પ્રત્યંચા

(191)
  • 53.9k
  • 15
  • 23.7k

ચાર ચાર ખૂન કરીને કેટલી શાંતિથી બેઠી છે? ચાલ, હવે જલ્દી નાટક કરવાનું બંધ કર. આ કોઈ તારું ઘર નથી જમવું હોય તો જમી લે. અહીં કોઈ તને જમાડવા નથી આવવાનું. સાબરમતી સેન્ટ્રલ જેલની મહિલા ઇન્સ્પેક્ટર પ્રત્યંચાને ધમકાવી રહી હતી. પ્રત્યંચા ચાર ખૂન કરવાના આરોપમા જેલમા કેદ હતી. ફરી મહિલા ઈન્સ્પેક્ટરે કહયું, તારો ચહેરો જોઈને લાગે નહી કે તું એક માખ પણ ઉડાડી શકે. તારું કલેજું નહી ફાટ્યું હોય એક નહી ચાર ખૂન કરતી વખતે !. પ્રત્યંચાને જાણે કંઈજ સંભળાતું ના હોય એમ એ ચુપચાપ બેસી રહી હતી. એની આગળ જમવાની થાળી

Full Novel

1

પ્રત્યંચા

ચાર ચાર ખૂન કરીને કેટલી શાંતિથી બેઠી છે? ચાલ, હવે જલ્દી નાટક કરવાનું બંધ કર. આ તારું ઘર નથી જમવું હોય તો જમી લે. અહીં કોઈ તને જમાડવા નથી આવવાનું. સાબરમતી સેન્ટ્રલ જેલની મહિલા ઇન્સ્પેક્ટર પ્રત્યંચાને ધમકાવી રહી હતી. પ્રત્યંચા ચાર ખૂન કરવાના આરોપમા જેલમા કેદ હતી. ફરી મહિલા ઈન્સ્પેક્ટરે કહયું, તારો ચહેરો જોઈને લાગે નહી કે તું એક માખ પણ ઉડાડી શકે. તારું કલેજું નહી ફાટ્યું હોય એક નહી ચાર ખૂન કરતી વખતે !. પ્રત્યંચાને જાણે કંઈજ સંભળાતું ના હોય એમ એ ચુપચાપ બેસી રહી હતી. એની આગળ જમવાની થાળી ...Read More

2

પ્રત્યંચા - 2

પ્રહરે ફરી પાખીને પૂછ્યું, બોલ પાખી કેવી રીતે માની લઉ કે, મારી પ્રત્યંચા કોઈ ખૂન કરી શકે પ્રહર, મને કંઈજ સમજ નથી પડતી. પાછલા બે વર્ષથી સતત આ મુદ્દે ન્યૂઝમા આવ્યા કર્યુ છે. બધાને ખબર છે, પ્રત્યંચાને કયા દિવસે ફાંસી લાગવાની છે? ત્યારે હવે તને યાદ આવે છે કે તું પહેલી વાર મળ્યો ત્યારે એ કેટલી માસૂમ હતી ? પ્રહર અત્યાર સુધી કોર્ટમા કેટલી વાર આ કેસ ખુલ્યો હશે ? કેટલી તપાસ થઈ હશે ? ત્યાં સુધી શુ કરતો હતો તું. પ્રહર હું તારી ફ્રેન્ડ છુ. તારી ભલાઈ ઈચ્છું છુ. ...Read More

3

પ્રત્યંચા - 3

પાખી.... આવી ગઈ તું ક્યારની રાહ જોતો હતો હું. પ્રયાગ ?? તમે !! પાખી ખુશ આશ્ચર્યના મિશ્રભાવ સાથે પ્રયાગ સામે જોતા બોલી. પ્રયાગ તમે આવવાના હતા તો મને કહેવું હતું ,હું ઘરે જ રહેતી ને. પાખી, તું પ્રહરને મળવા જવાની હતી મને ખબર હતી તો કેમ રોકુ તને ? પ્રયાગ, તમારી આ જ વાત મને બહુ ગમે છે. મને તમને વધુ ને વધુ પ્રેમ કરવાનું મન થાય છે. તમે કેમ આટલા અલગ છો ? પાખી, તો શુ ઈચ્છે છે તુ , હું તને બાંધી રાખું? તારા ફ્રેન્ડ્સ જોડે મળવા ...Read More

4

પ્રત્યંચા - 4

પ્રહર, સ્પેશ્યિલ રૂમમા એક પેશન્ટને ચેક કરી રહયો હતો. પ્રહરની નજર દરવાજા પર પડી, એને ફરી ત્યાં દેખાઈ. દસ વર્ષ પહેલા પ્રત્યંચા હોસ્પિટલમા ઘૂસી આવી હતી. કોઈને પૂછ્યા વગર, કહ્યા વગર, સીધી આ જ રૂમમા, આ જ દરવાજા પર આવીને ઉભી હતી. સિક્યુરિટીએ એને રોકવા પ્રયત્ન કરયો હતો, પણ એને કોઈ શુ કહે છે એ સાંભળવાનો જાણે સમય જ નહોતો. બ્લેક જીન્સ, રેડ કલરનું વાઈટ ટપકા વાળું ટોપ, હાઈ હિલ્સની બ્લેક કલરની મોજડી, ભીના ખુલ્લા વાળ, કાજલ કરેલી આંખોમા ગુસ્સો, અને એના રેડ લિપસ્ટિક કરેલા હોઠ બોલવા માટે ઉતાવળા પડ્યા હતા. ...Read More

5

પ્રત્યંચા - 5

પ્રહર, પ્રત્યંચા સામે જોઈ રહયો. પ્રત્યંચાના મનમા અતીતના પન્ના જેમ જેમ ફરતા હતા, એમ એના ચહેરા પરના હાવભાવ બદલાતા જતા હતા. પ્રહર એ ચહેરાને વાંચવા કોશિશ કર્યા કરતો હતો. અતીતમા એ શુ વિચારી રહી છે, એ પ્રહર સમજી શકતો હતો. વર્તમાન સ્થિતિનું કોઈ જ તારણ એ કાઢી નહોતો શકતો. પોતાની જાતને એ લાચાર મહેસુસ કરી રહયો હતો. કઈ રીતે પ્રત્યંચાને બચાવે એ સમજ નહોતી પડતી એને. પોતાની પર ગુસ્સો આવી રહ્યો હતો એને, પાખી સાચું જ કહેતી હતી બે વર્ષથી હું શુ કરતો હતો. હવે છેલ્લો સમય પહોંચી ગયો ત્યારે ...Read More

6

પ્રત્યંચા - 6

જેલના સળિયા પકડીને બેઠેલી પ્રત્યંચા બહાર તરફ જોઈ રહી હતી. એની આંખોમાંથી આંસુ વહી રહયા હતા. પ્રહર, જ સત્ય છે. મને ખબર છે તમે મને બહુ પ્રેમ કરો છો. તમને ક્યારેય વિશ્વાસ નહી આવે કે, હું આવું કરી શકું. પણ થઈ ગયું યાર... નફરત થાય છે મને મારા પર. ખોટું બોલી પ્રહર તમારી જોડે. એ દિવસથી જયારે તમે મને મારા ફેમીલી વિશે પૂછ્યું ત્યારથી. એક ભ્રમ જેમાં હું જીવતી હતી. અને એ જ વાત મે તમને કહી. પ્રહર, તમે પૂછ્યું હતું ને મારી મમ્મીનું નામ સૂચિબેન અને પપ્પાનું ...Read More

7

પ્રત્યંચા - 7

પ્રહર ઘરે આવીને તરત જ પ્રત્યંચાએ આપેલી ગિફ્ટ્સ, પ્રત્યંચાની બેગ, પ્રત્યંચાના ડોક્યુમેન્ટ્સ બધું ફેંદવા લાગ્યો. પ્રહરને ને હાલ જાણી લેવું હતું કે કેમ પ્રત્યંચાએ એની સાથે ખોટું બોલ્યું. પ્રહર કહેવા લાગ્યો, કેટલો પ્રેમ કર્યો તને મે પ્રત્યંચા, તે કહયું એ બધું જ કર્યુ. તારા કહેવાથી આપણા લગ્નની વાત મે બધાથી છુપાવી રાખી. મે મારા મમ્મી પપ્પાને પુત્રવધૂના સુખથી વંચિત રાખ્યા. મે કોઈ જ ફરીયાદ નથી કરી તારી સામુ, કોઈ જ પ્રશ્ન નથી કર્યો. છતા તે કેમ આટલી મોટી વાત છુપાવી. તે આપેલ ડાયરી હું વાંચવા જઈ રહયો છુ. તે કહયું હતું મને ...Read More

8

પ્રત્યંચા - 8

પ્રહર એ દિવસે હું ઘરે ગઈ પછી જે થયુ એ મે તમને ક્યારેય કહયું નથી. હું નથી ઇચ્છતી ફેમીલી વિશે કોઈ કઈ ખરાબ બોલે. હું જેવી ઘરે ગઈ હિયાન મને એક રૂમમા લઈ ગયો. અને મને ઢોરમાર માર્યો. હિયાન જેને હું મારો મોટો ભાઈ માનતી હતી. એને ક્યારે પણ મને એની બહેન નથી માની. એ હંમેશા મારી પર ખરાબ નજર રાખતો હતો. એ કહેતો હતો આપણુ કોઈ લોહીનું સગપણ નથી. તું અલગ મા બાપની છોકરી છે, હું પણ અલગ મા બાપનો છોકરો છુ. મને બહુ વિચિત્ર લાગતી ...Read More

9

પ્રત્યંચા - 9

એ દિવસે મે નક્કી તો કરી દીધું પ્રહર તમારી સાથે લગ્ન કરીશ. જલ્દીથી હું પહેલા આઝાદ થઈ જાઉં તમને મળવા આવું એ રાહ જોતી હતી હું. હિયાને એટલામા દરવાજો ખોલ્યો. પ્રત્યંચા તું મારી જ છે એટલું યાદ રાખી લે. આજ પછી એ છોકરા સાથે વાત કરી છે તો તું યાદ રાખજે...ના એ બચશે ના તું. મને એ પોળમા દાદી જોડે મૂકી આવ્યો. જયારે મુકવા આવ્યો ત્યારે પણ એની લાલ આંખો મારી સામે જોઈ રહી હતી. એ નજર આજે પણ મને ડરાવી દે છે. મે નક્કી કરી લીધું કે કોઈ પણ ...Read More

10

પ્રત્યંચા - 10

પ્રહર થોડીવાર પછી આપણે ફાર્મહાઉસ પહોંચી ગયા. હું ત્યાંની સજાવટ જોઈ દંગ રહી ગઈ. એન્ટ્રી ગેટ શણગારવામા આવ્યો હતો. બધી લાઈટો બંધ હતી, આખુ ફાર્મહાઉસ દીવડાઓથી ઝગમગતું હતુ. તમારા શબ્દો હજી મને યાદ છે પ્રહર, પ્રત્યંચા તને આ સામાન્ય લાગતું હશે, આટલું તો તારી બર્થ ડે પાર્ટીમા પણ થતું હશે. આટલી જલ્દી મને જેટલું સુજ્યું એટલું મે કરાવ્યું. લગ્નને લઈ બધાના એક સપના હોય. તારા પણ હશે. બહુ તો નહી પણ થોડો પ્રયત્ન કર્યો મે. પ્રહર, તમે આટલું કર્યુ એ પણ બહુ જ છે. મે તો આવું ક્યારેય જોયુ નથી. રિઅલિ બહુ ...Read More

11

પ્રત્યંચા - 11

પાખી જેવો પ્રહરના ઘરનો દરવાજો ખુલ્યો, એ તરત જ પ્રહરના રૂમમા પહોંચી ગઈ. પાખી પ્રહર અને પ્રહરનો રૂમ સ્તબ્ધ થઈ ગઈ. પ્રહરના રૂમની બધી કાચની વસ્તુઓ તૂટીને વિખરાયેલી પડી હતી. રૂમ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. પ્રહર એક ખૂણામા દીવાલના ટેકે માથે હાથ દઈ બેઠો બેઠો રડતો હતો. પાખી પ્રહર પાસે દોડી ગઈ. પ્રહરની બાજુમા આવી બેસી, પ્રહર શુ થયુ ? આંટી અંકલ ક્યાં છે ? પાખી.....તું.. તું આવી.. એમ કહી . પ્રહરે પાખીના ખભા પર માથું મૂકી રડવાનું ચાલુ કરી દીધુ. સાડત્રીસ વર્ષનો પ્રહર સાત વર્ષના બાળક જેમ રડવા ...Read More

12

પ્રત્યંચા - 12

પ્રહર, એક વાત પૂછું ? મને એ તો સમજાય છે પ્રત્યંચાએ હિયાનના ડરથી તમારા લગ્ન વિશે ક્યારેય કશુ નહી. પરંતુ તને કોનો ડર હતો ? સૌથી મોટી વાત તો મારા મગજમા બેસતી જ નથી કે તે ના કહયું કોઈને. પણ તું મહેતા કુટુંબ નો એકનો એક દીકરો છે. તારા લગ્ન માટે તારા પેરેન્ટ્સે તને ક્યારેક ફોર્સ તો કર્યો હશે ને ! ડૉક્ટર તરીકે તારી એક આગવી ઓળખ છે તો કોઈક તો હશે ને જે તને લગ્ન વિશે પૂછતું હશે ? એકાદ વર્ષ ઠીક છે પણ દસ વર્ષથી તું પ્રત્યંચા ...Read More

13

પ્રત્યંચા - 13

પાખી, પ્રત્યંચા શરૂઆતમા મારી સાથે નહોતી રહેતી. એને એની કોલેજ પુરી કરી.કોલેજ દરમિયાન એ રોજ મારો બપોરનો સમય ફ્રી હોતો એમાં મને મળવા આવતી. રવિવારે પણ એ કોઈને કોઈ બહાનું કાઢી મને મળવા તો આવતી જ. અને હા જયારે આવતી ત્યારે એ સોળ શણગાર કરીને જ આવતી. કોલેજની સ્ટડી પુરી થઈ ગઈ, પછી એ મારી સાથે રહેવા આવી. એને તો મને એમ કહેલું કે મારી જોબ માટે હું બહાર રહું છુ. એમ એના ઘરમા કહયું હતુ. હવે સાચી વાત તો આ ડાયરી જ કહી શકે. ઓહ, તો આપણે ...Read More

14

પ્રત્યંચા - 14

ખુશીઓએ જાણે મારૂં સરનામું શોધ્યું હોય એમ લાગતું હતુ. રાત તમારા પડખામા અને દિવસ તમારા વિચારોમા ક્યારે જતા રહેતા ખબર જ ના પડી. સવારે ઉઠી સાથે ગરમ ગરમ કોફી અને નાસ્તો ખાવાની એ મજા આજે પણ મને યાદ છે. હું ખુશ હતી. રૂપિયાની કમી તો તમારી પાસે હતી નહી. પણ તમારી હોસ્પિટલ પ્રત્યેની લગન, અને પેશન્ટ પ્રત્યેનો લગાવ તમને એક અલગ જ મુકામ પર બેસાડી દીધા હતા. બપોરે તમારી સાથે લંચ કરવા માટે જોવાતી રાહ આજે પણ યાદ છે. ક્યારેક તમે ના આવ્યા હોય તો એમનેમ બપોરે સુતા ...Read More

15

પ્રત્યંચા - 15 - છેલ્લો ભાગ

પ્રહર તરત ઉભો થયો, એ બહારની તરફ દોડ્યો. પ્રહર, ક્યાં જાય છે ? ઉભો રહે, ક્યાં છે ? પાખી, કશુ જ સમજાતું નથી. પ્રત્યંચા.... મારે પ્રત્યંચાને મળવું છે. પ્લીઝ પાખી મને લઈ જા જલ્દી. જો ત્રણ તો વાગી ગયા છે. પાંચ વાગ્યા પછી મળવા નહી દે. પ્લીઝ પાખી મને પ્રત્યંચાને મળવા લઈ જા... પ્લીઝ પાખી. પ્રહર આજીજી કરવા લાગ્યો. એને પોતાને સમજમા નહોતું આવતું કે હવે શુ કરવું ! એક ડાયરીની આશા હતી, જે હવે પુરી થઈ ગઈ. પ્રહર, શાંત થા. હું લઈ જાઉં છુ. તું કારમા બેસ પહેલા . ...Read More