એક નવી શરૂઆત...

(39)
  • 17.8k
  • 5
  • 7.1k

ઘરમાં આજે કંઈક વધારે જ ચહલ-પહલ હતી. વાત એમ હતી કે આજે રુહીને જોવા માટે છોકરાવાળા આવવાનાં હતા. દીકરીવાળું ઘર એટલે કેટલી તૈયારીઓ હોય ! હું પણ સવારથી જ રસોડામાં હતી. નાસ્તો અને જમવાનું બનાવી હજી નેપકીનથી હાથ લૂછી રહી હતી કે મમ્મી આવ્યા અને બોલ્યા, “ખુશી, બેટા કામ પતી ગયું તારું ?”“હા મમ્મી, બસ બધું થઈ જ ગયું છે, રુહી તૈયાર થઈ ?” મેં કહ્યું.“હું તને એ જ કહેવા આવી હતી કે જરા રુહીને જોઈ લેને અને એને તૈયાર કરી પછી અખિલ ઉઠ્યો કે નહીં એ પણ જરા જોઈ લેજે. વળી પાછો એ કલાક કરશે !”“સારું મમ્મી હું હમણાં

Full Novel

1

એક નવી શરૂઆત...

ઘરમાં આજે કંઈક વધારે જ ચહલ-પહલ હતી. વાત એમ હતી કે આજે રુહીને જોવા માટે છોકરાવાળા આવવાનાં હતા. દીકરીવાળું એટલે કેટલી તૈયારીઓ હોય ! હું પણ સવારથી જ રસોડામાં હતી. નાસ્તો અને જમવાનું બનાવી હજી નેપકીનથી હાથ લૂછી રહી હતી કે મમ્મી આવ્યા અને બોલ્યા, “ખુશી, બેટા કામ પતી ગયું તારું ?”“હા મમ્મી, બસ બધું થઈ જ ગયું છે, રુહી તૈયાર થઈ ?” મેં કહ્યું.“હું તને એ જ કહેવા આવી હતી કે જરા રુહીને જોઈ લેને અને એને તૈયાર કરી પછી અખિલ ઉઠ્યો કે નહીં એ પણ જરા જોઈ લેજે. વળી પાછો એ કલાક કરશે !”“સારું મમ્મી હું હમણાં ...Read More

2

નવી શરૂઆત ભાગ-૨

મારા તૂટેલા સપનાઓ અને ઈચ્છાઓને મનનાં એક ખૂણે દબાવીને હું તૈયાર થઇ. ગુલાબી રંગની સાડી પહેરી હું બહાર આવી મહેમાન આવી ગયા હતા. મેં એક નજર અખિલ પર નાખી. ચા નાસ્તો આપી જતી હતી કે અખિલનાં મમ્મીએ મને એમના પાસે બેસાડી અને માથા પર હાથ ફેરવી બોલ્યા, “પ્રકાશભાઈ, તમારી દીકરી હવે મારી દીકરી થઈ. મને ખુશી ખુબ જ પસંદ છે. શું કહો છો અખિલ ના પપ્પા !” “અરે ભાઈ કરો કંકુના ! મને તો દીકરી પહેલેથી જ પસંદ હતી. આ તો બસ રિવાજ છે માટે આવવું પડ્યું.” કોઈએ ના તો મારી ઈચ્છા જાણવાની કોશિશ કરી કે ના મને ...Read More

3

નવી શરૂઆત ભાગ -૩

હું ફરી મારા સપનાઓને તૂટતા જોઈ રહી રડી રહી જન્મથી તો ખુશી છું પણ મારા નસીબમાં ખુશી છે જ હ્ર્દય અને મગજએ લડવાનું શરૂ કરી દીધું હ્ર્દયને દુઃખ હતું સંબંધનું અને.........! મગજ કહી રહ્યું કે બધું એજ તો થાય છે જે મને જોઇતું હતું હું આગળ ભણવા માંગતી હતી.મારા સપના પુરા કરવા માંગતી હતી અને એ જ તો થાય છે.સારો પરિવાર છે મારા સપનાઓ પુરા કરવાની છૂટ છે તો હવે શું જોઈએ મને.... "તો પછી આ દર્દ કઈ વાતનું છે?" "મને કેમ તકલીફ થાઇ રહી છે?" "એવું કેમ લાગે છે.જાણે મારું અડધું અંગ કોઈએ દૂર કરી દીધું મારાથી કે ...Read More

4

નવી શરૂઆત ભાગ -૪

"જો નસીબમાં જ અંધારું હોયને તો રોશની નામની છોકરી પણ દગો આપી જાય છે"ભાર્ગવને હાઈ-ફાઈવ આપતા બોલ્યો. "સાચું હો મારી સ્કૂલમાં મારા મેડમ પર મને ક્રશ હતોને એમનું નામ પણ રોશની જ હતું.બહુ માર્યો યાર મને!" પારસ બોલ્યો. "અરે યાર હમણાં કેવું થયું મેં મારી ક્રશને મેસેજ કર્યો કે તને કેવો છોકરો ગમે?" "તો એણે શું જવાબ આપ્યો ખબર?" "શું?" "કે તારા સિવાય કોઈ પણ!!અને તે રાતે અપુન 2 બજે તક રોયા"કેહતા તેણે પારસના ખોળામાં માથું મૂકી દીધું. આ જોઈ કૃષિત બોલ્યો,"અરે આતો કાંઈ નથી હું જ્યાં રહુ છું ને તે મકાનમલિક એ તો મને ધમકી જ આપી ડાયરેકટ ...Read More

5

નવી શરૂઆત ભાગ - ૫ - છેલ્લો ભાગ

અખિલે મારી કમર પર હાથ રાખ્યો.એવું જ મારુ આખું શરીર ધ્રુજી ઉઠ્યું.પેહલીવાર કોઈ પુરુષનો સ્પર્શ....મારુ રોમ-રોમ પ્રજ્વલિત થઈ ઉઠ્યું.અને તાલે અમે ડાન્સ કરવા લાગ્યા. દેખા હજારો દફા આપકો, ફિર બેકરારી કૈસી હૈ... સંભાલે સંભલતા નહિં યેહ દિલ, કુછ આપમે બાત એસી હૈ... લેકર ઇજાજત અબ આપસે, સાંસે યેહ આતી-જાતી હૈ... ઢુંઢેસે મિલતે નહીં હૈ હમ, બસ આપ હી આપ બાકી હૈ... પલભર ના દુરી સહે આપસે, બેતાબિયાં યેહ કુછ ઔર હૈ.. હમ દૂર હોકે ભી પાસ હૈ, નજદીકિયા યેહ કુછ ઔર હૈ.... દેખા હજારો દફા આપકો, ફિર બેકરારી કૈસી હૈ... સંભાલે સંભલતા નહિં યેહ દિલ, કુછ પ્યારમેં બાત એસી ...Read More