ભારેલો અગ્નિ

(81)
  • 49.1k
  • 12
  • 25.1k

ભારેલો અગ્નિપુસ્તક રિવ્યુ :- પરમાર રોહિણી " રાહી "' ભારેલો અગ્નિ' નવલકથા ગાંધીયુગના યુગમુર્તિ તરીકે ઓળખાતા રમણલાલ વસંતલાલ દેસાઈનું સર્જન છે. જેમને 'ભારેલો અગ્નિ', 'જયંત', ' ગ્રામલક્ષ્મી', 'કોકિલા', ' પૂર્ણિમા', 'દિવ્યચક્ષુ' જેવી ઉત્તમ કોટીની નવલકથાઓ આપી છે. રમણલાલ પ્રધાનત: નવલકથાકાર છે અને સ્વાભાવિક રીતે રમનલાલનું નામ સાંભળતા નવલકથા જ વાચકોની કલ્પનાસૃષ્ટિમાં ખડી થાય છે. 'નિહારિકા'ના કવિ; 'ઝાકળ', 'પંકજ', ' કાંચન અને ગેરું' વગેરેના નવલિકાકાર; 'ભારતીય સંસ્કૃતિ'ના ઇતિહાસકાર કે ' જીવન અને સાહિત્ય' તથા ' સાહિત્ય અને ચિંતન'ના ચિંતક રમણલાલ કરતા નવલકથાકાર રમણલાલ - ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય હતા, છે અને રહેશે - એ નિર્વિવાદ છે. એમને નવલકથાઓ ન લખી હોત તો

Full Novel

1

ભારેલો અગ્નિ.. - 1

ભારેલો અગ્નિપુસ્તક રિવ્યુ :- પરમાર રોહિણી " રાહી "' ભારેલો અગ્નિ' નવલકથા ગાંધીયુગના યુગમુર્તિ તરીકે ઓળખાતા રમણલાલ વસંતલાલ દેસાઈનું છે. જેમને 'ભારેલો અગ્નિ'', 'જયંત', ' ગ્રામલક્ષ્મી', 'કોકિલા', ' પૂર્ણિમા', 'દિવ્યચક્ષુ' જેવી ઉત્તમ કોટીની નવલકથાઓ આપી છે. રમણલાલ પ્રધાનત: નવલકથાકાર છે અને સ્વાભાવિક રીતે રમનલાલનું નામ સાંભળતા નવલકથા જ વાચકોની કલ્પનાસૃષ્ટિમાં ખડી થાય છે. 'નિહારિકા'ના કવિ; 'ઝાકળ', 'પંકજ', ' કાંચન અને ગેરું' વગેરેના નવલિકાકાર; 'ભારતીય સંસ્કૃતિ'ના ઇતિહાસકાર કે ' જીવન અને સાહિત્ય' તથા ' સાહિત્ય અને ચિંતન'ના ચિંતક રમણલાલ કરતા નવલકથાકાર રમણલાલ - ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય હતા, છે અને રહેશે - એ નિર્વિવાદ છે. એમને નવલકથાઓ ન લખી હોત તો ...Read More

2

ભારેલો અગ્નિ - 2

ભારેલો અગ્નિકોઈ પણ નવલકથામાં વિચાર - ભાવનાને પ્રગટ થવાનું અનુકૂળતા હોય છે. છતાં એ સર્વ કલરૂપે - ઘટનારૂપે પ્રગટે વધારે ઈચ્છનીય હોય છે.'ભારેલો અગ્નિ' નું મૂળવસ્તુ ઈ. સ. ૧૮૫૭ના બળવાનું છે, છતાં અહિંસાની ભાવના જ સમગ્ર નવલકથામાંથી ઉપસતી દેખાય આવે છે. જે નવલકથામાં બનતી ઘટનાઓમાંથી ઉપસ્થિત થતું જણાય છે. જો કે અહિંસાના હિમાયતી રુદ્રદત્તની સાથે સાથે જ એનાથી વિરોધી વલણ ધરાવતા એવા હિંસામાં માનનારા વ્યક્તિ તરીકે મંગળ પાંડે અને ગૌતમને મુકાયા છે. એટલે હિંસા-અહિંસા એમ એક સાથે મૂકી છે અને એથી અહિંસાની એ ભાવના ૧૮૫૭ના કાળની નહોતી, છતાંય એ માત્ર આગંતુક રહેતી નથી. એમાં ભળી જતી જોવા મળે છે ...Read More

3

ભારેલો અગ્નિ - 3 - છેલ્લો ભાગ

આગળ આપણે ખંડ - 2 સુધી જોયું. હવે આગળ...ખંડ-૩ 'સિંહનું ભૂમિશયન' પણ અન્ય ખંડ ની જેમ નાના નાના કુલ પ્રકરણમાં વિભાજીત થયેલો છે. જેમાં પ્રથમ શહીદ મંગળના મૃત્યુ પછી અપક્વ બળવામાં રુદ્રદત્તનું અહિંસા પ્રગતાવતું પાત્ર અહીં દેખાઇ આવે છે. ગૌતમને બચાવવા ગયેલા રુદ્રદત્ત કલ્યાણી અને ત્ર્યમ્બકને પોતાનું અતીત બતાવતા શસ્ત્રભાંડરનો નાશ કરે છે. ત્યારબાદ અપક્વ બળવામાં શંકર ખલાસી તક મળતા રુદ્રદત્તને ગોળીથી વીંધી નાખે છે. અને ગોળી વાગતા જ 'ૐ' નું ઉચ્ચારણ કરતા રુદ્રદત્ત ઢળી પડે છે. આમ, તેઓ શંકરના હાથે મૃત્યુ પામે છે. ગૌતમ રુદ્રદત્તના અંતિમ સંસ્કારમાં પહોંચે છે. પોતાને તે ગુનેગાર માને છે કે પોતે રુદરદત્તને બચાવી ...Read More