પ્રેમ વિચારોનો....

(18)
  • 24k
  • 4
  • 8.9k

( પત્ર વાંચી ઓજસને લાગ્યું જાણે આ પત્ર પોતાના માટે જ છે. બે ત્રણ, ચાર, પાંચ વાર વાંચ્યો પણ મન તો હજી કંઈક વધારે મેળવવાની ઈચ્છા થી ફરી વાંચવા બેબાકળું બન્યું.) ( શબ્દસેતુ પુસ્તકાલયમાં ડિસ્પ્લે બોર્ડ પર આ નાનકડો પત્ર વાંચી ઓજસ ખુશ થઈ ગઈ તરત જ પુસ્તકાલયના સંચાલકનો સંપર્ક કર્યો .સંચાલકના જણાવ્યા અનુસાર આસવ હવે બીજા ગામ માં શિફ્ટ થઈ ગયો હતો ,પરંતુ શબ્દસેતુના ઘનિષ્ઠ સંબંધ ના કારણે હજુ પણ કંઈક નવું લખી પુસ્તકાલયમાં મોકલી આપતો. ઓજાસ એ વધારે પૂછયું તો ફક્ત તેનું સરનામું મળ્યું અને બસ ઓજસના જીવનમાં જાણે વસંત આવી ગઈ.)

Full Novel

1

પ્રેમ વિચારોનો... - 1

ઝાકળના પગલે પગલે પાયલ નો રણકાર કોઇ અચાનક આવી ગયું અમસ્તું? પ્રિયા, કેમ છે તું ?આજે કેમ ઉદાસ ? નથી ગમતી મને તારી આંખોની ઉદાસી , નથી ગમતું તારું રિસાવું, નથી ગમતું અકળ મૌન, નથી ગમતું આમ તાકી રહેવું, તારા નિખાલસ હાસ્ય એ તો મને જીવવાની પ્રેરણા આપી છે મારા માટે તારે ખુશ રહેવાનું હસતા રહેવાનું...... .એ જ તારો આસવ... ( પત્ર વાંચી ઓજસને લાગ્યું જાણે આ પત્ર પોતાના માટે જ છે. બે ત્રણ, ચાર, પાંચ વાર વાંચ્યો પણ મન તો હજી કંઈક વધારે મેળવવાની ઈચ્છા થી ફરી વાંચવા બેબાકળું બન્યું.) ( શબ્દસેતુ ...Read More

2

પ્રેમ વિચારોનો.... - 2

ઓજસજી, ખુબ સુંદર નામ ...આવું જ નામ અપેક્ષિત હતું. શબ્દનો જાદુ નથી એ તો આપણી મિત્રતા શબ્દોનું સાયુજ્ય સાધે છે. હું તમારી જેમ બહુ આપણા સંબંધો ના રહસ્ય વિશે વિચારતો જ નથી, પણ તમારાં સાથેની મિત્રતા આનંદ આપે છે આવતીકાલે ખબર નથી, અને ગઈકાલ સુધી આપણે તો પરિચય પણ નહોતો. ઈશ્વરીય સંકેત હોઈ શકે પણ ખબર નહીં તમારી સાથેની મિત્રતા નવી ઊર્જા આપે છે અપેક્ષા રહિત ઉષ્મા શબ્દોની અને શાંતિની... સાથે રહેજો શબ્દોના સથવારે.... એ જ આસવ.....આસવજી, ...Read More

3

પ્રેમ વિચારોનો.... - 3

(ગતાંક થી ક્રમશ...આસવ લખે છે) મારા ફિલ્મ વિશેના વિચારો કહું તો ફિલ્મો જ મને ગમે....એવી ફિલ્મો જે આપણને ભુલાવી દે કે આપણે શું વિચારતાં હતા....આમ જોઇએ તો ફિલ્મો આપણી જીંદગી જેવા જ નથી?? બાળપણ થી શરૂ કરીએ તો બાળપણની યાદો આપણને સૌથી વધારે ગમે કારણકે ત્યારે ન તો હોય ભવિષ્યની ચિંતા કે જવાબદારી.... બસ ખાલી ને ખાલી માણવાની દરેક ઉગતી સવાર.. ધગતી બપોર અને મસ્તીની સાંજ......બાળપણ ગમતા ફિલ્મો જેવા છે જે વારંવાર જોવા ગમે... મારું માનજો એક વાર હસાવતી ફિલ્મ જોજો પછી કહેજો મને કેવી મજા આવે..... ...Read More

4

પ્રેમ વિચારોનો.... - 4

(ગતાંકથી ચાલુ.ઓજસ લખે છે)શોખ....મને શોખ મારી આસપાસ રંગ અને સુગંધ વાવવાનો,હા..... બાગકામ.. મારો શોખ કહો તો શોખ અને ગમતું કહો તો એ....નાનપણથી મારી સાથે મોટા થતાં છોડવા અને ફૂલોને જોઈ હરખાઈ જતી....એક અલગ પ્રકારનો રોમાંચ થતો...પ્રકૃતિ જાણે મને ખુશ કરવા જ તત્પર બનતી.મમ્મીનાં વાળમાં રોજ નાખેલું મોગરાનું ફૂલનું સ્મરણ હજીયે મારા હ્રદયને પુલકિત કરી દે છે. જેમ જેમ મોટી થતી ગઈ તેમ શોખ મારા જીવન અસ્તિત્વ નો ભાગ બનતો ગયો. મને હંમેશા વિચાર આવતા કે મારા શોખમાં આગળ વધુ પણ તેને વધારવા માટેના સંજોગો કદાચ અનુકૂળ ન હતા. લગ્ન પછી મોટા બગીચાની મહેચ્છા નાના ...Read More

5

પ્રેમ વિચારોનો.... - 5

(ગતાંકથી ચાલુ. ઓજસ લખે છે)કેમ છો? મજામાં ને? આમ પૂછવાનું j રહી જાય છે...પણ તમે મોજમાં જ હસો એવું સાચી છું ને?આ તો તમારો મનપસંદ વિષય નહિ?મારો પણ ગમતો વિષય તો છે.....પુસ્તક..... મારો પહેલો પરિચય થયો પુસ્તક સાથે નાની બાળવાર્તા ની નાની નાની ચોપડીઓથી..કેવી મજા આવતી પરી ની વાર્તાઓ વાંચવાની, જાણે બાળપણને પાંખો આવી જાય...પુસ્તકો ને કારણે અવનવી કલ્પના કરવાની અને તેમાં રાચવાની મજા.. ઓહોહો ત્યારનું જાણે પરમ સુખ...એક નવી જ દુનિયા ખુલી જાય આપણી અને પુસ્તકોની....મને પણ વાંચવું ગમે..નિરાતે... ગમતું વારંવાર વાંચવું....હમણાં તો ઓશો ને વાંચું.મજા આવે નવિન દૃષ્ટિએ વિચારવાની...એક ખાસ વિષય પર નહિ બસ હ્રદય જોડાવું જોઈએ ...Read More

6

પ્રેમ વિચારોનો.... - 6

પ્રિય ઓજસ જી, ચિંતા ન કરો....બસ થોડું ચિંતન કરવાની જરૂર હતી મારે..એટલે થોડો સમય મારા મિત્રની હોસ્પિટલ છે,ત્યાં ક્વાર્ટર માં રહેવા આવ્યો છું બસ....મને એમ થયું કે થોડો સમય મારે મારી જાત સાથે વિતાવવાની જરૂર છે,એટલે આનાથી વધારે સારો ઉપાય ન હોય શકે.સમસ્યા સરળ થઈ જશે,પણ મારી આ સમસ્યા ના વિચારમાં તમે તો મને વિષય આપતા ભૂલી ગયા.કોઈ વાંધો નહિ.હું આપી દવુ.આજનો વિષય પ્રેમ અને લગ્ન....આ વિષય આપવાના બે કારણ છે...એક તો હમણાં તમારા દીકરા અને દીકરીના લગ્ન છે તમે એ વધારે સારી રીતે ભાવનાઓમાં વ્યક્ત કરી સકશો. અને ...Read More

7

પ્રેમ વિચારોનો.... - 7

પ્રિય સખી ઓજસ.... આજથી તમારા નામ પાછળ જી નહિ લગાડું... વાંધો નથી ને....ભલે ફ્કત મિત્ર તરીકે તમે મારા પ્રેમને સ્વીકાર્યો એજ ઘણું છે...આમ પણ હું તેનાથી વધારે તમારી પાસેથી અપેક્ષા પણ રાખતો નથી....... તમારા સંતાનો ના લગ્નની ખુબ શુભકામનાઓ. તમારાં પ્રેમ અને લગ્ન વિશેના વિચારો અને અનુભવો જાણી હ્રદય ફરી એકવાર ઇશ્વરનો આભાર માનવા લાગ્યું કે આવી સારી વ્યક્તિને મારા મિત્ર બનાવવા બદલ. પ્રેમ તો સતત નિરંતર વહ્યા કરે...તેને સમય કે સ્થળનું બંધન નથી... ❣️ પ્રેમમય પત્ર વહ્યા, સાથે લઈ આવ્યાં, સોનેરી વિચારો , ને સંધ્યા રૂપેરી....❣️ પ્રેમમાં સૌથી સારો દિવસ ક્યારે ઊગ્યો ...Read More

8

પ્રેમ વિચારોનો.... - 8

Dear, આસવ જી, શું કહું સમજાતું નથી, ગુસ્સો કરું? રિસાઈ જવું કે ચિંતા કરું તમારી? તમારી કલ્પનાનું દ્રશ્ય તમારી સામે હતું અને તમે મને મળ્યા નહીં? તમારા કારણે જ આસવ જી હું વિજેતા બની. તમે મારા માં સુતેલા શોખને જાગૃત ન કર્યો હોત તો આ અશક્ય હતું .મેં તો મારા પ્લાન્ટ નું નામ જ આસવ આપ્યું હતું. હા એ વાત સાચી કે મને પ્રોત્સાહિત કરવા મારા પતિ અક્ષત પણ મારી સાથે હતા પણ તે કારણ ન હોય શકે તમારા ...Read More

9

પ્રેમ વિચારોનો.... - 9 - છેલ્લો ભાગ

(ગતાંકથી ચાલુ આસવ લખે છે) હા મેં નક્કી કર્યું હતું હું ખાસ મળવા આવીશ તમને મારા પોતાના વતનમાં. ત્યાં મારા સંતાનો ને એવું લાગ્યું કે હું સ્વરૂપાને ભૂલી નથી શક્યો. આમેય સંપત્તિ વિનાના વડીલો ને સાચવવા ઘણી વાર સંતાનોને સમય નો બગાડ લાગે છે. મારી અધૂરપને ડિપ્રેશન નું નામ આપી દીધું અને ડિપ્રેશનને દૂર કરવાને બદલે આનંદ હોસ્પિટલમાં ઇલાજ માટે મોકલી આપવામાં આવ્યો. મારો મિત્ર ત્યાં જ સેવા બજાવે એટલે તે એક માત્ર સહારો હતો. હું તમારી સામે અર્ધસત્ય બોલ્યો, મને તે સમયે બધું કહેવું યોગ્ય ન લાગ્યું. અને કદાચ ઇશ્વરે મને તેની આ સજા આપી. મારા ...Read More