નાનપણથી નાની નાની બોધવાર્તાઓ ખૂબ ગમતી . પછી ભલે એ પંચતંત્રની વાર્તાઓ હોય કે અકબર બીરબલની વાર્તાઓ . કે દાદા-દાદી ની હળવી ફુલ વાર્તા હોય . મનમાં વીચાર આવ્યો કે આવી જ નવી બોધવાર્તાઓ લખીએ તો ? અને આ એક નાનકડો પ્રયાસ ચાલુ કર્યો અને નામ આપ્યું "બાળ બોધકથાઓ" . નામ તો બાળ બોધકથાઓ છે પણ આ વાર્તાઓ હરેક ઉંમરની વ્યક્તિઓ ને ખૂબ કામની છે . કેમકે સારી વાત સાંભળવાની કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી . બસ બાળકોની શીખવાની ક્ષમતા પ્રૌઢ વ્યક્તિઓ કરતાં વધુ હોય છે કદાચ એટલેજ વાર્તાઓ ને બાળવાર્તાઓ કહેતા હશે . અને જો મનોરંજન માટે આવું ઉત્તમ માધ્યમ મળે તો એનાથી વધુ સારું શું હોય શકે ? તો આવી જ વાર્તાઓ સાથે મળતા રહેશું.
New Episodes : : Every Friday
બાળ બોધકથાઓ - 1
નાનપણથી નાની નાની બોધવાર્તાઓ ખૂબ ગમતી . પછી ભલે એ પંચતંત્રની વાર્તાઓ હોય કે અકબર બીરબલની વાર્તાઓ . કે ની હળવી ફુલ વાર્તા હોય . મનમાં વીચાર આવ્યો કે આવી જ નવી બોધવાર્તાઓ લખીએ તો ? અને આ એક નાનકડો પ્રયાસ ચાલુ કર્યો અને નામ આપ્યું "બાળ બોધકથાઓ" . નામ તો બાળ બોધકથાઓ છે પણ આ વાર્તાઓ હરેક ઉંમરની વ્યક્તિઓ ને ખૂબ કામની છે . કેમકે સારી વાત સાંભળવાની કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી . બસ બાળકોની શીખવાની ક્ષમતા પ્રૌઢ વ્યક્તિઓ કરતાં વધુ હોય છે કદાચ એટલેજ વાર્તાઓ ...Read More
બાળ બોધકથાઓ - 2 - સાયકલ
સાયકલ ઉલ્લાસ પુર ગામમાં રહેતા એક નાનકડા પરિવારની આ વાત છે . પંખીના માળા જેવડા આ પરિવારમાં ત્રણ સદસ્ય . મોહનભાઈ અને યશોદાબેન નામનું પ્રેમાળ સંસ્કારી દંપતિ અને તેમને જીવથીયે વધુ વ્હાલો તેમનો એકનો એક દિકરો સંજય . મોહનભાઇ પાસે એક નાનકડું ખેતર હતું અને થોડી ગાયો-ભેંસો . થોડા માણસો રાખી મોહનભાઈ ખેતરનું અને ગાયો-ભેંસો નું ધ્યાન રાખે અને એ અનાજ અને દુધના કારોબારથી એમનું ગુજરાન સારી રીતે ચાલતું . યશોદાબેન અને મોહનભાઈને ચિંતા રહેતી તો બસ ...Read More
બાળ બોધકથાઓ - 3 - જીવનદાદા
અનુરાગ નગર નામની એક ખૂબ વીશાળ સોસાયટી હતી . એમાં રહેતા હતા એક જીવનશંકર માસ્તર . માસ્તર એટલે કે શિક્ષક હતા . આખું જીવન શિક્ષક તરીકે સેવા આપી . હવે તેઓ પોતાના પત્ની જયાબા સાથે નિવૃત્ત જીવન કાઢતાં હતા અને તેમનો પુત્ર બીજા શહેરમાં નોકરી કરતો . આમ તો બધા તેમને જીવનદાદા જ કહે . જીવનદાદા એટલે એક શ્રેષ્ઠ શિક્ષક અને અણીશુદ્ધ સજ્જન વ્યક્તિ . એમ જ માની લો ને કે કળયુગમાં કોઈ સતયુગનો જીવ આવી ગયો હોય . છેલ્લે એમને ક્રોધ ક્યારે આવ્યો હશે એ કદાચ ...Read More
બાળ બોધકથાઓ - 4 - ચિન્ટુ
" ચિન્ટુ.. હવે જો તે તોફાન કર્યા છે ને તો તારો વારો કાઢી નાખીશ.." ચિન્ટુ તોફાન કરે એટલે એના એના પર આમ જ બરાડે અને ચિન્ટુ જાય સીધો દાદીમાના ખોળામાં . એને વિશ્વાસ હોય આ ખોળામાં એને કોઈ કાંઈ નહીં કરી શકે . ચિન્ટુ દાદીમાનો બહું લાડકો . રાત્રે ચિન્ટુ સુવે નહીં ને દાદીમાને સુવા પણ ન દે અને જીદ્દ કરે વાર્તા સાંભળવાની . દાદીમા પૂછે "મારા ચિન્ટુ ને કઈ વાર્તા સંભળાવુ..?" ચિન્ટુ જવાબ આપે "ઓલી..જંગલ વાળી.." એટલે દાદીમા એમના અંદાજમાં વાર્તા શરૂ કરે.... બહું સમય પહેલાની આ વાત ...Read More
બાળ બોધકથાઓ - 5 - સુમતિદેવ
બહું સમય પહેલાની આ વાત છે . એક રાજ્ય હતું . એ રાજ્યનું નામ હતું ઉદયગઢ . રાજા શોર્યવીરસિંહજી રાજમાં ઉદયગઢની પ્રજા ખૂબ સુખી અને સંતોષકારક જીવન જીવતી હતી . શોર્યવીરસિંહજી ના દરબારમાં ઘણા મંત્રીઓ હતા . પણ સહુથી વધુ બુદ્ધિશાળી અને વિવેક વિનય સંપન્ન મંત્રી હતા સુમતિદેવ . જે હંમેશા રાજાજીના ખાસ રહેતા રાજ્યનો કોઈ પણ નિર્ણય એમની મંત્રણા વગર ન લેવાતો . સુમતિદેવ હતા પણ એવા . પોતાની શ્રેષ્ઠ બુદ્ધિથી હંમેશા રાજાજીને યોગ્ય દિશા બતાવતાં . પ્રજાની સુખાકારી અને ન્યાય નું હંમેશા ધ્યાન રાખતા . સત્તાનો સદુપયોગ એમનો જીવનમંત્ર ...Read More
બાળ બોધકથાઓ - 6 - ચનો ડાકુ
ચનો ડાકુ બહુ સમય પહેલાની વાત છે . વીરદળ નામનું એક ગામ હતું . જાણે સ્વયં લક્ષ્મી-નારાયણ બંન્નેના આશિષ હોય એવું સુખ-સમૃદ્ધિથી છલકાતું ગામ . ગામની સીમ પાસે મમતાથી ભરેલી મા જેવી એક પવિત્ર નદી વહે . એ પવિત્ર નદી કિનારે એક સંતશ્રીનો આશ્રમ . સંતશ્રી ભગવાનની ભક્તિ-પુજા કરે સવાર સાંજ ગ્રામજનો તેમની પાસે આવે સારી સારી વાતો સાંભળે આમ આશ્રમ ખૂબ સારી રીતે ચાલતો હતો . એમાં એક વાર ઉનાળાના ભળભળતા તાપમાં એક વટેમાર્ગુ આશ્રમમાં આવ્યો પણ કળયુગની કાળાશ ધારણ કરી હોય એવા એના વાળ અને ઘેઘૂર દાઢી . ક્રોધને પોતાનો શણગાર સમજતી હોય એવી લાલઘૂમ આંખો . ...Read More
બાળ બોધકથાઓ - 7 - વિરન
વિરન બહુ સમય પહેલાની વાત છે . દિવારજની નામનું એક રાજ્ય હતુ . આ રાજ્યના રાજા હતા સોમસુર્યદત્ત . સુખી સંપન્ન રાજ્ય અને અતિશય ગુણિયલ નૃપતી પણ આજે વાત કરવાની છે એ રાજ્યના એક યુવાન વિરનની . વિરન માંડ અઠ્ઠાવીસ કે ઓગણત્રીસ વરસનો હશે પણ અદમ્ય સાહસ અને વીરતાથી ભરેલો જુવાન . સૈન્યમાં બહું થોડા સમયમાં મોટું માન મેળવી લીધું . ધીરે ધીરે વિરન રાજા સોમસુર્યદત્ત નો ખાસ બની ગયો . આમ દિવસો નીકળતા હતા અને વિરન પર રાજાજીનો રાજીપો વધતો હતો . એવામાં એક સમી સાંજે રાજાજી એમના રાણી સાથે મહેલના ઝરુખે બેઠા હતા . વાતો કરતાં કરતાં ...Read More
બાળ બોધકથાઓ - 8 - કાળી ગાય , સફેદ ગાય
કાળી ગાય , સફેદ ગાય શાળાનું નવું વર્ષ ચાલું થયું તું . બાળકો મામાના ઘરેથી પાછા આવી ગયા હતાં નવા પુસ્તકોની સુગંધ , ખભ્ભે નવા દફ્તર અને નવિન ઉત્સાહ સાથે બાળકો શાળાએ આવવા માંડ્યા હતા . ઘણા બાળકોનું નવું એડમિશન પણ થયેલું . ઉર્વા દીદી ના સાતમા ધોરણના ક્લાસમાં એવો જ એક નવું એડમિશન લીધેલ બાળક લલિત આવેલો . પહેલા દિવસે તો એ ખુબ ખુશ હતો પણ ધીમે ધીમે એ ઉદાસ રહેવા લાગ્યો . ઉર્વા દીદી ને કશું સમજાતું ન્હોતું એટલે એમને બીજા જુના વિદ્યાર્થીઓ પાસેથી થોડી તપાસ કરી . તપાસ કરતાં જણાયું લલિતની ઉદાસીનું કારણ છે એના મોટા ...Read More