આરોહ અવરોહ

(9.5k)
  • 527.1k
  • 302
  • 318k

કેમ છો મિત્રો, આપ સહુનાં સહકાર અને પ્રેમભર્યા સ્વીકારને કારણે આજે હું મારી નવલકથાની સફરમાં આગળ વધતાં મારી ૧૬ મી નવલકથા લખવા જઈ રહી છું. સૌ પ્રથમ તો આજે નવલકથાની શરૂઆત કરતાં પહેલાં આપ સૌ વાચકો અને માતૃભારતીની હું ખૂબ ખુબ આભારી છું. માતૃભારતી જેમનાં આ પ્લેટફોર્મ દ્વારા હું વાચકો સુધી પહોંચી શકી છું અને વાચકોનો બહું પ્રેમભર્યો સહકાર જે મને અવિરત નવું નવું લખતાં રહેવા પ્રેરણા આપતો રહે છે...એ સૌની હું ખૂબ ખૂબ આભારી છું. આજ સુધી મેં માતૃભારતી પર મેં મારી અનેક નવલકથા આપી છે. જે આપ સહુએ વાંચી જ હશે. સફરનાં સાથી કરામત કિસ્મત

Full Novel

1

આરોહ અવરોહ - 1

પ્રકરણ – ૧ કેમ છો મિત્રો, આપ સહુનાં સહકાર અને પ્રેમભર્યા સ્વીકારને કારણે આજે હું મારી નવલકથાની સફરમાં આગળ મારી ૧૬ મી નવલકથા લખવા જઈ રહી છું. સૌ પ્રથમ તો આજે નવલકથાની શરૂઆત કરતાં પહેલાં આપ સૌ વાચકો અને માતૃભારતીની હું ખૂબ ખુબ આભારી છું. માતૃભારતી જેમનાં આ પ્લેટફોર્મ દ્વારા હું વાચકો સુધી પહોંચી શકી છું અને વાચકોનો બહું પ્રેમભર્યો સહકાર જે મને અવિરત નવું નવું લખતાં રહેવા પ્રેરણા આપતો રહે છે...એ સૌની હું ખૂબ ખૂબ આભારી છું. આજ સુધી મેં માતૃભારતી પર મેં મારી અનેક નવલકથા આપી છે. જે આપ સહુએ વાંચી જ હશે. સફરનાં સાથી કરામત કિસ્મત ...Read More

2

આરોહ અવરોહ - 2

પ્રકરણ – ૨ એ યુવાને આધ્યાનો હાથ પકડીને કહ્યું, " ચિંતા ન કરો તમે આરામ કરો. તમારું શરીર તાવથી રહ્યું છે. શરીર આખું ધ્રુજી રહ્યું છે. આ દવા આપું એ લઈ લો. બધું સારું થઈ જશે." એ યુવાને જ ઉભાં થઈને એક ગ્લાસમાં પાણી લઈને આધ્યાને દવા આપીને પાણી પીવડાવી દીધું. પછી કહ્યું," કે તમે સૂઈ જાવ. આરામ કરો હું બેઠો જ છું." એક સમય માટે આધ્યાને થયું કે આ દવા શેની હશે? તાવની જ હશે કે પછી બીજી કંઈ? પછી બીજી જ પળે આધ્યાને વિચાર આવ્યો કે હું આટલી મારી જાતને અશક્ત અનુભવી રહી છું. એ વ્યક્તિ કંઈ ...Read More

3

આરોહ અવરોહ - 3

પ્રકરણ - ૩ આધ્યા મલ્હારને જોતાં બોલી, " પણ તમે એક્સ્ટ્રા પેમેન્ટ શા માટે કર્યું મને સમજાયું નહીં. કારણ એને પેમેન્ટ ઓછું તો નહીં જ માગ્યું હોય એ મને બરાબર ખબર છે." મલ્હાર : " એની ચિંતા તમે છોડો." આધ્યા : " ભલે આમાં મને કંઈ પણ મળે કે ના મળે પણ મને એ તો ખબર છે આ શકીરા હાઉસમાં મારાં માટેનું પેમેન્ટ સૌથી તગડું વસૂલાય છે‌. પણ તમે તો મને હાથ પણ લગાડ્યો નથી તો મારાં માટે ફક્ત કંઈ કર્યા વિના એક રાત માટે આટલાં પૈસા આપવાનું કારણ?" મલ્હાર : " એની ચિંતા ન કરો. સમય આવ્યે બધું ...Read More

4

આરોહ અવરોહ - 4

પ્રકરણ – ૪ સવારમાં મલ્હારનાં જતાં રહ્યાં બાદ બેડ પર આડી પડતાં આધ્યાની આંખો મીંચાઈ જતાં એને ખબર જ પડી કે કેટલાં વાગી ગયાં છે. એકાએક રૂમનો દરવાજો કોઈએ જોરજોરથી ખખડાવતા એ સફાળી બેઠી થઈ ગઈ. એણે પોતાની સાડીને સરખી કરી ને દરવાજો ખોલ્યો. એને લાગ્યું જ કે કદાચ બહું મોડું થઈ ગયું છે. પણ દરવાજો ખોલતાં જ સામેનું દ્રશ્ય જોઈને એ થરથર ધ્રુજવા લાગી...એને પરસેવો થવા લાગ્યો... માંડ માંડ પોતાની જાતને સંભાળતાં દરવાજો પકડીને ઊભી રહી ગઈ...! દરવાજો ખુલતાં જ સામે શકીરા ગુસ્સામાં લાલચોળ બનીને અકીલાનાં વાળ પકડીને ખેંચીને એનાં પર શબ્દોનો મારો કરી રહી છે. સાથે જ ...Read More

5

આરોહ અવરોહ - 5

પ્રકરણ – ૫ કર્તવ્યએ મોટાં લોકોથી સરભર મિટીંગમાં લેપટોપમાં એણે બનાવેલા પ્રેઝન્ટેશનમાં પોતાનું મિશન માટેનું હેડિન્ગ બતાવીને કહ્યું, " બધાં આ મિશન માટેનાં બીજાં કોઈ નામ પણ સજેસ્ટ કરી શકે છે. કોઈ વધારે સારું નામ સૂચવે તો આ બદલી દઈશું એમાં કોઈ જ વાંધો નથી." મોટાં ભાગનાં બધાં લોકોને આ બરાબર લાગ્યું. પણ એકાદ બે જણાંએ બીજાં નામ સૂચવ્યા પણ RFOL જેવું કોઈ સરસ અર્થસભર અને અસરદાર ન લાગ્યું. આથી અંતે 'મિશન RFOL' નામ ફાઈનલ થઈ ગયું. પછી કર્તવ્યે મિશન મુજબ થોડું વાતચીત આગળ કરતાં કહ્યું, " આપણું મિશન છે કે પુરૂષપ્રધાન સમાજમાં આજે સ્ત્રીઓ માટે જગ્યા, વિચારો બધું ...Read More

6

આરોહ અવરોહ - 6

પ્રકરણ- ૬ આખરે ઘણી બધી ચર્ચાને અંતે મિટીંગ પૂર્ણ થવાની તૈયારી છે ત્યારે મિસ્ટર આર્યને એક જાહેરાત કરતાં કહ્યું," બીજાં પાસાં તરીકે વિચારે છે કે જે જગ્યાએ આ ધંધા બંધ થશે ત્યાં કામ કરતાં લોકોનું શું થશે? એમની રોજીરોટી છીનવાઇ જશે‌. તો એમાં મારું માનવું છે કે આપણાં દ્વારા બીજાં સારાં કે જે કામ સમાજમાં દરેક લોકો કરી શકે એમાં કોઈને નાનમ ન અનુભવવી પડે એવાં કામ માટે ઓફર કરવામાં આવે‌ પછી પસંદગી એમની છે. જે લોકો મજબૂરીથી આ કામમાં જોડાયેલા હશે એ લોકો સમ્માનસહિત કામ મળશે તો એ શોષણના ધંધા છોડી દેવા તૈયાર થશે‌. બાકીનાં જે લોકો કે ...Read More

7

આરોહ અવરોહ - 7

પ્રકરણ - ૭ આખો દિવસ પસાર થઈ ગયો પણ શકીરા હાઉસમાં સતત ચાલું રહેતી કંઈ ને કંઈ ચહલપહલ અને શકીરાની દરેક પ્રત્યેની બાજનજર વચ્ચે આધ્યાને અકીલા સાથે વાત કરવાનો કંઈ મોકો ન મળ્યો. આખરે સાંજે છ વાગ્યાનો સમય થયો. એ સમય કે જ્યારે શકીરા એક મોટા રૂમમાં સ્વતંત્ર બનાવેલા બાથમાં બાથ માટે જાય લગભગ એને અડધો પોણો કલાક આરામથી નીકળી જાય આ સમયે ત્યાંના દરેક લોકો થોડો આરામ, વાતચીત વગેરે માટે સમય નીકાળી દે. આ નિયમ હજું સુધી તૂટ્યો નથી. કોણ જાણે એ રૂમમાં શું છે કે હજું સુધી એકાદ બે વ્યક્તિઓ સિવાય કોઈએ જોયો પણ નથી. પણ એ ...Read More

8

આરોહ અવરોહ - 8

પ્રકરણ-૮ ન્યુસી આધ્યાની વાત સાંભળીને થોડી ચિંતામાં બોલી, " દીદી બધાંને હિંમત આપનાર તમે કેમ આવું બોલો છો આજે? થયું છે કે શું? અને આ તો હવે આપણી મજબૂરી છે. આપણાં નસીબમાં ક્યાં સામાન્ય જિંદગી લખાઈ છે તો પછી જે છે એમાં જ ખુશી મનાવીને રહેવાનું, બીજું શું? અમે તો નાનાં છીએ તમે તો કદાચ વધારે અનુભવી કે પછી વધારે બધું સહન કરી ચૂકેલા છો." આધ્યા બાજી સંભાળતાં બોલી, " ના ના, એવું કંઈ નથી. બસ એમ જ." ન્યુસી બોલી, " તો ઠીક છે. કંઈ આડુંઅવળું વિચારતા નહીં. ભલે નાની છું પણ કુદરતની મહેરબાનીથી હિંમત બહું આપી છે. કંઈ ...Read More

9

આરોહ અવરોહ - 9

પ્રકરણ – ૯ આધ્યાનાં પગ તો હવે શકીરા પેલાં પુરુષ સાથે અંદર જતાં જ હવે થોડીવારમાં એનું શું થશે શંકા આશંકામાં ત્યાં જ જડાઈ ગયાં. એની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યાં. એ વિચારવા લાગી કે એક દિવસની એક અજીબ લાગણીનું વળગણ લગાડીને મલ્હાર ક્યાં જતો રહ્યો? કદાચ તું આવ્યો જ ન હોત તો મારું મનોબળ આટલું નબળું ન પડત. રીઢા ઢોરની માફક ડફણાં ખાઈ લેત. લાગણીઓની શુષ્કતાને અપનાવી લેત. એટલામાં કોઈએ પાછળથી ધીમેથી આવીને આધ્યાના ખભા પર હાથ મુકતાં એ ગભરાઈ ગઈ કારણ કે શકીરાનાં એક આદેશ બાદ કદાચ કોઈની બહાર આવવાની હિંમત તો નથી થવાની. ફટાક કરતી પોતાનાં આંસુ ...Read More

10

આરોહ અવરોહ - 10

પ્રકરણ - ૧૦ સોના, નેન્સી અને અકીલા ત્રણેયે અંદર પહોંચીને જોયું તો રૂમમાં રહેલું થોડું ઈન્ટિરીયર જે કોઈને પણ કરી શકે વળી, એનાં માટે શકીરાએ કદાચ સારાં એવાં પૈસા પણ ખર્ચ્યા છે એમાં તોડફોડ થયેલી છે, ત્યાં રહેલાં બે ફ્લાવર પોટ તૂટેલા પડ્યાં છે. આ બધું કંઈ સમજાયું નહીં. આવું તો કોઈ ગુસ્સામાં કરી શકે પણ શકીરા થોડી પોતાની જ વસ્તુનું નુકસાન કરે? તો પછી પેલાં પુરૂષે... કંઈ સમજાતું નથી, હવે તો શું બન્યું એ શકીરા કહે તો જ ખબર પડે. સોના ધીમેથી શકીરાની પાસે ગઈ કારણ કે આ રીતે એની પાસે જવું બહું હિંમતનું કામ છે. સોનાએ એનાં ...Read More

11

આરોહ અવરોહ - 11

પ્રકરણ - ૧૧ મિસ્ટર પંચાલ જાણે કર્તવ્યની જાળમાં બરાબર ફસાઈ ગયાં હોય એવું લાગતાં એ બોલ્યાં, " કર્તવ્ય બેટા તું કંઈ વિચારીશ નહીં પણ તે આ જે જગ્યાએ કહ્યું એ જગ્યાઓ તો મેં ક્યાંય જોઈ નથી. નામ પણ સાંભળ્યું નથી. બાકી કંઈ વાંધો નથી." " એડ્રેસ તો છે જ ને થઈ જશે. એવું હોય તો હું લોકેશન ટ્રેસ કરીને મોકલી દઉં. આમ હારી ન જાઓ. તમે વડીલો જ અમને જુવાનિયાઓને પ્રોત્સાહન આપી શકો અને તમે જ આમ કરશો તો?" મિસ્ટર પંચાલ : " ઠીક છે.." કર્તવ્ય : " ઠીક છે પ્રયત્ન કરો‌. નહીંતર તમે વધારે વ્યસ્ત હોય તો આપ ...Read More

12

આરોહ અવરોહ - 12

પ્રકરણ -૧૨ આધ્યાને સાંત્વના આપવાને બદલે શકીરાનાં મોઢે જાણે એઈડ્સ કે એચઆઈવી શબ્દ એ એટલી સરળતાથી બોલાઈ ગયો કે કોઈ સરળ રમતવાત હોય. એનાં પર જાણે કોઈ અસર પણ ન થઈ. પણ આધ્યાને તો રીતસરનું કંઈ થવા લાગ્યું. સાચે જ આવું હોય તો? એનું શું થાય? કોઈ આગળ પાછળ તો છે નહીં અત્યારે તો શકીરા એક એની માઈ છે. જો એને આવું કંઈ પણ હોય તો એની કમાણી બંધ થાય તો શકીરા એને એક જ ઝાટકે તગેડી દે એમાં કોઈ બેમત નથી કારણ કે એ સ્ત્રી જ કદાચ એવી છે. થોડીવાર તો આધ્યા કંઈ બોલી નહીં. એનાં પગ રીતસરનાં ...Read More

13

આરોહ અવરોહ - 13

પ્રકરણ – ૧૩ કર્તવ્ય સવારનાં અગિયારેક વાગતાં જ સાર્થકને લઈને અચાનક મિસ્ટર પંચાલની ઓફિસમાં પહોંચી ગયો. બહાર પુછતાં કોઈએ કે એ કોઈ અગત્યનું મિટીંગમાં છે એવું કહેતાં કર્તવ્ય અને સમર્થ બંને ત્યાં ઘણીવાર બેસી રહ્યાં. એણે એનાં મોબાઇલ પરથી એક વાર એમણે ફોન લગાડ્યો તો ફોન વ્યસ્ત આવી રહ્યો છે‌. કર્તવ્ય ત્યાં રહેલાં રિસેપ્શનિસ્ટને કહેવા લાગ્યો, " તમે કહ્યું કે દસ મિનિટમાં ફ્રી થશે લગભગ એક કલાક થઈ ગયો. મારે એમનું અરજન્ટ કામ છે‌" સામેવાળી વ્યક્તિએ થોડો ગોળગોળ જવાબ આપ્યો. "સાહેબ મિટીંગમાં તો એવું જ હોય કંઈ નક્કી ન હોય. આવશે એટલે મળાવી દઈશ." કહીને એણે તરત કોઈને ફોન ...Read More

14

આરોહ અવરોહ - 14

પ્રકરણ - ૧૪ આધ્યાને સોનાએ ફરીવાર તાવ માટે દવા આપી‌. દવા લીધા પછી સારું લાગી રહ્યું છે. શકીરાની ગેરહાજરીમાં ઘણા સમયે આજે બધાં શાંતિથી આરામ ફરમાવી રહ્યાં છે. સોના : " યાર બસ ઘણાં સમયે આવી શાંતિ મળી છે આજે. આ શકીરાને કે આવાં એક નહીં જેટલાને મળવું હોય તું ત્યારે જજે. અમે સંભાળી લઈશું ‌" નેન્સી હસીને બોલી, " મને તો એમ થાય છે કે આપણે ભાગવું જ છે તો અત્યારે સારો મોકો છે. ચાલોને ભાગી જઈએ...આવીને જોશે તો મોટી સરપ્રાઈઝ મળશે. આપણાં બધાં વિના તો પાગલ થઈ જશે‌. આખો દિવસ ધમકાવશે કોને એ? શું કહેવું છે તમારાં ...Read More

15

આરોહ અવરોહ - 15

પ્રકરણ – ૧૫ આધ્યા જે રીતે મલ્હારની વાત સાંભળીને ઉભી થઈ અને ફટાફટ નીચે તરફ ભાગી એ જોઈને અકીલા સ્તબ્ધ જ થઈ ગઈ. એવું પણ નથી કે મલ્હાર ઘણીવાર પહેલાં આવેલો હોય, બંને વચ્ચે એવાં કોઈ નજદીકી સંબંધો હોય. એ ફક્ત પહેલીવાર આવ્યો અને એ પણ એક રાત રહ્યો એ પણ એની તબિયત ખરાબ હતી એવી સ્થિતિ જ, તો પછી શું કારણ હશે આધ્યાનું આમ જવાનું? અકીલા આધ્યાની મનોભાવના સમજવા મથા રહી. અકીલા પણ આધ્યાની પાછળ પાછળ ગઈ. સીડી ઉતરતાં કદાચ અશક્તિને કારણે એકવાર પડતાં પણ રહી ગઈ પણ અકીલા એની પાછળ આવી ગઈ હોવાને કારણે એ બચી ગઈ. ...Read More

16

આરોહ અવરોહ - 16

પ્રકરણ - ૧૬ સવાર પડતાં આધ્યાને દવાની અસરથી સારું તો થયું પણ હજું એને શરીરમાં અશક્તિ વર્તાઈ રહી છે. પણ આધ્યાની ચિંતામાં આખી રાત સરખી ઉંઘ ન આવી. એણે નક્કી કર્યું કે કંઈ પણ રીતે હવે શકીરાને આધ્યાને કોઈ સારા ડૉક્ટરને બતાવવા માટે મનાવવી પડશે. ક્યાંય આ છોકરી આમ ને આમ...! બોલતાં જ અટકી ગઈ. ભગવાન કરે કદી આવું ન થાય. સવાર પડતાં જ સોના નીચે ઉતરી. એણે જોયું તો હજું પણ શકીરાએ દરવાજો ખોલ્યો નથી. સોનાને થયું કે એ સામેથી જઈને શકીરાને કહે. પણ પછી શકીરા બહાર આવે એની રાહ જોવાનું થોડીવાર વિચાર્યું કારણ કે કોણ જાણે એનો ...Read More

17

આરોહ અવરોહ - 17

પ્રકરણ - ૧૭ સોના કામ પતાવીને થોડીવાર શાંતિથી બેસીને કંઈ વિચારી રહી છે ત્યાં જ આધ્યા આવી. આધ્યા થોડીવાર રહી પણ સોનાનું ધ્યાન જ ન હોવાથી છેલ્લે આધ્યાએ એને ટપલી મારતાં જ એ જાણે ભાનમાં આવી હોય એમ ઝબકીને બોલી, " અરે આધ્યા તું? ક્યારે આવી?" આધ્યા : " હું તો ક્યારની આવી છું પણ તું ક્યાં ખોવાઈ ગઈ છે. કંઈ ચિંતા છે કે શું?" "અરે ના એવું કંઈ ખાસ નહીં. પણ તને કેવું છે?" આધ્યા એની બાજુમાં બેસતાં બોલી, " કંઈ સમજાતું નથી મને તો દવાની અસર રહે ત્યાં સુધી સારું રહે છે ને અસર ઉતરતાં જ પાછું ...Read More

18

આરોહ અવરોહ - 18

પ્રકરણ - ૧૮ શકીરાનો આજે જ શકીરાહાઉસ ખાલી કરીને બધાંએ બીજે શિફ્ટ થવાનો નિર્ણય સાંભળીને બાદ બધાં ફટાફટ ઉપર આવી ગયાં પણ આટલો મોટો ઝાટકો આપશે શકીરા આવી રીતે એ તો કોઈએ પણ વિચાર્યું નહોતું. બધાંને જાણે ઝાટકો લાગ્યો કે અચાનક આવો નિર્ણય શું કામ? જાણે શું થઈ રહ્યું છે કંઈ સમજાતું નથી. નેન્સી તો આમ લમણે હાથ દઈને બેસી ગઈ. એ જોઈને આધ્યા બોલી, " શું થયું આ સમાચાર જાસૂસોને પણ હમણાં જ ખબર પડ્યાં લાગે છે. તમને પણ સૂત્રો દ્વારા કંઈ જાણ ન થઈ? " "મતલબ અહીંનો જાસૂસ કોણ છે તને ખબર જ હશે ને નેન્સી?" સોના ...Read More

19

આરોહ અવરોહ - 19

પ્રકરણ - ૧૯ કર્તવ્ય મિસ્ટર નાયકની મિશન બંધ કરવાની વાત સાંભળીને હેબતાઈને એમની સામે જ જોઈ રહ્યો. એ થોડીવાર રહીને બોલ્યો, " અંકલ મને સમજાતું નથી કે જેટલો ઉત્સાહ આ મિશન માટે તમારો હતો એટલો તો કદાચ મારો પણ નહોતો. તમે તો આ મિશનનું હ્દય છો તો આમ કેમ ઢીલાં પડી ગયાં? તમારો ઉત્સાહ કેમ આમ અચાનક મીણની જેમ પીગળી ગયો?" "પણ આટલું મોટું કામ આટલાં ઓછાં માણસો અને એમાં પણ મારાં જેવાં માણસો દોડી પણ ન શકે, વળી વિરોધી લોકો મિશન પુરુ ન થાય એ માટે ખેચમતાણ કરી રહ્યાં છે, તો તું એકલો ક્યાં મથીશ? તારી પોતાની પણ ...Read More

20

આરોહ અવરોહ - 20

પ્રકરણ - ૨૦ કવિતા રાતનાં સમયે એ રુમમાં કોઈ પુરુષનો પ્રવેશ થતાં જ અને વળી એ વ્યક્તિએ સીધો જ બંધ કરતાં એ ધ્રુજી ગઈ. એને પરસેવો વળી ગયો. એને થયું આ ભાઈ અહીં શું કામ આવ્યાં હશે? અને દરવાજો કેમ બંધ કરે છે. એને આ કોલસેન્ટર છે વળી અહીં શું હોય એની જ કંઈ જાણ નહોતી. થોડીવારમાં તો એ પુરુષ એકદમ એની નજીક આવી ગયો. કદાચ તું પણ પુરુષ છે એટલે તારી સામે આ રીતે વાત કરી શકું છું. પણ આ રીતે આવનાર વ્યક્તિ તો કંઈ થોડાં નવા હોય, એ લોકોની વિચારસરણી કેવી હોય તું સમજી શકે છે, વળી ...Read More

21

આરોહ અવરોહ - 21

પ્રકરણ - ૨૧ કવિતાને એના પિતાએ પહેલીવાર એની સાથે આવો એક સ્વાર્થી વ્યવહાર કરતાં એને આજે લાગી આવ્યું. હજું તો ક્યારેક એનાં માતાપિતાએ આટલી તકલીફ હોવાં છતાં કદી નોકરી કે કામકાજ કરવા સુદ્ધાંની વાત નહોતી કરી. આજે અચાનક શું થયું હશે? એ લોકો મારી સાથે આવું કરશે તો હું શું કરીશ એ ચિંતામાં એણે ફટાફટ ઓરડામાં જઈને દરવાજો બંધ કરી દીધો. એની મમ્મીને કંઈ શંકા જતાં એણે ફટાફટ દરવાજો ખખડાવ્યો. એને સમજાવીને પરાણે દરવાજો ખોલાવ્યો. એ વખતે તો એમણે કંઈ ખાસ પૂછ્યું નહીં પણ બે દિવસ પછી એનાં મમ્મી-પપ્પા બંનેએ શાંતિથી એની સાથે વાત કરવાનું વિચાર્યું. એની મમ્મી શાંતિથી ...Read More

22

આરોહ અવરોહ - 22

પ્રકરણ - ૨૨ કર્તવ્ય અને મિસ્ટર નાયક કર્તવ્યની ઓફિસમાંથી બહાર નીકળ્યાં ત્યાં જ કોઈની ચિત્ર વિચિત્ર રીતે છુપાઈને આ જોઈ રહેલી નજર પર કર્તવ્યનું તીક્ષ્ણ નજરોથી ધ્યાન પડતાં જ એ કંઈ વધારે ધ્યાન આપે એ પહેલાં જ બે આંખો જાણે ધીમેથી ત્યાંથી ફટાક કરતી ઓઝલ થઈ ગઈ... કર્તવ્ય મિસ્ટર નાયકની સાથે ત્યાંથી નીકળી તો ગયો પણ એની ચકોર આંખોમાં એનાં વિશે કેટલાંય સવાલો ચકરાવા લાગ્યાં...! એની ચાલાક નજર અને દીર્ધ દ્રષ્ટિ ક્યાંય સુધી પહોંચીને વિચારવા લાગી‌‌...! ******* કર્તવ્ય આજે રોજ કરતાં ઓફિસથી વહેલો આવતાં એનાં મમ્મી ખુશ થઈ ગયાં. એમણે કહ્યું, " બેટા ફટાફટ ફ્રેશ થઈ જાય આજે બધું ...Read More

23

આરોહ અવરોહ - 23

પ્રકરણ - ૨૩ કર્તવ્યની અશ્વિને જીવનસાથી બનાવવા વિશેની વાત માત્રથી કર્તવ્ય ગુસ્સામાં ઉભો થઈ જતાં જ બાજી સંભાળતાં દીપેનભાઈ " શું થયું બેટા? તારી મમ્મી તને પૂછે ફ્ક્ત. તને ન ગમે તો બીજી કોઈ છોકરી જોઈશું. તું પહેલાં શાંતિથી બેસી જા પહેલાં.જમવાનું પતાવી દઈએ તો સારું. અન્નને કોઈ દિવસ ઠુકરાવાય નહીં." સુસંસ્કારોથી સિંચિત કર્તવ્યને પોતાની ભૂલ સમજાતાં 'સોરી' કહીને ખુરશી પર ફરી બેઠો અને બધાંએ મનમાં અનેક સવાલો સાથે જમવાનું પતાવી દીધું પછી થોડીવારમાં દીપેનભાઈએ શાંતિથી પૂછ્યું, " બેટા અશ્વિને તું ઓળખે છે? તારાં રિએક્શન પરથી એ તો ખબર પડી કે તું કોઈ રીતે એને ઓળખે છે. શું પ્રોબ્લેમ ...Read More

24

આરોહ અવરોહ - 24

પ્રકરણ - ૨૪ આધ્યા શકીરાહાઉસથી નીકળીને ગાડીમાં એનાં જેવી બીજી છોકરીઓ સાથે જ નવી જગ્યાએ આવી પહોંચી. એને મોહમયી મુંબઈની માયાનો તો બહું સીધો સ્પર્શ નથી કારણ કે એણે શકીરા હાઉસ સિવાય બે-ચાર વાર સિવાય ક્યારેય બહાર નીકળવાની તક જ મળી નથી. છતાં આજે રાતનાં સમયે પણ બહારની દુનિયા જોવાની તક મળી એનાંથી જાણે શરીરની વેદના જાણે થોડી હળવી થઈ હોય એવું લાગ્યું. લગભગ એક કલાક જેવું થયું એ પણ રાતનાં સમયે અને કદાચ ગાડીનાં કાચમાંથી બહાર દેખાતી માનવ વસ્તી, લોકોને જોઈને એને લાગ્યું કે કદાચ આ આખો વિસ્તાર બદલાઈ ગયો છે. લોકો પણ થોડાં બદલાયેલા બધું થોડો વિસ્તાર ...Read More

25

આરોહ અવરોહ - 25

પ્રકરણ - ૨૫ રાતનાં અઢી વાગ્યાનો સમય થયો છે પણ આજે શકીરા હાઉસમાં રાતનો સૂનકાર થવાને બદલે કોઈ પ્રસંગ એમ કોલાહલ સંભળાઈ રહ્યો છે. બધું બચેલું હવે ફટાફટ પેક કરવામાં આવી રહ્યું છે‌. એક ગાડી મોકલી દીધાં બાદ હવે ત્રણ મોટી ગાડી સાથે જ મોકલવાનો તાત્કાલિક શકીરા દ્વારા નિર્ણય કરાતાં હવે ત્રણેય ગાડીઓ અને શકીરા માટે આવેલી એક ખાસ ગાડી એમાં બધાં ફટાફટ ગોઠવાવાં લાગ્યાં. અંતે આખું શકીરા હહાઉસ પૂર્ણ રીતે ખાલી કરીને લોક થઈ ગયું. સર્વત્ર સૂનકાર છવાઈ ગયો. બહાર રહેલાં વોચમેન કાકા તો આ બધું જોઈ જ રહ્યાં. એમને એમ કે હવે છેલ્લે તો મેડમ એને ત્યાં ...Read More

26

આરોહ અવરોહ - 26

પ્રકરણ - ૨૬ સોનાએ બતાવ્યા મુજબ ડ્રાઈવર ફટાફટ ગાડી એ તરફ લઈ ગયો. એ જગ્યા પર પહોંચતા જ જોયું ત્યાં કોઈ છે જ નહીં. બધું સાવ સૂમસામ છે. એ છોકરાઓ જે દેખાયાં હતાં એ પણ ગાયબ છે. પાંચેક ત્રણ દુકાનો છે એ પણ બંધ છે. અંધકાર જ દેખાય છે. થોડે દુર સ્ટ્રીટ લાઈટનો આછો પ્રકાશ રેલાઈ રહ્યો છે. ડ્રાઈવર બોલ્યો, " આપ લોગ કિસે ઢૂંઢ રહે હો? યહાં તો કોઈ ભી નહીં હે. ઓર જગહ ભી મુજે ઠીક નહીં લગ રહી હે." ભૈયા આતે વક્ત શાયદ આપકો યાદ હોય તો હમને ઈસી જગહ ને ગાડી રૂકવાઈ થી. વહાં કુછ ...Read More

27

આરોહ અવરોહ - 27

પ્રકરણ - ૨૭ બીચ પાસે પહોંચીને ગાડીમાંથી ચારેયને ઉતારીને પેલો ડ્રાઈવર તો જતો. ત્રણેય જણાં આધ્યાને લઈને ત્યાં એક સાઈડમાં જઈને બેઠાં. રાતનો સમય હોવાથી થોડીક લાઈટો બાકી કોઈ માનવ વસ્તી તો છે જ નહીં. દરિયાનું મંદ મંદ રીતે વહી રહેલું પાણી અત્યારે તો એ પણ નિર્જીવ થઈને આરામ ફરમાવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ત્યાં જઈને આધ્યાને થોડો ઠંડો પવન આવતાં ખુલ્લી હવામાં શ્વાસ લેવાતાં થોડું સારું લાગ્યું. એનાં શરીરમાં જાણે એક ચેતનાનો સંચાર થયો. એણે બંધ આંખોએ જ ક્હ્યું, " પ્લીઝ મારે ત્યાં નથી જવું. મને બચાવી લે. પ્લીઝ કોઈ મલ્હારને મારી પાસે બોલાવો ને? એ ...Read More

28

આરોહ અવરોહ - 28

પ્રકરણ - ૨૮ લગભગ સવાર પડતાં અજવાળું થયું. સાતેક વાગતાં ક્યાંક વહેલી સવારે ચાલવા આવનાર, તો ક્યા લટાર મારનારાઓની પર થોડી થોડી અવરજવર શરું થઈ. કોઈ હાવરા એક્સપ્રેસની જેમ ભાગતા તો કોઈ પરાણે ખેંચીને લાવ્યાં હોય એમ પરાણે ડગ માંડી રહ્યાં છે. હવે એ જગ્યાએ આ રીતે બેસી રહેવું બધાંને સલામત ન લાગ્યું. સોના બોલી, " બધાંને ઠીક લાગે તો આપણે રાઉન્ડ મારતાં હોય એમ થોડું ચાલીએ. રખે કોઈ આપણને ઓળખી જાય. આપણે બે બે જણાં સાથે ચાલીએ આપણા દુપટ્ટા સાથે જેથી કોઈ શંકા ન જાય. ત્યાં સુધીમાં કોઈ સાથે હોસ્પિટલ માટે પણ તપાસ કરી લઇએ." આધ્યાને હજું નબળાઈ ...Read More

29

આરોહ અવરોહ - 29

પ્રકરણ - ૨૯ સવાર પડતાં એની હંમેશાં સમયસર રહેવાની આદતને કારણે કર્તવ્ય આઠ વાગ્યા પહેલાં જ પોતાનાં રૂમમાં તૈયાર રહ્યો છે. ત્યાં જ સમર્થનો ફોન આવ્યો, " પોસિબલ હોય તો રાતની બેચલર પાર્ટી માટે ચોક્કસ આવજે‌. તું હોય તો મને પણ મજા આવશે‌ યાર." કર્તવ્ય : " હા, ટ્રાય કરું છું બસ?" ત્યાં જ શિલ્પાબેન નોક કરીને એનાં રૂમમાં આવતાં બોલ્યાં, " ક્યાં જવાનું છે મારાં રાજકુમારને?" " અરે મોમ અમારો સ્કૂલ ફ્રેન્ડ વીકી નહોતો એનાં મેરેજ છે તો એની બેચલર પાર્ટી રાખી છે તો એનાં માટે સમર્થનો ફોન હતો." શિલ્પાબેન ખુશ થઈને બોલ્યાં, " હા તો જા સારું ...Read More

30

આરોહ અવરોહ - 30

પ્રકરણ - ૩૦ શકીરાની રાત તો પહેલેથી જ બગડી હતી અને હવે સવારથી અત્યારે બપોર સુધી બરાબર અકળાઈ ચૂકી કારણ કે હજું સુધી એને આધ્યા કે સોના કોઈનો કંઈ જ પત્તો મળ્યો નથી.‌ એક નહીં પણ ચાર ચાર જણાનું આ રીતે ગાયબ થવું? વળી, આધ્યા અને સોના એ લોકો સાથે જ છે કે એ પણ કંઈ ખબર જ નથી. સવારથી એનું મગજ કંઈ કામ નથી આપી રહ્યું. એનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. એ અત્યાર સુધી કેટલાંય ફોન કરી કરી ચૂકી છે. પણ ક્યાંકથી કોઈ પત્તો નથી મળી રહ્યો. ત્યાં જ એણે ફરી એક ફોન લગાડીને કહ્યું, " મુજે અભી ...Read More

31

આરોહ અવરોહ - 31

પ્રકરણ - ૩૧ લગભગ રાત્રે અગિયારેક વાગ્યે જુનાં શકીરા હાઉસ પાસે ત્યાં રહેલાં જુનાં વોચમેન એમ જ ત્યાં બહાર છે‌. એમનો ચહેરો ઉતરેલો છે. કદાચ એ ચિંતામાં જ તમાકું ખાતાં જ કંઈક બબડી રહ્યાં છે. એટલામાં જ એમણે સામેથી આવતો કોઈ યુવાન દેખાયો. મગજમાં કંઈક વિચાર આવ્યો કે શું સૂઝ્યું, " ભાઈ શું કામ અહીં? અહીં તો કોઈ નથી હવે. " સામે આવેલા યુવાનને એમણે જોયો થોડીવાર તાકી રહ્યાં પછી એ અચાનક બોલ્યાં, " તમારું નામ? તું ચાર દિવસ પહેલાં આવેલા?" એ કંઈ બોલે એ પહેલાં શકીરા હાઉસનાં મેઈન ગેટ પર લટકેલુ મોટું તાળું જોઈને એ યુવાન બોલ્યો, " ...Read More

32

આરોહ અવરોહ - 32

પ્રકરણ - 32 કર્તવ્યને સમર્થ ઘરે લઈ આવ્યો. સમર્થને તો એનાં ઘરે બધાં ઓળખતાં હોવાથી અને વળી સમર્થના ઘરે બધાં ફ્રી માઈન્ડના હોવાથી એમણે તરત જ કર્તવ્યને સુવાડીને એનાં માટે લીબું શરબત બનાવીને આપ્યું. એનાં મમ્મી એ જ કહ્યું કે એને મગજમાં કોઈ ચિંતા લાગે છે એટલે જ આટલું ડ્રિંક કરી દીધું છે બાકી એ તો કોઈ દિવસ ચાને પણ અડતો નથી. રાત્રે અહીં જ સુવા દે ખોટું ઘરે ચિંતા કરશે. પણ એટલું સારું છે કે એ કંઈ પણ વાતચીત કરવાને બદલે સૂઈ જ રહ્યો છે. સમર્થે થોડીવાર પછી એને પોતાનાં રૂમમાં સુવાડીને દીધો. એનાં ઘરે ફોન કરીને જાણ ...Read More

33

આરોહ અવરોહ - 33

પ્રકરણ - 33 કર્તવ્યની ગાડી એડ્રેસ મુજબ એક વિશાળ બંગલાના કમ્પાઉન્ડ પાસે આવીને ઉભી રહી. ત્યાં જ એને બહાર બે બોડીગાર્ડ દેખાયાં. કર્તવ્યની ગાડી ઉભી રહી કે તરત જ બે જણાએ આવીને કહ્યું, "હેલ્લો, મિસ્ટર કર્તવ્ય? એમ આઈ રાઈટ?" કર્તવ્ય તો આ જગ્યાને જ જોઈ રહ્યો કે આટલી મોટી વિશાળ જગ્યા. જાણે કોઈ અલગ દુનિયા હોય એવું લાગી રહ્યું છે. શહેરથી થોડે દૂર આવલી આ અનોખી જગ્યા. કર્તવ્ય બોલ્યો, " યસ.." " પ્લીઝ કમીન" કહેતાં જ એણે એક ફોન લગાડ્યો ત્યાં જ તરત જ એક મોટી વાઈટ કલરની ગાડી આવીને ઉભી રહી. ગાર્ડે કહ્યું, " આપ બેસી જાઓ. હું ...Read More

34

આરોહ અવરોહ - 34

પ્રકરણ - 34 આધ્યાને લોહીની બોટલો ચડાવી અને ઈન્જેક્શન અને દવાઓ આપ્યાં પછી લગભગ બે દિવસ થઈ ગયાં છે. તબિયતમાં પણ સુધારો આવ્યો છે. તાવ આવવાનો પણ બંધ થયો છે. ચહેરા પરની ફિકાશ પણ હવે થોડી ગુલાબી ગાલ બનીને એનાં ચહેરાને વધારે સુદર બનાવી રહી છે આજે. બધાં આધ્યાને સારું થતાં ખુશ છે. સાથે જ આધ્યાની સાથે રહેવાની ત્રણ જણાની પરમિશનથી બધાને રાહત છે બાકી હોસ્પિટલમાં બેથી વધારે લોકોને દર્દી સાથે રહેવાની પરમિશન જ ન મળે. હજુ સુધી તો આ કારણે રહેવાની ચિંતા નહોતી થઈ. ડૉક્ટર રાઉન્ડમાં આવવાની તૈયારી થઈ છે. આજે આધ્યાને સારું લાગી રહ્યું છે. આધ્યા: " ...Read More

35

આરોહ અવરોહ - 35

પ્રકરણ - ૩૫ શકીરા મલ્હારને જોતાં જ એની એકદમ નજીક આવી ગઈ. એનાં કપડાં, વાળ ને મેકઅપ બધું જ કોઈ પુરુષને ઉત્તેજિત કરવા માટે પૂરતું છે. એણે ગાઉનના લો કટમાથી ઉપરનો ભાગ જાણે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એનું રૂપ હજુય સાડત્રીસની ઉમરે પણ એટલું જ મોહક, મારકણુ અને સેક્સી છે. પણ મલ્હાર તો એ નજીક પહોંચતા જાણે કરંટ લાગ્યો હોય એમ દૂર ખસી ગયો. જાણે બીજી તરફ જોવા લાગ્યો. એ વિચારવા લાગી કે આધ્યા અને સોનાનાં કસ્ટમર બધાં જ એની મનમોહક અદાથી એની જાળમાં આવવા લાગ્યાં છે. ઘણાં સમય પછી આજે ફરી એને આ કામ શરૂ કરવું પડ્યું. કારણ ...Read More

36

આરોહ અવરોહ - 36

પ્રકરણ - ૩૬ કર્તવ્ય ડૉક્ટર માનવ સાથે મિતાલી પેશન્ટના ડિસ્ચાર્જ થયાંની જાણ થતાં તરત જ હોસ્પિટલમાંથી નીકળીને ફટાફટ ગાડીમાં એણે હ આધ્યા લોકોએ લખાવેલું હતું એ એડ્રેસ કોઈને પૂછયું. પણ જાણે કંઈ મેળ જ નહોતું ખાતું. જે એરિયા છે એમાં એવું કંઈ લોકેશન નથી. જે સ્થળો છે એ બીજાં એરિયામાં બતાવે છે. બધાનું કહેવું એવું જ અલગ અલગ દર્શાવી રહ્યું છે. છતાં હિંમત હાર્યા વિના ફટાફટ એ જગ્યાની પૂછપરછ કરતો એક અંતરિયાળ જગ્યાએ પહોંચ્યો. એ જગ્યા તો કોઈ વિચિત્ર જગ્યા દેખાઈ. એકલો ઔધોગિક વિસ્તાર. એ પણ યોગ્ય એડ્રેસ તો છે જ નહીં. પૂછપરછ પણ કરી પણ એવું કોઈ મિતાલી ...Read More

37

આરોહ અવરોહ - 37

પ્રકરણ - ૩૭ આધ્યા અને સોના ચારેય જણા જેવાં એ વ્યક્તિને અનુસરતાં ચારેય જણા બગીચાની બહાર નીકળ્યાં કે ત્યાં સામે સાઈડમાં એક ગાડી ઉભેલી દેખાઈ એ તરફ એ વ્યક્તિ ચારેયને લઈ ગયો. એ વ્યક્તિ બોલ્યો, " મેમ તમે લોકો બેસી જાવ. હું તમને યોગ્ય જગ્યાએ પહોંચાડી દઈશ. જરાય ચિંતા ન કરો." આજુબાજુ સહેજ નજર નાખતાં ચારેય જણા એક પછી એક ગાડીમાં પાછળની સીટ પર ગોઠવાયાં. તરત જ ડ્રાઈવરે ગાડી શરું કરીને ફટાફટ ગાડી ઉપાડી દીધી. એક વાર આધ્યાએ એ વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં કહ્યું," તમે કર્તવ્ય સાહેબને ત્યાં કામ કરો છો? એ કોણ છે મને જરા માહિતી ...Read More

38

આરોહ અવરોહ - 38

પ્રકરણ - ૩૮ ઉત્સવનાં બહાર જતાં જ સોના બોલી, " યાર આપણી સાથે કેટલાંક દિવસથી શું બની રહ્યું છે નથી. આપણી આ સંતાકૂકડીને કોઈ મુકામ મળે તો સારું. આ બધું કોઈ માયાજાળ તો નહીં હોય ને? આપણાં જીવનનાં આટલાં સંઘર્ષ અને વળાંક પછી કિસ્મત પર પણ વિશ્વાસ આવતો નથી. બાકી ક્યાંક ફરી..." "આવું ન વિચાર. આટલું સારું થયું છે તો એ પણ સારું થશે જ. મારાં મનમાં પણ એ સવાલ તો છે જ કે આ જે પણ છે કર્તવ્ય મહેતા એ સારો જ વ્યક્તિ હશે પણ એ આપણી સામે કેમ નથી આવતો? એક સવાલ મને પણ બહું હેરાન કરી ...Read More

39

આરોહ અવરોહ - 39

પ્રકરણ - ૩૯ રાતનાં સમયે જ શકીરા ફરી પોતાનાં નવાં શકીરા હાઉસમાં સજીધજીને જાણે કોઈ આવકારવા બેઠેલી છે. ફરી રીતે કે કોઈ પણ પુરુષને પોતાની બાહોમાં આવવા મજબૂર કરે એ જ રીતે કપડાં પણ પહેર્યા છે. એ જ સમયે એક વ્યક્તિ શકીરા હાઉસમાં પ્રવેશ્યો. એણે શકીરાને આમ બેઠેલી જોઈ. એ કંઈ બોલે એ પહેલાં જ શકીરા ઉભી થઈને પોતાનાં કપડાં સરખા કરવા લાગી. પછી તરત બોલી, " અરે અશ્વિન તુમ યહાં? અભી? ઈસુએ વક્ત?" " ક્યા હુઆ? તુજે સરપ્રાઈઝ પસંદ નહીં આયા. મુજે લગાવી તું ખુશ હો જાયેગી. પર તું એસે જૈસે કસ્ટમર તેરે પાસ હી આનેવાલે હો એસે ...Read More

40

આરોહ અવરોહ - 40

પ્રકરણ - ૪૦ કર્તવ્ય "બે મિનિટમાં આવું" કહીને પોતાની ગાડી પાસે ગયો. ત્યાં ઊભા રહીને એણે કોઈને ફોન કર્યો. વાતચીત પછી એ વંદનભાઈ અને સ્નેહલભાઈ ઉભાં છે ત્યાં પાછો આવ્યો. એ બોલ્યો, " લગભગ કેટલા લોકો અહીં કામ કરી રહ્યાં છે એ ખબર છે? કોણ સંભાળે છે અહીનું કામકાજ એ કંઈ ખબર છે?" વંદનભાઈ : " લગભગ અઢીસો જેટલાં હશે. એક યુવતી હમણાં પોતાને અહીની માલિક કહેતી હતી પણ એવું લાગ્યું નહીં કે એ જ હશે! " " તો આ સેન્ટર મોટું હશે. આ માહિતી તમને કેવી રીતે મળી? કોના દ્વારા?" " અમારાં એક વોચમેનની દીકરી અહીં આવે છે. ...Read More

41

આરોહ અવરોહ - 41

પ્રકરણ - ૪૧ કોઠો બંધ કરવાની વાત સાભળીને જ અંતરાના પગ થંભી ગયાં. એ સ્નેહલભાઈ અને વંદનભાઈ તરફ જોઈને " આ બે વ્યક્તિને મેં મારાં માણસો દ્વારા મોકલી દીધેલાં. એટલે તને બોલાવીને લાવ્યાં એમ ને? પણ એમનાં આવવાથી હું તો ઉલટું સમજી હતી. આ કોઠો બંધ કરાવવા જેવું મોટું લક્ષ્ય છે તમારું એ તો ખબર જ નહોતી. એનાં વિશે ક્યારેય વિચાર્યુ જ નહોતું, પણ એનાથી તમને શું મળશે?" "અમને તો શું મળવાનું? કેટલીય મજબૂરીમાં પોતાનાં દેહને રોજેરોજ કુરબાન કરતી સ્ત્રીઓને મુક્તિ..." અંતરા હસીને બોલી, " આ હવસથી ભરપૂર પુરુષ પ્રધાન સમાજમાં એ શક્ય છે? એવું જ હોય તો શું ...Read More

42

આરોહ અવરોહ - 42

પ્રકરણ - ૪૨ અંતરા પોતાનાં મનને મક્કમ કરતાં બોલી, " જમાનાની શું વાત કરું કે દુનિયાનો શું વિશ્વાસ કરું? મારાં સગાંઓ બાપે મારાં પર જબરદસ્તી કરી દીધી. હું કંઈ કરી ન શકી." કહેતાં જ એની આંખો મીચાઈ ગઈ. એનું હૈયું ભરાઈ આવ્યું. કર્તવ્યને થયું કે કદાચ અંતરાના પિતાએ કોઈ દ્વારા કે પછી એની મમ્મીની જેમ એને પણ કામ કરવા માટે મજબૂર કરી દીધી હશે પણ આ તો એનાં સગા પિતાએ દીકરી પર જબરદસ્તી કરી હશે એવું વિચારવું પણ કદાચ કર્તવ્યના માનસપટની બહાર હતું. એને પોતાને પરસેવો વળી ગયો. એક સગો બાપ આવું કરે તો એને ભાઈ જેવાં સંબંધ પર ...Read More

43

આરોહ અવરોહ - 43

પ્રકરણ - ૪૩ કર્તવ્ય અંતરાની સામે જોઈને દુ:ખ સાથે બોલ્યો, " અંતરા એ મારાં સગાં ફુઆ છે અને મારી સગા કાકાના દીકરા પણ...! " અંતરા તો સાંભળીને અવાક બની ગઈ. પછી જાતે જ કર્તવ્ય એ પોતાની ઓળખ પણ આપી. એ બોલ્યો, " અમારાં ઘરમાં આજે પણ એમનો પડ્યો બોલ ઝીલાય છે. એમનો નિર્ણય હોય એટલે કોઈ સામે એક શબ્દ પણ ન કહે એટલો બધાને વિશ્વાસ છે. દીલીપફુઆ એટલે એક સરળ અને આદર્શ વ્યક્તિ કહેવાય. પણ ચહેરા પાછળનો બીજો ચહેરો આજે દેખાયો. હું શું કહું એ સમજાતું નથી. એ મારાં ફૂઆ મારી સાથે મારાં આ મિશનમાં પણ છે. એ તો ...Read More

44

આરોહ અવરોહ - 44

પ્રકરણ - ૪૪ " હમમમ... સારું થઈ ગયું છે એટલે બસ...મને શાંતિ થઈ. તમે લોકો અહીં કેવી રીતે? શકીરા તો બદલાઈ ગયું છે ને? " એ યુવાન બોલ્યો. આધ્યાને જાણે આજે કોઈ પોતીકું મળી ગયું હોય એટલી મનોમન ખુશી વર્તાઈ રહી છે. વર્ષો બાદ એનાં કોઈ દિલોજાન વ્યક્તિને મળતી હોય એમ એનાં ધબકારા જાણે અનેકગણી ઝડપે ચાલી રહ્યાં છે. એ અવઢવમાં પડી ગઈ કે વાતની શરુંઆત કેવી રીતે કરવી? એ બોલી, " મલ્હાર હું હજી પણ માની નથી શકતી કે તમને હું સાચે જ મળી શકી છું." મલ્હાર બોલ્યો, " પ્લીઝ અહીં શાંતિથી બેસો. જરાય ચિંતા ન કરો" આધ્યા ...Read More

45

આરોહ અવરોહ - 45

પ્રકરણ - ૪૫ આધ્યા સોનાની સામે જોઈને બોલી, " શું થયું? તને કેમ એવું લાગ્યું? મલ્હારે કંઈ કહ્યું કે ઉત્સવે?" "પ્રેક્ટિકલી સાચી વાત કરું તો એક શાન, મોભાદાર, ગણાતા શાહુકાર સમાજમાં કોલગર્લની બહું ખરાબ છાપ હોય છે. આજ સુધી કેટલાય લોકો સાથે આપણે મને કે કમને કે મજબૂરીમાં ઘણી રાત વીતાવી ચુક્યાં છીએ. હું કંઈ નહીં છુપાવુ જેમ તને મલ્હાર માટે લાગણી છે એમ જ મને ઉત્સવ માટે પણ જાણે અજાણે લાગણી બંધાઈ છે. પણ એ લોકોનું મન તો કળી શક્યા નથી કે એમનાં મનમાં આપણાં માટે શું ચાલી રહ્યું છે. પણ એક એ પણ હકીકત એ લોકો અમીર ...Read More

46

આરોહ અવરોહ - 46

પ્રકરણ - ૪૬ કર્તવ્ય રોજ કરતાં આજે વહેલા ઉઠી ગયો. એ આજે કામ કરવાનું બધું શિડ્યુલ બનાવવા લાગ્યો. એક સાકાર કરવાની ધૂન લાગી. એનાં સામે એક ચહેરો તરવરી રહ્યો છે એ મનોમન બોલ્યો કે હવે તો તમારાં લોકોની મુક્તિની જ મારો ધ્યેય! સામાન્ય રીતે લગભગ એ નવ વાગે ઓફિસ પહોચે એની જગ્યાએ ફટાફટ એ સાત વાગ્યે તો તૈયાર પણ થઈ ગયો. સાત વાગે તો પોતાની બેગ લઈને નીચે આવ્યો ત્યાં શિલ્પાબેન એને જોઈને બોલ્યાં, " ફટાફટ નાસ્તો પતાવીને નીકળ. મને હતું જ કે તારી આજની સવાર વહેલાં પડશે." "મમ્મી તને કેવી રીતે ખબર?" "તારી મા છું... દીકરાનાં મનને એટલું ...Read More

47

આરોહ અવરોહ - 47

પ્રકરણ - ૪૭ આધ્યા ઘણીવાર સુધી રડતી રહેલી સોનાને ચૂપ કરાવતાં શાંતિથી પૂછવા લાગી, "શું થયું સોના? હવે તો મને કંઈ સમજાય. હવે તો આપણે નક્કી કરી દીધું છે કે આપણી લાઈફમાં ના મલ્હાર કે ના ઉત્સવ રહેશે..." "જેટલી ઝડપથી અને સહેલાઈથી તું બોલી એટલું સહેલું છે ખરેખર કોઈને ભૂલવું? હું કેટલો પ્રયત્ન કરું પણ કોણ જાણે ઉત્સવને હું ભુલાવી શકતી નથી. જીવનમાં પહેલીવાર કોઈને સાચો પ્રેમ થયો છે એ પણ કદાચ... આમ ગુમાવી દેવો પડશે...હવે તો ફક્ત મને જ નહીં પણ એને પણ મારા માટે લાગણી છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે." આધ્યા ખુશ થતાં બોલી, " કેમ ...Read More

48

આરોહ અવરોહ - 48

પ્રકરણ - ૪૮ થોડી જ મિનિટોમાં તો જાણે એ કોઠો ગોળીઓના નાદથી ગાજી ઉઠ્યો. ચોમેર એનાં અવાજો પડઘાઈ રહ્યાં ત્યાં જ છુપાવેશે આજુબાજુ રહેલા કર્તવ્ય સહિત સ્નેહલ ભાઈ અને વંદનભાઈ આવી ગયાં છે. બધાં આજુબાજુ ઘેરાઈને ઉભાં છે. કર્તવ્ય ઉત્સવને પકડીને બોલ્યો, " ઉત્સવ, ભાઈ આમ ભાનમાં આવ જરા. આ તું શું કરી રહ્યો હતો. સારું થયું અમે આવી ગયાં સમયસર નહીંતર આજે અર્થનો અનર્થ થઈ જાત." સામે ઊભેલાં દિલીપભાઈ તો સ્તબ્ધ બનીને ઉત્સવને જોઈ જ રહ્યાં. એ કંઈ પણ બોલી જ ન શક્યાં. એમને જોતાં એવું લાગી રહ્યું છે કે કદાચ આ બધું એમની ધારણા બહાર એકદમ જ ...Read More

49

આરોહ અવરોહ - 49

પ્રકરણ - ૪૯ બાર જેટલી સુંદર યુવાન દીકરીઓને અહીં આ રીતે જોતાં બધાં જ ડઘાઈ ગયાં. કર્તવ્ય એમને આ રૂમમાં પુરેલા જોઈને એ તરત બોલ્યો, " આવું કેમ છે? બધાને કેમ પૂરી દીધાં છે? રોજ રાત્રે અહીં આવું થાય છે?" "ના જ્યારે. આ વ્યક્તિ આવે અને એનામાં કોઈ વાસના ભભૂકતી હોય ત્યારે... કોઈને એમની આ હરકતો ખબર ન પડે એટલે." અંતરા દિલીપ ઝરીવાલા સામે ઈશારો કરતાં બોલી. કર્તવ્યએ તરત જ ત્યાથી એક ફોન કર્યો. ને ફોન મૂકતા તરત જ એ છોકરીઓને કહ્યું, " તમારો સામાન પેક કરી દો." ને પછી તો થોડી જ વારમાં કેટલાક માણસો આવી ગયાં. પછી ...Read More

50

આરોહ અવરોહ - 50

પ્રકરણ - ૫૦ ડૉક્ટરને જોતાં ખબર વર્ષાબેનને અને ઉત્સવ એ લોકોને ખબર પડી કે એ તો એમનાં સારાં ઓળખીતા છે. એટલે સારવાર બાબતે વર્ષાબેનની ચિંતા બહું ઓછી થઈ ગઈ. દિલીપભાઈનું નામ આમ પણ બિઝનેસની દુનિયામાં જાણીતું છે. એ જ રીતે એ દિપેનભાઈ પણ એટલું સારી રીતે ઓળખે છે. ડૉક્ટર તો ત્યાંથી " વી ટ્રાય અવર બેસ્ટ ભાભી" કહીને નીકળી ગયાં પણ વર્ષાબેનને એમનાં સવાલોનાં જવાબ માટેની સહુની ચુપકીદી એમને વધારે અકળાવી રહી છે. એ બોલ્યાં, " ઉત્સવ બોલ બેટા ,કંઈ તો વાત છે. પપ્પા કોઈ મુશ્કેલીમાં છે? કોઈ ધંધામાં ચિતા કે એવું તો નથી ને? એ કોઈ દિવસ આવી ...Read More

51

આરોહ અવરોહ - 51

પ્રકરણ - ૫૧ આધ્યા અને સોના સવારથી બેચેન છે. ચારેય જણા મળીને વિચારી રહ્યા છે કે ઉત્સવ એ દિવસે પછી નથી એનો ફોન કે એ પોતે પણ આવ્યો નથી. કોઈ સમાચાર નથી બાકી એ પહેલાં તો ભલે એ ન આવે પણ ફોન કરીને સમાચાર તો અચૂક લે જ. આધ્યા વિચારવા લાગી કે ઉતાવળમાં એ મલ્હાર પાસેથી એ દિવસે મલ્હારનો નંબર લેવાનો પણ ભૂલી ગઈ. એ પણ એ પછી આવ્યો નથી. સોના : " કંઈ અજુગતું તો નહીં બન્યું હોય ને? મને ચિંતા થાય છે. ઉત્સવ ફોન પણ ઉપાડતો નથી." "ચિંતા ન કર. જો કે મને પણ મનમાં ઊડે ઊડે ...Read More

52

આરોહ અવરોહ - 52

પ્રકરણ - ૫૨ બપોરનાં બે વાગ્યાનો સમય થયો ત્યાં આધ્યા એ લોકો રહે છે એ બંગલામાં ડોરબેલ વાગી. કોઈનાં આવ્યાં વિના કોણ હશે એ વિચારીને ઘણીવાર સુધી કોઈએ દરવાજો ન ખોલ્યો. અને એમાં પણ બપોરનો સમય હોવાથી વધારે સૂમસામ હોય. ડોરબેલ લાબા સમય સુધી વાગતી રહી. એ લોકોએ કોણ છે એવી બૂમ મારી પણ સામેથી કોઈ અવાજ ન આવ્યો. સોના : " ખોલવું નથી આપણે. ઉત્સવ કે મલ્હાર હોય તો ફોન કરીને જ આવે ને? કદાચ મલ્હાર પાસે નંબર ન હોય તો સામે અવાજ તો આપે જ ને?" એટલામાં જ લેન્ડલાઇન પર ફોન આવ્યો. "કર્તવ્ય મહેતા છું. તમને ખાસ ...Read More

53

આરોહ અવરોહ - 53

પ્રકરણ - ૫૩ આધ્યા મલ્હારની પાછળ રૂમમાં ગઈ. મલ્હારે તરત જ દરવાજો આડો કર્યો. આધ્યાના ધબકારા વધી ગયાં. કોઈ એની સાથે એક રૂમમાં આમ એકાંતમાં હોવું એ એનાં માટે નવું નથી પણ મલ્હાર એ એની જીવનની એક મહત્વની વ્યકિત છે આથી એની લાગણીઓનું ઘોડાપૂર જાણે કોઈ અવિરત રીતે વહી રહ્યું છે. એ પોતે જાણે એની નજીક જવા માટે આકર્ષાઈ રહી છે. મલ્હાર દરવાજો આડો કરીને દરવાજા નજીક ઉભેલી આધ્યાની એકદમ નજીક આવી ગયો. આધ્યા કંઈ જ બોલી નહીં ફક્ત એને જોતી જ રહી. મલ્હાર આધ્યાના સુંદર ચહેરાને જોતાં બોલ્યો, " શું થયું? કેમ આમ જોઈ રહી છે? હું કોઈ ...Read More

54

આરોહ અવરોહ - 54

પ્રકરણ - ૫૪ આધ્યાએ મલ્હાર સામે પોતાની જીવનની વાત આગળ વધારતાં કહ્યું, " હું ત્યાં શકીરાહાઉસમા મોટી થવા લાગી. મોટી થતા એ મારી પાસે બધું કામ કરાવતી. સાથે જ એ મારું શરીર ખુબ સુંદર સરસ રહે એ માટે નાનપણથી એ કહે મુજબ જમવાનું નિયંત્રણ કરાવતી. મારી મરજી મુજબ હું કંઈ ન કરી શકું. શરુઆતમાં તો એનાં ત્યાં ઘણી છોકરીઓ કામ માટે આવે અને જતી રહે નોકરીની જેમ જ. પણ એમાં શકીરા હાઉસની ઘણી માહિતી લીક થતી હોય એવું લાગ્યું. કારણકે આખું શકીરાહાઉસ કોઈ લીગલ પરમિશન વિના જ ચાલતું હતું. એક દિવસ મને યાદ છે એ મુજબ હું છઠ્ઠા ધોરણમાં ...Read More

55

આરોહ અવરોહ - 55

પ્રકરણ - ૫૫ મલ્હાર એક પછી એક પોતાનાં મોબાઈલમાં મોંઘાદાટ દેખાતાં પેન્ડન્ટના ફોટા બતાવતો ગયો. આધ્યા એક પછી એક જોતી ગઈ. મલ્હારની આખો આધ્યાના હાવભાવને સમજવા મથામણ કરી રહી છે એટલામાં જ એક બે પેન્ડન્ટનો ફોટો આવ્યો કે મલ્હારે ફટાફટ આગળ જવા દીધું ત્યાં જ આધ્યા બોલી, " એક મિનિટ આગળનો ફોટો બતાવ તો?" મલ્હારે એ ફોટો બતાવ્યો કે તરત જ એક ફોટો જોઈને મોબાઈલની સ્ક્રીન પર આગળી મૂકતા કહ્યું, " મલ્હાર આવું જ પેન્ડન્ટ હતું મારી પાસે.' " તે બરાબર જોયું? કદાચ એનાં જેવું લાગતું હોય." આધ્યા મક્કમતાથી બોલી, " ના આ જ પેન્ડન્ટ... સેમ... એમાં કોઈ ...Read More

56

આરોહ અવરોહ - 56

પ્રકરણ - ૫૬ મિસ્ટર નાયક ઘણાં સમય સુધી ઉભાં રહીને થાકી ગયાં હોવાથી આખરે એ એક અજાણી લાગતી જગ્યાની એક ખુરશી પર બેઠાં. એ બોલ્યાં, " ખબર નહીં કર્તવ્ય ક્યાં અટવાઈ ગયો હશે? ફોન પણ નથી ઉપાડતો ને એ તો?" એટલામાં જ એમણે કર્તવ્ય અને એની સાથે આવેલાં બે છોકરાઓને જોયાં. ફટાફટ આવી રહેલા કર્તવ્ય એ મિસ્ટર નાયકને જોઈને કહ્યું, " શું થયું અંકલ? કંઈ પ્રોબ્લેમ છે?" " અરે ના બેટા તારી રાહ જોઈને બેઠો. પણ આ લોકો કોણ છે? "ચિંતા ન કરો. આ ઉત્સવ છે મારો ભાઈ. એ પણ આ મિશનમાં હવે શામિલ છે. અને આ તો સમર્થ ...Read More

57

આરોહ અવરોહ - 57

પ્રકરણ - ૫૭ કર્તવ્ય એ શકીરાના આશિકના એનાં કોઠાના માલિકીના દસ્તાવેજ સહી કરવા બાબતે આપેલાં વિકલ્પનો એ શકીરાનો આશિક જવાબ આપશે એ માટે બધાં રાહ જોઈ રહ્યાં છે. કર્તવ્ય બોલ્યો, " એક કામ કરોને વિડીયો કોલ જ કરીએ તો કેવું રહેશે?" એ વ્યક્તિ તરત જ બોલ્યો, " એની શું જરુર છે? અને તારાં માણસોને કહે હું સહી કરી દઉં છું... પણ એ પહેલાં મને અહીંથી છોડવો દેવો પડશે. આ બંધાયેલા રહીને સહી કરવાનુ મને નહીં ફાવે." પછી શકીરાને સંબોધન કરતાં બોલ્યો, " તું ચિંતા મત કર... મેરે પે વિશ્વાસ કર...વો પૂરા શકીરાહાઉસ તુમ્હારે નામ પે હી હે... યે લોગ ...Read More

58

આરોહ અવરોહ - 58

પ્રકરણ - ૫૮ આધ્યા મલ્હારના જતાં જ એ રૂમમાંથી બહાર તો આવી પણ એ કંઈ જ બોલી નહીં. સોના એને પૂછવાની બહું મથામણ કરી. આધ્યા ઘણાં સમય પછી બોલી, " મને લાગે છે કે મારું ભૂતકાળનું કે કોઈ મારું નજીકનું કોઈ પણ વસ્તુ જે મલ્હાર બહું સારી રીતે જાણે છે. પણ મને સમજાતું નથી કે શું છે." પણ જ્યાં સુધી એને ખબર ન પડે ત્યાં સુધી એ કોઈને જાણ કરવા નહોતી ઈચ્છતી. આધ્યાએ પોતાનું મન બીજી દિશામાં વાળવા માટે સોનાને સવાલો કર્યા, " આધ્યા ઉત્સવે તને કંઈ કહ્યું કે નહીં? તે એને ના પાડી દીધી?" સોના થોડી ઉદાસ થતી ...Read More

59

આરોહ અવરોહ - 59

પ્રકરણ - ૫૯ શકીરા હવે શું નિર્ણય કરશે એ માટે કર્તવ્ય અને ઉત્સવ રાહ જોવા લાગ્યાં. પછી એણે થોડીવારમાં એક નિર્ણય કરીને કહ્યું, " ઠીક હે મેં વહા પે જાને કે લિયે તૈયાર હુ... પર મેરા એક છોટા સા રિક્વેસ્ટ હે... ઉસ અશ્વિન કો મેં કહા હું કભી ભી પતા નહીં ચલના ચાહિયે.. મેં ઉસકી શકલ ભી નહીં દેખના ચાહતી..." કહીને નવી જગ્યાએ જવા માટે શકીરા ફટાફટ પોતાનો સામાન પેક કરવા લાગી.... કર્તવ્ય અને ઉત્સવ એની મન:સ્થિતિ સમજવાનો પ્રયાસ કરવા લાગ્યા...! થોડીવાર બધાં બહાર ઉભાં રહ્યાં એટલામાં તો મક્કમ રીતે તૈયાર થઈને શકીરા બહાર આવી ગઈ. કર્તવ્ય એ શકીરાનો ...Read More

60

આરોહ અવરોહ - 60

પ્રકરણ - ૬૦ કર્તવ્ય પોતાની ગાડીમાં બેઠો ત્યાં અચાનક જ એને મગજમાં ઝબકારો થયો. કંઈ ભયનાં એધાણ આવવા લાગ્યાં જ એને ઉત્સવને ફોન કર્યો. એ પણ ઝડપથી ગાડી ભગાવતો જવા લાગ્યો. પણ આજે કદાચ એ થોડું અંતર પણ માઈલો દૂર હોય એવું લાગી રહ્યું છે. એણે શક્ય તેટલી ઝડપથી ગાડી હંકારવાની કોશિષ ત્યાં જ એક ટ્રાફિક સિગ્નલ પાસે ગાડી નાછુટકે થંભી ગઈ. શહેરનાં આ મધ્ય વિસ્તારના ભરચક ટ્રાફિકમાંથી હવે આગળ વધવું તો દૂર પણ પાછાં ફરવું પણ શક્ય નથી. એને મનોમન ગુસ્સો આવવા લાગ્યો સાથે જ કોઈ ચિંતા એના મનને સતત કોરી ખાઈ રહી છે. એણે એક નંબર પર ...Read More

61

આરોહ અવરોહ - 61

પ્રકરણ - ૬૧ મલ્હાર અશ્વિનની સામે એક મક્કમતાથી જવાબ આપતાં બોલ્યો, "એની તમારે ચિંતા કરવાની જરૂર નથી...પણ હવે તમે શું ઈચ્છો છો? એ મને જણાવો. મારો અંદાજો સાચો નીકળ્યો કે મિશનનાં દગાબાજ લોકોની ટીમ આ જ હોઈ શકે....!" "એ તો બરાબર પણ તું પણ તો તારી ઓળખ છુપાવી રહ્યો જ છે ને આ તારી આધ્યાથી?" " મિસ્ટર અશ્વિન... તમારે એ બધી વસ્તુની કોઈ જરૂર નથી. મેં કોઈ ખોટાં ઈરાદા સાથે કંઈ પણ કર્યું નથી...." એ કંઈ વધારે કહે એ પહેલાં જ કોઈ ગાડી બહાર આવી હોય એવું લાગ્યું. એ સાથે જ મલ્હાર અને અશ્વિનની વાત થંભી ગઈ. પણ એ ...Read More

62

આરોહ અવરોહ - 62

પ્રકરણ - ૬૨ મિસ્ટર આર્યનના જતાં જ બધાં જાણે આકસ્મિક લોટરી લાગી હોય એમ ખુશ થઈ ગયાં. જાણે જે બહું મથામણ કરવાની હતી એ બધું કામ આપોઆપ થઈ ગયું. અશ્વિન : " ચલો યાર આજે તો પાર્ટી થઈ જાય..." કહીને એક પછી એક બધાએ પીવાનું શરૂ કરી દીધું. ડ્રિન્ક ઓછું પડતાં ત્યાનાં બહાર રહેલા માણસો દ્વારા બીજાં બોક્સ પણ તાબડતોબ મંગાવી લેવાયાં. અને એક વિજયની ખુશહાલીમા સહુએ આજે ડ્રિંકની ઉજાણી કરીને બરાબર પાર્ટી કરી દીધી. લોકો બેફામ વાક્યો અને નોનવેજ કોમેન્ટ કરીને એકબીજા સાથે મજા લઈ રહ્યાં છે એ જ સમયે એકાએક એક ગાડી આવીને ઉભી રહી. કદાચ દરેક ...Read More

63

આરોહ અવરોહ - 63

પ્રકરણ - ૬૩ મલ્હારે એક રૂમમાં જતાં જ દરવાજો અંદરથી આડો કર્યો. એ સાથે જ મલ્હારે ધીમેથી આધ્યાની આખો પણ આખો ખોલતાં જ એને સામે કોઈ ઉભેલું દેખાયું. એ વ્યક્તિને જોતાં જ આધ્યા જાણે ગભરાઈને મલ્હારની એકદમ નજીક આવી ગઈ. એ ગભરાઈને બોલી, " મલ્હાર આ વ્યક્તિ અહીં? આ તો ત્યાં... એ ફોટો..." " તું ગભરાઈશ નહીં..એ તને એમની સાથે લઈ જશે." "શું કહે છે મલ્હાર? પાગલ થઈ ગયો છે. ક્યાંક તે પણ મને પૈસા માટે?" આધ્યા રડમસ ચહેરે બોલી. " ના હવે જરાપણ એવું નથી..." " તો પછી...મને કહે જે પણ સચ્ચાઇ હોય ...Read More

64

આરોહ અવરોહ - 64

પ્રકરણ - ૬૪ એક લાચારી સાથે મિસ્ટર આર્યન આખમાં આસું સાથે આધ્યાની વાતનો જવાબ આપતાં બોલ્યાં," બસ એને મળ્યો ખરાં પણ એની એક નાની માગણી પુરી ન કરી શક્યો. મેં તેને લગ્ન કરીને એક પિતાનું નામ આપવાની ના પાડી. તને મોટી કરવાની આર્થિક જવાબદારી માટે વચન આપ્યું પણ શ્વેતા એની બાળકીને એના પિતાનું નામ આપવા ઈચ્છતી હતી. છેલ્લે એણે એક વાત કરી કે જો હું તમારાથી દૂર જતી રહું તો તમને દત્તક દીકરી લીધી છે એમ કહીને પણ એને નામ આપતા હોવ તો.... ને એ સમયે એક નકટો બાપ ઠર્યો. લાગણીઓને નેવે મૂકીને મેં એને હા કહી દેતાં કદાચ ...Read More

65

આરોહ અવરોહ - 65

પ્રકરણ - ૬૫ મિસ્ટર આર્યને આધ્યા સાથે વાત આગળ વધારતાં કહ્યું," બેટા, એકવાર તો તારાં વિશે વિચારીને શ્વેતાને મળ્યાં ત્યાંથી નીકળી જવાનું વિચાર્યું પણ પછી મેં ફરીવાર એક ભૂલ નથી કરવી વિચારીને જે થશે એ જોયું જશે એમ વિચારીને અંદર જવા માટે મન મક્કમ કર્યું. પહેલાં તો કોઈ છોકરી હતી એણે ના કહી કે એની એપોઈન્ટમેન્ટ બુક છે. પણ એટલામાં કોઈ મોટી મેડમ આવી મેં એને વાત કરી એ પરથી કદાચ મને લાગ્યું ત્યાં સુધી એ કદાચ મને ઓળખી ગઈ હતી કે હું એ જ આર્યન ચક્રવર્તી છું જે હંમેશા બિઝનેસ વર્લ્ડમાં અવ્વલ નંબરે રહ્યો છું એ કેવી રીતે ...Read More

66

આરોહ અવરોહ - 66

પ્રકરણ - ૬૬ મલ્હારે પોતાની વાત આગળ ધપાવતાં કહ્યું, " મેં ત્યાં ક્લબ હાઉસના એ માણસને કહ્યું કે આવું બધાં સામે લાવવામાં મોકો શેનો?" મને કંઈ સમજાયું નહોતું. એમાનાં સ્ટાફનાં એક વ્યક્તિએ કહ્યું કે સાહેબ તમે પોલિટિક્સમાં ન ચાલો. તમે સમજ્યા નહીં. આ વ્યક્તિ બહું મોટો માણસ છે. ઘણાં સમય બાદ આજે અહીં આવ્યો છે. એ વ્યક્તિ અહીં આવે એનો મતલબ અહીં કંઈ તો સારું છે. અને મિડીયાવાળા અહીં આવીને એનું શુટિંગ કરે એમાં અમારાં કલ્બ હાઉસનું નામ તો આવે જ. સાથે જ અહીનું બધું સુંદર ઈન્ટિરિયર દેખાશે પણ ખરું. એટલે અમારાં કલ્બ હાઉસનું નામ પણ લોકોને વધારે ખબર ...Read More

67

આરોહ અવરોહ - 67

પ્રકરણ - ૬૭ કર્તવ્ય બોલ્યો, " શું થયું આધ્યા? હું એ જ મલ્હાર છું જેની સામે તે દિલ ખોલીને વાત કરી હતી. મારામાં કોઈ જ ફેર નથી આવ્યો. તું નહોતી જાણતી પણ હું તો જાણતો હતો જ ને કે હું કોણ છું તો પછી શું કામ આવું કરે છે?" આધ્યાને શું બોલવું સમજાયું નહીં. આટલાં સમયથી ચુપ રહેલાં મિસ્ટર આર્યન આધ્યાની નજીક આવી ગયાં એ બોલ્યા, " બેટા તારાં આ લાચાર પિતાને હવે તો અપનાવીશ ને? તારાં વિના હવે અમારું આ દુનિયામાં છે પણ કોણ? આટલા સમયથી જે ખુશી માટે રાતદિવસ આ દીકરો મથામણ કરી રહ્યો છે ક્યાંક કર્તવ્યમાં ...Read More

68

આરોહ અવરોહ - 68

પ્રકરણ - ૬૮ મિસ્ટર આર્યન બોલ્યા, " કર્તવ્ય આવું ન બોલ બેટા? બધું સમુસુતરું ઉતરી રહ્યું છે ત્યારે તું આવી વાત કરે છે? મારી ભૂલ છે ભયંકર મોટી ભૂલ છે પણ હું એને મનાવી લઈશ. જરૂર પડશે તો હું એને કરગરીશ, પગે પડીને માફી માગીશ... બસ પણ પ્લીઝ તું મને એની પાસે લઈ જા." કર્તવ્ય શાંતિથી બોલ્યા, " એમનાં મનમાં શું હોય એ તો મને શું ખબર? પણ કોઈ પણ સ્રી આ સવાલ તો કરે જ ને?" "તારી વાત સાચી છે. પણ શ્વેતાનો પણ પરિવાર હશે ને? એનો પણ કોઈ પતિ કે બાળકો હશે જ ને? એ ક્યાં છે ...Read More

69

આરોહ અવરોહ - 69

પ્રકરણ - ૬૯ કર્તવ્ય આધ્યાને મનાવવા એની મન: સ્થિતિ સમજવા એની પાસે બાજુનાં રૂમમાં જઈ રહ્યો છે ત્યાં એને મળ્યો. ઉત્સવ બોલ્યો, " ભાઈ આટલી બધીવાર? અને આધ્યાને શું થયું? એની આંખો સૂઝેલી હતી. કંઈ થયું તમારી વચ્ચે? મેં એને પૂછ્યું કંઈ બોલી નહીં. પણ કંઈ ગંભીર વાત લાગે છે. મને થયું કદાચ એ મારી હાજરીમાં સોનાને પણ કંઈ નહીં કહે એટલે હું બહાર આવી ગયો." કર્તવ્ય : " હમમમ... થયું તો છે પણ પહેલાં હું એને મળીને તારી સાથે વાત કરું." ઉત્સવની એ રૂમ તરફ નજર ગઈ તો એણે રૂમમાં અંદર બેઠેલા મિસ્ટર આર્યનને જોયાં તો એ ચોકી ...Read More

70

આરોહ અવરોહ - 70

પ્રકરણ - ૭૦ લગભગ બપોરના એકાદ વાગ્યે પુનામાં રંગવિલાસ સોસાયટીમાં એક 'આર્યશ્વેતા' નામનાં બંગલાની સામે એક મોટી ગાડી ઉભી એ એક નાનકડો પણ સુંદર આકર્ષક દેખાતા આ બંગલાને મિસ્ટર આર્યન સહિત બધાં જ જોઈ રહ્યાં. પણ મિસ્ટર આર્યનની નજર એ નેમપ્લેટ પર અટકી ગઈ. પછી તરત જ એમણે વિચાર્યું કે એવું પણ બની શકે ને કે કદાચ એનાં પતિનું નામ આવું કંઈ હોય. એમ વિચારીને એમણે તરત જ મન વાળી દીધું. આધ્યા બોલી, " કર્તવ્ય, મમ્મી અહીં રહે છે? તું એને મળ્યો છે?" કર્તવ્ય બોલ્યો, " ના હું નહીં. પણ હોપ સો... આજે બધું સારું થાય. કહીને બધા બંગલાના ...Read More

71

આરોહ અવરોહ - 71

પ્રકરણ - ૭૧ મિસ્ટર આર્યન રૂમમાં પ્રવેશતાં જ શ્વેતાએ એમને બેડ પર બેસવા કહ્યું. એ થોડેક દૂર પણ બિલકુલ સામે બેઠી. શ્વેતાએ પોતે જ વાતની શરૂઆત કરી. એ બોલી, " કેમ છો? તબિયત તો ઠીક રહે છે?" "તબિયત તો સારી છે. શું થવાનું હતું? તું કેમ છે? હજુ પણ એવી જ ફીટ એન્ડ ફાઈન છે. તું અને આધ્યા તો બે બહેનો હોય એવું લાગે." "હમમમ..બિઝનેસ વર્લ્ડમાં તો તમારું નામ ગૂજે છે. પણ હેલ્થ તો પૈસાથી ખરીદી શકાતી નથી એના પર ઉમરની અસર પડે જ ને. " મિસ્ટર આર્યન બોલ્યા " આ તારી સત્ય એક નિખાલસતાથી કહેવાની આદત પર હંમેશાથી ...Read More

72

આરોહ અવરોહ - 72

પ્રકરણ - ૭૨ આર્યન પોતાનાં રૂમમાંથી બહાર નીકળતી શ્વેતાને રોકતાં બોલ્યાં, "શ્વેતા એક મિનિટ!" " હા બોલ ને. શું "તારાં જીવનનો આગળ શું પ્લાન છે? મતલબ મુબઈ આવવા વિશે? અહીં પુનામાં જ એકલી જિંદગી જીવ્યા કરીશ? તે તારું વચન નિભાવ્યું પણ હવે અમારાથી દૂર આવી રીતે રહેવાની શું જરૂર છે?" "જીવવાનો મતલબ તો વર્ષો પહેલાં જ મીટાઈ ગયો છે, પણ હવે ત્યાં આવીને શું મતલબ છે? તારી લાઈફમાં પાયલ છે. સીધી સરળ ચાલતી બધાની જિંદગીને છંછેડવાની શું જરૂર છે હવે? અહીં મેં એક નાનકડી કંપની ખોલી છે. એને સંભાળું છું. એનું નામ પણ છે 'આર્યશ્વેત' બસ એની સાથે ખુશ ...Read More

73

આરોહ અવરોહ - 73

પ્રકરણ - ૭૩ આધ્યા શ્વેતાની દ્રઢતા જોઈને બોલી, " તો હવે હું શું કરું મમ્મી? મને કંઈ સમજાતું નથી." મતલબ બેટા?" "મારે ક્યાં રહેવાનું? તું મને રાખીશ કે પપ્પા જોડે રહેવાનું? પાયલ આન્ટી મને અપનાવશે? કે પછી ફરી એ જ મારી દુનિયા.." શ્વેતાએ આધ્યાના હોઠ પર હાથ રાખીને એનું બોલવાનું અટકાવવા કહ્યું," હવે એવું કંઈ પણ આગળ બોલીશ નહીં. બેટા, આટલાં વર્ષો તું અટવાઈ છે હવે તને વધારે નહીં અટવાવા દઈએ. અમારી ભૂલની સજા હવે તને તો નહીં જ આપીએ." " તો એનો મતલબ તું અને પપ્પા હવે સાથે રહેશો એમ ને?" "ના એવું તો નહીં પણ કંઈ બીજો ...Read More

74

આરોહ અવરોહ - 74

પ્રકરણ - ૭૪ શ્વેતાએ આધ્યાને સમજાવીને કહ્યું," બેટા જિંદગીની કેટલીક હકીકત એવી હોય છે જે સ્વીકારે જ છુટકો હોય એમાં કોઈનું કંઈ ચાલતું નથી ક્યારેય કેટલીક વસ્તુઓ આપણા દ્વારા થાય છે પાસે સંચાલન જાણે કુદરત પણ આપણને સતાવવા માટે જ થતું હોય એવું જ લાગે. પણ બેટા એક વાત કહું? તું અત્યારે તારાં પોતાનાં જીવન પર ધ્યાન આપ. તારી લાઈફ સેટલ કર. મતલબ જો તારી ઈચ્છા હોય તો તું તારું ભણવાનું આગળ શરું કરી શકે છે... કોલેજનું...પછી મેરેજ વિશે કંઈ વિચાર. તારી લગ્નની ઉમર થઈ ગઈ છે પણ એકાદ બે વર્ષમાં કોઈ વાંધો નહીં આવે. હું એવું ઈચ્છું કે ...Read More

75

આરોહ અવરોહ - 75

પ્રકરણ - ૭૫ શ્વેતાએ પાયલની વાત સાંભળીને કહ્યું, "એ બધું સાચું પણ પાયલબેન હવે આટલાં વર્ષો પછી...અને એક મ્યાનમાં તલવાર કેવી રીતે રહી શકે? આર્યનની ઈજ્જતનુ શું? લોકો શું કહેશે?" "લોકો તો કંઈ પણ કરશો કહેશે જ. વર્ષો પહેલા તમે તમારાં દિલનું માનીને નિર્ણય કરેલો ને? કોઈએ કશું કર્યું. તમારું કોઈએ વિચાર્યું? તમારાં આવવામાં કોઈ વાંધો પડી શકે એવી વ્યક્તિ હોય તો હું છું. પણ મને જ વાંધો નથી હું જ તમને સામેથી હા કહું છું તો? લોકો પોતાની વાસનાઓ સંતોષવા બહાર છુપાઈને જાય છે એ આપણામાંના જ અમીરો છે, તો પછી એ જ દુનિયાની હાજરીમાં રાજીખુશીથી બધાની સહમતિથી ...Read More

76

આરોહ અવરોહ - 76

પ્રકરણ - ૭૬ કદાચ આ રાત્રિ પસાર કરવી સોના અને ઉત્સવ માટે બહું વધારે અઘરી બની રહી છે. ઉત્સવ રાત પડખાં ફેરવતો શું કરવું એ વિચારમાં સૂઈ ન શક્યો. આધ્યાની પણ કંઈ આવી જ સ્થિતિ છે પણ એ સાથે કદાચ હવે એનું એક ઉજ્જવળ ભવિષ્ય પણ છે. ભલે એનો ભૂતકાળ એની સાથે છે પણ કદાચ પૈસાની તાકાત એ બધું બદલાવી પણ શકે છે એ પણ એને ખબર છે. પણ સાથે કર્તવ્યનો એ સાથ કદાચ એને લાગે છે કે કદાચ હવે એ જીવનભર કર્તવ્ય સિવાય કોઈને સાચો પ્રેમ નહીં કરી શકે. એનું મન પણ આખરે એની મમ્મી શ્વેતા જેવું જ ...Read More

77

આરોહ અવરોહ - 77

પ્રકરણ - ૭૭ કર્તવ્ય અને શ્લોકા લગભગ પંદર વીસ મિનિટ પછી બંને સાથે બહાર આવ્યાં એટલે બધાને મનમાં એ થઈ ગયું કે એ લોકોની હા જ છે. પણ એમનાં આશ્ચર્ય વચ્ચે શ્લોકા અને કર્તવ્ય બંનેએ એમને સહજતાથી કહ્યું, " અમને આ સંબંધ પસંદ નથી." બંનેએ ના કહી એટલે વધારે કંઈ પૂછવા કે કરવાનો કોઈ સવાલ નહોતો. કદાચ કોઈ સંબંધ બગાડવાનો પણ એવો પ્રશ્ન નથી. શિલ્પાબેન :" કોઈ ખાસ કારણ? મને એવું કંઈ લાગતું નથી બાહ્ય રીતે કે તમને પસંદ ન પડે. બાકી તમારી ના હોય તો કોઈ સવાલ જ નથી." શ્લોકા જ બોલી, " અમે બંને સાથે રહી શકીએ ...Read More

78

આરોહ અવરોહ - 78

પ્રકરણ - ૭૮ ઉત્સવ ઉત્સાહ સાથે ઓફીસથી ઘરે આવી ગયો. એને જોતાં જ વર્ષાબેન બોલ્યાં, " ચાલ દીકરા આજે અંતરાએ અને મેં સાથે મળીને બધી રસોઈ બનાવી છે. મહારાજને અચાનક કોઈ જગ્યાએ જવાનું થયું. પણ બધું તારું ભાવતું છે." " હા ભાઈ કેવું છે ચાખીને કહેજો. પહેલીવાર બનાવ્યું છે મેં તો." "મારી છોટી બહેના... પણ આજે કંઈ ખાસ છે કે શું?" ઉત્સવ નવાઈથી બોલ્યો. "અંતરાને ડાન્સ ક્લાસમાં જતી હતી ત્યાંથી જ જોબની ઓફર આવી છે. કુકિંગમા પણ બહું જલ્દીથી એ બધું શીખી રહી છે. મને આજે થાય છે માણસને ધગશ હોય તો ગમે ત્યારે કોઈ નવી વસ્તુ શીખી પણ ...Read More

79

આરોહ અવરોહ - 79

પ્રકરણ - ૭૯ કર્તવ્ય અને મિસ્ટર આર્યન બંને બેઠાં છે. થોડીઘણી ત્યા સુધી કર્તવ્ય બિઝનેસની વાત કરવા લાગ્યો. આજ એમની વચ્ચે આવી કોઈ તો વાત જ નહોતી થઈ. એટલામાં જ શ્વેતા અને પાયલ આવતાં જ એમણે વાત શરું કરતાં કહ્યું, " પહેલાં તો ખરેખર તારો આભાર...કદાચ તારાં સિવાય હું મારો આ પરિવાર કદી ફરી એકવાર સાથે ન મેળવી શકત. બાકી તો હું અને પાયલ રોજની માફક હીંચકે ઝુલતા એકલતાને સંકોરતા હોત! પણ હવે તું બોલ બેટા શું ચાલે છે? હવે બિઝનેસમાં તો તું એક્કો બની ગયો છે હવે જીવનમાં પણ ઠરીઠામ થવાનું કંઈ વિચાર્યુ કે નહીં. બાકી તારી ઉમરનાં ...Read More

80

આરોહ અવરોહ - 80 - અંતિમ ભાગ

પ્રકરણ - ૮૦ આધ્યાના રૂમમાં પ્રવેશતાં જ આધ્યાએ દરવાજો આડો કર્યો. એ કર્તવ્યની પાસે આવીને બોલી," તું સાચે કહી છે કે તું મને પણ પણ ચાહે છે? તું મારી સાથે લગ્ન કરીશ? ફરી એકવાર કહે ને? મને ભરોસો નથી થતો." " કેમ વિશ્વાસ નથી તને?" "વિશ્વાસ તો મારાં કરતાં પણ વધુ તારાં પર છે. પણ કિસ્મત પર વિશ્વાસ નથી થતો. બસ થોડાં જ સમયમાં મારાં જીવનમાં સપનાની જેમ બધું બદલાઈ ગયું છે ક્યાંક કુદરત કોઈ મજાક તો નહીં કરતું હોય ને એવું લાગે છે ક્યારેક. મમ્મી પપ્પાએ મને જન્મ આપ્યો છે પણ જે માણસે મને જિંદગી આપી છે એનાં ...Read More