સાગરસમ્રાટ

(131)
  • 30.4k
  • 11
  • 13.1k

૧૮૬૬ ની સાલમાં એક એવો બનાવ બન્યો કે જેના સમાચારથી અમેરિકા અને યુરોપની દરિયાકાંઠા ઉપર રહેતી. વસ્તીમાં ભારે ખળભળાટ મચી ગયો. એમાંયે મોટા મોટા દરિયાના વેપારીઓ અને ખલાસીઓ તો ગભરાઈ ઊઠ્યા હતા. વહાણના કૅપ્ટનો પણ આ બનાવને લીધે પોતાની સ્ટીમરો ઉપાડતાં બહુ વિચારમાં પડી જતા અને આને પરિણામે મોટાં મોટાં રાજ્યો ઉપર પણ તેની ભારે અસર થઈ. રાતદિવસ દુનિયા ઉપરના ગમે તે ભાગમાં નિર્ભયપણે પોતાનાં વહાણો હાંકનારા ખલાસીઓ એક એવી. વાત લાવ્યા કે દરિયામાં એક ભારે ચમત્કારિક વસ્તુ દેખાય છે. અત્યાર સુધી આવું વિચિત્ર પ્રાણી દીઠામાં કે સાંભળવામાં કદી આવ્યું નથી.

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

સાગરસમ્રાટ - 1

૧૮૬૬ ની સાલમાં એક એવો બનાવ બન્યો કે જેના સમાચારથી અમેરિકા અને યુરોપની દરિયાકાંઠા ઉપર રહેતી. વસ્તીમાં ભારે ખળભળાટ ગયો. એમાંયે મોટા મોટા દરિયાના વેપારીઓ અને ખલાસીઓ તો ગભરાઈ ઊઠ્યા હતા. વહાણના કૅપ્ટનો પણ આ બનાવને લીધે પોતાની સ્ટીમરો ઉપાડતાં બહુ વિચારમાં પડી જતા અને આને પરિણામે મોટાં મોટાં રાજ્યો ઉપર પણ તેની ભારે અસર થઈ. રાતદિવસ દુનિયા ઉપરના ગમે તે ભાગમાં નિર્ભયપણે પોતાનાં વહાણો હાંકનારા ખલાસીઓ એક એવી. વાત લાવ્યા કે દરિયામાં એક ભારે ચમત્કારિક વસ્તુ દેખાય છે. અત્યાર સુધી આવું વિચિત્ર પ્રાણી દીઠામાં કે સાંભળવામાં કદી આવ્યું નથી. ...Read More

2

સાગરસમ્રાટ - 2

આ આમંત્રણ સ્વીકારવું કે નહિ તેનો વિચાર કરવાનો પણ મારે માટે બહુ થોડો વખત હતો. બે જ ક્ષણમાં મેં કરી લીધો. એ ભયંકર પ્રાણીને નજરોનજર જોવાની તક ઘેર બેઠાં મળે છે તો જતી શા માટે કરવી ? ઊપડવાનો મેં નિશ્ચય કરી લીધો અને ઘંટડી મારીને મેં મારા નોકરને બોલાવ્યો. મારો નોકર કૉન્સીલ બહુ જ વિચિત્ર હતો; પણ મને તેની વિચિત્રતા એવી ગમતી હતી કે મેં તેને મારો મિત્ર જ બનાવ્યો હતો અને ખરેખર, તે મારા મિત્ર કરતાં પણ વધારે હતો. મારી લાંબી અને કંટાળાભરેલી મુસાફરીમાં મને વડીલ જેમ એક બાળકને સાચવે તેમ તે સાચવતો; ...Read More

3

સાગરસમ્રાટ - 3

હુમલો બૂમ પડતાંની સાથે જ સ્ટીમરના એકેએક ખૂણેથી લોકો દોડતાં આવીને નેડર્લન્ડ ફરતા વળ્યા. બૉઈલરમાં કોલસા નાખનાર મજૂરો હાથમાં પાવડો લઈને ઉપર દોડી આવ્યા રસોડામાં વાસણો સાફ કરતા છોકરાઓ પણ ઠામડાં પડતાં મૂકીને દોડી આવ્યા. સ્ટીમરનો કેપ્ટન તથા અમે પણ નેડલૅન્ડ પાસે આવીને ઊભા રહ્યા. નેડલૅન્ડની બાજ જેવી આંખો દૂર ચોટેલી હતી. બધાની નજર તે બાજુ વળેલી હતી. લગભગ દોઢેક માઈલને અંતરે દરિયાની. અંદરથી 'સર્ચ લાઈટ' જેવો પ્રકાશ પાણીને વીંધીને બહાર આવતો હતો. અમે બધા આશ્ચર્યથી સ્તબ્ધ થઈને ઊભા રહ્યા ! મેં એ પ્રકાશને બરાબર તપાસ્યો, તો તે પ્રકાશ વીજળીનો લાગ્યો. વીજળીના પ્રકાશવાળું પ્રાણી કેવું ...Read More

4

સાગરસમ્રાટ - 4 - કેદ પકડાયા

હું દરિયામાં પડ્યો પણ મારું ભાન ન ભૂલ્યો. પડતાંની સાથે જ હું દસ-પંદર ફૂટ ઊંડો ઊતરી ગયો પણ પાછો જ હાથનાં હલેસાં મારીને સપાટી ઉપર આવી પહોંચ્યો. હું તરવામાં ખૂબ હોશિયાર હતો એટલે હિંમત હાર્યો નહિ. મેં તરતાં તરતાં ચારે બાજુ નજર નાખી પણ આસપાસ ક્યાંયે વહાણ દેખાયું નહિ. દૂર પૂર્વમાં કાંઈક ઝાંખો પ્રકાશ ધીમે ધીમે અદશ્ય થતો દેખાતો હતો. મેં મોટેથી, બૂમ પાડી : ' મદદ, મદદ !' એ અમારું વહાણ હતું. હું તે દિશામાં જોરથી હાથ વીંઝતો તરવા લાગ્યો, પણ મારાં કપડાંએ મને ખૂબ હેરાન કરવા માંડ્યો. ભીનાં કપડાં મારા શરીર સાથે ચોંટી ...Read More

5

સાગરસમ્રાટ - 5 - સબમરીન

આ બધું વીજળીની ઝડપથી બની ગયું. મારા મનમાંથી ભયનો એક ચમકારો પસાર થઈ ગયો. બધે અંધારું હતું. સાંકડી સીડી અમને નીચે ઉતારવામાં આવ્યા. એક બારણું ઊઘડ્યાનો અવાજ આવ્યો અને અમને તે બારણાની અંદર પેલા માણસો લઈ ગયા અને ત્યાં મૂકીને બારણું બંધ કરીને ચાલ્યા ગયા. આ બધું એટલી ઝડપથી બન્યું કે ઓરડામાં પુરાયા પછી જ અમને અમારા શરીરનું ભાન આવ્યું. અમે કોઈ ઓરડામાં છીએ એની ખાતરી કરવાનું સાધન અમારા હાથ જ હતા. ઓરડામાં એટલું બધું અંધારું હતું કે તેનો ખ્યાલ અમને અત્યારે પણ આવી શકતો નથી. થોડી વાર પછી અમે ભેગા મળી વિચાર કરવા ...Read More

6

સાગરસમ્રાટ - 6 - ભૂખના માર્યા

અમે કેટલું ઊંધ્યા તેની મને ખબર નહોતી, પણ મને લાગે છે કે અમે બારથી પંદર કલાક ઊંધ્યા હોઈશું. મારો થાક ઊતરી ગયો હતો. હું ઊઠ્યો ત્યારે પણ મારા સાથીઓ તો ઘોરતા જ હતા. મેં ઊઠીને આસપાસ જોયું. બધું એમનું એમ જ હતું. ફક્ત અમારાં ખાવાનાં વાસણો ત્યાંથી ઊપડી ગયાં હતાં. અમે હજુ પાંજરામાં જ પુરાયેલા હતા. જોકે મારો થાક ઊતરી ગયો હતો પણ મારી છાતી ભારે લાગતી હતી. શ્વાસ મુશ્કેલીથી લેવાતો હતો, તેનું કારણ તપાસતાં મને એમ જણાયું કે ઓરડામાં રહેલો ઑક્સિજન (પ્રાણવાયુ) ખૂટવા આવ્યો હતો. એક માણસ એક ...Read More

7

સાગરસમ્રાટ - 7 - કેપ્ટન નેમો

કેપ્ટન નેમો એ શબ્દો બોલનાર આ વહાણનો ઉપરી હતો. નેડ આ શબ્દો સાંભળતાં જ ચમકીને ઊભો થઈ ગયો, એટલો તેના શબ્દોમાં સત્તાનો પ્રભાવ પડતો હતો. નેડના પંજામાંથી છૂટેલો પેલો નોકર કૅપ્ટનના ઇશારાથી બહાર ચાલ્યો ગયો. નેડલૅન્ડના આ તોફાનનું શું પરિણામ આવશે તેની રાહ જોતાં અમે ઊભા. કેપ્ટન પણ અમારા ટેબલ પર એક હાથ મૂકીને અમારી સામે શાંત નજરે જોતો ઊભો રહ્યો. થોડી વાર સુધી શાંતિ ફેલાઈ; પછી શાંત અને ગંભીર અવાજથી કૅપ્ટન બોલ્યો : 'ગૃહસ્થો ! હું બધી ભાષાઓ સારી રીતે બોલી શકું છું. મેં પહેલી વખતે તમારી સાથે જાણી જોઈને વાતચીત નહોતી કરી. ફક્ત ...Read More

8

સાગરસમ્રાટ - 8 - ર્નાટિલસ

ર્નાટિલસ અમે ઊભા થયા. તે ઓરડામાંથી તેની પડખેના બીજા ઓરડામાં નેમો મને લઈ ગયો. તે ઓરડો પુસ્તકાલયનો હતો. મોટા ઊંચા ઘોડાઓ ઉપર એકસરખી બાંધણીનાં પુસ્તકોની કતાર લાગી ગઈ હતી. ચારે ભીંતો પુસ્તકોથી ભરી હતી. ઘોડા ઉપર ચડવા માટે વચ્ચે નાની નાની સીડીઓ અને ઓરડાની વચ્ચે ટેબલો અને ખુરશીઓ પડ્યાં હતાં. તેના ઉપર થોડાંએક છાપાંઓ પણ હતાં. છાપાંઓ છેક જ જૂનાં હતાં. ચાર વીજળીની બત્તીઓથી આખો ઓરડો પ્રકાશિત હતો. હું આ બધું જોઈને આભો જ બની ગયો. મને આ બધું સ્વપ્ન જેવું લાગ્યું. થોડી વારે હું બોલ્યો કેપ્ટન સાહેબ ! દુનિયાના કોઈ પણ રાજમહેલના પુસ્તકાલયને શરમાવે ...Read More

9

સાગરસમ્રાટ - 9 - શિકારનું આમંત્રણ

શિકારનું આમંત્રણ પાસિફિક મહાસાગર ઠેઠ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી એશિયાના પૂર્વ કિનારાથી અમેરિકાના પશ્ચિમ કિનારા સુધી પથરાઈ પડ્યો છે. બધા સમુદ્રોમાં તે સૌથી શાંત છે. તેના પ્રવાહો વિશાળ અને મંદ છે. તેની ભરતી પણ શાંત હોય છે. તેમાં વરસાદો પુષ્કળ પ્રમાણમાં વરસે છે. બહુ વિચિત્ર સંજોગોમાં આ મહાસાગરની અંદર અમારે ફરવાનું થયું. પ્રોફેસર ! આપણી મુસાફરી અહીંથી શરૂ થાય છે. જુઓ, પોણાબાર થવા આવ્યા છે. હવે હું વહાણને દરિયાની સપાટી ઉપર લઈ જાઉં છું.' એટલું બોલીને કેપ્ટન નેમોએ વીજળીની ટેકરી ત્રણ વાર વગાડી કે પંપો ચાલુ ...Read More