનું કોઈ વસ્તુ એને બચાવી શકે એમ નથી. એટલામાં એની સામે એ ખૂણામાં જે રોકિંગ ખુરશી હલી રહી હતી. એ ...Read More
અશ્વમેધા - પ્રકરણ 2
૧૯૮૫, જુલાઈ મહિનો. (ડાંગ – ગુજરાત) “બેન બહાર ન નીકળો... બહાર અંધારું છે અને ઉપરથી વરસાદ પણ. આ જંગલનો છે. કઈક આવી જશે તો ખ્યાલ પણ નહી આવે.” એક પૂરપાટે જતી એમ્બેસેડર ગાડી રાત્રીના આ અંધકારને ચીરતી જંગલની વચ્ચેથી પસાર થઈ રહી હતી. અને અચાનક એક ખોફનાક ચીસને કારણે ગાડીને એક જોરદાર બ્રેક વાગી. પાછળ બેઠેલ સ્ત્રીએ ગાડીના દરવાજાના હેન્ડલને જેવો હાથ લગાવ્યો કે આગળ બેઠેલ ડ્રાઈવર આ વાક્ય બોલી ગયો. એ સ્ત્રીએ એક પળ માટે પોતાનો હાથ પાછો કર્યો અને પાછો તરત દરવાજો ખોલ્યો. એણે ડ્રાઈવરની ચેતવણીને અનદેખી કરી. દરવાજો થોડોક ખોલતા જ ધોધમાર વરસાદના છાંટા એનો સફેદ ...Read More
અશ્વમેધા - પ્રકરણ 3
જાડેજા અને વસાવાનું મો પહોળું થઈ ગયું. એમની સામે દરવાજો ખોલી એક સ્ત્રી ઉભી હતી. કોઈ સામાન્ય સ્ત્રી નહી, અપ્સરા... કદાચ અપ્સરાને શરમાવે એવી. સોનેરી કાળી બોર્ડર સાથે એક સફેદ રંગની સાડીમાં સજ્જ, પારંપરિક સિલ્વર ઓક્સોડાઈઝનો ગળાનો હાર, બંગડીઓ, અને બુટ્ટીમાં એ કોઈ અપ્સરાને ઢાંકી દે એવું ઝાઝારમાન સ્વરૂપ. લંબગોળ – સુંદર ગોરો ચહેરો, હરણી જેવા સુંદર નેન-નક્ષ. કુદરતી ગુલાબી હોઠ. કોઈ ખામી ન હોય એવો સુંદર ચહેરો. અને શરીર એકદમ કસાયેલું. એક આદિવાસી સ્ત્રીની જેમ. એક પળે જોતા એ કુમળી કળી લાગે. અને બીજા જ પળે એક સિંહણ, જે યુદ્ધ માટે તૈયાર હોય. એની આંખો એટલી અલગ હતી કે પ્રથમ ...Read More
અશ્વમેધા - પ્રકરણ 4
વસાવા હજુ એ વ્યક્તિ પાસે ઉભા પગે બેઠો હતો. આ જગ્યા રાજાના એ ઘરથી ખૂબ દૂર તો નહતી, અને પણ નહતી. વસાવાનું મન જે મેધા માટેના અંદેશાઓ પ્રગટ કરી રહ્યું હતું એ આ વ્યક્તિની હાલત જોતા એને સાચા લાગી રહ્યા હતા. છેવટે વરસાદનો મારો અને ઠંડી સહન ન થતા એ પોતાની દુનિયામાંથી બહાર આવ્યો અને જાડેજા સામે જોયું. જાડેજાએ એના હાવભાવ જોતા જ બધુ સમજીને કહ્યું, "બસ હવે વધુ ન વિચાર આને લઈને દવાખાને જઈશું એટલે બધી બાબતો સામે આવી જશે. અત્યારથી એ બિચારી પર વહેમાવાની જરૂર નથી..." જે રીતે જાડેજાએ આ બાબત કહી કે વસાવા સમજી ગયો કે ...Read More
અશ્વમેધા - પ્રકરણ 5
માધવને ગાયબ જોયો કે જાડેજા અને વસાવાનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. એ બંને એના વિશે વિચારવા લાગ્યા. ખૂબ ચિંતિત થઈ ગયા. જોકે આ વખતે ચિંતા જાડેજાને મેધા કરતા માધવની વધુ હતી. આ જોઈને તરત વસાવાએ કહ્યું, "સર, અહીં ઉભા રહેવાનો અને આ રૂમમાં કોઈ પુરાવો શોધવાનો કોઈ મતલબ નથી. વહેલી તકે અહીંથી પગ ઉપાડો અને ચલો મેધારાણીની હવેલીએ. મને ૧૦૦% ખાતરી છે કે માધવ આપણને ત્યાં જ મળશે." જાડેજાએ વસાવાની સામે જોયુ, આ વખતે વિરોધ કરવાની કે વસાવા સાથે ઝઘડવાની પરિસ્થિતિ એમની નહતી. એ માત્ર માધવની સલામતી માટે વિચારી રહ્યા હતા. એમણે વસાવા સાથે જવા માટે પોતાની ...Read More
અશ્વમેધા - પ્રકરણ 6
એ સ્ત્રી પોલીસ સ્ટેશનમાં અંદર આવી કે જાડેજા અને વસાવા એને જ જોઈ રહ્યા. 30-32 વર્ષની ઉંમરની એ સ્ત્રી સુંદર અને આકર્ષક લાગી રહી હતી. એનો પહેરવેશ બિલકુલ મેધાને મળતો આવતો હતો. એ એનાથી સહેજે રૂપમાં ઓછી નહતી. એ જ કાળી બોર્ડર ધરાવતી સફેદ સાડી, એ જ ઓકાઓડાઈઝના અલંકાર, એ જ મોટા વાળનો અંબોડો અને એવી જ મરૂન લિપસ્ટિક. પાણીયારી આંખો, કસાયેલું શરીર અને આકર્ષક દેખાવ...એની મેધાથી અલગ ઓળખમાં બીજી વસ્તુઓ સમાવિષ્ટ થતી હતી. ગળાના ભાગ પર અર્ધચંદ્રનું ટેટુ, જેની પર એક મૂળાક્ષર હતો. એ મૂળાક્ષર જોકે કોઈ બીજી ભાષામાં હતો, એટલે એ બંનેને સમજાયો નહિ. મેધાથી અલગ એણે ...Read More
અશ્વમેધા - પ્રકરણ 7
મેધા એના ઘરમાંથી બહાર નીકળી. વસાવા આમ તો મેધાને પોતાની કટ્ટર દુશ્મન સમજવા લાગ્યો હતો. પણ જાડેજાને એક વખત ઘર તપાસવું હતું. એટલે એ વસાવાને લઈને બીજા રસ્તેથી પાછળ તરફ ગયો, જે સૂર્યાએ બતાવ્યો હતો. સાંજના પ વાગ્યાનો સમય થયો હતો. વરસાદી માહોલ હતો. વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ ખૂબ જ વધુ હતું. આમ તો ડાંગમાં જે વ્યક્તિ ન રહેતું હોય એમને અહીંનું વાતવરણ માફક આવે નહિ. પણ મેધાને આ ખરાબ વાતાવરણનો ફરક નથી પડી રહ્યો, એ બાબત જ કયાંક ને કયાંક જાડેજા મેધાના અસામાન્ય હોવાના પુરાવા આપી રહી હતી. એણે હજુ સુધી એને ગુનેગાર માની નહતી. એ બાબત વસાવા પણ ...Read More
અશ્વમેધા - પ્રકરણ 8
જાડેજા ખ્યાલોમાં ખોવાઈ ક્યાં રસ્તે નીકળ્યા એનો એમને ખ્યાલ જ ન રહ્યો! જ્યારે આ તરફ જેવી એમની જીપ ઓઝલ કે સૂર્યા એ ઝૂંપડામાં અંદર ગઈ. તરત બીજા ત્રણ વ્યક્તિ જે કાળા કપડામાં હતા, એ જંગલના ઝાડ પાછળથી બહાર આવ્યા અને અંદર ગયા. એ ચારેય અંદર પહોંચ્યા કે સૂર્યા એક પાણીનો ભરેલો કટોરો લઈ આવી. એ કટોરો એણે એક તરફ મુક્યો. એ પછી એ ત્રણેય તરફ જોતા એક મજબૂત અવાજમાં એમને પૂછવા લાગી, "એને લાવ્યા ત્યારે કોઈ આસપાસ હતું?" એ ત્રણમાંથી એક વ્યક્તિ એનો જવાબ શાંતિથી આપ્યો, "ના..." "કોઈ એનો પીછો કરતું હોય અથવા એના સાથે આવ્યું હોય? "ના...." એટલું ...Read More
અશ્વમેધા - પ્રકરણ 9
મેધા આ તરફ બધું જ વિચારી રહી હતી. એવામાં એણે જોયું કે જે અગનજ્વાળાઓ અત્યાર સુધી સૂર્યાની આસપાસ ફરી હતી, એ અચાનક શાંત થવા લાગી હતી. એ સાથે જ સૂર્યાની આંખો વધુનેવધુ ભયાનક થઈ રહી હતી. એ મેધાની સામે જ સતત જોઈ રહી હતી. અગ્નિના સંપૂર્ણ શાંત થયા બાદ સૂર્યા છરી લઈને ત્યાંથી ઉભી થઇ. અત્યાર સુધી મેધાને એના હાથની તકલીફ યાદ રહી નહતી. પણ એના હાથમાં પાછી એ જ નકશીકામ કરેલી મોટી છરી જોતા જ એને હાથ પરનો દુખાવો ફરી અનુભવાયો. જેમ સૂર્યા નજીક આવતી ગઈ એમ મેધા એની સામે જ જોઈ રહી હતી. એના મનમાં આ પરિસ્થિતિ ...Read More
અશ્વમેધા - પ્રકરણ 10 (અંતિમ ભાગ)
સૂર્યાએ એ ચાકુ લઈને મેધાને મારવા માટે હાથ ઉગામ્યો જ કે એ સાથે જ મેધાએ એની સામે રહેલ સૂર્યાના પર જોરથી લાત મારી. અચાનક થયેલ આ હમલાથી સૂર્યા નીચે પડી ગઈ. અને એના હાથમાં રહેલ ચાકુ છૂટી ગયું. એના પડતાની સાથે જ એકાએક થયેલ વારથી દર્દના કારણે એની આંખો એક પળ માટે બંધ થઈ ગઈ. અને એની ચીસ નીકળી ગઈ. અને બીજા જ પળે એને પોતાના શરીર પર ભાર અનુભવાયો. એણે આંખો ખોલી ત્યારે જોયું કે મેધા એની પેટના ભાગ પર ચઢી બેઠી હતી. મેધાને લાગ્યું કે સૂર્યા હજુ એટલી મજબૂત નથી. કારણકે આટલો સામાન્ય વારનો એ જવાબ આપવા ...Read More