અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો

(114)
  • 75.9k
  • 17
  • 35k

ભાગ - 2 પ્રમોદની કંપનીમાં શેઠના ડ્રાઈવર તરીકે કામ કરતા અને પ્રમોદના પડોશી એવા, ઈશ્વરભાઈ પોતે વિધુર છે, અને એમને પણ સંતાનમાં એક દીકરી છે, અને તે પણ પૂજાનીજ ઉંમરની. આરતી તેનું નામ. હા પણ, આરતી દેખાવે બિલકુલ હુબહુ, પૂજા જેવી લાગતી હોય છે, જાણે કે બે જુડવા બહેનો. પરંતુ પૂજા અને આરતીમાં ફર્ક એકજ વાતનો, કે આરતી જન્મથીજ અંધ હોય છે. આરતી જન્મથીજ અંધ હોવા છતાં, તેને સંગીતનો ખૂબ જ શોખ હોય છે, અને તે બચપનથીજ હાથથી કે મોઢેથી કંઇક ને કંઇક મ્યુઝીક વગાડતી રહેતી, અને અત્યારે ર્હાર્મોનિયમ અને વીણા ખુબજ સરસ રીતે વગાડી લે છે, અને એટલુંજ નહીં તે ઘરે મ્યુઝિક ક્લાસ પણ ચલાવે

New Episodes : : Every Monday & Thursday

1

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 2

ભાગ - 2 પ્રમોદની કંપનીમાં શેઠના ડ્રાઈવર તરીકે કામ કરતા અને પ્રમોદના પડોશી એવા, ઈશ્વરભાઈ પોતે વિધુર છે, અને પણ સંતાનમાં એક દીકરી છે, અને તે પણ પૂજાનીજ ઉંમરની. આરતી તેનું નામ. હા પણ, આરતી દેખાવે બિલકુલ હુબહુ, પૂજા જેવી લાગતી હોય છે, જાણે કે બે જુડવા બહેનો. પરંતુ પૂજા અને આરતીમાં ફર્ક એકજ વાતનો, કે આરતી જન્મથીજ અંધ હોય છે. આરતી જન્મથીજ અંધ હોવા છતાં, તેને સંગીતનો ખૂબ જ શોખ હોય છે, અને તે બચપનથીજ હાથથી કે મોઢેથી કંઇક ને કંઇક મ્યુઝીક વગાડતી રહેતી, અને અત્યારે ર્હાર્મોનિયમ અને વીણા ખુબજ સરસ રીતે વગાડી લે છે, અને એટલુંજ નહીં તે ઘરે મ્યુઝિક ક્લાસ પણ ચલાવે ...Read More

2

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ -1

માતૃભારતીના વ્હાલા વાચક મિત્રો,આજે હું આ પ્લેટફોમ પર મારી એક નવી કાલ્પનિક પણ હદયસ્પર્શી વાર્તા પ્રસ્તુત કરી રહ્યો છું.વાર્તા મધ્યમ વર્ગના પરીવારની છે.કે જે પરીવારનો મોભી પોતાના પરીવારમાં પોતાની પત્ની, પોતાની દિકરી કે પોતાના દિકરાના ભવિષ્ય વિશે નહીં વિચારતા, પોતાની રંગરેલીયા મનાવવાની મસ્તીમાં સમય અને પૈસા ઉડાવી રહ્યો છે.ઘર, બહાર, ઈજ્જત લોકો શું કહેશે ? આ બધુ ભૂલી કોઈની પણ વાત કે સલાહ માન્યા કે સાંભળ્યા સીવાય બરબાદીના રસ્તે ચાલી નીકળ્યો છે.આ સ્વભાવ એને અને એના પરીવારને ક્યાં લઈ જશે ? એ જાણવા માટે, ચાલો આપણે આ વાર્તા શરુ કરીએ.પ્રમોદભાઈ અને વીણાબેન, એમના બે સંતાન કે જેમા મોટી દીકરી પૂજા, અને ...Read More

3

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 3

ભાગ - 3 મમ્મીને હિંમત આપી, આ બાબતેબીજા દિવસે પૂજા ઈશ્વરકાકાને મળે છે, અને ગઈકાલ તેના ઘરે થયેલ વિનોદના વિશેની આખી વાત તેમને જણાવે છે, અને એ પણ જણાવે છે કે, મારે લાયક કોઈ સારી જગ્યા હોય તો, મારે જોબ કરવી છે. ત્યારે ઈશ્વરકાકાને પણ પૂજાના આ નિર્ણય પર ગર્વ થાય છે, અને હમણાં બે દિવસ પહેલાજ ઈશ્વરભાઈ તેમના શેઠને જે જીમમાં મૂકવા-લેવા જતા હતા, ત્યા જિમના માલિક અને પોતાના શેઠ વચ્ચે થયેલ વાત યાદ આવે છે. તે જીમના માલિકને પોતાનું જિમ સંભાળી શકે એવી કોઈ છોકરીની જરૂર હોય છે. માટે ઈશ્વરભાઈ પૂજા ને કહે છે કે, ઈશ્વરભાઈ :- બેટા, આ ચિંતા તુ મારી ...Read More

4

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 4

ભાગ - 4 જીમ પર પૂજાની જોબ રેગ્યુલર ચાલી રહી છે. કરણ પણ મનોમન પૂજા વિશે મૌન રહી ખાલી પૂજા પ્રત્યેની પોતાની હમદર્દી કે પ્રેમ પ્રગટ કરી રહ્યો છે.ઈશ્વરભાઈ પણ શેઠને લઈને જીમ પર રોજ આવી રહ્યાં છે. બધુ બરાબર ચાલી રહ્યું છે, ઈશ્વરભાઈ પણ, પૂજાને જીમ પર કોઈ તકલીફ નથીને ? એનું ધ્યાન રાખી રહ્યાં છે, ને પૂજાને હિંમત પણ આપી રહ્યાં છે, સાથે-સાથે ઈશ્વરભાઈ સાથે અવાર-નવાર પૂજા વિશે વાત કરતો કરણ પણ દિલથી પૂરેપૂરો પૂજાની નજીક આવી ગયો છે.ઈશ્વરભાઈને પણ રામ જાણે, કરણ પ્રત્યે કોઈ પોતીકું હોય એવો ભાવ થઈ રહ્યો છે, સામે કરણને પણ ઈશ્વરભાઈ પ્રત્યે અંદરથીજ લાગણી અને લગાવ ...Read More

5

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 5

ભાગ - 5 અંધારું થયે, પાર્ટીમાંથી વહેલા ઘરે પહોંચવા માટે,બસની રાહ જોઈ રહેલ પૂજા પાસે, પેલી રિવર્સમાં આવેલ ઊભી રહે છે.સુમસાન રસ્તા પર એકલી ઉભેલી પૂજાને, તે ગાડીમાંથી ઊતરેલ ત્રણ ચાર લોફરો વીજળી વેગે, પૂજાને જબરજસ્તી ગાડીમાં ખેંચી લે છે. સાવ અચાનક બનેલી આ ઘટના વિશે, પૂજા કંઈ સમજે-વિચારે એ પહેલા તો, પૂજાને ગાડીમાં બેસાડી ત્યાંથી વીજળી વેગે ગાડી નીકળી જાય છે.આમેય ત્રણ બદમાશો સામે, અને આમ અચાનક બનેલ બીના સામે પૂજા એકલી પહોચી વળે તેમ ન હતી.તેમજ પૂજાને બચાવો બચાવોની બુમ મારી મદદ માટે કોઈને બોલાવવાનો સમય પણ ન મળ્યો, અને કદાચ પૂજા મદદ માટે કોઈને પોકારે, તો આ જગ્યા ...Read More

6

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 6

ભાગ - 6 આગળના ભાગમાં આપણે જોયું કે, કરણ પૂજાને પેલા બદમાશ લોકોના હાથમાંથી બચાવીને પૂજાને પોતાના બાઈક છેક તેના ઘર સુધી મૂકીને નીકળી ગયો છે. આજે કરણને લીધે પૂજાના માથેથી, એક બહુ મોટી ઘાત ટળી ગઈ છે. પરંતુ પૂજાને એ ખબર નથી કે, આવનારા દિવસોમાં એના ઉપર તકલીફોનો પહાડ તુટી પડવાનો છે. અને થાય છે પણ એવું જ, આ ઘટનાના થોડા દિવસો બાદ એક દિવસ કોઈ કારણસર ઇશ્વરભાઈ પોતે, રજા ઉપર હોય છે,તેથી ઈશ્વરભાઈના શેઠ જાતે પોતાની ગાડી ડ્રાઈવ કરી,કંપની પરથી ઘરે જવા નીકળે છે, અને રસ્તામાં એમની ગાડીને એક ટ્રક સાથે અકસ્માત થાય છે. અકસ્માત બહુ મોટો અને ગંભીર છે, એટલે તેમને ફટાફટ હોસ્પિટલ લઈ ...Read More

7

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 7

ભાગ - 7 મિત્રો આગળના ભાગમાં આપણે જાણ્યું કે,એક્ષિડન્ટમાં, ગંભીર રીતે ઘાયલ થયેલા અને ધીરે-ધીરે કોમામાં જઈ રહેલા શેઠ સારવાર કરી રહેલ, ડોક્ટરના કહેવા પ્રમાણે, શેઠ ભાનુપ્રસાદ, સંપુર્ણ પણે ક્યારે ઠીક થાય, એ નક્કી ન કહી શકાય એમ હોવાથી, અને બીજીબાજુ બે-ચાર દિવસથી શેઠ કંપની પર ન જઈ શક્યા હોવાથી, બગડી રહેલ કંપનીના કામ પર નજર રાખવા માટે, શેઠ ભાનુપ્રસાદના પત્ની, કે જેનું નામ દિવ્યા છે, અને તે ઉંમરમાં શેઠ કરતા અડધી ઉંમરના છે, તે કંપની પર આવે છે, અને કંપની પર પહેલીજ વાર આવેલ દિવ્યાની નજર તેના જેવો જ રંગીન મિજાજ ધરાવતા પ્રમોદ પર પડે છે, અને થોડાજ સમયમાં એ બંને ...Read More

8

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 8

ભાગ - 8 વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે,લાજ-શરમ નેવે મુકી, રંગરેલીયા મનાવવા, અને ઈજ્જતની પરવા કર્યા વગર બસ મોજ મનાવવાવાળી દિવ્યા સાથે તેના જેવોજ સ્વભાવ ધરાવતો પ્રમોદ, દિવ્યા અને પ્રમોદ, વારંવાર એકાંતમાં મળીને મર્યાદા ઓળંગી રહ્યાં છે, ને એકદિવસ અચાનક ...આ મજા લેતા પ્રમોદ માટે તેનો સમય, કાળ બનીને આવશે, એવું તો પ્રમોદે સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. પ્રમોદ તો પહેલેથીજ ઐયાસી હતો, અને એમાંય જ્યાંરથી દિવ્યા એના જીવનમાં આવી ત્યારથી તો એ બિલકુલ હવામાજ ઊડતો રહેતો. મૃગજળ રૂપી સપનામાં રાચતા પ્રમોદને એ ખબર ન હતી કે, જે રસ્તે અત્યારે એ ચાલી નીકળ્યો છે, ચાલી નીકળ્યો છે નહિ, રીતસર આંધળો થઈને દોડી રહ્યો છે, તે ...Read More

9

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 9

ભાગ - 9 આજે દિવ્યા, અત્યંત કામુક થઈ, આક્રમક અને નશીલા પીણાંની જેમ માદક થઈ, પ્રમોદ થકી પોતાનુ હલકી અને અમાનવીય કૃત્ય કરાવવા અઘીરી થઈ છે, અને એટલેજ, એના ભાગરૂપે આજના આખા ખેલનો માસ્ટર પ્લાન એણે બનાવ્યો છે.કે જે પ્લાનમાં, આજે પ્રમોદને બરાબરનો ભોળવી ભરાવી ગમે-તેમ કરીને એને આ કામ કરાવવા રાજી કરવાનો છે. આજે દિવ્યા, ગમે તેમ કરી પ્રમોદને પોતાની પ્રિ-પ્લાનિંગવાળી મોહજાળમાં ફસાવી, પોતાનો સ્વાર્થ પ્રમોદ થકી પૂરો કરવા માંગે છે, કે જેની પ્રમોદને બિલકુલ જાણ સુદ્ધાં નથી. હાલતો, દિવ્યા અને પ્રમોદ બંને એકબીજાની બાહોમાં ભરાઈને અંગત પળો માણી રહ્યા છે. અત્યારે, પ્રમોદ ભલે શરીર સુખની ભૂખ ભાંગવામાં સાન-ભાન ભૂલ્યા હોય, પરંતુ દિવ્યા ...Read More

10

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 10

ભાગ - 10વાચકમિત્રો, આગળના ભાગ 9માં આપણે જાણ્યું કે, દિવ્યા અને પ્રમોદ, જે અનૈતિક સંબંધોથી જોડાયા છે, અને અત્યારે પળો માણતા-માણતા, પ્રિ-પ્લાનિંગના ભાગરૂપે, દિવ્યાએ અચાનક પ્રમોદને કહેલ વાતથી પ્રમોદ શોક થઈ જાય છે. પરંતુ, પ્રમોદ, દિવ્યાને તેનો જરા-સરખો અણસાર પણ આવવા દેતો નથી. દિવ્યાએ હાલ કરેલ વાત, પ્રમોદ માટેતો અણધાયૉ આંચકા સમાન હતી. પ્રમોદને તો, આમ અચાનકજ, દિવ્યા તરફથી એક દિવસ આવી અકલ્પનીય શર્ત આવશે, એવું તો આજ સુધી પ્રમોદે, સ્વપ્નેય વિચાર્યું નહોતુ. પ્રમોદતો જ્યારથી દિવ્યાએ એને પસંદ કર્યો હતો, ત્યારથી બિલકુલ સાન-ભાન અને દુનિયાદારી ભૂલી દિવ્યામય થઈ ગયો હતો, રંગીન સપનાઓની દુનિયામાં ખોવાઈ ગયો હતો. અને હા,પ્રમોદ પોતે, આવા રંગીન સપનાઓમાં ખોવાય પણ કેમ નહીં ? શરીરસુખ, માણવા કે ભાગવા, એનો ...Read More

11

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૧

ભાગ - ૧૧વાચક મિત્રો, થોડી અન્ય વ્યસ્તતા ને કારણે આ વાર્તાને આગળ વધારવામાં થોડો વિલંબ થયો છે, તો પ્લીઝ ઉત્સાહ જાળવી રાખવા મારી વિનંતી.ભાગ દસમા, આપણે જાણ્યું કે, પ્રમોદ દિવ્યાના ફામ - હાઉસ પર, દિવ્યા સાથે અંગતપળો માણવામાં જેવો બરાબરનો મસગુલ થઈ ગયો છે, તેવું દિવ્યાને લાગતા, મતલબી દિવ્યા તેનું પોત પ્રકાશતા તીવ્ર માદકતાથી પ્રમોદ ને કહે છે કે,દિવ્યા :- પ્રમોદ, હવે હું તારા વગર એક પળ પણ રહી શકું તેમ નથી, મને તારી આદત પડી ગઈ છે.તુ એક કામ કર, તુ તારી પત્ની સાથે, છુટાછેડા લઈ લે, અને મારા પતિ, જે હોસ્પીટલમાં કોમામાં છે, એમને તુ હોસ્પિટલમાંજ ખતમ કરી ...Read More

12

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૨

ભાગ - ૧૨આગળના ભાગમાં આપણે જાણ્યું કે,પ્રમોદે, દિવ્યાને તેની અઘટિત વાત, અને માંગણીનો જવાબ આપવો ન પડે, એટલે પ્રમોદે ત્રણ દિવસથી દિવ્યાની ઓફિસે કામ પર જવાનું બંધ કર્યું છે.અત્યારે પ્રમોદ, બરાબરનો ભરાયો છે, દિવ્યાને કારણે તે ઓફિસ જઈ નથી શકતો, અને આગળ પણ એ દિવ્યાની કંપની પર તો નથીજ જઈ શકવાનો, પ્રમોદને નોકરી તો બદલવી જ પડશે.પરંતુ, પ્રમોદને અત્યારે નોકરીની તો જરાય ચિંતા નથી, કે પછી આ બે ત્રણ દિવસથી તે નોકરી જતો નથી ને ઘરે જ છે, તો ઘરમાં પણ એને કોઈ આ બાબતે પૂછે એવુંય કોઈ નથી.પ્રમોદ ને ચિંતા એકજ વાતની છે કે, કોઈપણ ભોગે દિવ્યા એને એટલો ...Read More

13

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૩

ભાગ - ૧૩આગળના ભાગમાં જોયું કે, દિવ્યાએ પ્રમોદના રખડેલ દીકરા વિનોદ પાસે થોડા પૈસાની લાલચ આપી, એ કામ કરાવી જે કામ પ્રમોદ કરવા માંગતો ન હતો.તેમજ, પ્રમોદનો દીકરો વિનોદ જ્યારે, હોસ્પીટલમાં કોમામાં ગયેલ દિવ્યાના પતિને જે દવા આપી રહ્યો હતો, ખરેખર એ બોટલમાં દવાને બદલે પોઈઝન હતું, જે દિવ્યાએ વિનોદને આપેલ, કે જેની જાણ વિનોદને પણ ન હતી, અને જ્યારે વિનોદ હોસ્પીટલમાં દિવ્યાના પતિને આ દવા આપી રહ્યો હતો, ત્યારે દિવ્યાએ તેનો વીડિયો પણ બનાવી લીધો હતો.બસ, અત્યારે આ જ વિડિયો જોઈ, પ્રમોદ ટેન્શનમાં આવી ગયો હતો. પ્રમોદ થોડું વિચારી, દિવ્યાને ફોન લગાવે છે. ત્યારે,દિવ્યા પ્રમોદને એકજ વાક્યમાં જવાબ આપે છે કે, શક્ય ...Read More

14

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૪

ભાગ ૧૪આગળના ભાગમાં આપણે જાણ્યું કે,પૂજા જોબ પરથી ઘરે આવી, ઘરમાં એકલી રડી રહેલ મમ્મી પાસેથી મમ્મીનાં રડવાનું સાચું જાણી, તેના પપ્પા પ્રત્યે ક્રોધિત થઈ પુરેપુરી આવેશમાં આવી ગઈ છે.પરંતુ,હવે આગળ પૂજા કોઈ આડુંઅવળું પગલું ભરે, એ પહેલાજ પૂજાને મમ્મીનો વિચાર આવે છે કે,જો અત્યારે મમ્મીને મારો ગુસ્સો, કે હું જે કરવા જઈ રહી છું, એનો જરા સરખો પણ, શક કે ખ્યાલ આવશે, તો મારી મમ્મી, એ જરાય સહન નહિ કરી શકે, અને ઉપરથી એના દુઃખમાં વધારો થશે.પપ્પાને તો એ ભલે સાથે હતા, છતાં બધું ભૂલીને, કે સમય સાથે સમાધાન કરી, માત્ર અમારી જીંદગી ના બગડે માટે, એ સુખે-દુઃખે જીવે જતી ...Read More

15

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૫

ભાગ - ૧૫વાચક મિત્રો, ભાગ ૧૪ માં આપણે જાણ્યું કે,પોતાના પપ્પાના રંગીન મિજાજ, અને ગુસ્સાવાળા સ્વભાવના કારણે, આજદિન સુધી, દુઃખી અને પરેશાન રહીને પણ, બસ ખાલી ઘરની આબરૂ જાળવવા કે પછી, પોતાના સંતાનોને ભવિષ્યમાં કોઈ તકલીફ ઊભી ના થાય, તે બાબતનો વિચાર કરી, આજ સુધી પ્રમોદને કારણે ઘરમાં રોજે-રોજ જે ના થવાનું થતું આવ્યું છે, એ બધુંજ, ચૂપચાપ સહન કરે જતી મમ્મીની સાથે-સાથે, દીકરી પૂજા પોતે પણ, કડવા ઘૂંટ પીને મૌન રહેતી હતી. પરંતુ, આજે પૂજાના પપ્પાએ, તેની મમ્મી સાથે છૂટાછેડાનું જે પગલું ભર્યું હતું, એના કારણે આજે, પૂજાની સહનશક્તિની હદ આવી ગઈ હતી. છતાં... માત્ર મમ્મીની હાલની નાજુક, અને લાચારવસ મનોસ્થિતિને ધ્યાનમાં રાખી,આકુળ વ્યાકુળ થઈ ...Read More

16

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૬

ભાગ - ૧૬આગળના ભાગમાં આપણે જાણ્યું કે, પૂજા ઈશ્વરભાઈને થોડા સમય પછી, ગાડી લઈને પોતાના ઘરે આવી જવાનું કહી, ઘરેથી પોતાના ઘરે જવા નીકળે છે.ઈશ્વરભાઈના મોઢે પૂજાએ, પપ્પા અને દિવ્યા વિશે હમણાજ જે વાતો સાંભળી, તે વાતો પરથી, પૂજાને અત્યારે એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે, આજે તેના પપ્પાએ, તેની મમ્મી સાથે છૂટાછેડાનું જે પગલું ભર્યું, તેમાં ભલે તેના પપ્પાનો વાંક છે, પરંતુ જો દિવ્યાએ, મારા ભાઈ વિનોદને ખોટી રીતે ફસાવીને, જો મારા પપ્પાને આ છૂટાછેડા વાળુ પગલું ભરવા મજબૂર ન કર્યા હોત, તો કદાચ, તો કદાચ, પપ્પા આ છેલ્લી હદનું, છૂટાછેડા જેવું પગલું કદાપિ ના ભરતા, એટલે પૂજા, આજે તેની મમ્મી સાથે પપ્પાએ ...Read More

17

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૭

ભાગ - ૧૭આજે, પૂજાનો મક્કમ નિર્ધાર પારખી ગયેલ ઈશ્વરભાઈ, છેવટે પૂજાને રોકવા કે, વાળવા/સમજાવવાનું બાજુ પર રાખી, તેઓ પણ સાથ આપવા તૈયાર થઈ જાય છે.ઈશ્વરભાઈ :- જો પૂજા બેટા, હવે હું તને રોકવા નથી માંગતો, ને વધારે કંઈ કહેવા પણ નથી માંગતો. જો તુ કહે છે તો, હું અત્યારેજ, અહીથી સીધાજ, તને દિવ્યા પાસે લઈ જાઉં છું, પરંતુ..... તુ આજે, ખાલી મારી એક વાત માનજે બેટા, કે... ત્યાં જઈને તુ, માત્ર તારા પપ્પા, અને ભાઈ વિનોદ સાથેજ વાત કરજે, ને એમને તારી રીતે સમજાવી એમની જૂની બધી ભૂલો માફ કરી, ને આગળ જે થાય તે જોયું જશે, તેમ કહી, હિંમત આપી એમને ...Read More

18

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - અંતિમ ભાગ - ૧૮

ભાગ - 18વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે, દિવ્યા સાથે બદલો લેવાના, આક્રમક અને ઉગ્ર નિર્ણય સાથે, પૂજા ફામહાઉસ પર પહોંચે છે, જ્યારે ઈશ્વરભાઈ.....ઈશ્વરભાઈ, પૂજાના આવવાની રાહ જોતા, ને આજે દિવ્યા થકી, પૂજા સાથે કંઈ અજુગતું ના થાય, તે માટે સતત ભગવાનને પ્રાર્થના કરતા-કરતા, કંપનીની ગાડી કે એમને પોતાને કોઈ જોઈ કે ઓળખી ના જાય, તેથી ઈશ્વરભાઈ, ફામહાઉસની પાછળની સાઈડે, કે જ્યાં, થોડું ઝાડી- ઝાંખરા જેવી હતું, ત્યાં છૂપાઈને, પૂજાના આવવાની રાહ જોતા ઊભા રહે છે.( વાચક મિત્રો, અહી હું વાર્તામાં થોડું રહસ્ય જાળવતા, વાર્તાને થોડી ટરનિંગ પોઇન્ટ પર લઈ જઈ, આ વાર્તાને આગળ વધારી રહ્યો છું. ) પૂજાના મુંબઈ ગયાના, થોડા દિવસો ...Read More