ઓપરેશન રાહત

(55)
  • 29.4k
  • 7
  • 11.3k

12 October 2000 Port of Aden, YemenUSS Cole 6000 ટન નું ડિસ્ટ્રોયર જહાજ યમન બંદરગાહ પર તેલ ભરવા માટે ઉભુ હોય છે. બપોર થઇ ગઇ હોવાથી જહાજ ના સિપાહીઓ જમવાની તૈયારી કરી રહ્યા હતા. એવામાં અચાનક એક નાની બોટ જહાજ તરફ આવવા લાગે છે. USS Cole ની પાસે પહોંચતા જ બોટ માં બેઠેલાં બે નાવિક ઉપરની તરફ જોઈને કંઈક બબડે છે. થોડી જ વારમાં ખૂબ મોટો પ્રચંડ વિસ્ફોટ આખા સમુદ્રને હલાવી નાખે છે. બોટ સાથે પોતાને ઉડાવી દેવા વાળા આતંકવાદી હતા જે ૩૦૦ કિલોગ્રામ વિસ્ફોટક થી ભરેલી બોટ લઈને આવ્યા હતા. આ હુમલાથી અમેરિકાના 17 ફોજી મૃત્યુ પામે છે તથા

Full Novel

1

ઓપરેશન રાહત ભાગ-૧

12 October 2000 Port of Aden, YemenUSS Cole 6000 ટન નું ડિસ્ટ્રોયર જહાજ યમન બંદરગાહ પર તેલ ભરવા માટે હોય છે. બપોર થઇ ગઇ હોવાથી જહાજ ના સિપાહીઓ જમવાની તૈયારી કરી રહ્યા હતા. એવામાં અચાનક એક નાની બોટ જહાજ તરફ આવવા લાગે છે. USS Cole ની પાસે પહોંચતા જ બોટ માં બેઠેલાં બે નાવિક ઉપરની તરફ જોઈને કંઈક બબડે છે. થોડી જ વારમાં ખૂબ મોટો પ્રચંડ વિસ્ફોટ આખા સમુદ્રને હલાવી નાખે છે. બોટ સાથે પોતાને ઉડાવી દેવા વાળા આતંકવાદી હતા જે ૩૦૦ કિલોગ્રામ વિસ્ફોટક થી ભરેલી બોટ લઈને આવ્યા હતા. આ હુમલાથી અમેરિકાના 17 ફોજી મૃત્યુ પામે છે તથા ...Read More

2

ઓપરેશન રાહત ભાગ-૨

Night of ૩૧ માર્ચ ૨૦૧૫ આઈએનએસ સુમિત્રા પર રહેલ દરેક યાત્રી 31 માર્ચ 2015 ની રાત જાગતા રહીને વિતાવે અને આ તમામ 150 સૈનિક હવે પછી આવનારી દરેક ચુનોતી નો સામનો કરવા માટે તનથી અને મનથી સજ્જ થઇ રહ્યા હોય છે. આ જહાજ પર હવે 150 ખુબ જ સરસ રીતે ટ્રેઈન થયેલા સૈનિકો સિવાય ના અસંખ્ય સામાન્ય લોકો આવવાના હતા. આ સિવિલિયન લોકોમાં શારીરિક અને માનસિક રીતે કમજોર વૃદ્ધ, બાળકો તેમજ મહિલાઓ પણ આવવાના હતા. આ યુદ્ધ જહાજ માં જગ્યા ના અભાવ ની સાથે રાશન પણ ખૂબ મર્યાદિત માત્રા માં હતું. પરંતુ ભારતીય નેવી સૈનિકો મન થી તૈયાર હતા ...Read More

3

ઓપરેશન રાહત ભાગ-૩

‘ કમાન્ડર 5:30 પછી કંઈ પણ કરવું એ ખૂબ ખતરનાક છે, મને ખબર છે કે સાંજના સમયે અહીં બોટ ઉપયોગ વર્જિત છે’ આવો જવાબ સાંભળીને કમાન્ડર પ્રિન્સિપાલ ને કહે છે‘ હું જાણું છું તમારી વાત સાચી છે પરંતુ અહીં આમ જ કઈ કર્યા વગર ઉભા રહીને સમયને બરબાદ કરવા હું નથી ઈચ્છતો’ આ વાર્તાલાપ સાથે આઈએનએસ સુમિત્રા ના ક્રૂ મેમ્બર સાંજને ઢળતી જોઈ રહ્યા હોય છે. થોડી જ વારમાં અંધકાર પોતાની ચાદર ફેલાવી દે છે પહેલેથી જ ખતરનાક આ મિશન હવે અત્યંત ખતરનાક સ્વરૂપ લઇ રહ્યું હોય છે. રાત થઈ ગઇ હોવા છતાં કોઈ જવાબ સાઉદી તરફથી ન મળતાં ...Read More

4

ઓપરેશન રાહત ભાગ-૪

'જેટલી જલ્દી બને તેટલી ઝડપથી તમામ લોકોને લઈને બંદર છોડી દો જેન્ટલમેન આ મિશન પર ભારતનું સન્માન નિર્ભર કરે મેસેજ મળતાની સાથે જ કમાન્ડર મોકાશી પોતાના ક્રૂ મેમ્બરને સંબોધે છે‘આ બધા જ આપણા લોકો છે જે ખૂબ જ ભયજનક પરિસ્થિતિ નો સામનો કરીને આવ્યા છે. આપણે આ લોકોને ખુબ ઓછા સમયમાં અહીંથી બહાર કાઢવાના છે. આ સાથે જ આપણે આ લોકો સાથે ખૂબ જ સારો વર્તાવ કરવાનો છે કોઈએ આ લોકો પર બુમ બરાડા કરવા નથી કે કોઈ આ લોકોને ધમકાવશે નહીં. સખ્તાઈથી કામ લેવાનું છે પરંતુ ગુસ્સા નો પ્રયોગ કરવો નહીં. પાંચ સેકન્ડ માટે પોતાની આંખો બંધ કરો અને ...Read More

5

ઓપરેશન રાહત ભાગ-૫

Djibouti Noon, 1 એપ્રિલ 2015 હજુ તો સવારે 7:00 વાગે આઈએનએસ સુમિત્રા જીભૂતી પહોંચ્યું હતું. થાકેલા સૈનિકો આરામ કરતા છે એવામાં બપોર ના સમય એ કમાન્ડર મોકાશી માટે હેડ ક્વાર્ટર માંથી બીજો આદેશ આવે છે. આ આદેશ મુજબ કમાન્ડર એ યમનની બીજી કોઈ જગ્યાએથી ભારતીય નાગરિકોને રેસકયુ કરવાના હતા. 1 એપ્રિલ એ જ યમન ના અલ હુદેદા શહેરમાં એક ડેરી ઉપર સાઉદીના વિમાનોએ બોમ વરસાવ્યા હતા. ઘણા બધા ભારતીયો અલ હુદેદા માં નિવાસ કરતા હતા. અને કેટલાક ભારતીયો આ જગ્યા પર કામ પણ કરતા હતા. જેથી તાત્કાલિક ધોરણે ફુલ સ્પીડ પર આઈએનએસ સુમિત્રા અલ હુદેદા તરફ પોતાનો પ્રવાસ આરંભ ...Read More

6

ઓપરેશન રાહત ભાગ-૬ - છેલ્લો ભાગ

40 કલાક સુધી ફુલ સ્પીડ પર પ્રવાસ ખેડયા બાદ આઈએનએસ સુમિત્રા 5 એપ્રિલ ની સવારે અલ મુક્કલ્લા પાસેથી પસાર અશ શિર્ તરફ આગળ વધે છે આ જગ્યાના નકશા તેમજ ઇન્ટેલિજન્સ રિપોર્ટ કમાન્ડર મોકાશી ને હેડ ક્વાર્ટર માંથી મોકલી આપવામાં આવે છે. નકશામાં દર્શાવ્યા મુજબ આ જગ્યા પર જહાજ ઊભું રહી શકે તેવી કોઇ વ્યવસ્થા હતી નહીં. આ જોઈને કમાન્ડર નક્કી કરે છે કે બંદર થી થોડી દુર જ જહાજ પોતાની સ્થિતિમાં રહેશે અને ભારતીય નાગરિકોને બોટની મદદથી જહાજ પર લાવવામાં આવશે. બંદર પર પહોંચતાની સાથે જ દરેક સૈનિક પોતાની પોઝિશન સંભાળી લે છે તેમજ માર્કોસ જહાજ ની ફરતે એક ...Read More