સ્ત્રી સંઘર્ષ...

(455)
  • 139.6k
  • 40
  • 65k

મીરા એ તે નેમ પ્લેટ પર આંગળી મૂકી ને છેક છેલ્લે સુધી હાથ ફેરવ્યો . . ભરૂચ ના ભવ્ય એપાર્ટમેન્ટ માં ત્રીજા માળે તે ઊભી હતી. આલીશાન ફ્લેટ ,લિફ્ટ અને ભવ્યતા તો દરવાજે થી કહી શકાય તેવી હતી. મીરાંએ ડોરબેલ વગાડી દરવાજો બીજી જ બેલે ખુલ્યો.કોઈ આધેડ ઉંમર ની સ્ત્રીએ આવકાર સાથે અંદર દાખલ થવાની જગ્યા આપી. મીરા ઘર માં દાખલ થઈ ને ચારે તરફ જોવા લાગી. 3BHK ફ્લેટ નો હોલ કોઈ મહેલ જેવો જ લાગતો હતો.આકર્ષિત રંગરોગાન, સિલીંગ , ફર્નિચર, જુંમર, સુંદર સોફા , એ.સી, એલ.સી.ડી, અને ફ્લાવર પોટ હોલ ની સુંદરતા માં વધારો કરતું હતું. આલીશાન મકાન માં હોય તેવી બધી સગવડતા અહી હતી.

Full Novel

1

સ્ત્રી સંઘર્ષ...ભાગ 1

ઘરના દરવાજે ખુબજ આકૃતિક અને બ્રાઉન પેટર્ન ની નેમ પ્લેટ હતી ,જેમાં લખ્યું હતું .મિસીઝ. ઋચા હર્ષ પટેલ .હર્ષ એ પટેલ મીરા એ તે નેમ પ્લેટ પર આંગળી મૂકી ને છેક છેલ્લે સુધી હાથ ફેરવ્યો . . ભરૂચ ના ભવ્ય એપાર્ટમેન્ટ માં ત્રીજા માળે તે ઊભી હતી. આલીશાન ફ્લેટ ,લિફ્ટ અને ભવ્યતા તો દરવાજે થી કહી શકાય તેવી હતી. મીરાંએ ડોરબેલ વગાડી દરવાજો બીજી જ બેલે ખુલ્યો.કોઈ આધેડ ઉંમર ની સ્ત્રીએ આવકાર સાથે અંદર દાખલ થવાની જગ્યા આપી. મીરા ઘર માં દાખલ થઈ ને ચારે તરફ જોવા લાગી. 3BHK ફ્લેટ નો હોલ કોઈ મહેલ જેવો જ લાગતો હતો.આકર્ષિત ...Read More

2

સ્ત્રી સંઘર્ષ ...ભાગ 2

હર્ષ નું નામ સાંભળતા જ મીરા ને ચમકારો થયો. તેણે હર્ષ ને આં રીતે ક્યારેય જોયો જ ન હતો. તો હર્ષ માં વિશ્વાસ પણ ન હતો અને આજ કારણ હતું કે આટલા વર્ષો પછી બંને બહેનો આજે મળી હતી. બંને એ સાથે સ્વાદિષ્ટ ભોજન લીધા પછી મીરા એ વિદાય લીધી. ઋચા તેને કાર માં રેલવે સ્ટેશન સુધી મૂકી આવી. બંને બહેનો પ્રેમની હૂંફ સાથે ભેટી અને પછી ફરી મળવા ઋચાએ મીરાને આગ્રહ કર્યો. માથું હલાવતા તે ગાડી માં બેઠી અને ઋચા તેને દૂર સુધી જતા જોઈ રહી. ગાડી તો ઉપડી ગઈ પણ મીરાના મનમાં વિચારો ...Read More

3

સ્ત્રી સંઘર્ષ ...ભાગ 3

ઋચા ના જીવન સંઘર્ષની સાચી શરૂઆત અહી થી થાય છે. જ્યારે રુચા નો જન્મ થયો હતો. આજે ઘર રોજ કરતાં થોડું અસામાન્ય હતું પુત્રી નો જન્મ પરિવારમાં નવજીવન લઈને આવશે તેવી આશા બધાના મનમાં હતી. માતા રેખાબહેન, પિતા રાજીવ ભાઈ ,મોહન અને વિનય જેવા લાડ લડાવતા કાકા અને પ્રેમાળ દાદા-દાદી નો પ્રેમ જ આવનારી પુત્રી માટે અમૂલ્ય હતો. કેટકેટલાય આશીર્વાદ, મનોરંજન અને ઉત્સાહનો ઉમંગ બધાના મન ઉપર છવાયેલો હતો. લગ્નના કેટલાય વર્ષ પછી મોટી વયે માતા બનેલા રેખાબેન પુત્રી ના આવ્યા પછી એક નવી આશ શોધી રહ્યા હતા. પુત્રી એ તેમના જીવનમાં આજે સપ્ત ...Read More

4

સ્ત્રી સંઘર્ષ...ભાગ 4

મોહન ના કહેલા શબ્દો રેખાના કાન સુધી પહોચ્યા જ ન હતા. અત્યારે તેનું ધ્યાન પ્રસંગ ઉપરથી ભટકી ગયું હતું. નહીં કેમ આજે તેને અંદર સુધી કંઈક ખૂંચી ગયું હતું. કિરણ બહેનના શબ્દો ના તીર તેરા હૃદયના આરપાર સુધી ઉતરી ગયા હતા જો કવિતાને દીકરો આવશે તો મારી રુંચા નું શું ?? રેખા માં ઘણી ઉદારતા હતી. કવિતા અને મોહન માટે તેના હદયમાં અપાર પ્રેમ હતો પરંતુ એક દીકરીની માતા બન્યા પછી તે પોતાની દીકરી માટે કઈ બીજું વિચારી શકે તેમ ન હતી. પોતાને કમી ના લીધે તેણે આટલા વરસ બધાના અપશબ્દો અને ...Read More

5

સ્ત્રી સંઘર્ષ...ભાગ 5

દવાખાનામાં સૌ કોઈ કવિતા ને મળવા આવી ચૂક્યું હતું. આવનારા બાળક ને સૌ કોઈએ વધામણી સાથે વધાવી લીધું હતું ઘરની જવાબદારી અને કામમાં કોઈએ રેખા ઉપર ધ્યાન આપ્યું ન હતું. તે હજી સુધી કવિતા અને બાળક ને મળવા આવી ન હતી અને આ વાત કોઈની નજરમાં આવી ન હતી. જાણે કે ઘરમાં છે જ નહીં. સવારથી લઈને સાંજ સુધી સૌ કોઈનું ઘરમાં ધ્યાન રાખતી રેખા અત્યારે કોઈ માટે હતી જ નહીં. નામકરણ વિધિ અને છઠ્ઠી પૂજા નું ઘરમાં આયોજન થયું. કિરણબેન એ તો જાતે જ બધાને આમંત્રણ ...Read More

6

સ્ત્રી સંઘર્ષ... ભાગ 6

" જુઓ , રજીવભાઇ જેમ જુદા જુદા શારીરિક રોગ હોય છે તેમ માનસિક રોગ પણ હોઈ શકે. એક સામાન્ય તરીકે આપણી કદાચ માનસિક રોગ પ્રત્યે જુદી જ વિચારધારા છે પરંતુ એક ડોક્ટર તરીકે હું તમને એ સલાહ આપી શકું કે જો ઝડપથી તેમને કોઈ માનસિક ચિકિત્સક પાસે લઈ જવામાં આવશે તો તેમની બીમારીનું નિદાન થશે." પણ" રેખાને થયું છે શું ? અને તમે એ ક્યા આધારે કહી શકો કે તેને કોઈ માનસિક બીમારી છે ? શું તે પાગલ...." રાજીવે અચંબિત્તા સાથે પૂછ્યું. અરે, ના.. ના.. રેખાબેન પાગલ નથી પરંતુ હા પોતાની દીકરી પ્રત્યે તેઓ થોડા ઉત્કૃષ્ટ બની ગયા છે. ...Read More

7

સ્ત્રી સંઘર્ષ... ભાગ 7

સામાન બાંધતા બાંધતા રેખાએ રાજીવની સામું જોયું , રાજીવને કોઈ અંદાજ હતો નહિ કે ,રેખાએ ઘરના સભ્યો ની બધી સાંભળી છે . અને રેખાએ પણ આનો કોઈ અંદાજ આવવા દીધો નહીં તેણે પોતાની સાથે રૂચા નો પણ સમાન બાંધી લીધો . આ જોઈ રાજીવ તેને શાંતિથી સમજાવવા લાગ્યો કે, " રુચા ને અહીં જ રહેવા દઈએ તો.....?? થોડા દિવસમાં તો તારે પાછું આવવાનું છે. તે એકલી ત્યાં કંટાળી જશે" ... પરંતુ રેખાએ કોઈ જવાબ આપ્યો નહીં થોડીવાર ના મૌન પછી રાજીવે ફરી વાત શરૂ કરી, " રેખા શું થયું છે તને ? કેમ આટલું બધું વિચારી રહી ...Read More

8

સ્ત્રી સંઘર્ષ....ભાગ 8

રાજીવને રેખાના મનમાં ચાલતા ભયંકર તોફાનો વિશે ખરેખર કોઈ અંદાજ જ ન હતો. તેને લાગતું હતું કે કદાચ ના આવ્યા પછી ઘરમાં છે રૂચા ને મળતો પ્રેમ અને સમય માં તફાવત આવ્યો છે આથી તેને લઈને કોઈ પ્રશ્ન રેખાના મનમાં ચાલી રહ્યો છે . તેણે વધુ માથું ન મારતા થોડા સમય રેખાને જાત વિચારવાનો સમય આપશે એમ વિચારી તે પાછો પોતાના કામે લાગી ગયો. જ્યારે આ બાજુ રેખા પણ ઘણા સમય પછી પોતાના પિયરે આવી ખૂબ જ ખુશ હતી કારણ કે અહીં બીજું કોઈ આ રીતે રૂચાનને તરછોડતું કે આવગણતું ન હતું.. પંદર દિવસ વીત્યા પછી પણ રાજીવ ...Read More

9

સ્ત્રી સંઘર્ષ....ભાગ 9

આખરે પંદર થી વીસ દિવસ પછી રેખા ફરી પાછી સાસરે આવી ગઈ હતી. સૌ કોઈ આજે તેમનું હર્ષ ઉલ્લાસ થી સ્વાગત કરી , બંને ને વધાવી રહ્યા હતા . તેમના પાછા આવવાથી સૌ કોઈ ખુશ હતું. રેખા સાથે વાત કર્યા પછી રાજીવને પણ થોડો સંતોષ થયો હતો જોકે બંનેના સંબંધો એટલા પણ કાચા ન હતા કે ઝડપથી તેમાં કોઈ ભેદ કે તિરાડ આવી જાઈ. રેખા માં આવેલું પરિવર્તન જોઇ રાજીવને વધુ કોઇ ગંભીર બાબત નથી એમ જાણી તે નિશ્ચિત થઇ ગયો હતો. અને રેખાએ પણ નવા વિચાર સાથે ફરી જાતે જ કોઈ નિર્ણય લઈ ને ...Read More

10

સ્ત્રી સંઘર્ષ....ભાગ 10

આખરે રાજીવ અને રેખા સમીર ની સલાહ મુજબ ડોક્ટર પાસે ગયા કારણકે બંનેની શાદી મે ઘણો સમય થઈ ગયો અને બંનેની ઉંમર પણ સામાન્ય માતા-પિતા કરતા વધુ હતી જેથી ડોક્ટરની સલાહ લઇ અને તેમની દેખરેખ માં આગળનો નિર્ણય લેવો તેવું રાજીવે રેખાને સમજાવી દીધું. રેખા એ પણ રાજીવની વાતમાં વધુ આશંકા ન બતાવતા ઝડપથી હા કઈ પોતાની તૈયારી બતાવી જોકે રાજીવ ને એવો વિશ્વાસ હતો કે ડોક્ટરની સલાહ પછી રેખા ના મગજ ઉપર થી બીજા બાળકનો વિચાર ઉતરી જશે કારણકે તે પહેલેથી જ જાણતો હતો કે ફરી માતા બનવું અશક્ય છે અને પછી તે કિરણ બહેનના ચાલી ...Read More

11

સ્ત્રી સંઘર્ષ....ભાગ 11

રાજીવ સમુદ્રમાં આવેલી ભરતી પછી જે જેલો ખેંચાઈ જાય તેમ ચાલ્યો ગયો પરંતુ બાપુજી ના મગજ માં એક પ્રગાઢ હોલે ચડયું હોય તેમ ભૂતકાળની કેટલીક અવિસ્મરણીય સ્તુતિ થવા લાગી. જાણે આવનારો સમય કેવો પરિવર્તન લાવશે તેવું બાપુજી વિચારવા લાગ્યા. કદાચ તે હવે સમજી ચૂક્યા હતા કે દરેક શરૂઆતનો અંત તો હશે જ. કદાચ આવનારું બાળક કેટલા એ વિભાજન લાવશે. રાજીવ અને રેખાએ ઘરના મોટા તરીકે પોતાના નાના માટે ઘણી જવાબદારી અને સંઘર્ષો સહન કર્યા હતા અને કદાચ આગળ પણ કરતા રહેશે પરંતુ શું ઘરના સભ્યોને તેના વિશે કોઈ એહસાસ છે ખરો...?? " હું તારું ...Read More

12

સ્ત્રી સંઘર્ષ...ભાગ 12

છેલ્લા ભાગમાં આપણે જોયેલું હતું કે રેખા ફરી માતા બનવા જઇ રહી છે ત્યારે ઘરની પરિસ્થિતિ અને પરિવારના બધા વચ્ચે ના આંતરિક સંબંધોમાં થોડો ફેરફાર આવેલો છે એક આદર્શ વહુ તરીકે હંમેશા શાંત રહી સાસુના ઓડ અને પરિવાર ની જવાબદારી સંભાળતી રેખા હવે સંપૂર્ણ રીતે પોતાની દીકરી માટે જાગૃત બની છે પોતે જે સહન કરેલું છે તે હવે પોતાની દીકરીને નહીં કરવા દે તેવી મનોમન મક્કમતા સાથે હવે તે પરિવારને દીકરો આપી તેમનું મોઢું બંધ કરવા જઈ રહી છે પરંતુ શું ખરેખર તેણે જે વિચારેલું છે તેજ થશે શું આ યોગ્ય છે ખરૂં.. ...Read More

13

સ્ત્રી સંઘર્ષ...ભાગ 13

સહાપુર એક અંતરિયાળ ગામ છે ગામની વસ્તી બહુ વધારે નથી ત્યાંના લોકો વ્યવસાયે ખેતી કરે છે અને તેમનું જીવન છે. અહીં પ્રાથમિક શિક્ષણ માટે માત્ર એક જ શાળા ઉપર સહારો છે.. જેની પરિસ્થિતિ પણ વધુ સારી નથી કોઈ શહેરી શિક્ષક તો વધુ સમય અહીં ટકી શકે નહીં પરંતુ રાજીવ નો પરિવાર અહીં ખૂબ જ ખુશ છે. ગામમાં રાજીવ નું ખુબ જ માન છે. જેનો શ્રેય માત્ર રાજીવે કરેલી મહેનતને જાય છે. જ્યારે તે પ્રથમ અહીં આવ્યો ત્યારે તો માત્ર બે જ શિક્ષકો શાળા માં હતા. બાળકો પણ વધુ શાળાએ આવતા ન હતા . ગરીબીને કારણે ...Read More

14

સ્ત્રી સંઘર્ષ....ભાગ 14

જ્યારે પણ ઘરમાં કોઈ નવા બાળકનું આગમન થાય ત્યારે પ્રથમ બાળકને મળતા પ્રેમમાં કોઈ ભાગ પડાવવાવાળું આવી જાય છે. જેને કારણે બાળકોની વચ્ચે આંતરિક ખેંચ તાણ ઊભી થાય છે જો આ સમયે પ્રથમ બાળક માટે યોગ્ય હુંફ અને પ્રેમ સાથે લાડ દેખાડવામાં ન આવે તો બાળક બીજા માર્ગે દોરી જાય છે. છેલ્લા ઘણા સમયથી ઘરમાં બનેલી આ ઘટનાથી રૂચાના મન ઉપર ભારે પ્રભાવ પડ્યો હતો. નાની બહેન મીરા ઉપર કદાચ ઘરના સભ્યોનો સામાન્ય પ્રભાવ હતો પરંતુ આ મીરાના ઘરમાં આવ્યા પછી ઘણું બધું પરિવર્તન તેના ઘરમાં દેખાતું હતું કેટલાક નીતિ નિયમો પણ તેના માટે બદલ્યા ...Read More

15

સ્ત્રી સંઘર્ષ...ભાગ 15... 16

આજે ફરી પરિવાર સુખી અને સંપન્ન થઈ ગયો હતો. થોડા સમય પહેલા ઘેરાયેલા દુઃખના વાદળો હવે છૂટા પડવા લાગ્યા અને સૂર્યનો આછો પ્રકાશ ઘરમાં રોશની ફેલાવતો હોય તેમ બધું પાછું સુખમય થવા લાગ્યું હતું. ઋચા પણ થોડા સમયની નારાજગી પછી પાછી સહજ બની ગઈ હતી મીરા ને અપનાવતા તેને થોડો સમય લાગશે એમ રાજીવ અને રેખા એ સ્વીકારી લીધું હતું કારણ કે તેઓ જાણતા હતા કે અચાનક કોઈ ભાગ પડાવવા વાળુ આવે એટલે બાળક થોડું અસમંજસ થવા લાગે છે આથી પોતાની બાળકીને તેઓ સુમેળ સાધીને રેહતા શીખવાડશે. જેથી રૂચા અને મીરા બંને વચ્ચે પ્રેમ નો ...Read More

16

સ્ત્રી સંઘર્ષ...ભાગ 17

ઘરમાં આવતાજ રાજીવ અને રેખા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. હવે તેને બાળકો ની કોઈ ચિંતા ન હતી. ઘરમાં કોઈ તેમની દેખરેખ માટે એક સમયે તો હતા જ.. જ્યારે મીરા હજી પણ કોઈ સ્વપ્ન દૃષ્ટિ ની માફક બધું નિહાળી રહી હતી. જ્યારે ઋચાતો બધું જ ભૂલી ને મસ્ત મગને આખા ઘરમાં ફરી રહી હતી કારણકે અહીં સૌવ કોઈ તેને લાડ કરતા હતા. કોઈ કેદ માંથી તે આઝાદ થઈ હોઈ તેમ તે આજે હિંડોળે ઝૂલતી ખિલખિલાટ કરી રહી હતી. ઘરમાં તેના અવાજ થી સૌ કોઈ આનંદિત હતા. આમ જ સમય પસાર થઈ ગયો . ...Read More

17

સ્ત્રી સંઘર્ષ...ભાગ 18

શાળાનો ઉનાળુ સત્ર ઝડપથી પૂરું થવાનું હતું. તો આ બાજુ રેખા અને રાજીવ પોતાની નોકરી અને રોજિંદા જીવનને સોહા પૂરમાં જ રહેતા હતા. બાપુજી પણ તેમની સાથે જ હતા મોહન અને વિરાટ બંને પોતાના કામ અને ધંધાર્થે અલગ થઈ ચૂક્યા હતા પરંતુ હજી પણ રેખા અને રાજીવ ને કારણે પરિવાર વાર તેહવાર એકાદ વાર ભેગો થઈ જતો . બાપુજી આ બધું જોઇને નિ:સાસો નાખી જતા પરંતુ રાજીવ અને રેખા પ્રત્યે તેમને ગર્વ થઈ આવતું. કિરણના વિરાટ પ્રત્યેના લાડ ને કારણે આ બંનેએ ખુબ જ મુશ્કેલી વેઠી હતી. નાના ભાઈઓ ની જવાબદારી અને તેમની જીદ સાચવવી ...Read More

18

સ્ત્રી સંઘર્ષ...ભાગ 19

રાજીવ અને મીરા ઘરે આવી ગયા બધુ સકુશળ છે તે જોઈને રેખા અને બાપુજી ને શાંતિ થઈ ગઈ, રુચા અકળ વકળ થઈ ઉઠી કારણકે તે જાણતી હતી કે જો મીરા મળી ગઈ છે તો તે તેનું નામ લઇ લેશે અને હવે તો રાજીવ તેને મુકશે નહીં કદાચ પહેલા કરતા પણ વધુ દંડ આપશે પરંતુ કશું બન્યું જ નથી રાજીવે તેઓ ડોળ કર્યો આથી રુચા નિશ્ચિંત થઈ ગઈ કે મીરા કશું બોલી નથી અથવા તો તેણે તેનું નામ લીધું નથી પરંતુ કેમ ...?? રાજીવ તે રાત ઊંઘી શક્યો નહીં પોતાની દીકરી આવી જીવલેણ હરકતો કરી શકે તેના ...Read More

19

સ્ત્રી સંઘર્ષ...ભાગ 20

ડોક્ટર બનવાના સપના લઈને રુંચા એ મેડિકલ લાઈનમાં પ્રવેશ લીધો સપનાઓ તો તેણે જોઈ લીધા હતા. સારા ગુણ સારા રેકોર્ડ ને કારણે તેને સ્કોલરશિપ પણ કોલેજ તરફથી મળવાની હતી આથી તેનો રહેવાનો અને ભણવાનો ખર્ચ રાજીવ માથે ઓછો થઈ ગયો પરંતુ રુચા જેનું મન હવે ઘરેથી ખાટું થઈ ગયું હતું તે પિતાની કોઈ પણ જાતની મદદ લેવા માંગતી ન હતી આથી કોલેજ ના ફ્રી સમયમાં તે કોઈ કામ કરશે તેવું તેણે નક્કી કરીને જોબ ગોત્વાનું ચાલુ કર્યું. પરિવારને પણ હવે તેના ઘરે ન આવવાના કારણે અને તેના દૂર રહેવાના કારણે કેટલીય લાગણી ઓ ભીતરથી ખૂટવા લાગી ...Read More

20

સ્ત્રી સંઘર્ષ...ભાગ 21

આ બાજુ રુચા પોતાના માટે સારી એવી જોબ ગોતી રહી હતી . પરિવાર અને તેમના મીરા પ્રત્યેના વિચારોથી દૂર માટે તે પોતે પિતા પર બોજો બનવા માંગતી ન હતી આંથી દરરોજ કોઇના દ્વારા થએલી ભલામનો અને છાપાઓમાં આંપેલી જાહેરાતોથી તે રૂબરૂ સંપર્ક કરીને પોતાને લાયક જોબ ગોતવાનો પ્રયત્ન કરી રહી હતી જેના કારણે પોતાનો નાના મોટા ખર્ચા માટે તે પિતા ઉપર નિર્ભર ન રહીને જાતે કરી શકે. આમ તે જોબ ગોતવા માટે મેહનત તો બહુ કરી રહી હતી પણ કોઈ યોગ્ય કામ તેને મળતું ન હતું આખરે ઘણા દિવસ પછી તેણે પોતાના લાયક એક જાહેરાત ...Read More

21

સ્ત્રી સંઘર્ષ...ભાગ 22

હવે રુચા નું કામ વધ્યું હતું. જોબ તો મળી ગઈ પણ ત્યાં કામ કરવું અને તે પણ પેલા ગુસ્સેલ હર્ષ સાથે ઘણું અઘરું હતું. પરંતુ રુચા ની આર્થિક કટોકટી ઓછી ત્યારે જ થશે જો તે આં કામ ચાલુ રાખશે. આથી ગમાં અણગમા નો કોઈ પ્રશ્ન અત્યારે તો શક્ય જ ન હતો. હવે રુચા પેલા કરતાં પણ વધુ વ્યસ્ત રહેવા લાગી હતી સવારે કોલેજ પતાવ્યા પછી તેને માત્ર એક કલાકનો સમય મળતો જેમાં પોતાના કોલેજના ગાર્ડનમાં બેસીને થોડું રીડિંગ કરતી અને પછી ત્યાંથી જ હોસ્પિટલની જવા માટે નીકળી જતી રાત્રે કામ પતાવીને જ્યારે તે હોસ્ટેલ પરત આવતી ત્યારે મોટાભાગના ...Read More

22

સ્ત્રી સંઘર્ષ...ભાગ 23

બંને વચ્ચે મૌન સંવાદ કઈક અલગ રીતે જ ચાલી રહ્યો હતો. ના દોસ્તી વધુ હતી ના નિકટતા પરંતુ ધીરે બંને એકબીજા માટે સારો અનુભવ કરી રહ્યા હતા ભલે શરૂઆત એક નકારાત્મકતાને કારણે થઈ પરંતુ સમય સાથે એક સકારાત્મક અભિગમ પણ બંનેને એકબીજાનો દેખાઈ રહ્યો હતો આજે હર્ષ રુચાના વગર કીધે જે લાગણી સમજી શક્યો હતો તે કદાચ તે પોતાના નિકટના લોકોને પણ શબ્દો સાથે ન સમજાવી શકે પરંતુ રુચા પાસે આભાર વ્યક્ત કરવાની કે ભાવના બતાવવાની તાકાત ન હતી. હવે તે હર્ષ માટે વધુ ને વધુ વિચારી રહી હતી કદાચ તેનું આ રીતે સ્પર્શી જવું ...Read More

23

સ્ત્રી સંઘર્ષ...ભાગ 24

રુચા પોતાના ઘરે આવી ગઈ હતી પરંતુ તેનું મન ક્યાંય લાગતું ન હતું ઘરમાં શાદી ની તૈયારીઓ જોરશોરથી ચાલી હતી મોહન, કવિતા , નીલ ,વિરાટ ,ઈચ્છા અને તેમની લાડલી દીકરી ઝાલા પણ પહેલેથી જ આવી ગયા હતા ઘણા સમય પછી આજે પરિવાર ભેગો થયો હતો મીરાના લગ્ન કુટુંબીક મેળાપનો પણ બહાને જૂમી રહ્યો હતો ,રેખાના પરિવારના લોકો પણ ટૂંક સમયમાં જ અહીં આવવાના હતા. રુચા પણ ઘણા સમય પછી પોતાના પરિવારને મળી રહી હતી સૌ કોઈ આનંદ અને ઉલ્લાસથી તૈયારીઓમાં લાગેલા હતા. રૂચા અને મીરાં પણ દેખીતી રીતે તો સાથે જ હતા રુંચા એ સમજીને પોતાનું ...Read More

24

સ્ત્રી સંઘર્ષ...ભાગ 25

હાલ તો રુંચા પાસે કોઈ વ્યવસ્થા ન હતી આથી તેણે જ્યાં સુધી કોઈ રેહવાની યોગ્ય વ્યવસ્થા ન ત્યાં સુધી તેણે પોતાની સુરક્ષા માટે હોસ્ટેલ નો પોતાનો રૂમ જ યોગ્ય લાગ્યો પરંતુ હોસ્ટેલ ના નીતિ-નિયમોને આધીન જોબ કરવી તેની માટે અઘરી થઈ પડી હતી. બધા થી છુપાવવું, રોજ ખોટું બોલીને નીકળવું અને જો ઘરેથી કોઇ અહીં મળવા આવી જાય તો વધુ અઘરું થઈ પડે તેમ વિચારી તે ઝડપથી કોઈ પોતાની માટે ઘર ગોતવાની વ્યવસ્થામાં લાગી ગઈ હતી. પરંતુ આ શહેર તેની માટે અજાણ્યું પડતું હતું પોતે ક્યારેય કામ સિવાય મિત્રો સાથે કે એકલી બહાર નીકળી ન હ તી. આથી ...Read More

25

સ્ત્રી સંઘર્ષ...ભાગ 26

હોસ્પિટલના બહાર બેન્ચ પર બેસેલી રુંચા પોતાના જ વિચારોમાં મસ્ત હતી. તે ક્યાંય પોતાનું ભાન ભૂલીને હર્ષ ના જ કરી રહી હતી અને તેના વિચારોનો એકમાત્ર એહસાસ તેને મનમાં ગુદગુદાવી રહ્યો હતો હજી તે સમજી શકતી ન હતી કે શું આ સત્ય પણ હોઈ શકે કે અર્ચના માત્ર ગડમથલ વાતો કરી રહી છે પરંતુ તે સીધી રીતે હર્ષ ને પૂછી શકતી પણ ન હતી. ત્યાં જ અચાનક તેના ખભા પર એક હાથ આવ્યો .. તેણે પાછળ ફરીને જોયું તો તે જેના વિચારો કરી રહી હતી અને સવારથી જ જેને મળવાની આતુરતા માં હતી તે હર્ષ ...Read More

26

સ્ત્રી સંઘર્ષ...ભાગ 27

જ્યારે હર્ષે પોતાનું કામ પૂરું કર્યું અત્યારે રાત્રીનો એક વાગી ગયો હતો. થાકીને તેણે પોતાના હાથની મુઠ્ઠી કરી આજે તેને દરરોજ કરતા વધું જ કામ કરી નાખ્યું હતું, તે પોતાના કેબિનની બહાર નીકળ્યો અચાનક તેની નજર રુચા જે બહાર ની કુર્સી પર બેસતી હતી તે ના પર પડી અને તેના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ .તે પણ રુંચા વિષે વિચારતો વિચારતો ક્યાંય સપનામાં ખોવાઈ ગયો . ઘણા દિવસથી તેણે અને રુંચાએ કોઈ વાતો કરી ન હતી, ચાના કપ અને ચિપ્સ ના પેકેટ પણ તેને રુંચા વગર બેસ્વાદ લાગતા હતા તે આળસ મરડતા મરડતા દવાખાનાની બહાર નીકળ્યો ...Read More

27

સ્ત્રી સંઘર્ષ....ભાગ 28

બારીના સળિયા માં આંગળી ભરાવી રુચા બહાર વહેતા પવનને જોઈ રહી , તેની આંખમાં આવેલા આંસુઓ કેમેય કરીને સુકાતા હતા પોતાની જાતને દોષારોપણ કરે કે પોતે કશું ખોટું કર્યું નથી તે માટે લડે તેનો તે નિર્ણય કરી શકતી ન હતી. વીતેલા એક અઠવાડિયા દરમિયાન તેની જીંદગી બદલાઈ ગઈ હતી. ન બનવાજોગ ઘણું બધું અવિચારીત અત્યારે બની ગયું હતું. પોતે આં બંધ બારણાં ના ઓરડામાં ચાર દિવાલો વચ્ચે તે અંધકારમય પોતાની દુનિયા જોઈ રહી હતી અચાનક બની ગયેલી આ બધી ઘટનાઓ માં સૌ કોઈ તેને જ દોષી ઠરાવીને અપમાનિત કરી રહ્યા હતા. હોસ્પિટલના બેડ ઉપર સૂતેલો રાજીવ ...Read More

28

સ્ત્રી સંઘર્ષ....ભાગ 29

બધાના અપ શબ્દો સાંભળ્યા પછી હર્ષ ને રૂચા ની હાલત ઉપર પસ્તાવો થઇ આવ્યો. પોતાને ઘણો મોડો તેના પ્રત્યેના નો એહસાસ થયો છે તેવો તેને ભાસ થઈ આવ્યો હર્ષ મનોમન પોતાની જાતને ધિક્કારી રહ્યો, અત્યાર સુધી પોતે બેભાન અવસ્થામાં રહ્યો છે તેવું તે જાણી રહ્યો. છતાં તે ઋચાના પરિવારને પોતાનો પક્ષ સમજાવતો રહ્યો પરંતુ મીરા કેમેય કરીને કશું સમજવા માંગતી ન હતી. અને હર્ષ પણ પોતાના નિર્ણય પર મક્કમ રહ્યો તે બધાને સમજાવીને જ્ રેઃશે અને ત્યાં સુધી તે અહીંથી જશે નહીં તેવું તેણે સહજતાથી કહી દીધું. બધા ને તે સમયે આં વાત મિથ્યા લાગી . ...Read More

29

સ્ત્રી સંઘર્ષ...ભાગ 29

ગેસ્ટ હાઉસના રૂમમાં બેઠી ને હર્ષ ચિંતામાં મુકાઈ ગયો મક્કમપણે જાહેરમાં રુંચા નો સાથ આપવાનો અને પોતાના તેના પ્રત્યેના ઇજહાર પછી પૈસા કમાઈ અને સામાન્ય જીવન સાથે તે ટકાવી ને સાબિત કરી બતાવ્વુ ઘણું અઘરું હોય છે હર્ષને પણ મહેનત કરવામાં વાંધો ન હતો પરંતુ મહેનતના અંતે ફળ તેને જોઇતું જ મળશે તે નક્કી ન હતું તેના મિત્રો અને તેની માતા એ તો તેને આ બધું કરવા માટે ના પાડી રહ્યા પરંતુ રવિ અને હર્ષના પિતાએ એ તો જ્યાં સુધી રુચા નો પરિવાર માને નહીં ત્યાં સુધી ત્યાં જ રહેવા કહ્યું પછી ભલેને તેની માટે તેને અભ્યાસ ...Read More

30

સ્ત્રી સંઘર્ષ...ભાગ 30

બે મહિના સુધી ચાની ટપરી ઉપર કરેલી અથાગ મહેનત અને દિવસ-રાત જોયા વગર પૈસા કમાવા પછી પણ હર્ષ પોતે પૈસા કમાઈ શક્યો ન હતો જોકે તે જાણતો હતો કે ચાની ટપરી એ કામ કરવાથી વધુ પૈસા મળશે નહીં આથી તે પોતાના માટે બીજું સારું કામ પણ શોધતો હતો આં સાથે તે પ્રાથમિક ઉપચાર કેન્દ્રમાં રાત્રે દેખરેખ માટે પણ જતો રાત્રે આવતા દર્દીઓને માટે તે સારસંભાળ પણ લેતો હતો જોકે આ કામ તો તેને ફાવતું હોતું અને તેમાં તેને મજા પણ આવતી હતી દિવસે ચાની તપરીએ અને રાત્રે પ્રાથમિક કેન્દ્રમાં મહેનત કરવા પછી પણ તે જોઈએ એવું કમાઈ ...Read More

31

સ્ત્રી સંઘર્ષ...ભાગ 31

ગામડાની કાચી સડક પર બંને જણા આજે પ્રથમ વખત કેટલા એ મહિના પછી સાથે હતા એક જ ગામમાં રહેવા બંનેએ રાજીવના વિચારોને માન આપ્યું હતું બંનેને એકબીજા ને મળવાની તો ખૂબ જ ઇચ્છા થતી યાદ પણ ઘણી આવતી પરંતુ હર્ષ અને રૂચા બંને એક બીજાના પ્રેમ માટે ઇંતેજાર કરી રહ્યા હતા તેઓ ઈચ્છતા હતા કે તેમના પિતા અને પરિવાર પણ તેમના પ્રેમ પ્રત્યેની સાચી લાગણી ને સમજે બંનેએ તેમની સાથે કંઇક ખોટું કર્યું નથી કે પોતાની મર્યાદા ઓળંગી નથી તે સાબિત થઈ જાય પાંચ મિનિટના અંતર પછી હર્ષ રેખાના અને રાજીવના ઘરમાં દાખલ થયો એક સરકારી કોટેજ વર્ષોથી આ ...Read More

32

સ્ત્રી સંઘર્ષ...ભાગ 32 33

સાથે ભોજન કર્યા પછી હર્ષ અને રૂચા ભગવાનના આશીર્વાદ માટે ગામના મંદિરે ગયા બંને જણા આજે ખૂબ જ ખુશ એકબીજા પ્રત્યે ને પ્રેમનો અહેસાસ થયા પછી બંને એ હજી એકબીજાને પ્રેમનો ઇઝહાર કર્યો ન હતો પરંતુ બંનેના મૌન પછી પણ તેઓ આ પ્રેમની લડાઇ જીતી ચૂક્યા હતા અને આ સાથે માતા અને પિતાના આશીર્વાદ પણ મળી ચુક્યા હતા જોકે હર્ષના ઘરે તેના માતા-પિતાને આ વાતની જાણ ન હતી પરંતુ હર્ષની પસંદ ઉપર બંનેને વિશ્વાસ પણ હતો કારણ કે તે માતા અને પિતા ની પરવાનગી લઈને જ રુચા માટે સુહાપુર આવયો હતો. બળબળતા બપોર અન અસહ્ય ગરમીના વચ્ચે ...Read More

33

સ્ત્રી સંઘર્ષ... - ભાગ 34

નિરંતર સૂર્ય નો અસ્ત અને ઉદય થવા લાગ્યો. એક પછી એક કલાકો દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા, જાણે કશું બન્યું જ નથી તેમ બધું પાછું પહેલા જવું જ થવા લાગ્યું આ બાજુ રુચા પોતાના કામોમાં વ્યસ્ત થવા લાગી હતી. ગામની સરકારી શાળા માં બાળકો સાથે તેનો સમય પસાર થવા લાગ્યો હતો અને પછી તે ઘરે આવીને માતાને કિચનમાં પણ મદદ કરતી આ સાથે અઠવાડિયે એકાદ વખત અનાથાશ્રમની પણ મુલાકાત લેતી માતા અને પિતા બન્નેના સેવાભાવી ના સંસ્કારો તેમનામાં પૂરેપૂરા ઉતાર્યા હતા આથી આ બાળકો માટે કંઈક કરવું અને પોતાની બચતમાંથી અમુક ભાગ આશ્રમ ને આપવો તેના ...Read More

34

સ્ત્રી સંઘર્ષ... - ભાગ 35

. ઇન્તજાર મીઠો હોય છે પણ ત્યારે જેમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય , સમજદારી અને સૌથી વધુ તો વફાદારી હોય. જોકે હર્ષ અને રુંચા ના સંબંધમાં તો મૌન જ સૌથી મોટો સહારો હતો બંને એકબીજાના પ્યારને એકબીજાની લાગણીઓને અને એકબીજા માટે કરેલા ત્યાગને સમજદારીથી સમજતા હતા સમય આમ જ તેની ગતિએ પસાર થઈ રહ્યો હતો, રુચા અને હર્ષ પોતપોતાના સપનાઓ પૂર્ણ કરવા માટે મહેનત કરવા લાગ્યા હતા વેકેશન દરમિયાન હર્ષ પોતાના માતા-પિતાને પણ મળવા જતો તેમની સાથે પણ સમય વિતાવતો. પણ આ મુલાકાત દરમિયાન કોઈપણ જાતની મદદ ની માંગણી ન હતી. આ સાથે પોતે જાતે જ કોઈપણ વ્યક્તિની ...Read More

35

સ્ત્રી સંઘર્ષ... - ભાગ 36

વાચક મિત્રો , તમે મારી રચના " સ્ત્રી સંઘર્ષ " ને ખૂબ જ આપ્યો છે તમે જે રીતે મને આ આગળ લખવા માટે પ્રોત્સાહન આપ્યું છે મારી રચના ના કિરદારો રૂચા અને હર્ષ ને તમે જે રીતે સ્વીકાર્યા છે પ્રેમ આપ્યો છે તે ખુબજ અમૂલ્ય છે આથી જો તમે ઈચ્છતા હોય કે હર્ષ અને ઋચાની કહાની લગ્ન પછી કેવી હશે તે રીતે આગળ વધે તો મને કમેન્ટ કરીને જણાવો જો તમને મારી આ રચના ના કીરદાર હર્ષ અને રૂચા પસંદ આવ્યા હોય તો હું તેમના જ પ્રેમ જીવનની નવી શરૂઆત ની રચના તમારી સમક્ષ ફરી લઈ હાજર થઈશ ...Read More