ગુલામ

(1.4k)
  • 84.9k
  • 9
  • 42.9k

ગુલામ લેખક – મેર મેહુલ પ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, કલાકાર અને પ્રણયભંગ નવલકથાઓ ક્રમશઃ પુરી થઈ હોવાથી નવી નવલકથા લઈને આપની સમક્ષ હાજર થયો છું. બંને નવલકથાને વાંચકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે જે બદલ આપ સૌનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. આગળ પણ આવો જ પ્રેમ મળી રહે એવી અપેક્ષા છે. જે વાંચકમિત્રો મને પ્રથમવાર વાંચી રહ્યાં છે તેઓને મારી અન્ય નવલકથાઓ વાંચવા વિનંતી છે, જેથી મારી લેખનશૈલીથી તેઓ પરિચિત થાય. આપ સૌ જાણો જ છો કે મારાં લેખનકાર્યની શરૂઆત ‘પ્રેમકથાઓ’ લખવાથી થઈ હતી. મારી માન્યતા અનુસાર એ એકમાત્ર એવો વિષય છે જેમાં બધાં જ વિષયો આવરી

Full Novel

1

ગુલામ – 1

ગુલામ લેખક – મેર મેહુલ પ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, કલાકાર અને પ્રણયભંગ નવલકથાઓ પુરી થઈ હોવાથી નવી નવલકથા લઈને આપની સમક્ષ હાજર થયો છું. બંને નવલકથાને વાંચકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે જે બદલ આપ સૌનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. આગળ પણ આવો જ પ્રેમ મળી રહે એવી અપેક્ષા છે. જે વાંચકમિત્રો મને પ્રથમવાર વાંચી રહ્યાં છે તેઓને મારી અન્ય નવલકથાઓ વાંચવા વિનંતી છે, જેથી મારી લેખનશૈલીથી તેઓ પરિચિત થાય. આપ સૌ જાણો જ છો કે મારાં લેખનકાર્યની શરૂઆત ‘પ્રેમકથાઓ’ લખવાથી થઈ હતી. મારી માન્યતા અનુસાર એ એકમાત્ર એવો વિષય છે જેમાં બધાં જ વિષયો આવરી ...Read More

2

ગુલામ – 2

ગુલામ ભાગ – 2 લેખક – મેર મેહુલ ( પ્રતાપગઢનાં રીવાજો) પપ્પાનો ફોન આવ્યો એટલે મરણીયો થઈને ઉભો થયો. ખભા ઝુકાવી નિસ્તેજ અને ઉતરેલા મોઢે એ મોટરસાઇકલ તરફ આગળ વધ્યો. રોડની બાજુમાં ભુપતભાઇની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પડી હતી. સ્પ્લેન્ડરનાં હાલ પણ અભય જેવાં જ હતાં. આગળનું ટાયર મુંડાઈ ગયું હતું, ટાયર ઉપરનો પંખો તૂટી ગયો હતો. હેડલાઈટની સ્વીચ ખરાબ થઈ ગઈ હતી એટલે વાયરને કાપીને લાઈટો શરૂ કરી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટરસાયકલ ચાવી વિના જ શરૂ થઈ જતી હતી. મોટરસાયકલના6 મોરામાં તિરાડ પડી ગઈ હતી. પેટ્રોલની ટાંકીનું ઉપલું ઢાંકણ નહોતું, ગિયર બદલાવાનું પગું પણ ...Read More

3

ગુલામ – 3

ગુલામ – 3 ( પિતાનો ત્રાંસ ) પોતાનાં પિતા પાસેથી કડવા વચનો સાંભળી, બધાની બેઇજત થઈને અભય કાઉન્ટર પાસે જઈને ઉભો રહ્યો. વડીલોએ મહેમાનોને જમવા માટે હાંકલ મારી એટલે મહેમાનો ભૂખ્યા શિયાળનાં ઝુંડની જેમ કાઉન્ટર પર ઢગલો થઈ ગયાં. અભયે પોતાનું ધ્યાન જમવાનું પીરસવા પર કેન્દ્રિત કર્યું. થોડીવાર પછી ઉદય કાઉન્ટર પર આવી, અભય પાસે ઉભો રહી ગયો. અભયનો બેજાન ચહેરો જોઈ તેનાં પપ્પા ખિજાણાં હશે એ વાત ઉદય સમજી ગયો. તેણે અત્યારે મૌન રહેવાનું જ મુનાસિફ સમજ્યું. જમણવાર પત્યું એટલે ધીમે ધીમે મહેમાનો વિદાય લેવાં લાગ્યાં. કાઉન્ટર પર રહેલાં છોકરાઓએ પણ જમી લીધું. ત્યારબાદ બે કલાક ...Read More

4

ગુલામ – 4

ગુલામ – 4 ( જન્માષ્ટમીની તૈયારી અને ભાભીનું શ્રીમંત -1 ) સાડા આઠ વાગ્યે ફાળો બંધ કરીને બધાં દોસ્તો ચોરે આવીને એકઠાં થયાં. રાજદીપની પાસે રૂપિયાનો હિસાબ હતો, ઉદય પાસે પહોંચ બુક હતી. બંને આજનો હિસાબ મેળવી રહ્યાં હતાં. “સાતસોને વિશ રૂપિયા થયાં આજે” ઉદયે સરવાળો કરીને કહ્યું. “બરોબર છે” રાજદીપે કહ્યું અને પછી એક પચાસની નોટ કરણ તરફ ધરીને વાત આગળ વધારી, “લે ભાઈ, તું બીડી અને માવા લાવ્યો હતો એનાં” “પચાસ રૂપિયા બાદ કરતાં, છસ્સોને સિત્તેર વધ્યા” ઉદયે હિસાબ કર્યો, “જન્માષ્ટમીને આડા હજી દસ દિવસ છે, જો આમ જ ફાળો મળશે તો સાત-આઠ હજાર જ થશે” ...Read More

5

ગુલામ – 5

ગુલામ – 5 ( જન્માષ્ટમીની તૈયારી અને ભાભીનું શ્રીમંત -2 ) અભયે ખડકી એટલે ગઈ કાલની જેમ જ અશોકભાઈ અને પ્રવીણભાઈ ખાટલામાં બેઠાં હતાં. ચાની રકાબી નીચે પડી એટલે પોતે ગઇકાલ કરતાં આજે મોડો છે એ સમજી ગયો હતો. “ત્રણસો માણસોની રસોઈનું એસ્ટીમેટ કઢાવ્યું છે” ભુપતભાઇએ કહ્યું, “મીઠાઈમાં મોતીચુર ચાલશેને ?” સામે બેઠેલાં બંને વ્યક્તિએ યંત્રવત માથું ધુણાવ્યું. અભય તેનાં ભાભી પાસે ગયો, તેનાં ભાભીએ ઘૂંઘટ તાણેલો હતો. “કંઈ તારીખ આવી ?” અભયે જિજ્ઞાસાવશ પુછ્યું. “હાતમ” ભાભીએ શરમાઈને કહ્યું. ‘આઠમનાં દિવસે જન્માષ્ટમી છે અને સાતમનું શ્રીમંત છે, બંનેને એક સાથે જ આવવું હતું’ અભય મનમાં બબડ્યો. પછી ...Read More

6

ગુલામ – 6

ગુલામ – 6 ( પિતા સાથેનું શીતયુદ્ધ) અભયે તેનાં પિતા સાથે આંખ મેળવવાનું અને જમવા માટે હાથ-પગ ધોવા ચાલ્યો ગયો. હાથ-પગ ધોઈને એ રૂમાલ તરફ વળતો હતો ત્યારે તેનાં પિતાએ અવાજ આપ્યો, “અભય, આયા આવતો” અભય થંભી ગયો. તેનાં હૃદયની ધડકન આપોઆપ વધવા લાગી. ગભરામણને કારણે તેનાં શરીરે પરસેવો છૂટવા લાગ્યો. ડરતો ડરતો એ ખાટલા નજીક આવ્યો. નજર જમીન સાથે જકડીને એ ઉભો રહ્યો. “જન્માષ્ટમીનું શું નાટક છે ?” ભુપતભાઇએ ભારેભરખમ અને તીખાં અવાજે પુછ્યું, “ખબર નથી તારાં ભાભીનું શ્રીમંત છે” “મેં બા હારે વાત કરી હતી બાપા” અભયે હિંમત કરીને કહ્યું, “બે દિવસ હું તૈયારીમાં નય ...Read More

7

ગુલામ – 7

ગુલામ – 7 (અભયનું માનભંગ) જીગાને હિસાબ આપીને દસ મિનિટમાં અભય પરત ફર્યો. તેણે ખીડકી ખોલી ત્યારે બધાં તેની સામે એવી રીતે જોઈ રહ્યાં હતાં જાણે બધાએ તેને કોઈનું મર્ડર કરતાં જોઈ લીધો હોય. અભયે તેનાં બનેવી સાથે આંખો મેળવી. એનાં બનેવી દયા અને સહાનુભૂતિનાં ભાવે અભય સામે જોઈએ રહ્યાં હતાં. અભયે નેણ ઊંચા કરીને ઇશારામાં જ શું થઈ રહ્યું છે એ પુછ્યું. બનેવીએ જવાબમાં તેનાં સસુર તરફ આંખોનો ડોળા ઘુમાવીને બે વાર આંખો પલકાવીને એકવાર માથું નીચે કર્યું. અભયે ઊડતી નજર બધાં ખાટલા પર ફેંકી. સાત-આઠ ખાટલામાં ચાર-ચાર પુરુષો બેઠાં હતાં જેમાં મહેમાનો, કુટુંબનાં આવેલાં વડીલો ...Read More

8

ગુલામ – 8

ગુલામ – 8 ( ટ્રીપનું આયોજન) શ્રીમંત પતી ગયું હતું, જન્માષ્ટમીનો ઉત્સવ પણ ઉજવાય ગયો બંને પ્રસંગો અભય માટે શોકસભા જેવાં રહ્યાં હતાં. અભય બે દિવસમાં એક શબ્દ પણ નહોતો બોલ્યો. જે કામ ચીંધવામાં આવે એ કામ ચૂપચાપ કર્યા કરતો. બીજી તરફ ભુપતભાઇ શ્રીમંતનાં દિવસે અભય સાથે એવી રીતે વર્તન કરતાં હતાં જાણે તેણે અભયને કંઈ કહ્યું જ ના હોય. જરૂર પડે એટલે અભયને કામ માટે બોલાવવો, ભાભીને થપાટ મારવાની રસમમાં પરાણે મોકલવો, શ્રીમંત પૂરું થયાં પછી વાસણની ગણતરીમાં લિસ્ટ આપવું વગેરે કામ પ્રેમથી કહીને કરાવતાં હતાં. જન્માષ્ટમીમાં પણ અભય પૂરો દિવસ બહાર રહ્યો અને રાત્રે બર ...Read More

9

ગુલામ – 9

ગુલામ – 9 (દિવની ટ્રીપ) સવારનાં સાડા પાંચ થયાં હતાં. બધાં દોસ્તો ધોળા જંકશનનાં પર બેઠાં હતાં. ઉદયે ભુપતભાઇને કહીને અભયને સોમનાથ લઈ જવાની મંજૂરી લઈ લીધી હતી. પાંચ વાગ્યે ભોપાભાઈને જગાડી છકડાંમાં બેસીને બધાં પ્લેટફોર્મે પહોંચી ગયાં હતાં. રૂપિયાનો હિસાબ રાજદીપ પાસે જ હતો એટલે બધો ખર્ચો રાજદીપ દ્વારા થવાનો હતો. ક્યાં કેટલો ખર્ચો થયો એનો હિસાબ ઉદય રાખવાનો હતો. અભયનાં ના પાડવા છતાં એની બાએ વહેલી સવારે ઉઠીને થેપલાં બનાવી દીધા હતાં. બાપાએ સામે ચાલીને અભયને ખર્ચા માટે પાંચસો રૂપિયા આપ્યા હતાં. “દિવમાં ફરવા જેવું શું છે ?” કરણે પુછ્યું. “અમે કોલેજમાં હતાં ત્યારે હું પ્રવાસમાં ...Read More

10

ગુલામ – 10

ગુલામ – 10 (અભયની વાતો) દસ મિનિટ સુધી બધાં કૂદતાં રહ્યાં. આખરે અભયે બંધ કર્યા અને પાળીનાં કાંઠે જઈને ચુપચાપ બેસી ગયો. અભયને અચાનક ચુપ થઇ ગયેલો જોઈને બધાંને આશ્ચર્ય થયું. એક પછી એક બધાં અભય પાસે પહોંચવા લાગ્યાં. અભય બે પગ વચ્ચે માથું દબાવીને બેઠો હતો. “હૂ થયું અલા ?” ઉદયે તેની પાસે બેસીને, ખભા પર હાથ રાખીને પૂછ્યું, “ હાલને, ગરબા નથી લેવા ?” અભયએ કંઈ જવાબ ન આપ્યો. “હૂ થયું ઇ તો કે !” જીગાએ પુછ્યું. અભય હજી મૌન જ હતો. “માથું ઊંચું કરાય તો એનું” જીગા કહ્યું. ઉદયે બે હાથ વચ્ચે અભયનું ...Read More

11

ગુલામ – 11

ગુલામ – 11 લેખક – મેર મેહુલ (અમદાવાદમાં નોકરી) ફેબ્રુઆરી, 2019, દિવની ટ્રીપ સપ્ટેમ્બરમાં થઈ એ ટ્રીપ પછી અભય અને તેનાં પિતા વચ્ચે બે અઠવાડિયા સુધી અબોલા રહેલાં. ત્યારબાદ અભયનો ગુસ્સો શાંત થયો એટલે તેણે જ સામેથી પોતાનું વર્તન સુધારી લીધેલું. ત્યારબાદનાં ચાર મહિના અભયે રીંગણી, કપાસ અને ઘઉં જેવાં પાકોમાં પાણી આપવું, દવા છાંટવી, રાત્રે પાકોનું ધ્યાન રાખવું જેવાં કામોમાં જ આપ્યાં હતાં. ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં અભયે કૉલેજનાં અને ગામનાં દોસ્તોને બોલાવી રાત્રે ઓળાનો પણ પ્રોગ્રામ બનાવ્યો હતો. એ રાત્રે બધાએ તાપણું કરીને મોડી રાત સુધી વાતો કરી હતી. જો કે ત્યારે અભયે તેનાં પિતા વિશે એક ...Read More

12

ગુલામ – 12

ગુલામ – 12 લેખક – મેર મેહુલ ( બિનસચિવાલયની તૈયારી – 1) જૂન, 2019 વહેલો જાગીને વાંચવા બેસી ગયો હતો. અડધી કલાક વાંચ્યા પછી તેનું મન ભટક્યું એટલે થોડીવાર હવા ખાવા માટે બહાર નીકળ્યો. તેનાં બા રોટલી કરતાં હતાં અને પીતાં શિરામણ. “આજે મારું ટિફિન બનાવજો બા” અભયે આળસ મારોડતાં કહ્યું. “બપોર હુધી ખેતરમાં કામ છે, જમીને વાંચવા હાલ્યો જાજે” ભુપતભાઇએ ભાખરીનું બટકું ચાવતાં ચાવતાં કહ્યું. અભયે પરાણે માથું ધુણાવ્યું અને અંદર ચાલ્યો ગયો. બપોર સુધી અભયે ખેતરમાં કામ કર્યું, જમીને પછી એ ઉદયનાં ઘરે વાંચવા ચાલ્યો ગયો. ઉદય,સૌરભ અને અભય સાથે મળીને વાંચવાનું નક્કી કર્યું હતું. ...Read More

13

ગુલામ – 13

ગુલામ – 13 લેખક – મેર મેહુલ ( બિનસચિવાલયની તૈયારી – 2 ) ઓગસ્ટ, 2019 “પરીક્ષાની તારીખ આવી ગઈ !” અભય રૂમમાં પ્રવેશ્યો એટલે ઉદયે સમાચાર આપ્યાં, “20, ઓક્ટોબરે પરીક્ષા છે” “મતલબ હજી બે મહિનાની વાર છે” અભયે બેગ નીચે રાખતાં કહ્યું. “હજી બે મહિનાની નહિ, ખાલી બે મહિનાની જ વાર છે” ઉદયે ચિંતાગ્રસ્ત અવાજે કહ્યું, “તને નથી લાગતું આપણે કંઈ વાંચતા જ નથી !!!” “થઈ જશે ભાઈ” સૌરભે કહ્યું, “આટલી બધી ચિંતા કેમ કરે છે ?” “ચિંતા તો થાય જ ને, બાપાએ ચાર મહિના વાંચવા માટે આપ્યા છે અને આપણે બે મહિનાથી વાતુના વડા સિવાય કંઈ નથી કરતાં” ...Read More

14

ગુલામ – 14

ગુલામ – 14 લેખક – મેર મેહુલ ( લોકડાઉનની મુસીબત – 1 ) માર્ચ, 2020 સરકારી નોકરી લેવાની ગાંઠ મનમાં બાંધી લીધી હતી. હવે સરકારી નોકરી પછી જ પિતાની ગુલામીમાંથી છૂટી શકે એવું અભયે સ્વીકારી લીધું હતું. તૈયારી માટે અભયે વ્યવસ્થિત વ્યૂહરચના બનાવી હતી. તેનો એક દોસ્ત 2018ની કંડક્ટરની ભરતીમાં પાસ થઈ ગયો હતો એની પાસેથી માર્ગદર્શન મેળવીને ભાડા અને લગેજનાં દાખલા શીખી લીધાં હતાં. ધોરણ – 9 10 ની ગુજરાતી તથા સામાજિક વિજ્ઞાનનાં પુસ્તકો લાવીને વાંચી લીધાં હતાં તથા ગુજરાતનું કરન્ટ અફેર પણ તૈયાર કરી લીધું હતું. અભયને ધોરણ – 10 તથા 12માં સારા એવા ટકા આવ્યાં ...Read More

15

ગુલામ – 15

ગુલામ – 15 લેખક – મેર મેહુલ ( લોકડાઉનની મુસીબત – 2 ) અભય સાથે અન્યાય હતો. પોતે ભૂલ નહોતી કરી એની સજા તેને મળી હતી. પોતાનાં પિતા પાસેથી એવા કડવા વચનો સાંભળવા મળ્યાં હતા જે માત્ર એક પુત્ર જ નહીં પણ કોઈપણ વ્યક્તિનાં આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે એવા હતાં. હંમેશાની જેમ બીજા દિવસની સવાર એવી રીતે જ ઊગી જેમ ગઈ રાત્રે કંઈ બન્યું જ ના હોય. વહેલી સવારે ભુપતભાઇએ અભયને પાણી વાળવા જવા કહ્યું, અભય કંઈ પણ બોલ્યાં વિના ઋષિ સાથે ખેતરમાં ચાલ્યો ગયો. આ એ જ સમય હતો જે અભય પોતાની દલીલો પિતા સામે નહોતો ...Read More

16

ગુલામ – 16

ગુલામ – 16 લેખક – મેર મેહુલ ( લોકડાઉન પછીનો સમય ) જુલાઈ, 2020 મહિનામાં લોકડાઉન પછી ધીમે ધીમે બધાં ધંધા ફરી શરૂ થવા લાગ્યાં હતાં. ઋષિને પણ પોતાની નોકરી શરૂ થઈ ગઈ હોવાથી એ ભાવનગર ચાલ્યો ગયો હતો. અભય ઉમરાળા પાસે આવેલાં સાબુનાં કારખાનામાં કામે લાગી ગયો હતો. લોકડાઉન પછી બજારમાં માલની એટલી અછત હતી કે કારખાનામાં માલનું ચોવીશ કલાક ઉત્પાદન કરવું પડતું હતું. અભયે અહીં પણ તકનો લાભ ઉઠાવ્યો હતો. એ સવારનાં આઠથી રાતનાં આઠ વાગ્યાં સુધી દિવસની પાળીમાં કામ કરતો અને રાતનાં આઠથી સવારનાં ત્રણ વાગ્યાં સુધી રાતની પાળીમાં કામ કરવા લાગ્યો હતો. અભયે ...Read More

17

ગુલામ – 17

ગુલામ – 17 લેખક – મેર મેહુલ ( દોસ્ત સાથેની મુલાકાત ) ઓગસ્ટ, 2020 એક ઋષિનો ફોન આવ્યો અને અભયને ઇન્ટરવ્યૂ માટે ભાવનગર આવવા કહ્યું. અભય ડોક્યુમેન્ટની ફાઇલ લઈને ભાવનગર પહોંચી ગયો. સ્પંદના નામની માઈક્રો ફાઇનાન્સ કંપનીમાં ફિલ્ડ ઑફિસરની જરૂર હતી. અભયે કોઈ દિવસ માર્કેટમાં પગ પણ નહોતો રાખ્યો, એનાં માટે આ અલગ જ વિષય હતો પણ કોરોનાંને કારણે લોકો બહાર ફરવામાં ડરતાં એટલે અનુભવી અને બિનઅનુભવી માટે આ એક સારી તક હતી. ત્રણ જગ્યા માટે કુલ અઢાર રિસ્યુમ લેવામાં આવ્યાં હતાં, તેમાં માર્કેટનાં અનુભવનાં ચાર લોકો હતાં. પોતાને આ નોકરી નહિ મળે એ વાત અભય જાણતો ...Read More

18

ગુલામ – 18

ગુલામ – 18 લેખક – મેર મેહુલ ( પિતા-પુત્રનાં માઠાં સંબંધો ) સાડા વાગ્યે અભય શરૂ વરસાદે ભાવનગરથી પ્રતાપગઢ તરફ રવાના થયો હતો. વરસાદનું જોર વધુ હતું, મોટાં છાંટા કાને આવીને પથ્થરની જેમ વાગતાં હતાં. અભય ઘાંઘળી ગામથી આગળ ગયો એટલે ચોગઠનાં ઢાળ પહેલાં તેને એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સામેનાં નાના નાળા પરથી અડધા ફૂટ જેટલું પાણી જતું હતું. વાહનચાલકો જાળવીને એ નાળુ પસાર કરતાં હતાં. અભયે પણ ધીમે ધીમે નાળુ પાર કર્યું. વરસાદ હજી સાંબેલાધાર વરસતો હતો. અભય ચોગઠ પહોંચ્યો ત્યાં મોટરસાયકનાં પાછળનાં ટાયરમાં હવા નીકળી ગઈ. ફરી મોટરસાયકને દોરીને અભય પંચરવાળાને ત્યાં લઈ ગયો. ...Read More

19

ગુલામ – 19 - છેલ્લો ભાગ

ગુલામ – 19 લેખક – મેર મેહુલ ( અભયનો પત્ર અને ઉપસંહાર ) વરસાદનું વધી રહ્યું હતું, પુરા ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર થઈ હતી અને ત્યારબાદ અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ હતી. પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ઇંચને બદલે ફૂટમાં પાણી મપાવા લાગ્યા હતાં. ભાવનગર જિલ્લામાં તેની તુલનાએ ઓછો વરસાદ હતો પણ ભાલ પ્રદેશમાં હંમેશાની જેમ બધી નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. ભુપતભાઇ અને અભય વચ્ચે જે દિવસે બોલબાલી થઈ હતી તે દિવસથી ભુપતભાઇનું અભય તરફનું વર્તન વધુ ખરાબ થઈ ગયું હતું. તેઓએ વાતવાતમાં અભયને વડકા કરવા લાગ્યાં હતાં. પહેલાં કરતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી તો પણ આ વખતે ...Read More