આજ રોજ આપ સૌની સમક્ષ હું એક નવી નવલકથા મૂકવા જઈ રહી છું. જેનું નામ છે." જીવન સાથી " મને આશા છે કે આપ સૌને તે જરૂરથી પસંદ આવશે. આપ સૌ તે વાંચીને તેના વિશેના પ્રતિભાવ આપતા રહેશો તેવી આપ સૌને વિનંતી છે. આ એક પ્રેમકથા છે. બરાબર આઠ વાગ્યા છે અને ડૉ.વિરેન મહેતા, શહેરના ખ્યાતનામ ડૉક્ટર પોતાના ક્લિનિક ઉપરથી ઘરે આવે છે અને તેમની પત્ની મોનિકા, જે એક ડાયેટીશીયન છે તે તરત જ તેમને ટકોરે છે કે, "ક્યાં છે તમારી લાડલી..?? ફોન કરો એને સવારની ગઈ છે ઘરેથી પિક્ચર જોવાનું કહીને આઠ વાગ્યા હજી સુધી આવી નથી. ડૉ.વિરેન મહેતા: આવી જશે હમણાં, આટલી બધી બૂમાબૂમ શું કામ કરે છે..?? મોનિકા: અરે અત્યારે જમાનો ખૂબ ખરાબ છે, ધ્યાન રાખવું જ પડે છોકરીઓનું.
New Episodes : : Every Tuesday
જીવન સાથી - 1
" જીવન સાથી " પ્રકરણ-1નમસ્તે, મારા પ્યારા વાચક મિત્રો 1. પ્રિયાંશી2. વરસાદી સાંજ3. જીવન એક સંઘર્ષ4. સમર્પણ5. પારિજાતના પુષ્પ6. પરીઆ બધીજ મારી નવલકથાઓને આપ સૌએ ભરપૂર પ્રેમ આપ્યો છે તે બદલ હું આપ સૌની દિલથી ખૂબજ આભારી છું.આજ રોજ આપ સૌની સમક્ષ હું એક નવી નવલકથા મૂકવા જઈ રહી છું. જેનું નામ છે." જીવન સાથી " મને આશા છે કે આપ સૌને તે જરૂરથી પસંદ આવશે. આપ સૌ તે વાંચીને તેના વિશેના પ્રતિભાવ આપતા રહેશો તેવી આપ સૌને વિનંતી છે. આ એક પ્રેમકથા છે.બરાબર આઠ વાગ્યા છે અને ડૉ.વિરેન મહેતા, શહેરના ખ્યાતનામ ડૉક્ટર પોતાના ક્લિનિક ઉપરથી ઘરે આવે છે ...Read More
જીવન સાથી - 2
આપણે પ્રકરણ-1 માં જોયું કે, શોર્ટ રેડ ટી-શર્ટ, બ્લુ હાફ પેન્ટ અને છુટ્ટા વાળમાં આન્યા એક બ્યુટી ક્વીનને પણ તેટલી સુંદર લાગી રહી હતી અને તેના ચહેરા પરની લાલી કહી આપતી હતી કે તે આજે ખૂબજ ખુશ છે અને જેવી ઘરમાં પ્રવેશી કે તરત જ પોતાના પપ્પાને, "માય ડિયર ડેડ, આઈ લવ યુ " કહેતી વળગી પડી અને પોતાના ડેડને પૂછવા લાગી કે, " ડેડ, તમે આજે જલ્દી ઘરે આવી ગયા..?? " એટલે આન્યાની મમ્મી મોનિકા બેન ગુસ્સે થયા અને હાથ લૂછતાં લૂછતાં રસોડામાંથી બહાર આવ્યા અને આન્યાને બોલવા લાગ્યા કે, " એ વહેલા નથી આવ્યા બેન તમે મોડા આવ્યા ...Read More
જીવન સાથી - 3
આપણે પ્રકરણ-2 માં જોયું કે, આન્યાને સંયમ પોતાની કારમાં તેના ઘર સુધી ડ્રોપ કરવા આવે છે અને તેને પોતાની પોતાના અંકલને ત્યાં લઈ જવા માટે રીક્વેસ્ટ કરતાં કહે છે કે "મારી સાથે આવતીકાલે બરોડા મારા અંકલના ત્યાં ચલને" અને આન્યા પોતાના મોમ-ડેડને પૂછીને તેને જવાબ આપવા કહે છે. આન્યા પોતાના ડેડને આખા દિવસની બધીજ વાતો કરે છે અને પછી પોતાને ખૂબ થાક લાગ્યો હોય છે તેથી પોતાના રૂમમાં ચાલી જાય છે. આન્યા: (કેદીને કેદમાંથી મુક્તિ મળે અને તેને જે આનંદ અને સુકૂન મળે તેવો આનંદ અને સુકૂન અત્યારે આન્યા, બાર સાયન્સની ઍક્ઝામ આપ્યા પછી અનુભવી રહી હતી. અને ગીત ગણગણતાં ...Read More
જીવન સાથી - 4
આપણે પ્રકરણ-3 માં જોયું કે, આન્યા જેટલી ભણવામાં હોંશિયાર હતી તેટલી જ ચેસ રમવામાં પણ પાવરધી હતી. વેકેશન પડે બાપ-બેટીની ચેસની રમત ચાલુ થઈ જ જાય અને આન્યા સાથે ચેસ રમવા માટે ડૉ.વિરેન મહેતા પોતાના ક્લિનિક ઉપરથી વહેલા જ ઘરે આવી જતાં. આજે ચેસ રમતાં રમતાં બાર સાયન્સ પછી શેમાં અને કઈ જગ્યાએ ઍડમિશન લેવું તેની ચર્ચા બાપ-બેટી વચ્ચે ચાલી રહી હતી. ડૉ.વિરેન મહેતા દીકરીને એમ.બી.બી.એસ. ન કરવા અને આઈ.ટી. એન્જીનિયરીંગ કરી ફોરેઈન જવા માટે સમજાવી રહ્યા હતાં. પરંતુ આન્યા પોતાના વિચાર ઉપર અડીખમ જ હતી કે તે પોતાના પપ્પા જેવી એક કાબેલ ડૉક્ટર જ બનશે અને અહીં ઈન્ડિયામાં ...Read More
જીવન સાથી - 5
આપણે પ્રકરણ-4 માં જોયું કે,બાપ-બેટીની ચેસની રમત ચાલી રહી હતી અને એટલામાં સંયમ આવ્યો અને આન્યાની સામે એક ઓફર કે, " હું, કંદર્પ અને સીમોલી હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂરમાં જઈ રહ્યા છીએ તો તારી આવવાની ઈચ્છા છે..?? " આન્યા મનમાં વિચારી રહી હતી કે, ઓફર તો સરસ છે ઈચ્છા પણ ગળા સુધીની છે પણ મમ્મી-પપ્પાની સંમતિ લેવી એ અઘરું કામ છે. અને આન્યાએ આશાભરી નજરે તરત જ મમ્મી-પપ્પાની સામે જોયું. આન્યાએ અને ડૉ.વિરેન મહેતાએ બંનેએ તરત જ પછી મોનિકા બેનની સામે જોયું. પણ આન્યાને અત્યારે જ જવાબ આપી દેવો યોગ્ય ન લાગ્યો એટલે તેણે સંયમને કહ્યું કે, " મને વિચારવાનો ...Read More
જીવન સાથી - 6
આપણે ગયા પ્રકરણમાં જોયું કે, આન્યા પોતાના ફ્રેન્ડસ સાથે હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂરમાં જવા માટે ખૂબજ ઉત્સુક હતી, હમઉમ્ર ફ્રેન્ડસ સાથે ફરવા જવાની મજા જ કંઈક ઓર હોય છે..... પરંતુ દીકરી મોટી થાય એટલે તેની ચિંતા દરેક માતા-પિતાને સતાવે તેમ વિરેન મહેતાને પણ સતાવી રહી હતી અને પથ્થર દિલના પુરુષને પણ પોતાની દીકરીની વાત આવે એટલે આંખમાંથી ધડ ધડ આંસુ વહેવા લાગે તેમ ડૉ.વિરેન મહેતા થોડા ઈમોશનલ અને દુઃખી થઈ ગયા તેમજ મોનિકા બેનની આંખમાં પણ આંસુ આવી ગયાં. વાતાવરણ થોડું શાંત અને ગંભીર થઈ ગયું પણ આન્યા તેમ ચૂપ રહે તેમ ન હતી એટલે હસતાં હસતાં તરત જ ...Read More
જીવન સાથી - 7
આપણે પ્રકરણ-6 માં જોયું કે, પંદર દિવસ તો ક્યાં પૂરા થઈ ગયા તેની કોઈને ખબર જ ન પડી..!! અને હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂર પણ પૂરી થઈ ગઈ અને ઘરે પાછા આવવાનો સમય પણ થઈ ગયો. આન્યાએ તેમજ તેના મિત્રોએ ખૂબજ મજા કરી આખીયે ટ્રીપ ખૂબ એન્જોય કરી, ખૂબ ફોટોગ્રાફ્સ પણ લીધાં. જિંદગીને જાણે આ પંદર દિવસમાં, જીવી લીધી અને માણી પણ લીધી...!! બસ હવે બધાજ ફ્રેન્ડ્સ ફ્લાઇટમાં ગોઠવાઈ ગયા હતાં અને ફ્લાઈટ ટેક ઓવર થઈ ગયુ હતું કલાકોની ગણતરીમાં ફ્લાઇટ અમદાવાદના એરપોર્ટ ઉપર લેન્ડ પણ થઈ જશે. પણ અચાનક, અચાનક આ શું થઈ ગયું...?? એક જબરદસ્ત ધડાકા સાથે ફ્લાઈટ ...Read More
જીવન સાથી - 8
ડૉ. વિરેન મહેતા ખૂબજ નિરાશ થઈ ગયા અને ભાંગી પડ્યા. શું કરવું ? કંઈજ તેમને સૂઝતું ન હતું. હવે ઈશ્વર કરે તે જ ખરું...!! તેમ વિચારી રહ્યાં હતાં. એટલામાં તેમના સેલફોનમાં રીંગ વાગી જોયું તો મોનિકા બેનનો ફોન હતો. શું કરવું ? શું જવાબ આપવો મોનિકાને ? શું કહેવું ? ડૉ. વિરેન મહેતાની હિંમત ચાલતી નહોતી. તેમણે બે વખત તો ફોન ઉઠાવ્યો જ નહીં પરંતુ મોનિકા તો ઉપરાછાપરી ફોન ઉપર ફોન કરી રહી હતી એટલે ફોન ઉઠાવ્યા વગર છૂટકો પણ ન હતો. ડૉ. વિરેન મહેતા: (મોનિકાનો ફોન ઉઠાવે છે.) મોના, આપણી આન્યા.... આપણી આન્યા.... એમનો દર્દનાક અવાજ સાંભળીને જ ...Read More
જીવન સાથી - 9
આન્યા બચી તો જાય છે પણ બેભાન અવસ્થામાં છે તે ભાનમાં ક્યારે આવશે તે નક્કી નથી અને ભાનમાં આવ્યા તેનો ભૂતકાળ તેને યાદ હશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે. ડૉક્ટર સાહેબ દિપેનને સમજાવતાં કહે છે કે, "તમારે તેની જવાબદારીમાંથી મુક્ત થવું હોય તો તમે પોલીસમાં કમ્પલેઈન લખાઈ શકો છો અને તેને તમે સરકારી હોસ્પિટલમાં પણ દાખલ કરી શકો છો." દિપેન કંઈક ઉંડા વિચારમાં ડૂબી જાય છે કે, શું કરવું કંઈ ખબર પડતી નથી ? ઘણુંબધું વિચાર્યા બાદ તેણે નક્કી કરી લીધું કે, આ છોકરીને મારે કોઈ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવી નથી તેની હું ઘરે જ સારવાર કરાવીશ ...Read More
જીવન સાથી - 10
દિપેને આન્યાને ભાનમાં લાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે ભાનમાં આવી શકી નહીં. તેનાં માથામાંથી અને આખા શરીર ઉપરથી વહ્યે જતું હતું એટલે તેને ખભે ઉપાડીને તે પોતાના ઘરે લઈ આવ્યો. આન્યાને માથામાં ઘા પડ્યો હતો તેની પાટાપીંડી કર્યા બાદ તેને માથામાંથી લોહી નીકળતું બંધ થઈ ગયું હતું અને શરીર ઉપરથી પણ લોહી નીકળતું બંધ થઈ ગયું હતું પણ તે હજુ ભાનમાં આવી ન હતી. દિપેન નિર્દોષ, સારા ઘરની દેખાતી ભોળી ભાળી, દેખાવમાં સુંદર આન્યાને પોલીસને સોંપવા કે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માંગતો ન હતો. દિપેન રહેતો હતો તે ખૂબજ નાનકડું ગામડું હતું તેથી ગામના માણસો થોડા સંકુચિત માનસ ...Read More
જીવન સાથી - 11
આન્યાને દિપેને પોતાના ઘરે રાખી છે તેવી ખબર પડતાં જ ગામવાળા દિપેનને મારવા માટે આવ્યા અને તેના ઘરમાં તોડફોડ તેનું નુકસાન પણ કર્યુ. દિપેને શાંતિથી ગામવાળાને સમજાવ્યા કે, કયા કારણથી તેણે આવી કોઈ છોકરીને એટલે કે આન્યાને પોતાના ઘરમાં રાખી છે અને પોતે તેને પોતાની નાની બહેન સમજે છે તેમ પણ જણાવ્યું. વધુમાં દિપેને કહ્યું કે, "બસ, હું ખાલી સમયની રાહ જોતો હતો કે ક્યારે તે ભાનમાં આવે અને તેનાં માતા-પિતા ક્યાં છે તે જણાવે જેથી હું તેને તેનાં માતા-પિતાના હાથમાં હેમખેમ સોંપીને આવું. દિપેનની આ વાત સાંભળીને ગામનાં લોકો શાંત પડી ગયા અને તેમના મનમાં જે ભ્રમ હતો ...Read More
જીવન સાથી - 12
દિવસો ઉપર દિવસો પસાર થયે જતાં હતાં પરંતુ આન્યાના કોઈ સમાચાર હજી ડૉ.વિરેન મહેતાને અને મોનિકા બેનને મળ્યાં ન તેથી બંને ખૂબજ ઉદાસ રહેતાં હતાં. આ બાજુ દિપેન પણ આન્યાને જલ્દીથી સારું થઈ જાય અને તે જલ્દીથી ભાનમાં આવી જાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો. પરંતુ આન્યાની પરિસ્થિતિમાં કોઈ ફરક દેખાતો ન હતો. દિપેને આજે ડૉક્ટર સાહેબને ફોન કરીને પૂછ્યું પણ ખરું કે, આન્યાને સારું તો થઈ જશે ને ? અને તે ભાનમાં ક્યારે આવશે ? એટલે ડૉક્ટર સાહેબે પણ એવું જ કહ્યું કે આન્યાને સારું તો થઈ જશે પણ ક્યારે થશે અને તે ક્યારે તે ભાનમાં આવશે ...Read More
જીવન સાથી - 13
સૂર્યનું પહેલું કિરણ આન્યાની આંખ ઉપર પડતાં જ આન્યાના શરીરમાં સળવળાટ થયો અને તે ફરીથી બબડાટ કરવા લાગી. તે બોલી રહી હતી તેનું તેને પોતાને કંઈજ ભાન ન હતું. રાત્રે બે વખત પોતાની સાથે આવું જ બન્યું હતું તેથી સંજુના મગજમાં એ વાત ઘર કરી ગઈ હતી. તેથી આ વખતે આન્યાનો અવાજ સાંભળતાં જ સંજુની આંખ ખુલી ગઈ અને તે સફાળો બેઠો થઈ ગયો અને દિપેનની સામે જોવા લાગ્યો કે દિપેન તો કંઈ બબડી રહ્યો નથીને ? ના, દિપેન તો ઘસઘસાટ ઉંઘે છે અને આ દિપેનનો અવાજ પણ નથી આ ચોક્કસ પેલી છોકરીનો જ અવાજ છે તે વાતની સંજુને ...Read More
જીવન સાથી - 14
આન્યા ભાનમાં આવી જાય છે અને કુતૂહલપૂર્વક દિપેનને પૂછે છે કે, "તમે ક્યાંથી મને અહીંયા લઈ આવ્યા અને મને અને આખા શરીર ઉપર શું વાગ્યું છે?" દિપેન આન્યાના આ પ્રશ્નથી થોડો હચમચી ગયો કે આ નાદાન છોકરીને પોતાની કોઈજ વાત યાદ નથી કે શું અને તે ફ્લાઇટમાં મુસાફરી કરતી હતી અને તે ફ્લાઈટ ક્રેશ થઈ ગયું અને પોતે બચી ગઈ છે શું આમાંની કોઈપણ વાત આ છોકરીને યાદ નહીં હોય? ઑ માય ગૉડ, હવે શું? અને તેને પોતાનું નામ તો યાદ હશેને? કે એ પણ નહીં હોય? અને નહીં હોય તો તેનાં મમ્મી-પપ્પા પાસે હું તેને કઈ રીતે પહોંચાડીશ?" ...Read More
જીવન સાથી - 15
આ બાજુ કંદર્પ અને સીમોલીની તબિયત એકદમ સરસ હતી અને તેમને હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે પણ લાવી દીધા હતા આન્યાના પપ્પા ડૉ.વિરેન મહેતા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ખાઈને પણ હવે થાકી, હારી અને કંટાળી ગયા હતા પરંતુ આન્યાના કોઈ સમાચાર ન હતા તેથી તેમની મન:સ્થિતિ ખૂબજ બગડતી જતી હતી. તેમની તબિયત થોડી વધુ ગંભીર બનતી જતી હતી અને તે ડિપ્રેશનમાં આવી ગયા હતાં મોનિકા બેનને તો શું કરવું હવે ક્યાં જવું તે જ સમજમાં આવતું ન હતું ફકત ભગવાન ઉપર પૂરેપૂરો ભરોસો હતો કે મારી આન્યા ચોક્કસ સહી સલામત હશે પણ તે ક્યારે મને મળશે અને મળશે પણ ખરી ...Read More
જીવન સાથી - 16
અને એ દિવસે રાત્રે જ જાણે કંઈ ચમત્કાર થયો હોય તેમ આન્યા અડધી રાત્રે ફરીથી ઝબકીને જાગી ગઈ અને ને મનમાં કંઈક ને કંઈક બબડવા લાગી.દિપેન પણ સફાળો જાગી ગયો અને તેની બાજુમાં જઈને ઉભો રહી ગયો અને આન્યાના બોલેલા શબ્દો ધ્યાનથી ઉકેલવા પ્રયત્ન કરી રહ્યો હતો.આન્યા: પપ્પા બચાવો, પપ્પા બચાવો બચાવો, પપ્પા મને બચાવી લો...અને પાછી ચૂપ થઈ ગઈ.દિપેનને આજે ખૂબજ નવાઈ લાગી અને આનંદ પણ થયો અને આશા પણ બંધાઈ કે, હાશ હવે કદાચ આન્યાને બધું જ યાદ આવી જશે.અને થોડી વાર તે આન્યા ફરીથી કંઈ બોલે છે તે સાંભળવા માટે ત્યાં જ ઉભો રહ્યો પરંતુ એટલીવારમાં ...Read More
જીવન સાથી - 17
મોનિકા બેન પણ માં અંબેને ખૂબ માનતા હતા તેમણે તો બાધા પણ રાખી હતી કે, આન્યા તેમને પાછી મળી તો તે માં અંબેના દરબારમાં તેને લઈને આવશે અને તેના હાથે માં અંબેને ચાંદીનું છત્ર ચઢાવશે. અને અચાનક તેમને પણ માં અંબેનો હુકમ થયો હોય તેમ તેમણે પણ ડૉ. વિરેન મહેતાને પોતાને અંબાજી લઈ જવા માટે ફોર્સ કર્યો અને વિરેન મહેતાને લઈને અંબાજી પહોંચ્યા. દર્શનાર્થીની લાઈનમાં મોનિકા બેન અને ડૉ. વિરેન મહેતા આગળ હતા અને તે જ લાઈનમાં તેનાથી થોડેક જ પાછળ ઉભા હતા આન્યા, દિપેન અને સંજુ. માં અંબેના નામની ધૂન ચાલી રહી હતી અને આખુંય વાતાવરણ માં અંબેના ...Read More
જીવન સાથી - 18
આન્યા: આ જગ્યા જોઈને મને એવું લાગે છે કે હું પહેલા અહીંયા બહુ વખત આવેલી છું. સંજુ: તને આટલું યાદ આવે છે કે બીજું કંઈ પણ યાદ આવે છે કે તું પહેલા કોની સાથે અહીં આવી હતી ? આન્યા: દિપેન ભાઈ સાથે જ આવી હોઉં ને વળી બીજા કોની સાથે આવવાની ? દિપેન: સંજુ બસ હવે, અત્યારે ક્યાં આ બધી વાતો કરે છે તું પણ અને ચલો હવે અહીંયા ધ્યાન આપો આપણો નંબર આવશે હવે. તેમનો નંબર આવ્યો એટલે દિપેન, આન્યા અને સંજુ એક જ રોપ-વેમાં સામ સામે ગોઠવાઈ ગયા. રોપ-વેએ થોડી સ્પીડ પકડી અને અધવચ્ચે પહોંચ્યું ત્યાં તો ...Read More
જીવન સાથી - 19
મોનિકા બેનની સ્પીડ એક્સપ્રેસ કરતાં પણ વધી ગઈ અને આ સ્પીડ સાથે તે દિપેન અને આન્યા જ્યાં બેઠેલા હતા પહોંચી ગયા. આન્યાને જોઈને જ મોનિકા બેનની આંખો આશ્ચર્ય ચકિત થઈ ગઈ અને એકસાથે તેમને રડવું કે હસવું કે શું કરવું તેની કંઈજ ખબર ન પડી તેમનાં મોઢામાંથી શબ્દો સરવાની રાહ જોઈ રહ્યા હતા પણ જાણે તેમની વાચા છીનવાઈ ગઈ હોય તેમ શબ્દો મોંમાંથી નીકળી રહ્યા ન હતા. તેમને શું બોલવું કંઈજ સમજાઈ રહ્યું ન હતું. આન્યાને જોઈને તે આન્યાને જેમ ગાય પોતાના વાછરડાને પંપાળે તેમ પંપાળવા લાગ્યા અને પપ્પીઓ કરવા લાગ્યા. તે આન્યાને આખાય શરીર ઉપર પંપાળી રહ્યા હતા ...Read More
જીવન સાથી - 20
ડૉ. વિરેન મહેતા: મેં એરપોર્ટના કેટલા ધક્કા ખાધા છે ? ધક્કા ખાઈ ખાઈને મારી ચંપલ પણ ઘસાઈ ગઈ પરંતુ આશા મારા હ્રદયમાં જીવંત હતી કે તું મને ગમે ત્યારે મળી જઈશ અને ચોક્કસ મળીશ મારા ભગવાન ઉપર અને આ મારી માં અંબે ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ હતો અને એટલે જ હું જીવતો રહ્યો નહીં તો ક્યારનોય ઉપર પહોંચી ગયો હોત બેટા પણ હવે હવે તું મળી ગઈ છે ને એટલે બધું બરાબર થઈ જશે મારી તબિયત પણ સારી થઈ જશે. હું તારી માંને દરરોજ કહેતો હતો કે, મારી આન્યા મને ખૂબ યાદ કરે છે અને પછી મારી નજર સામે ...Read More
જીવન સાથી - 21
ડૉ. વિરેન મહેતા તેમજ મોનિકા બેન થોડા ચિંતામાં પડી ગયા પણ પછી દિપેને તેમને સમજાવ્યું કે, તમે મારી સાથે ઘરે આવો આન્યાની દવા ચાલે છે તે ડૉક્ટર સાહેબને પણ મળી લો અને મારા ગામવાસીઓને પણ મળી લો તેમજ આન્યાને તમારી સાથે તમારા ઘરે લઈ જવા માટે તેમની પાસેથી સંમતિ મેળવી લો અને ત્યારબાદ તમે આન્યાને તમારી સાથે લઈ જઈ શકો છો. " આ બધી જ વાતો ચાલી રહી હતી અને આન્યા એકદમથી ભાનમાં આવી એટલે આટલા બધા માણસો પોતાની આજુબાજુ જોઈને દિપેનને પૂછવા લાગી કે, મને શું થયું છે ? કેમ અહીંયા આટલી બધી ભીડ ભેગી થઈ છે ? ...Read More
જીવન સાથી - 22
દિપેન પણ પોતાની નોકરી છોડીને જઈ શકે તેમ નથી તેથી આન્યાને ફરીથી ખૂબ સમજાવે છે કે, " તું થોડા મમ્મી-પપ્પાની સાથે તેમના ઘરે જા પછીથી હું તને લેવા માટે આવીશ પરંતુ આન્યાના મનમાં એક જ વાત છે કે, હું તેમનાં ઘરે નહીં જવું" અને આન્યા ડૉ. વિરેન મહેતા તેમજ મોનિકા બેન સાથે જવાની ચોખ્ખી "ના" પાડી દે છે એટલું જ નહીં દિપેનને વળગીને રડવા લાગે છે. આન્યાની આ પરિસ્થિતિથી ડૉ. વિરેન મહેતા સમજી જાય છે કે, આન્યા દિપેનને જ પોતાનો સગો ભાઈ માને છે અને તેના ઘરને જ પોતાનું ઘર માને છે અને આ હકીકતમાંથી બહાર તેને લાવવી હશે ...Read More
જીવન સાથી - 23
ડૉ. જીનલ શાહ આન્યાને સમજાવવાની કોશિશ કરે છે, " આન્યા બેટા, સાંભળ આ તારા મમ્મી-પપ્પા છે અને તારે થોડા માટે અહીં તેમની સાથે રહેવું પડશે કારણ કે આ તારો ભાઈ દિપેન છે ને તેને એક મહિના માટે બહારગામ જવાનું થયું છે તો તું તારા મમ્મી-પપ્પાની સાથે રહીશને બેટા ? "અને આન્યા ફરીથી નકારમાં માથું ધુણાવતી ધુણાવતી દિપેનને વળગી પડે છે જાણે કે તે કહેવા માંગતી હોય કે, ભાઈ મને પણ સાથે લઈને જ જા...ફરીથી આ ની આ જ વાત ડૉ. જીનલ શાહે આન્યાને સમજાવવાની કોશિશ કરી અને છેવટે આન્યાએ દિપેનને પોતાના ઘરે જવાની સંમતિ આપી અને સાથે એવી શર્ત ...Read More
જીવન સાથી - 24
મોનિકા બેન આન્યાના મોંમાંથી સરી પડેલા "મોમ" શબ્દથી ભાવવિભોર થઈ જાય છે અને આન્યાને માથે હાથ ફેરવતાં કહે છે " ધીમે ધીમે તને બધું જ યાદ આવી જશે બેટા અત્યારે તું નાહી ધોઈને તૈયાર થઈ જા અને તારા ગમતાં કપડા પહેરી લે આજે તને મળવા માટે તારા ફ્રેન્ડસ આવવાના છે. " અને આન્યા રેડી થવા માટે પોતાના વોશરૂમમાં જાય છે. મોનિકા બેન તેમજ ડૉ. વિરેન મહેતા ઘણી રાહત અનુભવે છે.. આન્યાને મળવા માટે તેના ફ્રેન્ડસ સંયમ, કંદર્પ અને સીમોલી જે તેની સાથે હોંગકોંગ બેંગકોકની ટૂરમાં ગયા હતા તે ત્રણેય આવે છે એટલે મોનિકા બેન આન્યાને કહે છે કે, તું ...Read More
જીવન સાથી - 25
મોનિકા બેન આન્યાને પોતાના બેડરૂમમાં લઈ ગયા જ્યાં ડૉ. વિરેન મહેતા પોતાના ક્લિનિક ઉપર જવા માટે તૈયાર થઈ રહ્યા આન્યા પોતાના ડેડને વળગીને ખૂબજ રડવા લાગી. ડૉ વિરેન મહેતાની આંખમાં પણ આંસુ આવી ગયા અને એક હ્રદયદ્રાવક દ્રશ્ય સર્જાઈ ગયું.ડૉ. વિરેન મહેતાએ આન્યાને શાંત પાડી અને મોનિકા બેનને તેની દવા તેને આપવા કહ્યું જેથી આ બધી વાતોની આડ અસર તેના દિલોદિમાગ ઉપર ન પડે અને તે બિલકુલ નોર્મલ જ રહે.અને પછી ડૉ. વિરેન મહેતા આન્યાને પૂછવા લાગ્યા કે, " હવે આગળ શેમાં એડમિશન લેવાનું છે આ મારા વાઘને..? "અને આન્યાએ જવાબ આપ્યો કે, હું વિચારીને તમને કહું ડેડ...આન્યા પોતાના ...Read More
જીવન સાથી - 26
સ્મિત તો ખૂબજ ખુશ થઈ ગયો તેને તો પોતાના નસીબ આગળથી જાણે દુઃખનું પાંદડું ખસી ગયું હોય અને સુખની ચાદર છવાઈ ગઈ હોય અને ઈશ્વરે પોતાની વર્ષો જૂની ઈચ્છા પૂરી કરી દીધી હોય તેમ તે ઉપર જોઈને પરમાત્માને થેંક્સ કહેવા લાગ્યો અને એકીટસે આન્યાને નીહાળી રહ્યો. કદાચ આન્યા શું બોલી રહી છે તે સાંભળવામાં તેને રસ ન હતો તેનાથી વધારે રસ તેને આન્યાની વાળની લટ જે તેના ગુલાબી ગાલ સાથે અથડાતી હતી અને આન્યા તેને વારંવાર પોતાના કાન પાછળ ધકેલી રહી હતી તે જોવામાં હતો. આન્યા આ વાતથી બિલકુલ અજાણ હતી અને એટલામાં તો વાત વાતમાં સ્મિતે આન્યાને એમ ...Read More
જીવન સાથી - 27
સ્મિત કારમાંથી નીચે ઉતરીને આન્યા તરફ ગયો અને દરવાજો ખોલીને તેને નીચે ઉતરવા માટે કહ્યું. આન્યા ચૂપચાપ નીચે ઉતરી બંને જણાં સી સી ડીમાં પ્રવેશ્યા. સ્મિતે કોર્નરવાળુ ટેબલ બેસવા માટે પસંદ કર્યું અને બંને માટે કોફી ઓર્ડર કરી. આન્યાને આટલી બધી નર્વસ જોઈને સ્મિત થોડો ઉદાસ થઈ ગયો હતો કે, મેં સંયમના સમાચાર આન્યાને અત્યારે ન આપ્યા હોત તો સારું હતું..!! પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું...!! સ્મિતે પોતાનો હાથ પ્રેમથી આન્યાના હાથ ઉપર મૂક્યો અને શાંતિથી આન્યાને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો કે, " આન્યા સોરી યાર મને ખબર ન હતી કે તને નથી ખબર કે સંયમ ...Read More
જીવન સાથી - 28
સ્મિત આન્યાને તેના ઘરે મૂકવા માટે ગયો. આન્યાની મમ્મી મોનિકાબેને સ્મિતને બેસવા માટે કહ્યું અને ચા-પાણી કરીને જવા માટે પરંતુ આન્યાની આ હાલતને લઈને સ્મિત થોડો ડિસ્ટર્બ હતો તેથી તે નેક્સ્ટ ટાઈમ આવીશ આન્ટી, મારી ચા તમારે ત્યાં જમા તેમ કહી નીકળી ગયો.એટલામાં આન્યાના ડેડ આવી ગયા એટલે ઘણાં સમયથી ડિસ્ટર્બ આન્યા તેના ડેડને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને સંયમના સમાચાર તેને ન મળ્યા તેની ફરિયાદ કરવા લાગી.ડૉક્ટર વિરેન મહેતાએ આન્યાને ખૂબજ પ્રેમથી અને શાંતિથી સમજાવી અને શાંત પાડી. મોનિકા બેને તેને પ્રેમથી જમાડીને સુવડાવી દીધી જેથી તેના મનના સ્ટ્રેસની અસર તેની તબિયત ઉપર ન પડે.બીજે દિવસે સવારે ...Read More
જીવન સાથી - 29
દિપેન માટે છોકરી જોવા જવાનું હોય છે તો દિપેન આન્યાને પોતાના ઘરે બોલાવે છે.એ દિવસે સાંજે છોકરીવાળા દિપેનના ઘરે છે. લાંબી, પાતળી અને દેખાવમાં સુંદર બોલવામાં એકદમ શાંત અને મીઠી, સ્વભાવે સરળ છોકરી દિપેનને ખૂબ ગમી જાય છે પરંતુ તે પસંદગી આન્યાની ઉપર છોડે છે. બોલવામાં મીઠી છોકરી આન્યાને પણ ખૂબ ગમે છે અને તે પણ "હા" પાડે છે.દિપેન અને સંજનાની સગાઈ નક્કી કરવામાં આવે છે. સંજનાની સાથે તેનો નાનો ભાઈ સુચિત આવેલો હતો જે આન્યાને લાઈન મારી રહ્યો હતો અને આન્યા તેને મનમાં જ ગાળો દઈ રહી હતી.બે દિવસ પછી દિપેન અને સંજનાની વિધિસર સગાઈની રસમનું આયોજન એક ...Read More
જીવન સાથી - 30
દિપેન તેમજ સંજનાના એન્ગેજમેન્ટનું ફંક્સન પૂરું થયું એટલે આન્યા, સુમિત, સંજના અને દિપેન બધાએ સાથે બેસીને જ લંચ લીધું ત્યારબાદ આન્યાને મૂકવા માટે જવાનું થયું તો દિપેને તે જવાબદારી સુમિતને સોંપી. સુમિત તો ખૂબજ ખુશ ખુશ થઈ ગયો તેના ચહેરા ઉપર હાસ્ય છવાઈ ગયું અને ઉપર આકાશમાં જોઈને ભગવાનને થેંક્યું કહેવા લાગ્યો. અને આન્યાને પોતાની કારમાં મૂકવા જવા માટે નીકળી ગયો. રસ્તામાં સુમિત આન્યાના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે તેને પૂછી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે, આન્યા બીજી બધી છોકરીઓ કરતાં કંઈક અલગ જ છે એવું કેમ હું ફીલ કરી રહ્યો છું કે પછી મને એ ખૂબ ગમી ગઈ ...Read More
જીવન સાથી - 31
અને ફરીથી આન્યા તેમજ સુમિત બંને વળી પાછા પોતાની મસ્તીમાં ખોવાઈ જાય છે. આન્યા તો તેણે પડાવેલા ફોટા કેવા છે તે જોવામાં તલ્લીન થઈ જાય છે એટલેસુમિત તેની નજીક આવે છે અને તેને જરા પ્રેમથી પૂછે છે કે, "મેડમ, તમારું ફોટો સેશન હવે પૂરું થયું હોય તો આપણે નીકળીશું ?અને આન્યા મોબાઈલમાં જોતી જોતી જ ચાલવા લાગે છે અને બોલતી જાય છે કે, " હા હા, સ્યોર ચલ નીકળીએ "બંને ફરી પાછા કારમાં ગોઠવાઈ જાય છે. સુમિતને મનમાં થાય છે કે આન્યા હવે જશે પછી ફરીથી પાછી મને ક્યારે મળશે ?અને તે આન્યાને પૂછવા લાગે છે કે, " ફરી ...Read More
જીવન સાથી - 32
સુમિત આન્યા સાથે વિતાવેલા સમયની મીઠી યાદો મનમાં કેદ કરીને ખુશ થઈને આન્યાના ઘરેથી પાછો વળે છે.આન્યાના દિલને પણ અને સુમિતની પ્રેમભરી વાતો ચૂમી જાય છે અને પોતે કપડાં બદલીને ફ્રેશ થઈને નિશ્ચિંતપણે પોતાના બેડ ઉપર લંબી તાણી દે છે.બસ હવે તો સવાર પડજો વહેલી...બીજે દિવસે સવાર સવારમાં જ સ્મિતનો ફોન આવી જાય છે કે, " આજે મારી બર્થડે છે તો કોલેજથી છૂટ્યા પછી હું મારા બધાજ ફ્રેન્ડસને બર્થ-ડે પાર્ટી આપવાનો છું તો તારે પણ તેમાં આવવાનું છે અને પછી હું તને તારા ઘરે ડ્રોપ કરી જઈશ તો ઘરે મોમને કહીને આવજે. "આન્યા: ઓકે.બીજે દિવસે સવારે આન્યા તો બ્લેક ...Read More
જીવન સાથી - 33
આન્યાને સ્મિતના એક ફ્રેન્ડે ખેંચી અને તેની સાથે કપલ ડાન્સ કરવાનું ચાલુ કર્યું. આન્યા હવે વધુ મૂંઝવણમાં મૂકાઈ ગઈ તે છોકરાનાં મોંમાંથી આવતી ખરાબ દુર્ગંધથી તે અકળાઈ ગઈ હતી અને તેની હરકતોથી તે પરેશાન થઈ ગઈ હતી તેણે તેની પાસેથી છૂટવાની અને આ સર્કલમાંથી બહાર નીકળવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે નીકળી શકી નહીં. તેણે આજુબાજુ નજર કરી કે કોઈ તેની મદદ કરી શકે તેમ છે તેની મજબુર આંખો સ્મિતને શોધવાની કોશિશ કરી રહી હતી પરંતુ એટલામાં ક્યાંય સ્મિત હાજર ન હતો..!! પેલો અજાણ્યો છોકરો પોતાના શરીરને સ્પર્શ કરે તે પણ આન્યાને બિલકુલ ગમતું ન હતું જાણે તેના સ્પર્શ ...Read More
જીવન સાથી - 34
પૂજન ખૂબજ સારા ઘરનો છોકરો હતો તે આન્યાની પરિસ્થિતિ બરાબર સમજી ગયો હતો.પૂજન તેમજ આન્યા બંને કારમાં ગોઠવાઈ ગયા પૂજને આન્યાને તેના ઘરનું એડ્રેસ પૂછ્યું અને જીપીએસ ચાલુ કરી તેમાં એડ્રેસ નાંખી દીધું.કારમાં બેઠા પછી આન્યાથી રડી પડાયું એટલે તેને એકદમ રડતી જોઈને પૂજને કાર રસ્તામાં જ અટકાવી દીધી અને બાજુમાં પડેલી પાણીની બોટલ ખોલીને તેણે આન્યા તરફ ધરી અને તે આન્યાને શાંત પાડવાની કોશિશ કરવા લાગ્યો. પણ આન્યા સાથે આજે જે બન્યું હતું તે વાતથી જ તે ધ્રુજી ઉઠી હતી અને તે યાદ આવતાં જ તે વધારે જોરથી રડવા લાગી.પૂજને આન્યાને ખૂબજ પ્રેમથી અને શાંતિથી સમજાવી અને શાંત પાડી ...Read More
જીવન સાથી - 35
આન્યાની નજર સમક્ષ પોતાની સાથે પાર્ટીમાં જે બન્યું હતું તે તાદ્રશ્ય થઈ ગયું પરંતુ મોમને આ બધું કઈરીતે કહેવું વિચાર માત્રથી તેનાં હોઠ બીડાઈ ગયા કારણ કે, મોમને આ વાત કર્યા પછી ઘરમાં કેવું વાતાવરણ સર્જાશે..? અને પછી તો ક્યારેય આ રીતે ઘરમાંથી નીકળી નહીં શકાય.. તે વિચાર માત્રથી તે ધ્રુજી ઉઠી અને તેના હોઠ સીવાયેલા જ રહ્યા તે માત્ર એટલું જ બોલી શકી કે, " બસ વહેલી પાર્ટી પુરી થઈ ગઈ મોમ " અને તે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. આજે તેને ઊંઘ પણ આવવાની ન હતી અને તે મનોમન વિચારી રહી હતી કે, " ક્યારે કોલેજ જવું ...Read More
જીવન સાથી - 36
દરરોજની જેમ આજે પણ સ્મિત આન્યાની રાહ જોતો પોતાની કારને ટેકો દઈને ઉભો હતો પરંતુ આજે તે થોડો ડિસ્ટર્બ તેને ખબર હતી કે આજે મારું આવી જ બનવાનું છે છતાં બેસબરીથી આન્યાની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે તેને મળું અને "સોરી" કહી દઉં. આન્યાને દૂરથી આવતાં જોઈને સ્મિત, આન્યાના ચહેરા ઉપરના ભાવ પારખવાની કોશિશ કરી રહ્યો હતો. આન્યા તેની નજીક આવી પણ તે આન્યાની આંખમાં આંખ ન મીલાવી શક્યો પોતે જે કર્યું હતું તેને માટે તે શરમિંદા હતો પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું તે થઈ ગયું તેનું કોઈ ઓપ્શન નથી તેવું તે વિચારી રહ્યો હતો ...Read More
જીવન સાથી - 37
સ્મિત: હા મને મંજૂર છે.એટલું બોલીને સ્મિતે પ્રેમભરી દયામણી નજરે આન્યાની સામે જોયું અને બોલ્યો કે, " તને ઘરે જવું ને હવે કે કોઈ લેવા માટે આવવાનું છે ? "આન્યા: ના ભઈ ના કોઈ નથી આવવાનું. મૂકી જતો હોય તો મૂકી જાને ભઈ...સ્મિત: એ, ભઈ ના કહેતી હોં.આન્યા: મારે જે કહેવું હોય તે કહું મારી મરજી..!સ્મિત: તો હું ઘરે નહીં મૂકી જવું જા.આન્યા: નહીં કહું બસ, ચાલ હવે મૂકી જા..અને બંને જણાં ખડખડાટ હસી પડ્યા....એક બ્યુટીફુલ ગાડીમાં બ્યુટીફુલ કપલ પોતાની મંઝીલ સુધી પહોંચવા નીકળી ગયું....વાતો વાતોમાં ક્યારે આન્યાનું ઘર આવી ગયું તેની બંનેમાંથી કોઈને ખબર ન પડી અને સ્મિતની ...Read More
જીવન સાથી - 38
બીજે દિવસે સવારે આન્યા ઉઠી એટલે તેને તરત જ યાદ આવ્યું કે, ઑહ આજે તો અશ્વલ આવવાનો છે મને દરરોજ કરતાં તે જરા બરાબર જ તૈયાર થઈ. આજે પેન્ટ ટી શર્ટ ને અલવિદા આપી તેણે પોતાનો લાઈટ પીંક કલરનો ડ્રેસ પહેર્યો અને મીરર સામે ઉભી રહી પોતાની જાતને જોવા લાગી અને તેને પોતાને તે ગમવા લાગી અને મનમાં ને મનમાં વિચારવા લાગી કે, " ભગવાને મને કેટલી બધી બ્યુટીફુલ બનાવી છે..!! દરરોજ કરતાં આજે તે પોતાની જાતને જાણે નીરખી રહી હતી અને વધુ પસંદ કરી રહી હતી. તેને પણ થોડી નવાઈ લાગી કે હું આજે આમ તૈયાર કેમ થઈ ...Read More
જીવન સાથી - 39
બંને વચ્ચેની ચૂપકીદી વચ્ચે આન્યાનું ઘર આવી જાય છે એટલે આન્યા સ્મિતને બાય કહી, સી યુ ટુમોરોવ કહી કારમાંથી ઉતરી પોતાના ઘર તરફ જવા લાગે છે. સ્મિત આન્યાના આવા વર્તનથી થોડો નારાજ થઈ જાય છે પણ નારાજગી સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો પણ તો નથી. સ્મિત પણ આછું સ્માઈલ આપી બીજે દિવસે મળવાનું કહી ત્યાંથી રવાના થઈ પોતાના ઘરે જવા માટે નીકળી જાય છે. આન્યાએ જેમ વિચાર્યું હતું તેમ મોમ તેની રાહ જોઈને જ બેઠી હતી. આન્યાને ખુશ જોઈને મોમ તેને આજનો દિવસ ખૂબ સારો ગયો કે, તું આજે આટલી બધી ખુશ દેખાય છે ? પૂછવા લાગી... આજનો ...Read More
જીવન સાથી - 40
આન્યાના મનમાં આજે વણથંભ્યા વિચારો અને પ્રશ્નોની હારમાળા ચાલી રહી હતી કે, કદાચ મને અશ્વલ સાથે પ્રેમ તો નથી ગયો ને ? ના ના, આપણે પ્રેમ બ્રેમના ચક્કરમાં નથી પડવા માંગતા. અને આન્યા ઉભી થઈને બહાર દિવાનખંડમાં ગઈ ફ્રીઝ ખોલીને તેમાંથી એક ઠંડા પાણીની બોટલ હાથમાં લઈને પાછી પોતાના રૂમમાં ગઈ અને આખી બોટલ મોઢે માંડીને એકજ શ્વાસે ગટગટાવી ગઈ. જાણે તે જજો અશ્વલના દિલમાં મારા માટે કોઈ જ ફીલીન્ગ્સ નથી તો તે મને મળવા માટે શું કામ આવ્યો હતો અને મારા માટે તેના દિલમાં કંઈ ફીલીન્ગ્સ છે તો તે મને કંઈ કહેતો કેમ નથી ? જે હોય તે ...Read More
જીવન સાથી - 41
અશ્વલે કેમ ફોન કર્યો હતો અને તે શું કહેવા માંગે છે તે જાણવા માટે આન્યાએ સામેથી અશ્વલને ફોન લગાવ્યો તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો..ઑહ નૉ યાર..આન્યાથી બોલાઈ ગયું. હવે તેણે જ ફરીથી અશ્વલનો ફોન ક્યારે આવે છે તેની રાહ જોવી રહી અને તે પાછો ફોન બેડની નીચે જમીન ઉપર મૂકીને સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરતી રહી અને વિચારતી રહી કે, હવે પાછો ક્યારે આવશે અશ્વલનો ફોન ? અને એટલામાં ફરીથી રીંગ વાગી એટલે તેણે ઝડપથી ફોન હાથમાં લીધો અને ઉપાડી લીધો. હા, હવે તેના બેસબરીભર્યા ઈંતજારનો અંત આવ્યો હતો અને આ અશ્વલનો જ ફોન હતો. કદાચ બંને બાજુ એકબીજાની ...Read More
જીવન સાથી - 42
આન્યા: નો નો નો... આપણે કંઈ આ લવ બવના ચક્કરમાં પડવા માંગતા નથી. ઓકે ?અશ્વલ: અનુ, લવ કરવાનો ન એ તો થઈ જાય.આન્યા: પણ મને તો કોઈની સાથે કંઈ લવ બવ થયો જ નથી અને થશે પણ નહીં...!!અશ્વલ: કોઈની સાથે નહીં મારી સાથે તને લવ થયો છે અને મને તારી સાથે લવ થયો છે.આન્યાએ તો પ્રેમનો એકરાર ન કર્યો. અશ્વલ તો ભોંઠો પડી ગયો અને વિચારવા લાગ્યો કે હવે આ છોકરીનું શું કરવું ?પછી તેને થોડો પસ્તાવો પણ થયો કે, મેં આન્યાને પૂછવામાં થોડી ઉતાવળ તો નથી કરી લીધી ને..? પણ વળી પાછો તે એમ વિચારવા લાગ્યો કે, પણ ...Read More
જીવન સાથી - 43
સ્મિતે પોતાના હાથમાં રહેલી પોતાની કારની ચાવીથી કારનો દરવાજો ખોલ્યો અને પહેલાં આન્યાને અંદર બેસાડી અને પછી પોતે તેની બેઠો અને ઉત્સુકતાથી આન્યાના ચહેરો વાંચવા લાગ્યો અને આન્યાની આંખમાં આંખ પરોવીને પોતાની વાતની શરૂઆત કરતાં બોલ્યો કે, " અનુ, હું તને ઘણાં સમયથી એક વાત કહેવા માંગુ છું પણ કહી શકતો નથી..અને અકળાયેલી આન્યા વચ્ચે જ બોલી પડી, હા તો બોલ ને.. એમાં મને છેક અહીં સુધી ખેંચીને લાવવાની ક્યાં જરૂર હતી ?અરે યાર વાત જ કંઈક એવી છે.. સ્મિતને પણ જાણે જે કહેવું હતું તે હૈયે હતું પરંતુ હોઠ સુધી આવતાં અટકી જતું હતું...અનુ, આઈ લવ યુ...આન્યા તો ...Read More
જીવન સાથી - 44
અશ્વલ અને સ્મિતની બંનેની લવ માટેની પ્રપોઝલ વચ્ચે આન્યા જોલા ખાતી હતી વિચારોની વણથંભી વણઝારમાં ખોવાયેલી હતી અને શ્રુતિ તેને એક ક્વેશ્ચન પૂછી આન્સર આપવા માટે ઉભી કરી અને તેનું તો બિલકુલ ધ્યાન જ ન હતું.. મેમે તો બરાબર ગુસ્સો કર્યો અને લેક્ચરમાં ધ્યાન ન આપવું હોય તો ક્લાસરૂમની બહાર નીકળી જવા માટે કહ્યું... ઑહ માય ગોડ... આન્યા તો સ્મિત ઉપર વધારે ગુસ્સે થઈ... એક પછી એક લેક્ચર પૂરા થયે જતા હતા પરંતુ આજે આન્યાનું ધ્યાન ભણવામાં બિલકુલ નહતું. બસ તેનું ચિત્ત તો તેજ વાત ઉપર ચોંટેલુ હતું કે આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે કોઈ મને ...Read More
જીવન સાથી - 45
અકળાયેલી આન્યા સ્મિતને કહી રહી હતી કે, " ના, હું તને કંઈજ કહી રહી નથી ઓકે ? અને તું કામ કર અને મને મારું કામ કરવા દે.. પ્લીઝસ્મિત: એકદમ મૂડમાં આવીને બોલવા લાગ્યો કે, હું મારું જ કામ કરું છું. તને મારા માટે...આન્યા: શું ?સ્મિત: કંઈ નહીં.. કંઈ નહીં..એ તો હું તને મારા માટે...કન્વીન્સ..??સ્મિતે પોતાની વાત અધુરી રાખી અને બે મિનિટમાં પોતાને કામ છે તો જરા ક્લાસરૂમમાં જઈને આવે છે તેમ કહીને લેબમાંથી તે બહાર નીકળી ગયો...અને આન્યાએ એક ઉંડો શ્વાસ લઈને રાહત અનુભવી અને તે બબડવા લાગી કે, " આ સ્મિતે તો નાકમાં દમ કરી નાખ્યો છે બસ ...Read More
જીવન સાથી - 46
આન્યા: તને હજી લગ્નનો અર્થ સમજતાં વાર લાગશે પહેલા તું પ્રેમ અને લગ્નનો અર્થ બરાબર સમજી લેજે પછી મારી આ બધી વાતો કરજે.... સ્મિત: અરે વાહ, મેં ધાર્યું હતું તેનાં કરતાં પણ તું તો વધારે સ્માર્ટ નીકળી.. લગ્નનો મતલબ તો તે મને સમજાવી દીધો ચાલ હવે મને પ્રેમ શું છે તે સમજાવ... આન્યા: તેને માટે સમય જોઈએ..અને અત્યારે મારી પાસે સમય નથી ઓકે..નેકસ્ટ ટાઈમ.. ચાલ હું જવું મારે હવે ક્લાસરૂમમાં જવાનું છે... અને આન્યા એટલું બોલીને લેબની બહાર નીકળી ગઈ... સ્મિતની ગીફ્ટ સ્મિતના હાથમાં જ રહી ગઈ... કોલેજનો છૂટવાનો સમય થયો એટલે સ્મિત આન્યાની રાહ જોતો પોતાની કાર પાસે ...Read More
જીવન સાથી - 47
સ્મિત ખૂબજ દિલચસ્પીથી બેબાકળો બનીને પ્રેમ વિશે સાંભળવા તત્પર બની રહ્યો હતો એટલે ફરીથી એનો એ જ પ્રશ્ન તેણે રીપીટ કર્યો કે પેલું પ્રેમ વિશે તું મને કંઈક સમજાવવાની હતી ને..? તો સમજાવને યાર.. આન્યા: હા, જો સાંભળ તારે સાંભળવું જ છે તો તને સમજાવું કે પ્રેમ કોને કહેવાય..!! જે આકર્ષણથી થાય તેને પ્રેમ ન કહેવાય જે જાણવાથી થાય તેને પ્રેમ કહેવાય... સ્મિત: એટલે હું કંઈ સમજ્યો નહીં ? આન્યા: હું દેખાવમાં સુંદર છું, પૈસેટકે ખૂબ સુખી છું, ખૂબજ સારા ઘરપરિવારથી બીલોન્ગ્સ કરું છું, ભણવામાં ખૂબજ હોંશિયાર છું. આ બધું જોઈને જે મને પ્રેમ કરે તે સાચો પ્રેમ નથી ...Read More
જીવન સાથી - 48
આન્યા: હું તને આટલું બધું સમજાવું છું તે ઉપરથી તને નથી લાગતું કે હું કંઈ એમ જલ્દીથી કોઈની ચુંગાલમાં તેમ નથી. સ્મિત: હા એ તો લાગે જ છે. તું મને સમજે મને ઓળખે મને જાણે ત્યાં સુધી હું તારી રાહ જોવા તૈયાર છું. આન્યા: ઓકે, એઝ યુ લાઈક. અને હવે બસ યાર ટોપીક બદલ.. ક્યારનું ચલાવ્યું છે તે પ્રેમ.. પ્રેમ.. પ્રેમ.. સ્મિતને આજે બરાબર ખબર પડી ગઈ હતી કે ખરેખર આ ખૂબસુરત તોફાની નટખટ ચાલાક મછલી એમ કંઈ જલ્દીથી મારી પ્રેમની જાળમાં ફસાય તેમ નથી મારે તેને માટે ખૂબ મહેનત કરવી પડશે અને તે એક ઉંડો નિસાસો નાંખે છે. ...Read More
જીવન સાથી - 49
આન્યા તો ખૂબજ ખુશ ખુશ થઈ જાય છે અને બોલી ઉઠે છે કે, ઓહો આ તો રીયલી તે અને બંનેએ મને જોરદાર સરપ્રાઈઝ આપી. ગમે તે થાય હું કોલેજનું થોડું એડજસ્ટ કરીને પણ બે ચાર દિવસ વહેલી જ જઈશ મારા એકના એક ભાઈના મેરેજ થોડા વારંવાર આવે છે..!! અને તે પોતાની મોમને એમ પણ કહેવા લાગી કે, મોમ જુઓ આ વખતે તમારે પણ આવવું જ પડશે નહીં ચાલે ઓકે ? પપ્પાએ પણ એ દિવસે ક્લિનિક બંધ રાખીને રજા પાડીને આવવું જ પડશે ઓકે ? મોનિકાબેન: હા હા સ્યોર બેટા, હું અને તારા ડેડી બંને આવીશું ઓકે ? અને સ્મિતની ...Read More
જીવન સાથી - 50
ડૉ. વિરેન મહેતા ગુસ્સે થતાં આન્યાને કહેવા લાગ્યા કે, " મારે તારી કોઈ વાત સાંભળવી નથી, ડૉક્ટર બનવું તે બચ્ચાંના ખેલ નથી કે તું ધારે છે તેટલું ઈઝી પણ નથી કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં મને પૂછો તો ખરા..બસ માં દીકરી સાથે મળીને નક્કી કરી દો છો..." આન્યા: પણ ડેડ તમે મારી વાત તો સાંભળો... ડૉ. વિરેન મહેતા: મારે તારી કોઈ વાત સાંભળવી નથી એક વખત "ના" પાડી દીધી એટલે વાત પૂરી... પછી આગળ તે વાત રીપીટ નહીં કર્યા કરવાની ઓકે...?? હવે આન્યા તો ખૂબજ દુઃખી થઈ ગઈ તેનો તો મૂડ સાવ ઓફ થઈ ગયો... હવે શું કરવું ? ...Read More
જીવન સાથી - 51
આન્યા ખુશી ખુશી પોતાના રૂમમાં ગઈ અને પોતાના કપડા ગોઠવવા લાગી કે તેના મોબાઈલમાં એક સેકન્ડ માટે લાઈટ થઈ ધ્યાન મોબાઈલ તરફ ગયું. ત્યાં એક મેસેજ હતો કે, " હૅ વ્હેર આર યુ ? ક્યાં ખોવાઈ ગઈ છે ? નો મેસેજ ફ્રોમ યુ..." અને આ મેસેજ વાંચીને આન્યાના ચહેરા ઉપર એક અનેરું સ્મિત આવી ગયું.. જાણે તેનામાં કોઈ સ્પીરીટ આવી ગયું.. તેની કામ કરવાની ગતિને એક અનોખો વેગ મળી ગયો... તેની દિપેનભાઈના ત્યાં જવાની ઈચ્છા બમણી થઈ ગઈ... કારણ કે ઘણાં લાંબા સમય બાદ અશ્વલ મેસેજ આવ્યો અને તેનાં દિલોદિમાગ ઉપર ખુશી છવાઈ ગઈ તે પોતાનું એક એક કપડું ...Read More
જીવન સાથી - 52
મમ્મીને પોતાને માટે મેગી બનાવવાનું કહીને આન્યાએ પોતાના બેડ ઉપર લંબી તાણી અને એટલામાં અશ્વલનો ફરીથી મેસેજ આવ્યો, " તો આવવાની છે ને ? તને લેવા માટે આવું ? "આન્યા વિચારી રહી હતી કે, આને થોડો હેરાન કરું થોડો ઉંચો નીચો કરું મજા આવશે અને "ના નથી આવવાની" તેવો મેસેજ તેણે ડ્રોપ કર્યો.હવે આ મેસેજ વાંચીને અશ્વલના તો હોશકોશ જ ઉડી ગયા..!! તે વિચારવા લાગ્યો કે, અરે બાપ રે આ કેમ ના પાડે છે.. તેણે ફરીથી મેસેજ ડ્રોપ કર્યો, " કેમ શું થયું ખરેખર નથી આવવાની ? "આન્યા મનમાં ખુશ થતી હતી અને મેસેજ ટાઈપ કરતી હતી.. "હં.. નથી ...Read More
જીવન સાથી - 53
અશ્વલ અને સંજના બંને જણાં દિપેનભાઈને ત્યાં પહોંચી ગયા. આન્યા પણ દિપેનભાઈને ત્યાં જાણે અશ્વલની રાહ જોઈને જ બેઠી જીવનમાં પહેલીવાર તેને એવું લાગ્યું કે, ખૂબજ બેસબરીથી તે કોઈનો ઈંતજાર કરી રહી છે અને સંજના તેમજ અશ્વલ આવ્યા એટલે તે પોતાની વ્હાલી ભાભીને ગળે વળગી પડી અને અશ્વલ સાથે તેણે હાથ મિલાવ્યો.. અશ્વલ સાથે હાથ મિલાવતાં જ એક હુંફાળા પ્રેમના મીઠાં સ્પર્શનો તેને અનુભવ થયો બસ જાણે તેને એમ જ લાગ્યું કે, હવે આ હાથ છોડવો જ નથી.. બંનેની આંખો મળી બંનેની આંખોમાં એકબીજાને મળવાની, જોવાની અને એકબીજાના પ્રેમની તડપ નજરાઈ આવી. અશ્વલ આન્યા સાથે વાત કરવા માટે એકાંત ...Read More
જીવન સાથી - 54
અશ્વલ: કંઈ નહીં એ તો...અશ્વલ એક એક ડ્રેસ આન્યાને આપતો રહ્યો અને આન્યા તે ટ્રાય કરતી રહી છેવટે બંનેની એક સુંદર લાઈટ ગ્રે કલરનો સિલ્કી વર્કવાળો ડ્રેસ આન્યાની ઉપર દીપી ઉઠ્યો અને તે આન્યાએ દિપેનભાઈ અને સંજનાને પણ પહેરીને બતાવ્યો અને તે દિપેનભાઈએ આન્યાને માટે ખરીદી લીધો. લાઈટ ગ્રે કલરના સિલ્કી ડ્રેસમાં આન્યા ખૂબજ બ્યુટીફુલ લાગી રહી હતી અશ્વલની નજર આજે તેની ઉપરથી હટતી નહોતી આજે તેણે નક્કી કર્યું હતું કે આ વખતે તો ગમે તેમ કરીને આન્યાના મોંમાંથી, "આઈ લવ યુ.." બોલાવીને જ રહેવું છે. અને દિપેન તેમજ સંજના બંને આગળ આગળ ચાલી રહ્યા હતા પોતે આન્યાની સાથે ...Read More
જીવન સાથી - 55
આન્યાની સાથે બહાર શોપિંગમાં જઈને આવ્યા પછી અશ્વલના દિલોદિમાગ ઉપર આન્યા છવાઈ ગઈ હતી અને તે વિચારી રહ્યો હતો આન્યા મને ખૂબજ પ્રેમ કરે છે. કદાચ તે ઉતાવળ કરીને સ્વીકારવા ન માંગતી હોય તેવું પણ બનેને અથવા તો મારી પરીક્ષા લેવા માંગતી હોય તેવું પણ બને. જે હોય તે મને એટલી ખબર પડે છે કે, તે મને ખૂબજ પ્રેમ કરે છે અને હું પણ તેને ખૂબજ લવ કરું છું એટ લાસ્ટ આઈ ગોટ હર... અને આવા બધા એકના એક વિચારો વારંવાર અશ્વલને આજે ડિસ્ટર્બ કરી રહ્યા હતા અને તેની ઉંઘ ઉડી ગઈ હતી છેવટે તેણે નક્કી કર્યું કે હવે ...Read More
જીવન સાથી - 56
અશ્વલને લાગ્યું કે, ખરેખર પોતે જે શબ્દો સાંભળી રહ્યો છે તે શું સત્ય છે? અને તે વિચારમાં પડી ગયો તેણે પોતાના મોબાઈલની સ્ક્રીન ઉપર નજર કરી કે, ખરેખર ત્યાં સામે આન્યા જ છે ને જે આ બોલી રહી છે અને પોતે સાંભળી રહ્યો છે અને વિચારોમાં ખોવાયેલો પોતે કંઈ બોલે કે આન્યાને કંઈ પૂછે તે પહેલાં આન્યા ફરીથી બોલી.. "એય મી.અશ્વલ તમે ક્યાં ખોવાઈ ગયા?" અશ્વલ: આઈ ડોન્ટ બીલીવ... ખરેખર તું મને...? આન્યા: ખરેખર... અશ્વલ: હું હમણાં જ આવ્યો તને લેવા માટે. મારી સામે તારે બોલવું પડશે હં.. આન્યા: ના ના, હું સામે નહીં બોલી શકું. અશ્વલ: ના એ ...Read More
જીવન સાથી - 57
અશ્વલ બોલી રહ્યો હતો અને આન્યા સાંભળી રહી હતી, "પ્રેમ એ તો એક નશો છે નશો.." આન્યા: હા એ સાચી હોં, હું તો એમ જ માનતી હતી કે, મારે તો કદી કોઈની સાથે પ્રેમ થશે જ નહીં પણ તારી સાથે કઈરીતે અને ક્યારે પ્રેમ થઈ ગયો તેની તો મને ખબર જ ન પડી. બસ એટલી ખબર પડી કે, તું મને ખૂબ ગમવા લાગ્યો, તારી સાથે વધારેમાં વધારે સમય પસાર કરવાનું મન થવા લાગ્યું. તું આમ દૂર જાય તો જરાપણ ગમે નહીં બસ એમ જ થાય કે હર ક્ષણ હું તારી સાથે જ રહું.. ખબર નહીં યાર આ શું થઈ ...Read More
જીવન સાથી - 58
અશ્વલ બોલી રહ્યો હતો અને આન્યા એકદમ ધ્યાનથી સાંભળી રહી હતી, "તેનો ચહેરો એકદમ લાલ ગુલાબી થઈ ગયો હતો એટલીજ વારમાં તે શરમાઈને બોલી કે, તું મને છેક અત્યારે કહે છે કે, તું મને પ્રેમ કરે છે..!! હું તો તને ક્યારનીયે ચાહું છું.." અને એટલું કહીને તે તેના ઘરમાં ચાલી ગઈ.. મને તો શું કરવું તે જ ખબર ન પડી..?? અને ત્યારે જીવનમાં પહેલીજવાર મને એવો અહેસાસ થયો કે છોકરીઓ કદાચ છોકરાઓ કરતાં વધુ મેચ્યોર્ડ હોય છે...અને આન્યાએ પણ અશ્લની તે વાતમાં ટાપસી પુરાવી અને કહ્યું કે, "હા તે વાત તારી સાચી છે હં.. બોલ પછી આગળ શું થયું?" ...Read More
જીવન સાથી - 59
અશ્વલની વાત આન્યા ખૂબજ ધ્યાનથી સાંભળી રહી છે કે, "ડીમ્પીને તેમણે તેનો અભ્યાસ પણ પૂરો કરવા ન દીધો અને દીધી અને તે હંમેશ માટે મારાથી માઈલો દૂર લંડન ચાલી ગઈ તે પછી તેની મેરેજ લાઈફ ડિસ્ટર્બ ન થાય તેમ માટે મેં ક્યારેય તેનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી નથી બસ તે ખુશ રહે તેટલું જ મારે માટે બસ છે...અને મારી એ લવસ્ટોરી ઉપર હંમેશ માટે ફૂલસ્ટોપ લાગી ગયું બસ પછી તો આપણે બિલકુલ ભણવામાં તલ્લીન થઈ ગયા અને તે પછી તો તને ખબર જ છે ને...અને એટલામાં રસ્તો ખૂટી ગયો.. અશ્વલ આન્યાને ઘણુંબધું કહેવા ઈચ્છતો હતો પરંતુ તેમની મંજિલ આવી ...Read More
જીવન સાથી - 60
અશ્વલે પાણીનો ગ્લાસ ભર્યો અને પોતાના હાથેથી પકડીને આન્યાને મોંઢે માંડીને તે પીવડાવી રહ્યો હતો અને આ પ્રેમભર્યા અમૃતતુલ્ય આન્યાની વર્ષો જૂની તરસ જાણે તૃપ્ત થઇ રહી હતી. બંનેની નજર એક હતી બંનેના ચહેરા ઉપર એકબીજાનો અનન્ય પ્રેમ સાંપડ્યાનો આનંદ છવાયેલો હતો બંને એકબીજાનામાં ખોવાઈ ગયા હતા અને બસ આમજ જન્મોજન્મ સુધી એકબીજાનમાં ખોવાયેલા રહીએ તેવી બંનેની ઉત્કૃષ્ટ ઇચ્છા વર્તાઈ રહી હતી. આજુબાજુ શું ચાલી રહ્યું છે તેનું બંનેમાંથી કોઈને પણ ભાન નહોતું બંને એકબીજાનામાં ખૂબજ મસ્ત બની ગયા હતા અને બંનેને ડિસ્ટર્બ કરવા માટે સંજના કિચનમાં આવી અને તેણે આ દ્રશ્ય જોયું... સંજના આ બંને પ્રેમી પંખીડાને ઓળખી ...Read More
જીવન સાથી - 61
અશ્વલ ખૂબજ પ્રેમથી આન્યાની સામે જોઈ રહ્યો હતો અને તેને કહી રહ્યો હતો કે, "તારા માટે હું એક ગીફ્ટ છું જે મેં સાચવીને રાખી છે તે હવે હું તને આપીશ કારણ કે, હવે તું મને પ્રેમ કરે છે એટલે હવે તને તેની કદર થશે." આન્યા: અચ્છા એવું છે? અશ્વલ: હં.. આન્યા: પણ શું ગીફ્ટ લાવ્યો છે તે તો મને કહે. અશ્વલ: ના તે તું ગેસ કરજે પછી મને કહેજે... હવે આન્યા તે ગેસ કરી રહી છે પરંતુ તેને કોઈ આઈડિયા આવતો નથી એટલે તે ખૂબજ બેસબરીથી અશ્વલની સામે જોઈ રહી છે અને તેને રીક્વેસ્ટ કરીને પૂછી રહી છે કે ...Read More
જીવન સાથી - 62
દુલ્હનના રૂપમાં સજેલી સંજના ધીર ગંભીર અને ખૂબજ સુંદર લાગી રહી હતી જાણે રાજકુંવરી જ જોઈ લો તેને માંયરામાં જ વાર હતી અને જાન આવે તેની રાહ જોવાઈ રહી હતી. અને એટલામાં તો ચઢે ઘોડે દિપેન જાન લઈને આવી ગયો હતો. જેટલી રાહ સંજના દિપેનની જોઈ રહી હતી તેટલી જ રાહ અશ્વલ આન્યાની જોઈ રહ્યો હતો. ક્રીમ કલરના શેરવાની સૂટમાં અને ક્રીમ કલરની મોજડી પહેરીને વરરાજાના પહેરવેશમાં સજ્જ દિપેન લગ્નના હોલની બહાર આવીને ઉભો રહ્યો હતો અને સંજનાને તેને હાર પહેરાવવા માટે બહાર ગેટ પાસે લાવવામાં આવી દિપેનને તેના ફ્રેન્ડ્સે ઉંચકી લીધો હતો એટલે સંજનાને પણ હાર પહેરાવવા માટે ...Read More