મારા કાવ્યો

(70)
  • 62.7k
  • 1
  • 23.4k

લીલુંછમ હરીયાળુ જંગલ, છે લઈને બેઠું પ્રાણવાયુ, આપે છે રક્ષણ પ્રાણીઓને, કરે છે પોષણ પ્રાણીઓનું. જ્યારે પૂરો પાડે છે પ્રાણવાયુ, નથી જોતું માનવી કે પશુ પક્ષી! ઘટી રહ્યાં છે જંગલો, પોષવાને માનવીની જરૂરિયાતો, લાગે છે આગ જંગલોમાં, વધી રહેલા પ્રદૂષણની ગરમીથી. હોમાય છે કેટલાય અબોલ જીવ, નાશ પામે છે વનરાજી, બન્યું છે શાપિત જંગલ, જવાબદાર છે માનવીની લાલચ, જવાબદાર છે માનવીનો સ્વાર્થ, જે પોતાના ઘર માટે નાશ કરે છે આ મૂંગા જીવનું ઘર.

1

મારા કાવ્યો - ભાગ 1

લેખનો પ્રકાર:- કાવ્યકાવ્ય રચનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીશાપિત જંગલ લીલુંછમ હરીયાળુ જંગલ, છે લઈને બેઠું પ્રાણવાયુ, આપે છે રક્ષણ કરે છે પોષણ પ્રાણીઓનું. જ્યારે પૂરો પાડે છે પ્રાણવાયુ, નથી જોતું માનવી કે પશુ પક્ષી! ઘટી રહ્યાં છે જંગલો, પોષવાને માનવીની જરૂરિયાતો, લાગે છે આગ જંગલોમાં, વધી રહેલા પ્રદૂષણની ગરમીથી. હોમાય છે કેટલાય અબોલ જીવ, નાશ પામે છે વનરાજી, બન્યું છે શાપિત જંગલ, જવાબદાર છે માનવીની લાલચ, જવાબદાર છે માનવીનો સ્વાર્થ, જે પોતાના ઘર માટે નાશ કરે છે આ મૂંગા જીવનું ઘર. અલૌકિક આકાશ છે ક્યાં કોઈ કિનારો આકાશને, છે એ તો અનંત વિસ્તારે. બનાવે છે અદ્ભૂત નજારો, જ્યારે મળે છે ...Read More

2

મારા કાવ્યો - ભાગ 2

લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા કાવ્યો ભાગ 1ની કવિતાઓ આપ સૌને પસંદ પડી હશે. આ માટે મળેલ આપ સૌનાં પ્રતિસાદ બદલ આભાર. પ્રેમ ક્યાં થાય છે પ્રેમ જોઈને સરહદો, આજ કાલ તો થાય છે પ્રેમ, ફેસબૂક પર. નથી જોતો કે ક્યાં છે એ પ્રિયજન, બસ ઝંખે છે મન એનું પામવાને એને. થાય છે પ્રેમ અજાણ્યા અને ક્યારેય ન મળેલા કે જોયેલા સાથે, પછી ભલે કહેવાય પ્રેમ સરહદ પારનો. નથી પૂછતો પ્રેમ નામ કે સરનામું, એ તો બસ થઈ જાય છે વગર જાણ્યે. લાગણીઓના ઉરમાં તણાય છે પ્રેમીઓ, કોઈ ડૂબી જાય છે તો કોઈ ભવ તરી ...Read More

3

મારા કાવ્યો - ભાગ 3

લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની રંગ રહસ્ય છે રહસ્યમય રંગ એ કાચિંડાનો બદલાય છે વારંવાર. છે એની વગર ઈચ્છાએ બદલાય છે એનો રંગ. ખબર નથી એને કે આ તો વરદાન છે એને જીવ બચાવવા, પણ સમજ નથી પડતી કે શા માટે માનવી બદલે છે રંગ? નથી જાણતું કોઈ કે શું છે માનવીના મનનો રહસ્યમય રંગ? શાને બદલાય છે વારે ઘડીએ જોઈ સધાતો સ્વાર્થ? શું પરોપકારનો રંગ છે એટલો રહસ્યમય કે સ્વાર્થનાં રંગ આગળ બને છે અદ્રશ્ય? સમુદ્ર છે કંઈ કેટલુંય સમુદ્રમાં, મળ્યો કેટલોય ખજાનો સમુદ્રમાં. ન્હોતી ખબર કોઈને આ ખજાનાની, જાણ્યું જ્યારે થયું સમુદ્ર મંથન. ...Read More

4

મારા કાવ્યો - ભાગ 4

લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મથામણ છે મથામણ મનમાં, શું થશે? કેમ થશે? લાંબી છે અને સાથ નથી કોઈનો! કોને કહેવું વ્યથા કે શું ઈચ્છું છું હું, નથી કોઈ જે સમજી શકે આ મથામણ! ઊભા છે ઘણાં પડકારો આંખ સામે, વિચારે છે મન કેમ કરી પાર થશે પડકારો, અનુભવે છે મથામણ આ મન, શું કરીશ આગળ? છે આખી જિંદગી જીવવા, પણ નથી કોઈનો સહારો. છે મથામણ મનમાં કે શું જરૂરી જ છે કોઈનો સહારો? કોઈ ન હોય તો શું હંમેશા બનવું લાચાર? મન અનુભવે છે મથામણ અને કહે છે, નથી જરુર કોઈની રાખ હિંમત, કર ...Read More

5

મારા કાવ્યો - ભાગ 5

લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપ સૌનાં સહકારથી કાવ્યોનો વધુ એક ભાગ રજુ કરી રહી છું. ભાગો પસંદ કરવા બદલ આભાર. કવિતા સૂરોની લે છે પરીક્ષા કવિતા, સંગીતની મોહતાજ છે કવિતા, ન કહેવાનું ઘણુ કહી દે છે કવિતા, ક્યારેક ઊંઘતાને જગાડે છે કવિતા. ભૂતકાળની માહિતી આપે છે કવિતા, નથી મળતો યોગ્ય પ્રતિસાદ એને. સાહિત્યકારોની વ્હાલી છે કવિતા, વાર્તાઓમાં પણ મેળવે છે સ્થાન કવિતા. સંસ્કૃતિનું વર્ણન છે કવિતા, દેશની ઓળખ છે કવિતા, વારસાની રક્ષક છે કવિતા, કવિઓની ઓળખ છે કવિતા. બાળકોને ગાવી ગમે કવિતા, વડીલોને સાંભળવી ગમે કવિતા, શબ્દોનો આકાર છે કવિતા, વિચારોની વાચા છે કવિતા! હાસ્ય ...Read More

6

મારા કાવ્યો - ભાગ 6

લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ઉડાન નીકળી હું આજે સપનાની સફરે, ભરી એક ઉડાન સફળતાની, દુનિયા નજીકથી, ઘણાં પોતાનાં મળ્યા પારકા થઈને. ભરી ઉડાન મિત્રોની ટોળીમાં, મળ્યા બધા પારકા પોતાના થઈને. શું આ જ છે જીવન? જયાં પોતાના સ્વાર્થ સાધે છે, અને બહારનાં નિઃસ્વાર્થ સંબંધો નિભાવે છે! ઉજવણી છે આજે વર્ષનો અંતિમ દિવસ, આશા છે બધાંને જશે એ બધું લઈને. રાહ જુએ છે સૌ કોઈ આવે નવું વર્ષ અને લઈ જાય કોરોના કે પછી લઈ જાય એમનાં તમામ દુઃખ દર્દ. કરશે આજે રાત્રે સૌ કોઈ વધામણાં આવકારશે નવા વર્ષને કરીને ઉજવણી. કોઈ કેક કાપશે તો ...Read More

7

મારા કાવ્યો - ભાગ 7

લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીહસ્તમેળાપદિવસ છે ઉમંગથી ભરેલો, મન છે ખુશીઓથી ભરેલ, હૈયું છે વ્યાકુળ, પ્રસંગ દીકરીનાં લગ્નનો, થયો સમય હસ્તમેળાપનો, પડી બૂમ 'કન્યા પધરાવો, સાવધાન', શું આ હતી વરરાજા માટે ચેતવણી? ભાઈ, સાચવજો, આઝાદી થઈ પૂરી. માંગશે આ કન્યા પળપળનો હિસાબ. વિચારી લેજે, આગળ વધવું છે કે ભાગવું છે અત્યારે જ! ???પહેલું હાસ્યઆવી એક નાની પરી ઘરમાં, ક્યારેક જાગતી ક્યારેક ઊંઘતી. રમાડવું હોય જ્યારે સૌએ, રહેતી સદાય ઊંઘતી એ. રાહ જુએ સૌ કોઈ એની, ક્યારે જાગે અને લઈએ હાથમાં. જાગે જ્યારે એ, ઘરનાં સૌ બાંધે વારા, પહેલા લઈશ હું અને પછી લેજે તું. અંતે ...Read More

8

મારા કાવ્યો - ભાગ 8

ધારાવાહિક:- મારા કાવ્યો રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઘરધરતીનો છેડો ઘર, જયાં મનને શાંતિ મળે એ ઘર, થાક્યો માણસ તાજગી તે જગ્યા ઘર, બાળક જયાં કિલકિલાટ કરે તે જગ્યા ઘર, મોટા મોટા મહેલ હોય કે હોય નાનું ઝૂંપડું, દરેકને વ્હાલું પોતાનું ઘર. કરે સજાવટ સૌ કોઈ ઘરની, હોય એ ગરીબ કે અમીર. જીવનભરની યાદો સમાવે એ ઘર. ભલે બન્યું હોય ચાર દિવાલોથી, સમાવે સૌને એ ઘર. સાક્ષી પૂરે છે દરેક ઘર, નાનાં નાનાં ઝગડાઓ હોય કે હોય ખુશીઓનાં પ્રસંગ. એક જ વાત યાદ રાખવી ઘર છે એક મંદિર, જો રાખો એને મનથી નહીં તો બની જશે એ ખંડેર લાગણીઓના અભાવથી.માનવી ...Read More

9

મારા કાવ્યો - ભાગ 9

ધારાવાહિક:- મારા કાવ્યો રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની સંગીતનાં સૂર રેલાય છે મધુર સૂર જ્યારે છેડાય છે સંગીતનાં તાલ, છે કાનોને એક ખૂબ જ મધુર સંગીત!!! ડોલે છે મસ્તક અને ઝુમે છે હૈયું, સાંભળીને એ સંગીતનાં સૂર! વધે છે છોડ લતાઓ સાંભળીને સંગીતનાં મધુર સૂર, ઝુમે છે ડાળીઓ સાંભળીને આ મધુર સૂર!!! થાય છે આનંદિત આ પશુ પક્ષીઓ સાંભળીને સંગીતનાં સૂર, ભલે કહેવાતા મૂંગા જીવ પણ સમજે છે સંગીત અને પ્રેમની ભાષા! સંભળાતો હતો મધુર સ્વર પ્રાણીઓનાં અવાજનો અને પક્ષીઓનાં કલરવનો, ગૂંજી ઊઠતી વનરાજી જ્યારે પડતી આહલાદક સવાર! ઝૂમી ઉઠતાં વૃક્ષો અને વેલીઓ, સાંભળતાં જ્યારે પક્ષીઓનો મધુર કલરવ!!! આવતાં ...Read More

10

મારા કાવ્યો - ભાગ 10

પ્રકાર:- કાવ્યો રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે મિત્રો.ખૂબ લાંબા સમયગાળા પછી ફરીથી મારા રચેલ થોડા કાવ્યો લઈને આપની સમક્ષ કરું છું. આશા રાખું છું કે તમને પસંદ પડશે. પુસ્તક - મારું વફાદાર મિત્ર મારો સૌથી વફાદાર સાથી એટલે મારા પુસ્તકો. મારી એકલતાનાં સાચા સાથી એટલે મારા પુસ્તકો. મારા પથદર્શક મિત્રો એટલે મારા પુસ્તકો. મારો ક્યારેય સાથ ન છોડનાર મિત્રો એટલે મારા પુસ્તકો. મને નિરાશામાંથી બહાર લાવનાર મિત્રો એટલે મારા પુસ્તકો. મારુ જ્ઞાન વધારનાર મિત્રો એટલે મારા પુસ્તકો. માતા પિતા સિવાય મારામાં સંસ્કારોનું સિંચન કરનાર મિત્રો એટલે મારા પુસ્તકો. રોજનીશી - અંગત રહસ્યનો ખજાનો લખતાં તો લખાઈ જાય રોજનીશી, ...Read More

11

મારા કાવ્યો - ભાગ 11

પ્રકાર:- કાવ્યો રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ઉગતો છોડ ઉગતો છોડ જુઓ પાર કરે વિઘ્નો કેટલાંય - માટી, પાણી, ભૂકંપ, રેલ, દુકાળ... ને તોય મક્કમ મનોબળ એનું, નીકળે એની કૂંપળો હળવેથી!!! ન હારે હિંમત એ, ઉગે જોઈ આકાશ... આ જ શીખો જોઈને આ ઉગતો છોડ, ન હારવું ક્યારેય આવે પરિસ્થિતી ગમે તેવી!!! આવું જ છે એક નાનું બાળ, એ તો છે એક ઉગતો છોડ, જેવું સિંચન તેવો પાક!!! શીખવો એને માનવતાનાં પાઠ, એ તો છે એક ઉગતો છોડ... વળી જશે એ જેમ વાળશો એમ, થશે જ્યારે એક મજબૂત ઝાડ, નહીં વાળી શકો એને કરો પ્રયત્ન વારંવાર... બનશે એ ઝાડ ...Read More

12

મારા કાવ્યો - ભાગ 12

પ્રકાર:- કાવ્યો રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીથંભી ગયેલો સમયબન્યો છે માહોલ એવો કે લાગે છે થંભી ગયું છે જીવન... વર્ષથી ઘરમાં પુરાયેલા જાણે થંભી ગયો સમય... બંધ છે શાળાઓ, બંધ છે કૉલેજો, જાણે થંભી ગયું છે બાળપણ... બંધ હોટલો, બંધ સ્વીમીંગ પુલો, લાગે સૂના ભેંકાર... બંધ છે ફરવાના સ્થળો, જાણે થંભી ગયું જીવન... ડરે છે માનવી રહેતાં એકબીજા સાથે, પણ નથી અટક્યો કરતાં ખોટા કામ... જાણે થંભી ગયો સમય પણ ચાલુ છે ઘડિયાળના કાંટા... થંભી ગયું હતું જીવન વનરાજીનું... ખૂટતાં ઓક્સિજન માનવીને જીવિત થઈ વનરાજી પાછી... ખૂલી ગયું છે મોટાભાગનું જનજીવન, લાગે છે ફરીથી જીવંત થયો એ થંભી ગયેલો ...Read More

13

મારા કાવ્યો - ભાગ 13

ધારાવાહિક:- મારા કાવ્યોભાગ 13રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસ્વને ઓળખશું કામ મુંઝાય છે તું આજે?આવ અને મળ તુ પોતાને આજે.આપ સ્વનો પરિચય.બહાર કાઢ તારી ક્ષમતાઓ આજે.આપ્યો મેં પરિચય પોતાનો."છું હું મજબૂત મનથી ઘણી,કરું છું સામનો પરિસ્થિતિનો,વાપરીને હૈયું ને રાખીને ધીરજ.છું જેટલી લાગણીશીલ, એટલી જ હું કઠોર.આવડે છે મને રાખતાં મનને,હોય સામે પરિસ્થિતિ જેવી."નિયમ જીવનનોક્યાં પૂછ્યું તેં મને,શું ગમે છે મને?શું ભાવે છે મને?શું ફાવે છે મને?ક્યાં ફરવું છે મને?શું શોખ છે મારાં?બસ, કહી દીધાં નિયમો,તેં તારા ઘરનાં.ગમશે, ફાવશે અને ચાલશે,અપનાવ્યો આ નિયમ મેં.જીવન એક સ્ત્રીનુંવહેતી ક્યાંક લાગણીઓમાં, મુંઝાતી સંબંધો સાચવવામાં.અટવાઈ જતી ક્યારેક હું, સમય સાથે તાલમેલ સાધવામાં.વીત્યાં વર્ષો આમ જ, ...Read More

14

મારા કાવ્યો - ભાગ 14

ધારાવાહિક:- મારા કાવ્યોભાગ:- 14રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીપિયરદરેક પરણિત સ્ત્રીની મનભાવન જગ્યા એટલે પિયર.ઉંમરનાં કોઈ પણ પડાવે યુવતી જેવું એ સ્થળ એટલે પિયર.મનને જે ભાવે એ ખાવા મળે એ પિયર.નાનપણની સખીઓ સાથે ફરીથી રમતો રમવા મળે એ પિયર.બેરોકટોક કામ કરવા મળે એ સ્થળ એટલે પિયર.બાળકોનાં વેકેશનમાં સ્ત્રીનું સૌથી મનપસંદ ફરવાનું સ્થળ એટલે પિયર.ટીવીનું રિમોટ જ્યાં હાથમાં જ રાખી શકાય એ પિયર.'કોઈને નહીં ફાવશે તો?' આવું વિચાર્યા વગર નવી વાનગી બનાવી શકાય એ પિયર.રજાના દિવસે ક્યારેક મોડે સુધી સૂઈ રહેવાય એ પિયર.મમ્મી પપ્પાનો વ્હાલ મળે એ પિયર.ભાઈ ભાભીનો આવકારો મળે એ પિયર.હૈયું હિલોળે ચઢે એ પિયર.શું વાત કરું હું પિયરની?હશે ...Read More

15

મારા કાવ્યો - ભાગ 15

ધારાવાહિક:- મારા કાવ્યો ભાગ:- 15 રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીક્ષમતાઓ પર વિશ્વાસ વિશ્વાસ રાખો પોતાની ક્ષમતાઓ પર. વિશ્વાસ રાખો મહેનત પર. વિશ્વાસ રાખો પોતાની ભક્તિ પર. વિશ્વાસ રાખો પ્રભુ પર. કરતાં રહો સારા કર્મો, કરતાં રહો સેવા લોકોની, વિશ્વાસ રાખો ઈશ્વર બધાંની નોંધ રાખે જ છે.ઠંડીની ગેરહાજરી બહુ મુશ્કેલ છે જીરવવી તારી ગેરહાજરી. નથી સહેવાતી હવે તારી ગેરહાજરી. સાંભળી લોકોનાં ઉપદેશો થાક્યા કાન હવે તો! વધુ વૃક્ષો વાવો તો ઠંડક મળશે કુદરતી, કહેતાં ફરે છે લોકો બધાંય. છતાંય ન વાવે કોઈ વૃક્ષ ને આપે ઉપદેશો ઠાલા. તુ આવી જા જલ્દી જલદી, નથી સહેવાતી તારી ગેરહાજરી. અરે ઓ ઠંડી! હું ...Read More

16

મારા કાવ્યો - ભાગ 16

ધારાવાહિક:- મારા કાવ્યો ભાગ - 16 રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ફરિયાદ ક્યાં જરુર છે કોઈને સ્વતંત્ર થવાની? કોઈ બંધાવા તૈયારી તો જોઈએ! મંજૂર નથી કોઈને સાંભળવો કોઈનો આદેશ, રહ્યાં છે હવે એવાં સંબંધો જ ક્યાં કે કરીએ ફરિયાદ કોઈની? આવ્યો છે જમાનો એવો કે વાતો જ લાગે ફરિયાદ! એથી તો લાગે સારું રહેવું મૌન સદાય! વધતી જાય છે અકળામણ મનની, ને રુદન કરે હૈયું! કેમ કરી સમજાવવું હૈયાને, લાગણીઓ છે તને ને કિંમત ચૂકવે છે આંખો! પ્રવેશોત્સવ કરે સૌ પ્રવેશોત્સવ બાળકોનો, પા પા પગલી માંડતા એ નાનાં બાળ, આવ્યાં શાળાએ મેળવવાને જ્ઞાન! વિચાર્યું અમે કંઈક નોખું એવું, કરાવ્યો ...Read More

17

મારા કાવ્યો - ભાગ 17

ધારાવાહિક:- મારા કાવ્યોભાગ:- 17રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીચાતુર્માસદેવશયની એકાદશી આવી,લઈને ચાતુર્માસ પવિત્ર.કહેવાય એવું પોઢી ગયા દેવ,તોય આવતાં તહેવારો શ્રેષ્ઠ.આવે અને બળેવ,આવે ગજાનન મહારાજ ઘરે!પિતૃઓની શાંતિ કરાય,મા અંબાનાં ગરબા રમાય!શરદપૂર્ણિમાએ ઠંડક વર્તાય.વાક્બારસ ને ધનતેરસ,કાળીચૌદશે કકળાટ જાય,ઝગમગ કરતી દીવાળી આવે,બેસતું વર્ષ નવલું લાવે,ભાઈનો દિવસ ભાઈબીજ આવે,દેવદિવાળીની ઝાકઝમાળ લાવે.આવે જ્યાં દેવઉઠી એકાદશી,થાય સમાપ્ત ચાતુર્માસ,ને શરૂઆત થાય વિવાહપ્રસંગોની!વિશ્વાસમૂક્યો વિશ્વાસ પ્રકૃતિએ,કેમ કરી તોડવો?નહીં કરશે કોઈ નુકસાન એને,કેમ કરી તોડવો એનો આ વિશ્વાસ?આપે છાંયડો, આપે ફળ, કરે રક્ષા ઠંડકની,કેમ કરી પહોંચાડીએ નુકસાન પ્રકૃતિને?રહેઠાણ પશુ પંખીઓનું આ પ્રકૃતિ,કાઢી નિકંદન વૃક્ષોનું બાંધવા પોતાનું ઘર,કેમ તોડીએ વિશ્વાસ અબોલ જીવોનો?છે વિશ્વાસ પ્રભુને હજુય માનવજાત પર,કરી સત્કર્મો જીવનમાં જાળવીએ વિશ્વાસ ...Read More

18

મારા કાવ્યો - ભાગ 18

ધારાવાહિક:- મારા કાવ્યોભાગ:- 18રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીહરિહરતિથિ આજની શ્રાવણ વદ આઠમ,ઉજવીશું સૌ 5251મો શ્રી કૃષ્ણ જન્મોત્સવ.સંયોગ કહે છે આજનાં,છે બંધબેસતાં દ્વાપર યુગની આઠમનાં.વધાવી લઈએ એ નટખટ કાનુડાનાં જન્મને,બોલીને પંક્તિઓ સુંદર મજાની,'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલની.'વ્હાલા કેટલા હરિને હર અને હરને હરિ!શ્રાવણનો સોમવાર આજે ને જન્માષ્ટમી પણ!ડૂબી જઈએ આજે સૌ ભક્તિનાં ભાવમાં,કરીએ આરાધના હરિહરની આજે.જય શ્રી કૃષ્ણહર હર મહાદેવબાલકૃષ્ણનટખટ એ કાનુડો, બતાવી લીલા બાળપણથીહતા એ બાલકૃષ્ણ,કર્યાં વધ તોય મોટા રાક્ષસોનાં.જન્મનો છઠ્ઠો દિવસ એ,કર્યો વધ પૂતનાનો.વધ કર્યો ત્રિનવર્તનો,આવ્યો હતો જે મારવા બાલકૃષ્ણને,લઈને સ્વરુપ વાવાઝોડાંનું.ટકી ન શક્યું જોર એનું,આ બાલકૃષ્ણની સામે.હોય જ્યાં મામા કંસ,ક્યાં રહે કમી રાક્ષસોની?મોકલ્યો વત્સાસુર વાછરડારૂપે,તો ...Read More