વાનગીમાં પગેરું

(25)
  • 12.6k
  • 8
  • 5.4k

સી આઈ ડી એસીપી પ્રદ્યુમ્ન મુંબઈ સી આઈ ડી મુખ્યાલય ની સામે આવેલ એક લોકલ ફેમસ ઢાબા ના નિયમિત મુલાકાતી છે. પંજાબી વાનગીઓ માટે પ્રખ્યાત એવો આ ઢાબા નો રસોયો બીજી અન્ય વાનગીઓ પણ ફક્કડ બનાવતો. કામકાજ ના બોજા ને લીધે એસીપી લગભગ ક્યારેય ઘેરેથી બપોરનું ખાણું મંગાવી ન શકતા. પણ ઢાબાની વાનગીઓનો સ્વાદ દાઢે એવો વળગ્યો કે એસીપી ને ઘરના ખાણાં ની ખોટ ન સાલતી. ક્યારેક ક્યારેક ઇન્સ્પેક્ટર દયા પણ એસીપી સાથે વાળું માટે જોડાતો. મૉટેભાગે તો તેઓ કામકાજ અંગે જ ચર્ચા કરતા. આજે પણ બપોરના જમણ માટે તેમ જ એક તાજી જ બનેલ હત્યા ની ઘટનાની ચર્ચા કરવા માટે એસીપી પ્રદ્યુમ્ન પોતાના મનગમતા ખૂણા ના ટેબલ માં ગોઠવાઈ ગયા અને પોતાનો ખાણા નો ઓર્ડર આપી ને ઇન્સ્પેક્ટર દયા ની રાહ જોતા બેઠા.

Full Novel

1

વાનગી માં પગેરું - ભાગ 1

*વાનગીમાં પગેરું*સી આઈ ડી એસીપી પ્રદ્યુમ્ન મુંબઈ સી આઈ ડી મુખ્યાલય ની સામે આવેલ એક લોકલ ફેમસ ઢાબા ના મુલાકાતી છે. પંજાબી વાનગીઓ માટે પ્રખ્યાત એવો આ ઢાબા નો રસોયો બીજી અન્ય વાનગીઓ પણ ફક્કડ બનાવતો. કામકાજ ના બોજા ને લીધે એસીપી લગભગ ક્યારેય ઘેરેથી બપોરનું ખાણું મંગાવી ન શકતા. પણ ઢાબાની વાનગીઓનો સ્વાદ દાઢે એવો વળગ્યો કે એસીપી ને ઘરના ખાણાં ની ખોટ ન સાલતી. ક્યારેક ક્યારેક ઇન્સ્પેક્ટર દયા પણ એસીપી સાથે વાળું માટે જોડાતો. મૉટેભાગે તો તેઓ કામકાજ અંગે જ ચર્ચા કરતા. આજે પણ બપોરના જમણ માટે તેમ જ એક તાજી જ બનેલ હત્યા ની ઘટનાની ચર્ચા ...Read More

2

વાનગી માં પગેરું - 2

કોઈ પ્લાસ્ટિક બોક્સ કે બરફની ટ્રે કે પાણી પીવાના ગ્લાસ ક્યાંય પણ એક અંશ પણ મળ્યો નથી. હા, એક સળી આકારની ચમચી પર ઝેર ની ઓળખ મળેલ છે જે કદાચ એના મોમાં ગઈ હોય પણ એણે એ ચમચી વડે કોળિયો ઉપાડ્યો એવું જણાતું નથી. “તો પછી અંડા રોલમાં ? એ તો અલગ રેપર માં જ આવ્યા હશે ને?” દયાએ હોઠ મચકોડ્યા, “અંડા રોલ માં ઝેર ઘુસાડવું શક્ય નથી. તમામ ખોરાક ઘણા બધા લોકોની નજર સામે તૈયાર કરવામાં આવ્યો હતો અને પેક થયો હતો. જો બાકીના તમામ પાંચેય અંદરોઅંદર મળી જાય તો જ અંડા રોલ માં ઝેર ઘૂસાડવાનું શક્ય બને. ...Read More

3

વાનગીમાં પગેરું - 3 (સંપૂર્ણ)

“માફ કરજો હું વગર આમંત્રણે તમારી મહેમાનગતી માણવા આવ્યો છું ”, ઘેરો ખરજ નો એ અવાજ બાજુના ખૂણાના ટેબલ ચિકન સેન્ડવીચ ખાઈ રહેલા સરદારજીનો હતો. “શું તમને વાંધો ન હોય તો તમારી સાથે વાતચીતમાં જોડાઈ શકું?”“જી બોલો?” એસીપીએ થોડા અણગમા સાથે કહ્યું.સરદારજી એ એસીપીના આશ્ચર્ય અને અણગમાને આમંત્રણ માની લીધું અને બાજુમાંથી ત્રીજી ખુરશી ખેંચીને દયા અને એસીપીની વચ્ચે જ બેઠો. “હેમા એવું કરે નહિ. હેમા માલિની એ અંડા રોલ માં ઝેર નાખે એવી છે જ નહિ.અને એ પોતે પોતાના હાથે જ એ ખાસ વાનગી બનાવે છે. કાકે દા ઢાબા એ ઘરઘરાઉ જેમ જ ચાલતું એક નાનકડું રેસ્ટોરન્ટ છે. ...Read More