31 ડિસેમ્બરની તે રાત

(355)
  • 81.7k
  • 26
  • 37.9k

31-12-2013, અહમદાબાદ 31st ડિસેમ્બરની રાત. જેમ 12 વાગ્યા પછી એક નવો જીવ આવવાનો હોય તેમ આખી દુનિયા 12 ના ટકોરાની રાહ જોતી હતી. અહમદાબાદનો એસ.જી હાઇવે સૌ કોઈ જાણે તે હાઈફાઈ ઇલાકો. લગભગ રાત ના 11:25 વાગતા હતા. એસ.જી હાઇવે એરિયા ના મોંઘા ડાટ હવેલી જેવા બંગલાઓમાંથી એક બંગલો "સમાજ- સેવા" નામની પાર્ટી ના અધ્યક્ષ એવા રામજીભાઈ ચૌહાણનો હતો.

New Episodes : : Every Friday

1

31 ડિસેમ્બરની તે રાત - 1

31-12-2013, અહમદાબાદ 31st ડિસેમ્બરની રાત. જેમ 12 વાગ્યા પછી એક નવો જીવ આવવાનો હોય તેમ આખી દુનિયા 12 ના રાહ જોતી હતી. અહમદાબાદનો એસ.જી હાઇવે સૌ કોઈ જાણે તે હાઈફાઈ ઇલાકો. લગભગ રાત ના 11:25 વાગતા હતા. એસ.જી હાઇવે એરિયા ના મોંઘા ડાટ હવેલી જેવા બંગલાઓમાંથી એક બંગલો "સમાજ- સેવા" નામની પાર્ટી ના અધ્યક્ષ એવા રામજીભાઈ ચૌહાણનો હતો. રામજીભાઈ ના બંગલા માં બધા તહેવારોની પાર્ટીઓ મોટા પાયે થતી અને આતો આખરે 31st ની પાર્ટી હતી. બંગલાના બીજા માળે મોટો હૉલ જે ખાલી પાર્ટી માટે બનાવવામાં આવ્યો હતો અને ઉપર કાંચ થી ઢંકાયલી છત હતી જેમાં થી રાત નો ચાંદો ...Read More

2

31 ડિસેમ્બરની તે રાત - 2

'સર કદાચ સુસાઇડ નોટ મળી પેન્ટના ગજવામાંથી ' રાવે ચિઠ્ઠી વિરલ સાહેબને આપતા કહ્યું. વિરલ સાહેબે ચિઠ્ઠી હાથમાં લીધી એક નજર આખા કાગળીયા પર ફેરવી. 'સાચેમાં સુસાઇડ નોટ છે સર? ' જૈમિને આશ્ચર્ય સાથે વિરલ સાહેબને પૂછ્યું. " હું કેશવ રમાકાંત શાહ પોતાના જાગૃત મન થી લખી રહ્યો છું કે મેં જે પણ પગલું ભર્યું છે એ મારો પોતાનો નિર્ણય છે. આ પગલું મેં કોઈના દબાવ મા આવીને નથી ભર્યું. તેથી કોઈ આના માટે જવાબદાર નથી. હું છેલ્લા 4 મહિનાથી આર્થિક રીતે ખૂબ નબળો થઈ ગયો હતો. જેથી હું બહુજ ડિપ્રેશનમાં રહેતો હતો. બધીજ સમસ્યાના માર્ગ સ્વરૂપે મેં આ ...Read More

3

31 ડિસેમ્બરની તે રાત - 3

'શું ? સર તમને કેવી રીતે લાગે છે કે કોઈ એ જબરદસ્તીથી કેશવને આત્મહત્યા માટે ફોર્સ કર્યો છે?' પાંડેએ સાહેબ ની વાત સાંભળી આશ્ચર્ય થી પૂછ્યું. 'એક કામ કર રાવ ને અંદર લઇ આવ ' વિરલ સાહેબ ચિઠ્ઠી પકડીને ઊભા થતા થતા પાંડેને આદેશ આપ્યો. પાંડે રાવને અંદર લઇ આવ્યો. વિરલ સાહેબ ને સૌથી વધારે ભરોસો પાંડે અને રાવ પર જ હતો કારણ કે કઈ વાત ક્યારે લીક થઈ જાય બીજા કોન્સ્ટેબલો થી કશું કહી ના શકાય. "આ ચિઠ્ઠી મા અમુક વર્ડ્સ ના પહેલા અક્ષર પર એક ટપકું કરેલું છે. એક પર થાય ભૂલથી અથવા બીજા પર થાય પરંતુ ...Read More

4

31 ડિસેમ્બરની તે રાત - 4

લગભગ સાંજના 7:30 થતા હશે. "ચુરાઉંગા લુંટકર ભી તેરી બદન કી ડાલી કો....લહુ જીગર કા દૂંગા હસી લબો કી કો...!" જૈમિન કાર ચલાવતા ચલાવતા બાજુની સીટ પર બેઠી રિંકુંની આંખમાં આંખ મિલાવીને રેડિયો પર ચાલતા ગીતની સાથે ગાતા કહ્યું.જાણે તે પોતાની રીયલ લાઇફની "જિન્નત અમાન" માટે ગાતો હોય. 'અરે આ બધું દીવ જઈને કરી લેજો તમે બંને, પહેલાં ક્યાંક હોટેલ કે ધાબા પર ઊભી રાખ દબાઈને ભૂખ લાગી છે.' પાછળ ની સીટમાં બેઠેલા કેશવે કાંચની બાહર જોતા જોતા કહ્યું. એક ધાબા પર જમીને બધા દીવ પહોંચી ગયા. રાતે દીવમાં એક હોટેલમાં પોતપોતાના રૂમ બુક કરાવીને બધા આરામ કરવા જતાં ...Read More

5

31 ડિસેમ્બરની તે રાત - 5

' ત્રિશા હું સમજી શકું છું તમારું દુઃખ પણ પૂછપરછ અનિવાર્ય છે ' વિરલ સાહેબ ત્રિશા ની સામે જોતા ત્રિશા એ તેનું નિરાશ મોઢું હલાવતા હાં પાડી. વિરલ સાહેબે ટેપ રેકોર્ડર ની સ્વીચ ફરીથી ચાલુ કરી. 'તો... કેવી રીતે તમારા અને કેશવ ના સંબંધ ગાઢ બન્યા? અને એવી દરેક ઘટના યાદ કરીને જણાવશો કેશવ ની તમારા સાથેની અને બીજા લોકો સાથે જે તમને ગળે નાં ઉતરી હોય અથવા વિચિત્ર લાગી હોય... ' ************************ ત્રિશા એ ભૂતકાળ ની વાતો બતાવવાનું શરૂ કર્યું. ત્રિશા :- ' અમે... દીવ થી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. એની કૉલેજ અને મારી કૉલેજ નજીકમાં જ ...Read More

6

31 ડિસેમ્બરની તે રાત - 6

ત્રિશા : ના..ના..!સાચું કે મજાક કરી રહી છે ને ? રચનાની આ વાતથી ત્રિશા ને લાગ્યું કે તે મજાક રહી હશે. 'ના...ત્રિશા હું મજાક નથી કરી રહી ... મેં કેશવ ને લગભગ મંગળવારે અને શુક્રવારે એમ બે વખત જોયો. તને વિશ્વાસ ના થતો હોય તો કેશવના કાનમાં આ વાત ધીરેથી નાંખજે...' રચના એ ત્રિશા ને ચોખવટ કરી સલાહ આપતા કહ્યું. ' હેલ્લો...? હેલ્લો...? ત્રિશા ... હેલ્લો...? ' ત્રિશા : હા... હા...રચના છું હું અહીંયાં જ છું...આભાર તારો વાત ની જાણ કરવા માટે હું ધીરે રઈને કેશવ ને પૂછીશ. રચનાના આ ફોન કોલે ત્રિશાના મનમાં ભૂંકપ લાવી દીધો હતો. ********************* ...Read More

7

31 ડિસેમ્બરની તે રાત - 7

કેશવ બંનેને તેની સંસ્થાની મિત્ર જેને કેન્સર છે તેને મળવા માટે લઈ ગયો પરંતુ તેની મિત્રને કહેવાની ના પાડી ત્રિશા તેની ગર્લ ફ્રેન્ડ છે. કેશવ તેની મિત્રને પિંક હાર્ટ કેફેમાં લઈ ગયો અને ત્યાં ત્રિશા અને રચનાને આવવાનું કહ્યું. કેશવ અને તે છોકરી ટેબલ પર બેઠા હતા ત્યાં પ્લાન ના મુજબ રચના અને ત્રિશા આવ્યા. કેશવ : ઓહ!...હાય ત્રિશા... ' હાય...કેશવ ' કેશવ : કોના સાથે? ' અરે...રચના સાથે ' ત્રિશાએ રચના તરફ હાથ બતાવતા કહ્યું. કેશવ : કમ હિયર.. જેસિકા ... ત્રિશા એન્ડ રચના.મારી કૉલેજના ફેન્ડ્સ 'ત્રિશા અને રચના આ જેસિકા મારી 'LIVE ROYAL LIFE' ની ફ્રેન્ડ. ' ...Read More

8

31 ડિસેમ્બરની તે રાત - 8

બપોરના એક વાગ્યા હશે. ' જય હિંદ...સર હું વિરલ...' ' જય હિંદ યસ...વિરલ વૉટ હેપન? ' સર...અમારી ટીમે જૈમિન ધરપકડ કરવા માટે બધા પુરાવા એકઠા કરી લીધા છે અને હવે અમે તેની ધરપકડ કરવા જઈ રહ્યા છીએ. જતા પહેલા થયું કે તમને જાણ કરી દઉં...' ' અઅઅઅ...ઠીક છે પણ શાંતીથી બધી કાર્યવાહી કરજે હું હવે આગળની પ્રક્રિયા પર કામ શરૂ કરું. ઉપરથી દબાવ આવવાના શરૂ થશે. કાફલો સારો એવો રાખજે જોડે...અને કંઇ પણ જરૂર પડે તરત ઇમરજન્સી ટીમને કૉલ કરજે ' ' શ્યોર સર...નો પ્રૉબ્લેમ ' વિરલ સાહેબ બધા પુરાવા સાથે જૈમિનની ધરપકડ કરવા માટે તૈયાર હતા. પોલીસ રામજીભાઈના ...Read More

9

31 ડિસેમ્બરની તે રાત - 9

ગયા ભાગમાં આપણે જોયું કે વિરલ સાહેબ જૈમિનને તેના ઘરેથી પકડીને લઈ ગયા અને જૈમિન હવે વિરલ સાહેબને બતાવવાનું કરે છે કે તે ૩૧ ડિસેમ્બરે સવારે કેમ કેશવનાં ઘરે ગયો હતો. જૈમિન : હું તેને તે રાતની પાર્ટીનું ઇન્વિટેશન આપવા ગયો હતો ત્યારે કેશવ ટીવીમાં સમાચાર જોઈ રહ્યો હતો. ' શું કેશવ ફોન કર્યા પણ તે જવાબના ના આપ્યો કઈ ' ' અરે ફોન સાઈલેંટ પર હતો એટલે ખબર ના પડી ' કેશવ સમાચાર જોતા જોતા જ જૈમિનને જવાબ આપી રહ્યો હતો. ' એની વે ...આજ રાતની પાર્ટીનું ઇન્વિટેશન આપવા આવ્યો છું. બધા આવવાના છે અને તારે પણ આવવાનું ...Read More

10

31 ડિસેમ્બરની તે રાત - 10

ગયા ભાગમાં જોયું કે કેવી રીતે જૈમિન કેશવ અને જેસિકાને હોટેલમાં જતા જોઈ ગયો અને તે બંનેનો પીછો કરી ફોન કર્યો જેથી ત્રિશા કેશવને રંગે હાથ પકડવા હોટેલ આવવા નીકળી. ત્રિશાએ હોટેલ આવી ફરીથી જૈમિનને ફોન કર્યો અને જૈમિન તેને કેશવના રૂમ આગળ લઈને આવ્યો. જૈમિન: ત્રિશા આ રૂમ છે જેમાં મેં કેશવ અને જેસિકા ને જતા જોયા. ત્રિશા : ' આર યુ શ્યોર?' જૈમિન જૈમિન : હા...! ખરેખર ત્રિશાએ હિંમત કરી રૂમની બેલ વગાડી. તરત જ કેશવે અંદરથી દરવાજો ખોલ્યો અને ત્રિશા એ શું જોયું અંદર કેશવ જેસિકા સાથે એમની જ ઉંમરના બીજા ગર્લ્સ બોયસ્ હતા જે ખાઈ ...Read More

11

31 ડિસેમ્બરની તે રાત - 11

જૈમિનને પૂછપરછ બાદ થોડા દિવસ કસ્ટડીમાં રખાયો. એકદિવસ બાદ દાર્જિલિંગથી ટ્રેન મારફતે કેશવના માતા પિતા પણ અહમદાબાદ પહોંચી ગયા. સીધા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા. કેશવના પિતાનું નામ રમાકાંત શાહ જ્યારે માતાનું નામ સારિકા. રમાકાંત : સર...શું થઈ ગયું મારા પુત્રને? રમાકાંતભાઈએ પોલીસ સ્ટેશનમાં આવતા જ રોવાનું શરૂ કરી પોતાના દીકરાની હાલત વિશે પૂછ્યું. સારિકા બહેન પણ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા.આટલો બધો અવાજ સાંભળતા કેબિનમાંથી વિરલ સાહેબ આવ્યા અને બંનેને શાંત કરાવ્યા અને બંનેને પોતાના કેબિનમાં લઈ ગયા. વિરલ સાહેબના કેબિનમાં બે મિનિટ માટે માહોલ એકદમ શાંત હતો. જીગુભાઈ કિટલીવાળા ત્રણ જણ માટે ચા મૂકી ગયા. વિરલ ...Read More

12

31 ડિસેમ્બરની તે રાત - 12

મોનિકા મેડમ વિરલ સાહેબને અને લ્યૂકને કેશવના જૂના ફોટા બતાવી રહ્યા હતા. કેશવે ઘણી બધી જગ્યાએ જઈ સેવાઓ આપી સાથે સાથે ઘણી બધી અલગ અલગ પ્રવૃતિઓના પણ ફોટોગ્રાફ્સ હતા. મોનિકા મેડમ: ફોટોઝમાં કેટલો ખુશ લાગે છે પણ કોને ખબર કે એના મનમાં કેટલી અલગ અલગ જાતની મુશ્કેલીઓ ચાલતી હશે. વિરલ સાહેબ મોનિકા મેડમની પણ વાત સાંભળી રહ્યા હતા અને ફોટોગ્રાફ્સ પણ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા. "આ કોણ છે? ઘણા બધા ફોટોઝમાં છે આ" વિરલ સાહેબે એક ફોટોઝમાં એક યુવતી પર હાથ મૂકતા પૂછ્યું. "આ જેસિકા જેની હમણાં આપણે થોડીવાર પહેલાં ચર્ચા કરી રહ્યા હતા પરંતુ શી હેડ અ કેન્સર ...Read More

13

31 ડિસેમ્બરની તે રાત - 13

બધા ફર્સ્ટ ક્લાસ ડબામાં ચઢી ગયા હતા અને પોતપોતાની જગ્યા લઇ સામાન ગોઠવી રહ્યા હતા. ટ્રેન પ્લેટફોર્મથી નીકળી ગઈ સાંજના લગભગ છ વાગ્યા હતા. પૂર ઝડપ અને શિયાળના મોસમના કારણે ઠંડી વધારે લાગી રહી હતી. બધાએ જેકેટ , સ્વેટર પહેરી લીધા હતા. રાહુલ ટ્રેનના ડબ્બામાં ટોઇલેટના બાજુમાં જે ગેટ હોય ત્યાં ઉભો ઉભો ઠંડી હવા સાથે સિગારેટ પી રહ્યો હતો. ત્યાંજ તેને બોલાવવા ઋતવી આવી પણ તેણે રાહુલને સિગારેટ પીતા જોયો અને મોં બગાડી પાછી પોતાની જગ્યાએ જતી રહી કારણ કે તે કેટલીય વાર રાહુલને આ બાબતે ટોકતી હતી. રાહુલે ફટાફટ અડધી સિગારેટ પૂરી કરી તેને બહાર ફેંકી પોતાની ...Read More

14

31 ડિસેમ્બરની તે રાત - 14

લગભગ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેઓ દહેરાદૂન પહોંચી ગયા હતા. ઠંડી વધારે હતી પણ એક નવો અને જબરદસ્ત અનુભવ હતો. ચારે બાજુ મુસાફરો જેકેટ,સ્વેટર શાલ, સ્કાફ વગેરે પહેરીને અવરજવર કરી રહ્યા હતા. એક શાનદાર પર્યટકોનું સ્થળ લાગી રહ્યું હતું. રાજીવ સર : સૌપ્રથમ પહેલા આપણે કંઇક ચા , નાસ્તો વગેરે કરી લઈએ ત્યાર બાદ ટેક્સી મારફતે નક્કી કરેલી હોટેલ માટે આપણે નીકળીશું. ક્લીઅર? બધાં મેમ્બર્સ તેમજ વિદ્યાર્થીઓએ હા.. માં હા.. પાડી અને બધા રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા. રેલ્વે સ્ટેશનની સામે એક મોટી ધાબા જેવી હોટેલ હતી જેની અંદર જાતજાતની જમવાની અને નાસ્તાની રમજટ જામી હતી અને તેમાં મુસાફરોની ભીડ ...Read More

15

31 ડિસેમ્બરની તે રાત - 15

કેશવ રાહુલને ફોટો બતાવી રહ્યો હતો ત્યાંજ તેના ફોનની રીંગ વાગી અને સ્ક્રીન ઉપર નામ આવ્યું ત્રિશા. રાહુલ : ....કરી લો વાત... એટલું કહી રાહુલ પોતાના બેગમાંથી પોતાનો જરૂરી સામાન નીકાળવા લાગ્યો અને કેશવ ત્યાંજ બારી આગળ ઉભો રહી વાત કરવા લાગ્યો. ત્યાંજ તેમના રૂમનાં દરવાજાની બેલ વાગી. રાહુલે દરવાજો ખોલ્યો અને બહાર ઊભી હતી જેસિકા. જેસિકા : અરે.... અહીંયા ફોન ચાર્જ કરવા માટે પોઇન્ટ ચાલે છે? અમારા રૂમમાં નથી ચાલતા. "એક મિનિટ અમે પણ ચેક નથી કર્યું " રાહુલે જેસિકાનો ફોન લઈ ચેક કર્યું અને ફોન ચાર્જ થવા લાગ્યો. ત્યાર બાદ કેશવને કોઈની સાથે વાત કરતા જોઈ જેસિકાએ ...Read More

16

31 ડિસેમ્બરની તે રાત - 16

રાહુલ વોશરૂમમાંથી સામાન્ય થઈ પાછો બારમાં આવીને બેઠો જ્યાં કેશવ , નીરજ , ઋતવી તેમજ જેસિકા બેઠા હતા. વોશરૂમમાં ઘટના બધાને કહેવી રાહુલને યોગ્ય નાં લાગ્યું જેથી તે આવી ટેબલ પર બેઠો અને બધાએ બિયર પીવાનું શરૂ કર્યું. લગભગ રાતે નવ વાગે બધાએ જમી લીધું હતું અને પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા કારણ કે બીજા દિવસથી ફરવાનું હતું. કેશવ અને રાહુલ બંને સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રાહુલે તેની સાથે થયેલી ઘટના જણાવી. "શું વાત કરે છે? મતલબ આ હોટેલમાં એક આત્મા છે એમ?" કેશવે રાહુલની ઘટના સાંભળી હસતા હસતા કહ્યું. "યાર...ખબર નહીં પરંતુ તે ઘટના બાદ મારી ...Read More

17

31 ડિસેમ્બરની તે રાત - 17

" લ્યુક ...શું લાગે છે? આટલી બાબત જાણ્યા બાદ?" વિરલ સાહેબે લ્યુકને સંસ્થાના પાર્કિંગમાં પાર્ક કરેલી તેમની ગાડી તરફ ચાલતા પૂછ્યું. " મને તો લાગે છે સર કેસ થોડો ગુંચવણ ભર્યો બનશે પરંતુ તમારા પર વિશ્વાસ છે... આ કેસ ઝડપથી જ સોલ્વ થઈ જશે. " " એક કામ કરીએ નીરજ , જૉન અને રાહુલ ત્રણેયને પોલીસ સ્ટેશનમાં બોલાવી લઈએ અને જૉનને કહી દે કે તે ટ્રીપના તમામ ફોટા સાથે લઈને આવે તેના લેપટોપમાં. " બંને ગાડીમાં બેસી પોલીસ સ્ટેશન પહોંચ્યા. લગભગ સાંજના પાંચ વાગી ગયા હતા. ત્યાંજ લેન લાઈનની રીંગ વાગી. " જય હિંદ વિરલ... કમિશનર હિયર..." સામેથી કમિશનર ...Read More

18

31 ડિસેમ્બરની તે રાત - 18

ગયા ભાગમાં જોયું કે વિરલ સાહેબ ફૂટેજ જોઈ રહ્યા હતા અને એમાં બ્લેક જેકેટ પહેરીને કોઈ વ્યક્તિ ઘટનાની રાતે પરથી નીચે આવતી દેખાઈ રહી હતી. "સર હું રાહુલ , નીરજ અને જૉનને લઈને આવ્યો છું." લ્યુકે કેબિનમાં આવી વિરલ સાહેબને જાણ કરી. " લ્યુક એક માહિતી મળી છે " વિરલ સાહેબે તે બ્લેક જેકેટવાળી વ્યક્તિની આખી ફૂટેજ બતાવતા કહ્યું. લ્યૂકે આખી ફૂટેજ જોઈ અને બંને રાહુલ , નીરજ અને જૉનને મળવા બહાર આવ્યા. "સર... અમને અહીંયા કેમ લવવવામાં આવ્યા છે? " રાહુલે વિરલ સાહેબને આવતા જોઈને પૂછ્યું. " રાહુલ , નીરજ અને જૉન રાઈટ...? કેશવના સંસ્થાના મિત્રો...એક કામ કરો ...Read More

19

31 ડિસેમ્બરની તે રાત - 19

ગયા ભાગમાં જોયું કે વિરલ સાહેબને સ્કાય બ્લ્યુ એપાર્ટમેન્ટના ટેરેસ પરથી દોરી મળી પરંતુ ફિંગર પ્રિન્ટ મેચ ન થઇ. સાહેબના મનમાં ઘણી ઉથલ પાથલ ચાલી રહી હતી કારણ કે તેમને એક પછી પછી ઘણી બધી અસફળતા મળી રહી હતી અને ઉપરથી તેમના પર પ્રેશર પણ વધી રહ્યું હતું. વિરલ સાહેબને હવે કશું સુજતું ન હતું કે ક્યાંથી કેસને આગળ વધારીએ. તેમણે લ્યુક , પાંડે અને રાવને કેબિનમાં બોલાવ્યા. જુઓ આપણી પાસે ફક્ત કેશવના ફ્લેટની આ ફૂટેજ છે , ત્યાંથી મળેલી પેલી દોરી , તેના મિત્રોની ફિંગર પ્રિન્ટ તેમજ આ મસૂરીની ટ્રીપના ફોટોઝ છે અને ફક્ત તેના મિત્રો દ્વારા આપેલી ...Read More