અપરાધ.

(291)
  • 43.3k
  • 17
  • 17.4k

નમસ્કાર મિત્રો,પ્રેમ કે પ્રતિશોધ નવલકથા પૂર્ણ કર્યા બાદ થોડા વધુ સમયના અંતરાલે પુનઃ આપ સમક્ષ નવલકથા પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું.આશા છે કે મારી પ્રથમ નવલકથાને આપ સૌનો ભરપૂર સહકાર મળ્યો તેમ જ આ નવલકથાને પણ સૌ નો સહકાર મળશે...તો ચાલો શરૂ કરીએ એક સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર સફર.નોંધ- આ નવલકથાના દરેક પાત્ર કાલ્પનિક છે. જેઓ કોઈ જીવિત કે મૃત વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે સંબંધિત નથી. “અપરાધ- પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન” “અપરાધ-1"અમદાવાદ-વડોદરા હાઈ-વે પર એક બ્લેક રંગની સ્કોર્પિઓ કાર પુરપાટ ઝપડે

New Episodes : : Every Thursday

1

અપરાધ - 1 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

નમસ્કાર મિત્રો,પ્રેમ કે પ્રતિશોધ નવલકથા પૂર્ણ કર્યા બાદ થોડા વધુ સમયના અંતરાલે પુનઃ આપ સમક્ષ નવલકથા પ્રસ્તુત કરવા જઈ છું.આશા છે કે મારી પ્રથમ નવલકથાને આપ સૌનો ભરપૂર સહકાર મળ્યો તેમ જ આ નવલકથાને પણ સૌ નો સહકાર મળશે...તો ચાલો શરૂ કરીએ એક સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર સફર.નોંધ- આ નવલકથાના દરેક પાત્ર કાલ્પનિક છે. જેઓ કોઈ જીવિત કે મૃત વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે સંબંધિત નથી. “અપરાધ- પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન” “અપરાધ-1"અમદાવાદ-વડોદરા હાઈ-વે પર એક બ્લેક રંગની સ્કોર્પિઓ કાર પુરપાટ ઝપડે દોડી રહી છે. રસ્તા પર એક નાનકડી ચાની લારી પાસે કાર ચાલકે અચાનક બ્રેક લગાવી. રોડ પર ટાયર ...Read More

2

અપરાધ - 2 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ-પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન-2આગળના ભાગમાં જોયું કે સંદીપ કોઈ યુવતી સાથે કંઈક પ્લાન વિષયક વાત કરી અનંતના તરફ ગયો હતો...હવે આગળ....રૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવતાં અનંત અર્ધ નિંદ્રા અવસ્થામાં હતો તેથી આંખ ખોલવાની તસ્દી લીધા વગર જ કહ્યું, “સંદીપ, અહીં જ સુઈ જા ભાઈ.."“હા, અને તું હજી જાગે છે. મને તો એમ કે ભાઈ સાહેબ કુંભકર્ણની જેમ નિંદ્રાવશ થઈને પડ્યા હશે."અનંત એ બ્લેન્કેટ ખેંચતાં ખેંચતાં કહ્યું,“હું તો સુઈ જ ગયેલો, આ તો દરવાજાના અવાજથી થોડો ખલેલ થયો."સંદીપે રમુજી ભર્યા અવાજમાં કહ્યું,“કાલે સવારે અંકલને કહેવું છે, રાજકુમાર અનંતની ઊંઘમાં આ દરવાજો ખલેલ પહોંચાડે છે, આ કક્ષનો દરવાજો દૂર ...Read More

3

અપરાધ. - 3 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ-3“મેમ, એક્ચ્યુલી...એક પ્રોબ્લેમ છે.”સંજનાએ થોડાં શાંત સ્વરે કહ્યું.“હા, શું થયું છે?”“મેમ, અહીં MBA ફર્સ્ટ સેમમાં મને મેરીટ બેઝએડમીશન મળી ત્યારે અહી જ એડમીશન લેવાનું મેં નક્કી કર્યું હતું. પરતું......”“પરતું....શું?”“મેમ, હું એક મિડલ ક્લાસ ફેમેલીથી બીલોંગ કરું છું. મારી ફેમીલીમાં હું, મારો નાનો ભાઈ અને મારાં મધર અમે ત્રણ જ છીએ. અને થોડાં દિવસ પહેલાં જ ભાઈનું એક્સીડેન્ટ થયું.”“ઓહ!”“ભાઈના પગનું ઓપરેશન કરવું પડ્યું. જેના કારણે હવે મારાંથી કોલેજ ફીઝ અફોર્ડ થાય તેમ નથી. માટે મારે મારું એડમીશન કેન્સલ કરાવવું છે.”“ઓહ, જો સંજના પ્રથમ રાઉન્ડમાં આ કોલેજ મળવી બવ મોટી બાબત ગણાય, અહી એડમીશન મેળવવા ઘણા વિદ્યાર્થીઓ કેટલી મહેનત કરે છે. ...Read More

4

અપરાધ. - 4 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ-4( અનંત અને સંદીપ સંજનાને મદદ કરવાના હેતુથી તેની પાસે જઈ થોડી વાતચીત કરવાનો પ્રયાસ કરે છે. સંજના દ્વારા સારો પ્રતિચાર ના મળવા છતાં અંતે સંદીપ તેને એક એનજીઓનું કાર્ડ આપે છે. જે લઈ સંજના ત્યાંથી નીકળી જાય છે.)હવે આગળ........ “શું યાર તને દર વખતે મોનિકા જ યાદ આવી જાય છે.”સંદીપે હસતાં હસતાં કહ્યું.“કેમ એની પણ તારે તો મદદ જ કરવી હતી ને?”“હા, પણ મને થોડી ખબર હતી કે એ મને ટોપી પહેરાવીને નીકળી જશે.”“તો પણ ભાઈ તો સુધર્યા નહી અને હજી બસ છોકરી જોઈ નથી કે..”“એને છોડને યાર જોઈએ હવે આ સંજના કોન્ટેક્ટ કરશે તો જવાબ આપીશું.”બંને વાતો કરતાં ...Read More

5

અપરાધ - 5 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ-5 (આગળના ભાગમાં આપણે જોયું કે અનંત અને સંદીપ કોલેજ પૂર્ણ કરી સંદીપના ઘરે જાય છે. જયારે બીજી બાજુ તેની મમ્મીના કહેવાથી મદદ માટે એનજીઓએ પહોચે છે. જ્યાં તેની મુલાકાત એનજીઓના મેનેજર જોડે થાય છે.) હવે આગળ.... “પણ એ કે એનજીઓમાંથી અનાથ બાળકોને હેલ્પ તો મળે જ છે પરતું જો અન્ય કોઈને મદદની જરૂર હોય તો નિયમ મુજબ જ મદદ કરીએ છીએ.” “ચોક્કસ સર, મારા બધા જ ડોક્યુમેન્ટ વગેરે હું સાથે જ લાવી છું.”સંજના એ બેગમાંથી ફાઈલ કાઢતાં કહ્યું. “અને જો બેટા! અમે એક વખત ક્રોસ ચેક પણ કરીએ છીએ કે શું ખરેખર જરૂરિયાત છે કે નહી ! ...Read More

6

અપરાધ - 6 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ- 6 (આગળના ભાગમાં જોયું કે સંજના એનજીઓમાં મદદ માટે જાય છે. તેમજ બે વર્ષ બાદના દ્રશ્યમાં અનંત પર જ પિતા રાકેશભાઈની હત્યાનો ગંભીર આરોપ લગાવી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે.)હવે આગળ...બરાબર પોલીસ સ્ટેશન પાસે આવીને જીપ ઉભી રહી. કોન્સ્ટેબલ જાની અને દિવાકરે અનંતને નીચે ઉતાર્યો. તેના હાથમાં હાથકડી પહેરાવેલી હતી. અનંત તો હજી આ એક અત્યંત ખરાબ સ્વપ્ન છે કે પછી હકીકત એ જ નહોતો સમજી શક્યો. પોલીસ સ્ટેશન બહાર મોટી માત્રામાં ભીડ જમા હતી. આખા વડોદરા શહેરમાં આ સનસની ખેઝ સમાચાર પહોંચાડવા માટે તમામ ન્યૂઝ ચેનલના રિપોર્ટર્સ પોતપોતાના કેમેરામેન સાથે હાજર હતા. રાકેશભાઈ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ...Read More

7

અપરાધ - 7 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ- 7 (આગળના ભાગમાં જોયું કે સંજના એનજીઓમાં મદદ માટે જાય છે. તેમજ બે વર્ષ બાદના દ્રશ્યમાં પર તેના જ પિતા રાકેશભાઈની હત્યાનો ગંભીર આરોપ લગાવી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે.) હવે આગળ........ “સર, કેસમાં તો એકદમ અરીસા જેમ ચોખ્ખું દેખાય છે. સારું થયું આપણે કોઈ વિશેષ મહેનત ન કરવી પડી.” નાયકે ગાયકવાડના ટેબલ પર ચાનો કપ મૂકતા કહ્યું. “હા, કેસ તો એકદમ અરીસા જેમ સાફ છે. પરતું થોડી બાબતો વિચારવા જેવી ખરી!” ગાયકવાડે ચાનો કપ ઉપાડી મનોમંથન કરતાં કહ્યું. “આમ તો બધું ક્લીઅર જ છે. તો પછી શું વિચારવું સર?” “એજ તો ...Read More

8

અપરાધ. - 8 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ-8(કદાચ કોઈ વાંચકમિત્રને વચ્ચે પ્રશ્ન થતો હોય તો નિરાકરણ માટે જણાવું છું કે આ નવલકથા બે ટાઇમલાઈનમાં એક સાથે રહી છે આગળ જતા બંને મિક્ષ થઈ જશે તેની ખાસ નોંધ લેવી. આગળના ભાગને વાંચકમિત્રોએ જે સહકાર આપ્યો એ બદલ ખુબ ખુબ આભાર)(આગળ જોયું કે ગાયકવાડ અને નાયક અનંતની પુછપરછ કરી રહ્યા હતા. ત્યારે આગળ જણાવ્યું તેમ બીજા દ્રશ્યમાં સંજનાને એડમીશન મળી જતા. કોલેજ જોઈન કરે છે. ત્યાં સંદીપ અને અંનત સાથે થોડી વાતચીત કરે છે. અને તેમના મિત્રોનો પરિચય મેળવે છે.)હવે આગળ......અનંત, સંદીપ, સંજના વગેરે લોકોનું હવે એક ગ્રૂપ બની ગયું હતું. જે રોજ બ્રેકના સમયે કેન્ટીનમાં જ બેસતાં. ...Read More

9

અપરાધ. - 9 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ-9(આગળના ભાગમાં જોયું કે સંજનાએ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા એક નોકરીની તપાસમાં અનંત પાસે મદદ માંગી હતી જ્યારે બીજી અનંત ઇન્સ્પેક્ટરને બનેલી ઘટના વિશે જાણકારી આપતો હતો.)હવે આગળ...કોલેજમાં લેક્ચર પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ બધા મિત્રો બ્રેકમાં કોલેજની કેન્ટીનમાં બેઠા હતા. સંજના થોડી વધારે જ શાંત હતી. એક બાજુ સ્ટડીની ચિંતા બીજી બાજુ પરિવારની જવાબદારી પણ તેના પર જ હતી. “યાર કઈ ઓર્ડર કરશો કે આમ જ બ્રેક પુરી કરવાની છે." સંદીપે બધાના ચહેરા સામે જોઈને કહ્યું.“હા અને જાણે તને ખબર જ નથી કે શું ઓર્ડર કરવાનું છે."નિખિલે પ્રત્યુતર આપતાં કહ્યું.શીતલે કહ્યું,“અમે ચારેય કોફી જ..." ત્યાં તેને વચ્ચે અટકાવી સંદીપે ...Read More

10

અપરાધ. - 10 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ-10[સંજના કોલેજથી પૂજા સાથે જોબ વિશે વિગતે જાણવા એનજીઓ તરફ પ્રયાણ કરે છે. અનંત જે વાત જણાવે છે તે એકદમ બનાવી કાઢેલી છે. એવું ગાયકવાડ કહે છે.]હવે આગળ....એનજીઓ પહોંચી થોડીવારમાં મેનેજર સાહેબને મળવાની પરવાનગી મેળવી ઓફીસ અંદર દાખલ થઈ. મેનેજર સાહેબ સંજનાને પહેલાથી જ ઓળખતાં હતા. એટલે સંજના સામે જોઇને કહ્યું, “અરે! દીકરા આજે અચાનક આ બાજુ કોઈ ખાસ કારણ?"“હા અંકલ, હું કેટલા દિવસથી જોબ શોધતી હતી. ગઈકાલે અહીં કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ ખાલી છે તેવું જાણવા મળ્યું."“હમ્મ!" મેનેજર સાહેબે હકારમાં માથું હલાવતાં કહ્યું.“આ જોબ માટે કોઈ ટેસ્ટ કે ઇન્ટરવ્યુ વગેરે જે પણ પ્રોસેસ હોય તે જાણવા માટે અમે ડાયરેક્ટ ...Read More