પ્રતિક્ષા

(129)
  • 23.2k
  • 11
  • 10k

“આર્યન....! સરખો ઊભો રે’ બેટાં....!” બેન્કમાં કેશ ડિપોઝિટ કરવાંની લાઇનમાં ઊભેલી અત્યંત ખૂબસૂરત પ્રતિક્ષાએ સાડી ખેંચી રહેલાં પાંચ વર્ષના તેનાં દીકરા આર્યનને કહ્યું. બેન્કમાં હાજર મોટાભાગના પુરુષ કર્મચારીઓ તેમજ બેન્કમાં આવેલાં પુરુષ ખાતેદારોની નજર જાણે પાંત્રીસ વર્ષની અત્યંત ઘાટીલો દેહ ધરાવતી પ્રતિક્ષા ઉપરજ ચોંટી ગઈ હતી. એમાંય તેણે પેહરેલી લેમન યેલ્લો કલરની ટ્રાન્સપરન્ટ સિન્થેટીક સાડી તેણીના શરીરના તમામ વળાંકો ઉપર ચપોચપ ફિટ બેસી જતાં તેનાં શરીરના તમામ ઊભારો સ્પષ્ટ દેખાઈ આવતાં હતાં. કોલેજ પૂર્ણ થયાંના વર્ષેજ માત્ર એકવીસ વર્ષની ઉમ્મરે લગ્ન થયાં બાદ હજી પાંચેક વર્ષ પહેલાં આર્યનનો જન્મ થયો હતો.

Full Novel

1

પ્રતિક્ષા - 1

વાચકમિત્રો, હું કૃતિકા, વ્યવસાયે આમ તો હું એક ફિટનેસ છું. અને કોરોનાંના આ કપરાં સમયમાં હાલ ઓનલાઈન ફિટનેસ કોચિંગ આપું છું. આમ છતાં શોર્ટ સ્ટોરી અને લઘુ નવલકથા લખવાનો પણ શોખ છે. “પ્રતિક્ષા” આવીજ એક શોર્ટ સ્ટોરી છે. જે લગભગ પાંચેક પ્રકરણમાં લખાયેલી છે. જો વાચકોનો પ્રતિસાદ સારો રહ્યો તો સ્ટોરી હજી આગળ લંબાઈશ. પ્રકરણ વાઇઝ સ્ટોરી લખવામાં આ મારો પ્રથમ પ્રયત્ન છે. આથી કોઈ ભૂલચૂક થાય તો ક્ષમા કરજો. સ્ટોરી કેવી લાગી, એ અંગે આપના પ્રતિભાવો આવકાર્ય છે. K R U T I K A Instagram@krutika.ksh123 પ્રતિક્ષા પ્રકરણ-૧ “આર્યન....! સરખો ઊભો ...Read More

2

પ્રતિક્ષા - 2

પ્રતિક્ષા પ્રકરણ-૨ “ઇન્ડિયન આર્મીના જવાને હાથે કર્યો ત્રણ-ત્રણ લૂંટારોઓનો સામનો...!” બેન્કમાં થયેલી લૂંટની ઘટના વિષેની ન્યઝ કલ્લાકોમાં વાઈરલ થઈ ગઈ. ન્યૂઝ ચેનલોથી માંડીને સોશિયલ મીડિયા, યુ-ટ્યુબ, whatsapp વગેરેમાં બેન્કનાં CCTV કેમેરાંની ફૂટેજ જેમાં આર્મીના જવાન અર્જુને જે રીતે એક “હીરો”ની જેમ વીરતાપૂર્વક બે લૂંટારુઓને ઠાર કરી દીધાં એ રેકોર્ડિંગ જોઈને ચારેબાજુ તેની વાહ-વાહ થઈ રહી હતી. ઘણી ન્યૂઝ ચેનલો હવે આર્મીના એ જવાન અર્જુનસિંઘને શોધી તેનો ઇન્ટરવ્યુ લેવાં મથી રહી હતી. આ સિવાય લૂંટારુઓના ચંગુલમાંથી અર્જુને જે પ્રતિક્ષાને બચાવી હતી, તેનો ઇન્ટરવ્યુ લેવાં માટે પણ તેણીને અનેક કૉલ આવી રહ્યાં હતાં. પોલીસ સ્ટેટમેન્ટમાંથી પ્રતિક્ષાનો નંબર ...Read More

3

પ્રતિક્ષ - 3

પ્રતિક્ષા પ્રકરણ-૩ “Arjun….Will you Marry me…!?” -પ્રતિક્ષા બિલ પે કરવાના બ્રાઉન ફોલ્ડરમાં નાની ચોરસ ચબરખીમાં લખેલું વાંચીને અર્જુન ચોંકી ગયો અને પ્રશ્નભાવે સામે બેઠેલી પ્રતિક્ષા સામે જોઈ રહ્યો. તે મલકાઈ રહી હતી. “સરપ્રાઈઝ....!” ત્યાંજ અર્જુનની પાછળથી ગ્રૂપનાં અન્ય મિત્રો રેણુ વગેરે અચાનક બૂમ પાડીને બહાર આવ્યાં. ચોંકીને અર્જુને પાછાં ફરીને જોયું. રેણુએ એક સરસ મજાની કેક તેની આગળ ટેબલ ઉપર મૂકી. બધાં તાળીઓ પાડી રહ્યાં હતાં. “પ...પણ અચાનક...!?” હજીપણ હતપ્રભ થયેલો અર્જુન પ્રતિક્ષા સામે જોઈને માંડ બોલ્યો. “હાં....અચાનક...! મને ભરોસો નથી...!” પ્રતિક્ષા સ્મિત કરીને ખભાં ઉછાળીને બોલી. “તને મારી ઉપર ભરોસો ...Read More

4

પ્રતિક્ષા - 4

પ્રતિક્ષા પ્રકરણ-4 “ખડક....ચીઈઈ....!” જોશથી વાતા પવનને લીધે બાલ્કનીનો દરવાજો જોરથી ભીંત સાથે અથડાયો અને પ્રતિક્ષા લગભગ ચૌદેક વર્ષ પહેલાંનાં એ ભૂતકાળમાંથી જાણે ઝબકીને બહાર આવી. “અર્જુન.....! I’m sorry….!” ભીની થઈ ગયેલી આંખે પ્રતિક્ષા બબડી અને પાછું ફરીને બેડ સૂતેલાં પોતાનાં પતિ વિવેક અને તેની બાજુમાં સૂતેલાં આર્યન સામે જોયું. “હું મજબૂર હતી અર્જુન.....!” બંને સામે જોઈ રહીને પ્રતિક્ષા બબડી “હું મજબૂર હતી....!” થોડી વધુવાર સુધી બાલ્કનીમાં ઊભા રહીને અર્જુન વિષે વિચાર્યા બાદ પ્રતિક્ષા છેવટે પાછી રૂમમાં આવી અને બેડ ઉપર આર્યનની બાજુમાં આડી પડી. થોડો ઘણો પ્રયત્ન કર્યાબાદ છેવટે તેણીની આંખ ઘેરાવાં લાગી. ...Read More

5

પ્રતિક્ષા - 5

પ્રતિક્ષા પ્રકરણ-5 “તારાં ધણી અને જીવતાં જોવા હોય...!” “હું ફરી ફોન કરું ત્યારે....તું તારાં ઓલાં બેન્કવાળાં “હીરો” જોડે મારી વાત કરાય...! સમજી...!?” “પોલીસ-બોલીસની કોઈ ચાલાકી ના જોઈએ...! નઈ તો સવાર સુધીમાં બેયની લાશ કેનાલમાં તરતી હશે....! સમજી સાલી.. હલકટ...!” ધમકી આપીને સામેવાળાએ ફોન કટ કરી દીધો હતો. પરંતુ પ્રતિક્ષાના કાનમાં એ ધમકીભર્યા અવાજનાં એ શબ્દો પડઘાઈ રહ્યાં. સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવાં છતાય પ્રતિક્ષાનું માથું ચકરાઈ રહ્યું હતું. કેમેય કરીને તેણીને કળ નહોતી વળી રહી. “હું ફરી ફોન કરું ત્યારે....તું તારાં ઓલાં બેન્કવાળાં “હીરો” જોડે મારી વાત કરાય...! સમજી...!?” પોતાનાં વિચારો ઉપર કાબૂ કરવાં ...Read More

6

પ્રતિક્ષા - 6 (અંતિમ પ્રકરણ)

પ્રતિક્ષા પ્રકરણ-6 (અંતિમ પ્રકરણ) “સોરી અર્જુન....! તને દરેક તકલીફ માટે....!” ફરીવાર પોતાની આંખો લૂંછતાં-લૂંછતાં પ્રતિક્ષા પાછી ફરી અને ત્યાંથી જવાં લાગી. “ટ્રીન.....ટ્રીન.....ટ્રીન.....!” પ્રતિક્ષા હજીતો થોડે દૂર પહોંચીજ હતી ત્યાંજ તેણીનો મોબાઈલ રણકી ઉઠ્યો. ધ્રૂજતાં હાથે પ્રતિક્ષાએ પોતાનો મોબાઈલ જોયો. નંબર વિવેકનોજ હતો. પણ પ્રતિક્ષા જાણતી હતી કે વિવેકના નંબર ઉપરથી કોણે ફોન કર્યો હશે. ધકડતા હ્રદયે પ્રતિક્ષાએ કૉલ રિસીવ કર્યો. “હ...હેલ્લો....!” પ્રતિક્ષા માંડ બોલી. “તારાં હીરો જોડે વાત કરાય...!” સામેથી એજ કીડનેપરનો કરડાકી ભર્યો અવાજ સંભળાયો. “હ...હું...અ...!” “હું હું શું કરે છે...સાલી...! ફોન આપ એને...!” ...Read More