લાગણીઓના તાણાવાણા

(106)
  • 30.3k
  • 9
  • 11.3k

“ઓહ ગોડ, ક્યારેય નહીં ને આજે જ મોડું થવું હતું. એક તો આજે નવા બોસ આવવાના છે ઓફિસમાં અને આ મુંબઈની ટ્રાફિક, કોઈને ક્યારેય સમયસર પહોંચવા જ નહીં દે.” માધવ વિચારતા વિચારતા બાઈક ભગાવી રહ્યો હતો. 10-15 મિનિટમાં માધવ ઓફિસ પાર્કિંગમાં પહોંચી ગયો. ત્યાં એક અજાણી કાર પહેલેથી પાર્ક થઈ ગઈ હતી. મતલબ નવા બોસ આવી ગયા હતા, માધવે મનમાં વિચારતા જ છેલ્લી વાર એક નજર બાઈકના મિરરમાં કરી અને પોતાની 2-4 દિવસની વધેલી દાઢી પર અને છેલ્લે વાળમાં હાથ ફેરવીને લિફ્ટ તરફ દોટ મૂકી. ઓફિસમાં દાખલ થતાં પહેલાં બાઇક મિરરમાં જોઈને જ જવું એવી તેને રોજની ટેવ હતી. ભલે

Full Novel

1

લાગણીઓના તાણાવાણા - ભાગ 1

કનિષ્કા, માધવ અને અદિતીની જિંદગીમાં અવનવા વળાંકો લેતી કહાની. ...Read More

2

લાગણીઓના તાણાવાણા - ભાગ 2

કનિષ્કા, માધવ અને અદિતીની જિંદગીમાં અવનવા વળાંકો લેતી કહાની. ...Read More

3

લાગણીઓના તાણાવાણા - ભાગ 3

માધવ કનિષ્કાના ઘરેથી નીકળીને સીધો પોતાના ઘરે પહોંચ્યો. આખા રસ્તામાં એ વિચારી રહ્યો હતો કે આ કોઈ સ્વપ્ન હતું ખરેખર કનિષ્કાએ એ બધું જ કહ્યું હતું જે એ સાંભળીને આવ્યો હતો. માધવ ઘરે પહોંચ્યો ત્યારે લગભગ 12 વાગવા આવ્યા હોવાથી અદિતી ઊંઘી ગઈ હતી. માધવને એ વાતથી થોડી રાહત થઈ, ચલો એકલા વિચારવાનો સમય મળી રહેશે. કારણકે અદિતીને આ વાત કહેવી કે નહીં તેની અવઢવમાં હતો એ. આમ તો આજ સુધી એણે અદિતીથી કોઈપણ વાત ક્યારેય છુપાવી નહતી, પણ આજસુધી આવું કશું એની સાથે થયું પણ તો નહતું. “હું બીજાને પ્રેમ કરું છું અને લગ્ન પણ થઈ ગયા છે ...Read More

4

લાગણીઓના તાણાવાણા - ભાગ 4

કનિષ્કાને સમય આપવાની હા કહી, એને પણ 3-4 દિવસ વીતી ચૂક્યાં હતા. અને હજીય એવી કોઈ પર્સનલ મુલાકાત નહતી ના તો કનિષ્કાએ મળવાનું કીધું કે ના માધવે. પાંચમાં દિવસે કનિષ્કાએ માધવને વાત કરવા પોતાની કેબીનમાં બોલાવ્યો, “આજે ઓફિસ પછી તું જો ફ્રી હોય તો આપણે એક શો જોવા જઈએ?” “ઓકે હું અદિતીને કોલ કરીને પૂછી જોઉં. જો એ હા પાડે તો જશું બધા સાથે.” પછી કાંઈક યાદ આવતા માધવે કહ્યું, “ઓહ, પણ અદિતી તો કોઈ કામથી 2 દિવસ માટે બહાર ગઈ છે. તો ફક્ત તું અને હું?” “હા. તને કાંઈ વાંધો છે?” “ઓહ..ના ના. આ તો આપણે આની પહેલા ...Read More

5

લાગણીઓના તાણાવાણા - ભાગ 5

કનિષ્કાએ માધવને કોલ લિસ્ટમાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ બધી જ જગ્યાએ બ્લોક કરી દીધો હતો. અને આ જ કારણે માધવનો પારો વધી રહ્યો હતો. “અરે મને બ્લોક કરવાનો મતલબ શું છે? હું કોઈ સાયકો છું કે એને હેરાન કરત? સાલું, ભલાઈ કરવાનો જમાનો જ નથી. આપણને એમ કે કોઈને આપણી માટે લાગણી છે તો એ જળવાઈ રહે એવી કોશિશ કરીએ. બસ પોતાને જે જોઈતું હતું એ મળી ગયું એટલે કરી દેવાના બીજાને બ્લોક. ઠીક છે. મારેપણ શું છે? જાય તેલ લેવા. આવશે સામેથી વાત કરવા એક દિવસ.”, માધવ જાત સાથે જ બબડી રહ્યો હતો. માધવને એટલો બધો ગુસ્સો આવી રહયો ...Read More

6

લાગણીઓના તાણાવાણા - ભાગ 6

“તું શું કહે છે એનું તને ભાન છે? રમકડું માંગતી હોય એટલી સહજતાથી તે તો બાળકની માંગણી કરી દીધી.”, કનિષ્કાના શબ્દો પર વિશ્વાસ નહતો બેસી રહ્યો. “અરે માધવ, પણ મારી વાત તો સાંભળ.” “ઓહ..હજીપણ કશું કહેવાનું બાકી છે? અરે, સમય માંગ્યો હતો ત્યાં સુધી ઠીક હતું. પછી તો તું મારી લાઈફમાંથી જતી રહેવાની હતીને? તો આ નવી ઈચ્છાઓનું ઝરણું ક્યાંથી ફૂટ્યું? કનિષ્કા, હું આવી રીતે અદિતીને દગો ના આપી શકું. સોરી, તારી આ ઈચ્છા અધૂરી જ રહેશે.”, આટલું કહીને માધવ ઉભો થઈને જવા લાગ્યો. “માધવ, વાત હજી અધૂરી છે. એકવાર સાંભળી તો લે કે હું શું કહેવા માંગુ છું.”, ...Read More

7

લાગણીઓના તાણાવાણા - અંતિમ ભાગ

કનિષ્કાને આમ અચાનક જોઈને માધવનું મગજ વિચારે ચઢી ગયું હતું. અને વધારે મુશ્કેલી તો એ હતી કે આ લગ્ન કઈ રીતે? અત્યારે એરપોર્ટ પર આ બધું વિચારવાનો સમય નહતો કારણકે કનિષ્કા, અદ્વૈત અને અદ્વિકા તેની નજીક પહોંચી ગયા હતા. અદ્વિકા તો માધવને ગળે જ વળગી ગઈ. અદ્વૈત માધવને પગે લાગ્યો ત્યારે ઘડીક માધવને થયું, વાહ શું સંસ્કાર છે. પરંતુ જેવી નજર ફરીથી કનિષ્કા પર પડી, એનો ચહેરો ઉતરી ગયો. કનિષ્કા હજુપણ એવીને એવી જ લાગતી હતી. ચહેરો જોઈને કોઈ કળી ના શકે કે એ ચાલીસી વટાવી ચૂકી છે. કદાચ આટલા વર્ષ વિદેશમાં રહ્યાંની અસર હોઈ શકે. બસ, ચહેરા પર ...Read More