જેલ નંબર ૧૧ એ

(121)
  • 105.4k
  • 32
  • 45.8k

આજે પંદર તારીખ હતી. કદાચ આજે પંદર તારીખ હતી. ના, કાલે પંદર તારીખ હતી. કાલે પંદર તારીખ હતી? કેમ યાદ નથી આવતું? આજે સોળ તારીખ થઈ? કે આજે પંદર તારીખ થઈ? કોઈ તહેવાર આવ્યો હતો? ના, યાદ નથી. કોઈ મળવાનું હોય? શ્રેય તો આઉટ ઓફ સ્ટેટ છે, રીયા છેલ્લી વાર ક્યારે મળવા આવી હતી? જો આજે પંદર તારીખ હોય તો તે ત્રણ તારીખે આવી હતી. રીયાને ખબર હશે? કદાચ. રીયાને ફોન કરું? ના. લેન્ડલાઇન બંધ છે. લેન્ડલાઇન રીપેર કરાવવાનો છે. કોણ કરશે? મનેતો આવડતું પણ નથી. એમને કહું?

Full Novel

1

જેલ નંબર ૧૧ એ - ૧

આજે પંદર તારીખ હતી. કદાચ આજે પંદર તારીખ હતી. ના, કાલે પંદર તારીખ હતી. કાલે પંદર તારીખ હતી? કેમ નથી આવતું? આજે સોળ તારીખ થઈ? કે આજે પંદર તારીખ થઈ? કોઈ તહેવાર આવ્યો હતો? ના, યાદ નથી. કોઈ મળવાનું હોય? શ્રેય તો આઉટ ઓફ સ્ટેટ છે, રીયા છેલ્લી વાર ક્યારે મળવા આવી હતી? જો આજે પંદર તારીખ હોય તો તે ત્રણ તારીખે આવી હતી. રીયાને ખબર હશે? કદાચ. રીયાને ફોન કરું? ના. લેન્ડલાઇન બંધ છે. લેન્ડલાઇન રીપેર કરાવવાનો છે. કોણ કરશે? મનેતો આવડતું પણ નથી. એમને કહું? ના. એના કરતાં હું એમને પૂછી લઉં. એવી રીતે પૂછાય? ના, એ ...Read More

2

જેલ નંબર ૧૧ એ - ૨

મૈથિલીશરણની બાયોગ્રાફિ માંથી લેવામાં આવ્યો એક કિસ્સો: મૌર્વિ તો પાક્કું મિથુનને પછી લઈ ને આવવાની છે. બિલકુલ, મને વિશ્વાસ મૌર્વિ મિથુનને પાછી લાવશે. બંનેઉના ટેસ્ટ એકદમ સરખા જેવાં છે. બંનેઉને પુલાવ બહુ ભાવે છે. એમની માટે પુલાવ બનાવીશ. આજે એ બંનેઉ પાછા આવવાના. બંનેઉને જે ભાવતું હોય તેજ બનાવાય. એમા મિથુન તો વનવાસથી પાછો આવ્યો કેહવાય. ડિનરની પ્લેટ લાગી ગઈ છે. ડિનર પણ તૈયાર છે. ડિનર ટેબલ ઉપર મુકાઇ ગયા છે. સાથે ગુલાબના ફૂલ પણ મૂક્યા છે. યલ્લો શર્ટ પહર્યો છે. વાળમાં તેલ પણ નાખ્યું છે. રોજજે નાખું છે. તેલ વાળ માટે સારુ કેહવાય. લગાવવુંજ જોઈએ. પણ મૌર્વિ તો ...Read More

3

જેલ નંબર ૧૧ એ - ૩

મિથુન હવે આઝાદ છે. મિથુન કેદની બહાર છે. મૌર્વિનો વિશ્વાસ કાયમ છે. મૈથિલી પાસે આશા છે. તે જે ઈચ્છે, કદાચ કાયમ થશે. પણ પૃથ્વીના બીજા ખૂણે ક્યાંક આ કહાણીના બીજા અંશો ફસાયેલા છે. આમાંથી એક અંશ છે મંથનાનું. સામે દરવાજો છે. દરવાજા પર તાળું છે. તાળું ખૂલતું નથી. પાછળ વિદ્યુત ઊભો છે. ‘મંથના.. એ લોકો આવતાજ હશે,’ પણ વિદ્યુત હું ટ્રાય કરું છું, દરવાજો નથી ખૂલતો. ‘મંથના.. પ્લીઝ, પ્લીઝ જલ્દી દરવાજો ખોલ.’ દરવાજો લીલા રંગનો છે, કાટ ખવાય ગયો છે. પણ લોક નવું છે. લોક નથી ખૂલતું. ચાવી ચાર વાર લાગી જોઈ. લોક નાથી ખૂલતું. ‘મંથના! સાંભળ, એ લોકો ...Read More

4

જેલ નંબર ૧૧ એ - ૪

મિથુનને જોતાં એનો વિચાર આવે છે. છેલ્લી પંદર મિનિટ થી હું એનાજ વિચારોમાં ખોવાયેલી છું, અને મે તો એને પણ નથી! મિથુન નાના બાળક જેવુ ખાય છે. મને લાગ્યુંજ હતું કે એ લોકો એ મિથુનને નહીં જમાડયો હોય. પણ આટલી ભૂખ? ઓહ ગોડ. પુલાવ એકદમ મારી મમ્મી જેવો બન્યો છે. મૈથિલીને મારી મમ્મી એજ પુલાવ બનાવતા શીખવાડીયો હશે. મારી મમ્મી ને તો ઓલરેડી કોઈકને ને કોઈકને ફૂડ લેશન્સ આપવાજ હોય છે, અને મૈથિલી તો છેજ મમ્મી નો ભગત! મૈથિલીશરણનું નામ મને સહેજ પણ નથી ગમતું. એનું નામ કઈક વધારેજ લાંબુ છે. મૈથિલીના પપ્પા મૈથિલીશરણ ગુપ્ત ના ફેન હતા, તો ...Read More

5

જેલ નંબર ૧૧ એ - ૫

સમર્થ પાસે બે વિકલ્પ હતા. તે પોતાના મરેલા માં-બાપ પાછળ હાર્ટ એટેક આવે ત્યાં સુધી રડે, અને કાં તો એ લોકોથી બદલો લે. તે મીથુનને આ કારણવશજ સાથ આપતો હતો. બદલો લેવા તે કઇ પણ કરી શકે છે. વિશ્વાનલતો સમર્થને જોઈજ રહ્યો. મંથના પણ આંખો ફાડી જોતી રહી. અને જોતીજ રહી. આ કોણ? તે વિચારતી હતી. એમને બચાવવા આવ્યો છે? ના. લાગતોતો નથી. તો એ લોકોને કેમ ઘરમાં બાળી નાખ્યા. કોણ છે આ? ‘હાઈ. હું સમર્થ.’ હેં! આા માણસએ એક સેકેન્ડ પેહલા પાંચ-પાંચ લોકોને મંથનાની આંખોની સામે મારી નાખ્યા હતા. અને હવે એ હાઈ કેહતો હતો? પછી ફોન આવે છે. ...Read More

6

જેલ નંબર ૧૧ એ - ૬

'વિશ્વ,' મીથુન બોલ્યો, 'તને સાચ્ચે લાગે છે કે અમે તને ૧૧ - ના કેપ્ટિવ તરીકે આપી દઇશું? ના. એ ડિસ્ટરેક્ટ કરવા અને પોતે બચવા માટે આ કરવું જરૂરી હતું.' વિશ્વાનલ એકદમ નાના છોકરા જેવો છે. તેણે મનાવવા, નાના છોકરા જેવુ એક્સપ્લનેશન જરૂરી છે. શ્રુતવલ મિત્ર એ ૧૧ - એ નો જનરલ હતો. તેના પાસે ૧૧ - એ નો પ્લાન હતો. પણ ૧૧ - એ માં પુરાવવા બીજા એક "કેપ્ટિવ"ની જરૂર હતી. એ શ્રુતવલની શરત હતી. શ્રુતવલતે મીથુન ના પ્રોફેસરનો ભાઈ છે. 'એ જાડિયા, બૌ ભાવના ખા અવે.' મંથના એ ઝોર થી વિશ્વાનલની પીઠ પર ધબ્બો માર્યો. પછી હસી. 'ક્વીટ લાફિંગ ...Read More

7

જેલ નંબર ૧૧ એ - ૭

ફોન વાગે છે. કવિતા ફોન ઉપાડે છે. કવિતા એક કૅફેમાં બેઠી છે. તેની પાસે એક પુસ્તક છે. ફ્રેંચ 'હેલ્લો?' '૧૧ - એ,' 'મીથુન?' અવાજ ખુશ સંભળાય છે. 'હા -' 'માય ગોડ. તું ૧૧ - એ થી નીકળી ગયો.' 'બિલકુલ.' 'ધેટ'સ અ રિલીફ. ક્યાં છે તું, અને કેવી રીતે થયુ આ?' 'એતો તમારી દિકરીનેજ પૂછો.' પાછળથી મૌર્વિ ગુસ્સે થાય છે. 'મારી જોડે વાત કરવાની ના પાડે છેને?' 'હા.' મીથુન એક સાચ્ચો છોકરો છે. 'હું એને માનવી લઇશ. ચિંતા ન કર. કેમ ફોન કર્યો?' 'માહિતી છે. સચ્ચી છે, કે ખોટી?' 'શું છે?' 'યુટીત્સ્યાનો જનરલ આજે સિહોર આવી રહ્યો છે?' '૨ વાગે ...Read More

8

જેલ નંબર ૧૧ એ - ૮

પવન. ફુકાતો પવન. મૌર્વિ ના સ્કીન પર આ પવન ધીમે થી વહે છે. સિહોર.. રેસ્ટોરંટ.. કાવતરું.. અને પછી? મૌર્વિને યાદ નથી. પણ કોઈકતો હતું. દરવાજા આગળ. જે તેણે જોઈ રહ્યું હતું. અને પછી? ઢાળ.. ઢાળ, કરી કઈક થયું. લોહીનું એક ડ્રોપ તેની આંખો પર પડયું. પછી હતી અસીમ શાંતિ. શું થાય છે, તેની પણ મૌર્વિને કઇ ખબર નથી. મૌરવીનું ચક્રવ્યૂ. ના. માણસો. હા. હવે કઈક દેખાઈ છે. કોઈક છે. ના ઘણા છે. માણસ છે. દૂર છે? ના પાસે- અરે આ તો મીથુન, પેલો સમર્થ અને મંથના છે. હું ક્યાં છું? તે મૌર્વિને જોઈજ રહ્યા છે. મૌરવિ નું મન દુખી ...Read More

9

જેલ નંબર ૧૧ એ - ૯

પાછા અહીં પહોંચી ગયા. ૧૧ - એ માં. સત્યાનાશ થઈ ગયો. આ રૂમની ચાર દિવાલો મને જોવે છે, મને ઓળખતી નથી. આઈ મીન, અહીં પહેલા મિથુન રહતો હતો. હું નહીં. હું તો એને બચાવવા આવી હતી. ૧૧ - એનો રુલ સિમ્પલ છે, ૧૧ નંબરની જેલ છે અને 'એ' કેટેગરીની સજા છે. એ કેટેગરી તે 'ચોરી' માટે છે. જો એકથી વધારે લોકો એકજ ચોરીમાં શામિલ હોય તો સજા પણ વેચાઈ જતી હોય છે. ઉંમર કેદની સજા બધાએ અલગ - અલગ દિવસે ભોગવવાની. શુક્રવારે આ માણસ તો શનિવારે બીજો. અમે પાંચ જણ છીએ. અને મૈથિલીશરણની સજા સૌથી વધુ છે. કેમકે ચોરીના ...Read More

10

જેલ નંબર ૧૧ એ - ૧૦

સમર્થ રૂમની બહાર ઊભો હતો. તેના હાથમાં એક ફોન હતો. એ ક્યારનો કોઈકને ફોન કરતો હતો. બીજુ કોઈ મારી સામે ન હતુ. સમર્થ મને જોતાંજ મને એક કોર્નેર માં લઈ ગયો. આ બિલ્ડિંગ નો રંગ એકદમ ગંદો લીલો હતો. એવો લીલો જે ગ્રે અને લીલા વચ્ચે હોય. દીવાલો બહુ લાંબી હતી. એ ગાર્ડ્સ એ મને જવા દીધી, પણ એમની નજર મારા ઉપર જ હતી. દરવાજો ખુલ્લો હતો, પણ અંદર કોઈ ન હતું. ‘મૌર્વિ.. પ્લીઝ, અહીં ડારતી નહીં.. પણ, મિથુનએ -’ ‘મે સાંભળ્યું મિથુને શું કર્યું.. ૧૧ - એના નવા મેનેજરે કહ્યું.’ પણ હું એકદમ શાંતિથી એ વાત બોલી. ‘જો ...Read More

11

જેલ નંબર ૧૧ એ - ૧૧

મંથના તો બસ મને જોતિજ રહી. પણ ‘શું?’ મૈથિલીશરણ બોલ્યો. ઉત્સવી. ઉત્સવી અને હું જોડે મોટા થયા હતા. એકજ સોસાયટીમાં મોટા થયા. અમારી સ્કૂલ પણ એકજ હતી. અમે સાથે રહ્યા, ઘણી વાર રાત - રાત ભર વાતો કરીયે. પણ એક બીજાના પ્રિય નહીં. મિત્ર, હા. પણ પ્રિય મિત્ર? નો. મારા સિવાય તેનું મિત્ર કોઈ ન હતું. તેથી, હું એની એકજ મિત્ર હતી. બાકી બધા વાત કરે, સારી રીતે વાતો કરે.. પણ, તે મિત્રની કેટીગરીમાં ન આવે. અને તે પણ ઓછું બોલે. કોઈ પૂછે તો જવાબ આપે, પણ પૂછ્યા વગર તો એક અક્ષર પણ તેના મોઢા માંથી ન નીકળે. ‘હા. ...Read More

12

જેલ નંબર ૧૧ એ - ૧૨

પ્રિય વાચક, શું તમે જાણો છો? તમે જેલ નંબર ૧૧ - એ ને વિસ્મરણિય પ્રેમ આપી મને આભાર ધારામાં ડૂબાડી દીધો છે. તમે મારી અશક્યતાઓની મૃત્યુનું કારણ બન્યા છો. અને તમે મારા અશક્યતાઓનું જીવન મારા પાત્રોમાં સર્જી દીધું છે. પેહલા ભાગ ‘તત્વાર્થ’ પછી હવે ‘સત્યાર્થ’ ઉપર આગળ વધીશું. આ ભાગની મુખ્ય પાત્ર મૌર્વિ હશે. અને જૂના પાત્રો સાથે ઘણા નવા લોકો પણ જોવા મળશે. ગૂંથેલી કડીયો ને જુદી પાડવાનો સમય આવી ચૂક્યો છે. પણ શું આ સત્ય સ્વીકારવા તમે તૈયાર છો? અને છો તો શું તમે અહંકાર સહન કરી સકશો? શું તમે યુટીત્સ્યા ને જાણી તેણા રાઝ પામી શકશો? ...Read More

13

જેલ નુંબર ૧૧ એ - ૧૩

'તો તેણે શું કહ્યું?’ રચના મૌર્વિને પૂછે છે. ‘ના પાડી. ખબર હતી મને, તે ના જ પાડશે.’ એ જુઠ્ઠું બોલ્યું. છેલ્લા કેટલાયં સમયથી રચના અને મૌર્વિ વચ્ચે ખાસ મિત્રતાનું ઉદ્ભવ થયો હતો. વર્ષોના મિત્રની જેમ તે બંનેવ વર્તતા. અઠવાડીયા (યુટીત્સ્યાનું અઠવાળિયું ૪દિવસનું છે)માં એક વાર તો મળવાનુજ, તેમ નક્કી હતું. તબંનેમાંથી કોઈ એક તો મળવાનું કહેજ. સીધા ઘરેજ આવી જાય. રચના ઉચ્છાવીસનતે યુટીત્સ્યાની ફાઇનાન્સ મિનિસ્ટર હતી (તેમના માંટે “આર્કીએવી” શબ્દ વપરાતો). તેની જેવા છ લોકો યુટીત્સ્યામાં કામ કરતાં હતા. ‘પછી મમ્મી સાથે વાત થઈ?’ રચના એ પૂછ્યું. ‘ના.’ ‘કેમ?’ રચના ને - ખબર નહીં કેમ? - મૌર્વિની મમ્મી અને ...Read More

14

જેલ નંબર ૧૧ એ - ૧૪

સાઇકલ સવાર રચનાના હૉલ રૂમમાં બેસ્યો હતો. તેની ઉમર ખબર નહતી પડતી. ખૂબ જ પાતળો અને સફેદ હતો. રચના મૌર્વિ ખુરસી ઉપર બેસ્યા હતા. સાઇકલ સવારના હાથ અને પગ બાંધેલા હતા, તે જમીન પર બેસ્યો હતો. મૌર્વિએ સાઇકલ સવારની આંખોમાં જોયું. તેની આંખો કાળી હતી. મૌર્વિના વાળ જેટલી કાળી. ‘શ્વએન વએરત?’ કોણ છે તું? તેમ પૂછ્યું. એણે કોઈ જવાબ ન આપ્યો. ‘તું કોણ છે?’ રચનાએ પૂછ્યું. તેણે કોઈ જવાબ ન આપ્યો. ‘આજથી ચાર મહિના પેહલા મારા ત્યાં કામ કરતા એક માણસે કોઈ ચોરને મારા ઘરે આવતા પકડી પાડ્યો હતો. મે એણે યુટીત્સ્યામાં આપતા પેહલા આજ પ્રશ્ન કર્યો હતો. તેણે ...Read More

15

જેલ નંબર ૧૧ એ - ૧૫

‘આજે મને એ લોકોએ એક ચોકઠું આપ્યું.. મોટું છે. મારા દાંત નાના છે- આ ચોકઠું મોટું છે. મને ચવતા ફાવતું. એ લોકો પથ્થર જેવા ફળો ખાવા આપે છે.. છાલ નથી કાઢતા. દાંત તૂટી ગયા. હું શું કરું? મને ખાતા નથી ફાવતું. ચોકઠું ના આપે ત્યારે ચાવું કઇ રીતે? મોઢામાં દુખે છે. ફાવે કઇ રીતે? કેટલા પણ લોકોએ ચોકઠાને લઈ ખબર નહીં શુંય ચાવ્યા હશે... -’ ‘મમ્મી તું કોઈ કીર્તિ રાજપૂતને ઓળખે છે?’ ‘કીર્તિ.. કોણ કીર્તિ રાજપૂત?’ ‘તેનો પતિ મારો કેટલાય દિવસથી પીછો કરે છે, કહે છે કીર્તિ એ કહ્યું હતું.’ ‘કીર્તિ રાજપૂત? ના. આ નામની કોઈ સત્રીંને હું નથી ...Read More

16

જેલ નંબર ૧૧ એ - ૧૬ અને ૧૭

‘..પછી શું થયું?’ ‘શેના પછી?’ ‘તે એને બાંધી ને રાખ્યો પછી?’ ‘ભાગી ગયો.’ ‘પણ કઇ રીતે?’ ‘વોટ ડુ યુ કઇ રીતે? તે પણ માણસ જ હતો. પગ પર ચાલીને.’ ‘પણ પછી તેની જોડે શું થયું, કેમ થયું કઇ ખબર નથી?’‘ખબર છે ને - પાછળ કંઈક અવાજ આવે છે, કોઈ કશુંક બોલે છે - એ મને મળવા આવ્યો હતો. હું તને પછી કહીશ. વાત કરવાનો સમય સમાપ્ત -’ કહેતા શાંતિ પથરાઈ ગઈ. અને વરસાદ પડવા લાગ્યો. મૌર્વિ ઘરમાં ગઈ. દરવાજો બંધ કર્યો. બે વાર લોક કર્યો. અને એક નાની દિવાસળી (મૌર્વિના ખીચામાં હતી) કાઢી ચપ્પલના સ્ટેન્ડ બાજુ બેસ્યો દીવો પ્રગટાવ્યો. ...Read More

17

જેલ નંબર ૧૧ એ - ૧૮

‘ચાર વર્ષ પહેલા હું પણ એજ જેલ માંથી ભાગી હતી.’ એડેલવુલ્ફા બોલી. તે મૌર્વિ સામે બેસી હતી. જો સામાન્ય માણસ બારી માંથી જોવેત તો તેને લાગેત કે તેઓ બે મિત્ર હતા, સામાન્ય મિત્રો, સામાન્ય વાતો- પણ બારી બંધ હતી. અને એડલવુલ્ફાના હાથ હતકડીમાં બંધ હતા. મૌર્વિ તેને જોઈજ રહી. ‘ઓહ.’ મૌર્વિની મમ્મી જે જેલમાં છે, તેજ જેલ માંથી એડલવુલ્ફા ચાર વર્ષ પહેલા ભાગી હતી. ‘કેવી રીતે?’ મૌર્વિએ પૂછ્યું. ‘ત્યાં એક માણસ કામ કરે છે. રૂથો. એને પૈસા આપ્યા હતા.’ ‘બરાબર.’ તેઓ શાંત થઈ ગયા. કલાક પસાર થઈ ગયો. બે કલાક. ત્રણ કલાક. એડલવુલ્ફા બેસી રહી. મૌર્વિ તેની સામે સ્થિર ...Read More

18

જેલ નંબર ૧૧ એ - ૧૯

એડલવુલ્ફા એ પર્સ તેના સ્વેટર પર લીધું. દરવાજો પાછળ બંધ કરતાં તેણે લોક કર્યુ. બાદ તે ઘરનો ઝાંપો બંધ ઝાંપાની દીવાલ આગળ પળી તે સાઇકલ લીલા રંગની હતી. તેના પર બેસતા તે ડાબી બાજુ વળી ગઈ. સવારમાં રસ્તા લોકોથી ભર્યા હોય છે. દરરેક માનવી માટે રસ્તો હતો, ચાલતા તેઓ તેમના કામ પર જતાં હતા. એડલવુલ્ફા જેવા ચાર - પાંચ લોકોજ સાઇકલ વાપરતા હતા. તેઓને લાંબા રસ્તે જવાનું હોય શકે. પણ એડલવુલ્ફાને ન હતું જવાનું. પછી ચારરસ્તા થી તે જમણી બાજુ વળી. સામે એક મોટી ઇમારત હતી. એક માણસની. એક સ્ત્રી કોઈ ખુરસી પર બેસી હતી. આજતો ભવિષ્યની કળા હતી. ...Read More

19

જેલ નંબર ૧૧ એ - ૨૦

‘એડલવુલ્ફા? તમે અહીં?’ એડલવુલ્ફાની દીકરી હાલજ એક માતા બની હતી. તેનો દીકરો ફક્ત આંઠ દિવસ નો હતો. બચ્ચાનુ ધ્યાન તેને રજા લીધી હતી. પણ એડલવુલ્ફા તેની મદદ કરવાની જગ્યાએ કામ કરતી હતી. હાંઝ એક પાતળો કુપોષિત બાળક હતો. તે જીવી શકે તેમ હતો, પણ જીવાડવા માટે પૈસાની જરૂર હતી. તેથી જ એડલવુલ્ફા કામ કરતી, અને બેથીલલ્ડા તેના દીકરા નું ધ્યાન રાખતી હતી. હાંઝ એમ તો શાંત હતો, પણ એકવાર રડવાનું ચાલુ કરે બાદ કલાક સુધી રડે. તે રડે તો ડી - હાઇડ્રેટ થઈ જતો હતો. પછી ચામડીના સેલમાં પાણી નાખવું પળતું. ‘હાંઝ કેવો છે?’ ‘રાત્રે ૧૫ વાગ્યે ઉઠી રડવા ...Read More

20

જેલ નંબર ૧૧ એ - ૨૧

આજનો શિકાર વિશ્વાનલ. વિશ્વાનલ સર્બિયાના ભીના ઠંડા ખૂણા માં ફરતો એક ચોર હતો. બરફ ચોરી તેમાંથી એનએજિયાસ નામની એનર્જિ લઈ તે યુટીત્સ્યા ના જ લોકો ને વેચતો. તે હમેશા થી યુટીત્સ્યા ના એવા લોકો સાથે ભળી જતો જે શક્તિ તથા ઘૂસ બંનેવમાં માનતા હોય. તે પોતાનું નામ બદલી નાખે, કે પોતાનું સર્વત્ર બદલી નાખે, અને કઈક કરતાં કઈક લોકો થી બચી જાય. યુટીત્સ્યામાં તેની સામે કોઈ ગુના નથી લખેલા, પણ લખેલા છે, કારણકે તેને રાખેલ દર રેક નામ પર ગુના અરજી કરવામાં આવ્યા છે. વધારેમાં વધારે ૭૦ જેટલા ગુના હસે. વિશ્વાનલના જૂન ગુના પણ આવી ગયા. તાપમાન -2 હતું, ...Read More

21

જેલ નંબર 11 એ - ૨૨

વિશ્વાનલ સમય પર કીએરલકીપપા પર પોહંચી ગયો. એડલવુલ્ફા તેની રાહ જોતી કિયેરલકીપપાના ધાબે બેસેલી હતી. તેનું ધ્યાન લોકો કરતા સૂરજ પર વધુ હતું. જયારે વિશ્વાનલ આવ્યો, ત્યારે તે તો ઓળખાયો જ નહિ. વિશ્વાનલ તો ખુબ જ બદલાઈ ગયો હતો. તે એકદમ પાતળો હતો. એકદમ... મૃત દેહ જેવો પાતળો. એનું મોઢું તો સુકાઈ ગયું હતું, હાથમાં રીતસર હાડકા દેખાતા હતા. કપડાં લાંબા હતા, તેના ઘૂંટણ સુધી પોહંચતા હતા. અને વાળ નાના નાના હતા. 'ઓહ.. વિશ્વાનલ?''બિલકુલ. લાગતું જ નથી ને, કે આ હું જ છુ?''અલગ, સાવ અલગ. પણ આ કઈ રીતે થયું?''મને પણ નથી ખબર. ઠંડક થી પાતળા થવાતું હશે, કદાચ?''તું ...Read More

22

જેલ નંબર 11 એ - 23

પછી હેલીપીકોપ્ટર નીચે પડી ગયું. તેવું મૌર્વિને યાદ હતું, પણ વિશ્વાનલે તો કશુંકે અલગ જ કીધું. નીચે ન હતું પછી તો ઉત્સવી હસવા લાગી હતી. મીથુન અને ઉત્સવીનું એક પ્રકરણ હતું. સિહોર પોહંચ્યા તે પહેલા જ મિથુન ઉત્સવીને મળ્યો હતો, તે મૌર્વિને ખબર હતું, પણ તે જ વખતે તેમની વચ્ચે શું વાત થઇ હતી, તે ન હતી ખબર. તે બંને નું એક પ્રેમ પ્રકરણ હતું, વર્ષો જૂનું. અને ટૂંકમાં સમજાવું તો, તે બંને ભાગી ગયા. પેલું બટન નથી આવતું, જેનાથી સીટ હવામાં ફૂલી જાય? બસ એજ પ્રેસ કરતાની સાથે ઉત્સવી અને મિથુન હવામાં ઉડી ગયા. ગાયબ થઇ ગયા. યુટીત્સ્યાના ...Read More

23

જેલ નંબર ૧૧ એ - ૨૪

‘પછી?’ મૌર્વિ આતુરતાથી પૂછે છે. ‘પછી શું? પ્રલય. હું નીચે કૂદી ગયો. પછી મને નથી ખબર. યુટીત્સ્યાની સજા કરતાં મૃત્યુ સારી.’ ‘બસ. પછી કઈક તો થયું હશે ને? કેવી રીતે બચ્યો તું? કોને બચાવ્યો? શું કામ બચાવ્યા?’ ‘ઊઠયો ત્યારે ખબર પડી પગ તૂટી ગયા હતા, પેલો આપણી સાથે જોડાયો હતો તે.. સમર્થ, એ પણ કુદી ગયો હતો. અમે બંને બસથી મારા એક જાણીતા ડોક્ટરના ઘરે પોહંચ્યા, ત્યાં રહ્યા, અને પગ સજા થયા એટલે જતાં રહ્યા.’ ‘જતાં રહ્યા એટલે? તને નથી ખબર સમર્થ કયાં છે?’ ‘ના. ખોટ્ટા નામ જે દિવસે લીધા, એ રાત્રે છેલ્લે એને જોયો હતો, એ સવારે તો ...Read More

24

જેલ નંબર ૧૧ એ - ૨૫

હવે સવાર થઈ, તો યુટીત્સ્યા સાથે વિશ્વ આખું જાગી ગયું. અને યુટીત્સ્યા સાથે જાગી ગયુ એક વિશ્વ સામ્રાજ્ય. કેટલા એ વિચાર્યુ હશે કે તેઓ વિશ્વમાં તેઓનું સામ્રાજ્ય સ્થાપિત કરે. અટિલા હન હોય, કે એલેક્ઝેન્ડર, વિશ્વના દરેક ખૂણામાં આવા લોકો રહેલા જ છે. પણ યુટીત્સ્યા આ કરવામાં સક્ષમ હતું. હતા. તો હવે એકવાર યુટીત્સ્યા આગળ વધી ગયું, પછી તો ભીષણ પરિવર્તનો આવ્યા. લોકો બદલાયા, સમાજ બદલાયા, મૃત્યુ અને જીવન ચાલતું રહ્યું. પણ યુટીત્સ્યા ખૂબ જ ઝડપી હતું. કોઈ બળવાખોરીને આગળ વધવા જ ન દીધા, મારી નાખ્યા. અને જે કોઈ આવ્યું એને યુટીત્સ્યાના રંગમાં ઢાળી દીધા. ‘કોણ હતો તે ડોક્ટર, એને ...Read More

25

જેલ નંબર ૧૧ એ - ૨૬

આ ઘટનાને હવે છ મહિના થવા આવ્યા હતા. હાલ તો ત્યુશાન વાંચી રહ્યો હતો. યુટીત્સ્યાના લોકોને ન્યૂઝપપેર થી બહુ હતો. સમાચાર પત્રો પોતે ચલાવતા, પણ બંધ નહતા કર્યા. આજે પણ તે હાથણ વિષે ન્યૂસપેપરમાં આવ્યું હતું. તે ભાગી ગઈ હતી. પણ હવે પકડાઈ ગઈ. અને એ પણ એક મામૂલી મહુત થી. બીજા પન્ના પર તેનો અને અકશેયાસ્ત્રા ના ફોટા હતા. લોકો કહે છે કોઈ ચક્કર ચાલે છે. હવે જમાનો બદલાય કે યુગ, લોકોમાં થોડીક સરખામણ તો રેહવાની જ. બીજા વિષે વાતો કરવી, કોની જોડે શું થયું, કોણ - કોનું દુશ્મન છે, કોણ કોને ગમાડે છે, તેની જોડે બહું પૈસા ...Read More

26

જેલ નંબર ૧૧ એ - ૨૭

એડલવુલ્ફાએ બધુજ નક્કી રાખ્યું હતું. અકશેયાસ્ત્રાની બહેનને લાંચ આપી, તેના ઘરમાં આવવાની પરવાનગી મેળવી લીધી હતી, પછી તરત જ ઘરની બારીઓ પર સ્નિફ સ્લિપ લગાવી દીધી હતી. ઊંઘવાની દવા નો પાવડર આનામાંથી નીકળતો, તે આવી ત્યારે તેને 7 સેકેન્ડ માટે ચાલુ કર્યુ હતું. આને આજ સ્નિફ સ્લીપ થી તે હાલ બેભાન થઈ ગઈ હતી. એડલવુલ્ફા હસવા લાગી, અને પાછળના દરવાજા તરફ ગઈ. આ દરવાજામાં એક રૂમ હતો, રૂમમાં એક તિજોરી હતી, તિજોરીમાં ફોટા હતા. ત્યુશાનના ઘરના, ત્યુશાનના, તેની આજુ બાજુ રહેતા લોકોના.. ત્યુશાનના શરીરના. ત્યુશાનનું ઘર એક ગરમ જગ્યાએ હતું, એટલેજ તો આ ઘરની બારીઓ ખુલ્લી હતી, અને ઘર ...Read More

27

જેલ નંબર ૧૧ એ - ૨૮

‘મૌર્વિ.’ મૈથિલીશરણ તેને જોઈને હસી પડ્યો, પેલો ‘આહ! પેટ દુખે છે!’ એ વાડૂ સ્મિત નહીં, પણ ‘અચ્છા! આપણે તો મળ્યા!’ એ વાળું સ્મિત. મૈથિલીશરણ હતો તેથી પાતળો થઈ ગયો હતો, પણ તે હતો એવોને એવોજ રહ્યો હતો. ચાલવાની, બોલવાની, હસવાની, બેસવાની બધી રીતો સરખી જ હતી. બીજો કોઈ ફરક ન હતો. ‘મૈથિલીશરણ..’ મૌર્વિ ને કશુંજ ખબર નહતી. એને ફક્ત એટલી જાણ હતી કે અકશેયાસ્ત્રાના ઘરે એડલવુલફાએ ઘણા બાઉંસર જેવા લોકો મંગાવ્યા હતા. અને અત્યારે મૈથિલીશરણ તેની સામે બેસ્યો હતો. એજ સ્થિતિમાં જે સ્થિતિમાં પહેલા વિશ્વાનલ બેસ્યો હતો. દેજા વૂ. ‘મૈથિલીશરણ નહીં, ત્યૂશાન.’ એડલવુલ્ફા બોલી. સ્મિત સાથે. પણ આ સ્મિત ...Read More

28

જેલ નંબર ૧૧ એ - ૨૯

આખરે તે સમય આવી ગયો હતો. સમર્થ વાળો સમય. સમર્થને લાવવાનો સમય. સમર્થ. સમય. સ વાળા શબ્દો. સરળનો ‘સ’. નીકળી પડી તેની સાઇકલ લઈને, સમર્થને ગોતવા. ‘સમર્થ અહીં નથી આવવાનો, મૌર્વિ. તારે એને લેવા જવાનો છે.’ ‘મતલબ?’ મૌર્વિએ પૂછ્યું હતું. ‘મતલબ એમ કે, સમરે તું ઉઠીશ, તે પહેલા હું જાતિ રહી હોઈશ. પણ હું તને સવારે એક સરનામું આપીને જઈશ. 3 વાગ્યે. તે જ ક્ષણે ત્યારે તારી ઓફિસથી નીકળી જવાનું અને પછી તે સરનામે આવી જવાનું.’ આખી રાત મૌર્વિ ઊંઘી નહીં. તે દરવાજો બેસી રહી. ૧૧ - એના દરવાજે. સાંભળવામાં આવે તો કશુંક અજીબ સંભળાતું. વિશ્વાનલ, અને મૈથિલીશરણ કશુંક ...Read More

29

જેલ નંબર ૧૧ એ - ૩૦

ત્યાં એક માણસ ઊભો હતો. તેના મોઢા પર એક ગુલાબી રંગનું કાગળ લગાયું હતું. અને જ્યારે મૌર્વિએ તે ગુ કાગળ તેને લઈ લીધું.. તો ખબર પડીકે પેલા પ્રેમીનો કાગળ હતો. અળધો લખ્યો હતો. ૧૧ - એ વિષે હતું. મૌર્વિએ મોઢું ઉઠાવી જોયું, તો સમર્થ ઊભો હતો. તેનામાં કશુંજ બદલાયું ન હતું. ‘મૌર્વિ.. હું જાતેજ કૈદ થઈ જઈશ. ચાલશેને?’ ‘તો તું હતો, એ “પ્રેમી”?’ ‘હા. મતલબ હું “પ્રેમી” નથી. પણ..- એડલવુલ્ફા, શું કહેવાય એને? હા, શુભેચ્છુ છું.’ ‘તો આવા ગુલાબી કાગળ પર પ્રેમ પત્ર કેમ લખતો હતો?’ ‘શું એ પ્રેમ પત્ર હતા? ના. એને શુભેચ્છક પત્રો જ કહેવાય ને. કોઈ ...Read More

30

જેલ નંબર ૧૧ એ - ૩૧

મિષ્ઠાનની વાત નીકળતા મૌર્વિના મોઢામાં પાણી આવી ગયું. પાણી. આસું. વિશ્વાનલતો રડવા લાગ્યો. જોર - જોરથી, જાણે તેનું કોઈ મૃત્યુ પામ્યું હોય. અને સમર્થ જમવા લાગ્યો. ત્યુશાનતો બસ મૌર્વિને જોતોજ રહ્યો. તેની નજર એડલવુલ્ફા પર પડી, તો તેને કશુંક બદલેલું લાગ્યું. એવું લાગ્યું જાણે.. જાણે એડલવુલ્ફા કોઈ વાતથી ચોંકી ગઈ હતી. તેની કમ્મર એકદમ ટટ્ટાર હતી.. અને તે નીચે જોતાં કશુંક વિચારતી હતી. પછી તો જાણે તે બધુ એકદમ જ થઈ ગયું. હવા.. હવામાં અવાજ.. અવાજ સાથે ધુમાડો. કાળો ધુમાડો, આંખોની સામે, ચામડી પર ઠંડી, આંખોમાં આંસુ, આસું ગાલ પર પડે, ગાલથી નીચે હોઠ પર ઓસરે, હોઠ પર પણ ...Read More

31

જેલ નંબર ૧૧ એ - ૩૨

ત્રણ લોકો જીવિત હતા, એક મૃત્યુ પામ્યો હતો. પણ તેને કઈ રીતે ખબર હોય કોણ મર્યુ? તેને તો એટલી હતી કે પેલો સાવ પાતળો માણસ મરી ગયો હતો. છોકરી હાંફવા લાગી હતી. તે તેની સામે જોતીજ રહી. જે યુવાન હતો તે આડો પડ્યો હતો, અને તે વ્યાપારી જેવો દેખાતો લાંબો યુવાન તે છોકરીની બાજુપર જોઈ રહ્યો હતો. બધા જ્યારે તેને જોવા લાગ્યા, ત્યારે તેના મોઢા પર દર છવાઈ ગયો. આ લોકો તો ગુનેહગારો હતા. તેઓ તો.. મારી શકતા હતા? તેને દર લાગવા લાગ્યો, તે ઝડપથી રૂમ બંધ કરી ભાગી ગયો, ફોન લગાવવા. ‘આપણને, બાળવામાં આવ્યા હતા?’ મૌર્વિએ પૂછ્યું, પણ ...Read More

32

જેલ નંબર ૧૧ એ - ૩૩

બહુ બધી ખીલ્લીઓ હતી. આખી દીવાલ ખિલ્લીઓથી ભરાઈ ગઈ હતી. ‘મિથુન..’ મૌર્વિ ધીમેથી બોલી. મિથુન મરી ગયો? લોકો આવ્યા તેમણે પાછા ઉપાળ્યા. ઉપાળીને ક્યાંક લઈ ગયા. મૌર્વિ જોતી રહી ગઈ. મિથુન જતો રહ્યો. સમર્થે પણ જોયું. ત્યુશાને પણ જોયું. મિથુનનું શરીર તેમની આશાઓ સાથે ગયું, ખીલ્લીઓના સાગર નીચે.. હવે તેઓ એક રૂમમાં ગયા, ઉપરના માળે. ત્યાં પાણીજ હતું. વહેતુ પાણી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.. ત્યાં ફેંકી તે લોકોને છોડી ચાલ્યા ગયા.. મૌર્વિ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી. પાણી બહુ ઠંડુ હતું. સમર્થ તેનો હાથ લઈ તરવા લાગ્યો. ત્યુશાન તો બહાર જોતો જ રહી ગયો. ‘આ કઈ જગ્યા છે?’ ...Read More

33

જેલ નંબર ૧૧ એ - ૩૪

‘વ્યા.. યુટીત્સ્યા.. આ શબ્દોનો પળઘો પડે છે. યુટીત્સ્યા તેમના હાથ પકડે છે, ઉપર લઈ આવે છે. કોને પકડે છે.. કશું ખબર નથી પડી રહી.. બધા તેઓનઇ આંખોમાં આંખ નાખી જોવે છે. તેઓને લાગે છે કે આ ત્રણ તો કોઈ અજાણિતા જાનવરો છે. હવે યુટીત્સ્યા તેઓને સજા આપશે. ‘હવે તમને સજા મળશે.’ એડલવુલ્ફા બોલી. બીજું કોઈ કશું બોલતી નથી. ‘શું મતલબ?’ ‘એ જ કે તમને હવે સજા મળશે. તમે હવે મરી જશો.’ ‘એડલવુલ્ફા, આ બધુ શું છે?’ સમર્થ તેને પૂછે છે. ‘સત્ય. હું યુટીત્સ્યા છું. અમે સર્વે યુટીત્સ્યા છે.’ ‘પણ એડલવુલ્ફા..’ ત્યાં તો તેઓની સામે થી બધા હલવા લાગે છે. ...Read More

34

જેલ નંબર ૧૧ એ - ૩૫

પછી તે દિવસ આવી ગયો. તે દિવસ જે દિવસે ૧૧ - એનું નામોનિશાન નહીં રહે. યુટીત્સ્યાના મહેલ પાછળ એક ઘર છે. બહુ વિશાળ બરફ ઘર. કોઈ પણ વિદ્રોહીને સજા અહી જ આપવામાં આવે છે. આ સજા ખૂબ જ પહેલી છે- મૃત્યુ. એક સામાન્ય ઇન્જેકશન આપી શાંતિથી મારી નાખવામાં આવે છે. કોઈ તે રૂમમાં હોતું નથી: ખાલી ઠંડી અને તમારો પડછાયો, થોડીક લાઇટ. તે રૂમમાં તેઓ ત્રણેવને લઈ ગયા. ત્યાં આખું યુટીત્સ્યા આવ્યું. બધા આજુ બાજુ વિખરાઈ ગયા. સમર્થ એડલવુલ્ફાને કાળ દ્રષ્ટિએ જોતો રહ્યો. પણ મૌર્વિની નજર તો ફક્ત યુટીત્સ્યા પર હતી. અસલી યુટીત્સ્યા– એટલે મંથના. કે મંથરા? હવે મૌર્વિને ...Read More

35

જેલ નંબર ૧૧ એ - ૩૬ (છેલ્લો અંક)

સમર્થ પ્રેમ પત્ર લખવા નું કારણ આપઘાતની રાત પહેલા બોલ્યો હતો.. ‘એ પ્રેમ પત્રો મારા હતા.’ ‘તો? એ કોઈ કહેવા પર લખતો હતો?’ ‘ ના. પણ એ હું કોઈ બીજા માટે લખતો હતો.’ ‘તો તો તારા એડ્રેસ ખોટા હશે.’ ‘ના. પણ મૌર્વિને તો એ પત્રો પહોંચતા હતા.’ ‘મતલબ?’ ‘હું જે મૌર્વિની વાત કરું છું, તે મૌર્વિ 12 વર્ષ પહેલાની મૌર્વિ છે.’ ‘એટલે તું-’ ‘જે છોકરો તારી પાછળ દોડતો હતો.. એ હું જ છુ!’ ‘યક્ષ?’ ‘હા. યક્ષ. મનીષ રાજપૂત અને કીર્તિ રાજપૂત મારી નીચે કામ કરતાં હતા. મને તારી પર પહેલાથી પ્રીત હતી પણ તે વ્યક્ત નહતી થતી. કીર્તિ પણ ...Read More