પ્રેમની પરાકાષ્ઠા....

(103)
  • 20.4k
  • 7
  • 6.6k

જિંદગીની પરિભાષા શુ? નથી ખબર. કઈ નહિ. આવા જ કોઈ અવઢવમાં કેટલાક ક્ષણો વિતાવી રહ્યો હતો દેવેન. દેવેન નું આખું નામ દેવેન્દ્રસિંહ પ્રતાપ. પરિવારમાં એકનો એક દીકરો. એ નાનપણથી એસોઆરામની જિંદગી જીવતો. જેની નાનકડી પ્રેમકહાની. મંગળવારની એ સવાર હતી. તારીખ 29 ફેબ્રુઆરી. આ દિવસ એટલે દેવેનની જિંદગીનો એકદમ ખાસ દિવસ. એ સવારે ઉઠે એ પહેલાં જ એના બેડ પાસે એક લેટર હોય. અને એમાં લખ્યું હોય,

Full Novel

1

પ્રેમની પરાકાષ્ઠા.... - 1

સ્ટોરીમિરરની ઓનલાઈન કોમ્પિટિશનમાં એક વિષય હતો, પ્રેમ કથાનો. જેના આધારે એક કલાકમાં નાનકડી સ્ટોરી શીઘ્ર વાર્તા રજૂ કરવાની હતી. હું અહીં રજૂ કરવા જઈ રહી છું. જેની કથાવસ્તુ એકદમ કાલ્પનિક છે. પાત્રો, સંવાદ, વાતાવરણ વિચારપ્રધાન કલ્પનાની દુનિયા છે. જેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.◆◆◆◆◆જિંદગીની પરિભાષા શુ? નથી ખબર. કઈ નહિ. આવા જ કોઈ અવઢવમાં કેટલાક ક્ષણો વિતાવી રહ્યો હતો દેવેન. દેવેન નું આખું નામ દેવેન્દ્રસિંહ પ્રતાપ. પરિવારમાં એકનો એક દીકરો. એ નાનપણથી એસોઆરામની જિંદગી જીવતો. જેની નાનકડી પ્રેમકહાની.મંગળવારની એ સવાર હતી. તારીખ 29 ફેબ્રુઆરી. આ દિવસ એટલે દેવેનની જિંદગીનો એકદમ ખાસ દિવસ. એ સવારે ઉઠે એ પહેલાં જ એના ...Read More

2

પ્રેમની પરાકાષ્ઠા.... - 2

આગળ જોયું કે દેવેન ગિફ્ટનું બોક્સ ખોલે છે. શુ હશે એ બોક્સમાં? હવે જોઈશું..એમાં એક લેટર હતો અને સાથે ફૂલ અને એક લૉકેટ હતું. હાર્ટ શેઈપનું લૉકેટ જોઈને દેવેન ખૂબ જ ખુશ થયો. અને પ્રિયાને કહેવા લાગ્યો, " પ્રિયા, આ લૉકેટ તું તારા હાથે જ પહેરાવી દે ને. "પ્રિયા દેવેન તરફ કઈક અજનબીની નજરે જોઈને એ લૉકેટ લઈને દેવેનને પહેરાવે છે. અને એ પ્રિયા ધીમેથી બોલી, " દેવેન, એકવાર લેટર વાંચી લે ને. " " હા, હા, તારા શબ્દો વાંચવા તો હું હમેશા તૈયાર હોવ છું." - એમ કહીને દેવેન લેટર વાંચવાનું શરૂ કરે છે. જેમાં લખ્યું હોય છે -" ...Read More

3

પ્રેમની પરાકાષ્ઠા.... - 3

આપણે આગળ જોયું કે દેવેનનો મિત્ર વિશાલ તેને એના વર્તનના બદલાવ માટેનું કારણ પૂછે છે. શું દેવેન એને જવાબ કે કેમ..જોઈએ " તારે જાણવું જ હોય તો સાંભળ, તું જેને ભાભી કહેતો એ પ્રિયા મારાથી સારો છોકરો મળ્યો એટલે મમ્મી પપ્પાની મરજીનું બહાનું કરીને મેરેજ કરી લીધા બીજા સાથે. આટલું કાફી છે ઓકે." - આખી ઘટનાને દેવેન થોડાં જ શબ્દોમાં કહી દે છે." અચ્છા, તો એનો મતલબ એવો થોડો હોય છે કે બધી છોકરીઓ એવી જ હશે એમ."" હા, બધી જ છોકરીઓ એવી જ હોય છે. પ્રેમને વધારે માનતી હોય તો કોઈ પ્રેમને છોડીને પૈસા પાછળ ના જાય ઓકે. આ ...Read More

4

પ્રેમની પરાકાષ્ઠા.... - 4 - અંતિમ ભાગ

આગળ જોયું કે દેવેન કાવ્યાએ આપેલી બુક વાંચવા બેઠો. જોઈએ હવે આગળ...દેવેને શરૂઆત કરી જેમાં એક પાત્ર હતું મોહન. જન્મથી લઈને યુવા અવસ્થા સુધીમાં એના જીવનમાં આવેલી એક પરી જેવી છોકરી જેનું નામ હતું માધવી. આ બન્નેની પ્રેમ કથા લખેલી હતી. જેમાં માધવીના માતાપિતાનું માન સન્માન સાચવવા માટે મોહન પોતે માધવીના લગ્ન બીજા સાથે કરાવે છે. છતાં પોતે માધવીને પોતાના છેલ્લા શ્વાસ સુધી સાચા હૃદયથી પ્રેમ કરે છે. આ તરફ માધવી પણ મરે ત્યાં સુધી મોહનને પોતાના હૃદયના શ્વાસે શ્વાસે વસાવીને જીવે છે. બંને એકબીજાના હૃદયમાં જીવતા રહ્યા અને એ બંને આ સર્વજગતના ભગવાન બન્યા. કાવ્યા મનોમન દેવેનને ચાહતી હતી. ...Read More