અનામિકા

(56)
  • 13.3k
  • 12
  • 5.5k

સુભાષ અને નીરજ બે યાર બાજુ બાજુમાં જ રહે. એકબીજાના મનની વાત જાણે અને જણાવે. યાર ખરા પરંતુ મળવાનું માત્ર રવિવારના રોજ. કેમકે સુભાષ એક સ્થાનિક બેંકમાં નોકરી કરે. જ્યારે નીરજ ચાલીસ કિલોમીટર દૂર મોટા શહેરમાં સરકારી ખાતામાં ફરજ નિભાવે અને રજાના દિવસોમાં જ ઘેર આવે. રવિવારે બંને મળે અને મહિનામાં એકાદ-બે વાર કંઈ ને કંઈ પ્રોગ્રામ બનાવે. ગાર્ડનમાં જવું, મોલમાં જવું, હોટલમાં ફેમેલી સાથે ડીનર માટે જવું અથવા સિનેમા જોવા જવું એ કાર્યક્રમ ફિક્સ કરે. બંને મિત્રો પરિણીત હોવાથી એકબીજાના ઘેર પણ ડીનરનો ખાસ પ્રોગ્રામ રાખે. સુભાષની પત્ની સુરભી શાંત સ્વભાવ ધરાવે અને સમજદાર પણ ખરી. એ જ રીતે નીરજની પત્ની જયશ્રીનું પણ ધીર ગંભીર વ્યક્તિત્વ. બંને જણા સમજદારીપૂર્વક પત્નીઓને હંમેશાં ખુશ રાખતા હોવાથી તેમના દાંપત્યજીવન પ્રસન્ન્તાથી ભરપુર. ના કોઈ રાવ, ના કોઈ ફરિયાદ.

Full Novel

1

અનામિકા - ભાગ ૧

સુભાષ અને નીરજ બે યાર બાજુ બાજુમાં જ રહે. એકબીજાના મનની વાત જાણે અને જણાવે. યાર ખરા પરંતુ મળવાનું રવિવારના રોજ. કેમકે સુભાષ એક સ્થાનિક બેંકમાં નોકરી કરે. જ્યારે નીરજ ચાલીસ કિલોમીટર દૂર મોટા શહેરમાં સરકારી ખાતામાં ફરજ નિભાવે અને રજાના દિવસોમાં જ ઘેર આવે. રવિવારે બંને મળે અને મહિનામાં એકાદ-બે વાર કંઈ ને કંઈ પ્રોગ્રામ બનાવે. ગાર્ડનમાં જવું, મોલમાં જવું, હોટલમાં ફેમેલી સાથે ડીનર માટે જવું અથવા સિનેમા જોવા જવું એ કાર્યક્રમ ફિક્સ કરે. બંને મિત્રો પરિણીત હોવાથી એકબીજાના ઘેર પણ ડીનરનો ખાસ પ્રોગ્રામ રાખે. સુભાષની પત્ની સુરભી શાંત સ્વભાવ ધરાવે અને સમજદાર પણ ખરી. એ જ રીતે ...Read More

2

અનામિકા - ભાગ ૨

ઘેર જઈ તે ફ્રેશ થઇ નીરજ પાસે ગયો. નીરજ તેની રાહ જોઇને જ બેઠો હતો. ગાર્ડનમાં જવા માટે નીરજ જ પ્રતીક્ષા કરી રહ્યો હતો. સુભાષને જોતા જ તેણે કહ્યું, “આવ આવ સુભાષ.” તેણે તેની પત્ની જયશ્રીને ચા બનાવવાની સુચના આપી અને સુભાષને પૂછ્યું, “કેમ કંઈ બોલતો નથી? કોઈ ટેન્સન છે?“અરે... નહીં. મને શું ટેન્સન હોય?” સુભાષે કહ્યું. જયશ્રીએ ચાના કપ ભરી આપ્યા અને બંને મિત્રો ચા પૂરી કરીને ગાર્ડન જવા નીકળી પડ્યા. રવિવારની રજા હોવાથી ગાર્ડનમાં નાના બાળકોથી લઈને યુવાવર્ગની સારી એવી ભીડ હતી. કેટલાક કપલો લીલી હરિયાળી પર ...Read More

3

અનામિકા - ભાગ ૩

રાત્રે જમ્યા પછી પત્ની સાથે ઉપર અગાશીની ખુલ્લી છત પર જઈને બેઠો. જ્યાં ઠંડો પ્રહોર હોવાથી પવન આવી રહ્યો અને ઊંઘ ન આવે ત્યાં સુધી સજોડે બેસીને હસી મજાક સાથે આનંદ-પ્રમોદની વાતો કરી રહ્યા હતા તેમજ વિવિધ વિષયો પર ચર્ચાઓ કરી રહ્યા હતા. તે દરમ્યાન અનામિકા પણ જાણે ક્યાંક સંતાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું. તેની નબળાઈ એ જ હતી કે તે જ્યારે એકલો પડતો ત્યારે જ તેને અનામિકા સતત યાદ આવ્યા કરતી. છત પર બેઠા હતા તે સમયે સુરભી અમિટ દ્રષ્ટીએ આસમાન તરફ નિહાળી રહી હોવાથી અને પોતાના ધ્યાનમાં આવી જતા સહજભાવે ...Read More

4

અનામિકા - ભાગ ૪ - છેલ્લો ભાગ

નીરજની સમજાવટભરી વાતનું મનોમંથન કરતા રહેવામાં સુભાષને ક્યારે ઊંઘ આવી ગઈ તે સમયનું તેને ભાન ન રહ્યું. સવારે ઉઠતાની જ નિર્ધાર કર્યો: આજથી અનામિકાને યાદ કરવી જ નહી. અન્ય પ્રવૃતિઓમાં વ્યસ્ત રહેવું. તેથી તેણે ડ્યુટી ખતમ થયા બાદ મિત્રો જોડે બેસવાનું, લાયબ્રેરીમાં જવાનું અને ઘેર પહોંચ્યા બાદ ટીવીમાં સમાચારો ઉપરાંત અન્ય મનોરંજક કાર્યક્રમો જોતા રહેવા અને જમ્યા પછી રાત્રે અગાસીની છત પર એકાદ કલાક સુરભી સાથે બેસવું અને આંખો ઘેરાવા લાગે ત્યારે પથારી પકડી લેવાની. છતાય કદીક ઊંઘ ન આવે તો લાયબ્રેરીમાંથી વાંચવા માટે લાવેલા વિવિધ વિષયોને લગતા પુસ્તકો વાંચવાના. આ પ્રક્રિયાઓ થોડી અઘરી લાગે પરંતુ ...Read More