મોનીકા

(47)
  • 21.7k
  • 0
  • 9.1k

વર્ષ ૨૦૦૯ અમદાવાદ ની એક એમ.એસસી. કોલેજના માઇક્રો- બાયોલોજી વિભાગ ના નોટિસ બોર્ડ પર વિદ્યાર્થીઓ ની ભીડ જામેલી હતી. આ ભીડ નોટિસ બોર્ડ ઉપર લગાવેલ એક કાગળ માં પોતાનું ભવિષ્ય જોઈ રહી હતી. કોઈ ના ચહેરા પર ખુશી હતી તો કોઈ ના ચહેરા પર હતાશા હતી. એવા મા ત્યાં મૈત્રી પણ ભીડ મા થોડી ધક્કામુક્કી કરી ને આગળ પોતાનું પરિણામ જોવા પહોંચી જાય છે. પરિણામ જોઈ ને તે બહાર આવે છે જ્યાં મોનિકા ઊભી હોય છે. મૈત્રી મોનિકા ની પાસે જઈ ને ખુશી થી તેને ભેટે છે અને તેની પીઠ પર જોર થી એક ધબ્બો મારે છે અને કહે છે..

Full Novel

1

મોનીકા - ૧

વર્ષ ૨૦૦૯ અમદાવાદ ની એક એમ.એસસી. કોલેજના માઇક્રો- બાયોલોજી વિભાગ ના નોટિસ બોર્ડ પર વિદ્યાર્થીઓ ની ભીડ જામેલી હતી. ભીડ નોટિસ બોર્ડ ઉપર લગાવેલ એક કાગળ માં પોતાનું ભવિષ્ય જોઈ રહી હતી. કોઈ ના ચહેરા પર ખુશી હતી તો કોઈ ના ચહેરા પર હતાશા હતી. એવા મા ત્યાં મૈત્રી પણ ભીડ મા થોડી ધક્કામુક્કી કરી ને આગળ પોતાનું પરિણામ જોવા પહોંચી જાય છે. પરિણામ જોઈ ને તે બહાર આવે છે જ્યાં મોનિકા ઊભી હોય છે. મૈત્રી મોનિકા ની પાસે જઈ ને ખુશી થી તેને ભેટે છે અને તેની પીઠ પર જોર થી એક ધબ્બો મારે છે અને કહે છે.. ...Read More

2

મોનીકા - ૨

આમ ને આમ હસી મજાક માં આ સાંજ પૂરી થઈ જાય છે. અને મોનિકા ના લગ્ન માટે અલગ અલગ જોવા આવવા લાગે છે. અને મોનિકા પણ પોતાની ગમતી નોકરી માટે તૈયારી મા લાગી જાય છે. અથાક પરિશ્રમ અને મહેનત બાદ મોનિકા ને પોતાની ગમતી નોકરી મળી જાય છે. અને તેનું પોસ્ટીંગ ગાંધીનગર માં આવેલ સરકારી ફોરેન્સિક બ્યુરો માં થાય છે. એક બાજુ જગદીશભાઈ ને ચિંતા વધતી જતી હોય છે. કારણકે જે લોકો મોનિકા ને જોવા આવતા હતા તેમને બધા ને મૈત્રી ગમી જતી હતી. અને મૈત્રી લગ્ન માટે ના પાડતી હતી અને જીદ પકડી ને બેઠી હોય છે કે ...Read More

3

મોનીકા - ૩

નૈતિક તાત્કાલિક નિર્ણય લઈ ને ઓપરેશન ની પરવાનગી આપે છે. ખૂબ મહેનત બાદ ડોક્ટર મોનિકા ભયજનક સ્થિતિ માં થી છે તેવું કહે છે. બધા ની જીવ મા જીવ આવે છે પરંતુ સાથે ખૂબ દુઃખ પણ થાય છે કે બાળક બચી ન શક્યું. 2 દિવસ પછી મોનિકા ભાન માં આવે છે અને નૈતિક તેને દુઃખદ સમાચાર આપે છે. મોનિકા અંદર થી ખૂબ જ તૂટી ગઈ હોય છે. ડોક્ટર મોનિકા ની સારવાર માટે તેને ૧૦ દિવસ હોસ્પીટલ માં જ રાખવાની નૈતિક ને સલાહ આપે છે. નૈતિક ના માતાપિતા પણ હોસ્પિટલ માં મોનિકા ની સાથે રહે છે અને મોનિકા ની ખૂબ સેવા ...Read More

4

મોનીકા - ૪

મૈત્રી: ના, મોની મારે તારી સાથે એકલા માં વાત કરવી છે. તું એક કામ કર તું છૂટી ને આપડી ની બહાર વાળા કાફે માં આવી જજે. મોનિકા : હા પણ તારે શું વાત કરવી છે તે તો જણાવ મને. મૈત્રી: ના, ફોન પર નહિ મળી ને જ વાત કરીશું. મોનિકા : ઓકે હું ત્યાં ૬ વાગે પહોંચી જઈશ. ૬ વાગે બંને બહેનો નક્કી કરેલ જગ્યા પર મળે છે. મૈત્રી: મોની, મને એવું લાગે છે કે તું મારા થી કઈ છુપાવે છે. મોનિકા: ના વ્હાલી હું તારા થી કશું જ નથી છુપાવવી તેને શા માટે એવું લાગે છે? મૈત્રી: તો ...Read More

5

મોનીકા - ૫ - છેલ્લો ભાગ

જેથી તારો પતિ ખૂબ ચિડાઈ ગયો અને મને ફોન કરી ને આજે એકલી આવજે નહિ તો તારી બેન ને દઈશ એવી ધમકી આપી. મને અર્ધનગ્ન હાલત માં જોઈ લીધા પછી તેની હવસ અને વાસના ખૂબ વધી ગઈ હતી. તેના કહેવા પ્રમાણે મારી પાસે એકલા જવા શિવાય કોઈ ઉપાય હતો નહિ અને હું તે ઘાત લગાવી ને બેઠેલા સાપ ના દર માં ઉંદર ની જેમ પહોંચી ગઈ. મોનિકા: તે આટલો બધો નાલાયક નીકળશે તેની મે સ્વપ્ન માં પણ કલ્પના ન કરી હતી.તેનું બાળક મારી ગયું તેની પત્ની હોસ્પિટલ મા હોવા છતાં તે પોતાની સાળી સાથે શરીરસુખ માણવાનું વિચારતો હતો? અને મને ...Read More