બારણે અટકેલ ટેરવાં

(202)
  • 63.5k
  • 13
  • 25.1k

અરે હું કાઈં અગત્સ્ય ૠષિ છું કે સાત દરિયા પીને તારી પાસે આવતો રહું !.. હા, આ સમંદરની લહેરને વળગીને, મારી એ વળગાટની છાપ મોકલાવું છું, તારી પાસે એ લહેર પહોંચે એને વળગીને એ છાપ મેળવી લેજે. કોણે કીધું હતું છે.....ક ત્યાં જવાનું ડોલરના દેશમાં. તો હવે આ કોલરથી જ ચલાવવું પડશે. હા... તો તમને કોઈ પ્રશ્ન થાય કે આ બધું શું છે ? - તો કહી દઉં કે હું સુગમ. અહીં અત્યારે મુંબઈના દરિયા કિનારે બેઠો છું, મારી વાત ચાલતી હતી શિવાની સાથે. એ મારી સખી છે.... ...મિત્ર છે કે.... આમ જુઓ તો કશું defined નહીં આમ પરસ્પર ને મળતા રહેવાના ઉમળકા અપરંપાર. આ શહેર વિષે અનેક માન્યતા પ્રવર્તે છે..

Full Novel

1

બારણે અટકેલ ટેરવાં - 1

ભૂષણ ઓઝા | પ્રકરણ – 1 | અરે હું કાઈં અગત્સ્ય ૠષિ છું કે સાત દરિયા પીને તારી આવતો રહું !.. હા, આ સમંદરની લહેરને વળગીને, મારી એ વળગાટની છાપ મોકલાવું છું, તારી પાસે એ લહેર પહોંચે એને વળગીને એ છાપ મેળવી લેજે. કોણે કીધું હતું છે.....ક ત્યાં જવાનું ડોલરના દેશમાં. તો હવે આ કોલરથી જ ચલાવવું પડશે. હા... તો તમને કોઈ પ્રશ્ન થાય કે આ બધું શું છે ? - તો કહી દઉં કે હું સુગમ. અહીં અત્યારે મુંબઈના દરિયા કિનારે બેઠો છું, મારી વાત ચાલતી હતી શિવાની સાથે. એ મારી સખી છે.... ...મિત્ર છે કે.... ...Read More

2

બારણે અટકેલ ટેરવાં - 2

| પ્રકરણ – 2 | કોલેજકાળ.... જેણે કોલેજનું પગથીયું જોયું, ક્લાસની એક અલગ કિસમની બેંચ પર બેઠાને આજુબાજુ જોયું... લેકચરના ધોધ વચ્ચેથી એકાદ અમીદ્રષ્ટિનું પાન કર્યું...આહ્હા. મસમોટી મૂડી બંધાઈ જાય. તે થયું આપણને ય કોલેજમાં એક કનેક્શન થયું. વાત એમ બની કે મને 55 મિનીટના એક લેક્ચરમાં લગભગ 37મી મીનીટે એમ થયું કે કાં તો મારી લીંક તુટે છે, કાં તો પ્રોફેસરની. પણ, પ્રોફેસ્રર તો એકધારા કે એકઢાળિયા પ્રવાહમાં ચાલી રહેલા.. એટલે મેં એન્ગલ ફેરવ્યો. ને રોજ જે દિશામાં જોતો ત્યાં વધુ ફોકસ થયું, એમ જ, અચાનક ઢાળ મળે ને પાણી દદડે એમ જ. તે લટકતી લટ, મંડાતી ...Read More

3

બારણે અટકેલ ટેરવાં - 3

| પ્રકરણ – 3 | આ રીતે સુગમ, કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં ઢળ્યો, આગળ ભણવું તો હતું. તે પહોંચ્યો મેગાસીટીમાં. અહી જરા જુદો હતો. ઉચ્ચશિક્ષણ, પ્રખ્યાત સંસ્થા, એટલે વિશેષ ધ્યાન માંગી લે એવો અભ્યાસકાળ ચાલુ થયો. પણ, સુગમ જેનું નામ. ક્રિકેટમાં જેમ કોઈ બેટ્સમેન set થવામાં સમય લે એમ થયું. ભાઈ set થયા એટલે એક્સ્પ્લોરવેડા ચાલુ કર્યા. એનામાં એક ખાસ સ્કીલ છે... PR ની. પબ્લિક રિલેશન્સ. ટ્રાન્સમીશન સિગ્નલ બહુ સ્ટ્રોંગ ને સાચા ટ્રેક અને એના ટ્રેકરને બહુ આસાનીથી ટ્રેક કરી લે. મૂળ ડીઝાઈન નો વિદ્યાર્થી. સર્જનાત્મક સૂઝ. એને ખબર કે આ સીટીમાં કેટલાક ખાસ વ્યક્તિઓ છે જે આ ક્ષેત્રના નિષ્ણાત છે. ...Read More

4

બારણે અટકેલ ટેરવાં - 4

| પ્રકરણ – 4 | સરરરર.. ! વધુ એક ઉડાન, સમુદ્ર નું ઊંડાણ...અહી મળે છે સફળતાની તક અફાટ... વાગી શકે અણધારી થપાટ.. બંને માટેની પૂર્વતૈયારી અશક્ય પણ પૂરી તૈયારી સાથે.. નીકળી પડ્યો. **** **** **** સુગમ. આપણો સુગમ, નાયક છે કથાનો. એની સફર. આપણે નીકળ્યા છીએ એ જાણવા કે એણે ક્યા ક્યા પડાવ પસાર કર્યા. લગભગ અરબી સમુદ્રના એક છેડેથી નીકળ્યો ને આ છેડે પહોંચ્યો સીધો મુંબઈ. એના પડાવ દરમિયાનના અનુભવો,અનુભૂતિ વગેરેની વાત કરી એણે પોતાની ઢબે. થોડા અંતરાલે એ પોતાના ગામ, કુટુંબ, ભેરુઓને મળવા જતો, એની વાત એ કદાચ કરશે. એને યાદોમાં સરકવું અને ...Read More

5

બારણે અટકેલ ટેરવાં - 5

| પ્રકરણ – 5 | બદલેલા stance થી નવેસરથી વાત શરુ કરી. તો શિવાની... અહીં મુંબઈ ના કે પછી સફર ખેડી ને મારી જેમ અહીં થયા સ્થિર ના મુંબઈ માં જન્મ - સ્ટડી અને કામ બધૂ જ અહીં.. પેરેન્ટ્સ નું રહેવાનું પહેલા ગુજરાતમાં હતું પછી એ લોકો અહીં આવ્યા પપ્પાની આઈ,ટી. કમ્પની છે. ડોમેસ્ટિક અને ઓફ શોર પ્રોજેક્ટ્સ લે છે. એક પાર્ટનર / ડાયરેકટર યુ.એસ. ઓફીસ માં છે. સો.. હું ફુલ્લી મુંબઈ ગરી છું.. પણ કાંઈક ખાસ કારણસર મને ગુજરાતી ગમે એટલે ભાષા જ કે માણસ પણ - સુગમ પ્રશ્નવત કૂદ્યો ભાષા તો ખરી ...Read More

6

બારણે અટકેલ ટેરવાં - 6

|પ્રકરણ – 6 | તો આ રીતે હું સુગમ મુબઈમાં આવ્યો. થોડો સેટલ થયો ને શિવાની સાથે.. પરિચય અને ને થોડો સમય થયો. આજે પહેલીવાર લોંગ ડ્રાઈવ પર જઈએ છીએ. અમે વિચારોથી અને શોખથી નજીક આવ્યા. બન્નેને એકબીજાને મળવું ગમવા લાગ્યું છે. પણ, ક્યારેક આવો સાવ નિખાલસ સંબન્ધ...નક્કી ન ક્રરવા દે કે ખરેખર કોઈ ખાસ ફીલિંગ્સ છે કે પછી. ઈમોશનલી કનેક્ટ થયા છીએ કે હજી એ તબક્કો નથી આવ્યો.. ખબર નહિ પણ એક વસ્તુ ચોક્કસ છે કે એકબીજાની કમ્પની ગમે છે,. તો મળવાની તાલાવેલી ય ખરી – જો આ રીંગ વાગી – રાહ જોવાય છે ખરી. આ બાગ ...Read More

7

બારણે અટકેલ ટેરવાં - 7

|પ્રકરણ – 7| શું શિવાની મેડમ, છે ને એકદમ નેચરલ જગ્યા. અરે ! આ જ...આ જ વાક્ય બોલી મનમાં – એકદમ નેચરલ જગ્યા છે. મન સરખું બોલવા લાગ્યું પછી બીજું શું જોઇએ. ચાલો થોડું ઘૂમીએ અંદર. હા અહીં તો રખડપટ્ટી જ કરવી જોઇએ, આવી અફાટ જગ્યા ક્યાં મળે ! અલગારી રખડપટ્ટી કરીએ – ને હા મુંબઈમાં આટલા ચોરસ મીટરમાં ફરવું હોય તો દરિયો ખેડતા આવડવું જોઈએ. ચાલ પેલી ટેકરી પાસે જઈએ અને પછી દોડીને ચડી જવાનું ઉપર – જોઈએ કોણ પહેલું પહોચે છે, જઈએ ટેકરી પાસે. આ દોડીને ચડવું ને એવું બધું – ...Read More

8

બારણે અટકેલ ટેરવાં - 8

|પ્રકરણ – 8| મેનજર સાવ નજક આવીને થોડીવાર તો દિગ્મૂઢ ઉભો રહ્યો. પછી ઘણું બધું ખી દ્દેવું હોય શરુ કર્યું. બહેનજી – સાહબ, આપ કુચ બાત કર રહે થે, પુરા સમજ મેં નહિ આયા લેકિન રાસ્તે મેં વો હિલ પર બડી ઈમારત હૈ ઐસા બોલ રહી થી ના આપ ? હા હા – આપકો પતા હૈ ? કિસકા હૈ વો બંગલો ? કોઈ રહેતા હૈ ? હોટલ તો નહી હૈ ? યા એસે ખાલી પડા હૈ ? તું થોડુક ખાલી પડવા દે તો કહેશે ને – I mean પ્રશ્નો બંધ થાય તો જવાબ આપે ને ...Read More

9

બારણે અટકેલ ટેરવાં - 9

|પ્રકરણ – 9| શિવાની ના હોઠ પર આવીને કશુક અટકી ગયું. તુટક હતું કે સ્ફુટ નહોતું કરવું –કે બીજું – પણ કૈંક તો છે જ. હશે જે હશે તે બહાર આવશે. મેં સમય અને ડિસ્ટન્સ નો તાલમેલ કરવા સ્પીડ વધારી. સાવ પીચ ડાર્ક હતું બહાર. પણ આ અંધારાની સુંદરતા ય અજબ હતી. આકાશ દેખાતું સામે અને આજુબાજુ એ બહુ ખચિત લાગતું. અનેક તારાઓ – ને આ સપ્તર્ષિ- મોનિકા – ક્યાં હશે ? – ને નીચે ખીણમાં દેખા દેતી ઝીણી લાઈટ્સ નાના ગામ હોવાની ખબર આપતા. ટનલ્સ વધુ પ્રકાશમય લાગી. ને આ શું મારો ફોન રણક્યો. – પપ્પાનો ફોન ? ...Read More

10

બારણે અટકેલ ટેરવાં - 10

|પ્રકરણ 10| સુગમની મા એ જ્યારથી સુગમ અને શિવાની વિષે સાંભળ્યું ત્યારથી એના મનમાં તો શરણાઈ વાગવા માંડી ને બે ત્રણ વાર સુગમના પપ્પાને કહી દીધેલું “મેં થોડા ઘરેણા જુદા જ રાખ્યા છે – એને અત્યારની ફેસન ની ડિજાઇન પ્રમાણે બનાવી દેશું” – “મુબઈ સુધી કેટલા ને લઇ જશું” – પપ્પા પછી કહેતા ‘હજી બન્ને મળે છે – મળી નથી ગયા –“ સાંજ સુધીમાં તો જાણે કશું થયુ જ નથી એવી તાજગી મા ના મોઢા ઉપર આવી ગઈ. સુગમને દોડાદોડ કરીને આવ્યાનો સંતોષ થયો. મનોમન શિવાનીને ક્રેડીટ આપી – ને રણકી – સુગમ થોડે દુર ગયો ને ...Read More

11

બારણે અટકેલ ટેરવાં - 11

|પ્રકરણ – 11| શિવાનીનો ફોન મુકીને નજર દરિયા પર ટેકવી રાખી. લગભગ ૧૫ મિનીટ. લહેરો આવે ને અથડાય...આવે ને !! ભરી દીધું બધું આંખમાં. સ્ટોક કરી લીધો રવિવાર સુધીનો. ઘરે પહોચ્યો ત્યારે મા ને પપ્પા રાહ જોતા હતા. કેમ બીજીવાર ગયો હતો એમ પૂછ્યું નહિ પણ પૂછવા માંગતા હશે એવું લાગ્યું. મેં આમ જ ફોન એક બે વાર જોયો ને એ લોકો સમજી ગયા. પ્રશ્ન નીતરી ગયો. “તું તારા જવાની વ્યવસ્થા એટલે કે ટીકીટ બુક કરાવી દે. શનિવાર રાત્રે અહીંથી નીકળે એવી એક સુપરફાસ્ટ train છે – રવિવાર સવારે ત્યાં પહોચાડી દેશે. હવે ફલાઈટમાં જવું પડે એવી ...Read More

12

બારણે અટકેલ ટેરવાં - 12

|પ્રકરણ – 12| આટલી વાત થઇ ને સુગમ ઉભો ના થયો.. ઉછળ્યો.. બધું પતાવીને થોડીવાર બેઠો, નાસ્તો કર્યો, પીધી... ને બત્તી થઇ.. ક્વીન્સ નેકલેસ... ! આજે જઈને આવ્યો હોઉં એમ કેમ લાગે છે ? – બહુ વિચાર્યું એણે પણ ભેગું ના થયું. – પડતું મુક્યું વિચારવાનું ને નીકળી પડ્યો. **** **** **** **** આજે ઘણા વખતે બાઈક પર નીકળ્યો હોઉ એવું લાગે છે.. થોડુક એવું હતું પણ ખરું.. રોજ તો એની જરૂર ના હોય last week end બહાર હતા, એ પહેલા કદાચ બાઈક પર જઈ શકાય એવી જગ્યા એ નહોતા ગયા. અવકશ મળે એટલે સ્પીડ ...Read More

13

બારણે અટકેલ ટેરવાં - 13

|પ્રકરણ - 13| કઝીને આપેલા સમાચારથી મુબઈમાં એક ફ્લેટ લેવાનો plan વધુ દ્રઢ થયો. જો કે હમણાંતો રેન્ટ લઈશ. કાલથી કસરત ચાલુ કરીશું. અત્યારે થોડું વાંચીએ ઊંઘ તો હજી ઘણી છેટી છે. કઇ ચોપડી વાંચું ? અ.અ.. હા સીધી રોમેન્ટિક નવલકથા જ હાથમાં આવી.. વાંચી છે એકવાર તો પણ...ને આમાં તો બે ભેગા નહિ થઇ શકેલા પાત્રોની વાત છે.... .. .. આટલું વાંચ્યા પછી હવે આંખના દરવાજે ઊંઘે ટકોરા માર્યા. ****** ***** ***** સવારે કોઈ ખભેથી હલાવતું હોય અને નામ બોલતું હોય એવો અવાજ આવ્યો.. ’ઓ ભાઈ !! સુગમભાઈ,,,૭-૧૫.. !! શું શું.. મને ...Read More

14

બારણે અટકેલ ટેરવાં - 14

|પ્રકરણ – 14| સવારે એલાર્મ tone થી ઉઠ્યો ને મોબાઈલ પર એમ જ નજર નાખી તો બે મેસેજ. અનન્યાનો કન્ફરમેશનનો અને બીજો શિવાનીનો Whatsapp – સાચવીને જજે અને રહેજે !! બરાબર નવ વાગે સુગમ નીચે પહોચ્યો ને ગાડી લેવા આવી રહી હતી. નેચરલી શોફર ડ્રીવન હતી. પાછળની સીટ પર અનન્યા હતી. પ્રોટોકોલ પ્રમાણે સુગમ પણ એની બાજુમાં ગોઠવાયો. ને બંન્ને નિયત assignment પર ઉપડ્યા.. થોડેક આગળ ગયા અને હાઈ વે પર ચડ્યા.. સુગમથી એમ જ પુછાઈ ગયું “આપણે મુંબઈ – પુના એક્સપ્રેસ વે થી નથી જઈ રહ્યા ?” “ પુના કે પાસ હૈ એ સાઈટ but ...Read More

15

બારણે અટકેલ ટેરવાં - 15

|પ્રકરણ – 15| અમોલ અને અભિજિત કૈંક જુદા વિચારમાં પડ્યા. અનન્યા સહેજ પણ ડરેલી ન દેખાઈ.. મને થયું જવું જોઈએ ત્યાં. ને અનન્યા એ જાણે મને સાંભળ્યો.. ચલ જાતે હૈ.. ! મલ્લિકા મેન્શન કી મલ્લિકા કો મિલતે હૈ.. ડર નહિ લગેગા ના ? અરે ડર કૈસા ! મુજે તો દેખા તબ સે જાના થા. ચલો જાતે હૈ. paradox યે હૈ કી ઇસ કે બારે મેં સબકો સબ પતા હૈ.. સિર્ફ સચ પતા નહિ હૈ ! અમે ફટાફટ કામ પૂરું કરી ને એ તરફ જવા નીકળ્યા. વાગલે બ્રધર્સ થોડા અચકાતા હતા પણ કહ્યું એવું કે “અબ ...Read More

16

બારણે અટકેલ ટેરવાં - 16

|પ્રકરણ – 16| અમને હવે અહીં સુધી એમ જ આવી જવાનો થોડો અફસોસ થતો હતો. જો કે બુદ્ધિ કોઈ નિશ્ચિત મત બાંધવા તૈયાર નહતી. અનન્યા થોડી ગભરાઈ. થોડીવારના મૌન પછી એક સ્ત્રી ઉઠીને અમારી તરફ આવી. થોડેક દુર રહી એણે અનન્યાને કહ્યું. “મેડમ,પ્લીઝ રીલેક્સ. નથીંગ ટુ વરી. હમ લોગ ભી શોક્ડ હૈ. લેકિન કુછ બાત સમજ મેં આ રહી હૈ. બાય ધ વે આપ લોગ ચાય લેંગે યા કોફી ? પહેલીવાર અંગ્રેજી શબ્દોનો ઉપકાર માન્યો, કે આટલા અંગ્રેજી શબ્દોએ આખું રહસ્ય ઓગાળી નાખ્યું. ચાય દોનો કે લિયે. – આટલું કહીને હજી હું પુછુ એ પહેલા ...Read More

17

બારણે અટકેલ ટેરવાં - 17

|પ્રકરણ – 17| ‘મલ્લિકા મેન્શન ‘ ની મલ્લિકાઓની વાતો સાંભળવામાં મશગુલ ભાઈસાબ ને બેટરી ક્યારે ગુલ થઇ એનું જ નથી રહ્યું, એનો ફોન તો હવે ક્યારે લાગ્શે અને એની અનન્યા મેમનો નમ્બર છે નહિ. હવે આ સુગમકુમાર ને પુનાની પહાડી પરથી પાછા કેવી રીતે લાવવા એ પ્રશ્ન છે. અહીં મારે આવેલી ઈમરજન્સીમાંથી સમય નથી ને આ જનાબ ક્યારે ફોન કરશે – ક્યારે અહી પહોચશે એની કોઈ જ ખબર નથી. ‘ હજી તો જેટલા ડોક્યુમેન્ટ્સ જોયા એના કરતા વધારે રીફર કરવાના છે.પછી પપ્પા સાથે ડિસ્કશન. પછી USA કોન કોલ. કેટલું કરીશ. અને હજી ઈમિગ્રેશન ફોર્માલીટીતો બાકી. એ કાલ ...Read More

18

બારણે અટકેલ ટેરવાં - 18

|પ્રકરણ – 18| -- ને આમ જાણે સુંવાળી રેત પર એક જોરદાર મોજાની થપાટ વાગે, ને એ પાછું જતું થોડીક રેતી લઇ જાય ને બે સુંવાળપ અલગ થાય એમ શિવાની ને યુ એસ જવાનું થયું સુગમથી અલગ થવાનું થયું સુદ્રઢ મૈત્રી હજી વધુ સઘન થતા પહેલા આવું કશુંક બન્યું - જો કે સુગમ થોડા સમય માં રાબેતા મુજબ હીલ્લોળાવા માંડ્યો... એને એટલી ખબર હતી કે મૈત્રીના આકાશનો વ્યાપ સાત સમુદ્રના વ્યાપ કરતા ઘણો વિશેષ હતો શિવાની પણ ત્યાં વ્યવસાયમાં રત હતી પણ ગ્રસ્ત નહોતી એટલે બહુ જ નિયમિત રીતે સુગમને રિંગથી રણઝણાવતી. ને પછી સંવાદના મસ્ત ગગનમાં ઉડતા બન્ને ...Read More

19

બારણે અટકેલ ટેરવાં - 19 - છેલ્લો ભાગ

|પ્રકરણ – 19| ... ને બસ પછી જેમ ધાર્યું હતું એમ રવિવાર ની રાત સુધી. યલો સ્ટોનની યાત્રા.. ચાલી. છેલ્લું કેનવાસ બનાવ્યું. અને પછી બધા સરખાવ્યા, વર્ણન કે વિડીઓ સાથે. મારી કલ્પના અને અમેરિકન્સ ની અભિવ્યક્તિ શરૂઆતમાં જુદી પડતી હતી.. છેલ્લા ચિત્રમાં ઘણું મેચ થયું. શિવાની ને મોકલ્યા. એનો પણ એ જ અભિપ્રાય હતો. એક રીમાર્ક કરી. રંગ મિશ્રણ અલગ છે અહી કરતા.. પણ સારું લાગે છે. અપનાવવા જેવું. એણે એ પણ જણાવ્યું કે નેક્સ્ટ પ્લાન પણ નક્કી છે. એ જશે માઉન્ટ રુશ્મોર. અમેરિકન સંસ્કૃતિ અને હિસ્ટ્રીનું અનોખું મોન્યુમેન્ટ. વિગત માટે થોભો અને રાહ જુઓ. આખું વિક કાઢો. કોની ...Read More