પ્રેમની ક્ષિતિજ

(146)
  • 132.4k
  • 17
  • 56.3k

' પ્રેમ'. સ્મિત નું કારણ .... પ્રેમ કેવો હોય?...... હંમેશા માનવી ને વિચારતા કરી મૂકે.....સમયને ઓળખતો સ્થળને ઓળંગતો વહી જાય નિરંતર..... દૂર દૂર ક્ષિતિજ ને પેલે પાર .... ક્ષિતિજ કઈ દેખાતી કે ન દેખાતી? પ્રથમ પ્રેમના સ્પંદન પછી તરત જ અંતર મન અને હૃદય પ્રેમના અંતિમ સફળ સ્વરૂપને જોવા પ્રયાસો કરવા લાગે છે અને બસ શરૂ થઈ જાય છે એક સુંદર નાજુક સફરની શરૂઆત....

New Episodes : : Every Friday

1

પ્રેમની ક્ષિતિજ - 1

જગતનું સૌથી રૂપાળુ સ્વપ્ન એટલે પ્રેમ.........આ પ્રેમ એટલે કયો પ્રેમ?લગ્ન પહેલાંનો કુવારો પ્રેમ?લગ્નમાં પરિણમતો પહેલો પ્રેમ?લગ્નને કારણે થતો પ્રેમ?કે લગ્ન પછી પાંગરતો પ્રેમ????????? આ બધી જ સંવેદનાઓની લહેરોથી ઘૂઘવતા મૌસમ આલય અને લેખાની ગૂંચવાતી પ્રણય ઉર્મીઓ ની સાથે નવી લઘુનવલ લઈને આવી રહી છું.....તો આ મૌસમ, આલય અને લેખા ની પ્રણય અને લગ્ન અંગેની અલગ વિચારધારાને માણવા,' પ્રેમની ક્ષિતિજ ' માં ડૂબવા ભાવભર્યું આમંત્રણ છે.... " મારી,તારી ને આપણી.... આ પ્રણયોર્મિ ને ચાલને ક્ષિતિજે શણગારીએ...... જ્યાં ...Read More

2

પ્રેમની ક્ષિતિજ - 2

. પોત પોતાની વિચારધારા અને તેમાં વિકસતું પોત પોતાનું સુખ..... વ્યક્તિના પ્રેમ વિશેના, લાગણી વિશે ના, લગ્ન વિશેના, અને સંબંધો વિશે ના વિચારો અલગ અલગ હોય છે તેને કારણે તેને ગમતા સુખમાં સુખી રહી શકે છે બીજાની વિચારધારા પ્રમાણે તેને જીવવા માટે કહેવામાં આવે તો તે કદાચ સુખી ન પણ થઈ શકે. અલાયદા આલયને તો આપણે મળી લીધું... ચાલો હવે મળીએ આવનારા દિવસોને પલટાવનારી બે અલગ અલગ જગ્યાએ ઊભેલી પણ એક જ ક્ષિતિજ ને નિહાળતી મૌસમ અને લેખાને મૌસમ..... મનમૌજી મૌસમ..... મોસમ એટલે ધબકતી ઋતુ..... વરસાદના ફોરા સાથે નાચતી શિયાળા ની સુંદરતા અને વૈશાખી વાયરો..... કૂંપળ માંથી ...Read More

3

પ્રેમની ક્ષિતિજ - 3

પ્રાર્થનાં શબ્દોની, હૃદયની,પોતાના માટે કે પ્રિયજન માટે હંમેશાં શાંતિ અને સંતૃપ્તિ આપનારી હોય છે. પ્રાર્થના નું બળ જીવવા માટે છે. કોઈપણ નિર્ણય કરવાનો આત્મવિશ્વાસ આપે છે,અને આપે છે એક આનંદથી તરબતર હૈયું.....જેમાં આસપાસ નું વાતવરણ પણ ઓતપ્રોત થઇ જાય છે. ( દૂર દેખાતી ક્ષિતિજ અને તેને જોનારા આપણી વાર્તાના ત્રણ મુખ્ય પાત્રો આલય,મૌસમ અને લેખા...તેને તો આપણે ઓળખી લીધા હવે જોઈએ તેઓના પ્રેમની નૈયા તેને કેવી રીતે ધસમસતા પ્રવાહમાં ખેંચી જાય છે.) કુસુમબહેન અને અનંતભાઈ લેખા ને આલય વિશે વાત કરવા માંગે એ પહેલાં મૌસમ મંદિરે જવા આવી જાય છે....હવે જોઈએ આગળ... ...Read More

4

પ્રેમની ક્ષિતિજ - 4

. વાતાવરણ વિચારોનું.... ભાવનાઓનું.... સંવેદનાઓનું......જે વ્યકિતને પ્રેમ કરવા, સપનાઓને સાકાર કરવા...અને પોતાનાં સુખને શોધવામાં મદદ કરે છે. વિરાજ અને ઉર્વીશ પોતાના આલયને લેખા ને જોવા મનાવી લે છે તો કુસુમ અને અનંત લેખા ને માનસિક રીતે તૈયાર કરે નવા અવસરનું સ્વાગત કરવા અને કે.ટી શું વિચારે છે પોતાની મોસમી માટે? કે. ટી.:-"મોસમ, મોસમ.... મૌસમ :-"હા ડેડ બોલો." કે. ટી. :-"કેમ છે દીકરા ? આજે તો રવિવાર કે.ટી અને મોસમનો રવિવાર." મૌસમ :-"હું તો દરરોજ તમારી સાથે રવિવાર મનાવવા માંગુ ડેડ." કે. ટી :-"પણ મોસમ કે.ટીના નસીબમાં નથી રોજ રવિવાર." મૌસમ :-"તમે પોતાની મેળે તમારું નસીબ ...Read More

5

પ્રેમની ક્ષિતિજ - 5

સાંજનું સૌદર્ય...... પ્રકૃતિનું સુંદર હાસ્ય એટલે સાંજ.... સાંજનું સૌંદર્ય પોતાની અલગ આભા ધરાવે છે કોઈની રાહ જોતી કીકીઓ સાંજના સોનેરી સપના દ્વારા આંખો ને એક નવી ચમક આપે છે...., આવી જ સાંજની રાહ માં વિરાજ અને ઉર્વીશ...... કુસુમ અને અનંત......... બાળકોના સપનાઓ અને ભવિષ્યમાં જ પોતાનું સુખ શોધતા હતા અને તે જ વિચારવામાં જાણે તેમને આનંદ આવતો હતો. અને એ સાંજ આવે તે પહેલાની બપોર જ આલય અને મૌસમને રોમાંચિત કરી ગઈ.... આલય પોતાના જ વિચારમાં ગીત ગણગણતો હતો, એક નવા જ માહોલમાં આજે જવાનું હતું અને ત્યાં તો ફોનની રીંગે વર્તમાનમાં લાવી ...Read More

6

પ્રેમની ક્ષિતિજ - 6

અદ્રશ્ય આ અજાયબીઓની દુનિયામાં ગમતું સ્પંદન એટલે પ્રથમ વખત હૃદયમાં પ્રેમનું પ્રવેશવું.......... દુનિયા જાણે પોતાની ને આસપાસ ઉઠતી અગણિત ભાવનાઓમાં તરબોળ અસ્તિત્વ....બીજું કશું મહત્વનું ન રહે,અને તેની જાણ પોતાના કરતા બીજાને વહેલી પડી જાય..... (આલય પોતાના મિત્રો સાથે હોટેલ પેરેડાઇઝમાં લંચ માટે આવે છે તો મોસમ કે.ટી સાથે બિઝનેસ મિટિંગ માં જોડાય છે.... ત્યાં આલય મોસમ ને પહેલીવાર જુએ છે અને તેમાં ખોવાઈ જાય છે.... હવે જોઈએ આગળ શું થાય છે) આલય પોતાના મિત્રો સાથે જમવા માં વ્યસ્ત છે તો મૌસમ પોતાની મસ્તીમાં મસ્ત..... અચાનક કંઈક યાદ આવતાં લેખા ને ફોન કરે છે. મૌસમ ...Read More

7

પ્રેમની ક્ષિતિજ - 7

ભવિષ્ય...... નિયતિએ નિશ્ચિત કરેલું રૂપાળું શમણું અને શમણાંઓ ના સાગર માં નિશદિન રોજ એક નવી સફર આદરતું માનવીનું દરેક વ્યક્તિની પોતાની એક હોડી, જે પોતાને ગમતા રંગોથી શણગારેલી હોય છે. આલય અને મૌસમ એકબીજાના નામથી અપરિચીત પણ જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય તેવી આત્મીયતા માં એકબીજાને સ્મરણોમાં પરોવી દે છે અને લેખા? ચાલોજોઈએ લેખા ના મનમાં શું ચાલી રહ્યું છે? લેખા મૌસમની વાતને મનમાં મમળાવી બાલ્કની માં બેસી, આંખો બંધ કરી, સોનેરી ભવિષ્ય ને વિચારે છે ....તેના ધોયેલા ટપકતા લાંબા કાળા વાળની લટમાંથી ટપકતા જળ બિંદુઓ જાણે તેની મનની નિર્મળતાને તાદ્રશ્ય કરે ...Read More

8

પ્રેમની ક્ષિતિજ - 8

બંધન માનવીએ પોતે સ્વીકારેલું.. સ્નેહનું વિશ્વાસનું અને સાથે જવાબદારીઓનું.... ઘરના દરેક સભ્યો જો એકબીજાના મનને મોકળાશ આપવાની જવાબદારી સ્વીકારી તો બધું જ એક દિશામાં વહેતું થઈ જાય અને અલગ-અલગ સુરના ટહુકાઓ સાથે મળી મધુર પ્રેમના સંગીત માં ફેરવાઈ જાય. આવી જ મોકળાશ ઇચ્છતા આલય અને લેખા... ધીમે ધીમે ખીલતા જાય છે... બાલ્કની મા વિવિધ ફૂલો ને જોઈ આલયને વાત શરુ કરવાનો વિષય મળી જાય છે.... આલય :-"તો તમને ફૂલો અને પુસ્તકો ગમે એમ ને?" લેખા :-"હા ફક્ત ફૂલો અને પુસ્તકો જ નહીં મારા સ્વજનો અને પ્રિયજનો ને ગમે તે બધું જ મને ગમે... તમને શું ગમે?" આલય ...Read More

9

પ્રેમની ક્ષિતિજ - 9

અંતરમનની શક્યતાઓ જેના છેડા વિસ્તરેલા હોય છે ' હા' અથવા ' ના ' સુધી...... હા ની દિશામાં લાગીએ તો દૂર દૂર સુધી ફક્ત ફૂલોથી ફેલાયેલું ઉપવન જ દેખાય અને ના ની દિશામાં વિચારીએ તો અવરોધોનું અડાબીડ જંગલ આ ઉપવન અને જંગલ ને જોડતી જિંદગી.... આલય અને લેખા આવા જ જિંદગીના પડાવ પર આવી ગયા જ્યાં તેમના નિર્ણયો તેમના જીવનની દિશા નક્કી કરશે તો ચાલો તેના જીવનમાં પ્રવેશીએ.... કુસુમબેન વધારે પડતા ખુશ તો અનંતભાઈ ફરી ફરીને વિરાજ બહેને કહેલા વાક્ય પર આવીને અટકી જતા હત ત્યાંતો લેખા ની વાતચીતે તેમને થોડી અસમંજસ ...Read More

10

પ્રેમની ક્ષિતિજ - 10

પ્રકૃતિની વધુ એક નવી અજાયબી એટલે ભાવોની સમાનતા. એક વ્યક્તિ સામેવાળી વ્યક્તિ વિશે જેવો ભાવ અનુભવે તેવો જ ઘણીવાર વ્યક્તિ પણ અનુભવે. પણ આ સ્થિતિ માટે બંને ના હૃદય નો અનુબંધ પહેલી શરત છે. આપણે જોયું કે લેખા પોતાને મૂંઝવતા પ્રશ્નો ની ચર્ચા મમ્મી-પપ્પા સાથે કરે છે તો મૌસમ પણ તેની મનની સ્થિતિ વિશે પોતાની રીતે અભિપ્રાય આપે છે હવે જોઈએ આલય શું કહે છે?. વિરાજબેન :-"આલય, શું વિચાર્યું તે?" આલય :-"તને કેવી લાગી 'મા' લેખા?" વિરાજબેન :-"છોકરી દેખાવડી અને સંસ્કારી લાગી આપણા આંગણામાં શોભે તેવી." ઉર્વીશભાઈ :-" વિરાજ આપણે તો બસ આલયના ...Read More

11

પ્રેમની ક્ષિતિજ - 11

એવું કહેવાય છે કે આપણે આપણા ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં લઇ ઈશ્વર આગળ આપણું સુંદર ભવિષ્ય ઈચ્છીએ છીએ અને ઈશ્વર અતિ સુંદર ભવિષ્ય જોઇને વર્તમાન આપે છે. એક નવા જ શહેરમાં વ્યસ્તતામાં અનંતભાઈ અને કુસુમબેન પરોવાઈ ગયા, તો લેખા નવી કોલેજના વાતાવરણમાં જાણે વધારે સંકોચાઈ ગઈ .ગમતી સુગંધ, ગમતી સ્મૃતિમાં કંડારેલ ચહેરો અને સ્મરણમાં રહેલી વાતચીતને વાગોળવામાં જ પોતાની દુનિયાને સીમિત કરી દીધી. એ દુનિયામાં અન્યને પ્રવેશવાની પરવાનગી કદાચ મન જ આપતું ન હતું. અનંતભાઈ :-"કેવી છે નવી કોલેજ?" લેખા :-"ખુબ જ સરસ પપ્પા.... થેન્ક્સ અ લોટ.. એટલું મસ્ત પ્રાકૃતિક વાતાવરણ છે કે જ્યાં ...Read More

12

પ્રેમની ક્ષિતિજ - 12

દરેક વ્યક્તિના પોતાના મનનું આકાશ જેમાં ખીચોખીચ ભરેલા છે વિચારો, સપનાઓ, સ્મરણો અને ઘણું બધું..... અને એ મનના જ સપનાઓ અને સ્મરણો જ્યારે આકાર લેવા માંડે ત્યારે તો જાણે આત્મા જ નાચી ઊઠે.... મૌસમ પોતાના આકાશમાં વિહરવા ઉત્સુક ,તો આલયને તો જાણે પોતાનું આકાશ જમીન પર ઉતરી આવ્યું. મૌસમને જોઇને આલય ખૂબ ખુશ .....ખુશીમાં ને ખુશીમાં એ મૌસમની પાછળ પાછળ I-card અને બીજી પ્રોસેસ માટેની લાઇનમાં છોકરીઓની પાછળ આવીને ઊભો રહી ગયો... ધ્યાન જ ન રહ્યું... નિલ આ જોઈ હસવું રોકી ન શક્યો અને તેના હસવાના ...Read More

13

પ્રેમની ક્ષિતિજ - 13

રોમાંચકતા હૃદયને પ્રેરણા આપતું એક સુંદર તરંગી પણું, અને એકવાર આ રોમાંચ વિચારોમાં એક રસ થઇ જાય પછી હૃદયને યુવાની બક્ષવામાં ઉમર કે પરિસ્થિતિ અસર ન કરી શકે..... જીવનના અંત સુધી પોતાને ખુશ રાખવાનો રોમાંચ તો છે જેના માટે દરેક વ્યક્તિ જાણી-અજાણ્યે દરરોજ આવતા નવા જીવનને આવકારે છે. મૌસમ આલયમય બની ગઈ અને આલય મૌસમમમય.... એકબીજા દ્વારા એક બીજામાં મુકાયેલી માયા બંનેને ખુશ કરી ગઈ. આલયને જલ્દી જલ્દી તૈયાર થતાં જોઈ વિરાજને આશ્ચર્ય થયું. વિરાજ બેન :-"આલય કેમ આજે ઉતાવળમાં?" આલય :-" કંઈ નહીં મમ્મા બસ કોલેજ જવાની ઉતાવળ છે." વિરાજ બેન :-"અરે ...Read More

14

પ્રેમની ક્ષિતિજ - 14

પ્રેમ વિશ્વાસ અને વફાદારી એક બંધને બંધાયેલા સ્નેહ તંતુઓ. એકબીજા વિના અસ્તિત્વ અધુરું.પ્રેમ ક્યારે વિશ્વાસ અને વિશ્વાસ ક્યારે વફાદારી પરિવર્તિત થઇ જાય તે હજુ માનવી માટે આશ્ચર્યનો વિષય છે.આ જ પ્રેમ આગળ જતા વિશ્વાસ અને વફાદારીનું કારણ બની માનવીને નવી રચનાત્મકતા તરફ લઈ જાય છે. આજે તો પોતાના સ્વપ્નને મન ભરીને નિહાળ્યા છતાં જતા સમયે એક નજર મૌસમને નિહાળવા ગેટ પાસે જ આલય ઊભો રહ્યો. મૌસમની ગાડી પસાર થઇ ગઈ પછી જ આલય ઘરે જવા નીકળ્યો. ? અમીનું છલકવું આંખોથી તારું, ને છલકાઈ ગયું હૃદય મારુ...... તારા સપનાઓથી મહેકવું તારું, ...Read More

15

પ્રેમની ક્ષિતિજ - 15

વિચારોના સુકા રણમા ભીનાશની સાથે મોખરે તરી આવતું સ્પંદન એટલે પ્રેમ....... પ્રેમ એટલે જીવવાનું કારણ.... પ્રેમ એટલે હૃદય નો પ્રેમ એટલે અજાણ્યાને જાણવાની તાલાવેલી.... પ્રેમ એટલે કોઈક માટે ખુશ રહેવાની મથામણ..... અને આવો જ પ્રેમ જ્યારે સમજણ સાથનો હોય તો પૂછવું જ શું? આલય ઉર્વીશભાઈ સાથે વાત કરીને જાણે હળવો થઈ ગયો. મૌસમના સ્વીકાર માટે હ્રદયની સાથે જાણે મનની સમંતી પણ મળી ગઈ.પ્રેમાળ હૃદય અને ઉત્સાહી મનની સાથે આલય જાણે આજે મૌસમની સાથે સમય ગાળવા જ કોલેજ જવા નીકળ્યો. ગઈ કાલે જ્યાં મૌસમ બેઠી હતી ત્યાં જ આલય ...Read More

16

પ્રેમની ક્ષિતિજ - 16

પ્રેમ એટલે સ્વતંત્રતા નો સમાનાર્થી..... ભાવોની સ્વતંત્રતામાં પ્રેમ થવો અને મનની પરવાનગી લઇ પ્રેમ કરવો એ બંનેમાં તફાવત છે. જ્યારે આ પરવાનગી માં પાંગરેલો પ્રેમ સ્વતંત્રતામાં વિકાસ પામે ત્યારે તેને કોઈ નિયમ લાગુ પાડી શકાતા નથી. મૌસમ અને આલય જાણે પોતાની અલગ પ્રેમની દુનિયામાં વિહરવા લાગ્યા. એવી દુનિયા જ્યાં ફક્ત હતી પરવાનગી વિના આવેલી કલ્પનાઓ, આપોઆપ ઉદભવતા સંવાદો, એકબીજાની હુંફની પ્રતિક્ષા.., અને દૂર દેખાતી ક્ષિતિજે પાંગરતો પ્રેમ...... મૌસમને ઝંખતો આલય જાણે વિરાજ અને ઉર્વીશ નો આલય ન હતો..... લેખા ને જોવા ગયેલો આલય પણ ન હતો.... આ આલય તો ફક્ત મૌસમને ગમતો આલય હતો અને ...Read More

17

પ્રેમની ક્ષિતિજ - 17

પ્રેમ, સ્નેહ, લાગણી આ બધા જ ભાવોને ઉગવા, વિકસવા અને પરિપૂર્ણ થવા ઈશ્વર જાણે જરૂરી હુંફ અને વાતાવરણ સર્જી છે. નસીબદાર લોકો તે ભાવાવરણ ને ઓળખી તેમાં પોતાનું અસ્તિત્વ એકાકાર કરી દે છે અને પછી પ્રકૃતિ અને પ્રેમ જાણે એકબીજાને ઓગાળી દે છે. કેન્ટીનમાંથી નિલ જરા વહેલો નીકળી ગયો અને આલય અને મોસમ તો જાણે ઈચ્છતા જ હતા કે થોડો સમય ફક્ત એકલા જ આંખો થી શરૂ થયેલી રોમાંચક પળોને માણે. આલય :-"મૌસમ જવું? લેક્ચર શરૂ થઈ જશે." મૌસમ:-"આજે ઈચ્છા નથી થતી." આલય :-"તને તો ભણવામાં કંટાળો જ આવે છે મને ખબર." મૌસમ ...Read More

18

પ્રેમની ક્ષિતિજ - 18

પહેલું કંપન, પહેલું તારામૈત્રક, પહેલો સ્પર્શ આ બધી જ પહેલા પ્રેમની પળો માનવીને હંમેશા જીવનના અંત સુધી યાદ રહે ક્યારેય રોજ નવા ખીલેલા જીવન સાથે તો ક્યારેય નહીં માણેલા સંવેદન સાથે... પણ એનું અસ્તિત્વ રહે.... રહે ....ને રહે જ છે. આવો જ પ્રથમ પ્રેમનો હૂંફાળો સ્પર્શ મૌસમ અને આલયના જીવનમાં પહેલો વરસાદ બનીને આવ્યો. મૌસમના કપાળને ચૂમતો આલય મૌસમના સમગ્ર અસ્તિત્વમાં ભવિષ્યના નવા સપનાઓ માટે જાણે ઈચ્છા જગાવી ગયો. મૌસમ સંસ્મરણ ને થોડી વધુ વાર માણવા માંગતી હતી તેથી તેને કોફી ની ઓફર કરી, પણ પોતાની ગાડીમાં કેમકે તે જરા પણ નહોતી ઈચ્છતી કે તેના સુંદર ...Read More

19

પ્રેમની ક્ષિતિજ - 19

માનવીનું મન અદમ્ય ઈચ્છાઓનું જાણે અક્ષય પાત્ર. એક પછી એક ઇચ્છાઓ નવા સપના બની અવતર્યા જ કરે, અને માનવીનું તે ઈચ્છાઓના સાગરના ઘૂઘવાટ માં, લહેરોમાં લહેરી ઈચ્છાઓ પૂરી કરવા દિલોજાનથી ચાહવા લાગે પોતાના અસ્તિત્વને પોતાના પ્રેમને.... મૌસમ અને આલય એકબીજાની વાતોમાં જાણે ખોવાઈ ગયા ક્યારે કોલેજ આવી ગઈ ....રસ્તો જાણે ટૂંકો થઈ ગયો..... એકબીજાથી દૂર જવા જાણે હ્ર્દય પરવાનગી આપતું ન હતું, બસ એક જ મહેચ્છા પોતાની જાતને આખેઆખી ઓગાળી દેવી એકબીજાના અવિરત વહેતાં સંવેદનમાં. મૌસમ :-"ચાલ હવે હું જાઉં?" આલય :-"હું ના પાડીશ તો નહીં જા?" મૌસમ :-" જઈશ તો ખરા પણ તને ...Read More

20

પ્રેમની ક્ષિતિજ - 20

પ્રેમની તરસે તરસતું રૂપાળું ચાતક નામનુ હૈયું...... જે ફક્ત લાગણીની ભાષા સમજે છે રંગ ,રૂપ જ્ઞાતિ, ધર્મ તેના જ નથી.પ્રેમ તો છે પોતાની જ હકારાત્મકતાનું પારદર્શક પ્રતિબિંબ, માનવીને ગમતું પોતાનું અદકેરું સુખ.... મૌસમ અને લેખા ઘણા સમય પછી મળી તો વાતો ખૂટતી ન હતી અને સમય ખૂટી રહ્યો હતો. મૌસમના કહેવાથી બંને એક મોલમાં ગયા અને ત્યાંથી એક રેસ્ટોરન્ટમાં જમવા. લેખા :-"મૌસમ, એક વાત કહું?" મૌસમ :-" હા,બોલ તું ક્યાંરથી પૂછતી થઈ ગઈ?" લેખા :-"ખબર નહિ પણ મારું મન આજે તારી ચિંતા કરે છે. આખી દુનિયાને ભલે તું અલ્લડ અને બેફિકર લાગે પણ મારું હૃદય તને ઓળખે ...Read More

21

પ્રેમની ક્ષિતિજ - 21

મૈત્રી અને પ્રેમ જિંદગીને જોડતો સેતુબંધ. મૈત્રીથી શરૂ થતો પ્રેમ કે પ્રેમથી બંધાતી મૈત્રી નવા જીવનના ઉમંગ ને વાચા છે અને જીવવાનું કારણ પણ. મૈત્રી અને પ્રેમ જ ખરા અર્થમાં અણીશુદ્ધ સંબંધો છે કેમકે તે ફરજિયાત સંબંધોની સીમાથી બહાર પોતાનું અસ્તિત્વ સાબિત કરે છે. મૌસમ સાથે આખો દિવસ મનભરીને વાતો કરી લેખા વિચારોમાં જ ખુશ થતી હતી, ત્યાં ફોરવ્હીલરના અચાનક પાસે આવી જતાં લેખાના ગુસ્સાનો પાર ન રહ્યો પરંતુ એ નવયુવકના મુખથી મૌસમનું નામ સાંભળી લેખા આશ્ચર્યમાં મૂકાઈ ગઈ. તમે મૌસમના જ ફ્રેન્ડ ને? હજી લેખા કંઈ વિચારે તે પહેલાં જ ફોનમાં મૌસમનો કોલ ...Read More

22

પ્રેમની ક્ષિતિજ - 22

ક્ષણો ને જોડતો સંબંધ અને સંબંધોને જોડતી જિંદગી. ઈશ્વર પોતાની આગોતરી યોજના કોઈ ફિલ્મની જેમ કરે છે.આપણને સંબંધોના તાણાવાણામાં આપણી જિંદગીને રસપ્રદ બનાવી દે છે નામ પ્રમાણે જ ખુશનુમા લાગતી, ફ્લાવરની પેટર્ન વાળા ટોપ અને જીન્સમાં પોતાની મૌસમને આવતી જોઈ આલય પોતે ખુશનુમા બની ગયો.તે ક્યારનો મૌસમની વાટ જોતો હતો. તરત જ બોલ્યો "કેટલી વાર હોય મૌસમ? ક્યારનો તારી રાહ જોઉં છું." મૌસમે સામે હસતા હસતા જવાબ આપ્યો" એ જ તો મજા છે પ્રિયજનની રાહ જોવી અને આવતા જ મન ભરીને મિલનનો આનંદ માણવો." આલય પણ આજે રંગીન મિજાજ ...Read More

23

પ્રેમની ક્ષિતિજ - 23

હૃદયમાં રહેતી સંવેદના અને સંવેદનામાં સ્ફુરતું સ્મરણ. સ્મરણની સાથે ખેંચાઈને આવતી યાદો અને યાદોમાં એક ઝલક પ્રિયજનની. પ્રિયજનની પાંપણમાં થઇ જતું સ્મરણ પોતાના અસ્તિત્વનો અહેસાસ આપી જાય છે. તે અહેસાસ જીવનના અંત સુધી હ્રદયને નવપલ્લવિત કરે છે. સતત બે દિવસ પ્રસંગોમાં વ્યસ્ત આલય કેટીની વાત સાંભળીને ખુશ થઈ ગયો. કેવી રીતે સફળ વ્યક્તિ બની શક્યા તેમની વાત પરથી સમજાઈ ગયું .અને કે.ટી. નો વિચાર કરતાં કરતાં ક્યારે મોસમ મનમાં આવી ગઈ ખબર જ ન પડી .રાતના અગિયાર વાગવા છતાં વાત કરવાની ઈચ્છા થઇ ગઈ. અને મૌસમને ફોન લગાડ્યો. "હેલ્લો " મૌસમ બોલી " મિસ યુ" આલયે કહ્યું, ...Read More

24

પ્રેમની ક્ષિતિજ - 24

સતત સાથે હોવાનો અહેસાસ એટલે સંવાદોની સાતત્યતા. કોઈ સાથેની ગાઢ મૈત્રી કે પ્રેમ કદાચ સંવાદની જ સાનુકૂળતા છે. પ્રેમ અક્ષયપાત્ર એટલે સંવાદ, અને જ્યારે એકબીજા સાથેની વાતો જ ખૂટી જાય ત્યારે પ્રેમ કે મૈત્રી આપોઆપ અદ્રશ્ય થઇ જાય છે. કે.ટી. ના વ્યક્તિત્વની આલય ઉપર જબરદસ્ત અસર થઈ. પોતાના પ્લસ-માઇનસ પોઇન્ટને શોધતો થઈ ગયો. આ બાબતે જ તે ઉર્વીશભાઈ સાથે વાત કરે છે,"પપ્પા તમે કે. ટી. નું નામ સાંભળ્યું?"ઉર્વીશભાઈ બોલ્યા, " હા દીકરા તેને કોણ ન ઓળખે? ગારમેન્ટના બિઝનેસમાં થોડા સમયમાં નંબર સુઘી વન પહોંચનાર એક શિસ્તબદ્ધ વ્યક્તિ."આલય હસતા હસતા બોલ્યો પપ્પા ...Read More

25

પ્રેમની ક્ષિતિજ - 25

સુખની કલ્પના કે પછી સુખની વાસ્તવિકતામાં વ્યક્ત અને વ્યતિત થતો સમય ભવિષ્યની અકલ્પનીય વેદનાઓને ક્યારેય જોઈ શકતો નથી. અને વચ્ચે રહેલી શક્યતાઓની માયામાં વ્યક્તિ જીવન પસાર કરી નાખે છે. આલય આજે ખુશખુશાલ. પોતાને ગમતી ,પોતાના હૃદયની નજીક અનુભવાતી મૌસમ આજે પહેલી વાર પોતાના ઘરે પગલાં કરવા આવી રહી હતી તેને મૌસમને કહ્યું ,કે હું આવી જાવુ લેવા? પરંતુ મૌસમે ના પાડી કહ્યું, કે ના હું મેનેજ કરી લઇશ. ચાર વાગ્યાનો પૂજાનો સમય હતો બરાબર સાડા ત્રણ વાગ્યે મૌસમ આવી ગઈ. લોંગ ટોપ અને જીન્સમાં આવેલી મૌસમને જોઈ વિરાજબહેન થોડીકવાર અચરજ પામી ...Read More

26

પ્રેમની ક્ષિતિજ - 26

તાદાત્મ્ય સપનાઓનું અને સાથે હૃદયમાં ઉઠતા સ્પંદનોનું. મિત્રતામાં એકબીજાના ભાવ એકબીજામાં કયારે એકરસ થઈ જાય ખ્યાલ જ ન રહે. નામના ઝરણમાં ખળખળ વહેતા જતા મિત્રો, વહી જતા સમયમાં એક સુંદર મેઘધનુષી ભાવચિત્ર સ્મૃતિનાં સ્મરણમાં છોડતા જાય છે. નિર્ભય સાથેની મૈત્રીમાં લેખા ખૂલતી જતી હતી. મોસમ સાથેના છૂટેલા સંગાથ અને આલયના આકર્ષણે તેને વિચારોમાં રહેતી લેખા બનાવી દીધી હતી. નિર્ભય ધીમે ધીમે તેમાં પ્રવેશ કરવા માંડ્યો પણ લેખાને તેના સંબંધ નો ભાર લાગતો નહોતો કારણ કે પોતે તે બાબતમાં પહેલેથી જ સ્પષ્ટ હતી. કારની બારીમાંથી પાછળ જતા વૃક્ષો લેખાને આગળના ભવિષ્ય તરફ લઈ જતા હતા. તેને વિચારમાં ...Read More

27

પ્રેમની ક્ષિતિજ - 27

સમય સાથે વહેતો જતો પ્રવાહ...સાથે સાથે પ્રવાહિત થતો પ્રેમ. પ્રેમ ગતિ કરે છે તેની ક્ષિતિજોને પામવા ,પરંતુ સમયના ગર્ભમાં સત્યની જાણ તો ખુદ તેની સાથે વહેતા પ્રેમીઓને પણ નથી થતી.તેમનો પ્રેમ તો ફ્કત પ્રેમની શક્યતાને જોઈ શકે છે અને પ્રતીક્ષા કરે છે એક સુંદર ભવિષ્યની. આલય અને મૌસમનો પ્રેમ તથા નિર્ભય અને લેખાની મૈત્રી સમયની સાથે ગાઢ બનતી ગઈ .અને ભણવાનું પૂરું થઈ ગયું ,સામે દેખાયું એકબીજાનું સામાજિક જીવન. મૌસમને વિચાર આવે છે કે હવે આલયની વાત કે.ટીને કરી દઉં. તો કેટી ને પણ શૈલના ભવિષ્યમાં મોસમનું સુખ દેખાય છે. બ્રેકફાસ્ટ સમયે કે.ટી મૌસમને કહે છે, "આજે ...Read More

28

પ્રેમની ક્ષિતિજ - 28

સમર્પણ એક અલગ અનુભૂતિ આત્માની. હૃદયમાં ઉઠતા અગણિત પ્રશ્નોના જવાબો કદાચ સમર્પણ દ્વારા વ્યક્ત થાય છે. મનની ભાષા જ્યારે બોલવા લાગે ત્યારે મનના સંવેદનો હૃદયમાં સંસ્મરણો રૂપે કોતરાઈ જાય છે. સંસ્મરણો એટલે સંસ્મરણ કહેવાય છે કારણ કે તે ક્યારેય પસ્તાવા કે અફસોસની લાગણી ઉત્પન્ન કરતા નથી. પોતાના ભાવિથી અજાણ મૌસમ અને આલય આજે જાણે કોલેજના છેલ્લા સંસ્મરણો પોતાના પ્રિયજન સાથે માણી લેવાના મૂડમાં હતા..... મૌસમે આલયને પૂછ્યું, "શું વિચારે છે આલય?" આલયે કહ્યું," કંઈ નહીં યાર બસ અમસ્તુ આપણા બન્નેના ભાવિ વિશે." મૌસમે કહ્યું," તું ખુશ થઇ જાય એવી વાત છે, આજે ડેડ તને યાદ કરતા હતા." ...Read More

29

પ્રેમની ક્ષિતિજ - 29

દરેક વ્યક્તિનું પોતાનું સત્ય નિરાળું હોય છે. વ્યક્તિએ પોતે માનેલું સત્ય કદાચ અન્યની દ્રષ્ટિએ અસત્ય હોઈ શકે ,પણ હંમેશા સત્ય જ રહે છે. વ્યક્તિ જીવનના અંત સુધી પોતાના સત્યને વાસ્તવિક બનાવવા પ્રયત્નશીલ રહે છે, પરંતુ વાસ્તવિકતાને તો ઈશ્વર કોઈ સાબિતી વિના સત્ય બનાવી દે છે. મૌસમ અને આલય વધારેને વધારે નજીક આવતાં જાય છે, પોતાની જાતથી અને પોતાના પ્રેમથી, બંને સવારે જ કે.ટી.ને મળવાનું વિચારી છૂટા પડે છે. સાંજે વિરાજબેન અને ઉર્વીશભાઈ ઘરે આવે છે. અને મૌસમ વિશે પૂછે છે, "આલય મોસમ ગઈ?" " હા, પપ્પા તમારી રાહ જોત, તો કદાચ મોડું થઈ જાત." " સાચી વાત ...Read More

30

પ્રેમની ક્ષિતિજ - 30

અદ્વિતીય આનંદ અને અકલ્પનીય પીડા..... માનવીના અંતરમનના સૌથી મોટા એવા બે ભાવ જેના માટે ઈશ્વર ઘટનાઓને કારણ તરીકે આપણા સ્થાન આપે છે. મૌસમ અને આલય પ્રેમની અદભુત ક્ષણોને માણવા ના મિજાજમાં હતા, ત્યાં કેટીના મૃત્યુનું દુઃખ બંનેના મનને ડામાડોળ કરી નાખે છે. કેટીનું મૃત્યુ મૌસમ માટે કદાચ ફરીથી એકલતાની ગર્તામાં ધકેલીનારુ હતું. ઉર્વીશભાઈ વિરાજબેનને પણ ત્યાં બોલાવી લે છે મૌસમને સંભાળવા માટે. આલય કેટીના ફેમિલી ફ્રેન્ડ તરીકે પ્રેસમીડિયા તથા બધાને જાણ કરે છે. મૌસમને વિદાય કરવાના સપના જોતો કેટી પોતે જ વિદાય લઈ લે છે. મૌસમ માટે અસહ્ય હતું આલય તેને પોતાની સાથે સ્મશાને આવવા ...Read More

31

પ્રેમની ક્ષિતિજ - 31

સૃષ્ટિના રચિયતાનું સુક્ષ્માતિસૂક્ષ્મ આયોજન હોય છે, પણ માનવી મનને તે યોજના ઘણીવાર ઓચિંતી અને અણગમતી લાગે છે. મૌસમ અને આલય બંને ખુબ ખુશખુશાલ પોતાની પૂર્ણતાને પામીને.આલય જાણે મૌસમની વધારે નજીક આવી ગયો,અને મૌસમ જાણે આલયનાં દૂર જવાના એંધાણને પામીને આલયને પૂર્ણપણે પામવા સમર્પણ કરી ખુશ હતી. જમવા વખતે મોસમ આલયની હાજરીમાં વકીલની સાથે વાતચીત કરે છે, વકીલ ને બીજા દિવસે જ વાત કરવાનું કહે છે. ઈશ્વર જાણે હવે મૌસમના પક્ષમાં જ છે આલયને ઓચિંતાનું બે દિવસ માટે બહારગામ જવાનું થાય છે અને તે મૌસમને જણાવે છે કે તે બે-ત્રણ દિવસમાં જ આવી જશે. આલય એવું પણ ઇચ્છતો ...Read More

32

પ્રેમની ક્ષિતિજ - 32

અજાણ એવું શું થઇ રહ્યું આજે મારા થી અજાણ? જાણવા મથું છું ને થઈ જાય બધું ભેળસેળ.... આંખોની ભીનાશમાં કે ડૂબવાની મથામણ ... ત્યાં કિનાર પર કોણ રોકે જાણીતી નજર? હરખના આંસુ કે આંસુ નો હરખ? હૃદય શા માટે ચહે પારખવા આંસુ નો આશય? સઘળું પામી લવું કે સઘળું ત્યાગી દઉં? દ્વિધામાં અટવાયેલું મન કે મનમાં ઉગેલી દ્વિધા? પ્રતિદિન સ્વપ્નો સાચાં થવાની પ્રાર્થના તો પછી.... પ્રાર્થના વિશે શીદને શંકા સાચી કે આભાસી? કેટીના મૃત્યુ અને તેના વિલ તથા આલયના પ્રેમ વચ્ચે ફસાયેલી મૌસમની દ્વિધા.... ઝડપથી પસાર થતા સમય સાથે મૌસમ અને આલયના જીવનમાં આ પડાવ આવવાનો જ ...Read More

33

પ્રેમની ક્ષિતિજ - 33

આથમતી સાંજની સાથે આકાર લઇ રહેલી ઉદાસી.... પરંતુ એ સૂર્યની સાથે વ્યક્તિના હૃદયમાં રહેલી આશા આથમતી નથી, તે તો પ્રતીક્ષા કરે છે વહેલી સવારની અને પોતાના પ્રકાશની..... મૌસમ ઘરમાં પ્રવેશે છે તો જાણે આખું ઘર આજે ઉદાસ ભાસે છે. વિલ , ડેડનો પત્ર, શૈલ અને અતુલ અંકલના વિચારો મૌસમને જંપવા દેતા નથી. તે વિચારોમાં જ મુંઝાયેલી મૌસમને આલયનો પણ એટલો જ વિચાર સાથે આવતો હતો. મૌસમે વિચાર્યું હવે જલ્દીથી આલય આવી જાય અને બસ પોતાના મનની દ્વિધા તે જ સમજી શકશે. મૌસમ આતુરતાથી આલયની રાહ જોતી હતી ત્યાં જ શૈલનો ફોન આવ્યો, " હેલો, તું કંઈ ...Read More

34

પ્રેમની ક્ષિતિજ - 34

અવિરત સ્નેહને ઝંખતું હ્રદય ઈશ્વર નિર્મિત પોતાને ન ગમતી બાબતોને સ્વીકારી તો લે છે પણ તેના સ્વીકાર વખતે અંતરમનની ઉપવન જાણે મુરજાઈ જાય છે. ભારે હ્રદયે આલય અને મોસમ બંને ઘરે આવ્યા રસ્તામાં બંને ફક્ત એકબીજાના વિચારોનો સહવાસ મન ભરીને માણી લેવા માંગતા હતા. મોસમ ના ઘર પાસે આવીને.... બન્ને એકબીજાને છેલ્લીવાર સી યુ કહે છે..... આલય મૌસમને કહ્યું," મારી વાત માનીશ?" મૌસમે પૂછ્યું," શું?" " ખુશ રહેવાનો પ્રયત્ન કરીશ?" " ના કારણ કે હવે ખુશ રહેવાનો કોઈ અર્થ નથી. હું તારી, ડેડની અને ઈશ્વરની ઈચ્છાને સ્વીકારી લઉં, તેનો અર્થ એવો નથી થતો કે ...Read More

35

પ્રેમની ક્ષિતિજ - 35

શરૂઆત નવા સમયની અને સંજોગો સાથે સમાધાનની સાનુકૂળતાની. મૌસમે જાણે સુખના સમયને પેટીમાં બંધ કરી સાચવીને મૂકી દીધો શરૂ કરી એક નવી જ સફર નવા સાથીઓ સાથે.... મૌસમે સવારે ઊઠતાંવેંત જ વિચારી લીધું કે થોડાક સમયમાં ઘણા બધા કામ ફટાફટ પતાવવાના છે એટલે જરાપણ સમયની બરબાદી પરવડે નહીં. આજે જાણે મૌસમ નહીં પણ કેટીની છાયા તેમાં પ્રવેશી ગઈ. સવારે જ અતુલ અંકલ અને શૈલને બોલાવ્યા હતા. જેથી કરીને આગળના આયોજનો થઈ શકે. પોતાના મમ્મી ડેડી અને લેખા સાથેની બધી જ યાદોને એક બેગમાં પેક કરી અલગ કરી લીધી અને બાકીનું બધું સમેટવા ...Read More

36

પ્રેમની ક્ષિતિજ - 36

દરેક સવાર પોતાનું એક નવું પ્રતિબિંબ લઇ દરેક વ્યક્તિના મનના અલગ આકારને ઝીલે છે. મૌસમ માટે જાણે આજે લગ્ન એક નવું સમાધાન અને શૈલ માટે લગ્ન એટલે સંપત્તિ મેળવવા માટે નું છેલ્લું પગથિયું.... આજે મૌસમ અને શૈલના ખૂબ જ સાદાઈથી કોર્ટ મેરેજ હતા. લેખા અને નિર્ભય તેની તૈયારીમાં હતા. શૈલના પક્ષે અતુલ અને મૌસમના પક્ષે લેખા અને નિર્ભય હતા. નીંદર ઉડતા જ વહેલી સવારે મૌસમને આલય યાદ આવ્યો અને તેની યાદ આંખોમાંથી ટપકી બારી બહાર દેખાતા ભવિષ્યને ધૂંધળું બનાવી ગઈ. પાસે પડેલા મોબાઇલમાં જાણીતા નંબર પર મેસેજ ટાઈપ કર્યો..... " આજે મારા લગ્ન છે. કોર્ટમાં ...Read More