એ કોણ હતાં?

(28)
  • 8.2k
  • 4
  • 3.6k

મધ્યરાત્રીના સમયે નાનકડા સ્ટેશન પર મોડી પડેલી ગાડી આવીને ઉભી રહે અને તેમાંથી ઉતરીને સુમસામ સ્ટેશન પર ઉભા રહેવાનો વારો આવે ત્યારે કેવી હાલત થતી હશે તે દ્રશ્ય અને તેની અનુભૂતિ કેવી હોય છે તે આપણે ઘણી ફિલ્મોમાં જોઈ ચુક્યાં હોઈશું પરંતુ આ કોઈ કાલ્પનિક ઘટના નથી પણ વાસ્તવમાં બનેલી સત્ય ઘટના છે. આજથી આશરે ૫૦ વર્ષ પૂર્વે જ્યારે આધુનિક સગવડો ન હતી તેવા સમયે આધેડ વયના કપલ તેની યુવાનીમાં પ્રવેશ કરી રહેલી દિકરી સાથે એક જાણીતાં છતાં રાત્રીના સમયે અત્યંત ભયંકર લાગતાં એક નાના સ્ટેશન પર ઉતરે છે ત્યારથી લઈને તેમનાં મુકામ સુધી પહોંચવા સુધીના માર્ગમાં તેમની સાથે જે

Full Novel

1

એ કોણ હતાં?

મધ્યરાત્રીના સમયે નાનકડા સ્ટેશન પર મોડી પડેલી ગાડી આવીને ઉભી રહે અને તેમાંથી ઉતરીને સુમસામ સ્ટેશન પર ઉભા રહેવાનો આવે ત્યારે કેવી હાલત થતી હશે તે દ્રશ્ય અને તેની અનુભૂતિ કેવી હોય છે તે આપણે ઘણી ફિલ્મોમાં જોઈ ચુક્યાં હોઈશું પરંતુ આ કોઈ કાલ્પનિક ઘટના નથી પણ વાસ્તવમાં બનેલી સત્ય ઘટના છે. આજથી આશરે ૫૦ વર્ષ પૂર્વે જ્યારે આધુનિક સગવડો ન હતી તેવા સમયે આધેડ વયના કપલ તેની યુવાનીમાં પ્રવેશ કરી રહેલી દિકરી સાથે એક જાણીતાં છતાં રાત્રીના સમયે અત્યંત ભયંકર લાગતાં એક નાના સ્ટેશન પર ઉતરે છે ત્યારથી લઈને તેમનાં મુકામ સુધી પહોંચવા સુધીના માર્ગમાં તેમની સાથે જે ...Read More

2

એ કોણ હતાં? - 2

જ્યંતભાઈ, ઇન્દુબેન અને કામિની સિવાયના પરિવારના તમામ સભ્યોને ટ્રેન મળી ગઈ હતી. હવે જ્યંતભાઈ પાસે વધુ વિકલ્પો હતાં નહીં. તો સ્ટેશન પર ઉભા રહીને બીજી ટ્રેનની રાહ જોવી રહી અથવા તો બિસ્તરા પોટલાં લઈને પાછા ઘેર ભેગાં થવું. પણ ઉત્સાહ સાથે ગોઠવેલો ગામ જવાનો કાર્યક્રમ રદ્દ થઈ જશે તો પરિવારના સદસ્યો નિરાશ થઈ જશે. એવું વિચારીને તેમણે સ્ટેશન પર બીજી ટ્રેનની રાહ જોવાનું નક્કી કર્યું. તે સમયે અત્યારની જેમ ટ્રેનની ફ્રિકવન્સી હતી નહીં એમાં પણ ગુજરાત ભણી જતી બધી ટ્રેનો તમામ સ્ટેશન પર ઉભી રહેતી પણ ન હતી. સાંજ થઈ ગઈ હતી. ત્યાં ગુજરાતની ટ્રેનનું એનાઉન્સમેન્ટ થયું. જ્યંતભાઈ અને ...Read More

3

એ કોણ હતાં? - 3

આટલી મોડી રાત્રે વિરાન જેવા સ્થળે અચાનક જ દૂર કોઈ ઘૂઘરૂં વાગતું હોય એવો અવાજ આવવા લાગ્યો. ધીરે ધીરે અવાજ મોટો અને સ્પષ્ટ થતો ગયો. મનમાં ગભરાટ અને શરીરમાં પરસેવો છૂટવા લાગ્યો. રસ્તા પર કૂતરું પણ નથી દેખાતું ત્યાં આવા પ્રકારનો અવાજ અને તે પણ મધ્ય રાત્રીના સમયે એ વિચાર જ કંપારી કરાવવા માટે પૂરતો હતો. હૃદયમાં ધ્રાસકો પડવા લાગ્યો. ઇન્દુબેન જલારામ બાપ્પાના ભક્ત હતાં એટલે એમણે તો તરત આંખ બન્ધ કરીને જલારામનું સ્મરણ કરવાનું શરૂ કરી દીધું. અચાનક જ અવાજ આવતો બન્ધ થઈ ગયો પણ...અવાજ આવતાં બન્ધ થઈ જતાં દરેકે હાશકારો લીધો. જ્યંતભાઈ બોલ્યા, 'બોલો હવે શું કરવું ...Read More