મૃત્યુ દસ્તક

(168)
  • 53.9k
  • 10
  • 24.7k

ટક… ટક… ટક…) દરવાજા પર કોઈ ના ટકોરા પડ્યા તેવો અવાજ સાંભળતાં ની સાથે જ નેહા ઊભી થઈ અને દરવાજા તરફ જઈ ને સ્ટોપર ખોલી. દરવાજો ખુલતા ની સાથે જ ખુશી તેના રૂમ માં દાખલ થઈ અને બોલી.. ‘ તું એકલી જ છે? નીયા ક્યાં ગઈ?’ ‘ તને શું લાગે છે ક્યાં ગઈ હશે?’ કટાક્ષ ભર્યું સ્મિત આપી ને નેહા એ જવાબ આપ્યો. ‘ હા, ભૂત નું ઘર આંબલી, જય ના રૂમ પર જ હશે’ ‘ખુશી, તું અત્યારે મારા રૂમ માં શા માટે આવી છે કઈ કામ હતું તારે’ ઉત્સુકતા પૂર્વક નેહા એ પૂછ્યું.

Full Novel

1

મૃત્યુ દસ્તક - 1

(ટક… ટક… ટક…)દરવાજા પર કોઈ ના ટકોરા પડ્યા તેવો અવાજ સાંભળતાં ની સાથે જ નેહા ઊભી થઈ અને દરવાજા જઈ ને સ્ટોપર ખોલી.દરવાજો ખુલતા ની સાથે જ ખુશી તેના રૂમ માં દાખલ થઈ અને બોલી..‘ તું એકલી જ છે? નીયા ક્યાં ગઈ?’‘ તને શું લાગે છે ક્યાં ગઈ હશે?’ કટાક્ષ ભર્યું સ્મિત આપી ને નેહા એ જવાબ આપ્યો.‘ હા, ભૂત નું ઘર આંબલી, જય ના રૂમ પર જ હશે’‘ખુશી, તું અત્યારે મારા રૂમ માં શા માટે આવી છે કઈ કામ હતું તારે’ ઉત્સુકતા પૂર્વક નેહા એ પૂછ્યું.‘ ના…રે.., હું તો વાંચી વાંચી ને કંટાળી ગઈ હતી તો થયું કે ...Read More

2

મૃત્યુ દસ્તક - 2

નેહા તેને શાંત કરવા પાણી આપે છે અને તેના માથે હાથ ફેરવતા કહે છે કે ‘ જો નીયા સબંધ ઉતાર ચઢાવ આવ્યા કરે તું અત્યારે સૂઈ જા હું કાલે જય ને મળી ને સમજાવીશ.’ખૂબ રાત થઈ ગઈ હોય છે માટે નેહા પણ પ્રેઝન્ટેશન ની તૈયારી કરવાનું છોડી ને સુઈ જવાનું વિચારે છે. પરંતુ તે વિચારો ના વમળ માં સરી પડે છે તેને એ નથી સમજાતું કે શા માટે જય એ આવું કીધું હશે નીયા ને, જો જય એ સંબંધ ન રાખવો હોય તો બીજું પણ બહાનું બતાવી શકે. તો આવું ચોક્કસ કારણ જ શા માટે? આ વાત નું નિરાકરણ લાવવા ...Read More

3

મૃત્યુ દસ્તક - 3

જયના ચહેરા પર કોઈએ તીક્ષ્ણ નહોર થી વાર કર્યા હોય તેવા અને ઊંડા લિસોટા હતા. આ સિવાય ગળાના ભાગમાં બચકુ ભરવાના પ્રયાસ કર્યો હોય તે પ્રકારના નિશાન હતા જેમાંથી લોહી વહી રહ્યું હતું. તપન એ જયના ઘાવ પર થોડી ઘણી પાટાપિંડી કરી હતી.જય ની આવી હાલત જોઈને નેહા થોડા સમય માટે તો કશું બોલી શકતી નથી. થોડીવાર રહીને નેહા બોલે છે ‘ તારી આવી હાલત!, આ બધું કેવી રીતે થયું?’જય દર્દ ભર્યા આવજે ‘ આવ, નેહા અહીં બેસ હું તને બધું જ કહું છું.’ જય બેડ માં થોડો ટેકો રાખી ને બેસવાનો પ્રયત્ન કરે છે તપન તેને મદદ કરી ...Read More

4

મૃત્યુ દસ્તક - 4

નેહા અને તપન હોસ્ટેલ માં પહોંચે છે, હોસ્ટેલ ની બીજી છોકરીઓ અને ખુશી નેહા ના રૂમ ની બહાર ઊભી છે બધા ના ચહેરા પર ડર દેખાતો હોય છે. આ સિવાય ત્યાં હોસ્ટેલ નો સિક્યોરિટી ગાર્ડ પણ ઉભો હોય છે. નેહા ધીરે રહી ને રૂમ નો દરવાજો ખોલે છે. બધા આતુરતાપૂર્વક અંદર નું દૃશ્ય જોવા આમતેમ સેટ થઈ ને તથા એકબીજા ની નજીક ઉભા રહી ગયા હોય છે. દરવાજો ખુલતાની સાથે જ બધા ની નજર નીયા પર પડે છે. તે પોતાના બેડ માં વાળ છૂટા રાખી ને માથું બેડ ની કિનારી થી નીચે તરફ લટકતું રાખી ને સૂતી હોય છે. જેથી ...Read More

5

મૃત્યુ દસ્તક - 5

એમ કહી ને તે તેમની તરફ આવવા લાગે છે તપન અને નેહા ડરી ને પાછળ ખસે છે, તપન પેલા ને પગ થી પકડી ને ખેંચતો હોય છે તેવામાં નીયા દોટ મૂકી ને તે ગાર્ડ ની છાતી પર બેસી જાય છે અને ગળા ના ભાગ માં બચકા ભરવાનું ચાલુ કરી દે છે. શિકારી જાનવર તેના શિકાર ને ફાડી ખાય તેમ તે ગાર્ડ ના ગળા પાસે બચકા ભરી તેનું માંસ ખાવા લાગે છે. તપન અને નેહા પોતાનો જીવ બચાવવા ભાગે છે અને લાઇબ્રેરી છોડી ને રૂમ માં જઈ બારણું બંધ કરી દે છે. બંને ની હાલત ખરાબ થઇ ગઇ હોય છે ...Read More

6

મૃત્યુ દસ્તક - 6

તપન અને નેહા નીચે એકદમ થાકેલા અને હારેલા બેસી ગયા હોય છે બંને એકબીજા સાથે કઈ જ વાત કર્યા લાંબા સમય સુધી બેઠા રહે છે. આ ભયંકર કાળી રાત બાદ સૂર્યોદય થાય છે. લાઇબ્રેરી માં બનેલી ઘટના ની માત્ર તપન નેહા અને ખુશી ને જ ખબર હોય છે. ગાર્ડ નું શું થયું તે નેહા અને તપન ને પણ ખબર નથી હોતી હવે ચિંતા નો વિષય એ હતો કે સવાર પડી અને કોઈ લાઇબ્રેરી ખોલે અથવા તો ગાર્ડ ની શિફ્ટ બદલાય તો ગાર્ડ ગયો ક્યાં તે સવાલ ઉભા થાય અને બધા ને ખબર હતી કે તપન નેહા અને ગાર્ડ નીયા ...Read More

7

મૃત્યુ દસ્તક - 7

પ્રેઝન્ટેશન ને વધારે સમય બાકી ન રહ્યો હોવાથી નેહા તેના ક્લાસ તરફ પ્રયાણ કરે છે,. ક્લાસ સુધી જતા પહેલા તે ત્રણ સિક્યુરિટી ગાર્ડ ને હોસ્ટેલ માં પ્રવેશ કરતા જુએ છે. તે સમજી જાય છે કે રાત્રે જે ગાર્ડ ડ્યુટી પર હતો તેને શોધવા જ જઈ રહ્યા હશે. નેહા તેને અંદેખું કરી તાત્કાલિક પોતાના ક્લાસ તરફ જતી રહે છે.રોલ નંબર પ્રમાણે બધા ના પ્રેઝન્ટેશન ચાલુ થઇ જાય છે. નેહા નો વારો આવવાને હજુ ઘણી વાર હોય છે. એટલા માં પેલા સિક્યોરિટી ગાર્ડ ચાલુ પ્રેઝન્ટેશન માં જ ક્લાસ માં આવી ને ધીમે થી ત્યાં બેઠેલા પ્રોફેસર ને કઈક કહે છે. બધા ...Read More

8

મૃત્યુ દસ્તક - 8

ડો.રજત તો એટલા ડરી જાય છે કે તે બધા ને અહી થી જ પાછા ફરવાનું જણાવે છે અને પોલીસ કેસ સોંપવાનું વિચારે છે. બધા ખૂબ ઉતાવળ માં પાછળ ફરે છે. એવા માં અચાનક ખુશી ડો.રજત નો હાથ પકડી ને તેની તરફ ખેંચે છે. જેવા તે તેની તરફ ફરે છે એકદમ થી તેનુ ગળું પકડી ને એક કબાટ સાથે દબાવી દે છે. એકદમ ભયાનક અવાજ સાથે બોલે છે,‘મારા ઘરે આવી ને એમ જ પાછા જતા રહેશો તમે લોકો?’ નેહા અને તપન ની સામે જોઈ ને ખૂબ ગુસ્સા માં બોલે છે, ‘મે તમને લોકો ને ચેતવણી આપી હતી પણ છતાં તમે ન સુધર્યા, ...Read More

9

મૃત્યુ દસ્તક - 9

‘ઋજુતા, તારી આટલી હિંમત, હું તો તને મારી હમદર્દ સમજતી હતી અને તું આ બધા ને બધું કહેવા બેસી હવે તને પણ જીવતી રાખવાનો કોઈ અર્થ નથી. તે મને આપેલું વચન તોડ્યું છે.’આટલું બોલી ને ખુશી મિસ. ઋજુતા ને ટેબલ પર પછાડવા લાગે છે.બધા ડરી ને એકતરફ થઈ જાય છે પણ કાનજીભાઈ ફરી થી ખુશી ની સામે જઈ ને તેને વાળ પકડી ને મિસ.ઋજુતા થી દુર કરે છે. ખુશી દૂર ફેંકાઈ જાય છે અને ગુસ્સા માં ચીસ પાડે છે, ‘આ ગાર્ડ ને હું જોઈ લઈશ તેની એટલી હિંમત કે તે મારી સામે થાય છે.’તેને જવાબ આપતા ગાર્ડ બોલે છે, ‘લે જોઈ લે ...Read More

10

મૃત્યુ દસ્તક - 10

બધા એકબીજા ની સામે જુએ છે ડો. રજત બોલે છે , ‘ આ જાણકારી તો આપણને મિસ. ઋજુતા સિવાય ન આપી શકે. નીયા અને ખુશી સાથે બીજા કોઈ નો જીવ જોખમ માં મુકાય તે પહેલાં હું અને તપન જઈએ છીએ મિસ.ઋજુતા પાસે જો તે હજુ અસ્વસ્થ અનુભવી ન રહ્યા હોય તો હું હોસ્પિટલ ના સ્ટાફ ને વાત કરી ને તેમનો બેડ મારી ઓફીસ માં લેવડાવી લઉં જેથી તેમને પણ આરામ રહે અને આપણને હકીકત ખબર પડે.’‘ અને હા, કાનજીભાઈ તમે જલ્દી થી વધારે મામલો બગડે તે પહેલા તમારા ભાઈ ને અહી બોલાવી લો.’‘ મારા ભાઈ ને હું જાતે જ જઈ ...Read More

11

મૃત્યુ દસ્તક - 11

‘મે ડો.શર્મા ની રેકોર્ડ બુક હાથ માં લીધી. તેના પર પહેલા પેજ પર ખૂબ મોટા અક્ષરો એ લખેલું હતું. બુક ખોલવી નહિ..ટોપ સિક્રેટ માહિતી “ આવું લખ્યું હોવા છતાં મે તે બુક ખોલી. તેમાં વર્ણવેલા પ્રયોગ મન ને વિચલિત કરી દે એવા હતા. ડો.શર્મા એ નિર્દોષ પલક પર કરેલા અત્યાચારો મારી આંખ સામે હતા. પણ મને એ ન સમજાયું કે પલક પર આવા અત્યાચાર ડો. શર્મા એ શા માટે કર્યા? માટે તે જાણવા માટે મે થોડી તપાસ કરી. પહેલા તો કોઈ ઓનલાઇન કેસ ન નીકળતા હતા, માટે જૂના થયેલા કેસ ને લાઇબ્રેરી માં અંદર ની બાજુ એ સંગ્રહ કરવા ...Read More

12

મૃત્યુ દસ્તક - 12

મારા પગ નીચે થી જમીન સરકી ગઈ હોય તેવું મને લાગ્યું મે તેને જવાબ આપ્યો ‘ ના, તને હું ભૂલી શકું. મે તને ખૂબ સમજાવી પણ તું ન સમજી અને હજુ પણ જો તું આ શું કરી રહી છે.’આટલું સાંભળતા જ તે મારી તરફ આવી અને મને ગળે થી પકડી લીધી અને બોલી, ‘તું તારા કામ થી કામ રાખ મારી વાત માં દખલ ન કર મને ખબર જ છે કે મને તે જ કેદ કરાવી હતી. પણ જો આ છોકરી કઈક શોધતી હતી ને તેના હાથ માં પેલા શર્મા ની રેકોર્ડ બુક આવી ગઈ ને આ પાગલ છોકરી એ તે ...Read More

13

મૃત્યુ દસ્તક - 13

સાંજે ૭ કલાકે હોસ્ટેલ નું દ્રશ્ય….હોસ્ટેલ ના દરવાજા પર બહાર ની બાજુએ ઉભેલા ડો.રજત, નેહા, જય, તપન, અને મિસ.ઋજુતા સાત ના ટકોરે અંદર આવે છે. પિયુષભાઈ ભાગવા રંગ નું ધોતિયું અને ખેશ ઓઢી ને બેઠા હતા, તેમની બાજુ માં કાનજીભાઈ પણ પિયુષભાઈ જેવો જ પોશાક ધારણ કરી ને બેઠા હતા. તેમની એકદમ પાસે એક હવન કુંડ માં અગ્નિ પ્રજવલ્લિત હતો. અને ચારે બાજુ સફેદ રાખ થી એક મોટું કુંડાળું કરેલું હતું. દ્રશ્ય જોઈ ને કોઈ મોટો યજ્ઞ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગતું હતું. કાનજીભાઈ બધાને ઇશારાથી અંદરની તરફ આવી જવા કહે છે. કાનજીભાઈ ના કહેવા પ્રમાણે બધા જ ...Read More

14

મૃત્યુ દસ્તક - 14 - છેલ્લો ભાગ

જેમ જેમ રાત થતી જાય છે તેમ તેમ પલક ની શક્તિઓ પ્રબળ થતી જતી હોય છે. તે હવે એક ત્રણ શરીર ને કાબૂ માં કરી ને બેઠી હોય છે. વારાફરતી ડો.રજત અને ખુશી માં પ્રવેશ કરી ને તે નીયા ને નુકશાન પહોચાડવા નુ ચાલુ કરે છે. ડો.રજત ના શરીર માં જઈ ને તે નીયા ના હાથ ની એક એક કરી ને આંગળીઓ તોડવાની ચાલુ કરે છે. પિયુષભાઈ પાસે માત્ર બે લીંબુ બચ્યા હોય છે તે પણ તે નીયા ને બચાવવા વાપરી નાખે છે. પણ પલક ને કોઈ ફરક પડતો નથી. થોડી વાર બાદ ડો.રજત નીયા નું માથું બે કાન ...Read More