પુનર્જન્મ

(1.8k)
  • 276.4k
  • 109
  • 152.4k

જેલ ના દરવાજાની બહાર એણે પગ મૂક્યો. મન માં કંઈક આનન્દ અને કંઇક ખિન્નતાના ભાવ સાથે. આનન્દ એ વાતનો હતો કે પોતે હવે મુક્ત હતો. ક્યારે સૂવું , ક્યારે ઉઠવું , શું ખાવું , શું પહેરવું એ હવે એ પોતે નક્કી કરશે. હવે એ કોઈનો કેદી કે ગુલામ ન હતો. અને મન ખિન્ન એટલે હતું કે જીવનના સાત વર્ષ એણે જેલમાં કાઢયા હતા. પણ શા માટે ? પોતાની ભૂલ શી હતી? ખિન્નતા હતી આ સમાજ ઉપર , ખિન્નતા હતી આ સમાજવ્યવસ્થા ઉપર . બધું જ બરબાદ થઈ ગયું હતું. એનું ઘર , એની ઈજ્જત , એનું ભવિષ્ય.

New Episodes : : Every Tuesday & Friday

1

પુનર્જન્મ - 1

આ એક કાલ્પનિક નવલકથા છે . એના કોઈ પાત્રો , ઘટનાઓનો કોઈ વ્યક્તિ , જ્ઞાતિ , જાતિ , ધર્મ સંસ્થા , સરકાર કે સરકારી સંસ્થા સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી . ** ** ** ** ** ** ** ** ** પુનર્જન્મ 01 જેલ ના દરવાજાની બહાર એણે પગ મૂક્યો. મન માં કંઈક આનન્દ અને કંઇક ખિન્નતાના ભાવ સાથે. આનન્દ એ વાતનો હતો કે પોતે હવે મુક્ત હતો. ક્યારે સૂવું , ક્યારે ઉઠવું , શું ખાવું , શું ...Read More

2

પુનર્જન્મ - 2

પુનર્જન્મ 02 બિપિન સચદેવાએ એક કવર અને કાર્ડ ટેબલ પર મુક્યું. અનિકેતેએ કવર અને કાર્ડ લઈ મુક્યું. જમવાનું પતી ગયું હતું. ' મી.સચદેવા , એક રિકવેસ્ટ છે. ' ' બોલો... ' ' મારે કોઈ હોટલમાં થોડા દિવસ રોકાવું છે. એનો કોઈ આઈડિયા ? ' ' મી.અનિકેત , કોઈપણ હોટલમાં આપ રોકાઈ શકો છો. એક વાર તમારી હા આવ્યા પછી અમે કંઈક કરીશું. ' ' ઓ.કે. ' બન્ને બહાર નીકળ્યા. સચદેવા ગાડી લઈ ચાલ્યો ગયો. અનિકેત સચદેવાનું રુક્ષ વર્તન જોઈ રહ્યો. એના ...Read More

3

પુનર્જન્મ - 3

પુનર્જન્મ 03 મહોલ્લાના નવરા લોકો પોતાને દરવાજે આવી અનિકેતને કુતુહલ થી જોઈ રહ્યા હતા. જે ઘરને મા ગાયના છાણથી લીંપીને સજાવતી હતી , જે ઘરના આંગણામાં એ મા ના ખોળામાં સુતા સુતા વાર્તા સાંભળતો હતો અને મા એનો પ્રેમાળ હાથ માથે ફેરવતી હતી , જે ઘરમાં બહેન જોડે ઝગડો કરી કોઈ ખૂણામાં રિસાઈને એ છુપાઈ જતો હતો , અને બહેન શોધવા નીકળતી હતી ,જે ઘરના આંગણામાં મા દિવાળીમાં દીવા પ્રગટાવતી અને પોતે બહેન સાથે મળીને ફટાકડા ફોડતો. એ ઘર.... એ ઘરના આંગણામાં કોઈ એ ઘાસના ...Read More

4

પુનર્જન્મ - 4

પુનર્જન્મ 04 વિશાળ રૂમને અનિકેત જોઈ રહ્યો. ફાર્મ હાઉસ જેટલું ભવ્ય હતું , બંગલો એટલો જ હતો અને રુમ પણ એટલો જ ભવ્ય હતો. એરકનડિશન ચાલુ હતું. વીસ બાય ચાલીસનો એ રૂમ કોનફરન્સ રૂમ હોય એવું લાગ્યું. પણ કોઈ ઓફીસ જેવી રચના ન હતી. સોફા અને ખુરશીઓની વચ્ચે એક વિશાળ લંબચોરસ ટીપોઈ મુકેલી હતી. ટૂંક માં આરામથી બેસીને કોન્ફરન્સ કરવાની વ્યવસ્થા હતી. એક તરફ એક વિશાળ સિસમના વોર્ડરોબમાં લાઈનસર પુસ્તકો હતા. કાચમાંથી એ પુસ્તકોના નામ વાંચી શકાય એમ હતું. એની બાજુમાં એક ડિઝાઈનેબલ સ્ટેન્ડ ...Read More

5

પુનર્જન્મ - 5

પુનર્જન્મ 05 સુધીરના ચહેરા પર હાસ્ય આવ્યું. એણે સચદેવા સામે જોયું. સચદેવાના ચહેરા પર ગાંભીર્ય હતું. સચદેવા : ' મી. અનિકેત. પચાસ લાખમાં કોઈનું પણ ખૂન કરનારા જોઈએ એટલા મળે છે. તમારે તો માત્ર અકસ્માત કરવા નો છે. તો તમારામાં એવું શું છે કે અમે તમને ત્રણ કરોડ આપીએ? ' ' મારી પાસે અથવા મારા જેવા કોઈ વ્યક્તિ પાસે જે છે એના તમે ત્રણ નહિ પાંચ આપો તો પણ તમે ફાયદા માં છો. ' સચદેવા : ' કેવી રીતે ? ' ' પ્રથમ તો હું ...Read More

6

પુનર્જન્મ - 6

પુનર્જન્મ 06 સવારે અનિકેત ઉઠ્યો. તૈયાર થઈ અરીસા સામે ઉભો રહ્યો. ડાર્ક ગ્રે કલરનું જીન્સનું પેન્ટ ગ્રે કલરનો બેલ્ટ , ગ્રે કલરના શૂઝ , ઉપર વ્હાઇટ શર્ટ , હાથમાં ઘડિયાળ. મોબાઈલ લઈ એણે શર્ટના ગજવામાં મુક્યો. એક લેધર પર્સ ગજવામાં મુક્યું. અને અરીસામાં એ પોતાને જોઈ રહ્યો. જેલમાં જવાથી ચહેરાની કુમાશ સ્હેજ ઓછી થઈ હતી. પણ વાંકડિયા લાંબા વ્યવસ્થિત વાળ કપાળ પર લહેરાતા હતા. અનિકેત તમામ રૂપિયા સાથે લઈને નીકળ્યો. એ હોટલ પર રૂપિયા રાખવાનું ઉચિત સમજતો નહતો. એણે રાત્રે ખૂબ વિચાર્યું હતું. એને એક વસ્તુ ...Read More

7

પુનર્જન્મ - 7

પુનર્જન્મ 07 બપોરના ચાર વાગવા આવ્યા હતા. અનિકેતનો આખો દિવસ જરૂરી ચીજવસ્તુની ખરીદીમાં ગયો હતો. બાય ફોર જીપ સરળતાથી શહેરથી દુર સરકી રહી હતી. એ એના ગામ તરફ જઈ રહ્યો હતો.એના ઘર તરફ. જ્યાં એનું હદય ઘાયલ થયું હતું એ તરફ. પોતાના અસ્તિત્વને પ્રસ્થાપિત કરવા. પોતાના માતા પિતાના ઋણને ચૂકવવાની કોશિશ કરવા. જેમ જેમ ગામ નજીક આવતું ગયું એમ એમ એના હદયમાં એક અજબ સંવેદન થતું ગયું. અઘરું હતું. પોતાના અસ્તિત્વને પ્રથાપિત કરવાનું. મન થયું પાછો વળી જાઉં. કોઈ અજ્ઞાત સ્થળે જતો રહું. પણ એમ ભાગવા ...Read More

8

પુનર્જન્મ - 8

પુનર્જન્મ 08 સ્નેહા .... ગામના પાંચ આગેવાનો પૈકી એક આગેવાન બળવંતરાયની દીકરી. સુંદર, સહેજ લાંબો પણ ચહેરો , અણિયાળી આંખો , એ આંખોમાં લગાવેલ કાજળની તદ્દન પાતળી લાઇનિંગ અને એ લાઇનિંગથી આંખના છેડે ખેંચેલી સ્હેજ લાઇનિંગ આંખો ને અણિયાળી બનાવતી હતી, ગુલાબી હોઠ અને એ હોઠ પર રમતું મુક્ત હાસ્ય અને દરેક હાસ્યની સાથે થતા આંખોના હાવભાવ. અને હોઠ અને આંખોનો એ તાલમેલ એને વધુ મોહક બનાવતો. ઉંચી , પાતળી છતાં સહેજ માંસલ શરીર , ઉજળી પણ ચમકતી સ્કીન. કમર સુધી લાંબા થતા ઘટાદાર કાળા વાળ ની ...Read More

9

પુનર્જન્મ - 9

પુનર્જન્મ 09 સવારે સાત વાગે ફરી પથ્થર વાગ્યો. અનિકેતે જોયું , ચ્હા લઈને ઉભો ઉભો ડોકિયું કરી હસતો હતો. આઠ વાગે અનિકેતે તૈયાર થઈ માસીના આંગણામાં ડોકિયું કર્યું તો મગન તૈયાર થઈ અધીરો થઈ બેઠો હતો. અનિકેતે એને પાદરે જવા ઈશારો કર્યો. મગન ખુશ થઈ બહાર દોડ્યો. અનિકેત એને જોઈ રહ્યો. મગનમાં માસીનું રૂપ ઓછું આવ્યું હતું. દેખાવમાં કાકા ઉપર ગયો હતો. સહેજ પાતળો , ઉંચો , પહોળા ખભા , સહેજ ઘઉંવર્ણો , હજુ પરિપક્વ ઓછો હતો પણ આમ બહાદુર હતો , પણ માસીની જેમ પ્રેમાળ હતો. ...Read More

10

પુનર્જન્મ - 10

પુનર્જન્મ 10 રેસ્ટોરન્ટના ટેબલ પર બરાબર દસ વાગે અનિકેત હાજર થઈ ગયો હતો. શિસ્ત જીવન સફળ થતું નથી એવું એ માનતો હતો. અને સમયપાલન એ શિસ્તનો એક ભાગ જ છે. પછી મનમાં વિચાર આવ્યો કે શિસ્ત રાખવા થી પોતે સફળ થયો છે ? વેઈટર બાજુમાં આવીને ઉભો રહ્યો. એણે કોફી અને સેન્ડવિચનો ઓર્ડર આપ્યો. સવા દસ વાગે સચદેવા આવ્યો. ' સોરી , હું થોડો લેઈટ થઈ ગયો.' ' ડોન્ટવરી , ઇટ્સ ઓકે. ' અનિકેત જાણતો હતો કે પોતે જે કામ લઈને બેઠો છે ...Read More

11

પુનર્જન્મ - 11

પુનર્જન્મ 11 એક મહિના પછી દિવાળી હતી. ગામના લોકો પોતાના ઘરોની સાફ સફાઈ અને કરવામાં લાગી ગયા હતા. એક માસી અને મગન સિવાય આખા ગામે અનિકેતનો બહિષ્કાર કર્યો હતો. અને અનિકેત પણ વધારો નો થઈ કોઈને કરગરવામાં માનતો ન હતો. સમય આવે પોતે પોતાનું સ્થાન જરૂર બનાવશે. ત્યાં સુધી કોઈ કામ માટે કોઈ માણસ આવે એ શક્ય ન હતું. એણે પૈસા ચેક કર્યા. પચાસ લાખ માંથી મોટી રકમ હજુ અકબંધ હતી. એણે ઘર તરફ નજર કરી. આજુબાજુના મકાનો પાકા હતા. એટલે ઘરની બન્ને બાજુમાં પાક્કી ...Read More

12

પુનર્જન્મ - 12

પુનર્જન્મ 12 એન્કરે આગળનો પ્રોગ્રામ ચાલુ કર્યો. પરંતુ અનિકેત ના મન , હદયમાં એક તોફાન ઉઠ્યું સ્નેહા... સ્નેહા.. પણ હદય એક વાત આત્મવિશ્વાસ સાથે ટકોર કરતું હતું. આ સ્નેહા નથી. સ્નેહા ને તો એ એક પળ માં ઓળખી જાય. એના સાઈડ ફેસથી પણ ઓળખી જાય. એના અવાજ પર થી ઓળખી જાય. આઈસ્ક્રીમ આપતી છોકરી એ આ છોકરીને બાય કહ્યું ત્યારે આ છોકરીએ પણ બાય કહ્યું હતું. પણ એનો અવાજ સ્નેહાનો નથી.ના.. આ સ્નેહા નથી. તો કોણ હોઈ શકે. આટલો મળતો ચહેરો. સ્નેહાને કોઈ બહેન પણ ...Read More

13

પુનર્જન્મ - 13

પુનર્જન્મ 13 અનિકેત આજે સવારે ખેતરે ગયો. ઓરડીના તૂટેલા બારી બારણાંને ઠીક ઠાક એક સરસ ખાટલો , ગોદડી , એક માટલું વગેરે જીપ માંથી ઉતારી ઓરડીમાં મુક્યા. ભગવાન નું એક જૂનું મંદિર બાપુ એ મુકાવ્યું હતું , એ સાફ કરી દીવો કરી , બા - બાપુ અને પરમપિતા પરમેશ્વર ને યાદ કરતો ઉભો રહ્યો. ' કોઈ છે. ' બહાર થી એક અજાણ્યો અવાજ આવ્યો. અનિકેત બહાર આવ્યો.. કોઈ અજાણ્યો વ્યક્તિ ઉભો હતો. 5.9 ઉંચાઈ , પહોળા ખભા , સફેદ ધોતિયા ઉપર શર્ટ પહેરેલો એ ...Read More

14

પુનર્જન્મ - 14

પુનર્જન્મ 14 વિશાલ સાવંત કોઈક સમયે કોઈ સામાન્ય ફિલ્મ મેગેઝીન માટે ફોટોગ્રાફરનું કામ કરતો હતો. બાબતે કોઈની સાથે ટ્રાફીક બાબતે સામાન્ય ઝગડામાં મારામારી થઈ. અને સામેની વ્યક્તિની પહોંચના કારણે વાત વધી ગઈ. હિંસક હુમલો કરવાની સજા મળી. બે વર્ષની કેદ. અનિકેત મૈસુર કેફેમાં એની રાહ જોતો હતો. દસ વાગ્યાનો સમય આપ્યો હતો. હજુ દસમાં પાંચ મિનિટની વાર હતી. અનિકેતને વિશાલની મુલાકાત જેલમાં થઈ હતી. વિશાલે જેલ માંથી છૂટી એક નાનકડો સ્ટુડિયો ખોલ્યો હતો. પરંતુ ફિલ્મોનું વળગણ છૂટતું નહતું. એટલે એ ફિલ્મી પાર્ટીઓમાં ફોટા પાડી એક વેબસાઈટ ...Read More

15

પુનર્જન્મ - 15

પુનર્જન્મ 15 છેલ્લા ચાર દિવસથી અનિકેત મોનિકાની દિનચર્યા પર ચાંપતી નજર રાખતો હતો. એક જ રૂટિન કાર્યક્રમ રહેતો હતો. ફક્ત શનિવાર તથા રવિવારે એ પ્રોગ્રામ અલગ રહેતો. જેનો એને અંદાઝ આવવો મુશ્કેલ હતો. આજે સાવંત એનો રિપોર્ટ આપવાનો હતો. સાંજના ચાર વાગ્યા હતા. મૈસુર કેફેમાં અનિકેત એની રાહ જોતો હતો. ચાર અને દસે એ આવ્યો. અને આવતાની સાથે જ એણે નાસ્તાનો ઓર્ડર આપ્યો. ' દોસ્ત , હું આવું એ પહેલાં તમારે નાસ્તો મંગાવી રાખવા નો. સાલું રેસ્ટોરન્ટમાં પગ મુકતાની સાથે જ જબ્બર ભૂખ લાગે છે. ...Read More

16

પુનર્જન્મ - 16

પુનર્જન્મ 16 ત્રીજો રિપોર્ટ... સુધીર. ઉંમર 28 વર્ષ , ભૂતકાળ ખૂબ જ અસ્પષ્ટ ઘણાનું કહેવું એમ છે કે એ અનાથ હતો. ઘણાનું કહેવું એમ છે કે એની માતા ફિલ્મોમાં એક્ટ્રેસ બનવા આવી હતી. એની માતા ખૂબ જ સુંદર હતી. પણ ફિલ્મોમાં સફળતા ના મળી અને છેલ્લે પિતાના નામ વગર સુધીર ને જન્મ આપ્યો. ઉંમર વધતી ગઈ અને ફિલ્મોમાં કામ મળતું બંધ થયું અને સુધીર 18 વર્ષનો થયો ત્યારે એ અવસાન પામી. સુધીર 22 વર્ષની ઉંમરે ફિલ્મ લાઈનમાં આવ્યો. અને એક વાત એટલી સત્ય હતી ...Read More

17

પુનર્જન્મ - 17

પુનર્જન્મ 17 બાબુનો રિપોર્ટ એ સમજવાની કોશિશ કરતો રહ્યો. પણ કંઇ વિશેષ સમજમાં ના આવ્યું. વ્યક્તિ ક્યાં રહેતો હતો , કોણ હતો. એ કોઈ માહિતી ના મળી પણ એક વાત બિલકુલ સ્પષ્ટ હતી કે એ મોનિકાનો પીછો બરાબર કરતો હતો. મતલબ એ થાય કે કાંતો એ મોનિકાની જાસૂસી કરતો હતો , અથવા એ મોનિકાનો આશિક હતો અથવા એ મોનિકા સાથે કોઈ બદલો લેવા માંગતો હોય. કદાચ.. કંઈક તપાસ તો કરવી પડશે.***************************** છેલ્લા ચાર દિવસથી અનિકેત મોનિકાની અને મોનિકાની પાછળ લાગેલા એ મોટરસાયકલ વાળાની પાછળ લાગેલો ...Read More

18

પુનર્જન્મ - 18

પુનર્જન્મ 18 દસ મિનિટ માટે પંચદેવ મંદિર સામે અવ્યવસ્થાનો માહોલ સર્જાઈ ગયો. પોલીસ અને 108ને કરી દેવામાં આવ્યો હતો. મોનિકાના ડ્રાઈવરે સુધીરને ફોન કરી દીધો હતો. દસ જ મિનિટમાં પોલીસ અને એમ્બ્યુલન્સ આવી ગઈ. રોડ ઉપર ટ્રાફીક જામ થઈ ગયો હતો. પોલીસે સૌથી પહેલા સિચ્યુએશન જોઈ અને કેટલાક પોલીસવાળા લોકોને દૂર કરવામાં પરોવાયા. એક સબ.ઇન્સપેક્ટર વિવિધ એંગલથી મોબાઈલમાં ફોટા લેવા લાગ્યો. એમ્બ્યુલન્સમાં આવેલ ડોકટરે બન્નેને જોયા. મોનિકા હજુ બેહોશ હતી. પોલીસ એને ઓળખી ગઈ હતી એટલે હવે તેમને વાતની ગંભીરતા સમજમાં આવી હતી. પોલીસે હાયર ઓથોરિટીને ...Read More

19

પુનર્જન્મ - 19

પુનર્જન્મ 19 બીજા દિવસે સવારે અનિકેત ખેતરે ગયો. હવે મકાનનું કામ બે ત્રણ દિવસમાં અટકાવવું એમ હતું. કેમકે પછી દિવાળીના તહેવારો ચાલુ થતા હતા. ખેતરની અંદર જીપ પાર્ક કરી. જીપ માંથી સામાન કાઢ્યો અને ઓરડી ખોલી અંદર ગયો. થોડી સાફસફાઈ પછી એ બહાર લીમડાના ઝાડ નીચે ખુરશી નાંખી બેઠો. એક ખુરશી સામે નાખી એના ઉપર પગ લાંબા કરી બેઠો. બાજુના ખેતર માંથી બોરનો પાણી ખેંચવાનો એકધારો અવાજ આવતો હતો. લીમડાના મીઠા છાંયડા નીચે મંદ મંદ સમીર લહેરાતો હતો. કોયલ અને બીજા પંખીઓના કલરવનો અવાજ આવતો હતો. ...Read More

20

પુનર્જન્મ - 20

પુનર્જન્મ 20 લિસ્સા ગાલ પરની ચામડી બળીને ખરબચડી અને કદરૂપી થઈ ગઈ હતી. ગાલથી શરૂ એ બદસુરતી મોનિકાના પગ સુધી જતી હતી. એવું નથી કે દુનિયામાં બદસુરત લોકો જીવતા નથી. પણ એક સુંદર વ્યક્તિત્વના માલિકે 25 કે 27 વર્ષની ઉંમર પછી બદસુરતી સાથે જીવવું કેટલું મુશ્કેલ હોય છે એ સમજવું અઘરું છે. અને સુધીર. સુધીર એને બદસુરત ચહેરા સાથે અપનાવતો ? મોનિકાનું સમગ્ર અસ્તિત્વ હલબલી ઉઠ્યું. મોનિકાને પેટમાં કંઇક થતું હતું. જીવ ચૂંથાતો હતો. ગભરામણ થતી હતી. કેરટેકર મોસંબીનો જ્યુસ લઈને આવી હતી. મોનિકાને ...Read More

21

પુનર્જન્મ - 21

પુનર્જન્મ 21 બહાર કંઇક ઘોંઘાટ થતો હતો. અનિકેત ખડકીનો દરવાજો ખોલી બહાર આવ્યો. બહાર એક મરસિડિઝ એક ઇનોવા ઉભી હતી. થોડા ગામ લોકોનું ટોળું એકઠું થઈ જોઈ રહ્યું. નાના છોકરાઓ ખૂબ જ કલબલાટ કરતા હતા. બાજુના ઘરમાંથી માસી અને મગન પણ બહાર આવીને ઉભા હતા. નાનકડા ગામમાં આવી ચકચકિત મરસિડિઝ એક આશ્ચર્યની ઘટના હતી. ગામના લોકો એ આવી ગાડી કદાચ ટી.વી.માં જ જોઈ હતી. ઇનોવા માંથી ચાર મજબૂત માણસો ઉતર્યા. એમાંથી બે ના કમરે પિસ્તોલ લટકતી હતી. બે માણસોના હાથમાં ઓટોમેટિક ગન હતી . ચારે માણસ ...Read More

22

પુનર્જન્મ - 22

પુનર્જન્મ 22 સ્નેહાના હાથ પર મહેંદી હતી. કલાકો સુધી બેસીને એ મહેંદી મુકાવતી. અને અનિકેત ને ને પૂછતી ' કેવી છે ? ' અનિકેતને મસ્તી સુજતી હતી. એ કહેતો :' તું તો મસ્ત જ છે ને , કોઈ પણ પસંદ કરે એવી. ' એ ગુસ્સે થતી. ' હું મહેંદીનું પૂછું છું. ' અનિકેત કહેતો ' તારા ચહેરા પરથી નજર જ નથી હટતી તો મહેંદી શું જોવું. ' એ ચિડાતી અને કહેતી ' જો બહુ ચીડવશો , તો ક્યાંક દૂર ચાલી જઈશ. ' ...Read More

23

પુનર્જન્મ - 23

પુનર્જન્મ 23 સ્નેહા કલાસ માંથી બહાર નીકળી અને કેન્ટિંનમાં ગઈ. ત્યાં અનિકેત હતો. એનું મન બાવરુ થઈ ગયું. સમજમાં નહતું આવતું કે ક્યાં જાઉં , શું કરું ,કોને કહું ?એક પળ વિચાર આવ્યો બાજુના પાર્કમાં જોઉં, કદાચ ત્યાં હોય. ઉતાવળા પગલે સ્નેહા પાર્કમાં આવી અને પાર્કમાં ફરી વળી. દૂર એક બાંકડા પર અનિકેત બેઠો હતો. આંખો બંધ કરી ને....સ્નેહા એની પાસે ગઈ. સ્નેહાના શરીરની સુગંધ અનિકેત દૂરથી પણ અનુભવી શકતો હતો. અનિકેતે આંખો ખોલી. સ્નેહાના મનને હાશ થઈ . એ આગળ વધી. સ્નેહાના સ્નેહે ગુસ્સાનું ...Read More

24

પુનર્જન્મ - 24

પુનર્જન્મ 24 અનિકેત સવારે ઉઠ્યો. આંખમાં થોડો ઉજાગરો હતો. મન કહેતું હતું થોડા દિવસ ક્યાંક જતો કદાચ સ્વપ્ન સાચું પડે. ના , હવે નહિ. ગામવાળા કે કોઈને હાથે અપમાનિત થવાની હવે હામ ન હતી. આ ખોરડું , બાપાની ઈજ્જતના ગામ વચ્ચે લીરેલીરા ઉડ્યા છે. હવે નહિ. પણ એક મન કહેતું હતું ક્યાં સુધી ભાગીશ. એક દિવસ તો સામનો કરવાનો જ છે. તો આજે શા માટે નહિ... એણે મોનિકાનું કાર્ડ હાથ માં લીધું. કાર્ડ માંથી સુગંધ આવતી હતી. મન કચવાતું હતું. પણ જે થાય એ. એમ નક્કી ...Read More

25

પુનર્જન્મ - 25

પુનર્જન્મ 25 અનિકેત મોનિકાની સામે જોઈ રહ્યો. મોનિકાના હાથમાં કોફીનો કપ હતો. એ અદ્વિતીય સુંદરી અનિકેતને દેવી જેવી લાગી. એના સુંદર ગળામાંથી બોલાયેલ એ વાક્ય કોઈ અમિવર્ષા જેવું લાગ્યું. સાત સાત વર્ષના દુકાળ પછી ધરતીના ઉકળતા ચરુ પર અમિછાંટણા થયા હતા. ' શું કહ્યું તમે ? ' ' એ જ કે મને ખબર છે કે તું નિર્દોષ છે. ' ' કોણે કહ્યું તમને? ' ' જેણે કહ્યું એણે. ' ' મારે ...Read More

26

પુનર્જન્મ - 26

પુનર્જન્મ 26 એ યુવતી આગળ આવી અને મોનિકાની જમણી બાજુ અનિકેતની સામે આવીને બેઠી. અનિકેત જોઈ રહ્યો. એ જ છોકરી... કે જે મોનિકાના સ્ટેજ શો સમયે પોતાની પાસે બેઠી હતી.. કદાચ... કદાચ... એ જ. ' વૃંદા , આ અનિકેત. અને અનિકેત આ વૃંદા. સ્નેહાની વાત આપણે કરીશું. પહેલાં જમી લઈએ. ' વૃંદા અનિકેતને જોઈ રહી. એની આંખોમાં એક ભય દેખાતો હતો. અનિકેતને થયું કે આનો ભય મારે દૂર કરવો જોઈએ. નહિ તો કંઈ જાણવા નહિ મળે. ' વૃંદાજી , હું આપને નથી જાણતો. ...Read More

27

પુનર્જન્મ - 27

પુનર્જન્મ 27 ' વોટ , જુબાની સ્નેહા એ નહોતી આપી? ' ના , જુબાની મેં આપી હતી.' મોનિકા અને અનિકેત બન્ને વૃંદાની સામે જોઈ રહ્યા. વૃંદા ટેબલ પર પડતા ઝુમ્મરના અજવાળાને જોઈ રહી હતી. ' એ દિવસે સાંજે મારા માસા બળવંતમાસા , સ્નેહાના પિતા આવ્યા. એમણે મારા બા , બાપુ સાથે ઘણી વાતો કરી. રાત્રે હું અને મારા બાપુ , માસા સાથે એમના ઘરે ગયા. સ્નેહા દીદી ક્યાંય દેખાયા નહિ. પણ અંદરનો ઓરડો બંધ હતો. મને કંઈ સમજાતું ન હતું. ...Read More

28

પુનર્જન્મ - 28

પુનર્જન્મ 28 બીજા દિવસે સવારે અનિકેત ખેતરે ગયો. ખાસ કોઈ કારણ ન હતું ખેતરે જવાનું. પણ પોતાની હાજરીનો એક અહેસાસ એ ગામવાળા ઉપર ઉભો કરવા માંગતો હતો. જ્યારે એ ગામમાં પાછો ફર્યો ત્યારે ગામની સ્કૂલની બાજુમાં એક મંડપ રોપાયો હતો. અને એ મંડપની ઉપર અને આજુબાજુ નાના મોટા પોસ્ટર લાગેલા હતા. એક ફોટો લાગેલો હતો અને સાથે નામ લખેલું હતું. બળવંતરાય... વિધાનસભાની ચૂંટણીના આ ક્ષેત્રના ઉમેદવાર. પ્રાદેશિક સતાધારી પક્ષના ઉમેદવાર. બળવંતરાય. મનમાં કડવાશ આવી. બળવંતરાય... સ્નેહાના પિતા....***************************** બળવંતરાયનો એટલો દબદબો હતો કે રાષ્ટ્રીય પાર્ટીના ...Read More

29

પુનર્જન્મ - 29

પુનર્જન્મ 29 અનિકેતે જીપ પાર્ક કરી ત્યારે દસને પાંચ થઈ હતી. પોતે લેટ હતો. લેટ પડવું ગમતું નહિ. પણ આજે એ લેટ થઈ ગયો હતો. રેસ્ટોરન્ટમાં જૂની જગ્યાએ સચદેવા બેઠો હતો. કોફીનો કપ સચદેવાના હાથમાં હતો. અનિકેતે સચદેવાની સામેની સીટ પર સ્થાન લીધું. બેરર આવ્યો. અનિકેતે ઓર્ડર આપ્યો અને સચદેવા સામે જોયું. ' અનિકેત , આજે મોનિકા મેમ તારા ગામ આવવાના છે. ' ' યસ. ' ' સુધીર સરને એવું લાગે છે કે તેં મેમની નજીક જવા ખૂબ પ્રયત્ન કર્યો છે. ' અનિકેતને એવું ...Read More

30

પુનર્જન્મ - 30

પુનર્જન્મ 30 મોનિકાનું મન અકળાતું હતું. એણે બધી તરફ નજર કરી જોઈ. કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ દેખાતો હતો. એને એના પિતા યાદ આવી ગયા. એની આંખોમાં ભીનાશ આવી ગઈ. ' કોઈ પણ પરિસ્થિતિ આવે, ડરવાનું નહિ બેટા , એનો સામનો કરવાનો. જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે. ' આ શબ્દો હતા, મોનિકાના પિતાના. પરંતુ મોનિકા એની માતા ઉપર ગઈ હતી. ખૂબ જ સુંદર અને એટલી જ સંવેદનશીલ. મોનિકા એના પિતા જેટલી મજબૂત ન હતી. માનવી ગમે તેટલો મજબૂત હોય. પણ ક્યારેક તો એ થાકે છે. મોનિકાના પિતા ...Read More

31

પુનર્જન્મ - 31

પુનર્જન્મ 31 અનિકેતની જીપ ગામમાં પ્રવેશી ત્યારે ગામના ચોકમાં તૈયારી ચાલુ હતી. આખરે મોનિકા સેલિબ્રિટી હતી. એક તરફ સ્ટેજ બનાવ્યું હતું. ચારે બાજુ જાહેરાતોના હોર્ડિંગ્સ લાગેલા હતા. અનિકેત સીધો જ ઘરે આવ્યો. મોનિકા એ જમવાનું એનિકેતના ઘરે રાખ્યું હતું. અનિકેતને એ સમજાતું ન હતું કે એના સ્વાગતમાં શું કરવું, જમવામાં શું બનાવવું? કેટલીક વસ્તુઓ તો એણે ઘરે આવતા રસ્તામાંથી જ લઈ લીધી હતી. ઘર થોડું સરખું કર્યું. ઘર આમ તો દિવાળીના કારણે સજાવેલું જ હતું. જમવાનું મેનુ? એને શું ભાવતું હશે? આખરે એણે મેનુ ...Read More

32

પુનર્જન્મ - 32

પુનર્જન્મ 32 મોનિકા એ કવર ખોલીને જોઈ રહી. એણે અનિકેત તરફ જોયું. અનિકેત ગરબા જોવામાં મશગુલ મોનિકા હવે અનિકેતને સમજવા લાગી હતી. અનિકેત ગરબા જોવાનો ડોળ કરતો હતો. એ એના જીવનના યુદ્ધ વિશે વિચારતો હશે. અનિકેત વૃંદાને જોતો હતો. સ્નેહાની કોપી. પણ સ્નેહા તો સ્નેહા જ હતી. સ્નેહા ગરબે ઘુમતી પણ એની નજર તો અનિકેત તરફ જ રહેતી. પણ વૃંદા અને સ્નેહામાં એક ફરક હતો. સ્નેહાના હાથની મહેંદીમાં હંમેશા અનિકેતનું નામ રહેતું.. અનિકેતને સચદેવા એ આપેલો ફોટો યાદ આવ્યો. સ્નેહા એમાં ખુશ નહતી. એની હાથમાં મહેંદી નહતી. ...Read More

33

પુનર્જન્મ - 33

પુનર્જન્મ 33 અનિકેત એક પળ સ્તબ્ધ થઈ ગયો હતો. આ ગામની વચ્ચે એક વાર હડધૂત થઈ જેલમાં ગયો હતો. આજે ફરી વાર તો એવું કંઇક નહી થાય ને ? એણે ઉભા થવાનો પ્રયત્ન કર્યો.. પણ મન, શરીર કોઈ સાથ આપવા તૈયાર ન હતું. અહીં આવવા બદલ એને અફસોસ થતો હતો. પોતાને અને મોનિકાને શું લેવાદેવા ? પોતે એક કામ લીધું હતું અને એ પૂરું કરવાનું હતું.. બસ.. શું મોનિકાને બચાવીને એણે ભૂલ કરી હતી ? મોનિકા એ ફરી અનિકેતના નામનું એનાઉન્સ કર્યું. એ ...Read More

34

પુનર્જન્મ - 34

પુનર્જન્મ 34 બીજા દિવસે સાંજે મોનિકા તૈયાર થઈ. આજે એણે સાડી પહેરી હતી. કપાળે નાની લગાવી હતી. વાળને સરસ રીતે ઓળયા હતા. હાથમાં રંગીન બંગડીઓ પહેરી હતી. સાડીમાં એ સુંદર લાગતી હતી. અનિકેતની ગાડીમાં અનિકેત એને મુકવા જવાનો હતો. અનિકેત અને મગનને ભાઈબીજનું જમવાનું મોનિકાના ઘરે હતું. ' અનિકેત, દસ દિવસ પછી હું એક મહિના માટે વિદેશ જાઉં છું. મન તો નથી, પણ અગાઉનું એગ્રીમેન્ટ છે એટલે જવું પડશે. તું તારું ધ્યાન રાખજે. ' ' મોનિકા, મારી ચિંતા ના કરતી. તું તારું ધ્યાન ...Read More

35

પુનર્જન્મ - 35

પુનર્જન્મ 35 આજે આ મહિનાના એક લાખ રૂપિયા સચદેવા પાસે લેવાના હતા. નેશનલ હાઇવે હોટલ આશીર્વાદની બહાર સાંજે પાંચ વાગે મળવાનું હતું. અનિકેત જીપ લઈને સમયસર પહોંચી ગયો હતો. હોટલમાં ખાસ્સી ભીડ હતી. અનિકેત હોટલમાં ચ્હા પીને જીપ લઈ હોટલથી સો મીટર આગળ હાઇવે પર ઉભો રહ્યો. થોડીવારમાં એક લીમોઝન ગાડી આવી અને જીપની બાજુમાં ઉભી રહી. ડ્રાયવર ઉતરીને અનિકેત પાસે આવ્યો. અનિકેત એની સામે જોઈ રહ્યો. 'સર, તમારે પેલી ગાડી લઈ જવાની છે. હું જીપ લઈને તમારી પાછળ આવું છું.' અનિકેત એ ...Read More

36

પુનર્જન્મ - 36

પુનર્જન્મ 36 દિવાળીના દિવસો પુરા થઈ ગયા હતા. ચૂંટણીમાં છેલ્લા 20 દિવસ બાકી હતા. જોર પકડી રહ્યો હતો. અનિકેતને બરાબર યાદ હતું. વૃંદાના ફ્લેટ સામેથી ઘરે આવી એ સ્નાન કરવા ગયો. અને ફટાફટ જમવાનું પતાવી એણે અજયસિંહને ફોન લગાવ્યો. અજયસિંહના સેક્રેટરીએ ફોન ઉપાડ્યો.... ' હેલો, આઈ એમ અનિકેત ફ્રોમ સંતરામપુર, હું અજયસિંહજી જોડે વાત કરી શકું છું. ' ' સાહેબ બિઝી છે. તમામ વાત મને ખબર છે. બોલો તમારે શું મદદ જોઈએ. ' ' કાલે હું મારા ગામમાં બુથ નાખવા માંગુ છું. તમે જરૂરી પોસ્ટરો, ...Read More

37

પુનર્જન્મ - 37

પુનર્જન્મ 37 સવારે અનિકેત નવ વાગ્યાની આસપાસ તૈયાર થઈ બહાર નીકળ્યો. એણે ખડકી બંધ કરી. એણે રમણકાકા અને સામેના ચાર ઘરના લોકો જીપમાં બેસીને ક્યાંક જતા હતા. અનિકેત એમને જતા જોઈ રહ્યો. એના મનમાં એક શંકા પેદા થતી હતી. એ કાકાના ઘરે ગયો. માસી રસોડામાં કામ કરતા હતા. મગન બહાર ગયો હતો. ' આવ, બેટા... બેસ, હું ચ્હા બનાવું. ' ' માસી, આ કાકા અત્યારે બધાને લઈને ક્યાં જાય છે? ' ' સાચું કહું બેટા, મને પણ કશું કહેતા નથી. ' ' બધા, મારાથી ...Read More

38

પુનર્જન્મ - 38

પુનર્જન્મ 38 વૃંદા ફ્લેટ બહાર આવી ઉભી રહી.. એ ઓટો ની રાહ જોતી હોય એવું લાગ્યું.. અનિકેત જીપ લઈ ને આવ્યો અને વૃંદા ની બાજુ માં જીપ ઉભી રાખી.. " હેલો વૃંદાજી , ઓળખાણ પડી.. ? " એક મિનિટ વૃંદા વિચારમાં પડી ગઈ. પણ એને તરત જ યાદ આવ્યું... " યસ, અનિકેત. આજે અહીં ક્યાંથી? " " બસ, તમને મળવાનું મન થયું. ખોટું નથી લાગ્યું ને? " " ના ના, મોનિકાજી જેના પર વિશ્વાસ મૂકે એના ...Read More

39

પુનર્જન્મ - 39

પુનર્જન્મ 39 " હું થાકી ગઈ છું અનિકેત, હું હારી ગઈ છું. " મોનિકાનું શરીર ધ્રુસકા સાથે કામ્પતું હતું. અનિકેતનો હાથ મોનિકાના માથે મુકાઈ ગયો. એ હળવા હાથે એને સાંત્વના આપતો હતો. મોનિકાના આંસુથી અનિકેતનો ખોળો ભીનો થઈ રહ્યો હતો. " આટલું બધું ગાંડી, હું છું ને ! તારે થાકવાનું શા માટે... બોલ શું થયું. " એ નાના બાળકની જેમ રડતી રહી. મા બાપ વગર ની એકલી છોકરી, ભૂખ્યા વરુ જેવા પિશાચો વચ્ચે ઘેરાયેલી હતી. અનિકેતને એની દયા આવી. અનિકેતે એનો ચહેરો ઉંચો કર્યો. એનો આખો ...Read More

40

પુનર્જન્મ - 40

પુનર્જન્મ 40 બળવંતરાયના ઘરે આજે મિટિંગ હતી. છેલ્લા કેટલાક દિવસોની ઘટનાથી એ વ્યથિત હતા. જમાનાના ખાધેલ રાજકારણીને મન સતાનું ખૂબ મહત્વ હતું. અને અજયસિંહનો પ્રચાર, અને એ પણ એમના ગઢ ગણાતા ગામોમાં ? એ બધાની પાછળ અનિકેત હતો. હવે એને અજયસિંહ અને મોનિકાનો પણ સાથ હતો. પોતે વ્યક્તિગત રીતે અનિકેત પર આક્રમણ કરવા નહોતા માંગતા અને મોનિકા કે અજયસિંહની શક્તિ પોતે ઘટાડી શકે એમ ન હતા. હવે એક જ રસ્તો હતો. પોતાની શક્તિ વધારવા નો. અને મોનિકા એટલી આક્રમક નહતી જેટલો અજયસિંહ આક્રમક હતો. માટે આ ચૂંટણી જીતવી ...Read More

41

પુનર્જન્મ - 41

પુનર્જન્મ 41 " વૃંદા... " " શું છે વૃંદાને ? " " વૃંદાની ઈચ્છા તારી સાથે ટુરમાં આવવાની છે, જો તને વાંધો ના હોય તો. " " વૃંદાની ઈચ્છા છે કે તારી ઈચ્છા છે ? " " બન્ને એક જ વાત છે. " " બન્નેના પરિણામ એક જ છે, પણ હેતુ અલગ અલગ છે. " મોનિકા અનિકેતને ધ્યાનથી જોઈ રહી હતી. " અનિકેત, મારી બહુ ચિંતા થાય છે ? " " તું હા પાડે છે કે ના ? " " જો ...Read More

42

પુનર્જન્મ - 42

પુનર્જન્મ 42 " બાથટબ તૈયાર થયું ? કેટલી વાર છે હજુ ? " ખૂબ જ અવાજે બોલાયેલા આ શબ્દોમાં ભયંકર ગુસ્સો હતો અને સ્હેજ તોછડાઈ પણ હતી. સુધીર કે મોનિકાની કેરટેકર માટે મોનિકાનું આ રૂપ નવું હતું. ઘોડાને ચાબુક વાગે અને ઘોડો ઝડપથી ભાગે એમ કેરટેકરની કામની સ્પીડ વધી ગઈ. " મેમ બે જ મિનિટ, પાણીનું ટેમ્પરેચર સેટ નથી થયું. " " વોટ રબીશ, ટેમ્પરેચર સેટ નથી થયું. " મોનિકાએ બાજુમાં ટેબલ પર પડેલો ગ્લાસ છુટ્ટો ફેંક્યો. ફર્શ પર પડી એ ગ્લાસના ટુકડા થઈ ગયા. ...Read More

43

પુનર્જન્મ - 43

પુનર્જન્મ 43 " વેલકમ મી.અનિકેત. " " થેન્ક્સ સુધીરજી. " " અરે અનિકેતનું બરાબર સ્વાગત કરજો. એ મોનિકાનો એકનો એક ભાઈ છે . " અનિકેત એ વાક્યમાં રહેલો વ્યંગ સમજ્યો. પરંતુ સ્વસ્થ કેમ રહેવું એ હવે તે શીખી ગયો હતી.બિલકુલ સહજતાથી એ બોલ્યો. " સુધીરજી, આ બધી વાહિયાત વાતોથી કંઈ મળતું નથી. મનને ખુશ કરવા કે લાગણીવેડા માટે બધું ઠીક છે. અને મને એ ખોખલી વાતોમાં રસ નથી. મારા એના ભાઈ હોવાથી મને કંઈ મળવાનું નથી. પણ તમે એમના પતિના નાતે ઘણું મેળવી શક્યા છો. તો પણ તમે એ બધાથી ...Read More

44

પુનર્જન્મ - 44

પુનર્જન્મ 44 સીલબંધ કવરને ખોલીને સાવંત અને બાબુના રિપોર્ટને એ જોઈ રહ્યો...(1) સુધીરના રિપોર્ટમાં કંઈ નવું ન એ જ જૂની વાતો હતી, જે અગાઉના રિપોર્ટમાં હતી.. હા, હમણાંથી એનું અને મોનિકાની સેક્રેટરી ફાલ્ગુનીનું કોઈ નવું ચક્કર ચાલુ થયું હતું. ઐયાશ સુધીરને એવી આઝાદી જોઈતી હતી જેમાં એ ઐયાશી માટે મુક્ત હોય અને એ ઐયાશી માટે એની પાસે લખલૂટ દોલત હોય.(2) સચદેવાનો રિપોર્ટ પણ જુના રિપોર્ટ જેવો જ હતો. કોઈ નવી વાત એમાં ન હતી.(3) વૃંદા... આમ તો સીધી છોકરી હતી. કોલેજ સમયમાં એને કોઈ એક પ્રેમસબંધ હતો. પણ ...Read More

45

પુનર્જન્મ - 45

પુનર્જન્મ 45 વ્હાલા વાચક મિત્રો... પાછલા હપ્તામાં એક વાચકે એક સરસ પ્રશ્ન પૂછ્યો કે સુરભિના લગ્ન થયા એ ખબર ના હોય એ કેવી રીતે બને ? કેમકે અનિકેતના કાકી, અનિકેતના માસી પણ છે. એમનો સવાલ યોગ્ય હતો. એનો જવાબ અહી આપવાનું એટલે ઉચિત લાગ્યું જેથી બીજા કોઈ વાચકના મનમાં આવો પ્રશ્ન હોય તો પણ એ ક્લીયર થઈ જાય.1 ) ઉપરોક્ત આખી વાત વૃંદા મોનિકાને કહે છે. વૃંદાને સ્નેહાની પડોશમાં રહેતી એની મિત્ર અનિતાએ આખી વાત કરી છે. એટલે વૃંદા પણ શ્યોર નથી. પણ ...Read More

46

પુનર્જન્મ - 46

પુનર્જન્મ 46 અજયસિંહનો સેક્રેટરી મોહન જીપમાં ઉભો હતો. એના હાથમાં ગન હતી. એની નજર આખા પર હતી. આજે એની પાસે મોકો હતો અજયસિંહના હરીફને સબક શિખવાડવાનો, અને એ આ મોકો હાથથી જવા દેવા નહોતો માંગતો. રાજકારણમાં આગળ આવવા શું કરવું જોઈએ એ મોહન બરાબર જાણતો હતો. આ ગુના માટે બે પાંચ વર્ષ જેલમાં જવું પડે તો પણ મોહન એના માટે તૈયાર હતો. બળવંતરાયની હાલત ખરાબ હતી. અનિકેત મોહનની તરફ ગયો અને આ તોફાન રોકવા કહ્યું. પણ જવાબમાં એ માત્ર હસ્યો. પોતે આજે આ આખા પ્લોટનો સર્વેસર્વા ...Read More

47

પુનર્જન્મ - 47

પુનર્જન્મ 47 અનિકેત ઘરે પહોંચ્યો ત્યારે રાતના દસ વાગી ગયા હતા. જમવાની કોઈ ઈચ્છા ન હતી. ખૂબ થાકી ગયો હતો. એને બેઠો માર ખૂબ વાગ્યો હતો. પણ લોહી ક્યાંયથી નીકળ્યું ન હતું એટલું સારું હતું. દૂધની સાથે દવા લઈ એ ખાટલામાં આડો પડ્યો. અચાનક અનિકેતને યાદ આવ્યું કે આજે મોનિકા એ ફોન કરવાનું કહ્યું હતું. પણ ફોન તો બળવંતરાય પાસે રહી ગયો. એટલામાં દિવાલ પરથી મગનનો અવાજ આવ્યો. " ભાઈ, દીદી નો ફોન છે. " અનિકેતે ફોન લીધો. સહુથી પહેલા તો મોનિકા એ એને ...Read More

48

પુનર્જન્મ - 48

વાચક મિત્રો ઘણી વાર્તા અને ધારાવાહિક લખ્યા. ધારાવાહિકના ઘણા હપ્તા લખ્યા. પણ આ વખતે પુનર્જન્મ 48, 49, 50 ખૂબ કષ્ટદાયક રહ્યા. લખતા સમયે હદયમાં એક વ્યથા જન્મતી હતી. ક્યારેક આંખ ધુંધળી થઈ જતી હતી. શાંતિ અને પ્રેમનો કોઈ વિકલ્પ નથી. આ એક સંદેશ જ મારી કથાનું હાર્દ હોય છે. છતાં આ ત્રણ પ્રકરણમાં કોઈ ખામી રહી ગઈ હોય તો દરગુજર કરજો. કેમકે ફરી ફરી વાંચી એને સુધારવાની મારી ક્ષમતા નથી. કેમકે મારા કેટલાક પાત્રો મારા દિલમાં સર્જાય છે. અને એમને વેદનામાં જોવું સહજ નથી... આભાર... જય શ્રીકૃષ્ણ*** *** *** *** *** *** *** ...Read More

49

પુનર્જન્મ - 49

પુનર્જન્મ 49 અનિકેતની કોઈને મળવાની ઈચ્છા નહતી. પણ આટલા વર્ષો પછી કોઈ કેમ મળવા આવ્યું હશે? શું હશે? બધું સલામત તો હશે ને.? આવા કેટલાય સવાલો મનમાં ઉદ્દભવ્યા. અને એના જવાબ માટે સુરભિને મળવું જરૂરી હતું. એ મન મક્કમ કરી આગળ ચાલ્યો. સ્નેહાના સ્ટેટમેન્ટ પછી આજે પહેલી વાર કોઈ મળવા આવ્યું હતું. સુરભિ સાથે આંખ મિલાવવાની એની તાકાત રહી નહતી. પણ વર્ષો પછી ઘરનું કોઈ સભ્ય આજે મળવા આવ્યું હતું. એક પળ મૌન છવાયેલું રહ્યું. સુરભિ એની માજણી બહેન હતી. કોઈ પરાઈ નહતી. અનિકેતે એના પગ તરફ જોયું. એના ...Read More

50

પુનર્જન્મ - 50

પુનર્જન્મ 50 અનિકેત જીપ લઈને નીકળ્યો. સિટી ગોલ્ડ આગળથી એણે સાવંતને પીકઅપ કર્યો. દસ વાગે વિશ્વજીતની એપોઇન્ટમેન્ટ હતી. બહુ જહેમત પછી એપોઇન્ટમેન્ટ મળી હતી. હાઈ હીલ કોમ્પલેક્ષના સાતમા માળે એની ઓફીસ હતી. અનિકેત જીપ પાર્ક કરી લિફ્ટમાં ઉપર ગયો. તદ્દન સાદી પણ સુંદર, સ્વચ્છ જગ્યા હતી. એ.સી.ની ઠંડકથી ઓફીસનું વાતાવરણ ઠંડુ હતું. રીસેપ્શન કાઉન્ટર પર એક યુવક બેઠો હતો. એ એક આશ્ચર્યની વાત હતી. મોટે ભાગે રીસેપ્શન કાઉન્ટર પર યુવતીઓ જ હોય છે. રાઉન્ડ સેઈપમાં સોફા મુકેલ હતો. અનિકેત અને સાવંત ત્યાં બેઠા. પ્યુન પાણી મૂકી ગયો. દિવાલો ...Read More

51

પુનર્જન્મ - 51

પુનર્જન્મ 51 ભારતીય સમય પ્રમાણે સવારે આઠ વાગે મી.રોયે એનો રિપોર્ટ તૈયાર કરી ચેક કર્યો. અને મેઇલ કરી દીધો. મોનિકા એની કાગડોળે રાહ જોતી હતી. ઘટનાનો પૂરો રિપોર્ટ હતો. જે બન્યું હતું એ જ હતું. કેટલીક ઘટનાની અંદર લની વાત પૂરી નહતી. પણ એ સહજ હતું. ડિટેકટિવ માટે ઘટના જાણવી આસાન છે પણ ઘટના કેમ બની એ કહેવું થોડું કઠિન છે. મોનિકાને હાશ થઈ. અનિકેત એની નજરમાં ખરો ઉતર્યો. એને ગૌરવ હતું એના ભાઈ પર. એણે મી.રોયને ફોન લગાવ્યો અને બળવંતરાય અને અનિકેત પર નજર રાખવા સૂચના ...Read More

52

પુનર્જન્મ - 52

પુનર્જન્મ 52 વૃંદાની એડ કમ્પલિટ થઈ ગઈ. મોનિકા જોતી હતી કે વૃંદાને એકટિગમાં તકલીફ પડતી પણ અમોલ એને ખૂબ સપોર્ટ કરતો હતો. પહેલી મુલાકાત ગાઢ થતી જતી હતી. વૃંદાની સરખામણીમાં અમોલ એટલો રૂપાળો નહતો, પણ મોનિકા એમાં કંઈ પડવા નહોતી માંગતી. વૃંદા મોડે સુધી ચેટ કરતી. મોનિકા એના ભાવ સમજી શકતી હતી. મોનિકાનો યુ.એસ.એનો પ્રોગ્રામ હીટ રહ્યો. આયોજકો બીજા દસ પ્રોગ્રામની ઓફર લઈને આવ્યા. ફક્ત મોનિકાએ થોડા દિવસ વધારે રોકાવું પડે એમ હતું. પણ મોનિકાએ સ્પષ્ટ ના પાડી દીધી. ડેટ્સનો પ્રૉબ્લેમ બતાવ્યો. આયોજકોએ વળતર વધારે ...Read More

53

પુનર્જન્મ - 53

પુનર્જન્મ 53 વૃંદા અમોલ સાથે ગઈ. એવું નહતું કે વૃંદાને ક્યારેય કોઈએ પ્રપોઝ કર્યું ન કે અમોલને કોઈ છોકરી પસંદ ન આવી હોય. પણ એક અહેસાસ હોય છે, હદય કોઈને જોઈને ધડકવાનું એક પળ ભૂલી જાય છે. એ વ્યક્તિ ખાસ હોય છે અને એવી જ કોઈ અનુભૂતિ બન્ને અનુભવી રહ્યા હતા. પણ વૃંદા કરતાં અમોલ એ લાગણી માંથી વધારે પસાર થઈ રહ્યો હતો. ફિલ્મ સૃષ્ટિની ઘણી યુવતીઓને એ જાણતો હતો. પણ જે વૃંદામાં જોવા મળ્યું હતું, એ પેલી કોઈમાં જોવા નહોતું મળ્યું. સૌંદર્ય તો બધામાં હતું ...Read More

54

પુનર્જન્મ - 54

પુનર્જન્મ 54 " સુરભિ, અહીં આવ. જો કોણ આવ્યું છે? મોનિકાજી. માય મોસ્ટ ફેવરિટ એક્ટ્રેસ. ફાસ્ટ. " મોનિકાનું હદય ધડકી ઉઠ્યું. એક યુવતી આવી. સ્હેજ ઉજળી, લાંબો ચહેરો. સેઇમ અનિકેતની નાની પ્રતિકૃતિ. લાંબા વાળ બેફિકરાઈથી માથા પર બાંધેલા હતા. જીન્સનું પેન્ટ અને ટી શર્ટ પર એક જેકેટ. સફેદ આંગળીઓ પર અનામિકા પર સુંદર ડાયમન્ડની વીંટી. ગળામાં મંગળસૂત્ર. " જો સુરભિ, આપણે પહેલું પિક્ચર સાથે જોયું હતું એ ફિલ્મના એક્ટ્રેસ મોનિકા જી. " સુરભિ મોનિકાને જોઈ રહી. " ઓહ, આટલા મોટા સ્ટાર અમારી દુકાનમાં ...Read More

55

પુનર્જન્મ - 55

પુનર્જન્મ 55 " વૃંદા કોણ હતું આ? એને અધિકાર કોણે આપ્યો તને ખખડાવવાનો. મને આ ના ગમ્યો. " " અમોલ જેના અધિકાર લોકોએ છીનવી લીધા તો પણ એણે બધાને પ્રેમથી ગળે લગાવ્યા હોય તો એને અધિકાર કોઈ આપતું નથી. અધિકાર એને આપોઆપ મળી જાય છે. અને જો તને મારા જિજુ ના ગમતા હોય તો મને ભૂલી જજે. " " ઓહ. આઈ એમ સોરી વૃંદા. " " મને હોટલ પર મૂકી જાવ. "** ** ** ** ** ** ** ** ** ** ** મૌન ...Read More