Unnatural ઇશ્ક

(30)
  • 14.8k
  • 3
  • 6.1k

સરરરરરરર..... સરતી જતી બુલેટ ટ્રેનના ઇકોનોમી કોચમાં બેઠેલા રવિશની સ્માર્ટવૉચમાંથી બીપ....બીપ...નો અવાજ આવતા રવિશે વોચનું બટન પ્રેસ કરી મેસેજ વાંચ્યો ત્યારે એને યાદ આવ્યું કે આજે એણે રિમાઇન્ડર સેટ કર્યું હતું જે એને યાદ અપાવી રહ્યું હતું કે યુનિટેક ટેકનોલોજીના મેનેજીંગ ડાયરેકટર સાથે સાંજે પાંચ વાગે એની મિટિંગ ગોઠવેલી હતી, એણે વૉચમાં જોયું તો સમય હતો બપોરના ૩-૩૫ નો. એપ્રિલ મહિનાની બપોર હતી એણે ટ્રેનની વિન્ડોમાંથી બહાર જોયું તો ટ્રેન સી-લિંક બ્રિજ ક્રોસ કરી રહી હતી. એણે ફરીથી સ્માર્ટવૉચનું બટન પ્રેસ કર્યું અને બ્રિફકેસ ખોલી, બ્રિફકેસની અંદરની બાજુની ઉપરની સાઈડ એક સ્ક્રીન ઓપન થઈ અને રવિશે બનાવેલું પ્રેઝન્ટેશન પ્રોજેકટ સ્ટાર્ટ થયું. જેમ જેમ પ્રેઝન્ટેશન આગળ વધતું ગયું તેમ તેમ રવિશના ચેહરા પર પરસેવાની સાથે નર્વસનેસ પણ વધતી ગઈ.

Full Novel

1

Unnatural ઇશ્ક - ૧

પ્રકરણ -૧/એક સરરરરરરર..... સરતી જતી બુલેટ ટ્રેનના ઇકોનોમી કોચમાં બેઠેલા રવિશની સ્માર્ટવૉચમાંથી બીપ....બીપ...નો અવાજ આવતા રવિશે વોચનું બટન પ્રેસ મેસેજ વાંચ્યો ત્યારે એને યાદ આવ્યું કે આજે એણે રિમાઇન્ડર સેટ કર્યું હતું જે એને યાદ અપાવી રહ્યું હતું કે યુનિટેક ટેકનોલોજીના મેનેજીંગ ડાયરેકટર સાથે સાંજે પાંચ વાગે એની મિટિંગ ગોઠવેલી હતી, એણે વૉચમાં જોયું તો સમય હતો બપોરના ૩-૩૫ નો. એપ્રિલ મહિનાની બપોર હતી એણે ટ્રેનની વિન્ડોમાંથી બહાર જોયું તો ટ્રેન સી-લિંક બ્રિજ ક્રોસ કરી રહી હતી. એણે ફરીથી સ્માર્ટવૉચનું બટન પ્રેસ કર્યું અને બ્રિફકેસ ખોલી, બ્રિફકેસની અંદરની બાજુની ઉપરની સાઈડ એક સ્ક્રીન ઓપન થઈ અને રવિશે બનાવેલું પ્રેઝન્ટેશન ...Read More

2

Unnatural ઇશ્ક - 2

પ્રકરણ -૨/બે ગતાંકમાં વાંચ્યું.... રવિશને યુનિટેક ટેકનોલોજીના એમ.ડી. એક સિક્રેટ મિશનની મિટિંગ માટે બોલાવે છે જ્યાં એની મુલાકાત આ સામેલ થનારી અન્ય વ્યક્તિઓ સાથે થાય છે અને સાથે શાલ્વી સાથે પણ થાય છે.... હવે આગળ...... "હવે આપણે મિટિંગ સ્ટાર્ટ કરીએ. આપણી પાસે સમય પણ ઓછો છે. તમારા દરેકની ડેસ્ક પર જે ફાઈલ મુકવામાં આવેલ છે એમાં મિશનને લગતી શોર્ટ ઇન્ફોર્મેશન સાથે દરેકને એના ભાગે આવેલ કામની ડિટેલ પણ છે. એકવાર તમે બધા એ વાંચી લો પછી આપણે આગળ વધીએ," મિસ્ટર વાધવાએ દરેકને રેડ બટન પ્રેસ કરવાનો નિર્દેશ આપ્યો એટલે બધા એ સુચનાને અનુસરી રેડ બટન પ્રેસ કર્યું એની સાથે ...Read More

3

Unnatural ઇશ્ક - 3

પ્રકરણ - ૩/ત્રણ ગતાંકમાં વાંચ્યું..... દુષ્યંત વાધવા બધાને સિક્રેટ મિશન માટેની માહિતી અને છ મહિનાનો ટાઈમ આપે છે. બધા ફાઇલ વાંચી ચર્ચા કરી બીજા દિવસથી મિશનની કામગીરી સ્ટાર્ટ કરવાનું નક્કી કરી છુટા પડે છે. શાલ્વીનું ટુ વ્હીલર બગડી જવાને કારણે એ રવિશને પોતાની મદદ કરવાનું કહી કોફી પીવા લઈ જાય છે અને પછી કેબ બુક કરી રવિશને એના ઘર પાસે ડ્રોપ કરી પોતાના ઘરે જાય છે ત્યારે અચાનક વરસાદ તૂટી પડે છે... હવે આગળ..... ઘરથી સોએક મીટરનું અંતર બાકી હશે ત્યાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. શાલ્વીના નાનકડા બેઠા ઘાટના બંગલાના ગેટ પાસે ...Read More

4

Unnatural ઇશ્ક - 4

પ્રકરણ - ૪/ચાર ગતાંકમાં વાંચ્યું.... રવિશ અને શાલ્વી પ્રેમની પરિકલ્પનામાં પરિક્રમા કરતાં કરતાં એકમેકની સાથે સુવર્ણકાળમાં રાચે છે પણ સુવર્ણકાળને ગ્રહણ લાગ્યું હોય એમ કોઈ અજાણી વ્યક્તિ શાલ્વી પર ગોળી છોડી નાસી જાય છે...... હવે આગળ..... સોરી રવિશ... આઈ કાન્ટ સે એનિથીંગ એબાઉટ ઇટ અને જો આપણી રિલેશનશિપ ટકાવી રાખવી હોય તો આજ પછી આ સવાલ તું મને ક્યારેય નહીં પૂછે." અત્યાર સુધી પ્રસન્નચિત્ત રહેલી શાલ્વીના મનના કોઈ ખૂણે કડવાશ પ્રસરી ગઈ અને આંખની ભીની કોર ટીસ્યુપેપરથી લૂછતી એ કમ્પાઉન્ડનો દરવાજો ખોલી ઘર તર ...Read More

5

Unnatural ઇશ્ક - 5 - (અંતિમ)

પ્રકરણ -૫/પાંચ ગતાંકમાં વાંચ્યું..... યુનિટેક ટેકનોલોજીના છ કાબેલ અને ખંતીલા એમ્પ્લોઇઝ છ મહિનાના ટૂંકા ગાળામાં સિક્રેટ મિશન સ્પેસ્ક્રાફ્ટ પાર છે અને એ છ જણની ટીમમાં રહેલા રવિશ અને શાલ્વી એકમેકના પ્રેમમાં પડે છે. ચુંબકના બે ધ્રુવ જેવા, બંનેનું વ્યક્તિત્વ પણ એકમેકથી તદ્દન વિપરીત, પણ બંને વચ્ચે અતૂટ, અમાપ, અસીમ પ્રેમનું બંધન બંધાતુ ગયું. એક દિવસ અચાનક શાલ્વીએ રવિશને ઓળખવાનો ઇનકાર કરી દીધો.... હવે આગળ..... "સોરી મિસ્ટર, હું કોઇ રવિશને નથી ઓળખતી, તમે રોંગ એડ્રેસ પર આવ્યા લાગો છો કેમ કે મારું નામ શાલ્વી નથી.... મારું નામ તો છે........" આકાશમાં ચગેલી પતંગ પેચ લડાવ્યા પછી કપાઈને હવામાં ગોળ ગોળ હવાતિયાં ...Read More