રિયુનિયન

(91)
  • 45.4k
  • 14
  • 20.6k

રીયુનિયન એટલે એવો સમય જ્યાં સ્કૂલ ના દોસ્તો ઘણા વર્ષો પછી એક સાથે થોડાક દિવસો પસાર કરે .... રીયુનિયન શબ્દ સાંભળીને બધાને પોતપોતાના સ્કૂલ ના દિવસો યાદ આવી જાય છે....સ્કૂલ ની યાદો જ એવી હોય છે જે ક્યારેય ભુલાતી જ નથી ... એવું પણ નથી કે સ્કૂલ ની યાદો સારી જ હોય....કોઈક વિધાર્થી ની યાદો ખરાબ પણ હોઈ ..... જે જીવનમાં હમેશા યાદ રહે છે..... આજે હું કંઇક એવી જ સ્કૂલ ની વાત કરવા જઈ રહી છું જેને તમે પણ ક્યાંક ને ક્યાંક જીવ્યા હશો .....અને હું પણ જીવી છું ..

Full Novel

1

રિયુનિયન - (ભાગ 1)

રીયુનિયન રીયુનિયન એટલે એવો સમય જ્યાં સ્કૂલ ના દોસ્તો ઘણા વર્ષો પછી એક સાથે થોડાક દિવસો પસાર કરે ....રીયુનિયન શબ્દ સાંભળીને બધાને પોતપોતાના સ્કૂલ ના દિવસો યાદ આવી જાય છે....સ્કૂલ ની યાદો જ એવી હોય છે જે ક્યારેય ભુલાતી જ નથી ...એવું પણ નથી કે સ્કૂલ ની યાદો સારી જ હોય....કોઈક વિધાર્થી ની યાદો ખરાબ પણ હોઈ .....જે જીવનમાં હમેશા યાદ રહે છે.....આજે હું કંઇક એવી જ સ્કૂલ ની વાત ...Read More

2

રિયુનિયન - (ભાગ 2)

હિરવા તો ઘરે જઈ ને ખૂબ જ ખુશ થઇ ગઇ હતી.... હવે તો બસ બીજા દિવસ ની રાહ જોઈ હતી....એ એના નવા દોસ્તો સાથે બેસવાની હતી.... એ લોકો નું ગ્રુપ ખૂબ જ મોટું હતું અને તે ગ્રુપ નો હિસ્સો બનવા માંગતી હતી....આજે હિરવા નું સપનું પૂરું થઈ ગયું હોય એવું એને લાગી રહ્યું હતું... એ ગ્રુપ માં દસ વિદ્યાર્થી હતા પાંચ છોકરા અને પાંચ છોકરી ...હવે એ ગ્રુપ માં હિરવા પણ હતી એટલે ડ્રીમ ટીમ ગ્રુપ અગિયાર નું બન્યું હતું.... બીજા દિવસે હિરવા તાની ની પાસે જઈને બેસી ગઈ ... ધીમે ધીમે હિરવા ગ્રુપ માં ભળી ગઈ હતી... હિરવા ...Read More

3

રિયુનિયન - (ભાગ 3)

વર્તમાનમાં.... હિરવા કલાસમાં બેઠી બેઠી બધું વિચારી રહી એ જિંદગી હતી જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ની હતી જેમાં આનંદ ને આનંદ જ હતો .... અને હવે તો જિંદગી દોડધામ માંથી ઉંચી ન આવે એવી થઈ ગઈ છે... હિરવા પોતાના જ વિચારોમાં ખોવાયેલી હતી .....પહેલા જે થયું હતું એ વિચારી ને પોતાના ઉપર જ ઘૃણા આવી રહી હતી.... એ પોતાના વિચારોમાં હતી ત્યારે એની બાજુમાં નભય આવી ને બેસી ગયો હતો એની જાણ એને હતી જ નહિ...... નભય એ હિરવાને હચમચાવી નાખી ત્યારે હિરવા વર્તમાનમાં આવી .....અને એ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ .... ...Read More

4

રિયુનિયન - (ભાગ 4)

આગળની કહાની નભય ને ખબર જ ન હોઈ એ રીતે હિરવા ને પૂછી રહ્યો હતો.... " તો આગળ નાટક કે બંધ રહ્યું...?" "કેમ ત્યારે તું ક્યાં હતો....?" હિરવાએ જવાબ આપવાના બદલે સામે સવાલ કર્યો... "હું તો બસ...લાયબ્રેરી માં....." નભય એનું બોલવાનું પૂરું કરે એ પહેલાં જ હિરવા બોલી ઉઠી ... "લાઈબ્રેરી માં કે લાઈબ્રેરી વાળી માં......." હિરવા એટલું બોલીને અટકી ગઈ... " અરે તું કિચન માં જઈને જોતો જરાક ...." નભય ચિંતા માં આવી ગયો હોઈ એ રીતે બોલી રહ્યો હતો... " કેમ ...શું થયું...." હિરવા ભારેખમ ચિંતા માં આવી ગઈ અને ઊભી થઈને કિચન તરફ ચાલવા જતી હતી ...Read More

5

રિયુનિયન - (ભાગ 5)

ફોન ની સ્ક્રીન ઉપર વાણી નું નામ વાચીને હિરવા દોડીને ઉપર ની રૂમ માં જતી રહી....અને રડવા લાગી....નભય ફોન માં લઈને પાછળ આવેલા ગાર્ડન માં જતો રહ્યો...." ક્યાં છે તું....?" વાણી ખૂબ જ ગુસ્સા માં બોલી રહી હતી...નભય ને થોડી વાર પહેલા એની અને હિરવા વચ્ચે જે કંઈ થયું એ યાદ આવી રહી હતુ...."તું સાંભળે પણ છે હું બોલું છું એ....હેલો....હેલો નભય...." ફોન માં સામેના છેડેથી વાણી બોલી રહી હતી ..."હ...હા...બેબી બોલને...." વાણી નો અવાજ સાંભળીને ફોન હજી ઉપાડ્યો જ હોઈ એ રીતે નભય બોલી રહ્યો હતો..." શું બેબી.....હું બોલું છું એ તું સાંભળે પણ છે કે નહિ....ક્યાં છે ...Read More

6

રિયુનિયન - (ભાગ 6)

પનવ અને અનિશા પહોંચી ગયા હતા ...એની સાથે સાથે વાણી પણ આવી પહોંચી હતી....વાણી ને જોઇને હિરવા ના ચહેરા નો રંગ ઊડી ગયો હતો....જેની નોંધ હાજર તમામ લોકોની સાથે વાણી એ પણ લીધી હતી...." આવો આવો પધારો...." સમીર બોલ્યો.." વાણી તારી સાથે નભય નથી આવ્યો...?" ભવ્યા એ વાણી ને પૂછ્યું...હિરવા ની નજર તરત વાણી તરફ આવી જેની જાણ વાણીને હતી..." ના...એ મને એરપોર્ટ થી અહી મૂકીને એના કઈક કામ માટે બહાર ગયો છે ....સાંજ સુધીમાં આવી જશે..."વાણી બોલી રહી હતી..બધાને મળીને વાણી હિરવા પાસે આવી..." હાય હિરવા...." વાણી એ હીરવાને કહ્યું...હીરવા કંઈ બોલ્યા વગર એક સ્માઈલ કરીને ત્યાંથી જતી ...Read More

7

રિયુનિયન - (ભાગ 7)

વાણી કિચન મા આવી પહોંચી હતી પરંતુ એની જાણ હિરવા અને નભય ને ન હતી.... એ બંને એકબીજા માં હતા ....હિરવા અને નભય ને એટલા નજીક જોઈને વાણી કિચન માંથી બહાર આવી ગઈ....અને બહાર આવીને બધા સાથે બેસી ગઈ ...." અરે તું મદદ માટે ગઈ હતી ને વાણી...." ભવ્યા એ વાણી ને પૂછ્યું ...."નભય એની મદદ કરે છે એ બંને બસ આવી જ રહ્યા છે ...." વાણી એ ભવ્યા ને કહ્યું...એટલું બોલીને વાણી ઊંડા વિચાર મા જતી રહી ....નભય ના હોઠ હિરવા ના ગાલ ને સ્પર્શ કરે એ પહેલા જ હિરવા એ નભય ને ધક્કો માર્યો અને ઠંડુ લઈને ...Read More

8

રિયુનિયન - (ભાગ 8)

" આ લગન સ્વીકારવામાં નહિ આવે....."બધાએ પાછળ ફરીને જોયું ત્યારે ભવ્યા અને સમીરની આંખો પહોળી થઇ ગઈ હતી...."અમારી વગર લગ્ન કરશો તો એ સ્વીકારવામાં નહિ આવે ...." એ ભવ્યા ના પપ્પા હતા ....એની સાથે સાથે એના મમ્મી અને એનો નાનો ભાઈ પણ હતો...સમીર ના મમ્મી પપ્પા એની મોટી બહેન અને જીજાજી ....બધા આવ્યા હતા...બધાને આ રીતે જોઈને ભવ્યા દોડીને એના મમ્મી પપ્પા પાસે આવીને ભેટી પડી અને રડી પડી...સમીર એની પાસે આવ્યો અને એના મમ્મી પપ્પા ને મળ્યો....ભવ્યા અને સમીર ડરી ગયા હતા ... એ બંનેના પરિવાર એના લગ્ન નહિ થવા દે....પંરતુ એવું કંઈ પણ બન્યું નહિ...બંનેના પરિવાર રાજી ખુશી ...Read More

9

રિયુનિયન - (ભાગ 9)

લગ્ન ની ભાગદોડ અને ડાન્સ ના કારણે અનીશા આજે સવારથી થોડી બીમાર પડી ગઈ હતી...બધા એની સાર સંભાળ લઈ હતા ...પનવે એના દૂરના મામા નો છોકરો જે ડોક્ટર હતો એને બોલાવી લીધો હતો ...ડોક્ટર નું નામ આદિત્ય હતું....આદિત્ય પનવ કરતા ચાર વર્ષ મોટો હતો...પરંતુ ડોક્ટર બનવા માટે એને લગ્ન વિશે ક્યારેય વિચાર્યું જ ન હતુ ...આદિત્ય ના લગ્ન થયા ન હતા...એની આંખો લીલી કાચ જેવી હતી ...પૂરેપૂરો છ ફૂટનો અને આકર્ષિત બોડી જોતા જ ગમી જાય એવી હતી....વાણી અને તાની ની નજર આદિત્ય ઉપર જ રહેતી હતી... એ બંને આદિત્ય ની દીવાની બની ગઈ હતી...સાંજ ના સમયે અનીશા ઉપરની ...Read More

10

રિયુનિયન - (ભાગ 10)

"આદિત્ય...." નભય જોરથી બોલ્યો...બધાનું ધ્યાન નભય તરફ આવ્યું...બધાનું ધ્યાન એની તરફ આવતા નભયને ખ્યાલ આવ્યો કે એ થોડુક વધારે જોરથી બોલ્યો હતો...હવે આગળ શું કહેવું એ એને સમજાતું ન હતું....નભય આગળ બોલે એની બધા રાહ જોઈ રહ્યા હતા ..."હા બોલને નભય....." બે મિનિટ થી બનેલી શાંતિ ને આદિત્ય તોડીને બોલ્યો..." તમે બધા ચોંકી કેમ ગયા છો....મે તો અભિનંદન આપવા માટે આદિત્યને બોલાવ્યો હતો..." નભય શું બોલી રહ્યો છે એ પોતે પણ જાણતો ન હતો...પરંતુ વાત ને બદલવા માટે જે યાદ આવ્યું એ બોલી ગયો..." અરે વાહ નભય ....આટલા મોટા અવાજથી અભિનંદન આપતા મે પહેલી વાર જોયું ...." સમીર હસતાં ...Read More

11

રિયુનિયન - (ભાગ 11)

***ભૂતકાળ માં.... હીરવા... હિરવા ખૂબ જ શાંત ,બહાદુર ,હોશિયાર છોકરી હતી....એ કોઈ રૂપ રૂપનો અંબાર ન હતી ....થોડી શ્યામ ખૂબ જ નમણી હતી...એની આંખો કાળી ફ્રેમ ના ચશ્મા થી ઢંકાયેલી હતી ....ઊંચાઈ ૫'૩ હતી પરંતુ ગ્રુપ માં બધા કરતાં નીચી....એકદમ પાતળી હતી...વાંકડિયા એના વાળ હતા ...વાણી...વાણી એટલી બધી હોશિયાર ન હતી...ગ્રુપ માં ધાની પછી સુંદરતા માં વાણી નો બીજો નંબર આવતો હતો...ઘઉંવર્ણી વાન ધરાવતી હતી...લાંબી અણીદાર કથ્થઈ આંખો..પાતળું એનું નાક...ઊંચાઈ ૫'૫ હતી...શરીર નો આકાર એકદમ પરફેક્ટ...રેશમી વાળ હતા જેના કારણે એનો ચહેરો વધારે ખીલી ઉઠતો હતો...નભય...નભય એના નામ ની જેમ જ હતો....કોઈથી પણ ડરતો નહિ અને જેને જે કહેવું એ એના ...Read More

12

રિયુનિયન - (ભાગ 12)

કાગળ વાંચતા નભયને હિરવા યાદ આવી રહી હતી....એક એક શબ્દ હિરવા એ લખ્યો હોય એવું લાગી રહ્યું હતું ....કાગળના માં શનિવાર ના દિવસે શિવ મંદિર પાછળ આવેલા ઢાળ ઉપર મળવા જવાનુ લખ્યું હતું...નભય ખૂબ ખુશ હતો... નભય ને એના જુના દિવસો યાદ આવી ગયા....જ્યારે હિરવાને પહેલી વાર જોઈ હતી ત્યારે નભય ને હિરવા એક અલગ છોકરી લાગી હતી...હિરવાનો શ્યામ વાન એને આકર્ષિત લાગ્યો હતો... પરંતુ નભયે એવું ક્યારેય કોઈને કહ્યું ન હતું... ક્લાસ માં એની આગળ પાછળ ની બેન્ચ ઉપર બેસતા વિદ્યાર્થીઓને જાણ હતી કે નભય સ્કૂલના સમય પર હિરવાને જોઈ રહ્યો હોય છે...આ વાત આગળ ન વધે એની ...Read More

13

રિયુનિયન - (ભાગ 13)

હિરવા ઢાળ પર પહોંચી ગઈ હતી...હિરવાએ ત્યાં નભયને ઊભેલો જોયો ત્યાં જ એના મનમાં વિચારો ની ગડમંથલ ચાલુ થઈ હતી...નભયે આવું શું કામ કર્યું હશે...કાલે વાણી એ નભયને પ્રપોઝ કર્યું હતું....વાણી એ મારી ગુજરાતીની બુક માંગી...મનસુખભાઇ ની દુકાન પર ગઈ ત્યારે જાણ થઈ કે વાણી એ ઝેરોક્ષ કોપી કરાવી હતી...આજે વાણી એ આ વાત છુપાવી અને જેણે આ કામ કર્યું છે એ ઢાળ પાસે મળશે એની જાણકારી પણ વાણી એ જ આપી...નભય આવું શું કામ કરે ...અને વાણી કેમ આવું કરે છે...હિરવાના મનમાં ઘણા એવા સવાલો ચાલી રહ્યા હતા...નભયે પાછળ ફરીને જોયું ત્યાં એની નજર હિરવા ઉપર આવીને અટકી ...Read More

14

રિયુનિયન - (અંતિમ ભાગ )

બધા એક જ વિચાર માં હતા... હિરવાના નામથી રીયુનિયન નું આયોજન કરીને બધાને ભેગા કોણે કર્યા હતા... " મે છે તમને બધાને ..." પાછળ થી અવાજ આવ્યો બધાએ પાછળ ફરીને જોયું... દરવાજા પાસે વાણી ઊભી હતી... "વાણી તું...?" સમીર અને ભવ્યા બંને સાથે બોલ્યા.. "હા ,મે તમને બધાને અહી બોલાવ્યા છે .." બધાની નજર વાણી તરફ સ્થિર થઈ ગઈ હતી... એટલું બોલીને વાણી નીચે તરફ જવા લાગી..બધા એની પાછળ પાછળ નીચે આવ્યા... નભય બહાર આવ્યો... હિરવા કિચનમાંથી બહાર આવી... વાણી એ એની વાત કહી ...ત્યારે બધાને જાણ થઈ કે સાયન્સ અને કોમર્સ ના ઝઘડા ના કારણે કોઈ અહી આવવા ...Read More