ગલતફેમી

(76)
  • 31.7k
  • 13
  • 15.8k

"વનિતા પણ હશે ને! એની સાથે વાત કર ને!" રિચાએ સ્વાભાવિક જ કહ્યું. "અરે, એની સાથે વાત નહિ કરવી એટલે જ તો તને કોલ કર્યો!" પાર્થે કહ્યું. "કેમ, સામે હોય તો વાત પણ નહિ કરતો તું તો..." રિચા એ ફરિયાદ કરતા કહ્યું તો પાર્થને ખ્યાલ આવ્યો કે છેલ્લા એક દિવસથી પોતે બહુ જ બીઝી હોવાથી એણે કોઈના પણ માટે ટાઈમ જ નહોતો! ઈવન હમણાં પણ તો એ શાકભાજી લાવવાનાં કામથી જ આવ્યો હતો! "અરે, કરું તો છું વાત!" પાર્થે લગભગ એવી રીતે કહ્યું જાણે કે કામ કરવા છત્તાં બોસ તાણા મારતો હોય!

Full Novel

1

ગલતફેમી - 1

"વનિતા પણ હશે ને! એની સાથે વાત કર ને!" રિચાએ સ્વાભાવિક જ કહ્યું. "અરે, એની સાથે વાત નહિ કરવી જ તો તને કોલ કર્યો!" પાર્થે કહ્યું. "કેમ, સામે હોય તો વાત પણ નહિ કરતો તું તો..." રિચા એ ફરિયાદ કરતા કહ્યું તો પાર્થને ખ્યાલ આવ્યો કે છેલ્લા એક દિવસથી પોતે બહુ જ બીઝી હોવાથી એણે કોઈના પણ માટે ટાઈમ જ નહોતો! ઈવન હમણાં પણ તો એ શાકભાજી લાવવાનાં કામથી જ આવ્યો હતો! "અરે, કરું તો છું વાત!" પાર્થે લગભગ એવી રીતે કહ્યું જાણે કે કામ કરવા છત્તાં બોસ તાણા મારતો હોય! "રહેવા દે હવે, જ્યારે જોઈએ ત્યારે વનિતા પાસે ...Read More

2

ગલતફેમી - 2

"ઓ પાગલ! કહેવાનો અર્થ એમ છે કે બીજા બધા દોસ્તો સાથે પણ વાત નહિ કરી શકતો એમ!" પાર્થે કહ્યું. બધાને છોડ, તને તો વનિતા બહુ ગમે છે ને!" રિચા એ દાંત ભિંસતા કહ્યું. "જો તો આ હોટેલ બરાબર છે ને!" પાર્થે એણે એક હોટેલ બતાવતા પૂછ્યું. "ઝેર મળે એવી હોટેલ પર લઈ જા મને!" એ હજી ગુસ્સામાં જ હતી! "અરે બાબા! એની નજીક નહિ રહું." પાર્થે કહ્યું તો બંને બાઈક પાર્ક કરી હોટેલમાં પ્રવેશ્યા. દિવસભરના થાકને લીધે પાર્થે માથું ટેબલ પર ઢાળી દીધું, પછી એક ખ્યાલ એણે આવ્યો કે એણે તુરંત જ માથું ઉપર કરી દીધું. માંડ એક ઇંચથી ...Read More

3

ગલતફેમી - 3

"આવો મજાક કરાતો હશે?! તને ખબર પડે છે હું કેટલી ટેન્શનમાં આવી ગઈ હતી!" સ્વસ્થ થતાં રિચા એ ફરિયાદ "હા, પણ મારે તો જોવું હતું ને કે કોઈ મને કિસ કરે તો તને કેવું ફિલ થાય છે!" પાર્થે કહ્યું અને હસી પડ્યો. "જો તને કહી દઉં છું, આવો મજાક આ પછી ક્યારેય ના કરતો!" રિચા એ કહ્યું તો પાર્થે પણ "ઓકે!" કહી દીધું. "જો હું તને નહિ ખોઈ શકતી... કોઈ પણ કિમત પર નહિ!" રિચા એ કહ્યું. "હમમ... ઓકે! સોરી હવે આવો મજાક નહિ કરું!" પાર્થે પણ માફી માંગી લીધી. થોડીવાર માં જમીને, વાતો કરતા કરતા એ લોકો ઘરે ...Read More

4

ગલતફેમી - 4

"જા વનિતા, રિચા એ પણ ખાધું નહિ. એણે ખવાડી દે તો." પેકેટ વનિતા ને આપતાં પાર્થે હળવેકથી કહેલું. પાર્થનો સાંભળીને આંસુઓ લૂછીને રિચા તુરંત જ ત્યાં આવી ગઈ હતી. પાર્થે એની તરફ જોયું, એ આખીય વાત સમજી ગયો. પાર્થને ખબર હતી કે પહેલાંની વાતો યાદ આવશે તો રિચા ખુદને રોકી નહિ શકે! "ચાલને યાર હવે તો ખાઈ લે!" વનિતા એ પાર્થને હાથથી પકડી ડાયનિંગ ટેબલ સુધી લઈ જવો જ પડ્યો. "હું પણ હવે જ જમીશ..." પાર્થે સાવ ધીમું કહ્યું અને રિચા ની સામે જોઈ ખાવા લાગ્યો! ખાતા ખાતા જ અચાનક જ વનિતા ને શું ખ્યાલ આવ્યો કે એણે પાર્થનાં ...Read More

5

ગલતફેમી - 5

"ના, તું તો વનિતા ને યાદ કરતો હોઈશ... હું તો બસ તને જ યાદ કરું છું!" પાર્થને થોડું હસવું ગયું કે હજી પણ રિચા ની વ્યંગ્ય કરવાની આદત ગઈ નહોતી! "જો, પહેલી વાત તો એ કે તું પહેલાં સાજી થઈ જા! જો પ્લીઝ મારી માટે, હું તને પહેલાંની જેમ જોવા માંગુ છું!" પાર્થે કહ્યું. "ના, મારે સાજુ નહિ થવું... મારે તો..." એ અશુભ બોલે એ પહેલાં જ પાર્થે કહી દીધું - "ઓ બસ હવે! એક શબ્દ પણ બોલી છે ને તો કાલે તો આવું જ છું!" "હા, મરી જ જઈશ હું! હું તો મરી જ જવાની છું! તારા વિના ...Read More

6

ગલતફેમી - 6

કહાની અબ તક: પાર્થ રિચાને કોલ કરે છે અને બહુ જ બીઝી હોવા છતાં એની સાથે વાત કરે છે. બીઝી ટાઈમમાં પણ રિચા એણે ખાવા માટે એક હોટેલમાં લઇ જાય છે. થાકને લીધે પાર્થ ટેબલ પર જ માથું ઝૂકાવી દે છે. રિચા પણ એણે પ્રેમને પંપોરવા માગે છે પણ એક ખ્યાલ આવતા એ તુરંત જ માથું ઊંચું કરી લે છે. રિચા એણે ફરિયાદ કરે છે કે પાર્થ વનિતા સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે. વનિતા સાથે નહિ રહે એમ પાર્થ એણે સમજાવે છે. રિચા પાર્થને એનાં હાથથી ખવડાવે છે. વનિતા એ રિચા પહેલાં પાર્થને આઇસ્ક્રીમ ખવડાવી હોય છે એ ...Read More

7

ગલતફેમી - 7

ગલતફેમી - 7 "જા વનિતા, રિચા એ પણ ખાધું નહિ. એણે ખવડાવી દે તો." પાર્સલ વનિતા ને આપતાં પાર્થે કહેલું. પાર્થનો અવાજ સાંભળીને આંસુઓ લૂછીને રિચા તુરંત જ ત્યાં આવી ગઈ હતી. ખુદ એને પણ ક્યાં ભાન હતું કે કેટલા સમયથી એ આમ જ બસ ગાંડાની જેમ રડ્યાં કરતી હતી. દિલ જ્યારે ગમો ને યાદ કરે છે તો સમય નું વિસ્મરણ થઈ જાય છે! પાર્થે એની તરફ જોયું, એ આખીય વાત સમજી ગયો. પાર્થને ખબર હતી કે પહેલાંની વાતો યાદ આવશે તો રિચા ખુદને રોકી નહિ શકે! આખરે બંને હતાં તો કલોઝ જ ને, એને ખબર હતી. "ચાલને યાર ...Read More

8

ગલતફેમી - 8

"શીશ! આવું ના બોલ!" પાર્થે એનાં હોઠ પર આંગળી મૂકતા કહેલું. બાકીના દિવસોમાં તો ઘણું બધું બદલાય ગયું. ત્રણ દિવસથી વનિતા, પાર્થ સૌ પોતપોતાના ઘરે હતા. પોતપોતાની લાઇફમાં બીઝી હતા. પાર્થ અને રિચા ની લાઇફમાં એક વસ્તુ કોમન હતી. બંને રાત થાય એટલે રડતાં હતાં! એકમેક સાથે રહેલ એક એક સેકંડ એ લોકો બહુ જ યાદ કરી રહ્યાં હતાં. એક દિવસે પાર્થ પર કોલ આવ્યો તો કોલ પર રિચાનાં મમ્મી હતા! એ બહુ જ ચિંતામાં હતા! અવાજ પરથી લાગતું હતું કે કઈક ગંભીર વાત હતી. "લે, લે! આ રિચા તારી સાથે વાત કરવા માગે છે! બીમાર થઈ ગઈ ...Read More

9

ગલતફેમી - 9

ગલતફેમી - 9 "ના, તું તો વનિતા ને યાદ કરતો હોઈશ... હું તો બસ તને જ યાદ કરું છું!" થોડું હસવું આવી ગયું કે હજી પણ રિચા ની વ્યંગ્ય કરવાની આદત ગઈ નહોતી! "જો, પહેલી વાત તો એ કે તું પહેલાં સાજી થઈ જા! જો પ્લીઝ મારી માટે, હું તને પહેલાં ની જેમ જોવા માંગુ છું!" પાર્થે કહ્યું. "ના, મારે સાજા નહિ થવું... મારે તો..." એ અશુભ બોલે એ પહેલાં જ પાર્થે કહી દીધું - "ઓ બસ હવે! એક શબ્દ પણ બોલી છે ને તો કાલે તો આવું જ છું!" "હા, મરી જ જઈશ હું! હું તો મરી જ ...Read More

10

ગલતફેમી - 10

"જો ગમે તે થાય, પણ તારી ખુશીમાં જ મારી ખુશી છે... જો તું સાગરને પ્યાર કરતી હોય તો હું મારી સાથે જબરદસ્તીથી નહિ રાખવા માંગતો!" પાર્થે રિચા ના હાથને છુડાવી, બારીમાં બહાર જોતાં કહ્યું. દૂર બારીમાં તાર પર અમુક પક્ષીઓ બેઠા હતાં. પાર્થ એમને જ જોઈ રહ્યો હતો. પણ મનમાં વિચારો અલગ જ ચાલતાં હતાં. એ પક્ષીઓ જેમ આઝાદ હતાં, પાર્થે પણ તો રિચા ને એવી જ રીતે આઝાદ રાખવી હતી ને?! ખુદનાં પ્યારને એ એના પર બોજ નહોતો બનવા દેવા માગતો! "અરે, હું તો તને લવ કરું છું! હું કોઈ સાગરને નહિ પ્યાર કરતી! કોણ સાગર?!" રિચા એ ...Read More

11

ગલતફેમી - 11 (અંતિમ ભાગ - કલાઇમેકસ)

કહાની અબ તક: પાર્થ રિચાને કોલ કરે છે અને બહુ જ બીઝી હોવા છતાં એની સાથે વાત કરે છે. બીઝી ટાઈમમાં પણ રિચા એણે ખાવા માટે એક હોટેલમાં લઇ જાય છે. થાકને લીધે પાર્થ ટેબલ પર જ માથું ઝૂકાવી દે છે. રિચા પણ એણે પ્રેમને પંપોરવા માગે છે પણ એક ખ્યાલ આવતા એ તુરંત જ માથું ઊંચું કરી લે છે. રિચા એણે ફરિયાદ કરે છે કે પાર્થ વનિતા સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે. વનિતા સાથે નહિ રહે એમ પાર્થ એણે સમજાવે છે. રિચા પાર્થને એનાં હાથથી ખવડાવે છે. વનિતા એ રિચા પહેલાં પાર્થને આઇસ્ક્રીમ ખવડાવી હોય છે એ ...Read More