પ્રણયનું પહેલું પગથિયું

(32)
  • 18.9k
  • 8
  • 6.9k

રોહન..... એ રોહન.... હવે ઉઠ ઉઠ તેની મમ્મીએ કહ્યું સવાર પડતી નથી કે બખાળા ચાલુ થઈ જાય છે. રોહનને કહ્યું. બેટા પહેલાં નાઈ લે પછી જલદી નાસ્તો કરી લે તારે કોલેજ જવામાં મોડું થાશે.લે તારો ગધેડા જેવો ભાઈબંધ આવી ગયો.( રોહનની મમ્મી મનમાં પોતને જ કહે છે ) ચિંટુ કેમ છે મજામાં ને રોહન ની મમ્મીએ પૂછ્યું..... અમારે ક્યા દુખ હોય છે. કોલેજમાં ફરવાનું અને કેન્ટિનમાં બેસીને નાસ્તો કરવાનો ( ચિંટુ મનમાં જ બોલ્યો ) પણ ભણવામાં ચિન્ટુ ખૂબ જ હોંશિયાર હતો. ફરીથી રોહનની મમ્મીએ પૂછ્યું કે મજામાં છે ને .

Full Novel

1

પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 1

રોહન..... એ રોહન.... હવે ઉઠ ઉઠ તેની મમ્મીએ કહ્યું સવાર પડતી નથી કે બખાળા ચાલુ થઈ જાય છે. રોહનને કહ્યું. બેટા પહેલાં નાઈ લે પછી જલદી નાસ્તો કરી લે તારે કોલેજ જવામાં મોડું થાશે.લે તારો ગધેડા જેવો ભાઈબંધ આવી ગયો.( રોહનની મમ્મી મનમાં પોતને જ કહે છે ) ચિંટુ કેમ છે મજામાં ને રોહન ની મમ્મીએ પૂછ્યું..... અમારે ક્યા દુખ હોય છે. કોલેજમાં ફરવાનું અને કેન્ટિનમાં બેસીને નાસ્તો કરવાનો ( ચિંટુ મનમાં જ બોલ્યો ) ...Read More

2

પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 2

રોહનનાં મિત્રોનાં વાહન તે બધાં રોહનના ઘર આગળ મુકે છે અને ચારેય મિત્રો કમલેશની ગાડીમાં બેસીને કોલેજ જાય છે.લેક્ચર થાય છે અને ચારેય મિત્રો પહેલી પાટલી પર બેસે છે અને હા આખા રૂમમાં રોહન સૌથી હોશિયાર વિધ્યાર્થી હોય છે.પહેલું લેક્ચર પુરુ થાય છે આમ તો તેઓ દરરોજ લેક્ચર ભરતા હોય છે પણ આજે ચિરાગ અને ચિંટુંને લેક્ચર ભરવાનું મન ન હતું તેથી રોહન અને કમલેશે પણ આજે લેક્ચર નહિ ભરવાનું નક્કિ કર્યું. તે બધાં કેન્ટિનમાં બેસવા જાય છે પછી ત્યાં કોફી પીને પછી થિયેટરમાં ફિલ્મ દેખ્વાં જાય છે.બધાં મિત્રો ફિલ્મમાં મગ્ન ...Read More

3

પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 3

બધાં વિધ્યાર્થીઓ પહોંચી ગયાં હતા.રોહન અને તેનાં મિત્રો પણ તૈયાર થઈને પહોંચી ગયાં.બધાં વિધ્યાર્થીઓ અને પ્રોફેસરો લક્ઝરીમાં બેસીને માઉન્ટ તરફ નિકળી પડ્યાં.હવે,વિષય છે માઉન્ટ આબુ........ તો, માઉન્ટ આબુએ રાજસ્થાનમાં આવેલુ છે જે ગુજરાતના અમદાવાદથી આશરે 233 કિમી દૂર આવેલુ છે. જે ગુજરાતની સીમાની નજીક આવેલુ છે.માઉન્ટ આબુએ ફરવા લાયક સ્થળ છે.માઉન્ટ આબુ પ્રખ્યાત છે કારણ કે ઉનાળાંમાં પણ ત્યાં ઠંડક મળે છે એટલે જ માઉન્ટ આબુને હિલ સ્ટેશન કહે છે. તેટલે જ લોકો માઉન્ટ આબુ જવાનું વધુ પસંદ કરે છે. માઉન્ટ આબુમાં ઘણાં બધાં પ્રાચીન મંદિરો અને ફરવા લાયક સ્થળો ...Read More

4

પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 4

રોહન પોતાની જાનની પરવા કર્યા વગર ખીણમાં કૂદી પડે છે.પેલી છોકરી પર્વતનાં ટૂકડા પર લટકી રહે છે.જ્યારે રોહન તે તેનો હાથ પકડવાનો કહે છે ત્યારે પેલી છોકરી તેનો હાથ પકડતી નથી. કારણ કે તે છોકરીને અંદરથી ભય હતો કે જો મેં તેનો હાથ પકડ્યો અને ભૂલમાંથી મારો હાથ છટકી ગયો તો........ મારું મૃત્યું થઈ જશે. રોહન તે છોકરીને ત્રણ,ચાર વખત હાથ લંબાવીને તેને પકડવાની કોશિશ કરે છે પણ તેનો હાથ પહોંચી શક્યો નહિ.છેવટે પેલી છોકરીએ રોહનનો હાથ પકડ્યો. રોહને દુપટ્ટાને થોડોક ખેંચ્યો.રોહનના મિત્રોને ખબર પડી ગઈ કે રોહને પેલી છોકરીને પકડી લીધી ...Read More

5

પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 5 - છેલ્લો ભાગ

રોહનના પપ્પા વહેલી સવારે ઊઠીને રોહનને કહે છે બેટા કાલે આપણે છોકરી જોવા જવાનું છે યાદ છે ને તને....... હા, પપ્પા મને યાદ છે પણ પપ્પા તમને આવું નથી લાગતું કે મારા લગ્નની હજુ વાર છે. બેટા.... તું હવે નાનો નથી. હું આપણા કોઈ સમાજના માણસને મળું છું ત્યારે તે લોકો સૌથી પહેલાં મને એમ પૂછે છે કે તારા છોકરાની સગાઈ થઈ કે નહીં? હવે, મારે તારી કોઈ પણ વાત સાંભળવી નથી.કાલે આપણે છોકરી જોવા ...Read More