"તને કેટલી વખત કહ્યું? મારી સામે આવીને આમ દરેક વખતે ઉભી ના થઈ જઈશ... મારા બનતા બધા જ કામ બગડી જાય છે." એક વ્યક્તિ જોરજોરથી આ બાબત બોલી રહી હતી. એટલામાં સામે બીજી વ્યક્તિનો પણ એટલી જ તીવ્રતાથી અવાજ આવ્યો, "મેં કઈ બગાડ્યું નથી તમારું, આ મારો નહિ સરકારનો નિર્ણય છે. આમાં કોઈપણ રીતે મારો વાંક જ નથી. તો તમે શેના આટલા બુમબરાડા પાડી રહ્યા છો." "આ તારું થોબડું... સવારમાં જે જુએ એનો આખો દિવસ ખરાબ જાય. કઈ રીતે કહી શકે તું, કે તારો કોઈ વાંક નથી...."

Full Novel

1

કહાની કોરોનાની - 1 - હુંતોહુતી

"તને કેટલી વખત કહ્યું? મારી સામે આવીને આમ દરેક વખતે ઉભી ના થઈ જઈશ... મારા બનતા બધા જ કામ જાય છે." એક વ્યક્તિ જોરજોરથી આ બાબત બોલી રહી હતી. એટલામાં સામે બીજી વ્યક્તિનો પણ એટલી જ તીવ્રતાથી અવાજ આવ્યો, "મેં કઈ બગાડ્યું નથી તમારું, આ મારો નહિ સરકારનો નિર્ણય છે. આમાં કોઈપણ રીતે મારો વાંક જ નથી. તો તમે શેના આટલા બુમબરાડા પાડી રહ્યા છો." "આ તારું થોબડું... સવારમાં જે જુએ એનો આખો દિવસ ખરાબ જાય. કઈ રીતે કહી શકે તું, કે તારો કોઈ વાંક નથી...." બુમાબુમ વધી રહી હતી, પણ ઝઘડો સુલજાવવા માટે આસપાસ કોઈ નહતું. સરકારના લોકડાઉનના ...Read More

2

કહાની કોરોનાની - 2 - અંતિમ પડાવ

"ક્યાં છું હું???? અહીં કેવી રીતે આવ્યો???? કોણ લાવ્યું હશે મને અહીં???? કેવી રીતે ઊંચક્યો હશે મને???? મારી આંખો થાય અને ક્યારેક ખુલે???? જેટલી વાર આંખો ખુલે એટલી વખતે હું જોઉં કે મારી સામે ઘણા-બધા લોકો કોઈ અજબ પ્રકારના કોટ અને માસ્ક પહેરી દોડાદોડ કરી રહ્યા છે. હું માત્ર એમને જોઈ જ રહું છું. અને પાછી મારી આંખો બંધ થઈ જાય છે. આંખો બંધ થાય કે કોઈ વસ્તુનો બીપ... બીપ... અવાજ આવ્યા કરે છે. આસપાસ એ જ દોડધામ અને લોકોની કાનાફુસી. ખબર નથી ક્યાં સુધી આ ચાલશે? ખબર નહિ ક્યાં સુધી આ દર્દ સહેવો પડશે?" "કેટલી સીમિત હતી મારી ...Read More